સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 12 May 2016

ગુજરાતમાં જુનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ બેસવાની આગાહી - દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં જુનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ બેસવાની આગાહી

- ૨૮થી૩૦ મે વચ્ચે કેરળમાં ચોમાસુ બેસી જશે

હિંમતનગર, તા.૧૨
ચાલુવર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદની હવામાન વિભાગની આગાહી ને પગલે હાશકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે એક ખાનગી એજન્સી ધ્વારા દેશમાં વહેલુ ૫ણ ગુજરાતમાં વિલંબથી ચોમાસુ બેસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અને ખાનગી એજન્સીના આંકલન અનુસાર ગુજરાતમાં ચોમાસુ જૂન માસના ત્રીજા સપ્તાહ બાદ બેસવાની આગાહી કરવામાં આવી છે.
દેશમાં જૂન મહિના ના પ્રથમ સપ્તાહ ની શરૃઆત માં જ સામાન્ય રીતે કેરળમાં દક્ષિણ-પશ્વિમ ચોમાસા નો પ્રારંભ થઈ જાય છે અને ત્યારબાદ ચોમાસુ ક્રમશ: તબક્કાવાર આગળ વધે છે પરંતુ ચાલુ વર્ષે કેરળમાં ૧લી જૂન પહેલાજ ચોમાસાની શરૃઆત થઈ જનાર હોવાના સંકેત મળી રહ્યા છે. વેધર એજન્સી સ્કાયમેટ ના આંકલન અનુસાર ૨૮મે થી ૩૦મે વચ્ચેજ કેરળમાં ચોમાસુ બેસી જશે. દક્ષિણ ભારત અને ઉત્તર-પૂર્વીય ભારતમાં સાઉથ વેસ્ટ અને સાઉથ ઈસ્ટ ચોમાસાનુ મે માસના અંતિમ ચરણમાં આગમન થવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ એક સપ્તાહમાં પશ્વિમ ક્ષેત્રને બાદ કરતા સમગ્ર ભારતમાં ચોમાસુ માહોલ જામશે. અને એકાદ સપ્તાહના વિલંબ બાદ ઝડપથી પ્રગતિ કરશે. દક્ષિણ પશ્વિમ ચોમાસુ કેરળમાં બેસી ગયા બાદ મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર ભારત તરફ થોડુ ધીમી ગતિએ આગળ વધશે જેને કારણે મુંબઈ અને ગુજરાત વાસીઓને ચોમાસાની રાહ જોવી પડશે પરંતુ જૂન માસના ત્રીજા સપ્તાહને અંતે એટલેકે ૨૫મી જૂનની આસપાસ સમગ્ર વિસ્તાર ને કવર કરી લેશે. ઉલ્લેખનીય છેકે જ્યોતીષીઓ ધ્વારા વહેલુ ચોમાસુ બેસી જવાની આગાહી કરવામાં આવી છે. અને ગ્રહ-નક્ષત્ર પ્રમાણે ૧૫ જૂનની આસપાસ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તદ્પરાંત હવામાન વિભાગ પણ ચાલુ વર્ષે સમયસર અને સારા વરસાદ માટે આશાવાદી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/north-gujarat-sitting-monsoon-forecasts

દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી

- બાડમેર ૪૫ ડિગ્રીએ શેકાયું

- રાજસ્થાન, ઓડિશામાં તાપમાન વધ્યું

ઓડિશામાં ૧૧ અને રાજસ્થાનના પાંચ શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી વધુ
(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૨
દેશના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ ગરમીનું પ્રચંડ મોજું યથાવત રહ્યું હતું. રાજસ્થાનના બારમેરમાં ૪૫ ડિગ્રી અને કોટામાં ૪૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઓડિશામાં બોલાંગીરમાં ૪૩.૫ ડિગ્રી સાથે ૧૧ સ્થળોએ ૪૦ ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું હતું.
ઓડિશામાં આજે ગરમીથી ૪ જણાના મોત થયાની સંભાવના સ્થાનિક તંત્રે દર્શાવી હતી. ઓડિશામાં આ સિઝનમાં ગરમીને કારણે ૧૭૯ લોકોના મોત થયાના અહેવાલ હતા. પરંતુ સરકારી સૂત્રોએ તમામ કિસ્સાની તપાસ કરી કેટલાક મોત અન્ય કારણોથી થયા હોવાનું જાહેર કર્યું હતું. સરકારી આંકડા મુજબ કુલ મૃત્યુ આંક ૧૭ થયો હતો.
ઓડિશાના બોલાંગીરમાં ૪૩.૫ ડિગ્રી પછી ભવાનીપટણામાં ૪૩.૨ ડિગ્રી અને તિતલાગઢમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર ભૂવનેશ્વરમાં ૪૧.૨ ડિગ્રી  તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાનમાં પાંચ સ્થલોએ ગરમીનો પારો ૪૦ ડિગ્રી કરતાં વધુ રહ્યો હતો. બારમેરમાં ૪૪.૮, પછી બિકાનેરમાં ૪૪.૬, ચુરૃમાં ૪૪, જોધપુરમાં ૪૩.૬ અને જયપુરમાં ૪૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. કોટા, જયપુર, ઉદયપુર વિસ્તારમાં  હળવા ઝાપટાં પડયા હતા. પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતાં નીચું હતું. હરિયાણાનું હિસ્સાર ૪૩.૫ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું. ચંદિગઢમાં  ૩૭.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશમાં પણ ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. બંદામાં ૪૨, અલ્લાહાબાદમાં ૪૦.૫ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. પશ્ચિમ બંગાળના બાંકુરામાં સૌથી વધુ ૪૧.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.  કોલકાતામાં તાપમાનનો પારો ૩૭.૮ ડિગ્રી રહ્યો હતો.બિહારમાં ગઇકાલ કરતાં ગરમી ઓછી હતી. જમશેદપુરમાં તાપમાન ઘટીને ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું. દક્ષિણના હૈદરાબાદમાં ૩૫, ચેન્નઇમાં ૩૬.૭ અને તિરૃવનંતપુરમમાં ૩૨ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-heat-wave-in-barmer



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment