સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday, 19 June 2016

૨૧મીએ યોગ દિવસે વડાપ્રધાન અને ૫૭ પ્રધાનોના દેશભરમાં કાર્યક્રમો - છત્તીસગઢ સરકારે ખેડૂતોને વીમા વળતર પેટે રૂ. પાંચ આપ્યા!

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

૨૧મીએ યોગ દિવસે વડાપ્રધાન અને ૫૭ પ્રધાનોના દેશભરમાં કાર્યક્રમો

- ૪૦ જેવા મુસ્લિમ દેશો પણ ઉજવણીમાં જોડાશે

વડાપ્રધાન મોદી ચંડીગઢમાં, રાજનાથ લખનઉ, જેટલી મુંબઈ અને નડ્ડા અમદાવાદમાં યોગ કરશે
(પી.ટી.આઈ.)    નવી દિલ્હી, તા. ૧૯
૨૧મીએ ઉજવાનારા આંતરરાષ્ટ્રીય યોગદિનની વિશ્વમાં તડામાર તૈયારી થઈ રહી છે તો દેશમાં પણ પ્રધાનો દેશભરમાં કાર્યક્રમોની આગેવાન લેવા માટે પથરાઈ જશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંડિગઢમાં યોજાનારા કાર્યક્રમની આગેવાની લેશે.
સંયુક્ત રાષ્ટ્રે ૨૧ જૂન ૨૦૧૪ના રોજ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો ત્યારથી વિશ્વભરમાં આ દિવસે યોગ કરવામાં આવે છે અને તેના જાહેર કાર્યક્રમો યોજાય છે. ૪૦ મુસ્લિમ રાષ્ટ્રો સહિત કુલ ૧૯૦ દેશોએ યોગને આરોગ્યના માધ્યમ તરીકે સ્વિકાર્યો છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપથ ખાતે ૨૧૦૦૦ લોકો સાથે યોગ કર્યો હતો.
આ વર્ષે વડાપ્રધાન ચંડિગઢ ખાતે પ્રધાનમંડળ અને સચિવાલય કર્મિઓ અને હજારો લોકો સાથે યોગ કરશે તો રાજનાથસિંહ લખનઉ અને જેટલી મુંબઈમાં યોગના કાર્યક્રમની આગેવાની લેશે. આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા અમદાવાદના યોગના કાર્યક્રમમાં ભાગ લેવાના છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-november-21-nationwide-programs-on-yoga

છત્તીસગઢ સરકારે ખેડૂતોને વીમા વળતર પેટે રૂ. પાંચ આપ્યા!

- મોસમ આધારીત પાક વીમા યોજના હેઠળ સરકારનું પરાક્રમ

- રાજ્યના દસ લાખ ખેડૂતોએ કૃષિ વીમો લીધો હતો

વીમા કંપનીઓએ પ્રિમિયના નામે સરકાર પાસેથી ૩૩૫ કરોડ ઉઘરાવી લીધા!
રાયપુર, તા.૧૯
છત્તિશગઢ સરકારે હજારો ખેડૂતોને કૃષિ વીમાના વળતર પેટે રૃપિયા પાંચ અને કોઈક કિસ્સામાં રૃપિયા પચ્ચીસની રકમ જાહેર કરી છે. સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ના મૌસમ આધારીત કૃષિ વીમાનું કામ-કાજ સાત ખાનગી કંપનીઓને આપ્યુ હતું. આ કંપનીઓ ખેડૂતોનું નુકસાન ગણીને વીમાના વળતર રૃપે રૃપિયા ૫થી ૨૫ જાહેર કર્યા છે. પરિણામે રાજ્યના ખેડૂતો ભડકી ઉઠયા છે.
સરકારના પ્રયાસોથી રાજ્યના દસેક લાખ ખેડૂતોએ વીમો લીધો હતો. ખાનગી કંપનનીઓએ સરકાર પાસેથી વીમા પ્રિમિયમ પેટે ૩૩૫ કરોડ રૃપિયા લઈ લીધા છે. તેની સામે ખેડૂતોને પાંચ કે પચ્ચીસ રૃપિયાનું પ્રિમિયમ જાહેર કર્યું છે. જો દસેય લાખ ખેડૂતોને ૨૫-૨૫ રૃપિયા આપે તો પણ રકમ અઢી કરોડથી વધુ ન થાય. જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે ૩૪૨૯ ખેડૂતોને વળતર તરીકે પચ્ચીસ-પચ્ચીસ રૃપિયા મળ્યાં છે. સરકારે યોજના જાહેર કરતી વખતે ખાતરી આપી હતી કે મોસમના પરિવર્તનોને કારણે ખેડૂતોને પાકનું નુકસાન થશે તો સરકાર નુકસાન ભરપાઈ કરી આપશે. અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા સંજોગોમાં આ વીમો કામ લાગે છે. પરંતુ સરકારે વળતર આપવાની વાત આવી ત્યારે પાંચ-પચ્ચીસ રૃપિયા જેવી રકમ આપીને ખેડૂતોની હાંસી ઉડાવી છે.

ઓનલાઈન વીમાનો ગુજરાતમાં વ્યાપક વિરોધ
નવી એનડીએ સરકારે કૃષિ વીમા માટે ઓનલાઈન અરજીની પદ્ધતિ અપનાવી છે. સરકારી અણઆવડતનો એ ઉત્તમ નમૂનો છે. કેમ કે ઓનલાઈન અરજી કરવા ખેડૂત ક્યાં જાય? વળી દેશના ઘણા ખરા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે એટલા ભણેલા હોતા નથી. પરંતુ સરકારે ઓનલાઈન અરજીની પ્રથા દાખલ કરી દીધી છે. વળી ગામડાંઓમા અનેક સ્થળો એવા છે, જ્યાં ઈન્ટરનેટની સગવડ નથી. એટલે નવી વીમા પ્રથાનો વિરોધ ગુજરાત સહિતના રાજ્યોમાં થઈ રહ્યો છે. ગુજરાતમાં તો અનેક ખેડૂતો આ સિસ્ટમથી કંટાળી વીમાથી દૂર રહેવા લાગ્યા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-chhattisgarh-government-insurance



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment