સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 1 May 2016

ગુજરાતમાં ૧૦ ટકા અનામતના અમલ માટે બંધારણમાં સુધારો અનિવાર્ય

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં ૧૦ ટકા અનામતના અમલ માટે બંધારણમાં સુધારો અનિવાર્ય

- બંધારણના નવમા શેડયુલમાં જે કાયદાનો સમાવેશ કરાય તેને કોર્ટમાં પડકારી શકાય નહીં

ભાવનગર, રવિવાર
ગુજરાતમાં સવર્ણોને ૧૦ ટકા આર્થિક અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણય સામે હજુ અનેક કાનુની પ્રશ્નો મો ફાડીને ઉભા છે. કોઇપણ રાજ્ય ૪૯ ટકાથી વધારે અનામત આપી શકતી નથી ત્યારે માત્ર બંધારણના પરિશિષ્ટ ૯માં સુધારો કર્યા સિવાય અનામતનો લાભ મળતો નથી. આ સત્તા રાજ્ય સરકારની નથી પરંતુ સંસદમાં તેનો સુધારો કરવો જોઇએ. સરકાર સુપ્રિમ કોર્ટ સુધી લડવાની વાતો કરીને બે-પાંચ વર્ષનો સમય પસાર કરવા માંગે છે ત્યારે સરકારની વિશ્વસનિયતા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
સવર્ણોને આર્થિક બેકવર્ડ આધારીત ૧૦ ટકા અનામત પાટીદાર અને અન્ય અનામત વંચિત સમાજ માટેની જાહેરાત માત્ર રાજકીય ખેલ છે. ભારતના બંધારણમાં જાતિ આધારીત કે અન્ય કોઇ પ્રકારની અનામત ૪૯ ટકાથી વધવી ના જોઇએ. આ પ્રાવધાન છે. જાટ માટે અનામત અને મુસ્લિમોને પ ટકા અનામત અગાઉ સુપ્રિમ કોર્ટ રદ કરી ચૂકી છે. જાતિ આધારીત અનામતના કારણે દેશભરમાં અનામતથી વંચિત જાતિ અને જ્ઞાાતિઓ અનામત આંદોલનો ચલાવી રહી છે. રાજસ્થાનમાં જાટ આંદોલન અને ગુજરાતમાં પાટીદાર આંદોલન તેનું ઉદાહરણ છે. પરંતુ કોઇપણ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર ૪૯ ટકાથી અનામત ક્વોટામાં વધારો કરી શકતી નથી અને કોઇ રાજ્ય સરકાર મતલક્ષી રાજકારણ ખેલી અનામત જાહેર કરે કોઇપણ નાગરિક કોર્ટમાં અરજી કરે તો કોર્ટ તેને રદબાતલ કરે છે.
તામિલનાડુમાં ૬૯ ટકા અનામત છે. તેમાં ૧૯૯૧માં કેન્દ્ર સરકારે લોકસભા અને રાજ્યસભામાં મંજૂર કરાવી આને બંધારણના નવમા શેડયુલમાં સમાવેશ કરાયો છે. બંધારણમાં નવમા શેડયુલમાં જે કાયદાનો સમાવેશ કરાય એને કોર્ટમાં પડકારી શકાતો નથી. આમ, રાજસ્થાનમાં જાટ બાદ ગુજરાતમાં પાટીદાર આંદોલનને કારણે અનામતની જાહેરાતો થઇ છે. જે બંધારણના નવમાં શેડયુલમાં સમાવેશ ના કરાય ત્યાં સુધી તેની કાયદેસરતા રહેતી નથી. ભલે પછી, રાજ્ય સરકાર જાહેરનામુ પ્રસિદ્ધ કરે કે વિધાનસભામાં મંજૂર કરે. આને કોઇપણ નાગરિક કોર્ટમાં અરજી કરી પડકારી શકે છે અને સ્ટે કે રદ કરાવી શકે છે. બીજી મહત્વપૂર્ણ બાબત, ૧૦ ટકા આર્થિક અનામત માત્ર અનામત વંચિત સવર્ણો માટે જ છે કે તમામ માટે આ બાબતનો ખુલાસો થતો નથી. આમ, ૪૯ ટકા પછાત કે ઓબીસીનો લાભ લેનાર પણ એ કેટેગરીમાં લાભના મળતા આર્થિક પછાત ગણાવી આ ૧૦ ટકા અનામતનો લાભ લઇ શકે છે અને અનામત વંચિત સમાજના લાભમાં ભાગ પડાવી શકે છે અને જો ૪૯ ટકાવાળાને આ લાભ આ આર્થિક પછાતની અનામતથી વંચિત રાખશે તો આ વર્ગ અસંતોષના કારણે આ જોગવાઇને કોર્ટમાં પડકારી કે છે.
આથી, વિશ્વ રઘુવંશી (લોહાણા) સમાજ પ્રેરિત રઘુવંશી (લોહાણા) અનામત સમિતી આ અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખી ગુજરાત સરકારના માત્ર અનામત વંચિત સમાજોને ૧૦ આર્થિક રીતે પછાત હોય તેની ૧૦ અનામતની જોગવાયને બંધારણના નવમા શેડયુલમાં સમાવેશ કરવામાં આવે. તેમજ કેન્દ્ર સરકાર ખુદ આ રીતનો અનામત વંચિતો માટે ૧૦ ટકા અનામતનો કાયદો બનાવી બંધારણના નવમા શેડયુલમાં સમાવેશ કરી દેશભરમાં અનામત વંચિત સમાજનો અસંતોષ દૂર કરે. જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારોની કચેરીઓ અને શૈક્ષણિક અનામતમાં અનામત વંચિતોને આનો લાભ મળે તેવી રજૂઆત કરશે.
વિશ્વ રઘુવંશી (લોહાણા) સમાજ ૧૦ ટકા માત્ર અનામત વંચિત સમાજ માટેની જોગવાઇ હોય તો તેને આવકારે છે, પરંતુ આ અનામત જોગવાઇ જ્યાં સુધી દેશના બંધારણના નવમા શેડયુલમાં સમાવશ કરી કાયદેસરતાનું કવચ ના મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતા અનામત વંચિત કોઇપણ સમાજના આંદોલનને ટેકો જારી રાખશે અને લોહામા અનામત સમિતી પણ લોહાણા સમાજને અનામતના કારણે થતા અન્યાય સામે રજૂઆતો અને આંદોલન જારી રાખશે, એમ યાદીમાં જીતુભાઇ ચંદારાણા, હિરેનભાઇ મજેઠિયા, શાંતિભાઇ પોંદાએ જણાવ્યું હતુ.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gujarat-essentially-amend-the-constitution



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment