સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 4 May 2016

IRCTCની વેબસાઈટ હેક, લાખો યુઝરનો ડેટા ચોરી થયાની આશંકા - અમદાવાદ સહિત રાજ્ય થયું ધૂળ-ધૂળ : છેક રાજસ્થાનથી આવી ધૂળની ડમરીઓ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

IRCTCની વેબસાઈટ હેક, લાખો યુઝરનો ડેટા ચોરી થયાની આશંકા

મુંબઈઃ આઈઆરસીટીસીની વેબસાઈટ હેક થઈ ગઈ છે. જેના કારણે કરોડો ગ્રાહકોના વ્યક્તિગત ડેટા ચોરી થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. વેબસાઈટ હેક થવાને કારણે સુરક્ષા અને પ્રાઈવેસી ભંગ થવાનો પણ. ડર છે

ચોરી કરાયેલો ડેટા વેચવામાં આવી શકે છે  

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (આઈઆરસીટીસી) ભારતની સૌથી મોટી -કોમર્સ વેબસાઈટ છે અને અહીં દરરોજ લાખોની લેવડ દેવડ થાય છે. એટલું નહીં તેનો ડેટા પણ ઘણો મહત્ત્વપૂર્ણ અને સિક્રેટ પણ છે કારણ કે લાખો લોકો રિઝર્વેશન કરાવતા સમયે પોતાના પૂરાવા આપવા માટે પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ નંબર વગેરેની જાણકારી ફીડ કરતા હોય છે. અંગે રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ચોરી કરવામાં આવેલ ડેટાનો દુરુપયોગ પણ થઈ શકે છે, કોઈ તેના દ્વારા નકલી ડોક્યુમેન્ટ્સ બનાવી શકે છે

આઈઆરસીટીસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ડેટા ઘણો કિંમતી છે જેને કોર્પોરેશન્સને વેચવામાં આવી શકે છે અને તેઓ તેનાથી લોકોને ટાર્ગેટ કરી શકે છે. આઈઆરસીટીસીના અધિકારીઓએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર સરકારને એલર્ટ કરી દેવામાં આવી છે.

Read more at

Source :- http://money.divyabhaskar.co.in/news-ht/BIZ-INDU-ECOM-irctc-website-hacked-personal-date-of-customers-feared-stolen-5316384-NOR.html

અમદાવાદ સહિત રાજ્ય થયું ધૂળ-ધૂળ : છેક રાજસ્થાનથી આવી ધૂળની ડમરીઓ

અમદાવાદઃ વહેલી સવારથી અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અનેક સ્થળોએ ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડસ્ટ સ્ટ્રોમની અસરને પગલે રાજસ્થાનની ધૂળની ડમરીઓ ગુજરાત પહોંચી હોવાથી આ પ્રકારનું વાતાવરણ થઈ ગયું છે. 
 
વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલી
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ અગાઉ રાજસ્થાનમાં ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. રાજસ્થાનથી આવતા પવનોને લીધે ગુજરાત બાજુ પણ ધૂળના રજકણો ઉડવા લાગ્યા છે. રાજસ્થાનથી પવન ગુજરાત તરફ હોવાથી હાલ આ ડસ્ટ સ્ટ્રોમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. પવનોની દીશા બદલાશે એટલે ડસ્ટ સ્ટ્રોમ આપોઆપ જતું રહેશે. આને પ્રિ-મોનસુન એક્ટિવિટી પણ કહીં શકાય છે. ધૂળીયા વાતાવરણને પગલે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે, જેને પગલે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ શ્વાસની તકલીફ વાળા લોકોને પણ અસર થઈ રહી છે.


વસ્ત્રાલ સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ
 
મોડી રાત્રે અમદાવાદમાં મોડી રાતે વાતાવરણમાં પલટો આવ્યો હતો, વસ્ત્રાલ સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. દિવસ દરમિયાન વાદળાછાયા વાતાવરણ વચ્ચે ભારે બફારાનો લોકોને અહેસાસ થયો હતો. દરમિયાન મોડી રાતે વરસાદી ઝાપટાના કારણે ધાબા પર ગાઢ નિદ્રામાંથી લોકો જાગી ગયા હતાં.
 
 
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના પવન શરૂ થયા છે. જેના કારણે વાતાવરણમાં ભેજ વધવાની સાથે આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યા હતા. દિવસ દરમિયાન લોકોને આકરા તાપથી રાહત મળી હતી જો કે તાપમાનનો પારો ગગડવાની સાથે બફારો વધી ગયો હતો. દરમિયાન મોડી રાતે રખિયાલ, બાપુનગર, નોબલનગર સહિત પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તો કેટલાક સ્થળોએ અમીછાંટણા થયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. લોકોને ગરમીમાં રાહત મળી હતી અને ઠંડકનો અહેસાસ થયો હતો.

Source :-http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-AHM-c-69-1286268-NOR.html



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment