સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 26 May 2016

ગુજરાતમાં ઇબીસી અનામત નહીં ટકે પાટીદારો સહિત સવર્ણો નાખુશ - હરિયાણામાં જાટ સહિત છ સમુદાયને અનામત પર સ્ટે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં ઇબીસી અનામત નહીં ટકે પાટીદારો સહિત સવર્ણો નાખુશ

- હરિયાણા હાઇકોર્ટે સ્ટે આપતા ઇબીસી અનામત સામે પ્રશ્નાર્થ

- ભાજપ હાઇકમાન્ડ મુખ્યમંત્રી નહીં બદલે તો ફરી આંદોલનો શરૃ થશે

હરિયાણા કોર્ટનો ચુકાદો આવતાં ભાજપ માટે નવી મુસીબત
અમદાવાદ , ગુરૃવાર
હરિયાણાની ભાજપ સરકારે જાટ સહિત અન્ય સમુદાયના હિંસક આંદોલન બાદ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ૧૦ અનામતની જાહેરાત કરીને ઠંડા પાડી દીધાં હતાં. આ જોઇને ગુજરાતની ભાજપ સરકારે પણ પટેલોને રાજી કરવા અને આંદોલનકારીઓનું નાક દબાવવા માટે ઇબીસી અનામતની મોટાઉપાડે જાહેરાત કરી દીધી હતી.
 ખુદ આનંદીબેન પટેલને પણ એ વાતની જાણકારી છેકે, ઇબીસી અનામત કોઇપણ ભોગે કોર્ટમાં ટકી શકે તેમ નથી. દરમિયાન હરિયાણા હાઇકોર્ટે જાટ સમુદાયને આપેલી અનામત પર સ્ટે આપી દીધો હતો. ગુજરાત સરકારને અંદાજો ન હતો કે, કોર્ટનો ચુકાદો આટલો જલ્દી આવી જશે. જે રીતે ભાજપ સરકારે ઇબીસીના નામે પાટીદારો ભરમાવ્યાં તે જોતાં આગામી દિવસોમાં ફરી આંદોલનો થશે જેથી ભાજપ હાઇકમાન્ડે ગુજરાતમાં મુખ્યમંત્રીને બદલવા જ પડશે તેવી ચર્ચાએ જોર પકડયું છે.
ભાજપને એમ હતું કે, અનામતના મુદ્દે કોર્ટમાં મામલો જાય તેમ નથી જેથી દોઢેક વર્ષનો સમય પસાર થઇ જશે પણ ભાજપનો અંદાજ ખોટો પડયો છે. પાટીદારો તો ભાજપ સરકારે જાહેર કરેલી ઇબીસી અનામતને લોલીપોપ ગણાવી ચૂક્યાં છે ત્યારે હરિયાણા હાઇકોર્ટના નિર્ણયને લીધે તેઓ એ વાતનો સ્વિકાર કરી રહ્યાં છે કે, ગુજરાતમાં પણ આજે નહી તો કાલે ઇબીસી અનામતની આ જ દશા થવાની છે. આનંદીબેને ઇબીસીના મુદ્દ પાટીદાર સમાજની સહાનુભૂતિ મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું છે પણ બીજી તરફ આનંદીબેનના વિરોધી હવે આ મુદ્દે પાટીદારો-સવર્ણોને ઉશ્કેરીને ફરી ગુજરાતનો માહોલ બગાડવાના મૂડમાં છે પરિણામે ગુજરાત ભાજપની પ્રદેશ નેતાગીરી માંડ માહોલ ભાજપતરફી બનાવવામાં સફળ થાય છે ત્યાં એક નવી મુસિબત ઉભી થાય છે. આ કારણોસર ભાજપના નેતાઓ પણ અંદરખાને તો ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન ઇચ્છી રહ્યાં છે.
પાસના નેતા રેશમા પટેલે જણાવ્યું કે, ઇબીસી અનામત કોર્ટમાં ટકી શકે તેમ જ નથી કેમ કે, હરિયાણામાં તો ખટ્ટર સરકારે જાટ સમુદાય માટે જસ્ટીશ ગુપ્તા કમિશનના રિપોર્ટને આધાર બનાવ્યો હતો તેમ છતાંયે કોર્ટે ગેરબંધારણીય રીતે અનામત આપી શકાય નહીં તેવુ જણાવ્યું છે. ગુજરાત સરકારે તો કોઇ પણ સર્વે કર્યા વિના જ ઇબીસી અનામત જાહેર કરી દીધી છે એટલે પાટીદારોને મૂર્ખ બનાવવાની જ વાત છે.
પાટીદાર આંદોલનને કાબૂમાં લેવામાં નિષ્ફળ આનંદીબેન પટેલ આગામી વિધાનસભાની ચૂંટણીમાં જોખમી પુરવાર થઇ શકે છે તેવા રિપોર્ટને પગલે ભાજપ હાઇકમાન્ડે મુખ્યમંત્રી બદલવા તૈયારી કરી હતી પણ નરેન્દ્ર મોદીએ હાલપુરતી રાહત આપી છે પણ હરિયાણા હાઇકોર્ટના ચુકાદા બાદ પાટીદારો સહિત સર્વણ સમુદાયને એવુ થયું છેકે,માત્ર વોટબેન્ક ગણી આનંદીબેન પટેલ ઇબીસીના નામે મૂર્ખ બનાવે છે પરિણામે ફરી આંદોલનનો દોર જામશે. આંદોલનના નામે ગુજરાત ફરી અશાંત બને તે પહેલાં ગુજરાતની મુખ્યમંત્રી બદલવા પડે તેવી સ્થિતી સર્જાઇ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-patidar-andolan534

હરિયાણામાં જાટ સહિત છ સમુદાયને અનામત પર સ્ટે

- પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આપેલો વચગાળાનો આદેશ

૨૯ માર્ચે વિધાનસભામાં કાયદો પસાર કરી જાટો સહિત છ સમુદાયને અનામત અપાઇ હતી
જાટોએ અનામત મેળવવા હિંસક આંદોલન ચલાવ્યું હતું જેમાં અનેક લોકોનાં મોત થયા હતાં

(પીટીઆઇ)    ચંડીગઢ, તા. ૨૬
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આજે હરિયાણા સરકાર દ્વારા બનાવવામાં આવેલી નવી બેકવર્ડ કલાસિસ(સી) કેટેગરી હેઠળ જાટો અને અન્ય પાંચ સમુદાયોને અપાયેલી અનામત પર સ્ટે મૂકી દીધો છે. આ જ અનામત મેળવવા જાટોએ હરિયાણામાં ઉગ્ર આંદોલન ચલાવ્યું હતું જેમાં અનેક લોકોનાં મોત થયા હતાં.
હાઇકોર્ટે આ ચુકાદો હરિયાણા બેકવર્ડ કલાસિસ(રિઝર્વેશન ઇન સર્વિસિસ એન્ડ એડમિશન ઇન એજયુકેશનલ ઇન્સ્ટીટયૂટ્સ) એક્ટ, ૨૦૧૬ની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન આપ્યો હતો. આ કાયદાને ૨૯ માર્ચે હરિયાણા વિધાનસભામાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ એસ એસ સરોનની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે વચગાળાનો આદેશ જારી કર્યો હતો. આ કાયદાને ભિવાનીના મુરાલીલાલ ગુપ્તાએ પડકાર્યો હતો. તેમણે એક્ટના 'સી' બ્લોકને રદ કરવાની માગ કરી હતી જે નવી બનાવવામાં આવેલી બેકવર્ડ કલાસિસ(સી) કેટેગરી હેઠળ જાટ સમુદાયને અનામત આપે છે.
અરજકર્તાએ દલીલ કરી હતી કે ન્યાયમૂર્તિ કે સી ગુપ્તા પંચના અહેવાલને આધારે નવા કાયદા હેઠળ જાટોને અનામત આપવામાં આવી છે. કે સી ગુપ્તા પંચના અહેવાલને સુપ્રીમ કોર્ટ અગાઉ જ ફગાવી ચૂક્યું છે.
અરજકર્તાના વકીલે જણાવ્યું હતું કે ગુપ્તા પંચના રિપોર્ટને આધારે અનામત આપવી ન્યાયિક આદેશમાં સંશોધન સમાન છે જે વિધાનસભા કરી શકતી નથી. વકીલના જણાવ્યા મુજબ ફક્ત કોર્ટ જ આ મુદ્દે સંશોધન કરી શકે તેમ છે જે અંગે અગાઉ જ આદેશ આવી ગયો છે.
સુપ્રીમ કોર્ટે રામ સિંહ રામ સિંહ અને અન્ય વિરુદ્ધ બારત સરકારના કેસમાં જણાવ્યું હતું કે જાટો સામાજિક, શૈક્ષણિક અને રાજકીય રીતે પછાત નથી. હરિયાણા સરકારે જાટ ઉપરાંત જાટ શીખ, મુસ્લિમ જાટ, બિશ્નોઇ, રોર અને ત્યાગી સમુદાયને પણ અનામત આપી છે.
હરિયાણા સરકારના આ કાયદાને પડકારતી અરજી પ્રથમ હાઇકોર્ટના ન્યયામૂર્તિ મહેશ ગ્રોવરની અધ્યક્ષતા ધરામતી ખંડપીઠ પાસે આવી હતી. જો કે વિચાર કર્યા પછી બેન્ચે જણાવ્યું હતું કે આ અરજી અંગે પીઆઇએલ ખંડપીઠે વિચાર કરવો જોઇએ.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-haryana-jat-andolan5176



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment