સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 2 June 2016

સર્વિસ ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પ્રજાને પડયાં પર પાટું અમૂલ દૂધમાં લિટરે બે રૃા.નો ધરખમ વધારો - ચોમાસું સારું રહેવા આગાહી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

અમૂલ દૂધમાં લિટરે બે રૃા.નો ધરખમ વધારો

- સર્વિસ ટેક્સ, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા બાદ પ્રજાને પડયાં પર પાટું

પશુપાલકોને કિલોદીઠ ફેટના અપાતા ભાવમાં અમૂલ રૃપિયા ૨૦થી ૪૦નો વધારો કરવા તૈયાર : ગાંધીનગર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં શનિવારથી ભાવનો વધારો અમલમાં
(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,ગુરૃવાર
'અમૂલ' દૂધની દરેક કેટેગરીના લિટરદીઠ ભાવમાં રૃપિયા બેનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ પશુપાલકોને પણ આપવામાં આવતા દૂધના કિલોફેટના હાલના રૃા. ૫૮૦થી ૬૮૦ના ભાવમાં રૃા. ૨૦થી ૪૦નો વધારો કરી આપવાની જાહેરાત કરી છે.
ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ હોવાથી ખેડૂતોને રાહત મળી રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે ઘાસચારા અને પશુદાણની કિંમતમાં અંદાજે ૨૦ ટકાનો વધારો થયો છે. તેમ જ ફુગાવાનો દર પણ ૧૨ ટકા વધ્યો છે. તેની સામે દૂધના ભાવમાં માત્ર ચાર ટકાનો જ વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યારે ખેડૂતોને કિલોફેટના જે ભાવ આપવામાં આવે છે તેમાં ૬.૧ ફેટવાળા અમૂલ ગોલ્ડના લિટરદીઠ અંદાજે રૃા. ૩૮નો ભાવ મળી રહે છે. તદુપરાંત તેમને વર્ષને અંતે આપવામાં આવતા ભાવફેરના લિટરદીઠ રૃા. ૨થી ૩ મળી રહે છે. ગાયના દૂધના ઉત્પાદકોને લિટરદીઠ રૃા. ૩૧થી ૩૨ના ભાવ મળી રહે છે.ગુજરાતમાંથી રોજના ૧.૬૫ કરોડ લિટર દૂધનું કલેક્શન કરવામાં આવે છે. તેમાંથી ૧.૧૫ કરોડ લિટર દૂધ તરીકે વેચાય છે. તેમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને નાગપુર સહિત દેશના જુદા જુદા વિસ્તારોમાં જતાં દૂધનો પણ સમાવેશ થાય છે. શનિવારથી અમલમાં આવી રહેલો દૂધના ભાવનો વધારો અમદાવાદ, ગાંધીનગર અને સૌરાષ્ટ્રના વિસ્તારને લાગુ પડશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની ડેરીઓ આગામી દિવસોમાં તેમના આયોજન મુજબ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેશે. આ અગાઉ ગયા વર્ષે મે મહિનામાં ગુજરાતમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

પશુપાલકોને અપાતા દૂધના ભાવ ઘણા જ નીચા હોવાથી અસંતોષ
(પ્રતિનિધિ તરફથી)   અમદાવાદ,ગુરૃવાર
અપવાદરૃપ પાંચ ટકા પશુપાલકો સિવાય બધાંના દૂધ ૬ ફેટના ભેંસના દૂધના રૃા. ૩૪.૪૯ અને ગાયના ૪.૫ ફેટના દૂધના રૃા. ૨૭.૨૭ મળે છે. તેની સામે અમૂલ ગ્રાહકો પાસેથી ખાસ્સા ઊંચા ભાવ લે છે. પશુપાલકોને તો વર્ષને અંતે ભાવફેરમાં પણ બહુ મોટી આવક થતી નથી, એમ રામપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ રમેશ ચૌધરીનું કહેવું છે. તેમનું કહેવું છે કે ૯૦ ટકા પશુપાલકોનેે જે ભાવ મળે છે તેનાથી ૧૩થી ૧૫ રૃપિયા ઊંચા ભાવે ગ્રાહકોને દૂધ આપવામાં આવે છે. આ સંજોગોમાં અમૂલનું માર્જિન ઊંચું રહે છે. તેથી પશુપાલકોને અપેક્ષા કરતાં ઓછું મળે છે. આમ પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે.

દૂધના લિટરદીઠ જૂના અને નવા ભાવ
દૂધની બ્રાન્ડ
જૂના ભાવ
નવા ભાવ
અમૂલ ગોલ્ડ
૪૮.૦૦
૫૦.૦૦
અમૂલ શક્તિ
૪૪.૦૦
૪૬.૦૦
અમૂલ ટી સ્પિશિયલ
૪૪.૦૦
૪૬.૦૦
અમૂલ ગાયનું દૂધ
૪૦.૦૦
૪૨.૦૦
અમૂલ તાઝા
૩૬.૦૦
૩૮.૦૦
અમૂલ સ્લિમ
૩૪.૦૦
૩૬.૦૦


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-amul-milk-per-liter-rise-in-the-two

ઉ. ભારતમાં તાપમાન ઊંચુ જતાં ગરમી વધી : ચોમાસું સારું રહેવા આગાહી

- જુલાઈથી ઓગસ્ટ દરમિયાન લાંબા ગાળાની સરેરાશના ૧૦૪થી ૧૦૭ ટકા વરસાદ થવાની શક્યતા

(પી.ટી.આઇ.)    નવી દિલ્હી, તા. ૨
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો જતા ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું હતું. રાજ્યકક્ષાના શ્રીગંગાનગરમાં સૌથી વધુ ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરમિયાન હવામાન ખાતાએ ચાલુ વર્ષ દેશમાં ચોમાસું સારું રહેવાની આગાહી કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ઉત્તર પૂર્વ સિવાયના વિસ્તારોમાં વરસાદ સામાન્ય કરતા વધુ રહેશે. જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન સામાન્ય સેશન કર્સ કરતા ૧૦૪થી ૧૦૭ ટકા વરસાદ થયો હતો.
ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધુ હતું, રાજસ્થાનના ચુરૃમાં ૪૪.૮, ફલોદીમાં ૪૪, કોટામાં ૪૩.૬, જયપુરમાં ૪૨, બિકાનેરમાં ૪૨.૨ અને બાડમેરમાં ૪૨.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું
ઓડિશાના ભવાનીપટનામાં ૪૪ ડિગ્રી, તિતલાગઢમાં ૪૩.૫, સાંબલપુરમાં ૪૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પાટનગર દિલ્હીમાં પણ તાપમાનનો પારો સામાન્ય કરતા બે ડિગ્રી વધુ ૪૨.૩ ડિગ્રી નોધાયો હતો.Qપંજાબ અને હરિયાણામાં પણ ગરમીનું તીવ્ર મોજું ફરી વળ્યું હતું. હિસ્સારમાં ૪૩, લુધિયાણામાં ૪૨.૬, અંબાલામાં ૪૨.૩, પતિયાલામાં ૪૨ અને અમૃતસરમાં ૪૦.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉત્તર પ્રદેશમાં છૂટછવાયો વરસાદ થયો હતો તેમ છતાં તાપમાનનો પારો ઉંચો રહતા ગરમી યથાવત્ રહી હતી. બાંદામાં ૪૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
પશ્ચિમ બંગાળમાં ગરમીનું પ્રમાણ ઘટતાં વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. કોલકાતા મહત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન ખાતાએ લાંબા ગાળાની બીજી આગાહી પ્રસિદ્ધ કરતાં જણાવ્યું હતું કે, દેશમાં લાંબાગાળાની સરેરાશના ૧૦૬ ટકા વરસાદ થશે. દેશમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થાય તેવી શક્યતા નહીવત છે.
કેરળમાં થયેલા વરસાદને પૂર્વ ચોમાસુ ગણાવી તેમણે કહ્યું હતું કે, કેરળમાં આગામી ૪થી ૫ દિવસમાં નૈઋત્યનું ચોમાસું શરૃ થશે. કેરલમાં ચોમાસુ શરૃ થયા પછી ઝડપથી પ્રગતિ કરશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-good-to-predict-monsoon



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment