સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 3 October 2016

બારામુલ્લાના હુમલાખોર આતંકીઓ સ્થાનિકોને ઢાલ બનાવીને ભાગ્યા હતા - શરીફની શાંતિની વાતો વચ્ચે પાક. સૈન્યનો સરહદે બોમ્બ મારો : પાંચ ભારતીયો ઘાયલ -

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )

Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, (*Free Earn Tack Time Click Here to Download App*)
 Gujarat Samachar News

બારામુલ્લાના હુમલાખોર આતંકીઓ સ્થાનિકોને ઢાલ બનાવીને ભાગ્યા હતા

- ઉરી હુમલા બાદ પણ આતંકીઓના કાશ્મીરમાં હુમલા યથાવત્

- આતંકીઓ એક મહિના પહેલા કાશ્મીરમાં ઘૂસ્યા હોવાની સેનાને શંકા

ફેન્સિંગ કટર મળી આવ્યાં
શ્રીનગર, તા. ૩
પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ બારામુલ્લામાં સૈન્ય પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. આ હુમલા અંગે મળતી જાણકારી અનુસાર આતંકીઓ કેટલા હતા તેની માહિતી નથી મળી શકી પણ તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે કેટલાક આતંકીઓ હુમલાને અંજામ આપ્યા બાદ સ્થાનિક નાગરીકોને ઢાલ બનાવી અને રાત્રીના સમયે અંધારાનો લાભ લઇને નાસી ગયા છે. 
સૈન્યની તપાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે જે આતંકીઓએ બારામુલ્લામાં હુમલો કર્યો તેઓ એક કે બે દિવસમાં એલઓસી પાર કરીને નથી આવ્યા પણ એક કે બે મહિના પહેલા જ આવી ગયા હોઇ શકે છે. અને કાશ્મીરમાં છુપાયેલા હતા. આ આતંકીઓએ સમયનો લાભ લઇને ઉરી જેવા જ હુમલાની ફીરાકમાં હતા. એનો અર્થ એમ થયો કે હજુ પણ કાશ્મીરમાં અનેક આતંકીઓ સૈન્ય પર હુમલાની ફિરાકમાં છે. અને સ્થાનિક નાગરીકો તેને મદદ કરી રહ્યા છે. સૈન્ય દ્વારા જે આતંકીઓ માર્યા ગયા છે તેની તપાસ કરતા તેમની પાસેથી વાયર કટર તેમજ આધુનિક ઓજારો અને પાકિસ્તાની બનાવટની કેટલીક સામગ્રી મળી આવી છે. આ આતંકીઓ પણ જૈશ-એ-મોહમ્મદના હોઇ શકે છે. અને પીએકોમાંથી જ ભારતમાં ઘુસ્યા હશે. 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-baramulla-invader-terrorists-were-divided-by-locals-shield

શરીફની શાંતિની વાતો વચ્ચે પાક. સૈન્યનો સરહદે બોમ્બ મારો : પાંચ ભારતીયો ઘાયલ

- સર્જિકલ સ્ટ્રાઇક બાદ ગુસ્સે ભરાયેલા પાકિસ્તાનની નાપાક. હરકત

- સોમવારે સતત ચાર વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો

ભારતીય સૈન્ય ઉપરાંત સામાન્ય નાગરિકો પર મોર્ટારથી હુમલો
જમ્મુ, તા. ૩ 
પાકિસ્તાન દ્વારા એક તરફ આતંકી હુમલા કરવામાં આવે છે ને બીજી તરફ એલઓસી પર ગોળીબાર કરીને શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવે છે. ઉરી હુમલા બાદ ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી, જેને પગલે ગુસ્સે ભરાયેલા પાકિસ્તાન સૈન્ય દ્વારા રોજ શસ્ત્ર વિરામનો ભંગ કરવામાં આવે છે. સોમવારે ચાર વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. 
પાકિસ્તાન સૈન્ય દ્વારા એલઓસી પર સામાન્ય રીતે નાના હથિયારો વડે ગોળીબાર થતો હોય છે પણ સોમવારે ભારે હથિયારો ઉપરાંત મોર્ટરાર બોમ્બ્સનો મારો કર્યો હતો. ખાસ કરીને પૂંચ જિલ્લામાં રહેણાકી વિસ્તારમાં ઓટોમેટિક હથિયારો વડે થયેલા ગોળીબારમાં કેટલાક ઘરોને નુકસાન થયું હતું. જ્યારે બે નાગરીકો પણ ઘવાયા છે. 
એક તરફ પાકિસ્તાન સૈન્ય એલઓસી પર ગોળીબાર કરી રહ્યું છે બીજી તરફ શરીફ શાંતીની વાતો કરીને પોતે વિશ્વ સામે શાંતિપ્રિય દેશના પીએમ હોવાનો દેખાડો કરે છે. અગાઉ શરીફે શાંતીની વાતો કરી હતી ફરી તેણે કહ્યું છે કે એલઓસી પર શાંતી જાળવવા માટે પાકિસ્તાન તૈયાર છે.  
પાકિસ્તાનના વડા પ્રધાનના સલાહકાર સર્તાજ અઝીઝે કહ્યું હતું કે શરીફ ઇચ્છે છે કે એલઓસી પર શાંતી જળવાઇ રહે અને કાશ્મીર મામલે વાતચીત આગળ વધે. અઝીઝે એમ પણ દાવો કર્યો છે કે અમે એલઓસી પર શાંતી માટે બન્ને દેશો વાતચીત માટે તૈયાર છે. ઉપરાંત શરીફે પાકિસ્તાનની સંસદમાં વિપક્ષને સર્જિકલ સ્ટ્રાઇક મામલે જવાબ આપ્યો હતો. ભારે હોબાળાને પગલે તેણે જવાબ આપવો પડયો હતો. જોકે સિંધુ નદીના જળ મામલે પાકિસ્તાનના દરેક પાર્ટીઓ એક થઇ ગઇ છે.
 
ભારતીય જવાનોએ પાક.ની એક ચોકીનો ખાતમો બોલાવ્યો
પાકિસ્તાન સૈન્ય દ્વારા એલઓસી પર બોમ્બમારો થતા જવાબ આપવા ભારતીય સૈન્ય દ્વારા પણ આક્રામક કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતીય સૈન્ય દ્વારા થયેલા જવાબી હુમલામાં પાકિસ્તાનની એક ચોકીનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનની જે પોસ્ટનો ખાતમો બોલાવવામાં આવ્યો તે એલઓસી પર આવેલી છે અને તેને ટ્વિવેન ૧ તરીકે ઓળખવામાં આવે છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કોલ. મનિષ મેહતાએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સૈન્ય દ્વારા ૧૨૦ એમએમ અને ૮૦ એમએમ મોર્ટરાર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. સતત ત્રણ દિવસથી પાકિસ્તાન દ્વારા એલઓસી પર ગોળીબાર થઇ રહ્યો છે. આ વખતે ભારતીય નાગરીકોને ટાર્ગેટ બનાવી ગોળીબાર થયો હતો જેને પગલે ભારતીય સૈન્યએ આકરો જવાબ આપ્યો અને પાકિસ્તાની સૈન્યની એક ચોકીનો ખાતમો બોલાવ્યો હતો. 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-pak-army-bombed-the-border

 

મેઘગર્જના-ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની હેલી

- નવરાત્રિના ત્રીજા દિવસે પણ ખેલૈયાઓના રંગમાં ભંગ

- આસોમાં અષાઢી માહોલ : ભારે ઉકળાટ બાદ મેઘરાજાનો વધુ એક રાઉન્ડ

અમદાવાદમાં વીજળીના કડાકા-ભડાકા સાથ દોઢ કલાકમાં સવા ઇંચ વરસાદ, વીજળી પડતા એક કિશોરનું મોત
પાર્ટી પ્લોટોમાં પાણી ભરાતા ગરબા રદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ઠેર ઠેર ટ્રાફિક જામ
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરમાં સૌથી વધુ ૫ાંચ ઈંચ વરસાદ : હજુ આગામી પાંચ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી 
અમદાવાદ, તા.૩
સામાન્ય રીતે આસો  માસના પ્રારંભ સાથે જ ચોમાસું વિદાય લઇ લેતું હોય છે. પરંતુ આ વખતે આસો માસમાં પણ અષાઢી માહોલનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આજે અમદાવાદ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિત ગુજરાતમાં ઠેક-ઠેકાણે  પ્રચંડ ગાજવીજ-તોફાની પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. આજે સાંજે પડેલા વરસાદ અગાઉ ગાજવીજ એટલી પ્રચંડ હતી કે લોકો તેનાથી ફફડી ઉઠયા હતા. આ ભારે વરસાદને લીધે ગરબા અને રાસોત્સવના કાર્યક્રમ બંધ રાખવા ફરજ પડી હતી અને ખેલૈયાઓના ઉત્સાહ-આયોજકોના નાણા પર પાણી ફરી વળ્યું હતું. 
સૌરાષ્ટ્રના વાંકાનેરમાં સૌથી વધુ ૫ ઈંચ વરસાદ પડયો હતો. આ વખતે અષાઢમાં પણ જોવા મળ્યો હોય નહીં તેવો માહોલ આજે જોવા મળ્યો હતો. 
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ હજુ પણ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આજે સાંજ પડતાં જ પહેલા સૂસવાટાભર્યો પવન ફૂંકાવવા લાગ્યો હતો અને ત્યારબાદ પ્રચંડ ગાજવીજ થઇ હતી. આજે અમદાવાદમાં માત્ર બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસાદ પડયો હતો. આ ઉપરાંત જશોદાનગર વસાહત ખાતે વીજળી પડવાથી એક ૧૭ વર્ષીય કિશોરનું મોત પણ થયું હતું. બીજી તરફ રાજકોટ જિલ્લામાં બપોરે ૩ વાગે રાત જેવો અંધારપટ થઇ ગયો હતો. રાજકોટ, ધોરાજી, જેતપુર, ટંકારા, વાંકાનેરમાં બે ઈંચ વરસાદ પડયો હતો.  
જૂનાગઢમાં આજે સવારથી અસહ્ય બફારા બાદ સાંજે ૪ વાગ્યાની આસપાસ વરસાદ શરૃ થયો હતો. અમરેલી જિલ્લામાં આજે બપોરથી મેઘરાજાએ મૂશળધાર મહેર વરસાવી હતી. બાબરામાં એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો.
 
ઉત્તર ગુજરાતમાં વિજકડાકા સાથે વરસાદ વરસ્યો
ઉત્તર ગુજરાતમાં સતત બીજા નોરતે પણ વિજકડાકા સાથે જોરદાર વરસ્યો હતો. સોમવારે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં વાતાવરણમાં ઓચિંતો પલટો થયો હતો અને સાંજે કાળા ડિંબાગ વાદળો સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. પાલનપુર અને અંબાજીમાં સતત ચારેક કલાક સુધી વરસાદ વરસ્યો હતો. સતત ઉકળાટભર્યા વાતાવરણ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી હતી જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો . વરસાદ એટલો વરસ્યો કે, અંબાજીના બજારોમાં વરસાદી પાણી ભરાઇ ગયાં હતાં જેથી વાહનો ચાલકો મુશ્કેલીમાં મૂકાઇ ગયાં હતાં.
અરવલ્લીના મેઘરજમાં પણ બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલેં મેઘરજના ૩૦ જેટલાં ગામોમાં અડદ-મકાઇના પાકોને નુકશાન થયાના અહેવાલો સાપડયાં છે. વરસાદને લીધે નવરાત્રીના મંડપોને પણ નુકશાન પહોંચ્યું છે. મોડાસાના શિણાવાડમાં અડધા કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારમાં ભારે વરસાદને લીધે કપાસ અને મગફળીના પાકને નુકશાન થવાની ભિતી છે જેથી ખેડૂતો ચિંતાતુર બન્યાં છે. માલપુર, ધનસુરામાં પણ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો .ધનસુરા માં તો ધોધમાર વરસાદ વરસતાની સાથે સમગ્ર વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો.
 
રાજકોટમાં બપોરે ચાર વાગે અંધારપટ
રાજકોટમાં આજે દિવસ દરમિયાન સામાન્ય વાતાવરણ રહ્યું હતું. પરંતુ સાંજે ચાર વાગતાં જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અંધારપટ થઇ ગયો હતો. આ પછી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. ભારે વરસાદને લીધે રાજકોટમાં પણ મોટાભાગના રાસોત્સવ આજના દિવસ પૂરતા રદ કરવા ફરજ પડી હતી. 
 
વીજળીના કડાકા-ભડાકાથી ખેડૂતનું હૃદય બેસી ગયું
વીજળીના કડાકા એટલા પ્રચંડ હતા કે રાજકોટ નજીકના નાકરાવાડી ગામ ખાતે ૪૫ વર્ષીય ખેડૂત ભૂપતભાઇનું હૃદય બેસી ગયું હતું. 
ભૂપતભાઇ સાંજે પોતાની વાડીએ હતા ત્યારે વીજળીના કડાકા-ભડાકા સાંભળી ગભરાઇ ગયા હતા અને નજીકના મકાનના ખાડામાં ગબડી પડયા હતા. આ ઉપરાંત મોરબીમાં વીજળી પડતા યુવાનનું મોત થયું હતું અને જૂનાગઢ પંથકમાં વીજળી પડતા ૩ મહિલાઓને ઈજા થઇ હતી. 
 
ક્યાં કેટલો વરસાદ?
વાંકેનેર

જૂનાગઢ

બાબરા

પાલિતાણા

રાજકોટ

ધોરાજી

જેતપુર

વાલોડ


 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/national-haley-gujarat-rain-with-thunder-rain

 



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in

Products :-  CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment