સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 2 May 2016

જેસલમેર સરહદે સૌથી વધુ ૫૨.૪ ડિગ્રી તાપમાન - ગુજરાતના ૬૪ પ્રશ્નો પડતર છતાંયે ભાજપના સાંસદો મૌન - રાજ્યસભામાં ભાજપ કોંગ્રેસનાં કૌભાંડોનું'હુતુતુતુ...'

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

સમગ્ર દેશ ગરમીથી ત્રસ્ત : જેસલમેર સરહદે સૌથી વધુ ૫૨.૪ ડિગ્રી તાપમાન

- દિલ્હીમાં સિઝનનું સૌથી વધુ ૪૪ ડિગ્રી તાપમાન

- અરૃણાચલ અને નાગાલેન્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાથી ખુવારી

નાગાલેન્ડમાં એકનું મોત
નવી દિલ્હી, તા. ૨
આકાશમાંથી અગનજ્વાળાઓ વરસતી હોય તેમ દેશના મોટા ભાગના વિસ્તારોમાં પ્રચંડ ગરમીનું મોજું યથાવત્ રહ્યું હતું. સરહદ વિસ્તારના જેસલમેરની આઉટપોસ્ટ પર આગઝરતી ૫૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ફલોદીમાં મહત્તમ તાપમાન ૪૬.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર દિલ્હીમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩ ડિગ્રી વધુ ૪૪ ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ અરૃણાચલ અને નાગાલેન્ડમાં ભારે વરસાદ અને વાવાઝોડાએ તારાજી સર્જી હતી.
રાજસ્થાનના અન્ય શહેરો શ્રીગંગાનગરમાં ૪૬.૩, ચુરૃમાં ૪૬, બિકાનેરમાં ૪૫.૮ અને બારમેરમાં ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. પંજાબ અને હરિયાણામાં સૌથી ગરમ શહેર હિસાર ૪૪.૭ ડિગ્રી, અમૃતસરમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધુ ૪૨.૩ ડિગ્રી તાપમાન નોંધાયા હતા.
તેલંગાણામાં પ્રચંડ ગરમીમાં સીઝન દરમ્યાન કુલ મૃત્યુ આંક વધીને ૧૭૮ થયો હતો. તેલંગાણા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું કે, તેલંગાણાના નાલગોંડામાં ગરમીને કારણે ૫૩ અને મહેબુબનગરમાં ૩૩નાં મોત થયા હતા. આજે પણ રામગુંડપમાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઓડિશામાં આજે ગરમીને કારણે એકનું મોત થતાં મૃત્યુઆંક ૧૪ થયો હતો. તેલચરમાં ૪૪.૬, જારસંગુડામાં ૪૪.૩ અને ભવાનીમાં ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. ઝારખંડમાં પણ પ્રચંડ ગરમી યથાવત રહી હતી. ઝારખંડનું જમશેદપુર ૪૪.૨ ડિગ્રી ગરમી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. પલામુમાં ૪૩.૮, ગઢવામાં ૪૩, રાંચી અને લોહારગ્ગામાં ૪૦ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. પશ્ચિમ બંગાળનું કોલકાતા ૪૦.૧ ડિગ્રી તાપમાને ગરમ શહેર બન્યું હતું.
સમગ્ર દેશ ગરમીથી ત્રસ્ત છે તો બીજી તરફ અરૃણાચલ અને નાગાલેન્ડમાં વરસાદ અને વાવાઝોડાએ તારાજી સર્જી છે. અરૃણાચલના ઈટાનગરમાં વાવાઝોડા સંબંધી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી.
નાગાલેન્ડમાં વરસાદ સાથે વાવાઝોડાને પગલે ૧૦૦૦ ઘરને નુકસાન થયું હતું. નાગાલેન્ડના પાંચ જિલ્લાઓ વાવાઝોડાથી પ્રભાવિત થયાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું. નાગાલેન્ડના મોકોકેહુંગ જિલ્લામાં ૪૦ ગામોમાં ૮૦૦ ઘરોને નુકસાન થયું હતું જ્યારે લોંગલેન્ગમાં ૧૦૦ ઘરોને નુકસાન થયું હતું. નાગાલેન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટે બચાવ અને સહાય કામગીરી શરૃ કરી હતી. નાગાલેન્ડમાં ઘણા વિસ્તારોમાં વાવાઝોડાને પગલે વીજળીના થાંભલા પડી જતાં અંધારપટ છવાયો હતો.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-jaisalmer-52-4-degree-heat-wave

ગુજરાતના ૬૪ પ્રશ્નો પડતર છતાંયે ભાજપના સાંસદો મૌન

- બે વર્ષથી કેન્દ્રમાં મોદી સરકાર છતાંયે ગુજરાતને અન્યાય

- આંતરિક ડખાને કારણે પ્રજાના પ્રશ્નો ભૂલાયા

રાજ્યના પ્રશ્નો ઉકેલવા કરતાં ભાજપને વિધાનસભાની ચૂંટણીની ચર્ચામાં વધુ રસ
અમદાવાદ ,સોમવાર
મોસાળમાં જમણવાર ને , મા પિરસનાર હોય તો ભૂખ્યાં રહવાનો સવાલ જ ઉભો થાય નહીં પણ ગુજરાત માટે આ કહેવત યથાર્થ ઠરી શકી નથી . છેલ્લાં બે વર્ષથી કેન્દ્રમાં એનડીએ સરકાર નરેન્દ્ર મોદીના વડપણ કાર્યરત છે છતાંયે ગુજરાતના પ્રાણપ્રશ્નો હલ થઇ શક્યા નથી. કેન્દ્ર સરકારથી હલ થઇ શકે તેવા ગુજરાતના ૬૪ પ્રશ્નો એવાં છેકે, જે હજુય પડતર રહ્યાં છે. દિલ્હીમાં આજે ભાજપના સાંસદો ગુજરાતના પડતર પ્રશ્નોની ચિંતા કરશે.
ગુજરાતમાં ભાજપમાં આંતરિક ડખા એટલા છેકે, પ્રજાના પ્રાણપ્રશ્નો ભૂલાયાં છે. ગુજરાતમાં લોકો અનેક પ્રશ્નોથી પિડાઇ રહ્યા છે ત્યાં રાજ્યના પ્રશ્નો ઉકેલવામાં ભાજપના સાંસદોને જાણે રસ જ નથી . યુપીએ સરકાર ગુજરાત સાથે અન્યાય કરે છે તેવી કાગરોળ મચાવનારાં ભાજપના સાંસદો હવે સંસદમાં રાજ્યના પડતર પ્રશ્નો અંગે એક હરફેય ઉચ્ચારતા નથી. ચૂંટણી વખતે ગુજરાતને કેન્દ્રની થપ્પડનો એવો પ્રચાર કરીને મતદારોને ભરમાવવામાં ભાજપે કોઇ કસર છોડી ન હતી.
 હવે છેલ્લાં બે વર્ષથી કેન્દ્રમાં ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તાના સિંહાસને બિરાજમાન છે છતાંયે મોટાભાગના પ્રશ્નો યથાવત રહ્યાં છે. ભાજપે તો પડતર પ્રશ્નોની યાદીમાં ઘણાં પ્રશ્નો ઉકેલાયા છે તેવી કેન્દ્રની સિધ્ધી ગણાવીને બાકાત જ કરી નાંખ્યા છે.
બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાના નિવાસસ્થાને ગુજરાતના તમામ ભાજપના સાંસદોની એક બેઠક મળી રહી છે જેમાં રાષ્ટ્રીય ્પ્રમુખ અમિત શાહ પણ હાજરી આપશે. સૂત્રોનું કહેવુ છેકે, પડતર પ્રશ્નોની ચિંતા કરીને ચર્ચા કરાશે પણ વિધાનસભાની ચૂંટણી માટે ચર્ચાનો સમય વધુ ફાળવાશે.

પડતર પ્રશ્નોની યાદી
*     હજીરા - સુરતમાં કોસ્ટગાર્ડ સ્ટેશન બનાવવુ
*     કોસ્ટલ પોલીસીંગ ઇન્સ્ટિટયુટ બનાવવુ
*     ગાંધીઆશ્રમની આસપાસના વિસ્તારનો વિકાસ કરવો
*     ગુજરાતમા મેરી ટાઇમ યુનિવર્સિટીની સ્થાપ્ના કરવી
*     લેપ્ટોપાયરોસિસ રોગ માટે એડવાન્સ રિસર્ચ ઉભુ કરવું
*     કેરોસીનના ક્વોટામાં વધારો કરવો
*     જેએનયુઆર-૨માં કરમસદ-ગાંધીનગર સહિતના શહેરો સમાવવા
*     નવી રેલ્વે લાઇનો નાંખવી
*     રેલ્વેલાઇનોનું ગેજમાં રૃપાતરિંગ કરવું
*     બોર્ડર રોડ એરિયા ડેવલપમેન્ટ કરવું
*     પ.રેલ્વેનું મુખ્યમથક અમદાવાદ ખસેડવું
*     ગીરના જંગલને ફરતે રિંગરોડની મંજૂરી આપવી
*     આદિવાસીઓ માટે ટ્રાયબલ યુનિવર્સિટી સ્થાપવી
*     આવાસ પ્રોજેક્ટમાં પડતી મુશ્કેલીઓનુ નિરાકરણ
*     સીઆરઝેડના જાહેરનામાનું વિકેન્દ્રીકરણ
*     ઓછા ધોવાણવાળા વિસ્તારમાં સીઆરઝેડની મંજૂરીમાં વિલંબ
*     મધ્યાહન ભોજનમાં એલપીજીનુ જોડાણ, યોજનાની સમિક્ષા
*     નવી રેલ્વેલાઇનોનો વિકાસ
*     ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયુટમાં અનુદાન ફાળવવા
*     ગુજરાતને સિંધુ બેઝીનનું પાણી આપવા
*     સાબરમતી રેલ્વે સ્ટેશનનો વિકાસ
*     રાજીવગાંધી આવાસ યોજનામાં મળવાપાત્ર સહાયમાં વધારો
*     આવા ૬૦થી વધુ પ્રશ્નો આજેય પડતર રહ્યાં છે. અનેક રજૂઆતો છતાંયે પરિણામ શૂન્ય રહ્યું છે.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-bjp-member-in-parlament

રાજ્યસભામાં ભાજપ કોંગ્રેસનાં કૌભાંડોનું'હુતુતુતુ...'

- હમ સોનિયા સે કમ નહીં : મોદીનું કેજી બેઝિન કૌભાંડ, શેર ને માથે સવાશેર

ગુજરાત કેજી બેઝિનના રૃ. ૩૦ હજાર કરોડના કૌભાંડ મુદ્દે કોંગ્રેસના સભ્યોએ 'પ્રધાનમંત્રી જવાબ દો'ના નારા લગાવ્યા, ગૃહ પાંચ વાર સ્થગિત
કેજી બેઝિનમાં કરોડોના ખર્ચે ડ્રીલિંગ કરાયું પરંતુ સમ ખાવા પૂરતો પણ ગેસ ના મળ્યો
વર્ષ ૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ કરેલી જાહેરાતો કેગના અહેવાલમાં ખોટી સાબિત થઈ હતી

(પીટીઆઈ)                  નવી દિલ્હી, તા.૨
સંસદમાં ભાજપ અને કોંગ્રેસના આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે આજે ફરી એકવાર રાજ્યસભા ત્રણ વાર મોકુફ રાખવી પડી હતી. કોંગ્રેસે ઓગસ્ટા વેસ્ટલેન્ડના આક્ષેપોથી બચવા આજે રાજ્યસભામાં ગુજરાતના કેજી બેઝિન ગેસ પ્રોજેક્ટની અસંગતિ દર્શાવતો કેગનો અહેવાલ રજૂ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના કેજી બેઝિન પ્રોજેક્ટ મુદ્દે ચર્ચાની માગ કરી હતી.
આ મુદ્દે રાજ્યસભાના નાયબ અધ્યક્ષ પી. જે. કુરિયને કહ્યું હતું કે, કેગનો અહેવાલ વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ કમિટીએ ચકાસ્યો છે. આ પ્રકારના અહેવાલની સંસદમાં ચર્ચા કરવાની પ્રણાલી નથી. જોકે, કોંગ્રેસે ચર્ચાની માગ માટે આપેલી નોટિસ પર અમે વિચાર કરી જ રહ્યા છીએ.
જોકે, આ વાતથી અસંતુષ્ઠ કોંગ્રેસના સભ્યો રાજ્યસભામાં અધ્યક્ષના ડેસ્ક સુધી ધસી જઈને 'પ્રધાનમંત્રી જવાબ દો, જવાબ દો'ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન કુરિયને રાજ્યસભાની પહેલી ૧૫ મિનિટ સુધી એટલે કે ૧૧:૩૦ સુધી રાજ્યસભા મોકુફ કરવાની ફરજ પડી હતી. બાદમાં આ મુદ્દે બપોરે પણ બે વાર કુરિયને ગૃહ મોકૂફ રાખવાનો આદેશ કર્યો હતો.
આ દરમિયાન શૂન્યકાળની જાહેરાત થતાં જ કોંગ્રેસના નેતા મધુસુદન મિસ્ત્રીએ કહ્યું હતું કે, જીએસપીસી સંબંધિત કેગનો અહેવાલ આવ્યો છે, જેમાં ૩૦ હજાર કરોડ રૃપિયાના કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ જાહેરાત કરીને કોંગ્રેસના સભ્યોએ ગૃહની બહાર આવીને વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારેબાજી કરી હતી.
સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું હતું કે, ગુજરાતમાં કેગના અહેવાલની વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ કમિટી તપાસ કરી જ રહી છે. આ મુદ્દે ચર્ચા શક્ય નથી. ઓગસ્ટા વેસ્ટલેન્ડના કૌભાંડ પરથી ધ્યાન હટાવવા માટે કોંગ્રેસ ગૃહમાં હંગામો કરી રહી છે.     
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ ૨૦૦૫માં જીએસપીસીએ કેજી બેઝિનમાં ૨૦ ટ્રિલિયન ક્યુબિક ફિટ ગેસ રિઝર્વ શોધાયા હોવાની જાહેરાતો કરી હતી. જોકે, કરોડો રૃપિયાનો ખર્ચ કર્યા પછી પણ ત્યાંથી સમ ખાવા પૂરતો પણ ગેસ મળ્યો નહોતો. ઊલટાનું ૩૧મી માર્ચ, ૨૦૧૫ સુધી જીએસપીસીનું દેવું ૧૯,૭૧૬.૨૭ કરોડ વધી ગયું છે.

કોંગ્રેસ ખોટા મુદ્દા, ખોટી જગ્યાએ ઊભા કરે છે: નાયડુ
ઓગસ્ટા વેસ્ટલેન્ડથી બચવા કેજી બેઝિનનો મુદ્દો ઊભો કરાયો : જેટલી
જેટલી હંમેશા લોકોને ગેરમાર્ગે દોરતા નિવેદનો કરે છે :  જયરામ રમેશ

(પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૨
કેજી બેઝિન મુદ્દે આજે રાજ્યસભામાં કોંગ્રેસે ભારે હોબાળો કરતા પાંચ વાર સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ મુદ્દે ભાજપે ભારપૂર્વક જણાવ્યું છે કે, કોંગ્રેસના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કંપનીના કૌભાંડમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ આ બિનજરૃરી મુદ્દો ઊભો કર્યો છે.  રાજ્યસભાના નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે, આ એક બિનજરૃરી મુદ્દો છે અને વિપક્ષ ફક્ત લોકોનું ધ્યાન બીજી તરફ વાળવા જ આ મુદ્દો ઊભો કર્યો છે. કેગના અહેવાલોની ચકાસણી પબ્લિક એકાઉન્ટ કમિટી દ્વારા કરાતી જ હોય છે. આ કમિટી જે તે રાજ્યોની વિધાનસભાની હોય છે. આ કારણસર એવા મુદ્દા સંસદમાં ઊભા ના કરી શકાય.
બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ કોઈ પણ ભોગે આ મુદ્દાની સંસદમાં ચર્ચાની માગી કરી હતી. જયરામ રમેશે કહ્યું હતું કે, જેટલી રાજ્યસભાના નેતા છે અને તેઓ હંમેશાં લોકોને ગેરમાર્ગે દોરતા નિવેદનો કર્યા કરે છે. જોેકે, કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, આ મુદ્દે અમે ચર્ચા કરવા માગીએ છીએ તેને એવી જ રીતે ના જવા દેવાય.
જોકે, ભાજપના નેતા વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, કોંગ્રેસ હંમેશાં ખોટી જગ્યાએ અને ખોટા વ્યક્તિઓ માટે મુદ્દા ઊભા કરે છે. આજે પણ તેમણે આવા મુદ્દા ઊભા કરીને રાજ્યસભા ચાલવા ના દીધી. રાજ્ય સરકારનો કેગનો અહેવાલ સંસદનો મુદ્દો નથી.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-bjp-and-congress-in-rajya-sabha

 



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment