સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 19 April 2016

મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત લોકોની મદદે આવ્યા બોલિવુડના 'આ' કલાકારો - SCની ગુજ. સરકારને લપડાક, "ગુજરાત હોવાનો અર્થ એ નથી કે બધુ હળવાશથી લઈ શકો" - સુરત: પાટીદારોને આગ ઝરતી ગરમીમાં કોર્ટમાં ઉઘાડા પગે લવાયા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત લોકોની મદદે આવ્યા બોલિવુડના 'આ' કલાકારો



મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો હાલમાં ઈતિહાસના ભયાનક એવા દુષ્કાળનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા કપરાં સમયે બોલિવુડના કેટલાક સેલેબ્રિટીઓ દુષ્કાળ પીડિતોની મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. આ સેલેબ્રિટીઓમાં નાના પાટેકર બાદ આમિર ખાન અને અક્ષય કુમારનું પણ નામ જોડાઈ ગયું છે.

નાના પાટેકર અને આમિર ખાને મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાંથી એક-એક ગામને દત્તક લીધા છે. જ્યારે અક્ષય કુમારે 50 લાખ રૂપિયા મદદ માટે આપ્યા છે. અક્ષયે આ રૂપિયા જલયુક્ત શિવર અભિયાન નામની સંસ્થાને આપ્યા હતા. આ સંસ્થાનો ઉદ્દેશ્ય મહારાષ્ટ્રના ગામડાઓમાં પાણીની સમસ્યાને દૂર કરવાનો છે. આ કામમાં રાજ્ય સરકાર પણ જોડાઈને ખેતરોમાં તળાવો બાંધવા માટે કાર્યો કરી રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અભિનેતાની મદદ માટે તેનો આભાર માન્યો હતો.

અભિનેતા નાના પાટેકર અને આમિર ખાને પણ રાજ્ય સરકાર અને ખેડૂતોને મદદ કરવા માટે સહયોગ આપ્યો હતો. મિસ્ટર પરફેક્ટનિસ્ટે હાલમાં જ  મહારાષ્ટ્રના દુષ્કાળ પ્રભાવિત ગામડાંઓમાં સત્યમેવ જયતે વોટર કપ નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એપ પાણીના મેનેજમેન્ટ અને વિકેન્દ્રિકરણ પર છે. 

મહારાષ્ટ્રના કુલ 27,723 ગામડાઓમાંથી અડધાથી વધારે ગામડાંઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવેલા છે. અધિકારીઓના મુજબ મરાઠાવાડના 75 મધ્યમ ડેમોમાંથી 54 ડેમ સુકાઈ ગયા છે. આ વિસ્તારમાં વાપરવા માટે હાલમાં માત્ર 380 ક્યુબિક મિલિયન પાણી છે. પાણીની સમસ્યા રાજ્યમાં દિવસેને દિવસે ગામ લોકોની જીવનને ખરાબ કરી રહ્યું છે.

Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3251666


SCની ગુજ. સરકારને લપડાક, "ગુજરાત હોવાનો અર્થ એ નથી કે બધુ હળવાશથી લઈ શકો"



દેશની સર્વોચ્ચ કોર્ટે આજે ગુજરાત સરકારને બરાબર ઝાટકી નાખી હતી. ગુજરાત સરકાર દ્વારા કોર્ટમાં રેનફોલ, MNREGA અને ફૂડ સિક્યુરિટી પર જે આંકડાકીય માહિતીનું સોગંદનામું રજુ કરવામાં આવ્યું હતું તેનાથી સુપ્રીમ કોર્ટને જરાય સંતોષ થયો નહીં અને કોર્ટે ગુજરાત સરકારને બરાબર લપેટામાં લઈ લીધી. કોર્ટે સ્પષ્ટપણે કહી દીધુ કે ગુજરાત રાજ્ય છો એનો મતલબ એ નથી કે તમે બધું હળવાશથી લઈ શકો. આ કેસ મામલે વધુ સુનાવણી 26મી એપ્રિલે હાથ ધરાશે.

અત્રે જણાવવાનું કે આ અગાઉ પણ રાજ્યમાં દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારોની જાહેરાત મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની જોરદાર ઝાટકણી કાઢી હતી. કોર્ટે સરકાર સામે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો દુષ્કાળની પરિસ્થિતિ અંગે સપ્ટેમ્બર-2015માં જ ખ્યાલ આવી ગયો હતો તો પછી સરકારે જાહેરાત માટે એક એપ્રિલ સુધી રાહ કેમ જોઈ. સરકારે આ અંગે જવાબ આપ્યો હતો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના કારણે મોડું થયું હતું. કોર્ટે આ જવાબથી નારાજ થઈને ફરી સરકારને ઝાટકી હતી કે ચૂંટણી આવશે તો બધા કામ બંધ કરી દેશો?








Source :- http://www.sandesh.com/article.aspx?newsid=3251667

સુરત: પાટીદારોને આગ ઝરતી ગરમીમાં કોર્ટમાં ઉઘાડા પગે લવાયા

સુરત: રવિવારે વરાછા વિસ્તારમાં જેલ ભરો આંદોલન કાર્યક્રમ બાદ તોફાનો ફાટી નિકળ્યા હતા. આંદોલનકારીઓએ વરાછા-કાપોદ્રા-સરથાણામાં વાહનો સળગાવ્યા, સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું અને પથ્થરમારો કર્યો હતો. અલગ-અલગ પોલીસ સ્ટેશન મળીને પોલીસે કુલ 2400 પાટીદારોના વિરુદ્ધ રાયટિંગના 5 ગુના દાખલ કર્યા હતા. જો કે, આંદોલનકારીઓએ આક્ષેપ કર્યો હતો કે બળબળતી બપોરે ધરપકડ કરાયેલાઓને પોલીસે ચંપલ પણ પહેરવા દીધી ન હતી.

 
 - પાટીદારોને કોર્ટમાં ઉઘાડા પગે લવાયા
 - જેલભરો: 2400 આંદોલનકારીઓ સામે રાયટિંગના 5 ગુના, 66ની ધરપકડ કરાઈ
 - તપતી બપોરે આગ ઝરતી ગરમીમાં ચંપલ પણ પહેરવા નહીં દેવાતાં આંદોલનકારીઓમાં રોષ
- વરાછા-કાપોદ્રા-સરથાણામાં વાહનો સળગાવી સરકારી મિલકતોને નુકસાન પહોંચાડ્યું તથા પથ્થરમારો કરાયો હતો
વરાછા પોલીસ : પહેલો ગુનો સાંજે 5.15 વાગે 31 આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યો હતો. જેમાં હીરાબાગ સર્કલથી આદર્શનગર તરફ જતા રસ્તા પર પાર્ક એક ખાનગી ટેમ્પોને સળગાવી દીધો હતો. આ ગુનામાં પોલીસે 6ની ધરપકડ કરી હતી. વરાછા પોલીસે બીજો ગુનો સાંજે 7.25 વાગે 39 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ટોળાએ વરાછાના જુદા-જુદા વિસ્તારોમાં પથ્થરમારો કરીને સરકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું તેમજ માતાવાડી ચોકીમાં તોડફોડ કરી હતી. આ ગુનામાં પોલીસે 34 આરોપીઓની ધરપકડ કરી હતી.

કાપોદ્રા પોલીસ : રાત્રે 8 વાગે 1500ના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ટોળાએ હીરા બાગ સર્કલ પાસે પોલીસ વાન પર પથ્થર મારો કરી બીઆરટીએસ ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ગુનામાં 23ની ધરપકડ કરી હતી. કાપોદ્રા પોલીસે બીજો ગુનો રાત્રે 9 વાગે 700 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ટોળાએ કારગીલ ચોક અને લક્ષ્ણનગર પાસે પોલીસ વેન પર પથ્થરમારો કરી બાઇક સળગાવી હતી. આ ગુનામાં 3ની ધરપકડ કરી હતી.
 
સરથાણા પોલીસ : રાત્રે 11.30 વાગે 50થી 60 જણાના ટોળાવિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ટોળાએ યોગી ચોક સ્વસ્તીક પ્લાઝા પાસે સરકારી સીસી ટીવી કેમેરાના 2 પોલને આગ ચાપી હતી. તેમજ લોખંડની જાળી તોડી નાખી હતી.
 
હાથ ઊંચા : પોલીસ એકબીજાને ખો આપવા માંડી, બૂટ-ચંપલો ક્યાં ગાયબ થઈ ગયાં એ કોર્ટ પરિસરમાં ચર્ચાનો વિષય
‘શું થયું એ મને ખબર નથી’ : સામાન્ય રીતે આરોપીને કોર્ટમાં બૂટ-ચંપલ સાથે જ રજૂ કરાતા હોય છે. જો કે, સોમવારે પાટીદાર આરોપીઓને ઉઘાડા પગે જ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવ્યા હતા. આ અંગે કાપોદ્રા પી.આઇ. આર.એલ. માવાણીએ કહ્યું કે અમારે ત્યાંથી તો આરોપીઓને ઉમરા પોલીસ મથક લઇ જવાયા હતા ત્યાં શું થયું એ મને ખબર નથી. કદાચ તેમનોે સામૂહિક નિર્ણય હોય શકે. જો કે, બૂટ-ચંપલ બાબતે ખો આપવાની સ્થિતિ વચ્ચે આરોપીઓના બુટ-ચંપલ ગયાંં ક્યા એ પ્રશ્ન પણ કોર્ટ પરિસરમાં ચર્ચાને સ્થાને રહ્યો હતો. - હેતલ શાહ
 
પોલીસે ધરપકડ બાદ માર માર્યો હોવાની આરોપીની કોર્ટમાં ફરિયાદ
સુરત : બચાવ પક્ષના વકીલ જશવંતસિંહ વાળાએ કહ્યુ કે આજે કોર્ટમાં રજૂ કરાયેલાં આરોપીઓને રાબેતા મુજબ કોર્ટે પોલીસ સામેની ફરિયાદ હોવાનું પૂછયું હતું. ત્યારે એક આરોપીએ પોલીસે માર માર્યો હોવાનું જણાવ્યું હતું.
 
કેમ્પસ પોલીસથી ઉભરાયું
પાટીદારોને કોર્ટમાં રજૂ કરાય એ અગાઉ કોર્ટ કેમ્પસમાં પોલીસ ખટકી દેવાઈ હતી, ઉમરા પીઆઇ સહિત આખો ડી સ્ટાફ કોર્ટમાં હાજર હતો. પાટીદારોની હાજરી કરતાં પોલીસની હાજરી વધુ દેખાતી હતી.
 
151ની કલમની મથામણ
વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં ગુનામાં જામીન પર મુક્ત થયેલાં આરોપીઓને જેવી જામીન મળી કે પોલીસે તમામને કોર્ટ કેમ્પસથી જ ઉંચકીને 151 લગાવવાનું પ્લાનિંગ કરી લીધું હતુ. જોકે, બચાવ પક્ષના વકીલો મધ્યસ્થી બાદ સવારે આરોપીઓ હાજર થઈ જશે એ શરત પર તમામને જવા દેવાયા હતા.
પોલીસે ધરપકડ બાદ ત્રાસ આપ્યાનો પાસનો આક્ષેપ
ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ હેઠળ 32 આરોપીઓના જામીન નામંજૂર કરાયા

રવિવારે જેલ ભરો આંદોલન દરમિયાન અટકમાં લેવાયેલાં પાટીદારોને સોમવારે કોર્ટમાં રજૂ કરાયા હતા. અલબત્ત, નવાઇની વાત એ હતી કે બે દિવસની સરખામણીમાં 5 ડિગ્રી તાપમાન વધીને 39 ડિગ્રી પર પહોંચ્યું હતું અને આગઝરતી ગરમી વચ્ચે તમામને બૂટ-ચંપલ વગર જ જજ સમક્ષ રજૂ કરાયા હતા. જ્યાં વરાછા પોલીસ સ્ટેશનના ગુનાને બાદ કરતાં 32 આરોપીઓના જામીન નામંજૂર કરાયા હતા. જ્યારે 7 આરોપી પાસે જામીન ન હોવાથી તેમને પણ જેલ મોકલી અપાયા હતા. ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ આ આરોપીને નડી ગઈ હતી. હવે તમામે જામીન માટે સેશન્સ કોર્ટના શરણે જવું પડશે. દરમિયાન ‘પાસે’ આક્ષેપ કર્યો હતો કે પોલીસે ધરપકડ બાદ આરોપીઓને ત્રાસ આપ્યો હતો.

પાટીદારો રવિવારે જેલભરો આંદોલન સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ધરપકડ વહોરી લીધી હતી. સોમવારે બપોરે 4 કલાક પછી 66 આરોપીઓને જ્યુડિશિયિલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરાયા હતા. જેમાં આરોપીઓ બૂટ-ચંપલ વગર હતા. આ અંગે વરાછા પી.આઇ. સી.કે. પટેલે કહ્યું કે ‘અમે તો ના પાડી ન હતી. કેમ ન પહેર્યા એ ખબર નથી.’ વરાછા પોલીસ સ્ટેશનના 39 આરોપીઓને સાંજે કોર્ટે જામીન પર મુક્ત કર્યા હતા. જ્યારે સરથાણામાં નોંધાયેલી ફરિયાદના 9 આરોપીની જામીન અરજી કોર્ટ નામંજૂર કરી હતી. જ્યારે કાપોદ્રામાં 23 આરોપીઓની જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી. જ્યારે વરાછાના સાત આરોપીઓને જામીનના અભાવે જેલથી મુક્તિ મળી નહતી. આથી તમામ 39 આરોપીઓને લાજપોર સ્થિત સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયા હતા. આમ, એક રીતે જોઇએ તો જેલભરો આંદોલનમાં કુલ 39 આરોપીઓ જેલમાં જવા સફળ થયા હતા.
 
પોલીસ ખાર રાખી રહી છેે
‘ પોલીસે ત્રાસ આપવાના ઇરાદા સાથે ખાર ઉતારીને ઇરાદા પૂર્વક બુટ-ચંપલ ન પહેરવા દીધાં હોવાનું બની શકે.’ - નિખિલ સવાણી, સહ-કન્વીનર, પાસ

Source :- http://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-HMU-patidar-brought-barefoot-court-surat-5303001-PHO.html?seq=1



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment