સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 3 May 2016

અમરેલીમાં અમૂલ ગોલ્ડ દૂધનાં ત્રણ પાઉચમાં દૂધની નિકળી ઘટ - ઉત્તરાખંડની આગે જિમ કોર્બેટ નેશનલ પાર્કને પણ ભરડામાં લીધો - આનંદીબેન સરકારની કબૂલાતઃ પોલીસે પાટીદારો સામે ખોટા કેસ કર્યા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમરેલીમાં અમૂલ ગોલ્ડ દૂધનાં ત્રણ પાઉચમાં દૂધની નિકળી ઘટ

- તોલમાપ વિભાગનું ચેકિંગ

- પાઉચ પેકિંગ અમર ડેરીમાં થયાનું ખુલ્યું : તંત્ર દ્વારા રોજકામ, કાર્યવાહી

અમરેલી,તા.૩
અમરેલીમાં મોટી હવેલી પાસે આવેલી દુકાનમાં તોલમાપ વિભાગનાં સ્ટાફે ચેકિંગ કરતા અમૂલ ગોલ્ડ દૂધનાં ત્રણ પાઉચમાં દૂધની ઘટ જણાતા પાઉચ જપ્ત કરી રોજકામ કરવામાં આવ્યું હતું. અમૂલ ગોલ્ડ દૂધનું પાઉચ પેકિંગ અમરેલીની અમર ડેરીમાં થયાનું બહાર આવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત વિગત મૂજબ અમરેલીમાં રહેતા નરેશભાઈ અધ્યારૃએ મોટી હવેલી પાસે આવેલી કાશ્મીરા નામની દુકાનમાંથી અમૂલ ગોલ્ડ દૂધનાં ૫૦૦ એમ.એલ.નાં પાંચ પાઉચ ખરીદ કર્યા હતાં, ઘરે જઈ બે પાઉચ તોડતા દૂધ ઓછુ હોવાનું જણાતા બાકીનાં ત્રણ પાઉચ લઈ દુકાને પરત આવ્યા હતાં.
બાદમાં આ અંગે ધારાસભ્ય તથા પૂર્વ સાંસદને જાણ કરતા તેઓ અત્રે આવી તોલમાપ અધિકારીને બોલાવ્યા હતાં.
તોલમાપ અધિકારી વી.જે. તુલીનાં જણાવ્યા મૂજબ અમુલ ગોલ્ડ દૂધનાં ૫૦૦ એમ.એલ.નાં ત્રણ પાઉચ તોડી ચેક કરાતા એકમાંથી ૧૫૯ એમ.એલ. બીજામાંથી ૧૩૦ એમ.એલ. તથા ત્રીજા પાઉચમાંથી ૬૧ એમ.એલ. દૂધની ઘટ નિકળી હતી. આથી પાઉચ જપ્ત કરી. રોજકામ કરાયુ હતું. હવે, તોલમાપ દ્વારા અન્વયે કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.
અમૂલ ગોલ્ડ દૂધનું આ પાઉચ પેકિંગ અમરેલીની અમર ડેરીમાં થયાનું પેકિંગ ઉપરથી જણાયું હતું. પાઉચ પેકિંગમાં દુધમાં ઘટ માટે અમૂલ જવાબદાર છે કે અમર ડેરી તે હવે તપાસનો વિષય છે.

Source :- http://gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot-checking-of-weights-measures-department-in-amreli-amul-milk-decreased-in-three-out-of-the-pou

ઉત્તરાખંડની આગે જિમ કોર્બેટ નેશનલ પાર્કને પણ ભરડામાં લીધો

- જોકે, ૯૦ ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાનો કેન્દ્રનો દાવો

- ઉ.ભારતનું તાપમાન આગના કારણે ૦.૨ ડિગ્રી વધ્યું

ઉત્તરાખંડની આગ આગળ વધતાં હિમાલયના ગ્લેશિયરો વધુ પીગળશે તો ઉત્તરાખંડમાં પૂરનો ભય
(પીટીઆઈ)     દહેરાદૂન, તા.૩
ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગ પર હજુયે સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. નૈનિતાલના જંગલોની આગના જ્વાળાઓ જિમ કોર્બેટ નેશનલ પાર્ક સુધી પહોંચી ગઈ છે. અહીંનો ૧૯૮ એકર વિસ્તાર આગની લપેટમાં આવી ગયો છે. પર્યાવરણવિદે ઉત્તરાખંડની આગને ભારતના ઈતિહાસની સૌથી ખતરનાક અને લાંબા સમય સુધી ચાલેલી આગની ઘટના ગણાવી રહ્યા છે.
હાલ ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પોલીસ, લશ્કર અને એનડીઆરએફના કુલ ૧૧ હજાર જવાનો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટરની મદદથી પણ જંગલમાં સતત પાણીનો છંટકાવ કરાઈ રહ્યો છે.
નૈનિતાલના આર્યભટ્ટ ઈન્સ્ટિટયુટ ફોર ઓબ્ઝર્વેશનલ સાયન્સ અને જી.બી. પંત ઈન્સ્ટિટયુટ ઓફ હિમાલયન એન્વાયર્મેન્ટ એન્ડ ડેવલપમેન્ટનું કહેવું છે કે, આગના ધુમાડા અને રાખે ગ્લેશિયરોને ઘેરી લીધા છે. જો આ ગ્લેશિયર વધારે પીગળશે તો ઉત્તરાખંડની નદીઓમાં પાણી અચાનક વધી જવાનો ખતરો છે, જેના કારણે પૂર પણ આવી શકે છે. જંગલ આગથી પ્રદૂષણ પણ હવાઈ પ્રદૂષણ પણ ખાસ્સું વધી ગયું છે. હવામાન ખાતાના જણાવ્યાનુસાર, જંગલની આગના કારણે ઉત્તર ભારતનું તાપમાન ૦.૨ ડિગ્રી વધી ગયું છે.
ઉત્તરાખંડ જંગલ ખાતાના સૂત્રોના જણાવ્યાનુસાર, આગની જ્વાળાઓ આગળ વધી રહી છે પરંતુ ગઈકાલે કુલ ૪૦ સ્થળોએ આગ લાગી હતી, જેમાંથી અત્યારે ફક્ત ૨૬ સ્થળો જ આગની જ્વાળાઓમાં લપેટાયેલા છે.
આ ઉપરાંત આગળ વધી રહેલી આગ પર પણ ઝડપથી કાબૂ મેળવી લેવાશે એવી અમને આશા છે. હવે ૯૦ ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો છે.
આ દરમિયાન ઉત્તરાખંડના ચમોલીમાં જંગલની આગ બુઝાવવાના કામમાં વ્યસ્ત એક પોલીસ કર્મચારી કમોતે માર્યા ગયા છે. ચમોલી પોલીસના જણાવ્યાનુસાર, પોલીસ કોન્સ્ટેબલ પંકજ ચૌહાણ આગ બુઝાવવાના કામમાં મદદ કરી રહ્યા હતા ત્યારે પહાડ પરથી પથ્થરો પડતા તેઓ ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, આ આગમાં અત્યાર સુધી સાત લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national-fire-in-uttrakand8011

આનંદીબેન સરકારની કબૂલાતઃ પોલીસે પાટીદારો સામે ખોટા કેસ કર્યા

આનંદીબેન સરકારની કબૂલાતઃ પોલીસે પાટીદારો સામે ખોટા કેસ કર્યા
અમદાવાદઃ આજે હાઈકોર્ટમાં ગુજરાતની આનંદીબેન પટેલ સરકારે ગત 17મી એપ્રિલે જેલભરો આંદોલન પછી વિસનગરમાં પાટીદારો સામે થયેલા કેસમાં પાટીદારોને ખોટી રીતે સંડોવાયા હોવાનું કબૂલ્યું છે. આજે હાઈકોર્ટમાં વિસનગરમાં પોલીસે ખોટી રીતે પાટીદારોના છોકરાઓ સામે કરેલા કેસો અંગે સુનાવણી થઈ હતી. હાઈકોર્ટમાં સરકારે એફઆઇઆરમાં ખોટા નામ લેવાયો હોવાનો સ્વીકાર કર્યો છે. આ પછી હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો હતો કે, ખોટી રીતે નિર્દોષ લોકોને શા માટે હેરાન કરો છો? ત્રણ લોકો સામે પોલીસ તપાસ સામે હાઈકોર્ટે મનાઇ હુકમ આપ્યો છે.
17 અને 18 એપ્રિલે જેલભરો આંદોલન દરમિયાન વિસનગરમાં ટોળા સામે કરેલા કેસમાં પાટીદારોને ખોટી રીતે સંડોવીને તેમની સામે ખોટી રીતે ફરિયાદ કરી હોવાની હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જે લોકો રાજ્યમાં પણ હાજર નહોતા તેમના પણ નામ ઉમેર્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

Source :- http://abpasmita.abplive.in/ahmedabad/gujarat-government-accept-dummy-case-against-patidar-in-visnagar-43907



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment