સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 20 April 2016

રાજ્યનાં ૩૩૫૧ ગામડાંમાં પીવાના પાણીનો સ્રોત જ નથી - દાળના ભાવમાં ફરી ભડકો : દિલ્હીમાં કિંમત રૃ.૨૦૦ સુધી પહોંચી - બેફામ વાણી વિલાસ કરનારા પાટીદારો સામે હાર્દિકનો રોષ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

દુષ્કાળની દારુણ સ્થિતિ : રાજ્યનાં ૩૩૫૧ ગામડાંમાં પીવાના પાણીનો સ્રોત જ નથી

- મરાઠવાડાના ૨,૩૦૬ ગામડાં નપાણિયા : ૩૪ જિલ્લામાંથી ૨૭માં ટેન્કર દ્વારા પીવાનું પાણી
મુંબઇ તા.૨૦
મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે આ ઉનાળામાં પરિસ્થિતિ વધુને વધુ પ્રમાણમાં વણસતી જાય છે. રાહત અને પુનવર્સન કામગીરી સંભાળતા રાજ્યના અધિકારીઓએ સ્થિતિની સમીક્ષા કરતા તેમની સમક્ષ કારમા દુષ્કાળનું દારુણ ચિત્ર ઉપસ્યું હતું.
આ અધિકારીઓને માલુમ પડયું હતું કે રાજ્યનાં ૩,૩૫૧ ગામડાં પાસે પીવાના પાણીનો કોઇ જ સ્રોત નથી અને પાણી મેળવવા તેમને માટે ટેન્કર પર આધાર રાખવા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નથી.
ચોંકાવનારી બાબત તો એ છે કે ૧૯મી માર્ચે આવાં ગામડાની સંખ્યા ૨,૧૦૦ની હતી જેમાં એક જ માસમાં ઝડપથી વધારો થયો અને અત્યારે આ સંખ્યા ૧,૨૫૧ના આંકડે પહોંચી છે. આ વિસ્તારમાં પાણી પહોંચાડવાના કામે લગાવાયેલા ટેન્કરોની સંક્યા માત્ર એક જ માસમાં લગભગ બમણી થઇ ગઇ છે.
દુષ્કાળની સૌથી ખરાબ અસર પામેલા મરાઠવાડાના વધારાના ૬૭૪ ગામડાં આ જ સમયગાળા દરમિયાન સંપૂર્ણપણે નપાણિયાં થઇ ગયાં છે અને હવે આવાં ગામડાંની સંખ્યા ૨,૩૦૬એ પહોંચી છે.
રાહત અને પુનર્વસન ખાતાએ એકત્ર કરેલા આંકડા મુજબ ૧૯મી માર્ચે પીવાનું પાણી પહોંચાડતાં ટેન્કરોની સંખ્યા ૨,૨૭૯  હતી જે હવે વધીને ૪,૩૫૬ થઇ છે. આમાંના ૩,૦૩૨ ટેન્કરો મરાઠવાડામાં ૨,૩૦૬ ગામડાંને પાણી પહોંચાડે છે. ૧૯મી માર્ચના આંકડા જોઇએ તો આ જ વિસ્તારના ૧,૬૩૨ ગામડાંને ૨,૨૭૯ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવું પડતું હતું.
પાણીની તંગી એટલી વિકટ છે કે સરકારે રાજ્યના ૩૪ જિલ્લામાંથી ૨૭ જિલ્લામાં પીવાનું  પાણી ટેન્કરો દ્વારા પૂરું પાડવું પડે છે. ગયા વર્ષે આજના દિવસે (૨૦મી એપ્રિલ) ૧,૫૧૬ ટેન્કરો  દ્વારા પાણી પૂરું પડાતું હતું. આ વર્ષે કામે લગાવાયેલા ટેન્કરોની સંખ્યા કરતાં આ સંખ્ય માત્ર એકતૃતિયાંશ જેટલી છે.
રાજ્યના ૩૪ જિલ્લામાંથી સિંધુદુર્ગ (કોંકણ વિભાગ), નંદુરબાર (નાશિક વિભાગ), પુણે (પુણે વિભાગ), વર્ધા, ગોંદિયા, બંડારા અને ગઢ ચિરોળી (નાગપુર વિભાગ) એમ સાત જિલ્લામાં પ્રાથમિકપણે ટેન્કરો દ્વારા પાણી પહોંચાડાતું નથી.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/mumbai-crying-situation-of-drought-is-not-the-only-source-of-drinking-water-in-3351-villages-of-the-http://www.sandesh.com/article.aspx?newsid=3251942


દાળના ભાવમાં ફરી ભડકો : દિલ્હીમાં કિંમત રૃ.૨૦૦ સુધી પહોંચી

- વિશ્વમાં ભારતમાં કઠોળનું સૌથી વધુ ઉત્પાદન છતાં આયાત કરવી પડે છે

- જોકે કેન્દ્ર સરકારના આંકડા મુજબ ભાવ ૧૭૭ રૃપિયા

- સંગ્રહખોરી અટકાવવા રાજ્ય સરકારોને કેન્દ્રએ કડક પગલાં લેવા કહ્યું

નવી દિલ્હી તા. ૨૦
ગત વર્ષની જેમ આ વર્ષે પણ દાળ અને અન્ય કઠોળના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, રાજધાની દિલ્હીમા હાલ દાળ પ્રતિ કિલો ૧૯૦થી ૨૦૦ના ભાવે વેચાઇ રહી છે, જોકે કેન્દ્ર સરકાર દ્વારા જે સરેરાશ ભાવ જારી કરવામાં આવ્યો છે તે ૧૭૭ રૃપિયા પ્રતિ કિલો છે.

માત્ર દાળ જ નથીં અન્ય કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડા અનુસાર અડદની દાળનો ભાવ પ્રતિ કિલો રૃ. ૧૭૭, તુર ૧૬૩, મગ ૧૨૩, મસૂર ૧૦૫ અને ચણાનો ભાવ પ્રતિ કિલો રૃ. ૮૩ છે. ગત મહિને અડદ દાળનો ભાવ ૧૭૨, તુર ૧૬૦, મગ ૧૨૨ અને મસૂર ૯૮ જ્યારે ચણાનો ભાવ ૭૪ રૃપિયા હતો.

ભારત કઠોળ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથણ ક્રમે હોવા છતા ભાવ વધારો થઇ રહ્યો છે અને હાલ પરિસ્થિતિ એવી છે કે દેશમાં કઠોળની આયાત કરવી પડી રહી છે. સંગ્રહખોરી વધી રહી છે અને સામે પક્ષે ઉત્પાદન ઘટયું છે જેને પગલે કઠોળના ભાવ ભડકે બળી રહ્યા છે.

રાજધાની દિલ્હીમાં હાલ દાળ ૧૯૦થી ૨૦૦ રૃપિયાના ભાવે મળી રહી છે. આજ વર્ષે અહીં દાળના ભાવ ૧૩૦થી ૧૪૦ રૃપિયા સુધી પહોંચી ગયા હતા જેમાં હવે અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે, કેન્દ્ર સરકારે પણ રાજ્ય સરકારોને સંગ્રહખોરોની વિરૃદ્ધ કડક પગલા લેવા કહ્યું છે.

કઠોળમાં ટેકાના ભાવ ૨૦૦ વધારવા ભલામણ
પાકના ભાવ અંગે સરકારને સલાહ આપનારી બોડી સીએસીપીએ કઠોળમાં ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૃપિયા ૨૦૦ અને ડાંગરમાં પ્રતિ ક્વિન્ટલ ૬૦નો વધારો કરવાની ભલામણ કરી છે. ૨૦૧૫-૧૬ માટે કેન્દ્ર સરકારે ડાંગરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ ૧૪૧૦ રૃપિયા જ્યારે એ ગ્રેડ અનાજના ભાવ ૧૪૫૦ નક્કી કર્યા હતા. જેમાં ૨૦૧૬-૧૭ના વર્ષ માટે વધારો કરવા માટે આ બોડીએ ભલામણ કરી છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/delhi-india-dal-prices

બેફામ વાણી વિલાસ કરનારા પાટીદારો સામે હાર્દિકનો રોષ

- PAASનાં હોદ્દેદારો બની નિવેદનબાજી બંધ કરો

- હાર્દિક પટેલે જેલમાંથી પાસનાં પ્રવકતાઓની કમિટિ બનાવી

- પ્રવકતા સિવાય કોઇ મીડિયામાં નિવેદનબાજી કરવા પર મનાઇ ફરમાવી

- રાજકીય લાભ ખાટવા નિવેદનો આપશો તો આંદોલનમાંથી હકાલપટ્ટી થઇ શકે છે : હાર્દિક


(પ્રતિનિધિ દ્વારા)     સુરત, બુધવાર
ત્રણ રાજ્યોમાં અનામત આંદોલનની ચર્ચા કરતો પત્ર લખ્યા બાદ હાર્દિક આજે બુધવારે વધુ એક પત્ર લખી નાખ્યો છે. જેમાં પાસનાં હોદ્દેદારો બનીને બેફામ નિવેદન બાજી કરતા કાર્યકરો પાટીદારો સામે રોષ વ્યક્ત કરી હાર્દિક ખોટા નિવેદનો ન આપવાની કડક સુચના આપી છે. સાથે તેણે પાસની પ્રવકતા કમિટી પણ બનાવી છે. અને મિડીયાએ એ લોકો સાથે જ સંપર્ક કરવા કહ્યુ છે.

''તમામ પાસ કન્વીનર, આંદોલનકારી, પ્રવકતાઓએ સમાચાર પત્રોમાં પાસનાં હોદ્દેદારો બનીને વારિયાય નિવેદનો આપનારાઓને જણાવવાનુંકે આંદોલનને લગતા કોઇપણ પ્રકારનાં ખોટા નિવેદન ન આપવા કડક સુચના છે. આપના નિવેદનથી આંદોલનને તથા રાજ્યની શાંતીમાં ભંગ થાય છે. આપણી લડાઇ કોઇ વ્યક્તિ કે રાજકીય લોકો સામે નથી. રાજકિય લાભ કે મોભો વધારવા ખોટા નિવેદન ન આપવા. જો ભાજપ કે કોંગ્રેસમાં વ્યક્તિગત લાભ લેવા માટે નિવેદન આપતા હોય તો આજે જ આંદોલનમાંથી ખસી જવા વિનંતી છે. નહી તો સસ્પેન્ડ કરતા વાર નહી લાગે આ રાજકીય આંદોલન કે રાજકીય પાર્ટી નથી. સમાજને સાચી માહિતી તથા જનતાને આંદોલનની ગતિવિધિ પહોંચાડવાના પ્રયાસ કરવા વિનંતી.'' હાર્દિક પટેલ

ઉપરોક્ત શબ્દો તેના લેટરમાં લખ્યા છે. નોંધનિય છે જેલમાં હાર્દિકને સમાચાર પત્રો વાંચવા મળે છે જેમાં થતા નિવેદનોથી અકળાયેલા હાર્દિકે આખરે તેનો રૃઆબ બતાવ્યો હતો. હાર્દિકના આ પત્રથી હવે વાણીવિલાસ કરનારાઓ પર આપોઆપ બ્રેક લાગી જશે. હાર્દિકે પાસનાં પ્રવકતાઓની પણ કમિટી બનાવી છે. મિડીયાએ લોકો સાથે જ વાત કરવા વિનંતી કરી છે. તમામ નિવેદન તથા ટીવી ડીબેટ કે લાઇટ માટે લલીત વસોયા સાથે સંકલન કરવાનું કહી તેણે અંતમાં મુકેશભાઇ પટેલ તથા મહેશભાઇ સવાણીને પોતાના તરફી મધ્યસ્થી ગણાવીને આ બંને સામે ખોટા નિવેદન ન આપવાનું પણ જણાવ્યું.
અચાનક બદલાયેલા હાર્દિકના તેવર સૂચક જણાય છે. ગઇકાલે અગ્રણીઓ સાથેની ખુલ્લી ચર્ચા અને આજે એકાએક નિવેદનોબાજી માટે લખાયેલો પત્ર ઘણું બધુ કહી જાય છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/hardik-patel-gujarat-surat-patidaar-movementSource :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment