સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 6 April 2016

મેશ્વો ડેમનું પાણી નદીમાં છોડવા યુવાનની જળસમાધિની ચીમકી - ૭૦૦ ખેડૂતોનો ચાર કલાક સુધી ચક્કાજામ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

૭૦૦ ખેડૂતોનો ચાર કલાક સુધી ચક્કાજામ

- નર્મદા કેનાલમાંથી પાણી ખેંચતી પાઈપો કાપી નાખતાં કોતરવાડા પાસે

- અધિકારીઓના વાહનના કાચ ફોડયા, વાહનોની લાંબી કતારો લાગી

અંતે પોલીસે ખેડૂતોનેે શાંત પાડયા
દિયોદર, તા.૫
દિયોદર તાલુકાના કોતરવાડા પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી ખેંચતી પાઈપોને નર્મદાના અધિકારીઓએ એકાએક કાપી નાંખતા ખેડૂતો ભારે રોષે ભરાયા હતા અને રોષિત એવા ૭૦૦ જેટલા ખેડૂતોએ મીઠા થરાદનો હાઈવેને આડાશો ઉભી કરી ચાર કલાક સુધી ચક્કાજામ કરી દીધો હતો. જેથી કલાકો સુધી વાહનો અટવાતાં લાંબી કતારો લાગી હતી પરંતુ પોલીસે  બાંહેધરી આપતાં ખેડૂતોનો રોષ શાંત પડયો હતો.
દિયોદર તાલુકાને નર્મદાની કેનાલોનો લાભ નહી મળતાં નિકળતી મેઈન કેનાલમાંથી સનેસડા, કોતરવાડા તેમજ મેરા એમ ત્રણેક ગામોના ખેડૂતો કેનાલમાંથી પાઈપ મારફતે પાણી ખેંચી ખેતી માટે સિંચાઈ કરી રહ્યા હતા. ત્યારે આ પાઈપો ખસેડવાની કે દૂર હટાવવાની કોઈ જાણ કે કોઈ પ્રકારની નોટીસ આપ્યા વિના અધિકારીઓએ એકાએક ત્રાટકી આ ત્રણેય ગામોના ખેડૂતોની ૬૦ થી ૭૦ જેટલી પાઈપો કાપી દેતાં અધિકારીઓના આ પગલાથી ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. જેથી રોષિત ખેડૂતોએ અધિકારીઓના વાહનને ટાર્ગેટ બનાવી તેઓના વાહનના કાચ ફોડી નાખ્યા હતા. જેથી માંડ-માંડ જીવ બચાવીને તેઓ ભાગ્યા હતા.
 તદ્ઉપરાંત ૭૦૦ જેટલા ખેડૂતોએ મીઠાથી થરાદ જતાં હાઈવેને કોતરવાડા પાસે આડશો મૂકીને ચક્કાજામ કરતાં વાહનો અટવાઈ ગયા હતા. સતત ચાર કલાક સુધી ધોમધખતા તાપમાં ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરી ઉગ્ર આંદોલનની ગર્ભિત ચિમકી ઉચ્ચારી હતી. જોકે નર્મદાના અધિકારીઓની આ કાર્યવાહીથી નારાજ ખેડૂતોએ આ સામે સરકારમાં આવેદન પત્ર આપી ખેડૂત વિરોધી નીતિને ઉજાગર કરવાનું નક્કી કર્યુ હતું. તો બીજી તરફ નર્મદાના અધિકારીઓ સામે જીવલેણ હુમલો કરવા સામે અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયારી કરી રહ્યાનું જાણવા મળી રહ્યું હતું.
જોકે ચાર કલાકના ચક્કાજામ બાદ પોલીસ દોડી આવતાં તેઓએ આપેલ બાંહેધરી બાદ ખેડૂતોનો રોષ શાંત પડયો હતો. ત્યારે આ મામલો અત્યારે તો શાંત થઈ ગયો છે પરંતુ લાગેલી આગનો ધુમાડો ક્યારે બહાર આવે છે તે જોવું રહ્યું.

મેશ્વો ડેમનું પાણી નદીમાં છોડવા યુવાનની જળસમાધિની ચીમકી

- નદીકાંઠે આવેલા રપ થી વધુ ગામો માટે

- પાણીનો પોકાર પડતા નદીમાં પાણી છોડવા ગામ લોકોની માંગ

મોડાસા, તા.૦૫
અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં અર્ધ-અછત જેવી સ્થિતિ નિર્માણ થવા સાથે પીવાના પાણીની અછતના પગલે શામળાજી ખાતેના મેશ્વો ડેમમાંથી મેશ્વો નદીમાં પાણી છોડીને કાંઠા વિસ્તારના તરસ્યા રપ થી વધુ ગોમોની જનતા અને પશુઓને જીવતદાન આપવાની માંગ સાથે શામળાજી નજીક શામળપુરના એક યુવાને તા.૨૫મી એપ્રિલે પોતે જળસમાધિ લેશે તેવી ચીમકી સત્તાવાળાઓને આપતાં ખળભળાટ મચી ગયો છે.
ઉનાળાના પ્રારંભે જ કાંઠા વિસ્તારના ગામોમાં પાણીનો પોકાર પડતા નદીમાં પાણી છોડવા ગામ લોકોની માંગ
જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં શામળાજી નજીકનો વિસ્તાર તથા મેશ્વોકાંઠાના ગામડાઓની સ્થિતિ પાણીની વિકટ સમસ્યાને લીધે કફોડી બની રહી છે ત્યારે મેશ્વો ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવે અને ડેમમાંથી મેશ્વો નદીમાંં પાણી છોડવામાં આવે તેવી માંગ જિલ્લાના અગ્રણીઓ ધ્વારા પણ અગાઉ ઉઠાવવામાં આવી હતી અને દર વર્ષે જયારે મેશ્વો કાંઠા વિસ્તારના ગામોને પાણીની સમસ્યા ઉભી થાય છે ત્યારે પાણી છોડાવવાની રજુઆતોમાં મોખરે રહેનાર શામળપુરના યુવાન અને શામળાજી ભક્તજન મંડળના કન્વીનર મનુભાઈ કે. પટેલે અનેક રજુઆતો કરવા છતાં મેશ્વો ડેમનું પાણી છોડવામાં નહી આવતાં આ વિસ્તારના  લોકોને ઘર આંગણે છતાં પાણીએ તરસે મરવા જેવી સ્થિતિ સર્જાઈ છે. જેથી ના છૂટકે શામળાજી ભક્તજન મંડળના કન્વીનરે પાણી નહી છોડાય તો આગામી ૨૫મી એપ્રિલના રોજ જળસમાધિ લેવા ચીમકી ઉચ્ચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શામળાજી આસપાસના રૃદરડી, બહેચરપુરા, ભવાનપુર, ખારી, શામળપુર, મેરાવાડા, વજાપુર, ગડાદર સહિતના મેશ્વો ડેમના કિનારે આવેલા અનેક ગામોમાં દર વર્ષે ઉનાળાના પ્રારંભે પીવાના તેમજ પશુઓ માટે પાણીની સમસ્યા સર્જાય છે. જેથી આ કાર્યકરે ના છૂટકે લડતના શ્રીગણેશ કરવાનું નક્કી કરી જરૃર પડયે જળસમાધિ લેવા ચીમકી ઉચ્ચારી છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment