સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 6 June 2016

બિહાર બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ મામલે FIR દાખલ કરો: નીતીશ - ઉત્તર ભારતમાં આકરો તાપ યથાવત ૧૨મી જૂન સુધીમાં વરસાદની આગાહી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News


બિહાર બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ મામલે FIR દાખલ કરો: નીતીશ

- ઠોઠ વિદ્યાર્થીઓ ધો. ૧૨માં ટોપર બન્યા હતા

- સમગ્ર મામલે ઝડપી તપાસના પણ બિહાર સરકારના આદેશ

જવાબદાર લોકોને નહીં છોડવા અને સમગ્ર મામલે ઝડપી તપાસના પણ બિહાર સરકારના આદેશ
પટના, તા. ૬
બિહારમાં ધોરણ ૧૨ની પરિક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું હતું, જેને પગલે સરકારે પરિક્ષામાં પોટ પર આવેલા વિદ્યાર્થીઓની ફરી પરિક્ષા લેવા માટે જે બીએસઇબી તપાસ કમિટીની રચના કરી હતી તેને વિખેરી નાખવામાં આવી છે.
 નીતીશકુમારની સરકારે સમગ્ર મામલે એફઆઇઆર દાખલ કરવાના આદેશ પણ આપ્યા છે. કમીટીએ તપાસ પુરી કરી લીધી છે અને સરકારે તાત્કાલિક પગલા લેવા માટે એફઆઇઆરના આદેશ  આપ્યા હોવાની જાહેરાત નીતીશકુમારની સરકારે કરી હતી.
નોંધનીય છે કે બિહારમાં ધોરણ ૧૨માં વિજ્ઞાાનમાં જે વિદ્યાર્થીઓ ટોપર બન્યા તેઓનું જ્યારે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું તો તેઓને એ પણ ખ્યાલ નહોતો કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન શું છે ? આ ઉપરાંત પોલિટિકલ સાઇન્સમાં ટોપર વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે આ વિષય તો કુકિંગ માટે છે. આ મામલો બહાર આવ્યા બાદ નીતીશ કુમારની સરકારે તપાસના આદેશ આપ્યા હતા, અને આ વિદ્યાર્થીઓની પરિક્ષા ફરી લેવાઇ હતી જેમાં તેઓ નાપાસ થયા હતા. આ મામલે હવે એફઆઇઆર દાખલ કરીને પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-nitish-kumar

ઉત્તર ભારતમાં આકરો તાપ યથાવત ૧૨મી જૂન સુધીમાં વરસાદની આગાહી

- દિલ્હી સહિત ભારતભરના રાજ્યો ૪૨થી ૪૫ ડિગ્રી તાપમાનમાં શેકાયા

- બે દિવસમાં ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદનું આગમન થશે

ઉત્તર ભારતમાં ૯મી જૂન સુધી હીટવેવ યથાવત રહેશે
નવી દિલ્હી, તા. ૬
પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત આકરા તાપમાં શેકાયું હતું. દિલ્હીનું તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચ્યું હતું તો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ૪૦થી ૪૫ ડિગ્રીએ યથાવત રહ્યો હતો. બીજી તરફ ભારતના હવામાનખાતાએ આગામી બે દિવસમાં ભારતમાં વરસાદના આગમનની આગાહી કરી છે.
ભારતમાં ગત સપ્તાહે છૂટોછવાયો વરસાદ થયો પછી ફરીથી અગનવર્ષા શરૃ થઈ જતાં આકરા તાપના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. પાટનગર દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચ્યું હતું. જોકે, સાંજે વાદળછાયુ વાતાવરણ થતાં લોકોએ રાહત અનુભવી હતી. દિલ્હીમાં રાત સુધીમાં પવન ફૂંકાશે એવી આગાહી થઈ છે, છતાં આગામી ગુરુવાર સુધી તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર રહેશે.
કોલકાત્તાનું તાપમાન ૩૫ ડિગ્રીથી વધુ ન હતું. વળી, બંગાળની ખાડીમાં પ્રિ-મોન્સુન સિસ્ટમ એક્ટિવ થવાની અસર આખા બંગાળમાં વર્તાઈ હતી. તાપમાન ઓછુ રહેવાની સાથે સાથે સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો. આગામી એક સપ્તાહ સુધી તાપમાન વધવાની શક્યતા નથી. મહારાષ્ટ્રમાં પણ તાપથી રાહત મળી હતી. પવન ફૂંકાયો હતો એટલે વાતાવરણમાં હળવાશ હતી અને વાદળિયા વાતાવરણના કારણે વરસાદ નજીક હોવાની શક્યતા વધુ પ્રબળ બની હતી.
જોકે, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ૪૦થી ૪૪-૪૫ ડિગ્રી સુધી પહોંચી જતાં જનજીવનને અસર થઈ હતી.
બંગાળની ખાડીમાં પ્રિ-મોનસૂન સિસ્ટમ એક્ટિવ થઈ જતાં હવામાનખાતાએ આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર-પૂર્વ અને દક્ષિણ ભારતમાં વરસાદના આગમનની આગાહી કરી છે. ઉત્તર ભારતમાં જોકે, આગામી ૯મી જૂન સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.
અગાઉ હવામાનખાતાએ ૭મી સુધીમાં ભારતમાં વરસાદના આગમનની આગાહી કરી હતી, પણ ફરીથી હીટવેવની સ્થિતિ સર્જાતા વરસાદ પાછો ઠેલાયો છે. ઉત્તર-પૂર્વ અને કેરળ સહિતના દક્ષિણ ભારતમાં બે-ત્રણ દિવસમાં વરસાદનું આગમન થશે પછી ઉત્તર ભારત સહિત ભારતના તમામ રાજ્યોમાં ૧૨મી જૂન સુધીમાં વરસાદની શરૃઆત થશે એમ હવામાનખાતાની એક યાદીમાં કહેવાયું હતું.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-heat-wave-in-india3515



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment