સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 10 June 2016

ગુજરાતમાં શિક્ષકો વગર સ્કૂલો ચલાવવાનો નવો અભિગમ...!! - પાકિસ્તાન તેની ધરતી પરથી ભારત પર આતંકી હુમલા બંધ કરે : અમેરિકા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

ગુજરાતમાં શિક્ષકો વગર સ્કૂલો ચલાવવાનો નવો અભિગમ...!!

- નિવૃત્ત થતા શિક્ષકોની જગ્યાએ નવા શિક્ષકો જ અપાતા નથી

ધો. ૮ પાસ કરનારા ગામડાઓની શાળાના અનેક બાળકોને લખતા પણ નથી આવડતું સરકારની સૂચના મુજબ પરિણામ ઊંચુ બતાવવા બધાને પાસ કરી દેવાય છે
અમદાવાદ, શુક્રવાર
સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર સુધરે તેવા હેતુથી કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. જેમાં કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવે છે. તેમજ હજારો માનવ કલાકો વેડફવામાં આવે છે. આમ છતાં સ્થિતિમાં કોઈ જ સુધારો થઈ શકતો નથી. જેની પાછળનું મુખ્ય કારણ એવું છે કે ગુજરાતની તમામ શાળાઓમાં ૧૦ ટકાથી માંડી ૪૦ ટકા સુધી શિક્ષકોની ઘટ છે. સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી અને શિક્ષકોની સંખ્યા ઓછી હોવાથી 'ગુણવત્તા'ની અપેક્ષા ક્યાંથી રાખી શકાય? 'ખાટલે મોટી ખોડ'ને દૂર કરવાને બદલે સરકાર મહોત્સવ-મેળાવડાઓ ચાલુ રાખતી હોવાથી સ્થિતિ વધુ કફોડી બની છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શાસનની ધૂરા સંભાળ્યા બાદ 'કરકસર'ના ભાગરૃપે તમામ વિભાગોમાં ભરતી લગભગ બંધ થઈ ગઈ છે. આનંદીબહેને શાસનની ધૂરા સંભાળ્યા પછી પણ આ નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. અન્ય વિભાગોની જેમ એજ્યુકેશન ખાતામાં તેમજ શાળાઓમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ-અધિકારીઓની ઘટ વધતી ગઈ છે તેમાં પણ શાળાઓમાં દર વર્ષે હજારો શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે જેની સામે ભરતી થતી નથી.
સૌથી વધુ કફોડી સ્થિતિ ગ્રામ્ય વિસ્તારની સ્કુલોની છે. અહીંની શાળાઓમાં ૩૦ થી ૪૦ ટકા અને ઘણી શાળાઓમાં તો ૫૦ ટકા શિક્ષકો નથી. રીટાયર્ડ થયેલા શિક્ષકોને બદલે ફાજલ શિક્ષકો પણ મળતા નથી. શાળાનાં આાચર્ય દ્વારા DEO-DPO સમક્ષ શિક્ષકોની માંગણી કરવામાં આવે છે છતાં શિક્ષકો અપાતા નથી. જેને કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે. પાસીંગના મોટાં આંકડા દર્શાવવા માટે સરકારની સૂચના મુજબ તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવે છે. જેથી ધો. ૯માં પ્રવેશ મેળવનારા અનેક વિદ્યાર્થીઓને પૂરતું લખતા ન આવડતું હોય એવા કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે.
શાળાના આચાર્યો અને શિક્ષકો ઈચ્છે છે કે સરકારે પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો બંધ કરીને પહેલા તો શિક્ષકોની ભરતી કરી દેવી જોઈએ. આવા કાર્યક્રમોને કારણે વિદ્યાર્થીઓનો સમય અને સરકારના નાણાનો બગાડ થઈ રહ્યો છે.

સરકારી પ્રાથમિક શાળાઓમાં બે લાખ, ગ્રાન્ટેડ મા.શાળાઓમાં ૬૦ હજાર શિક્ષકોની જગ્યા છે
અમદાવાદ, શુક્રવાર
ગુજરાતમાં ૩૩૭૦૦ સરકારી પ્રાથમિક શાળાઓ છે જેમાં બે લાખ શિક્ષકો છે. જ્યારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની સંખ્યા ૬૦૦૦ની આસપાસ છે અને લગભગ ૬૦ થી ૭૦ હજાર શિક્ષકો છે પરંતુ ૨૦૦૧ના વર્ષ બાદ સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને મંજૂરી આપવાનું વધી ગયા બાદથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની હાલત કફોડી બની છે.

શિક્ષણમંત્રી-અધિકારીઓને શિક્ષણના પ્રશ્નો-સમસ્યા માટે સમય જ નથી
ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં એવી અનેક સરકારી શાળાઓ છે કે જેમાં ધો.૯, ૧૦ અને ૧૧માં શિક્ષકો નિવૃત્ત થયા પછી નવા શિક્ષકોની ભરતી કરાતી નથી કે ફાજલ શિક્ષકો અપાતા નથી. સરકારી સ્કૂલો માટે શિક્ષકોની માંગણી કરે તો તેની ફાઈલો ક્લિયર કરવામાં અધિકારીઓ કે મંત્રીઓને સમય જ નથી. સરકારી કચેરીમાં કોઈને પૂછવામાં આવે તો બધા પ્રવેશોત્સવમાં વ્યસ્ત હોવાનું જણાવે છે. છઠ્ઠી જૂને સ્કૂલો ચાલુ થયા પછી કેટલીયે શાળાઓમાં પ્રવાસી શિક્ષકોનાં એલોટમેન્ટની મંજૂરી પણ અપાતી નથી. કેટલાંક સ્કૂલોની પરિસ્થિતિ એવી હોય કે ધો.૧૧માંમાં શિક્ષકો જ ન હોય અને ધો.૧૨માં હોય !!! અંગ્રેજીમાં શિક્ષકોએ ગણિત અને ગણિત-વિજ્ઞાાનનાં શિક્ષકોએ ઇતિહાસ ભણાવવો પડે છે. શિક્ષણ મંત્રી કે ઉચ્ચ અધિકારીઓને ખબર જ નથી, કારણ કે તેમના સંતાનો ખાનગી શાળામાં જ ભણતા હોય છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-no-teacher-in-school

પાકિસ્તાન તેની ધરતી પરથી ભારત પર આતંકી હુમલા બંધ કરે : અમેરિકા

- યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ક ટોનરે નિવેદન જારી કર્યું

- અમેરિકાની પાકિસ્તાનને સ્પષ્ટ વાત

યુએસ કોંગ્રેસમાં વડાપ્રધાન મોદીના સંબોધન પછી અમેરિકાની પાકિસ્તાનને સ્પષ્ટ વાત
(પીટીઆઈ)                   વોશિંગ્ટન, તા.૧૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસ કોંગ્રેસને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, ભારતની પાડોશમાં આતંકવાદીઓ ઊછરી રહ્યા છે. આ નિવેદન પછી અમેરિકાએ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, પાકિસ્તાનની ધરતી પરથી ભારત પર આતંકવાદી હુમલાના આયોજન ના થવા જોઈએ. એટલું જ નહીં, પાકિસ્તાનમાં ધમધમી રહેલા આતંકવાદીઓના અડ્ડાઓને પણ ઝડપથી સફાયો કરો.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા માર્ક ટોનરે કહ્યું હતું કે, ભારત સાથે સંબંધ સુધારવા અમેરિકાએ લીધેલા અનેક પગલાં પૈકીનું આ એક પગલું છે. અમે માનીએ છીએ કે, ભારત અને પાકિસ્તાન ખરા અર્થમાં એકબીજાને સહકાર આપવા માગીએ છીએ. આ ઉપરાંત તણાવ ઘટાડવા માટે અમે એકબીજા સાથે સીધા સંવાદ કરવાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે.
ટોનરે કહ્યું હતું કે, અમને લાગે છે કે અત્યારે ભારત વિરોધી અનેક આતંકવાદી જૂથો પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યા છે. અમે પાકિસ્તાનને પણ કાઉન્ટર ટેરરિઝમ ઓપરેશનમાં સહકાર આપી રહ્યા છીએ. ભારત અને અમેરિકાની દ્વિપક્ષીય વાતચીતમાં પાકિસ્તાન પણ એક મુદ્દો હતો. બે દેશ વચ્ચે એકબીજાની સુરક્ષાને લઈને રચનાત્મક સંબંધો હોવા જોઈએ. પછી તે ભારત હોય, પાકિસ્તાન હોય કે પછી અફઘાનિસ્તાન.
યુએસ કોંગ્રેસના ભાષણમાં મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ ભારતની સરહદોથી લઈને આફ્રિકા સુધી એક જુદા નામે આતંકવાદ ચાલી રહ્યો છે. લશ્કર એ તોઇબાથી તાલીબાન અને ઈસ્લામિક સ્ટેટ જેવા બધા જ આતંકવાદી સંગઠનોના નામ જુદા છે પણ તેમના વિચારો એકસરખા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international-pakistan-to-stop-terrorist-attacks-us



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment