સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 19 April 2016

પાકિસ્તાનની જેલમાં દમ તોડનાર કિરપાલને આજે નસીબ થશે વતનની માટી - ખુલ્લા પત્રમાં રેશમાની CM-PMને ચીમકી - મોદીએ કર્યા છોકરીઓના વખાણ, કહ્યું- ક્યાંક પુરૂષોને અનામત ન માંગવું પડે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

'તમારા જેવા કાયરોથી ડરતી નથી', ખુલ્લા પત્રમાં રેશમાની CM-PMને ચીમકી


અમદાવાદઃ મહેસાણામાં થયેલી હિંસા બાદ મહિલા પાટીદાર નેતા રેશમા પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ આનંદીબેન પટેલ, ગૃહમંત્રી અને પાટીદાર મધ્યસ્થીઓને સંબોધીને એક પત્ર લખ્યો છે. રેશમા પટેલે મહેસાણામં થયેલી હિંસા માટે સીએમ, પીએમ,ગૃહમંત્રીને જવાબદાર ગણાવ્યા છે. રેશમા પટેલે પત્રમાં સીએમ-પીએમને કાયર ગણાવીને 'તમારાથી હું ડરતી નથી' એવો ઉલ્લેખ કર્યો છે.
 
તમારી સત્તા અને ખુરશી વારસામાં નથી મળીઃ રેશમા પટેલ
 
રેશમા પટેલે જય સરદાર, જય શિવાજી સાથે પત્રની શરૂઆત કરી છે. તેમણે સીએમ-પીએમને સીધો પડકાર ફેંકતા લખ્યું છે કે, 'હું તમારા જેવા કાયર અને જુઠ્ઠા સત્તાધીશોથી ડરતી નથી. તેમે જે અમારા પાટીદારો પર જુઠી કલમોનો હાર પેરાવ્યો અને સમજતા હો કે આનાથી હું ડરી જઇશ કે તમારી ધમકીઓથી બેસી જઈશ, તો તમે વહેમમાં ફરો છો. એક વાત કાન ખોલીને સાંભળી લો, તમારી સત્તા અને ખુરશી વારસામાં નથી મળી'
 
મહેસાણા હિંસા તમે લોકોએ ઘડેલું કાવતરું: રેશમા પટેલ
 
રેશમા પટેલે મહેસાણામં થયેલી હિંસા માટે સીએમ, પીએમ,ગૃહમંત્રીને જવાબદાર ગણાવીને સીધો આક્ષેપ કરીને પત્રમાં લખ્યું છે કે, 'મહેસાણામાં જે હિંસાના બનાવો બન્યા છે, એ તમારા જેવા સત્તાધીશોના ગંદા રાજકારણને બચાવવા માટેનું તમે લોકોએ ઘડેલું કાવતરું છે.

જેરામ પટેલે જુઠુ બોલી મારા ઉપવાસ તોડાવ્યા: રેશમા પટેલ
 
રેશમા પટેલ પત્રમાં મધ્યસ્થી પાટીદારો જેરામ પટેલ, વિઠ્ઠલ રાદડિયા સહિતના અને સુરતના તમામ વડીલોને રાજકારણ નહીં રમવાની વિનંતી કરી છે. તેમણે લખ્યું છે કે 'જેરામભાઈ પટેલ તમે આ પાટીદારની દીકરીના 21 દિવસના ઉપવાસ જુઠુ બોલીને તોડાવ્યા'

રેશમા પટેલનો પત્ર શબ્દશ:
 
જય સરદાર, જય શિવાજી... હું રેશ્મા પટેલ મોદી સાહેબ અને આનંદીબેન પટેલને કહેવા માગુ છું કે, હું તમારા જેવા કાયર અને જુઠ્ઠા સત્તાધીશોથી ડરતી નથી. તેમે જે અમારા પાટીદારો પર જુઠી કલમોનો હાર પેરાવ્યો અને સમજતા હો કે આનાથી હું ડરી જઇશ કે તમારી ધમકીઓથી બેસી જઈશ, તો તમે વહેમમાં ફરો છો. એક વાત કાન ખોલીને સાંભળી લો, તમારી સત્તા અને ખુરશી વારસામાં નથી મળી. અમારા જેવા હિંદુસ્તાનીઓના મતથી મળી છે. અમને અમારો માનવઅધિકાર અને કાનૂનના નિયમો ખબર છે. સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ, ઝાંસીની રાણી જેવા લડવૈયાઓએ અંગ્રેજોની દોડતા કરી આઝાદી અપાવી હતી. આ દેશ છે અમે પણ એ જ હિંદુસ્તાની છીએ. જીવતા રહેવા દેશો તો તમારી હીટલરશાહી સામે પણ લડીને બતાવીશું. મહેસાણામાં જે હિંસાના બનાવો બન્યા છે, એ તમારા જેવા સત્તાધીશોના ગંદા રાજકારણને બચાવવા માટેનું તમે લોકોએ ઘડેલું કાવતરું છે. જવાબદાર મોદી સાહેબ, અમિત શાહ, નીતિન પટેલ, આનંદીબેન પટેલ અઆને રજની પટેલ જેવા નેતાઓ જ છે. જે માત્ર પોતાના ઘર ભરે છે અને રાજકારણ અને મતબેંક માટે દંગા, ફસાદ અને હુલ્લડો કરાવે છે અને હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારીઓને જુઠા કેસોમાં ફસાવી ક્રાંતીને કચડવાની કોશિશ કરે છે. કાનૂન વ્યવસ્થાના ગાણા ગાવાનું બંધ કરો. મારા પર અને બીજા પાટીદારો પર 23-23 કલમો લગાવીને શું સાબિત કરવા માગો છો?
 
ગૃહમંત્રી સાહેબ તમારા પોલીસતંત્રને પહેલા કલમો અને નિયમો શીખવો. તમારે રેશ્મા પટેલને ફાંસીએ લટકાવી હોય તો લટકાવી દો, મને જર નથી. પણ અન્યાય અને જુઠાણું સહન નહીં કરીશ અને હવે કોઈ પાટીદારોની ગિરફ્તારી કરો તો નિયમો અનુસાર કરજો. કોઈના ઘરમાં તોડફોડ અને સમાજને ડરાવા નાટકો ફરી કરવાની ભૂલ ના કરતા. બાકી અઘરું પડી જશે તમે બધાને, ભારે પડી જશે. ધમકી નહીં સૂચના આપું છું, કરીને બતાવીશ.
આનંદીબેન પટેલ બોલવામાં ધ્યાન રાખજો. ગુજરાતમાં રાજ કરો છો તો ગુજરાતની પ્રજાના સંકટો ભુલવાની ભૂલ ના કરો. અમે પાટીદાર તો છીએ પણ ગુજરાતી પણ છીએ એ ના ભુલો. જે આંદોલનમાં અમારા 12 વિરલાઓ શહીદ થયા એ આંદોલન ભૂલી ગયા? ‘ક્યું આંદોલન અને આંદોલન થયા કરે’, આવું બોલી તમારામાં રહેલી નિર્દયતા સાબિત કરી.
 
મધ્યસ્થી કરવા ગયેલા તમામે તમામ વડીલો જેમાં જેરામ પટેલ, વિઠ્ઠલ રાદડિયા સહિતના અને સુરતના તમામ વડીલોને હું પાટીદારની દીકરી વિનંતી કરું છું કે, કોઈ રાજકારણ રમશો નહીં. કોઈ છળ અને કાવતરાનો જાણો અજાણે શિકાર ના બનતા. પાટીદાર સમાજ અને હાર્દિક પટેલ જેવા ક્રાંતિકારીઓનો ભોગ અને શહીદોની શહાદત યાદ કરી આ નિર્દયી સત્તાધીશો જોડે વાત કરજો. જેરામભાઈ પટેલ તમે આ પાટીદારની દીકરીના 21 દિવસના ઉપવાસ જુઠુ બોલીને તોડાવ્યા. તમારા અંગત સ્વાર્થ પૂરો કર્યો હોય આનંદીબેન અને સત્તાધીશોની સત્તાઓનો ઉપયોગ કરી આવું લાગે છે. અહીં તમે પાટીદાર સમાજની લાગણી દુભાવી છે. છતા પણ સમાજ ચૂપ છે, તો માત્રને માત્ર એ સમાજની ઉદારતા છે. પાટીદાર સમાજના માથા પર પગ મૂકી પોતપોતાનું રાજકારણ રમશો તો સમાજ તમને નહીં છોડે. આ વાત ભૂલતા નહીં.
 
જેલમાં જવાનો ડર મને નથી. ફાંસીએ લટકવાનો ડર મને નથી, પણ હાર્દિક પટેલ અને જે ક્રાંતિકારીઓએ સમાજમાં ક્રાંતિ જગાવી છે, એનું પરિણામ લાવીને રહેશું. અનામત હક છે એ તો લઈને રહેશું. બહૂ જલદી નિયમ અનુસાર હાજર થઈશ.
 
જય સરદારદ જય શિવાજી જય હિંદ
પાટીદારની દીકરી,
રેશમા પટેલ
18/4/2016

સિંગલ મધર છે રેશમા પટેલ
 
રેશમા પટેલ સિંગલ મધર છે, તેમને ટ્વિન્સ બાળકો છે એક દીકરો અને એક દીકરી. તેમના પતિ અત્યારે બંને બાળકોની સંભાળ રાખી રહ્યાં છે. જોકે, તેઓ હાલ અલગ રહે છે. તેઓ અવારનવાર બાળકોને મળવા જાય છે.  રેશમા પટેલની માતાના હત્યા કેસમાં તેમના પિતા હાલ હાલ જેલમાં છે. તેઓ અગાઉ એક ઈશ્યોરન્સ કંપનીમાં કામ કરતા હતા, પરંતુ છેલ્લા 8 મહિનાથી રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સક્રિય છે અને હાલ તેઓ પાટીદાર આંદોલન સાથે જોડાયેલા છે. 
 
'સમાજના સુખ નહીં દુઃખમાં ભાગીદાર થવા આવી છું'
 
divyabhaskar.com સાથે વાતચીત કરતા રેશમા પટેલે કહ્યું હતું કે, 'મારા બાળકોને પિતા સાથે મુકીને સમાજ માટે આગળ આવી છું. આંદોલનના વેગ સમયે સૌ સાથ દેતા હતા પરંતુ પાટીદાર ભાઈઓ જેલમાં ગયા પછી આંદોલન ધીમુ પડી ગયું હતું ત્યારે સમાજના દુઃખમાં ભાગીદાર થવા માટે પાટીદારની દીકરી તરીકે બહાર આવી છું ' 
 
પાટીદાર આંદોનલમાં ક્યાંરથી જોડાયા તે અંગેના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનમાં પહેલાંથી જ સક્રિય તો હતી જ પરંતુ મારા પાટીદાર ભાઈઓ સામે પોલીસ કેસો થવા લાગ્યા ત્યારે હું પણ આંદોલનમાં આગળ આવી હતી. સુરતમાં યોજાયેલા ડાયરા સમયે હું હાર્દિક પટેલ સહિત તેમના સાથીઓને મળી હતી. ત્યારબાદ હાર્દિક અને બીજા ભાઈઓ રાજદ્રોહના ગુનામાં જેલમાં ગયા પછી પાટીદાર આંદોનલ નિષ્ક્રિય થતું મને લાગ્યું તેથી એક પાટીદારની દીકરી તરીકે મારી ફરજ સમજીને મારા પરિવારને મુકીને સમાજના સુખમાં નહીં પરતું દુઃખમાં ભાગીદાર થવા હું બહાર આવી છું. અને આંદોલનને આગળ ધપાવા મારો જીવ આપવા પણ તૈયાર છું.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1279446-NOR.html?seq=1

મોદીએ કર્યા છોકરીઓના વખાણ, કહ્યું- ક્યાંક પુરૂષોને અનામત ન માંગવું પડે

જમ્મુ: નરેન્દ્ર મોદી મંગળવારે વૈષ્ણવદેવી યુનિવર્સિટીના કોન્વોકેશનમાં સામેલ થયા હતા. અહીં છોકરીઓએ છોકરાઓ કરતાં વધારે મેડલ જીત્યા હતા. મોદીએ તેમના વખાણ કરતાં કહ્યું હતું કે, માતા વૈષ્ણવદેવી પણ આજે ખુશ થઈ રહ્યા હશે. શક્ય છે કે થોડા દિવસો પછી આંદોલન શરૂ થાય કે પુરૂષોને આરક્ષણ આપો. તેઓ પણ ક્યાંક માગણી લઈને ન નીકળી પડે કે અમારા માટે આટલા મેડલ રિઝર્વ રાખો. મોદીએ ઓલંપિક માટે ક્વોલિફાઈડ કરી ચૂકેલી પહેલી ભારતીય જિમ્નાસ્ટ દીપા કરમાકરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માતા વૈષ્ણવ દેવી નારાયણ સુપર સ્પેશિયલ હોસ્પિટલનું પણ ઉદ્ધાટન કર્યું હતું. વૈષ્ણવદેવી યુનિવર્સિટીમાં ગરીબોના સપના રહેલાં છે. 
 
દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીના ભાષણના હાઈલાઈટ્સ

- હોલિવૂડની ફિલ્મ કરતા પણ ઓછા ખર્ચે આપણાં દેશના વૈજ્ઞાનિકોએ માર્સ મિશન પૂર્ણ કર્યું છે.
- માર્સ મિશનનો એક કિ.મી.ની યાત્રાનો ખર્ચ રૂ. સાત કરતા પણ ઓછો છે.
- માર્સ મિશનામાં આપણને પહેલાં જ પ્રયત્ને સફળતા મળી છે.
- ઉપનિષદથી ઉપગ્રહ સુધીની યાત્રા કરનાર લોકો છીએ આપણે.
- ભારત યુવાઓનો દેશ છે. આ યુવા વર્ગ શું નથી કરી શકતો.
- આ દિક્ષાંત સમારોહ એટલા માટે છે કે હવે તમે શિક્ષા લઈને સમાજમાં જઈ રહ્યા છો.
- હવે તમને રોકવા ટોકવાવાળું કોઈ નહીં હોય. જ્યારે કોઈ પૂછવા-કહેવાવાળું કોઈ નથી હોતું ત્યારે જ ખરેખરની પરીક્ષા શરૂ થાય છે.
- આખી દુનિયામાં આ પહેલી યુનિવર્સિટી હશે જે ગરીબોએ મંદિરોમાં પૈસા ચડાવ્યા છે તેનાથી ચાલે છે.
- તેથી જ આ માહોલમાં તે ગરીબોના સપનાઓ રહેલાં છે.
- જે ગરીબ લોકોએ માતા વૈષ્ણવદેવીના ચઢાવો આપ્યો છે તેમના પુણ્યથી તમે ભણી રહ્યા છો.
- તમારી યુનિવર્સિટી અપવાદ છે, કારણ કે તે માતા વૈષ્ણવદેવીના ચરણોમાં છે.
- ઘણાં વિદ્યાર્થીઓ દેશની વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય છે. પરંતુ તમે તે લાખો વિદ્યાર્થીઓ કરતા અલગ છો.
- સપના પૂરા કરવામાં આવેલા અવરોધોથી થાકી-હારી જવાની જરૂર નથી. તેનાથી પ્રોત્સાહન મેળવવાની જરૂર છે.
- જે બનવું તે ન બની શક્યા તો તેનો અફસોસ ન રાખશો
- તમારા સપનાઓનું તમારા પર માનસિક દબાણ ન રાખશો.
- તમારા માતા-પિતાના સપનાઓ તમારામાં વણાઈ ગયા હશે
શું છે આ હોસ્પિટલની ખાસિયત?

- રિયાસી જિલ્લામાં આ હોસ્પિટલ રૂ. 300 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.
- હોસ્પિટલમાં 230 બેડ છે.
- આ હોસ્પિટલમાં 15 માર્ચથી જ લોકોને નિ:શુલ્ક ઓપીડી સેવા આપવાની શરૂ કરી દેવામાં આવી છે.
- 8 એપ્રિલથી જ હોસ્પિટલનું તમામ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
- હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક સાધન સામગ્રી રાખવામાં આવી છે. 
 
કોણ કોણ રહ્યું સાથે?
 
આ સમયે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના અધ્યક્ષ એન એન વોહરા અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી સાથે નારાયણ હ્રદયાલયના અધ્યક્ષ ડૉ. દેવી પ્રસાદ શેટ્ટી પણ હાજર રહ્યા હતા.
 
પીએમ જમ્મુ પહોંચે તે પહેલાં થયું સિઝ ફાયરનું ઉલ્લંઘન
 
વડાપ્રધાન જમ્મુની મુલાકાતે પહોંચે તે પહેલાં પાકિસ્તાન તરફથી સાંબામાં સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બીએસએફ દ્વારા પણ તેનો વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/NAT-prime-minister-narendra-modi-in-jammu-and-kashmir-5303434-PHO.html

પાકિસ્તાનની જેલમાં દમ તોડનાર કિરપાલને આજે નસીબ થશે વતનની માટી

- 25 વર્ષથી પાકિસ્તાનની જેલામાં કેદ હતા કિરપાલ સિંહ

- કિરપાલ સિંહની મદદ માટે એક પણ નેતા આગળ આવ્યા નહી

લાહોર, તા. 19 એપ્રિલ 2016

પાકિસ્તાનની કોટ લખપત જેલમાં દમ તોડનાર ભારતીય કિરપાલ સિંહનો નશ્વર દેહ મંગળવારે ભારત લાવામાં આવશે. 55 વર્ષીય કિરપાલની 11 એપ્રિલે લાહૌરની કોટ લખપત જેલમાં શંકાસ્પદ હાલતમાં  મોત નીપજ્યું હતું.

લાહૌરના જિન્ના હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ કિરપાવનો નશ્વરદેહ ભારતીય હાઇ કમિશન અધિકારીઓને સોંપવામાં આવશે. કિરપાલનો નશ્વરદેહ વાઘા બોર્ડરના રસ્તે ભારત મોકલવામાં આવશે.

25 વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ હતા કિરપાલ
ગુરદાસપુરના રહેવાસી કિરપાલ જાસુસીના આરોપમાં છેલ્લા 25 વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ હતા. તેઓ 1992માં વાઘા સરહદના રસ્તે કથિત રીતે પાકિસ્તાનમાં પ્રવેસી ગયા હતા અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. પાછળથી તેમને પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં થયેલા સીરીયલ બ્લાસ્ટના આરોપમાં મોતની સજા સંભળાવામાં આવી હતી.

બોમ્બ બ્લાસ્ટના ઓરોપમાં છૂટ્યા પરંતુ ઓછી ન થઇ સજા
કિરપાલને લાહૌર હાઇ કોર્ટે કથિત રીતે બોમ્બ બ્લાસ્ટના ઓરોપોમાંથી છોડી મુક્યાં પરંતુ તેમની સજા અજાણ્યા કારણોસર ઓછી કરવામાં આવી નહી. કિરપાલના સંબંધીઓએ તેમની મોત પાછળ ષડયંત્ર હોવાનું જણાવ્યું છે પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે કિરપાલની મોત હાર્ટએટેકના કારણે થઇ છે.

કિરપાલની બહેન જાગીર કોરે આ પહેલા કહ્યું હતું કે તેમનો પરિવાર નાણાકીય ભીંસના કારણે અવાજ ઉઠાવી શક્યા નહી અને તેમનો માંગ ઉઠાવા માટે એક પણ નેતા આગળ આવ્યા નહીં.



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment