સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 24 April 2016

આનંદો !!! ઘટશે દાળના ભાવ - વધતાં પ્રદુષણને રોકવા તમામ વાહનો સીએનજી કરવા અશક્ય:સરકાર - Video:સંકટચોથના દિવસે કરો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

  આનંદો !!! ઘટશે દાળના ભાવ

રિટેલબજારમાં ખાદ્ય ચીજવસ્તુના વધી રહેલા ભાવને અંકુશમાં લેવા માટે સરકાર તેની મહત્તમ કિંમત નક્કી કરવા વિચારી રહી છે.જોકે તેના માટે આવશ્યક વસ્તુ કાયદામાં પરિવર્તન કરવું પડશે.  

સરકારે શુક્રવારે રાજ્યો માટે તુવેર અને અડદની દાળની મહત્તમ વેચાણ કિંમત પ્રતિકીલો રૂપિયા ૧૨૦ જાહેર કરી હતી. બંને દાળના ભાવ અંકુશમાં લાવવા સરકારે ૮,૦૦૦ ટન તુવેર અને ૨,૦૦૦ ટન અડદની દાળ રાજ્યોને ફાળવવા નિર્ણય લીધો છે. સરકારે તુવેરની દાળ ૬૬ રૃપિયે કિલો તેમ જ અડદની દાળ ૮૨ રૂપિયે કીલોના ભાવે રાજ્યોને વેચવા નિર્ણય લીધો છે. સરકારે રાજ્યોને તે દાળ પ્રતિકીલો મહત્તમ રૂપિયા ૧૨૦ના ભાવે વેચવા આદેશ આપ્યા છે.

સરકારે આ બંને દાળો પર સબસિડી આપવા તેથી જ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર તુવેર દાળના કિસ્સામાં પ્રતિકીલો રૂપિયા ૨૭ અને અડદ દાળના કિસ્સામાં પ્રતિકીલો રૂપિયા ૧૪ની સબસિડી આપશે. 

ઉલ્લેખનીય છે કે આજકાલ અડદ દાળના ભાવ પ્રતિકીલો રૂપિયા ૨૦૦ અને તુવેર દાળના ભાવ પ્રતિકીલો રૂપિયા ૧૭૦ને આંબી ગયા છે. દેશભરમાં તુવેર અને અડદની દાળના ભાવ અંકુશમાં આવે અને પ્રતિકીલો રૂપિયા ૧૨૦થી ઊંચા ભાવે ના વેચાય તે દિશામાં સરકારે આમ પ્રયાસ કર્યા છે.સરકારે આ બંને દાળો પર સબસિડી આપવા તેથી જ નિર્ણય લીધો છે.  

આ રાહે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દાળોની કિંમતને અંકુશમાં લેવા આગ્રહપુર્વક જણાવ્યું છે.આ યોજનાનો લાભ લઇને રાજ્યમાં દાળોના ભાવ અંકુશમાં લેવા માટે રાજ્યોના મુખ્ય સચિવ અને ખાદ્ય સચિવને તત્કાળ રાજ્યની માગણી કેન્દ્ર સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે.  

કેન્દ્ર સરકારે આ યોજનાના અમલ માટે સ્થાનિક બજારમાંથી ૫૦ હજાર ટન દાળનો સંગ્રહ કર્યો છે તે ઉપરાંત ૨૬,૦૦૦ ટન તુવેર અને અડદની દાળની આયાત કરવા કોન્ટ્રાક્ટ પણ અપાઇ ગયા છે.સતત બીજા વર્ષે દેશમાં કેટલાક વિસ્તારમાં દુષ્કાળ પડતાં દાળનું ઉત્પાદન દટયું છે.તેને કારણે દાળના ભાવ ઊંચકાયા છે. ગયા વર્ષે સંગ્રહખોરો દ્વારા સંગ્રહ કરવામાં આવતાં એક સમયે દાળના ભાવ પ્રતિકીલો રૂપિયા ૨૦૦ સુધી પહોંચી ગયા હતા. 

ખાદ્ય પ્રધાન રામવિલાસ પાસવાને કહ્યું છે કે ગ્રાહકોને રાહત આપવા માટે લોકસભામાં બે ખરડા વિચારાધીન છે. તે કાયદા પસાર થતાં ગ્રાહકોને રાહત મળશે અને તેમના અધિકાર વધી જશે.  

Source :-http://sandesh.com/article.aspx?newsid=3253312


વધતાં પ્રદુષણને રોકવા તમામ વાહનો સીએનજી કરવા અશક્ય:સરકાર

રાજયભરમાં વધતા જતા પ્રદૂષણને પગલે તમામ વાહનો સીએનજી કરવાના હાઇકોર્ટના હુકમનું પાલન નહીં થતા કન્ટેમ્પ્ટ  પિટિશન કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમ્યાન રાજય સરકારે હાઇકોર્ટમાં સોંગદનામું કર્યું હતું. જેમા સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે, રાજયના તમામ વાહનો સીએનજી કરવા અશક્ય છે. ઉપરાત તાજેતરમાં થયેલા સંશોધન મુજબ ડીઝલ વાહનો કરતા સીએનજી વાહનો વધુ પ્રદૂષણ ફેલાવે છે. ઉપરાત રોજબરોજ ડીઝલ વાહનોની ટેકનોલોજીમાં સુધારો થઇ રહ્યો છે તેના કારણે ધુમાડાના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ડીઝલ વાહનોના એન્જિનની ટેકનોલોજી આધુનિક રીતે બનાવવામાં આવી રહી છે. 

ગુજરાત હાઇકોર્ટે રાજયભરના તમામ વાહનો ફરજિયાત સીએનજી કરવા રાજય સરકારને આદેશ કર્યો હતો. તેનો ૨ વર્ષ સુધી અમલ નહીં થતા કન્ટેમ્પ્ટ  પિટિશન કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમ્યાન સરકારે સોંગદનામું કરીને તમામ વાહનો સીએનજી કરવા લગભગ અશકય હોવાની રજૂઆત કરી હતી. સોગંદનામા સાથે કેન્દ્ર સરકારની ઓટો ફયુઅલ પોલિસી માટેના માશેલકર એક્સ્પર્ટ કમિટીનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જેમાં પર્યાવરણની દૃષ્ટિએ પણ વાહનો સીએનજી કરી શકાય નહીં તે પ્રકારની રજૂઆત થઈ હતી.

Source :- http://sandesh.com/article.aspx?newsid=3253513

Video:સંકટચોથના દિવસે કરો ગણપતિ અથર્વશીર્ષનો પાઠ

અનંત પુણ્ય આપનારો આ પાઠ ખોલી છે તમામ સુખોના દરવાજા, આજે ગણપતિની ઉપાસના આ પાઠ દ્વારા કરો અને પુણ્યનું ભાથું બાંધી લો.

શ્રી ગણેશ અથર્વશીર્ષ

ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |

સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ |

સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ |

સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ર્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ | |

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | |

ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ |

ત્વમેવ કેવલં કર્તાસિ | ત્વમેવ કેવલં ધર્તાસિ |

ત્વમેવ કેવલં હર્તાસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ |

ત્વં સાક્ષાદાત્માસિ નિત્યમ્ | |૧| |

ઋતં વચ્મિ | સત્યં વચ્મિ | |૨| |

અવ ત્વં મામ્ | અવ વક્તારમ્ |

અવ શ્રોતારમ્ | અવ દાતારમ્ |

અવ ધાતારમ્ | અવાનૂચાનમવ શિષ્યમ્ |

અવ પશ્ચાત્તાત્ | અવ પુરસ્તાત્ |

અવોત્તરાત્તાત્ | અવ દક્ષિણાત્તાત્ |

અવ ચોર્ધ્વાત્તાત | અવાધરાત્તાત્ |

સર્વતો માં પાહિ પાહિ સમન્ત્તાત્ | |૩| |

ત્વં વાઙ્‌મયસ્ત્વં ચિન્મયઃ | ત્વમાનન્દમયસ્ત્વં બ્રહ્મમયઃ |

ત્વં સચ્ચિદાનન્દાદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ |

ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોઽસિ | |૪| |

સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ |

સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ |

ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભઃ | ત્વં ચત્વારિ વાક્પદાનિ | |૫| |

ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ |

ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ |

ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્ | ત્વં શક્તિત્રયાત્મકઃ |

ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ |

ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રસ્ત્વમિન્દ્રસ્ત્વમગ્નિસ્ત્વં

વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચન્દ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ | |૬| |

ગણાદિં પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિંસ્તદનન્તરમ્ | અનુસ્વારઃ પરતરઃ |

અર્ધેન્દુલસિતમ્ | તારેણ ઋદ્ધમ |

એતત્તવ મનુસ્વરુપમ્ | ગકારઃ પૂર્વરુપમ્ |

અકારો મધ્યમરુપમ્ | અનુસ્વારશ્ચાન્ત્યરુપમ્ |

બિન્દુરુત્તરરુપમ્ | નાદઃ સન્ધાનમ્ |

સંહિતા સન્ધિઃ | સૈષા ગણેશવિધા |

ગણક ઋષિઃ | નિચૃદ્ગાયત્રી છન્દઃ |

શ્રીમહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમઃ | |૭| |

એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ |

તન્નો દન્તિઃ પ્રચોદયાત્ | |૮| |

એકદન્તં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્ | રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્ |

રક્તં લમ્બોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ | રક્તગન્ધાનુલિપ્તાન્ગં રક્તપુષ્પૈઃ સુપૂજિતમ્ |

ભક્તાનુકમ્પિનં દેવં જગત્કારણમચ્યુતમ્ | આવિર્ભૂતં ચ સૃષ્ટયાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ |

એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ | |૯| |

નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે

નમસ્તેઽસ્તુ લમ્બોદરાય એકદન્તાય વિઘ્નવિનાશિને

શિવસુતાય શ્રીવરદમૂર્તયે નમઃ | |૧૦| |

એતદથર્વશીર્ષં યોઽધીતે | સ બ્રહ્મભૂયાય કલ્પતે |

સર્વવિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખમેધતે |

સ પઞ્ચમહાપાપાત્ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ |

પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુઞ્જાનઃ પાપોઽપાપો ભવતિ |

ધર્માર્થકમમોક્ષં ચ વિન્દતિ ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્ |

યો યદિ મોહાદ દાસ્યતિ | સ પાપિઇયાન્ ભવતિ |

સહસ્ત્રાવર્તનાદ્યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્ | |૧૧| |

અનેન ગણપતિમભિષિઞ્ચતિ | સ વાગ્મી ભવતિ |

ચતુથ્‌ર્યામનશ્નન્ જપતિ | સ વિધાવાન્ ભવતિ |

ઇત્યથર્વણવાક્યમ્ | બ્રહ્માધાચરણં વિધાન્ન બિભેતિ કદાચનેતિ | |૧૨| |

યો દૂર્વાન્કુરૈર્યજતિ | સ વૈશ્રવણોપમો ભવતિ |

યો લાજૈર્યજતિ | સ યશોવાન્ ભવતિ |

સ મેધાવાન્ ભવતિ | યો મોદકસહસ્ત્રેણ યજતિ |

સ વાઞ્છિતફ્લમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ |

સ સર્વં લભતે સ સર્વં લભતે | |૧૩| |

અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ ગ્રાહયિત્વા | સૂર્યવર્ચસ્વી ભવતિ |

સૂર્યગ્રહે મહાનધાં પ્રતિમાસન્નિધૌ વા જપ્ત્વા | સિદ્ધમન્ત્રો ભવતિ |

મહાવિઘ્નાત્ પ્રમુચ્યતે | મહાદોષાત્ પ્રમુચ્યતે |

મહાપાપાત્ પ્રમુચ્યતે | મહાપ્રત્યવાયાત્ પ્રમુચ્યતે |

સ સર્વવિદ્ભવતિ સ સર્વવિદ્ભવતિ | ય એવં વેદેત્યુપનિષત્ | |૧૪| |
Watch Video : Video

Source :- http://sandesh.com/article.aspx?newsid=3253286Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment