સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 8 May 2016

ઉત્તર ગુજરાતના પાટીદારોમાં ફરી સળવળાટ, હિંમતનગરમાં એકતાયાત્રા - આજે અખાત્રીજ : સોનું ખરીદવા માટે શુભ દિવસ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ઉત્તર ગુજરાતના પાટીદારોમાં ફરી સળવળાટ, હિંમતનગરમાં એકતાયાત્રા

મહેસાણા: આર્થિક ધોરણે અનામતની રાજ્ય સરકારે કરેલી જાહેરાત પાટીદાર સમાજે સ્વીકારી નથી અને પોતાનું આંદોલન ચાલુ રહેશે એવું પાસ દ્વારા એલાન પણ કરી દેવાયું છે. આ પછી, ઉત્તર ગુજરાતના પાટીદારોમાં પુન: સળવળાટ શરૂ થયો છે. રવિવારે વિજાપુરમાં પાટીદારોની બેઠક મળી હતી અને વિવિધ નિર્ણયો લેવાયા હતા. વિસનગરના કાંસામાં ખાપ પંચાયત મોકૂફ રહી હતી તો સોમવારે હિંમતનગરમાં પાટીદાર એકતાયાત્રાને લઈને વહીવટી તંત્રએ સાબરકાંઠામાં મોબાઈલ નેટ પર પ્રતિબંધ મુકી દીધો છે. આમ, ઉત્તર ગુજરાતમાંથી ફરી આંદોલનને વેગ આપવાના પ્રયાસ શરૂ થયા છે, પણ આ વખતે કોઈ ચોક્કસ જાણીતા આગેવાનનો ચહેરો ન હોવાથી જિલ્લાઓમાં પોતપોતાની રીતે પાટીદારો મથી રહ્યા છે.

હિંમતનગરમાં આજે એકતા યાત્રા, મોબાઇલ નેટ બંધ

સાબરકાંઠા પાસ દ્વારા સોમવારે હિંમતનગરમાં પાટીદાર એકતા યાત્રાનું આયોજન કરાયું છે. ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને રવિવારે આખરી ઓપ અપાયો હતો. શહેરમાં જિલ્લાભરની પોલીસની ફોજ ઉતારી દેવાઇ છે. રેલી સવારે 10 વાગે મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડીથી નીકળી સહકારી જીન ચાર રસ્તા, પોલીટેકનીક ચાર રસ્તા થઇ જૂની જિલ્લા પંચાયતથી ટાવર સર્કલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરશે. ત્યાંથી રેલી ઓવરબ્રીજ થઇ મહાવીરનગર ચાર રસ્તા, પેલેસ રોડ થઇ હરસિધ્ધ સોસાયટીના નાકે સમાપ્ત થશે.

શિક્ષણ અંગે જાગૃતિ લાવવા સહિત હકો અને તકો સમાજનો અધિકાર છે

રેલી દરમિયાન 150થી વધુ સ્વયંસેવકો રહેશે. સાંજે 4 વાગ્યે મહાવીર નગરમાં આવેલ સી.કે.પટેલ ઉમિયાવાડી ખાતે સભાના રૂપમાં ફેરવાશે. જેમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા મહિલા સશકિતકરણ, સ્ત્રી ભ્રૃણ હત્યા, બેટી બચાવો, બેટી પઢાવો તથા શિક્ષણ અંગે જાગૃતિ લાવવા સહિત હકો અને તકો સમાજનો અધિકાર છે તે અંતર્ગત માર્ગદર્શન આપશે. જેમાં વિવિધ ટેબ્લો પણ રજૂ કરાશે. બીજી તરફ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તૈયારીઓ કરી દેવાઇ છે. જેથી રવિવારે રાતથી જ હિંમતનગર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

રવિવારથી જ પોલીસને બંદોબસ્ત માટે તહેનાત કરી દેવાયા

સહકારી જીનથી ટાવર ચોક સહિતના વિસ્તારોમાં રવિવારથી જ પોલીસને બંદોબસ્ત માટે તહેનાત કરી દેવાયા છે. ઉપરાંત રવિવારે સાંજે પોલીસ દ્વારા ફલેગમાર્ચ કરાઇ હતી. દરમિયાન, વહીવટી તંત્ર દ્વારા રવિવાર સવારે 8 વાગ્યાથી જ મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. જે મંગળવાર સવારે 7 વાગ્યા સુધી  બંધ રહેશે. ત્યારબાદ પૂર્વવત થશે. નેટ સેવા બંધ હોવાને કારણે ઇન્ટરનેટના માધ્યમથી કામ કરનારા તથા મોબાઇલ ધારકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી હતી.
વિજાપુરમાં બેઠક મળી: યુવા સંમેલન, બાઈક રેલી યોજાશે

વિજાપુર: વિજાપુરમાં રવિવારે રાત્રે 27 કડવા પાટીદાર સમાજની વાડીમાં પાસના ઉપક્રમે પાટીદારોની બેઠક યોજાઈ હતી. જેમાં 200થી વધુ પાટીદારોની ઉપસ્થિતમાં ઈબીસીનો વિરોધ કરવાની રણનીતિ નક્કી કરાઈ હતી. આગામી સમયમાં યુવા સંમેલન યોજીને તેમજ બાઈક રેલી કાઢવાનો નિર્ણય કરાયો હતો. પાટીદારો સહિત સવર્ણોને શિક્ષણ તેમજ નોકરીઓમાં 10 ટકા ઈબીસી આપવાની જાહેરાત સરકાર દ્વારા કરાઈ છે ત્યારે તેને સ્વીકારવામાં પાટીદારો અસમંજસમાં હોય તેમ તેને લોલીપોપ ગણાવી વિરોધ કરી રહ્યા છે.

10 ટકા ઈબીસી અનામતને છેતરામણી લોલીપોપ ગણાવી

રવિવારે વિજાપુરમાં 27 કડવા પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલી બેઠકમાં તાલુકાના 200થી વધુ પાટીદાર આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં વિજાપુર તાલુકા પાસના કન્વીનર દિપક પટેલ, અભિષેક પટેલ સહિત પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા આગેવાનોએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી 10 ટકા ઈબીસી અનામતને છેતરામણી લોલીપોપ ગણાવી હતી. આ બેઠકમાં ચર્ચાવિચારણા કરીને પાટીદાર અનામત આંદોલનની આગામી રણનિતી નક્કી કરાઈ હતી. જેમાં તાલુકામાં ગામેગામ 10 ટકા ઈબીસી અનામતને લોલીપોપ હોવાની જાણકારી આપતા બેનરો લગાવવા, આ અંગે સમાજમાં જાગૃતિ લાવવા પાટીદાર સમાજની બાઈક રેલી તથા યુવા સંમેલન યોજીને ઈબીસી અનામતનો વિરોધ કરવાનો નિર્ણય કરાયો હતો. 
 
કાંસામાં પોલીસ સાથે ઘર્ષણ ટાળવા ખાપ પંચાયત મોકૂફ

વિસનગર: વિસનગર તાલુકાના કાંસા ગામે અંબાજી માતાના મંદિરે રવિવારે પાટીદાર સમાજ દ્વારા અનામત સહિત સમાજના અન્ય મુદ્દાઓ માટે ખાપ પંચાયત યોજવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ આ અંગે પરમીશન લેવાઇ ન હોવાથી ગામમાં રવિવારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઉતરી પડ્યો હતો અને પોલીસે પરમીશન ન હોવાથી બેઠક ન કરવા હાજર પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. આથી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવું ન પડે તે માટે ખાપ પંચાયત કાર્યક્રમ મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ હતી. 

રાજકીય દબાણથી પોલીસ ઉતારાઇ : પાટીદારો

આ અંગે પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કાંસા ગામે પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ અલગ અલગ ગામના સરપંચો ભેગા થવાના હતા. જે અંગે પોલીસ સ્ટેશનમાં મંજૂરી માગવામાં આવી હતી, પરંંતુ વહેલી સવારે ગામમાં રાજકીય દબાણને લઇ પોલીસ કાફલો ઉતારી દેવાયો હતો. જ્યાં પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે રોડ ઉપર સૂત્રોચ્ચાર કરી કાર્યક્રમ કર્યો હતો અને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે લડત ચલાવાશે.

Source :- http://www.divyabhaskar.co.in/news-ht/UGUJ-MEH-OMC-mehsana-north-gujarat-patidars-again-wriggle-himmatnagar-ekta-yatra-5319326-PHO.html

આજે અખાત્રીજ : સોનું ખરીદવા માટે શુભ દિવસ

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી ઘરાકી મંદી પડી ગઇ છે. આજે અખાત્રીજ સોનું ખરીદવા માટે શુભ દિવસ છે. લોકો આમ પણ સોનું ખરીદવા માટે અખાત્રીજ જેવા શુભ મુહૂર્તની રાહ જોતા હોય છે. આ બાજુ સોનું વેચનારા પણ હવે મીટ માંડીને બેઠા છે કે આજે તમને લાભ થશે. છેલ્લા કેટલાય સમયથી હડતાળના કારણે સોનાના વેપારીઓએ સારૂ એવુ નુક્સાન વેઠ્યું છે.

 શહેરના જ્વેલર્સને આશા છે કે, શુભ દિવસે સોનાની ખરીદી કરવા માટે લોકો બહાર આવશે. આજે અખાત્રીજનો શુભ દિવસ હોવાથી કેટલાક લોકો રવિવારે સોનાના દાગીનાનું બુકીંગ કરાવવા માટે શોરૂમોમાં પહોચ્યા હતા. શહેરના નવરંગપુરા,આશ્રમ રોડ,સેટેલાઇટ જેવા વિસ્તારોમાં જવેલર્સના મોટા શોરૂમ રવિવારે ખુલ્લા રહ્યા હતા. શોરૂમના માલિકોને આશા છે કે, ખરીદી કરવા માટે લોકો બહાર

Source :-http://sandesh.com/article.aspx?newsid=3257812



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: