સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 25 May 2016

વરાછામાં ભાજપની વિકાસ યાત્રા સામે થાળી-વેલણ વગાડી ઇંડા ફેંકાયા - આગામી ચોમાસામાં છેલ્લા દસ વર્ષનો સૌથી વધું વરસાદ થવાનો અંદાજ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

વરાછામાં ભાજપની વિકાસ યાત્રા સામે થાળી-વેલણ વગાડી ઇંડા ફેંકાયા

- જય સરદાર, જય પાટીદારના નારા ગૂંજ્યા

- રેલી શરૃ થઈ તે મારૃતિ ચોક અને લાભેશ્વર ચોક ખાતે ઈંડા પડયા

સપના સોસાયટીમાં મહિલાઓએ થાળી વગાડી
(પ્રતિનિધિ દ્વારા)     સુરત,બુધવાર
સુરતના વરાછાની કરંજ વિસ્તારમાં ભાજપની વિકાસ ગૌરવ યાત્રા પર ત્રણથી ચાર જગ્યાએ ઈંડાનો મારો ચલાવાયો હતો. જ્યારે કરંજની એક સોસાયટીના નાકે મહિલાઓએ થાળી વેલણ વગાડયા હતા.   કેટલીક જગ્યાએ યાત્રા સામે ઉભેલા યુવાનોએ જય સરદાર અને જય પાટીદારના નારા લગાવ્યા હતા. ભાજપની યાત્રા પર ઈંડા ફેકવાની શરૃઆત થતાં નેતાઓએ ટેમ્પો દોડાવી મુક્યો હતો. જે બિલ્ડીંગમાંથી ઇંડા ફેકાયા ત્યાં પોલીસ પહોંચી હતી પણ કોઇ મળ્યું નહોતું.
ગુજરાતમાં આનંદી પટેલ સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને બે વર્ષ પુરા થતાં ભાજપે વિકાસ ગૌરવ યાત્રા શરૃ કરી છે. પરંતુ  સુરતના વરાછા વિસ્તારમાં ભાજપની વિકાસ ગૌરવ યાત્રાને પાટીદાર ફેક્ટરનું ગ્રહણ લાગ્યું છે. કંરજના મારૃતિ ચોકથી રેલીની શરૃઆત થઈ ત્યારે ભાજપના કાર્યકરો અને નેતાઓ ભેગા થયાં ત્યારે રેલી શરૃ થવાની સાથે જ કેટલીક બિલ્ડીંગ પરથી અચાનક ઈંડા ફેેકવાનું શરૃ થયું હતું. જેથી ભાજપ નેતાઓ ડઘાઇ ગયા હતા. રેલી આગળ ધપી હતી. લાભેશ્વર ચોક ડાહ્યા પાર્ક નજીક  જાનકી  જ્વેલર્સની નીચે યાત્રા પહોંચી ત્યારે ફરી એક વખત ઈંડા પડયા હતા.બાદમાં યાત્રામાં ચારેકવાર ઇંડા ફંકાયા હતા.
 મારૃતિ ચોક અને લાભેશ્વર ચોક પર ઈંડા ભાજપના નેતાઓ પર પડયાં હતા.જેમાં સાંસદ  દર્શના જરદોષ, ધારાસભ્ય જનક બગદાણા,મેયર અસ્મીતા શિરોયા, કોર્પોરેટર ભરત મોના, ભવાન શિસારા,  મંજુલા દુઘાત સહિત અનેક લોકોના કપડાં બગડયા હતા. યાત્રા પર ઈંડા પડવાનું શરૃ થતાં ભાજપના નેતાઓએ યાત્રા માટે બનાવેલો ટેમ્પો ભગાવી દીધો હતો. જે બિલ્ડીંગમાંથી ઇંડા ફેંકાયા ત્યાં પોલીસ પહોંચી હતી પણ કોઇ મળ્યું નહોતું. જોકે, ઘટનાને પગલે ભાજપના નેતાઓમાં ગભરાટ જોવા મળ્યો હતો. આ યાત્રા સપના સોસાયટી પાસે પહોંચી ત્યારે પંદરેક મહિલાઓ હાથમાં થાળી વેલણ સાથે ધસી આવી હતી અને વિરોધ કર્યો હતો.  વરાછા ઝોન ઓફિસ નજીક દિવ્ય વસુંધરા સોસાયટીમાં પાંચેક યુવાનોએ યાત્રા સામે જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા.

ઈંડા ફેંકમાં રાજકીય કાવાદાવા પણ જવાબદાર
પાટીદાર ઈફેક્ટના કારણે વરાછા વિસ્તારમાં કોંગ્રેસે મહાનગરપાલિકામાં બેઠક મેળવી છે. શરૃઆતમાં આક્રમતા બાદ હવે કોંગ્રેસની પકડ ઢીલી થઈ રહી છે, જેથી પાટીદાર ફેકટર ફરી અસરકારક બનાવાય રહયું હોવાની ચર્ચા છે.  એવી પણ એક ચર્ચા ચાલી રહી છે કે, આ વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય તમામ કાર્યકરોને સાથે લઈને ચાલતા નથી માત્ર કેટલાક નેતાઓ સાથે જ ફરે છે. જેથી ભાજપના કાર્યકરો પણ  દુભાયા છે. એટલે કે, પાટીદાર ફેકટર સાથે વરાછામાં રાજકીય માહોલ પણ  ઇંડા ફેંકાવા માટે જવાબદાર મનાય છે.

યાત્રાની સમાંતર હાર્દિકના ફોટોવાળી ગાડી પણ ચાલી
વરાછાના કરંજ વિધાનસભા વિસ્તારમાં ભાજપની યાત્રાની શરૃઆત થઈ ત્યારથી જ હાર્દિક પટેલના ફોટોવાળી ગાડી સતત સાથે રહી હતી. ભાજપની રેલી આગળ ચાલતી હતી તેની સાથે જ આ ગાડી હોવાના કારણે સતત ટેન્શન રહ્યું હતું. પોલીસે હાર્દિક પટેલના  ફોટાવાળી ગાડી જોઈ અને ફોટોગ્રાફ પણ પાડયા હતા. પરંતુ ગાડી ચાલકને અટકાવ્યા ન હતા કે કોઈ કાર્યવાહી કરી ન હતી. આ ગાડી સતત સાથે હતી તેથી ઈંડા ફેંકવાની ઘટનામાં ગાડીને જોડી દેવામાં આવી છે. જોકે, આ અંગે પોલીસે કોઈ  કાર્યવાહી કરી નથી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat-varachha-bjp-vikas-yatra

આગામી ચોમાસામાં છેલ્લા દસ વર્ષનો સૌથી વધું વરસાદ થવાનો અંદાજ

- જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે ૨૨મો વર્ષા વિજ્ઞાાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં ૫૦ જેટલા અનુમાનકારોએ આગામી ચોમાસામાં છેલ્લા દસ વર્ષનો સૌથી વધુ વરસાદ થશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું.
- ૨૮મેથી ૬ જૂન સુધીમાં માવઠુ થવાની સંભાવના ૧૩ જૂનથી ૨૮ જૂન સુધીમાં સર્વત્ર થશે વાવણી
જૂનાગઢ,તા.૨૫
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે વર્ષા વિજ્ઞાાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં ૫૦ જેટલા અવલોકનકારોએ આગામી ચોમાસામાં છેલ્લા દસ વર્ષનો સૌથી વધુ વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ૨૮મેથી ૬ જૂન સુધીમાં માવઠુ તથા ૧૩ જૂન થી ૨૮ જૂન સુધીમાં સર્વત્ર વાવણી થવાની સંભાવના હોવાનો મત વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તથા વર્ષાવિજ્ઞાાન મંડળનાં ઉપક્રમે આજે કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજનાં કોન્ફરન્સ હોલ ખાતે ૨૨મો વર્ષા વિજ્ઞાાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં ૫૦ જેટલા અવલોકન કારો ઉપસ્થિત રહ્યા હતાં. પશુ પક્ષીનાં લક્ષણો પવનની દિશા, વાદળનો કેસ, ચૈત્રનાં દનૈયા, પાનખરની ઋતુ, મે મહિનાનું તાપમાન, વૃક્ષોનાં ફળો, ખગોળ શાસ્ત્રનાં અનુમાન સહિત વિવિધ ૨૪ જેટલા પરિબળોનાં અભ્યાસનાં આધારે આગામી ચોમાસુ સારામાં સારૃં રહેશે. અને સૌરાષ્ટ્રમાં છેલ્લા દસ વર્ષનો સૌથી વધુ વરસાદ પડશે તેવું અનુમાન વ્યક્ત કર્યું હતું.
મોટા ભાગનાં અવલોકનકારોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, ચાલુ વર્ષે ૨૦૦૬ને મળતા લક્ષણો પ્રકૃતિમાં જોવા મળે છે. વર્ષ ૨૦૦૬માં ૫૦થી ૬૦ ઈંચ વરસાદ થયો હતો, તેથી આગામી ચોમાસામાં પણ સૌરાષ્ટ્રમાં ૫૦થી ૬૦ ઈંચ વરસાદ થાય તેવી સંભાવના છે. ચોમાસુ મોડે સુધી ચાલશે. અને નવેમ્બર માસમાં પણ માવઠુ થવાનું તારણ આપવામાં આવ્યું હતું.
ચૈત્રનું એક દનૈયું નબળું ગયું હોવાથી ૧૫ ઓગષ્ટથી સપ્ટેમ્બર સુધી વરસાદનો વિરામ રહેશે. અને બાદમાં પાછોતરો વરસાદ થશે. જૂલાઈ માસમાં અતિવૃષ્ટિ થાય તેવી ૩૦ ટકા અનુમાન કારોએ સંભાવના દર્શાવી હતી. ચોમાસાનાં ૪૦થી ૫૦ દિવસ રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-the-highest-estimate-in-the-coming-monsoon-rains-over-the-last-ten-years



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment