સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 21 April 2016

આજે હનુમાન જયંતી : મંદિરો 'કેસરીનંદન'ના રંગમાં રંગાઇ જશે - અચ્છે દિન : ખાંડ,દાળ, કઠોળ અને સીંગતેલ-શાકના ભાવોમાં વધારો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

આજે હનુમાન જયંતી : મંદિરો 'કેસરીનંદન'ના રંગમાં રંગાઇ જશે

- મંદિરોમાં મારૃતિયજ્ઞા, સુંદરકાંડના પાઠ, અન્નકૂટના દર્શનનું આયોજન

- ડભોડા  મંદિરમાં ૧,૧૧૧ તેલના ડબાનો અભિષેક કરાશે  બાલા હનુમાન મંદિરમાં બેન્ડની સલામી સાથે મહાઆરતી

અમદાવાદ, ગુરુવાર
'સંકટ કટે મીટે સબ પીડા, જો સુમરે હનુમંત બલબીરા...' ભક્તોના તમામ સંકટ-પીડા હણનારા એવા સંકટમોચક ભગવાન હનુમાનની આવતીકાલે આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે. હનુમાન જયંતિ નિમિત્તે શુક્રવારે અમદાવાદ સહિત રાજ્યના હનુમાનજીના મંદિરોમાં હનુમાન ચાલિસા, સુંદરકાંડના પાઠ તેમજ હવનના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. આવતીકાલે વહેલી સવારથી મોડી રાત સુધી હનુમાનજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમડી પડશે.

બરવાળા તાલુકાના સાળંગપુર હનુમાનજી મંદિરમાં ગુરુવારે મોડી સાંજથી ભક્તોનું આગમન શરૃ થઇ ગયું છે. સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શુક્રવારે સવારે ૭ઃ૦૦થી બપોરે ૧ઃ૦૦ દરમિયાન સમૂહ યજ્ઞા યોજાશે. સવારે ૯ઃ૩૦ કલાકે અભિષેક દર્શન અને સવારે ૧૧ઃ૩૦ કલાકે અન્નકૂટના દર્શનનો  લાભ ભક્તોને મળશે. ગાંધીનગર પાસે આવેલા ડભોડા ગામમાં શુક્રવારે સવારે ૫ઃ૦૦ વાગે મારૃતિયજ્ઞા, સવારે ૮ઃ૦૦ વાગે ૧૧૧૧ તેલના ડબ્બાનો અભિષેક કરાશે જ્યારે સવારે ૯ઃ૩૦ કલાકે શોભાયાત્રા નીકળશે, સવારે ૧૧ઃ૦૦ વાગે ધજા ચડાવાશે. બપોરે ૧૨ઃ૦૦  વાગે મહાઆરતી થયા બાદ બપોરે ૧૨ઃ૩૦ વાગે ૧૫૧ કિગ્રાની કેક કાપવામાં આવશે.

અમદાવાદમાં આવેલા પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ગુરુવારે વિશાળ શોભાયાત્રા યોજાઇ હતી. આ શોભાયાત્રાનું મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. આ હનુમાન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. આવતીકાલે પણ કેમ્પ હનુમાનમાં પૂજનના વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. નાગરવેલ હનુમાનજી મંદિર ખાતે સવારે ૬ઃ૦૦ વાગે ઉત્થાપન આરતી કરવામાં આવશે, રાત્રે ૮ઃ૩૦ વાગે ૧૧ હજાર દિવડાઓની મહાઆરતી કરવામાં આવશે. ગાંધી રોડ પર આવેલા પ્રાચિન બાલા હનુમાન મંદિર ખાતે સોનાની આંગીના દર્શન, સવારે ૮ઃ૩૦ વાગે શહેનાઇ વાદન, સાંજે ૭ઃ૩૦ કલાકે બેન્ડની સલામી સાથે બીજી મહા આરતી યોજાશે.

'સંવત ૨૦૭૨ની ચૈત્ર સુદ પૂર્ણિમા સ્વાતિ નક્ષત્રયુક્ત હોવાથી હનુમાનજીની આરાધના-ભક્તિસાધના માટે અત્યંત મહત્વની બની જાય છે. શુક્રની રાશી તુલા અને વસંત ઋતુમાં મેષ સક્રાન્તિમાં પૂર્ણ પૂર્ણિમામાં આવતો હનુમાનજયંતિનો ઉત્સવ હનુમાનજીના ઉપાસકો માટે જપાત્મક અનુષ્ઠાન-યજ્ઞાયાગાદિ તેમજ આધ્યાત્મશક્તિને વૃદ્ધિ કરનાર માટે મહત્વનો બની જાય છે.

 પનોતીથી પીડાતા લોકો, મનોકામનાપૂર્તિ માટે વારંવાર અડચણો આવતી હોય કે શારિરીક પીડાનો સામનો કરી રહ્યા હોય તેમણે ૧૦૮ હનુમાન ચાલિસાના પાઠ કરવા અથવા તેલ-અડદનું યથાશક્તિ દાન કરી ઓમ્ હનુમન્તે નમઃની સાત માળા કરવાથી સંકટોમાંથી મુક્તિ મળશે. કોર્ટ-કચેરી, પરિવાર ક્લેશ કે જાદૂટોણા જેવી બાબતોમાં પીડા જણાય તો તેના માટે બજરંગબાણ અથવા હનુમત્ વડવાનલ સ્તોત્રનું પારાયણ કરવાથી તમામ સિદ્ધિ મળે છે. '

કેમ્પ હનુમાન અગાઉ જલાલપુરા ગામના મંદિર તરીકે ઓળખાતું
અમદાવાદમાં બજરંગ બલીના ભક્તો માટે કેમ્પ હનુમાન મંદિર આસ્થાના કેન્દ્ર સમાન છે. દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે કેમ્પ હનુમાન મંદિર જલાલપુરા ગામના મંદિર તરીકે ઓળખાતું હતું. અમદાવાદમાં ગાયકવાડની હવેલીમાં આર્મી કેન્ટ હતી ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી મથક સ્થાપ્યું હતું. આર્મીના મથકને લીધે એક અંગ્રેજ ઓફિસરે તે સમયે ત્યાંથી હનુમાન મંદિર ખસેડવાનો પૂજારીને આદેશ આપ્યો હતો અને કેમ્પ હનુમાન મંદિર તોડવા હૂકમ કર્યો હતો. એક વાયકા અનુસાર મંદિર તોડવાનું હતું ત્યારે લાખો કાળા-પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દિવાલ પર રક્ષણ કરવા ગોઠવાઇ ગયા હતા. અંગ્રેજ ઓફિસરે એક સપ્તાહ સુધી ભમરા દૂર કરવા પ્રયાસ કરી જોયા પણ તેને સફળતા મળી અને છેવટે તેને હનુમાનજીના ચમત્કારને માની નિર્ણય બદલવો પડયો હતો. આ ઓફિસરને કાન પકડવા પડયા હતા કે આ મંદિર હવે અહીં જ રહેશે.   ચૂંટણીમાં વિજય બાદ માર્ચ ૧૯૮૦માં ઇન્દિરા ગાંધી કોઇ પૂર્વ જાહેરાત વિના આ મંદિરમાં ૯ માર્ચના દર્શન માટે આવ્યા હતા.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-camp-hanuman-jayanti


અચ્છે દિન : ખાંડ,દાળ, કઠોળ અને સીંગતેલ-શાકના ભાવોમાં વધારો

- આમઆદમી મોંઘવારીના ભરડામાં , રસોડાનું બજેટ ખોરવાયું

- ખાંડ ૪૦ રૃપિયે કિલો, તુવેરદાળનો ભાવ રૃા.૧૪૦-૧૫૦ : સીંગતેલનો ડબાનો ભાવ રૃા.૨૦૦૦ , રસોડાથી માંડીને હોટલ વ્યવસાય સુધી અસર

અમદાવાદ ,ગુરૃવાર
અચ્છે દિનના વાયદા આપતા પ્રજાએ ખોબલે ખોબલે મત આપ્યા પણ મોદી સરકારના બે વર્ષના શાસન બાદ પણ મોંઘવારી ઓછી થઇ શકી નથી. ભાજપના રાજમાં દિનપ્રતિદીન જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે પરિણામે આમ આદમીને જીવન જીવવુ દોહ્યુ બની રહ્યું છે. ખાંડ,દાળ-કઠોળ ઉપરાંત તેલના ભાવો વધતાં સામાન્ય માનવીના રસોડાનું બજેટ ખોરવાયું છે.

જીવન જરૃરિયાતની ચીજો જેવી કે,ખાંડ, દાળ -કઠોળ,તેલના ભાવોમાં છેલ્લા એકાદ સપ્તાહમાં વધારો થયો છે. સૂત્રોના મતે, તુવેરદાળમાં નવી સિઝનનો માલ ઠલવાયો હોવા છતાંયે ભાવ વધ્યાં છે. સિંગતેલમાં એક જ અઠવાડિયામાં રૃા.૧૫૦ સુધીનો વધારો થયો છે.

કરિયાણાના વેપારીઓનું કહેવું છેકે, પાછલા દિવસોમાં કિલોએ રૃા.૩થી ૫ના વધારા સાથે ગુરૃવારે ખાંડનો ભાવ રૃા.૪૦ જેટલો રહ્યો હતો.
તુવેરદાળમાં પણ અઠવાડિયામાં જ રૃા.૧૦નો વધારો થયો છે. સિંગતેલમાં પાછલા સપ્તાહમાં રૃા.૧૦૦થી ૧૫૦ વધ્યા છે.
આજે લેબલ ટીનમાં રૃા.૩૦નો વધારો બોલાયો જયારે કપાસિયા તેલમાં ટીનના ભાવમાં રૃા.૭૦નો વધારો થયો છે.
આમ, કરિયાણાની ચીજવસ્તુઓમાં ભાવ વધતાં રસોડાનું બજેટ ખોરવાયું છે. એટલું જ નહીં, ભાવવધારાની અસર આમઆદમીના રસોડા સુધી મર્યાદિત રહી નથી બલ્કે છેક હોટલ-રેસ્ટોરન્ટ વ્યવસાય સુધી તેની અસર થશે. એનડીએ સરકારને બે વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે હજુયે પ્રજાના અચ્છે દિન આવી શક્યા નથી. મોંઘવારીને લીધે લોકો દાળ-શાક,રોટલી પણ ખાવી ય મોઘી બની રહી છે.

હોટલ - રેસ્ટોરન્ટમાં જમવું યે મોંઘું બનશે
ખાડ,તેલ જેવી જીવન જરૃરિયાતની ચીજવસ્તુઓ ઉપરાંત લીલા શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા છે પરિણામે હોટલ-રેસ્ટોરન્ટમાં જમવુ યે મોઘું બનશે. હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો કહેછેકે, ગુજરાતી થાળીથી માંડીને વિવિધ ડીશોના ભાવ વધારવા પડે તેવી સ્થિતી છે. જોકે, ભાવ વધતાં ઘરાકી પર અસર થવાની પણ હોટલ સંચાલકોને ડર સતાવી રહ્યો છે.
 
ચીજ
 ભાવ(કિ.ગ્રા)
ખાંડ
 રૃા.૪૦
ચણા
 રૃા.૮૦
કાબુલી ચણા
 રૃા.૧૨૦
અડદ દાળ
 રૃા.૨૦૦
તુવેરદાળ
 રૃા.૧૪૦-૧૫૦
સિંગતેલ(ટીન)
 રૃા.૨૦૦૦
જૂના ટીન
 રૃા.૧૯૪૦
કપાસિયા
 રૃા.૧૨૨૫


શાકભાજીના ભાવો આસમાને, લીબુ કિલોના રૃા.૮૦-૧૦૦
ખાંડ,તેલ,કઠોળના જ ભાવો વધ્યાં નથી પણ લીલા શાકભાજીના ભાવો પણ આસમાને પહોંચ્યા છે. બટાકા-ડુંગળીને બાદ કરતાં મોટા ભાગની શાકભાજીના ભાવો કિલોના રૃા.૪૦-૫૦થી ઉપર બોલાઇ રહ્યાં છે. એપીએમસીથી છુટક વેપારી સુધી પહોંચતા શાકભાજીનો ભાવ બમણો થઇ જાય છે. ટામેટાનો કોઇ લેવાલ નથી પણ છુટકના કિલોના ભાવ રૃા.૧૨-૨૦ બોલાય છે. તુવર-વટાણાના કિલોનો ભાવ રૃા.૯૦-૧૦૦ સુધી પહોંચ્યો છે. ઉનાળાના કાળઝાળ ગરમીમાં ઉપયોગ વધતાં લીંબુનો ભાવ રૃા.૧૦૦ સુધી પહોચ્યો છે.ગલકાં,આદુ,વાલોળ,સુરણના ભાવ રૃા.૫૦-૫૫ બોલાઇ રહ્યા છે. આમ,લીલા શાકભાજી ખરીદવા ય હવે મોંઘા પડી રહ્યાં છે. રિંગણ,રવૈયા,કોબિજ પણ ૩૦-૩૫ના ભાવે વેચાઇ રહી છે. આમ,શાકભાજી પણ મોંઘા થયા છે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-beans-groundnut-grain-prices-rise-in-price-of-vegetablesSource :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment