સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 17 May 2016

કેરળમાં વરસાદના કારણે ભારે નુકસાની, વધુ બે દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી - ગુજરાતમાં 1 કરોડ LED બલ્બ વિતરણ યોજનાનો 26મીએ પ્રારંભ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં 1 કરોડ LED બલ્બ વિતરણ યોજનાનો 26મીએ પ્રારંભ


વીજબિલમાં બચત થાય તે હેતુસર ભારત સરકારે ગતવર્ષે પ્રાયોગિક ધોરણે લોન્ચ કરેલી LED બલ્બ યોજનાનો લાભ ગુજરાતનાં સામાન્ય નાગરિકોને આગામી ૨૬મી મેથી મળશે. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના કાર્યકાળની બીજી વરસીએ ગુજરાતમાં રૂ.80 કે રૂ.85ની કિંમતે એક કરોડ LED વીજ બલ્બનું વિતરણ કરવા રાજ્યમાં આઠ સ્થળે આ યોજનાના લોન્ચિંગ માટેના કાર્યક્રમો યોજવામાં આવશે.
LED વીજ બલ્બને કારણે વીજબીલમાં 60 ટકા સુધીની બચત થાય છે. વીજળીના આવા ગોળા બજારમાં સામાન્ય રીતે રૂ.૩૦૦ થી 350ની કિંમતે વેચાણ છે. ગુજરાત સરકાર વીજ વપરાશકર્તાઓના બીલમાં રાહત થાય તે માટે આ બલ્બ માત્ર રૂ.80થી રૂ.85ની કિમંતે આપશે. તેમ જણાવતા ઊર્જા મંત્રી સૌરભ પટેલે જાહેર કર્યુ હતું કે, ''એક પરિવારને વધુમાં વધુ 10 બલ્બ એમ એક કરોડ જેટલા બલ્બ આપવાનુ સરકારનું આયોજન છે. તેના માટે વીજ વપરાશકર્તાએ એક પણ પૈસાનું ડાઉન પેમેન્ટ નહી ભરે તો પણ દરમહિને વીજબિલમાં રૂ.10ની રકમ કાપી લઈને સમાન હપ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 26મી મેંના રોજ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ વડોદરામાં આ યોજનાનું લોન્ચિંગ કરશે. વડોદરાની સાથે જ રાજ્યના આઠ સ્થળેથી LED બલ્બ વિતરણની કામગીરી શરૂ કરવામાં આવશે''

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3280500

કેરળમાં વરસાદના કારણે ભારે નુકસાની, વધુ બે દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

કેરળના મધ્ય અને દક્ષિણી જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. સાથે જ તમિલનાડૂમાં પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આ પ્રદેશના દરિયાકીનારાના વિસ્તારોમાં આગામી બે દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે તિરૂઅનંતપુરમ, અલપુઝા અને એર્નાકુલમમાં ભારે નુકસાની થઈ છે. લોકો માટે આ જિલ્લાઓમાં રાહત કેમ્પ પણ ધમધમતાં કરવામાં આવ્યા છે.

કેરળના હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 19મી મે સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થશે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતુ કે દક્ષિણ-પશ્ચિમમાં ચોમાસુ હોવાના કારણે અનુમાન ન હતુ કે અતિભારે વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે આ વરસાદ થયો હોવાનુ જાણવા મળેલ છે. આગામી બે દિવસ સુધી પણ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા ક્લેકટરે એલર્ટની ઘોષણા કરી છે. તેમજ લોકોને પણ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તમિલનાડૂમાં પણ બે દિવસ વરસાદ થવાની આગાહી છે. તેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત આગામી 24 કલાક દરમિયાન પોંડિચેરી, દક્ષિણી આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને લક્ષ્યદ્વીપમાં પણ વરસાદ થશે.

Source :-http://www.sandesh.com/article.aspx?newsid=3280312



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment:

  1. An awesome post “thanks” for mentioning YOUR BRAND in your excellent article.

    SBI PO recruitment 2016, Latest indian Jobs

    ReplyDelete