સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 7 April 2016

પાનકાર્ડ બતાવી ૮૦૦ લોકોએ ભજીયા-ફાફડાની લિજ્જત માણી! - કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસ સાથે ઘર્ષણ - ગાંધીધામમાં રેલી કાઢી ૨૫૦ સુવર્ણકારો દ્વારા ભાજપમાંથી રાજીનામા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

પાનકાર્ડ બતાવી ૮૦૦ લોકોએ ભજીયા-ફાફડાની લિજ્જત માણી!

- એકસાઇઝ વિરૃદ્ધની લડત

- ૩૬ દિવસથી ચાલતી લડતમાં હવે અનોખા કાર્યક્રમો
- એક બેઠકમાં વકીલે કાયદાની છણાવટ કરી

(પ્રતિનિધિ દ્વારા)     સુરત, ગુરૃવાર
એકસાઇઝના કાળા કાયદાના વિરોધમાં જ્વેલર્સ એસો.એ આજે ભાગળકાર્યાલયમાંથી નિઃશુલ્ક ફાફડા-ભજીયાનો કાર્યક્રમ યોજ્યો હતો. આશરે ૮૦૦ લોકોએ ભજીયા-ફાફડાની સાથે છાશની લિજ્જત માણી હતી. પાન કાર્ડ બતાવનારાઓને ભજીયા-ફાફડા અપાયા હતાં.

એકસાઇઝ ડયૂટીના વિરોધમાં છેલ્લા ૩૬ દિવસથી લડત ચલાવી રહેલા જ્વેલર્સ સભ્યોએ રોજેરોજ જુદા જુદા કાર્યક્રમો અંતર્ગત આજરોજ ફાફડા-ભજીયા વેચવાનો કાર્યક્રમ ભાગળ કમિટીએ ભાગળ કાર્યાલય (એનસીએચની નીચે) ઉપર યોજ્યો હતો. પાન કાર્ડ બતાવો અને ફાફડા-ભજીયા લઇ જાવ એવી જાહેરાતને જો કે, આજે દિવસ દરમિયાન સારો પ્રતિભાવ મળ્યો હતો. ૮૦૦ જેટલા લોકોને ભજીયા-ફાફડા અને છાશ આપવામાં આવી હતી.

સરકારની નીતિઓનો વિરોધ જનસમૂહ સુધી પહોંચે તે માટે સાઉથ ગુજરાત જ્વેલર્સ ફેડરેશન છેલ્લા ઘણાં દિવસથી જુદા જુદા કાર્યક્રમો યોજી રહી છે. જ્વેલર્સ ભાઇઓની લડત હજુ ચાલુ છે અને અંત ક્યારે આવશે, તેની કોઇ માહિતી નથી.

દરમિયાનમાં આજે વડોદરામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના જ્વેલર્સ ભાઇઓની એક મિટીંગ એકસાઇઝના કાયદાની સમજ અંગે મળી હતી. એકસાઇઝના કાયદા અંગેની વિસ્તૃત છણાવટ મિટીંગમાં ઉપસ્થિત વકીલ દ્વારા કરવામાં આવી હતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કરતા પોલીસ સાથે ઘર્ષણ

- તળાજા રોયલ ચોકડીએ એકત્ર થયેલા

- શેત્રુંજી કેનાલમાં પાણી છોડવાના મુદ્દે

એસ.ટી. બસના કાચ તોડી મામલો થાળે પાડવા પોલીસનો હળવો લાઠીચાર્જ : મામલતદારને આવેદન અપાયુ
તળાજા, તા.૭
શેત્રુંજી ડાબા-જમણા કાંઠાના વિસ્તારના ખેડૂતોને હાલના સંજોગોમાં પાક લેવો દુષ્કર બન્યો છે ત્યારે કેનાલમાં પાણી છોડવાની માંગણી ઉગ્ર થતી જાય છે જે મામલે તળાજાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર  આપવા એકત્ર થયા બાદ રોયલ ચોકડી પર ચક્કાજામ કરાતા પોલીસ સાથે ઘર્ષણ થવા પામ્યુ હતું. દરમિયાન એક એસ.ટી. બસના કાચ પણ ફોડાયા હતાં. બાદમાં હળવો લાઠીચાર્જ કરાતા મામલો થાળે પડયો હતો અને આવેદનપત્ર અપાયુ હતું.
તળાજામાં આજરોજ તા.૭-૪-૨૦૧૬ રોયલ ચોકડી ઉપર આશુતોષ જીનીંગ ખાતે શેત્રુંજી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવા માટે આવેદનપત્ર આપવા માટે કોંગ્રેસી કાર્યકરો એકત્ર થયા હતા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને નાના મોટા અનેક નેતા-કાર્યકરો અને ખેડૂતો આવેલા હતાં, જેમાં જીનીંગમાંથી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે જઇ રહ્યા હતાં ત્યારે નેશનલ હાઇવે ઉપર વાહનો અટકાવી દેતા અને ખેડૂતો રસ્તા ઉપર બેસી જતા આ સમય દરમ્યાન ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ નીકળતા તેમને ચાલવા નહી દેતા આ બાબતે પી.એસ.આઇ.એ નેતાઓને સમજાવવા ઘણી કોશીષ કરી અને એક માત્ર એમ્બ્યુલન્સને નીકળી જવા માટે અપીલ કરી હતી. પરંતુ નેતાઓ સમજેલ નહી અને પથ્થરમારો થયેલ હતો આથી પી.એસ.આઇ.એ હળવો લાઠીચાર્જનો હુકમ કરતા જેમાં ૭ ખેડૂતોને ઇજા થયેલ હતી અને પી.એસ.આઇ.ને ટોળામાંથી કોઇએ પથ્થર મારતા મોઢા ઉપર લોહીયાળ ઇજા થયેલ હતી. ત્યારબાદ પી.એસ.આઇ.એ પોતાના સ્વ બચાવ માટે પોતાની સર્વિસ રીવોલ્વર કાઢેલ હતી, બાદ ટોળામાં નાસભાગ મચી જવા પામેલ હતી. બાદમાં રસ્તો ખુલ્લો થતા વાહન વ્યવહાર ખુલ્લો થવા પામેલ તેમા એક તળાજાથી ભાવનગર જતી એસ.ટી. બસ નં.જીજે-૧૮-વી-૬૯૫૦ના કાચ ફોડી નાખવામાં આવેલ, બાદમાં મામલતદાર ઓફીસે કોંગ્રેસના કાર્યકરો આવેદનપત્ર આપવા ગયેલા અને મામલતદાર પાસે પોલીસ દ્વારા માર મારવા બાબતની રજૂઆત કરવામાં આવેલ હતી. ત્યારબાદ ૧૦૮ને બોલાવતા તમામ ઘાયલોને તળાજા સી.એસ.સી. ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવેલી. બાદમાં એસ.ટી.ને નુકશાન થવા પામેલ તેના નુકશાન પેટે કોંગ્રેસના કાર્યકરોએ ફાળો કરીને એસ.ટી.ને રૃા.૫૦૦૦ ચુકવેલ હતાં તેથી એસ.ટી.એ કોઇ પોલીસ ફરીયાદ કરેલ નહી, આ મુદ્દાને લઇને કોંગ્રેસી કાર્યકરોમાં અંદરો અંદર સરકારી હોસ્પિટલમાં ઘર્ષણ થવા પામેલ અને પોલીસ અને ખેડૂતો વચ્ચે પણ ઘીના ઠામમાં ઘી પડી ગયેલ હતું.


શેત્રુજી ડાબા-જમણા કાંઠાના તળાજાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયું
મુરજાતી મૌલાતને બચાવવા એક પાણ આપવાની માંગણી વધુ ઉગ્ર બની

તળાજા, તા.૭
શેત્રુંજી ડાબા-જમણા કાંઠાના વિસ્તારના ખેડૂતોને હાલના સંજોગોમાં પાક લેવો દુષ્કર બન્યો છે ત્યારે કેનાલમાં પાણી છોડવાની માંગણી ઉગ્ર થતી જાય છે જે મામલે તળાજાના ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયુ હતું.
આથી તળાજા તાલુકાના તમામ ખેડૂત ખાતેદારો દ્વારા તળાજા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા માટે આશુતોષ જીન રોયલ ચોકડીએ તમામ ખેડૂતો સવારે એકત્ર થયા હતાં અને તળાજા તાલુકાના તમામ ખેડૂતોએ પિયત માટે એક પાણ છોડાવવાની ઉગ્ર માંગણી કરી હતી. ત્યારબાદ આશુતોષ જીન ખાતે એક સભા રાખવામાં આવેલ જેમાં ખાતેદારો સહિતના આગેવાનોએ હાજરી આપી હતી.

ગાંધીધામમાં રેલી કાઢી ૨૫૦ સુવર્ણકારો દ્વારા ભાજપમાંથી રાજીનામા

- એક્સાઈઝ રદ ના કરતા નાંણા મંત્રી અરૃણ જેટલી વિરૃધ્ધ સુત્રોચાર

વેપારીઓએ ભારત માતાના જયના નારા સાથે હજુ માંગ નહી સ્વિકારાય તો નાંણા મંત્રીને દુકાનની ચાવી સોંપી દેવાની ચીમકી આપી
ગાંધીધામ,તા.૭
કેન્દ્ર સરકાર દ્વારા નાંખવામાં આવેલી એક્સાઈઝ ડયુટી રદ કરવા માટે ૩૬ દિવસાૃથી હડતાલ પર ઉતરેલા સોની વેપારીઓ દ્વારા ગાંાૃધીાૃધામ ખાતે કમલ કા ફુલ હમારી ભુલના નારા સાાૃથે રેલી કાઢી હતી. નાંણા મંત્રી અરૃણ જેટલી વિરૃધૃધ સુત્રોચાર કરવાની સાાૃથે ૨૫૦ સુવર્ણકારોએ ભાજપમાંાૃથી રાજીનામા આપી દીાૃધા હતા. હાલ જ્યારે વિવાદ ચાલુ  છે તેવામાં ગાંાૃધીાૃધામમાં સોની વેપારીઓએ ભાજપ કાર્યાલયમાં જ ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ દેશભરની સાાૃથે ગાંાૃધીાૃધામમાં પણ સુવર્ણકારોએ છેલ્લાં ૩૬ દિવસાૃથી પોતાની દુકાનો બંાૃધ રાખી એક્સાઈઝ ડયુટીના વિરોાૃધમાં હડતાલ પર ઉતર્યા છે. વરેપારીઓએ આ દિવસો દરમીયાન જુદીજુદી રીતે વિરોાૃધ નોંાૃધાવ્યો હતો. ગુરૃવારે ગાંાૃધીાૃધામ ગોલ્ડ એન્ડ સીલ્વર મર્ચન્ટ એસોસીએશનના નેજા હેઠળ ઝવેરી બજારાૃથી ગાંાૃધીાૃધામ ભાજપ કાર્યાલય સુાૃધી બેનરો સાાૃથે રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં સોની વેપારીઓએ અરૃણ જેટલી વિરૃધૃધ સુત્રોચ્ચાર કર્યા હતા. કમલ કા ફુલ હમારી ભુલના કાર્યક્રમ હેઠળ એસોસીએશનના પ્રમુખ મનસુખ કોડરાણીએ ૨૫૦ સુવર્ણકારોના ભાજપમાંાૃથી રાજીનામા શહેર ભાજપ પ્રમુખ દીપક પારેખને આપી દીાૃધા હતા. હજુ  આ પ્રાૃથમ તબક્કાના રાજીનામા છે આગામી દિવસોમાં વધુ રાજીનામા પડશે તેવુ પણ કહેવામાં આવ્યું હતું. દેશમાં ભારત માતા કી જયના નામે છેલ્લાં ઘણાં સમયાૃથી વિવાદ ચાલુ છે. તેવામાં ગાંાૃધીાૃધામમાં રાજીનામા આપવા આવેલા સોની વેપારીઓએ ભાજપ કાર્યાલયમાં જ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે માંગ નહી સ્વિકારવામાં આવે તો આગામી દિવસોમાં વધુ રાજીનામાની સાાૃથે અન્ય રીતે વિરોાૃધ કરવામાં આવશે. છેલ્લે નાંણા મંત્રી અરૃણ જેટલીને ગાંાૃધીાૃધામના વેપારીઓ દ્વારા પાતાની દુકાનની ચાવી સોંપી દેવાની પણ તૈયારી છે.


Source :-http://www.gujaratsamachar.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment