સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 29 December 2017

નીતિનભાઈ, ભાજપમાં માન ન મળતુ હોય તો અમારી સાથે જોડાઈ જાવ : હાર્દિક - કાલ સુધીમાં 'ન્યાય' ન મળે તો નીતિન પટેલ સરકાર સાથે છેડો ફાડવાના મુડમાં - રૂપાણી સરકારમાં આરંભે જ ડખા? નીતિન પટેલ નવાજૂની કરવાના મૂડમાં! - GST કાઉન્સિલે GSTR-૧ ફાઈલ કરવાની તારીખ ૧૦મી જાન્યુઆરી કરી - અમદાવાદમાં આજથી ફ્લાવર શો:૫ લાખથી વધુ ફૂલનો નયનરમ્ય નજારો જોવા મળશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application


નીતિનભાઈ, ભાજપમાં માન ન મળતુ હોય તો અમારી સાથે જોડાઈ જાવ 

હાર્દિકની ઓફરથી નીતિનભાઈ પટેલ શું નિર્ણય કે જવાબ આપશે? ભારે ચર્ચાઃ ઉપમુખ્યમંત્રી ૧૦ ધારાસભ્યો સાથે રાજીનામુ આપે તો કોંગ્રેસમાં ઉચ્ચ સ્થાન આપવા રજૂઆત કરીશું, સાથે મળીને ગુજરાતના સુશાસન માટે લડત આપીશુ : હાર્દિક પટેલે નીતિનભાઈને ઓફર કરતા ખળભળાટ અકિલા રાજકોટ, તા. ૩૦ : રાજયમાં ફરી એક વખત ભાજપનું શાસન આવ્યુ છે. વિજયભાઈને મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી પદે નીતિનભાઈ ફરીથી સત્તારૂઢ થયા છે. શપથવિધિ સુધી તો બધુ જ બરાબર ચાલ્યુ. પરંતુ ખાતાના ફાળવણી બાબતે અકીલા નીતિનભાઈએ ભારે નારાજગી દર્શાવતા જબરો ડખ્ખો સર્જાયો છે. ગઈકાલે પણ તેઓ પોતાની ઓફીસે ગયા ન હતા અને તેમનો મોબાઈલ પણ નોરીપ્લાય આવતો હતો. દરમિયાન ''પાસ''ના નેતા હાર્દિક પટેલે નીતિનભાઈને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરતા સનસનાટી મચી જવા પામી છે. હાર્દિક પટેલે ન્યુઝ ચેનલોમાં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે જો નીતિનભાઈને ભાજપમાં માન સન્માન મળતુ ન હોય તો અમારી સાથે જોડાઈ જાવ. સાથે મળીને ગુજરાતના સુશાસન માટે લડીશું. નીતિનભાઈ ૧૦ ધારાસભ્યો સાથે રાજીનામુ આપે તો કોંગ્રેસમાં સ્થાન આપવા રજૂઆત કરીશુ. કોંગ્રેસમાં તેને યોગ્ય સ્થાન અપાવીશું. ઉલ્લેખનીય છે કે આજે બોટાદમાં ''પાસ''ની શિબિર મળી રહી છે. જેમાં જયાં  - જયાં હાર્દિકે સંમેલનો કર્યા હતા તે જગ્યાએ કોંગ્રેસની હાર થઈ છે. આ સહિત પરાજયનું કારણ શું? સહિતના મુદ્દે ચર્ચા થનાર છે. ત્યારે જ હાર્દિકે મોટુ નિવેદન આપી ખળભળાટ મચાવતા ચર્ચાએ જોર પકડ્યુ છે. હાર્દિકે ઉપમુખ્યમંત્રી નીતિનભાઈને કોંગ્રેસમાં જોડાઈ જવાની ઓફર કરતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. નીતિનભાઈને ખાતાની ફાળવણી મામલે ભારે નારાજગી દર્શાવી હતી.(૩૭.૩) (11:21 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/30-12-2017/120854

કાલ સુધીમાં 'ન્યાય' ન મળે તો નીતિન પટેલ સરકાર સાથે છેડો ફાડવાના મુડમાં


 જુના ખાતા (નાણા-શહેરી વિકાસ) યથાવત રાખવાની માંગણીઃ સ્વામાનના ભોગે સત્તા જોઇતી ન હોવાનું સ્પષ્ટ વલણઃ કંઇક ઉકેલની આશા રાજકોટ તા. ૩૦ :.. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ પોતાને ફાળવાયેલ ખાતાઓથી ભારે નારાજ છે. તેમણે હજુ સુધી જાહેરમાં અકિલા કંઇ કહ્યું નથી પરંતુ અંદરખાને ભારે ઉકળાટ હોવાના નિર્દેષ છે. તેમણે પોતાના જુના ખાતા નાણા, શહેરી વિકાસ, પેટ્રોકેમીકલ્સ વગેરે પરત ન મળે તો સરકારમાં  જ નહિ રહેવાનું મન બનાવ્યનું જાણવા મળે છે. તેમણે  અકીલા હાઇકમાન્ડને આપેલ મુદત આવતીકાલે સવારે પુરી થાય છે ત્યાં સુધીમાં ન્યાય ન મળે તો નાયબ મુખ્યમંત્રીપદ છોડવા સુધીની તૈયારી હોવાનું  કહેવાય છે. ભાજપના વર્તુળો ઘીના ઠામમાં ઘી પડવા માટે આશાવાદી છે. શ્રી નીતિન પટેલ મંત્રી મંડળમાં સીનીયર મોસ્ટ હોવા છતાં માર્ગ મકાન, આરોગ્ય, નર્મદા જેવા ખાતા અપાયા તેનાથી તેઓ ખૂબ નારાજ છે. તેમની નારાજગીના સતત અહેવાલો છતાં તેમણે જાહેરમાં હા કે ના કંઇ કહેવાનું ટાળ્યુ તે સુચક છે. તેઓ ઓફીસે પણ જતા નથી. શ્રી નીતિન પટેલ સ્વામાનના ભોગે સત્તામાં રહેવા ન માંગતા હોવાનો સ્પષ્ટ મેસેજ તેમણે જે તે  જગ્યાએ આપી દીધો છે. જો કે ધારાસભામાં પાતળી બહુમતી અને લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને હાઇકમાન્ડ તેમને સમજાવવાની બાબતને અગ્રતા આપવા માંગે છે. નાયબ મુખ્ય મંત્રીની રણનીતિ એક-બે દિવસમાં સ્પષ્ટ થઇ જશે. (પ-૧૧) (11:18 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/30-12-2017/120852

રૂપાણી સરકારમાં આરંભે જ ડખા? નીતિન પટેલ નવાજૂની કરવાના મૂડમાં!


 પટેલે ધીરજ ગુમાવીઃ તો પોસ્ટ છોડી દેશે નીતિન પટેલઃ નારાજ છે નાયબ મુખ્યમંત્રીઃ નિતીન પટેલને મનાવવાની કોશિષ નવી દિલ્હી તા. ૩૦ : નવી રચાયેલી વિજય રૂપાણી સરકારમાં અત્યારથી જ ડખા શરૂ થઈ ગયા છે. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ પાસેથી ફાઈનાન્સ, અકિલા શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ ત્રણ મહત્વના ખાતા લઈ લેવાતા નીતિન પટેલની નારાજગી હવે સપાટી પર આવી ગઈ છે. શુક્રવારે ઘણા બધા મંત્રીઓએ જયારે પોતાનો નવો ચાર્જ સંભાળ્યો ત્યારે નીતિન પટેલની ગેરહાજરીએ અકીલા બધાનું ધ્યાન દોર્યું હતુ. ગાંધીનગરના વર્તુળોમાં ચર્ચા છે કે ૨૦૧૬માં છેલ્લી ઘડીએ નીતિન પટેલને મુખ્યમંત્રીના બદલે ઉપમુખ્યમંત્રી જાહેર કરાયા બાદ હવે પટેલ વધુ ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાવા નથી માંગતા. નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ પટેલે ફાયનાન્સ અને શહેરી વિકાસ ખાતાની માંગણી કરી હતી પરંતુ તેમને કદ પ્રમાણે વેતરી નંખાતા નીતિન પટેલ હવે ગિન્નાયા છે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, 'ઉપમુખ્યમંત્રીએ ટોચના નેતાઓને તેમની પાસેથી મહત્વના પોર્ટફોલિયો ખૂંચવી લેવાયા અંગે ગુરુવારે જ નારાજગી વ્યકત કરી હતી પરંતુ તેમને કહેવામાં આવ્યુ હતુ કે તેમની નારાજગી બે દિવસની અંદર અંદર દૂર કરી દેવામાં આવશે. નીતિન પટેલ હવે મક્કમ છે કે જો તેમના બોસ તેમનું વચન નહિ પાળે તો તે આત્મસન્માન ઘવાવાને કારણે પોસ્ટ છોડી દેશે.' આ અંગે નીતિન પટેલ સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો સંપર્ક થઈ શકયો નહતો. સૂત્રોના જણાવ્યા મુજબ ઉપમુખ્યમંત્રી અનેક કારણોસર નારાજ છે. તેમને સૌથી વધારે નારાજગી તેમની પાસેથી ફાયનાન્સનો પોર્ટફોલિયો છીનવાયાની છે. સામાન્ય રીતે કેબિનેટમાં નંબર ૨ પોઝિશનની વ્યકિત આ ખાતુ સંભાળતી હોય છે. તેમના જુનિયર સૌરભ પટેલને તેમના સ્થાને આ પોર્ટફોલિયો આપી દેવાયો છે. ફાયનાન્સ ખાતાની ફાળવણી અંગે નારાજગીની વાત સપાટી પર ત્યારે આવી હતી જયારે રૂપાણીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'એ વાત સાચી નથી કે ફાયનાન્સનું ખાતુ સંભાળનાર વ્યકિત કેબિનેટમાં નંબર ૨ પોઝિશન પર હોય. નીતિન પટેલ અમારા અગ્રણી નેતા છે અને તે કેબિનેટમાં નંબર ૨ પોઝિશન પર જ રહેશે.' આ ઉપરાંત નીતિન પટેલ શહેરી વિકાસ અને પેટ્રોલિયમ એમ બીજા બે અગત્યના ખાતા પણ સંભાળતા હતા. આ બંને ખાતા રૂપાણીએ પોતાની પાસે રાખ્યા છે. નીતિન પટેલને ઈન્ડસ્ટ્રી કે રેવન્યુ જેવી એક પણ અગત્યની મિનિસ્ટ્રી ન સોંપાતા અને આરોગ્યનું ખાતુ ફળવાતા પટેલની નારાજગી વધી ગઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે નીતિન પટેલ જયારે મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપના રાજયકક્ષાના મંત્રી જીતુ વાઘાણી સાથે હાઈકમાન્ડની વાતચીત પછી કેબિનેટ મીટીંગમાં આવ્યા ત્યારે તેમના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. શુક્રવારે ભાજપના ટોચના નેતાઓએ નીતિન પટેલને મનાવવાની કોશિશ કરી હતી. ટોચના સૂત્રો જણાવે છે, 'નીતિન પટેલ નારાજ છે અને ટોચના નેતાઓ તેમને પાર્ટી પર અસર થાય તેવી કોઈ નવાજૂની ન કરવા સમજાવી રહ્યા છે.' સત્ત્।ાવાર રીતે કોઈ પણ નિવેદન કરવા તૈયાર નથી. વાઘાણીએ જણાવ્યું, 'મને જાણ છે ત્યાં સુધી કોઈ નેતાઓ વચ્ચે મતભેદ નથી. જો કોઈ સમસ્યા હશે તો અમે તેનો નિવેડો લાવીશું. સરકાર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની ટીમ હેઠળ જ કાર્યરત રહેશે. પાર્લામેન્ટ સેશનને કારણે જ ગુરૂવારે કેબિનેટ મીટીંગ શરૂ કરવામાં મોડુ થઈ ગયુ હતુ.' (9:25 am IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/30-12-2017/120841

GST કાઉન્સિલે GSTR-૧ ફાઈલ કરવાની તારીખ ૧૦મી જાન્યુઆરી કરી 

-જુલાઈથી નવેમ્બર સુધીના વેચાણની વિગતો આપવાનું રિટર્ન -માસિક-ત્રિમાસિક રિટર્નના ઓપ્શન ઓનલાઈન પસંદ કરી શકાશે અમદાવાદ,તા.29 ડિસેમ્બર 2017,શુક્રવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે જીએસટીઆર-૧ એટલે કે વેચાણના આંકડાઓની વિગતો સાથેનું રિટર્નફાઈલ કરવા માટેની તારીખ ૧૦મી જાન્યુઆરી સુધી લંબાવી આપવાનો નિર્ણય કર્યો છે. આ વિગતો ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧મી ડિસેમ્બર હતી. જીએસટી કમિશનર પી.ડી. વાઘેલાનું કહેવું છે કે સરકારે તારીખ લંબાવી આપવાનો નિર્ણય કર્યો છે. વાર્ષિક રૃા. ૧.૫ કરોડનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જુલાઈથી સપ્ટેમ્બર મહિનાના ગાળાના વેચાણની વિગતો ૧૦મી જાન્યુઆરી સુધીમાં જીએસટીઆર-૧માં ફાઈલ કરી દેવાની રહેશે. તેવી જ રીતે વાર્ષિક રૃા. ૧.૫ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ જુલાઈથી નવેમ્બર મહિના સુધીના ગાળા માટેના વેચાણના આંકડાઓની વિગતો આગામી દસમી જાન્યુઆરી સુધીમાં ફાઈલ કરી દેવાની રહેશે. અગાઉ કરવામાં આવેલી ગોઠવણ મુજબ આ વેપારીઓએ જુલાઈથી ઓક્ટોબર મહિના સુધીના વેચાણના આંકડાઓ સાથેની વિગતો ૩૧મી ડિસેમ્બર સુધીમાં આપી દેવાની હતી. નવેમ્બર મહિનાના આંકડાઓ તેમને દસમી જાન્યુઆરી સુધીમાં આપવા જણાવવામાં આવેલું હતું. વેપારીઓએ ડિસેમ્બર ૨૦૧૭માં થયેલા વેચાણના આંકડાઓની વિગતો સાથેનું ફોર્મ જીએસટીઆર -૧ ૧૦મી ફેબુ્રઆરી સુધીમાં ફાઈલ કરી દેવાનું રહેશે. વાર્ષિક રૃા. ૧.૫ કરોડથી વધુ રકમનું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ વેચાણની વિગતો ૧૫મી ફેબુ્રઆરી સુધીમાં આપી દેવાના રહેશે. તેમણે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરના વેચાણના આંકડાઓની વિગતો સાથે ફોર્મ નંબર જીએસટીઆર-૧ આપવાનું રહેશે. આ જ રીતે જાન્યુઆરીથી માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળા માટે તેમણએ ૨૦મી એપ્રિલ સુધીમાં ફોર્મ ફાઈલ કરી દેવાનું રહેશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નેટવર્ક પર વેપારીઓને તેમના ટર્નઓવરમાં આવતા ફેરફાર પ્રમાણે રિટર્ન માસિક ધોરણે ભરવા કે ત્રિમાસિક ધોરણે ભરવા તેનો વિકલ્પ આપી દેવામાં આવ્યો છે. વાર્ષિક રૃા. ૧.૫ કરોડનું ટર્નઓવર હોય તેવા વેપારીઓ ત્રિમાસિક રિટર્ન ફાઈલ કરવાના વિકલ્પને પસંદ કરી શકે છે. આ જ રીતે ચાલુ નાણાંકીય વર્ષમાં પણ જો તેનું ટર્નઓવર રૃા. ૧.૫ કરોડની મર્યાદામાં જ રહેવાનું હોવાનું જણાય તો તેઓ ત્રિમાસિક રિટર્નનો વિકલ્પ પસંદ કરી શકે છે. નાણાંકીય વર્ષમાં તેમને આ ફેરફાર કરવાની તક આપવાનો જીએસટી કાઉન્સિલની ૨૩મી બેઠકમાં લેવામાં આવ્યો છે

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-gst-council-has-filed-the-gstr-1-date-on-january-10


અમદાવાદમાં આજથી ફ્લાવર શો:૫ લાખથી વધુ ફૂલનો નયનરમ્ય નજારો જોવા મળશે

 -૯ જાન્યુઆરી સુધી યોજાનારા ફ્લાવર શોનું મુખ્યમંત્રી રૃપાણીના હસ્તે ઉદ્ઘાટન -૪૫ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં યોજાનારા ફ્લાવર શોનો ૨૦ લાખથી વધુ લોકો નજારો માણશે અમદાવાદ, તા.૨૯ ડિસેમ્બર 2017, શુક્રવાર અમદાવાદીઓમાં છેલ્લા કેટલાક વર્ષથી અલાયદું આકર્ષણ જમાવનારા ફ્લાવર શોનો શનિવારનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ૯ જાન્યુઆરી સુધી યોજાનારા આ છઠ્ઠા ફ્લાવર શો માટે રિવરફ્રન્ટ ઇવેન્ટ ગ્રાઉન્ડ પાસે ૪૫ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોનો નજારો જોવા મળશે. શનિવારે સવારે ૯ઃ૩૦ વાગે મુખ્યમંત્રી વિજય રૃપાણી દ્વારા આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજાઇ રહેલો આ ફ્લાવર શો સવારે ૧૦ થી રાત્રે ૯ દરમિયાન યોજાશે અને તે જાહેર જનતા માટે સાબરમતી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ-ટાગોર હોલ પાછળ ખૂલ્લો રહેશે. ૨૦૧૩ના વર્ષથી યોજાઇ રહેલા આ અમદાવાદ ફ્લાવર શોની છઠ્ઠી શ્રુંખલામાં ૧ લાખ ચોરસ મીટર વિશાળ જગ્યા ફાળવવામાં આવી છે. જેમાં ૫ લાખથી વધુ ફૂલોનો નજારો જોવા મળશે. આ ફ્લાવર શોમાં મુખ્યત્વે દેશ-વિદેશના વિવિધ પ્રકારના ફૂલોના રોપાઓનું તેમજ ફૂલમાંથી બનાવેલા જુદા-જુદા પ્રાણીઓ-પક્ષીઓ તેમજ સ્થાપત્યોના સ્કલ્પચરનું પ્રદર્શન રાખવામાં આવે છે. આ વખતે ૪૫ થી ૫૦ ફૂટ લાંબો ફ્લાવર બેડ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. ઓર્કિડ, ઇંગ્લિશ કાર્નેશન તેમજ અન્ય કલમોમાં બનાવેલા જીરાફ, બટરફ્લાય, હરણ, કળા કરતા મોર, મિકી માઉસ ઉપરાંત અન્ય પ્રાણીઓના ૫૦થી વધુ સ્કલ્પચરના કારણે બાળકોને પણ મજા પડી જશે. આ વખતે પણ સેલ્ફી વોલ તૈયાર કરવામાં આવી છે. બાળકોમાં પર્યાવરણના જતનની જાગૃતિ વધે તેના માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ગ્રીન હાઉસનું નિદર્શન પણ કરાશે. ફ્લાવર શોમાં ૧૩ નર્સરીમાંથી વિવિધ જાતના છોડનું વેચાણ, હેરિટેજની ઝાંખી કરાવતો સ્ટોલ પણ છે. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોની ખ્યાતનામ નર્સરીઓ, જંતુનાશક દવા, બિયારણ, ખાતર અને ગાર્ડનના ઓજારોના વેચાણ માટેના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવે છે. આ વર્ષની શરૃઆતમાં યોજાયેલા ફ્લાવર શોમાં ૧૮ લાખ મુલાકાતીઓએ ફ્લાવર શોનો લુત્ફ ઉઠાવ્યો હતો. આ વખતે મુલાકાતીઓની સંખ્યા ૨૦ લાખથી વધી જાય તેની સંભાવના છે. આવતીકાલના ઉદ્ઘાટન સમારોહમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર ગૌતમ શાહ સહિતના વરિષ્ઠ નેતાઓ-મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. ફ્લાવર શો માટે સિટી બસની વ્યવસ્થા ફ્લાવર શો માટે જુદા-જુદા વિસ્તારમાંથી ખાસ સિટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લાલ દરવાજાથી ૩, વાસણાથી ૨, નવા વાડજથી ૬, કાલુપુર, મણિનગર, મેમનગરથી ૪ બસનો સમાવેશ થાય છે. આ બસ ૩૦-૩૦ મિનિટના અંતરે આ વિસ્તારમાંથી મળી શકશે. ફ્લાવર શોમાં આ વખતે શું ખાસ? ઃ ૧.૫૦ લાખથી વધુ  અને ૬૫ પ્રજાતિના ફૂલના પ્લાન્ટ. ઃ કુલ ૫ લાખથીા વધુ પ્લાન્ટનો નજારો. ગત વર્ષે ૩.૫૦ લાખ પ્લાન્ટ હતા. ઃ ૪૫ થી ૫૦ ફૂટ લાંબો ફ્લાવર બેડ, થાઇલેન્ડના મોકારા અને વાંદા આકર્ષણનું કેન્દ્ર. ઃ   ૧૩ નર્સરીમાંથી વિવિધ જાતના છોડનું વેચાણ, હેરિટેજની ઝાંખી કરાવતો સ્ટોલ. ઃ ૫૦થી વધુના પ્રાણી-પક્ષીના ફૂલ-પ્લાન્ટ દ્વારા બનાવેયાલા સ્કલ્પચર. ઃ બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/flower-show-in-ahmedabad-today-more-than-5-lakh-flowers-will-be-showcased


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Thursday, 28 December 2017

પાટીદાર વિસ્તારોમાં બીજેપીની જીત કેમ થઈ એના પર હાર્દિક પટેલ એન્ડ કંપની કાલે કરશે ચિંતન - જીએસટીમાં ક્રેડિટ લેવા માટે ટ્રાન્સ- ૧ની લિમિટ છેલ્લે- છેલ્લે વધારી - ITના અધિકારીઓની થર્ટી ફર્સ્ટની મજા બગડીઃ શનિ - રવિની રજા રદ - નક્કી થયેલી નવી ફીના બેનર બનાવી કેમ્પસમાં લગાવવા સ્કૂલોને આદેશ - અમદાવાદના તૂટેલા ૪૫ રોડમાં ભ્રષ્ટાચાર પુરવાર:૨૬ એન્જિનિયરોને નોટિસો - રોજગારીને પ્રશ્ને યુવાનો અને અપૂરતા ભાવને મુદ્દે ખેડૂતો ભાજપની વિરુદ્ધમાં

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

પાટીદાર વિસ્તારોમાં બીજેપીની જીત કેમ થઈ એના પર હાર્દિક પટેલ એન્ડ કંપની કાલે કરશે ચિંતન

હાર્દિકને જેલમાં પુરવામાં આવશે તો જિલ્લે-જિલ્લે કાર્યક્રમો કરવાની ચીમકી ઉચ્ચારી


મુંબઈ, તા. ૨૯ :. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શા માટે બીજેપીએ પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં જીત મેળવી એના સહિતના મુદ્દાઓ પર બોટાદમાં યોજાનારી ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અને સંગઠનના હોદેદારો તેમ જ સમાજના આગેવાનો ચિંતન કરશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના સંગઠન-પ્રભારી દિલીપ સાબવાએ ગઈકાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે '૩૦ ડીસેમ્બરે બોટાદમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં ગુજરાતના જિલ્લાઓ-તાલુકાઓના કન્વીનર, સહ-કન્વીનર, સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સારંગપુરના હનુમાનજીના મંદિરમાં દાદાનાં દર્શન કરીને શિબિરની શરૂઆત થશે.'
તેમણે આક્ષેપ કરતાં કહ્યુ હતુ કે 'સમાજ અને સંગઠનને ડેમેજ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના પર ચિંતન થશે. પાટીદારો પર જ્યાં અત્યાચાર થયો છે એવા પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં બીજેપી એ જીત મેળવી છે એનું પણ ચિંતન કરવામાં આવશે. આંદોલન ત્રણ વર્ષથી ચાલતું હતું ત્યારે બીજેપીએ કુટનીતિથી યુવાનોના માઈન્ડ વોશ કર્યા છે એ વિશે પણ ચિંતન કરીશું. પાટીદાર આંદોલન નિષ્ફળ ગયુ નથી, પણ બીજેપી એ ચાણકયબુદ્ધિ વાપરીને પ્રજાને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. આંદોલન ચાલુ જ રહેશે અને હાર્દિક પટેલને જેલમાં પુરવામાં આવશે તો ગુજરાતના જિલ્લે-જિલ્લે કાર્યક્રમો થશે. પાટીદારો માટે અનામતના મુદ્દે વિરોધ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરીને વિધાનસભામાં અનામતનો મુદ્દો મુકાવીશું. વિધાનસભામાં કોંગ્રેસ આ મુદ્દો નહીં ઉઠાવે તો એનો પણ અમારી પાસે રસ્તો છે.'
સુરતમાં હાર્દિક પટેલની જાહેરસભા અને રોડ-શો સફળ રીતે થયા હોવા છતાં ચૂંટણીમાં ત્યાં સફળતા કેમ ન મળી એના જવાબમાં તેમણે કહ્યું કે સુરતમાં લોકોની વેદના નહીં, ઈવીએમમાં બીજેપીનું વાઈફાઈ ચાલ્યું છે.
(9:38 am IST)

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/29-12-2017/67903

જીએસટીમાં ક્રેડિટ લેવા માટે ટ્રાન્સ- ૧ની લિમિટ છેલ્લે- છેલ્લે વધારી

સ્ટોક પર એકસાઈઝ ક્રેડિટ લેવા ટ્રાન્સ-૧ની અંતિમ તા. ૨૭ ડીસે. હતી : છેલ્લા દિવસે સાંજે ૭ કલાકે આ એન્ટ્રીઓ કરવાની સુવિધા ૧૦ હજાર સુધી કરવામાં આવી


નવી દિલ્હી, તા. ૨૯ :. જીએસટીના કાયદા મુજબ જીએસટીઆર ટ્રાન્સ-૧ ભરવા માટે ૨૭ ડીસેમ્બર અંતિમ તારીખ હતી. જે વેપારીઓને ૩૦ જૂન સુધીમાં સ્ટોક હોત તેના પર એકસાઈઝનો પુરાવો ફોર્મ ટેબલ ૭એમાં એચએસએન નંબર પ્રમાણે વિગતો આપવાની છે. મોટી કંપનીઓને એચએસએન નંબર મુજબ વિગતો આપવામાં મુશ્કેલી આવતી હતી. ટ્રાન્સ-૧માં રાત્રીના ૭ વાગ્યા સુધી લિમીટેડ એન્ટ્રીઓ કરવા દેતા હતા. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સાંજે ૭ કલાકે આ એન્ટ્રીઓ કરવાની સુવિધા ૧૦ હજાર સુધી કરવામાં આવી, ત્યારે વેપારી આ સુવિધાનો લાભ લેવો અસંભવ થઈ ગયો હતો. બરોડા ટેકસબારના પ્રવકતા મુકેશ શર્માએ આ પ્રમાણે જણાવ્યુ હતું.
મુકેશ શર્માના જણાવ્યા મુજબ જીએસટીના કાયદા ૧૪૦(૧) મુજબ ૩૦ જૂન સુધીના માલના સ્ટોક પર ચુકવેલા વેટ તેમજ એકસાઈઝ વેરા અને ૩૦ જૂનના પુરા થતા સમયનું વેટના કાયદા હેઠળનું પત્રકમાં ક્રેડિટ જમા હોય તો ૨૭ ડિટેમ્બર સુધીમાં ટ્રાન્સ-૧ ભરવાથી ક્રેડિટ મળે છે. કેન્દ્રીય કાયદા મુજબના સી ફોર્મ, એક ફોર્મ અને આઈ ફોર્મની વિગતો જમા કરવાની હતી. ટ્રાન્સ-૧માં આ તમામ ફોર્મની વિગતો એન્ટ્રી કરવાની હતી. કોમ્પ્યુટરમાં સરળતાથી કામ કરતુ એકસલને સપોર્ટ કરતું ન હોવાથી દરેક એન્ટ્રીઓ સ્વતંત્ર રીતે કરવી પડતી હતી, જ્યારે આવા ફોર્મની સંખ્યા હજાર ઉપર થાય તો ભૂલ પડવાની સંભાવના રહે છે. આ કામ ૨૭ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનું હતું.
જીએસટીના કાયદામાં ઓગષ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબર મહિનાના જીએસટીઆર-૧ (વેચાણની વિગતો), ૩૧ ડીસેમ્બર સુધી ભરવાનુ છે. આજે અંતિમ દિવસોમાં જીએસટીના કાયદાની વેબસાઈટમાં જીએસટીઆર-૧ સબમિટ કરવા દે છે, પણ ફાઈલ થતું નથી. વેપારી પાસે ફોર્મ સબમિટ કરવાના પુરાવા હોતા નથી. જો કોઈ વેપારીએ સુધારો કરવો હોય તો શકય બનતો નથી.
ભૂતકાળમાં પુરાવા ન હોવાને કારણે ઘણા વેપારીઓએ દંડ ભર્યો છે. જીએસટીની સાઈટ પર વેપારીની ડિજીટલ સિગ્નેચર પણ કામ કરતી નથી.(૨-૩)
(9:40 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-12-2017/120769

ITના અધિકારીઓની થર્ટી ફર્સ્ટની મજા બગડીઃ શનિ - રવિની રજા રદ

હજુ એસેસમેન્ટના ૧પ ટકા કેસ પેન્ડીંગ હોઇ પ્રિન્સિપલ સીસીઆઇટી ગુજરાતનો નિર્ણય


મુંબઇ તા.ર૯ : રજા રદ કરી દેવામાં આવતા આવકવેરા અધિકારીઓ રવિવાર હોવા છતાં થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશન કરી શકશે નહી. ગુજરા રાજયના પ્રિન્સિપલ સીસીઆઇટીએ એક પરિપત્ર જારી કરીને અધિકારીઓને એસેસમેન્ટની કામગીરી ૩૧મીને રવિવારની મોડીરાત્રી સુધીમાં પુર્ણ કરવા આદેશ કર્યા છે. જેથી અધિકારીઓએ રવિવારે ૩૧ ડિસેમ્બરે કચેરીએ હાજર રહી એસેસમેન્ટના ઓર્ડર પુર્ણ કરવા પડશે.
ચાલુ વર્ષે એસેસમેન્ટની કામગીરી પુર્ણ કરવાની અંતિમ સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર ર૦૧૭ નક્કી કરાઇ હતી. સુરતમાં અંદાજીત ૭૦૦૦ કેસ એસેસમેન્ટમાં ખુલ્યા હતા. જેની પર પાછલા બે મહિનાથી હીયરીંગની કામગીરી ચાલી રહી હતી તેમ છતાં હજુ સુધી ૧પ ટકા કેસ પેન્ડીંગ છે. જો કે આ કેસમાં હિયરીંગ થઇ ચુકયા છે. માત્ર ઓર્ડર જ કરવાના બાકી છે. આવી જ સ્થિતિ ગુજરાતના તમામ કમિશ્નરેટ છે. તેથી ગુજરાતના પ્રિન્સિપલ સીસીઆઇટી બી.એસ.અનંત દ્વારા આજે મોડી સાંજે વિભાગીય પરિપત્ર જારી કરાયો હતો. એસેસમેન્ટની કામગીરી પુર્ણ કરવા મુદત ૩૧ ડિસેમ્બર છે. જયારે શનિવાર તા.૩૦ ડિસેમ્બર અને રવિવાર તા.૩૧ ડિસેમ્બરે શનિ-રવિની રજા છે.


Source :-http://www.akilanews.com/Main_news/Detail/29-12-2017/120764

નક્કી થયેલી નવી ફીના બેનર બનાવી કેમ્પસમાં લગાવવા સ્કૂલોને આદેશ
 -ફી નિર્ધારણ કાયદા હેઠળ 
અમદાવાદ, તા.28 ડિસેમ્બર 2017,ગુરુવાર ફી નિર્ધારણ કાયદા હેઠળ સરકાર સામે પીટિશન કરનારી સ્કૂલોને હાઈકોર્ટે રાહત ન આપતા કાયદોને બંધારણીય ગણવા તમામ સ્કૂલોને પાલન કરવા આદેશ કર્યો છે પરંતુ બીજી બાજુ અગાઉ જે સ્કૂલોની નક્કી થઈ ગઈ છે તેમાંથી ઘણી સ્કૂલો કાયદાની જોગવાઈ પ્રમાણે સ્કૂલ કેમ્પસમાં નક્કી કરેલી નવી ફીની જાણ કરતુ બેનર લગાવતી નથી.જેથી આજે ડીઈઓને તમામ સ્કૂલોને ફરજીયાતપણે ફ્લેકસ બેનર બનાવી કેમ્પસમાં લગાવવા આદેશ કર્યો છે. ફી નિર્ધારણ કાયદાની જોગવાઈ મુજબ દરેક સ્કૂલે તેની શૈક્ષણિક વર્ષની કુલ ફી અને ક્વાર્ટરલી લેવાની થતી ફી ધોરણ પ્રમાણે નોટીસ બોર્ડ પર લગાવવી ફરજીયાત છે.આ ઉપરાંત દરેક સ્કૂલે ફીની વિગતો સાથેનું એક બેનર  વાલીઓને-વિદ્યાર્થીઓને દેખાય તે રીતે સ્કૂલ કેમ્પસમા ં લગાવવુ ફરજીયાત છે. પરંતુ ઘણી સ્કૂલોએ બેનર બનાવ્યા જ નથી અને કેમ્પસમાં લગાવ્યા નથી.દરમિયાન ગઈકાલે હાઈકોર્ટે ફી નિર્ધારણના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે ત્યારે આજે સરકારે તમામ ડીઈઓને ફી નિર્ધારણ કાયદાનું પાલન કરાવવા સૂચના આપી છે.જેને પગલે આજે ડીઈઓ તમામ માધ્મમિક અને ઉચ્ચતર માધમિક સ્કૂલોને પરિપત્ર કરીને  ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષની કુલ ફીની વિગતો સાથેનું ફ્લેકસ બેનર બનાવી લગાવવા આદેશ કર્યો છે. આ બેનરમાં સ્કૂલોએ શૈક્ષણિક વર્ષ ,માધ્યમ, ધોરણ અને નક્કી થયેલી ફીની વિગત લખવાની રહેશ ેતેમજ ૪ ફુટ પહોળુ મોટુ ફ્લેકસ બનાવવાનું રહેશે અને વિદ્યાર્થીને અને વાલીને દેખાય તે રીતે લગાવી તેના ફોટા પાડી ૧૦મી જાન્યુઆરી સુધીમાં  ડીઈઓ કચેરીને મોકલવાના રહેશે. ફી નિર્ધારણ કાયદો લાગુ થયા બાદ ફી નિર્ધારણ કમિટી સક્ષણ ૧૫થી૨૭ હજાર ફીની મર્યાદા હેઠળની સ્કૂલોએ એફિડેવિટ અને મર્યાદા ઉપરની ફી વાળી સ્કૂલોએ દરખાસ્ત કરી હતી જેમાંથી એક હજારથી વધુ સ્કૂલોની  સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને નવી ફીના ઓર્ડર પણ થઈ ગયા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/order-a-new-fees-banner-to-the-campus-schools


અમદાવાદના તૂટેલા ૪૫ રોડમાં ભ્રષ્ટાચાર પુરવાર:૨૬ એન્જિનિયરોને નોટિસો 
-મટિરિયલ્સની ચોરી સંદર્ભે કુલ ૮૧ નોટિસો ફટકારાઇ -મ્યુનિ.ના ઇતિહાસમાં પહેલી વખત કડક વલણ અમદાવાદ, તા.28 ડિસેમ્બર 2017,ગુરૃવાર અમદાવાદમાં ચોમાસા દરમ્યાન તૂટી ગયેલાં સંખ્યાબંધ રોડના સંદર્ભમાં મ્યુનિ. કોર્પોરેશનના ઇતિહાસમાં પહેલી વખત એન્જિનિયરિંગ ખાતા સામે સાગમટે નોટિસો ફટકારવાનું સૌથી મોટું પગલું લેવાયું છે. એન્જિનિયરિંગ ખાતાના સર્વોચ્ચ ગણાતા ૭ એડિશનલ અને તેમની હાથ નીચેના ૧૯ ડે. સિટી એન્જિનિયરો મળીને કુલ ૨૬ને ૪૫ રોડમાં થયેલી મટિરિયલ્સની ચોરીના સંદર્ભમાં કુલ ૮૧ નોટિસો ફટકારાતા ફફડાટ ફેલાઈ ગયો છે. કેટલાકને તો ૧૧ નોટિસો મળી છે. જો કે ૧૯ ડેપ્યુટી સિટી એન્જિનિયરોમાંથી હાલ પાંચ તો નિવૃત્ત થઈ ગયા છે. જો કે નોટિસો ફટકારવાના પગલે મોટા પ્રમાણમાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું હવે સાબિત થઈ ગયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર તૂટેલા રોડમાંથી ૯૦ રોડના મટિરિયલના રોડાં લઈને તેને એલ.ડી. એન્જિનિયરિંગ, એફ.એસ.એલ. અને ગેલની લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલાયા હતા. જેમાંથી ૯૫ ટકામાં મટિરિયલ ચોરી થઈ હોવાનું લેબોરેટરીના રિપોર્ટના આધારે વૈજ્ઞાાનિક રીતે પુરવાર થઈ ગયું હતું. આ પૈકી ૪૫ રોડના સંદર્ભમાં હાલ નોટિસો કાઢવામાં આવી છે. એટલે બીજા ફેઝમાં પણ અન્ય એન્જિનિયરો લપેટમાં આવી જશે તેમ જણાય છે. એન્જિનિયરોને ફટકારેલી છ પાનાની નોટિસોમાં તમારી ઘોર બેદરકારીના કારણે મ્યુનિ.ને નાણાંકીય નુકસાન પહોંચ્યું અને પ્રતિષ્ઠાને ધકકો પહોંચ્યો છે, તેમ જણાવી અત્યંત કડક ભાષામાં એન્જિનિયરોનો ઉધડો લીધો છે તેમજ દિવસ ૭માં ખુલાસો કરવા જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઇઓસીના બોગસ બિલોના ચુકવણા સંદર્ભમાં અગાઉ નવા પશ્ચિમ ઝોનના ડે. સિટી એન્જિનિયર સહિત ૭ને અગાઉ સસ્પેન્ડ કરી દેવાયા છે. હજુ આઇઓસીમાં ૨૧૧૪ શંકાસ્પદ બિલો ક્રોસ ચેકિંગ માટે મોકલાયા છે જેનો રિપોર્ટ આઇઓસીમાંથી હજુ આવવાનો બાકી છે. જો તમામ સામે પગલા લેવાય તો અડધુ એન્જિનિયરિંગ ખાતું ખાલી થઈ જાય તેમ છે. ઉપરાંત ત્રણ કોન્ટ્રક્ટરોને બ્લેક લિસ્ટ કરાયા છે. હજુ પણ બીજા સામે પગલાં લેવાશે. મ્યુનિ.માં રોડ બનતા હોય ત્યારે બેફામ મટિરિયલની ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી પણ કોઈએ એ તરફ ધ્યાન આપ્યું ન હતું વરસાદે તમામની પોલ ખોલી નાખી હતી. ચૂંટણીનું વર્ષ હોવાથી ભાજપના મંત્રીઓ ગુસ્સે ભરાયા હતા, બીજી તરફ કેસ હાઇકોર્ટમાં હોવાથી ત્યાંથી પણ ઉચ્ચ અધિકારીઓને સાંભળવું પડતું હતું. રાજકારણીઓ, એન્જિનિયરો- અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આચરેલા બેફામ ભ્રષ્ટાચારનું પરિણામ હવે સપાટી પર આવી રહ્યું છે. કયા એડિશનલ એન્જિનિયરોને નોટિસો નામ           નોટિસની સંખ્યા હરપાલસિંહ ઝાલા     (નવા પશ્ચિમ) ઃ      ૧૧ એન. કે. મોદી  (પશ્ચિમ ઝોન) ઃ      ૮ રાખીબેન ત્રિવેદી       (ઉત્તર ઝોન)   ઃ      ૬ એચ.ટી. મહેતા (દક્ષિણ ઝોન) ઃ      ૬ પી. એ. પટેલ  (અગાઉ દક્ષિણ ઝોન) ઃ      ૪ અમિત પટેલ  (મધ્ય ઝોન)   ઃ      ૨ હિતેશ કોન્ટ્રાક્ટર       (પ્રોજેક્ટ)      ઃ      ૩ કુલ    ઃ      ૪૦ નોટિસ

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/evidence-of-corruption-in-road-45-of-ahmedabad-notices-to-26-engineers

રોજગારીને પ્રશ્ને યુવાનો અને અપૂરતા ભાવને મુદ્દે ખેડૂતો ભાજપની વિરુદ્ધમાં 
-ભાજપ સરકાર માટે વધુ એક ચેતવણીની ઘંટડી, ખેડૂતોના આંદોલનો શરૃ -યુવાનો-ખેડૂતો ભાજપથી નારાજ હોવાનું ચીફ સેક્રેટરી જે.એન.સિંહે સ્વીકાર્યું અમદાવાદ, તા.28 ડિસેમ્બર 2017,ગુરૃવાર ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ ન મળતા હોવાથી અને યુવાનોને મોંઘી ફી ચૂકવીને ભણ્યા પછી રોજગારી ન મળતી હોવાથી ખેડૂતો અને યુવાનો ભાજપથી સખત નારાજ છે. તાજેતરમાં જ પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેથી જ યુવાનો અને ખેડૂતોએ ભાજપની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. તેમની પરિસ્થિતિમાં સુધારો નહિ લાવે તો ૨૦૧૯ની સાલમાં લોકસભાની ચૂંટણીમાં તેમના મત મેળવવા કઠિન બની જશે. ગુજરાત મોડેલને ખરેખર સફળ બનાવવા અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે ખરેખર યુવાનોને રોજગારી મળે તેવો વિકાસ કરી દેખાડવો પડશે. તેમ જ કૃષિ ઉપજ વધારવા સતત મથતા ખેડૂતોને તેમની ઉપજના પૂરતા ભાવ અપાવવા પડશે. ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કર્યા પછી સરકારે ટેકાના ભાવે ધાન્યની પૂરતી ખરીદી કરવી પડશે. ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૃઆત કર્યા પછી માત્ર ૫ લાખ ટન મગફળી ખરીદી લીધા બાદ સરકારે ખરીદી અટકાવી દીધી હોવાથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને અમદાવાજ જિલ્લાના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. જામનગર જિલ્લાના કાલાવાડ જિલ્લાના ખેડૂતોએ ટ્રાફિક જામ કરી દીધો હતો. તેમની ફરિયાદ છે કે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂરું થયા પછી મગફળીની કોઈ જ ખરીદી કરવામાં આવી નથી. સરકારે મણના રૃા. ૯૦૦ના ભાવે મગફળી ખરીદવાની બાંયધરી આપી હતી. પરંતુ ચૂંટણી પૂરી થયા પછી ખરીદી થતી જ ન હોવાથી ખેડૂતો બજારમાં વેચવા જાય તો તેમને એક મણે (૨૦ કિલોએ) રૃા. ૨૫૦થી રૃા. ૩૦૦નો ફટકો પડી રહ્યો છે. સરકારે ટેકાના ભાવે માત્ર ૪૫ ટકા મગફળી જ ખરીદી છે. તેની સામે ૫૫ ટકા મગફળી હજીય ખેડૂતોના હાથમાં જ પડી છે. ખેડૂતોને બજારમાં ટેકાના ભાવથી ૩૦ ટકા ઓછા ભાવ મળી રહ્યા છે. કિસાન અધિકાર મંચના ભરતસિંહ ઝાલાનું કહેવું છે કે સરકારે ખેડૂતોન પડતી પડતર કિંમતનો સરેરાશ અંદાજ કાઢીને તેને આધારે તેમણે ટેકાના ભાવ નક્કી કરીને ખરીદી કરવી જોઈએ. અત્યારની માફક ચૂંટણી પૂર્વે થોડીક ૬૦ ટકા જેટલી ખરીદી કર્યા બાદ પછી ખરીદી બંધ કરી દેવાનું વલણ ઉચિત નથી. કૃષિ ઉત્પાદનના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરતી વખતે ફૂગાવાના દરને પણ ધ્યાનમાં લેવાવો જોઈએ. એક હેક્ટર જમીન (૧૦ વિઘા)માં પાક લેવા માટે ખેડૂતોએ રૃા. ૬૫૦૦૦નો ખર્ચ કરવો પડે છે. તેની સામે તેને યોગ્ય વળતર મળતું જ નથી. તેમાં સિંચાઈનો ખર્ચ સૌથી વધુ આવે છે. એક હેક્ટરે સિંચાઈ માટે એક સીઝનમાં રૃા. ૨૨૦૦૦ની આસપાસનો ખર્ચ કરવો પડે છે. આ ખર્ચ ઘટે તે માટે સરકારે સિંચાઈની ખેતર સુધીની સુવિધા આપવી જોઈએ. નહેરના વાલ્વ તેમના ખેતર સુધી ગોઠવી આપવા જોઈએ. તેમ થાય તો ખેડૂતોની પડતર ૨૫થી ૩૦ ટકા નીચે આવી શકે છે. કારણ કે સિંચાઈ માટે ખેડૂતોએ બે બે મજૂરોને દિવસો સુધી રાખીને પગાર ચૂકવવા પડે છે. છ મહિના મહેનત કરનાર ખેડૂતને તેની ઉપજના ભાવ મળતા નથી. તેની સામે સવારે હોલસેલ માર્કેટમાંથી શાકભાજી લાવીને સાંજે વેચી દેનારા શાકવાળાઓ રોજના રૃા. ૧૦૦૦ની આવક કરી લે છે. તેમની તુલનાએ ખેડૂત અત્યંત કંગાળ છે. તેમનું કહેવું છે કે ગુજરાતમા અંદાજે ૫૮ લાખ ખેડૂતો છે. તેમાંથી ૩૧ લાખ ખેડૂતો તો માત્ર ને માત્ર ખેતીની આવક પર જ નભે છે. તેમને અપેક્ષા કરતાં ઘણી જ ઓછી આવક થાય છે. તેની સામે હોલસેલર અને રિટેઈલર્સ તગડી કમાણી કરે છે. ગુજરાતમાં શાકભાજીના ૧૪ લાખ ફેરિયાઓ રોજના રૃા. ૧૦૦૦ની ચોખ્ખી આવક કરે છે. બીજી તરફ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ તેની ચરમસીમાએ હોવાના સતત દાવાઓ બે દાયકાથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તેની સામે ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયા પછી વિદ્યાર્થીઓને કે યુવાનોને અપેક્ષા પ્રમાણેની નોકરીઓ મળતી નથી. એન્જિનિયરોને ૧૫૦૦૦ના પગારની નોકરી માંડમાંડ મળે છે. તેથી ઔદ્યોગિક વિકાસ અને રોજગારી નિર્માણ અંગેના સરકારના દાવાઓ પોકળ હોવાની પ્રતીતી યુવાનોને થઈ ગઈ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/against-the-bjp-and-bjp-the-question-of-employment-and-youth-is-inadequate



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 27 December 2017

GST આવક સતત ઘટતા સરકાર ચિંતામાં: આવક વધારવા મથામણ - નહેરમાં પાણી બંધ કરાશે તો રૂપાણીના ઘરનું કનેક્શન કાપી નાખીશું: અલ્પેશ - અ'વાદઃ ગોમતીપુર પોલીસ સ્ટેશન પર જિજ્ઞેશનું સમર્થકો સાથે હલ્લાબોલ - સુરત હનીટ્રેપ: રાજકોટની ટોળકીની મદદથી 35 ધનિકોની વીડિયો ક્લિપ બનાવી - સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કર્યો - ફી નિયમન કાયદાના હાઇકોર્ટના ચુકાદાનો તુરંત અમલ કરાશે - શગુન બિલ્ડ સ્ક્વેરે ઘોડાસરના ઝૂપડાંમાં સંતાડેલા ૨૩૦૦૦ દસ્તાવેજો જપ્ત કરાયા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

GST આવક સતત ઘટતા સરકાર ચિંતામાં: આવક વધારવા મથામણ

સરકાર સામે બેવડી મુસીબત ઉભી થઇઃ વેપારીઓને આપવામાં આવેલી છુટની સમીક્ષા કરવા વિચારણાઃ કર વસુલાતને લઇને વેપારીઓ ઉપર કસાય શકે છે સિકંજોઃ ટેકસ અધિકારીઓ ધોકા પછાડશેઃ જીએસટી પરિષદની તાબડતોબ બેઠક બોલાવાઇ

નવી દિલ્હી તા.ર૮ : દેશમાં અપ્રત્યક્ષ કરના ક્ષેત્રમાં આઝાદી બાદ સૌથી મોટા કર સુધારા જીએસટી પ્રણાલી લાગુ થયા બાદ ઓકટોબર અને નવેમ્બરમાં કર સંગ્રહમાં સતત ઘટાડો થવાથી કેન્દ્ર સરકારની પરેશાનીમાં વધારો થયો છે.
આવક વસુલીના ઘટાડાની રાજય સરકારોની આર્થિક પરિસ્થિતિ ઉપર કોઇ અસર નહી પડે કારણ કે જો વસુલાતમાં ઘટાડો થાય તેઓને કેન્દ્ર સરકાર તરફથી માત્ર ચાલુ વર્ષ માટે જ નહી પરંતુ આવતા પાંચ વર્ષ દરમિયાન પણ તેની ભરપાઇ કરી દેવામાં આવશે. આ પ્રકારની કર વસુલાતમાં ઘટાડાથી કેન્દ્ર બેવડી મુસીબતમાં જણાઇ રહ્યુ છે તેથી આ સ્થિતિને નિપટવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત થઇ ચુકી છે એટલુ જ નહી સરકારે જીએસટી પરિષદની રપમી બેઠકની તારીખની જાહેરાત પણ કરી છે કે જેથી કોઇ મોટો નિર્ણય લેવો હોય તો જીએસટી પરિષદની પરવાનગીની જરૂર રહેતી હોય છે.
નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જીએસટીની વસુલાતમાં ઘટાડાથી કેન્દ્ર માટે બેવડી મુસીબત એટલા માટે છે કે એક તો કરવેરાની આવક ઘટી રહી છે અને બીજુ તેણે રાજયોને પણ આવકમાં ઘટાડાની ભરપાઇ કરવાની હોય છે જો કર આવકથી રકમ પુરી ન થાય તો તેની જરૂરીયાત બીજા સ્ત્રોતોથી કરવી પડશે. જેની અસર રાજકોષીય ખાધ ઉપર પડી શકે છે.
આ દરમિયાન સરકારે જીએસટી પરીષદની રપમી બેઠક માટે ૧૮ જાન્યુઆરી ર૦૧૮ની તારીખ નક્કી કરી છે જેમાં આ મુદે કેટલાક નિર્ણયો લેવાશે. કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ કર વિભાગ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે જીએસટીમાં વેપારીઓને જેટલી છુટ અપાય છે કદાચ તેની જરૂર ન હતી. વેપારીઓને આપવામાં આવેલી છુટ અને આઝાદી જ કારણ છે કે જીએસટી વસુલાતમાં બીજા મહિને ઘટાડો થયો છે. આ જ કારણે સરકારની સાથે-સાથે રાજયોના અપ્રત્યક્ષ વિભાગના અધિકારીઓને પણ સતર્ક રહેવા જણાવાયુ છે કે જેથી એવા વેપારીઓ ઉપર નજર રાખી શકાય કે જે સાચુ-ખોટુ કરતા હોય. કર વસુલાતને લઇને વેપારીઓ ઉપર સિકંજો કસવામાં આવે તેવી શકયતા છે. (૩-૪)
(9:54 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120694

નહેરમાં પાણી બંધ કરાશે તો રૂપાણીના ઘરનું કનેક્શન કાપી નાખીશું: અલ્પેશ

એક માસમાં ઘરનું વાસ્તુ કરીશ :અહીં જ રહેવાનો છું,48 કલાકમાં કાર્યાલય શુર થશે

રાધનપુર: રાધનપુર બેઠક ઉપરથી વિજયી થયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો અભિવાદન સમારોહ બુધવારે અત્રે યોજાયો હતો. જેમાં તેઓએ નર્મદા નહેરમાં પાણી સપ્લાય બંધ કરવામાં આવશે તો 1000 ટ્રેક્ટર ભરી ગાંધીનગર જઈને મુખ્યમંત્રી રૂપાણીના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાંખીશું તેવો લલકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે નર્મદાના પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોના પાકને ચોથું પાણી ન મળે અને પાક સદંતર નિષ્ફળ જાય.તેમણે રાધનપુરને જિલ્લો બનાવવા માટે પણ મક્કમ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

એક માસમાં ઘરનું વાસ્તુ કરીશ : અહીં જ રહેવાનો છું,48 કલાકમાં કાર્યાલય શુર થશે
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચૂંટાયા બાદ પ્રથમ સભામાં જણાવ્યું હતું કે મારે ગરીબોના પ્રશ્ને કામ કરવું છે. અહીં તમારો દીકરો બનીને આવ્યો છું. પરંતુ વિધાનસભામાં હું બાપ બનીને કામ કરીશ. આ વિસ્તારના ગુંડાઓ અને રાજકીય ગુંડાઓને અાકરા શબ્દોમાં ચેતવ્યા હતા અને કહ્યું કે હું કોઈનાથી ડરતો નથી. રાધનપુર વિધાનસભા વિસ્તાર માટે ધારાસભ્યને મળતી ગ્રાન્ટ વાપરવા માટે સંકલન સમિતિ બનાવવામાં આવશે.

સમિતિ 80 ટકા રકમ સુધી ગરીબ લોકોના ભલા માટે વાપરે તેવી ઈચ્છા રાખું છું. પૈસા કે ખુરશી મારંુ લક્ષ નથી. ગરીબોનો વિકાસ જ મારુ લક્ષ છે. રાધનપુર પાલિકામાં વાલિયા લૂંટારા બેઠા છે તે રીતસર લૂંટ ચલાવી રહ્યા છે. હવે ભ્રષ્ટાચાર જરાય નહિ ચાલેે. અલ્પેશ ઠાકોરે જાહેર કર્યુ કે રાધનપુરમાં મારુ કાર્યાલય 48 કલાકમાં ચાલુ થઇ જશે. મારા મકાનનું વાસ્તુ એક મહિનામાં થશે. હું અહીં કાયમ માટે રહેવાનો છું.

અા પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારની વિકાસની ભૂખ સંતોષે તેવા ધારાસભ્ય મળ્યા છે.હું અને અલ્પેશજીના પિતા ખોડાજી એક સાથે કોંગ્રેસમાં સામેલ થયા હતા.રાધનપુર પાલિકાની ચૂંટણીમાં પાંચ વર્ષ સુધી સાથ નિભાવે તેવા લોકો જ તૈયાર રહે, પક્ષ પલટુઓને આ વખતે કોઈ મોકો મળવાનો નથી.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-LCL-if-water-is-stopped-in-the-canal-we-will-cut-off-the-connections-of-rupanis-hous-5779117-PHO.html?ref=ht

અ'વાદઃ ગોમતીપુર પોલીસ સ્ટેશન પર જિજ્ઞેશનું સમર્થકો સાથે હલ્લાબોલ

શહેરમાંથી બુટલેગર, ચેઇન સ્નેચર અને પાકિટમારને પકડવા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે

અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની રજૂઆત સ્થાનિકોએ પદનામિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કરતાં બુધવારે મોડી સાંજે હજારો સમર્થકો સાથે તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ જેસીપી જે.કે. ભટ્ટ સહિત ડીસીપીનો કાફલો દોડી આવ્યો હતો. જ્યારે મેવાણીએ પાંચ મહિલાઓને તેમની આપવીતી રજૂ કરવા જે.કે. ભટ્ટ સમક્ષ મોકલ્યા હતા. પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવવાની પણ બાંયધરી આપી હતી. ઉપરાંત એક અઠવાડિયા સુધી મહિલાઓ સાથે એક એસીપીને રાખીને તેઓ કહેશે તે તમામ દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની ખાતરી આપી હતી.


જિજ્ઞેશ મેવાણીએ અલ્ટિમેટમ આપ્યું
દારૂના અડા બંધ નહીં થાય ત્યાં સુધી ઘેરાવ ચાલુ રહેશે
બુધવારે મોડી સાંજે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારોહ ગોમતીપુરમાં યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ રોડ શો પણ હતો. આ દરમિયાનમાં સ્થાનિક લોકોએ મેવાણી સમક્ષ અહીં દારૂના અડ્ડા ધમધમી રહ્યાં હોવાની ફરિયાદ કરી હતી. આ સાંભળતા જ મેવાણી સીધા જ ગોમતીપુર પોલીસ સ્ટેશને ધસી ગયા હતા. અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળાં સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ હતું.

દર ત્રીજી ગલી એ દારૂ વેચાય છે
મેવાણીએ જણાવ્યું કે, ગોમતીપુરમાં દર ત્રીજી ગલીએ દારૂ વેચાય છે. અને તે પેટે લેવાતા 150 થી 200 કરોડના હપ્તા દિલ્હી સુધી પહોંચે છે. જો 24 કલાકમાં અહીંના તમામ દારૂના અડ્ડા બંધ કરાવવામાં નહીં આવે અને જો ડીસીપી દ્વારા દરેક અડ્ડા પર દરોડા પાડવામાં નહીં આવે તો આંદોલન કરાશે.

પોલીસ કમિશનરનો વળતો જવાબ

શેનું અલ્ટિમેટમ, સંયમ રાખીએ છીએ ત્યાં સુધી ઠીક છે
અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘે મેવાણીના આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી, શેનું અલ્ટિમેટમ, અમે સંયમ રાખીએ ત્યાં સુધી ઠીક છે. ગેરકાયદે તમામ પ્રવૃતિ સામે પોલીસની નજર છે જ. તેમણે કરેલા આક્ષેપો પણ પાયાવિહોણા છે તેનો સ્વીકાર કરી શકાય નહીં. અમે તેની ચકાસણી કરીશું.

દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી
એકતરફી આક્ષેપો સ્વીકારી શકાય નહીં. અમે સંયમ રાખી રહ્યાં છે. દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવે જ છે. જે અલ્ટીમેટમની વાત કરાઈ છે તો શેનુ અલ્ટીમેટમ, અલ્ટીમેટમની વ્યાખ્યા શું? મેરીટ મુજબ કામ થશે. દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી. કાર્યવાહી ચોક્કસથી કરાશે. અને અમારા પોલીસ ઈન્સ્પેકટર અને એસીપી સહિતના અધિકારીઓ ત્યાં જ છે. કોઈ અધિકારીએ પોલીસસ્ટેશન છોડયુ નથી. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-jignesh-mevani-girth-of-gomtipur-police-station-at-ahmedabad-gujarati-news-5779062-PHO.html?ref=ht

સુરત હનીટ્રેપ: રાજકોટની ટોળકીની મદદથી 35 ધનિકોની વીડિયો ક્લિપ બનાવી

સેવાભાવી બિલ્ડર, રાજકારણી અને પોલીસ ઓફિસર પણ સકંજામાં આવી ચૂક્યા છે

સુરતઃ નીટ્રેપમાં ધર્મેશ અમીનની પૂછપરછમાં ચોંકાવાનારી વાતો બહાર આવી છે. આ ટોળકીએ એક સેવાભાવી બિલ્ડરથી લઈ હીરા-કાપડના કેટલાક ઉદ્યોગપતિઓ, કોંગ્રેસ-ભાજપના આગેવાનો તેમજ એક પોલીસ અધિકારી સહિત લગભગ 35 ક્લિપ બનાવી મોટી રકમનો તોડ કર્યો છે. 



ધર્મેશ અમીનની ધરપકડ પછી જામીન પર છૂટકારા બાદ વિગતો બહાર આવી 

કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો સેક્સ વીડિયો બનાવી તે વાઇરલ કરવાની ધમકી આપી રૂ. 3.50 કરોડ માગવામાં આવતા હતા. તેમણે કુલ 13 બ્લેક મેઇલરનાં નામો ફરિયાદમાં આપ્યાં છે. જેમાંથી ક્રાઇમ બ્રાંચે ધર્મેશ અમીનની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરી સાત દિવસનાં રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જજે રિમાન્ડની માગણી ફગાવી દઈ ધર્મેશને રૂ. 15 હજારની જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
સુરત ઉપરાંત નવસારી-વાપી, દમણના ધનિકોનો સમાવેશ
  
આ ટોળકીએ જે રાજકારણીઓને સકંજામાં લીધા છે તેમાં ભાજપના વરાછા વિસ્તારના ત્રણ આગેવાનો અને કોંગ્રેસના એકનો સમાવેશ થાય છે. ત્રણેય આગેવાનો પાટીદાર છે. જેમાંથી બે અત્યારે ધારાસભ્ય તરીકે પ્રજાનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યા છે. જ્યારે એક પૂર્વ ધારાસભ્ય છે. જેમને આ ટેન્શનના કારણે હૃદય રોગનો હુમલો પણ આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તો સુરત શહેર પોલીસમાં સારી સારી જગ્યાએ ફરજ બજાવી બદલી પામી બહાર ગયેલા એક પોલીસ અધિકારીનો વીડિયો પણ આ ટોળકી પાસે હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હીરા-કાપડના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો મળી કુલ 35 ધનિકોની વીડિયો ક્લિપ તૈયાર કરી હોવાનું આધારભૂત સૂત્રોએ કહ્યું હતું. જેમાં સુરત ઉપરાંત નવસારી-વાપી, દમણના ધનિકોનો સમાવેશ થાય છે.
5 વર્ષની સજાની જોગવાઈ હોવાથી જામીન મળી ગયા
 
તપાસનીશ અધિકારી ક્રાઈમ બ્રાંચના પોઈ પી.એલ.ચૌધરીએ કહ્યું હતું કે આ ગુનામાં પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. જેથી જામીન મળી ગયા. હવે બાકીના તમામને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-fee-regulation-law-is-right-says-the-gujarat-high-court


સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કર્યો 
- જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળા માટે જાહેર કરાયેલા દર - એનએસસી, પીપીએફ, કેવીપી, સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજ ઘટયું - સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં ૮.૩ ટકા વ્યાજ યથાવત - સરકારની આ જાહેરાત પછી બેંકો પણ પોતાની એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કરશે (પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૭ ડિસેમ્બર 2017, બુધવાર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફરી એક વખત ઘટાડો કર્યો છે. સરકારે આજે જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળા માટે બચત યોજનાના વ્યાજ દરો જાહેર કર્યા છે. જે મુજબ નેશનલ સેવિંગ્સ સ્કીમ(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ), કિસાન વિકાસ પત્ર(કેવીપી) અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થયો છે. જો કે પાંચ વર્ષની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર ૮.૩ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંકોના બચત ખાતામાં જમા રકમ પર મળતા ૪ ટકા વ્યાજમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે એપ્રિલથી દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરની સમીક્ષા કરવામાં આવે છે. આજે કરાયેલા ફેરફાર મુજબ પીપીએફ અને એનએસસીમાં હવે ૭.૬ ટકા જ્યારે કેવીપીમાં ૭.૩ ટકા વ્યાજ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે ૮.૩ ટકાની બદલે ૮.૧ ટકા વ્યાજ મળશે. ેએકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટના વ્યાજ દર પણ ઘટાડી ૬.૬ ટકાથી લઇને ૭.૪ ટકા રાખવામાં આવ્યા છે.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-government-reduced-the-interest-rates-on-small-savings-schemes-by-0-20-percent

ફી નિયમન કાયદાના હાઇકોર્ટના ચુકાદાનો તુરંત અમલ કરાશે 
-આ ચૂકાદાથી ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓનેલાભ -ગુજરાતી સ્વ-નિર્ભર શાળાઓની ફી અંગેનો એક્ટ સંપૂર્પણે બંધારણીય છે અને તમામ આક્ષેપો ખોટા:ભુપેન્દ્રસિંહ અમદાવાદ, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર રાજ્યની સ્વ-નિર્ભર શાળાઓમાં ફી નક્કી કરતા ફી નિયમન એક્ટ અંગે હાઇકોર્ટે આપેલા ચુકાદાને સરકારે આવકાર્યો છે. તેમજ હાઇકોર્ટના આદેશ બાદ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તેનો તાત્કાલીક અસરથી અમલ કરાની જાહેરાત પણ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી દીધી છે. હાઇકોર્ટના આ ચુકાદાથી ગુજરાતના ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મિડિયા સાથેની વાતચીતમાં રૃપાણી સરકારમાં શિક્ષણ મંત્રીનો હવાલો સંભાળતા અને હવે નવી સરકારમાં પણ કેબિનેટ મંત્રી બનેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ચુકાદાથી હવે ફી નિયમનનો સત્વરે અમલ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. હાઇકોર્ટે કોઈ પણ પ્રકારનો સ્ટે આપવાની માંગણી સ્વીકારી નથી. તેઓએ કહ્યું હતું કે, ફી નિયમનનો કાયદો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ ખોટો અપપ્રચાર અને પાયા વગરના આક્ષેપો કરતા હતા તે આ બધા ખોટા સાબિત થયા છે મધ્યમ વર્ગમાં લાખો પરિવારોને ઓછી ફી ભરવી પડે એવા સારા ઉદ્દેશ્યથી આ નવો કાયદો લાવવામાં આવ્યો હતો. હવે સ્પષ્ટપણે ચુકાદો આવી ગયો છે ત્યારે શાળાઓમાં મનફાવે તે રીતે ફી વસુલતી ખાનગી શાળાઓના સંચાલકોની દાદાગીરીને ચલાવી લેવાશે નહિ. શાળાઓ ફીની ચુકવણી અંગે વાલીઓને દબાણ કરતા હતા. વાલીઓને હવે પછી કોઈ મજબૂરી રહેશે નહિ. અત્રે એ નોંધનીય છે કે ગત બજેટ સત્રમાં સ્વનિર્ભર શાળાઓની શૈક્ષણિક ફીનું નિયમન કરતો એક્ટ પસાર કર્યો હતો શાળા સંચાલકોએ તેને કોર્ટમાં પડકારતા તેનો અમલ થઈ શકતો નહોતો. આ કાયદાનો ભંગ કરવા બદલ રૃા. પાંચ લાખનો, બીજી વખતના ભંગ બદલ ૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ છે. તેમજ ત્રીજી વખત ભંગ કરનારી શાળાઓની માન્યતા રદ કરીને તેની  ર્શંભ પરત ખેંચવાની કાર્યવાહી કરવાની ભલામણ પણ સમિતિ કરશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-high-court-s-judgment-of-fee-regulation-law-will-be-implemented-immediately

શગુન બિલ્ડ સ્ક્વેરે ઘોડાસરના ઝૂપડાંમાં સંતાડેલા ૨૩૦૦૦ દસ્તાવેજો જપ્ત કરાયા 
-પ્લોટમાં રોકેલા પૈસા અઢી વર્ષમાં બમણા કરી આપવાની લાલચ આપનાર -ચૅરમૅન ગીતા શાહ, મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહ અને ડિરેક્ટર શૈલેશ મકવાણા ભાગેડું:ત્રણેયની જામીનઅરજી કો અમદાવાદ, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર રાજસ્થાનના ભિલવાડામાં રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં રજિસ્ટર થયેલી અને અઢી વર્ષમાં પ્લોટમાં રોકેલા નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી હજારો લોકો સાથે છેતરપિંડી કરનાર ગીતા શાહ અને મનીષ શાહે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં એક ઝૂપડાંમાં સંતાડી રાખેલા અંદાજે ૨૩૦૦૦ ઇન્વેસ્ટર્સને ઇન્વેસ્ટમેન્ટના દસ્તાવેજો સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ પકડી પાડયા છે. આ કંપનીમાં ડિરેક્ટર તરીકે યોગેન્દ્ર રણછોડરાય રામી અને શૈલેશ ડાહ્યાભાઈ મકવાણા પણ ડિરેક્ટર તરીકે સંકળાયેલા છે. અમદાવાદના બોપલ, પ્રાંતીજ ઉપરાંત ઇલોલ અને વડોદરાના રોકાણકારો પણ તેને હાથે છેતરાયા છે. અઢી વર્ષમાં ડબલ કરી આપવાની આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારાઓ અંગેના દસ્તાવેજોની કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ આ સ્કીમમાં રોકાણ કરનારાઓ અંદાજે ૨૩૦૦૦ લોકોના આ દસ્તાવેજો છે. એક આખી આઈશર ટ્રક ભરીને દસ્તાવેજો મળ્યા હતા. જોકે દરેકના ઇન્વેસ્ટમેન્ટની કુલ રકમનો સરવાળો હજી થઈ શક્યો નથી. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ આ કૌભાંડમાં ૧૨૮ લોકોના લીધેલા નિવેદનમાં તેમણે રૃા. ૩૬ કરોડથી વધુ ગુમાવ્યા હોવાનું જણાવ્યું છે. આ સ્થિતિમાં આ કૌભાંડનો આંક ઘણો જ મોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ૨૩૦૦૦ ઇન્વેસ્ટર્સે મિનિમમ રૃા. ૧૦૦૦૦ના ઇન્વેસ્ટમેન્ટને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો મિનિમમ રૃા. ૨૩ કરોડનું કૌભાંડ થવા જાય છે. પરંતુ આ રકમ બહુ જ વધારે થઈ જવાની ધારણા છે, કારણ કે અઢી વર્ષ બાદ રકમ મેચ્યોર થઈ ત્યારે નાણાં પરત ન થયા હોય તેવા ૨૩૦૦૦ લોકોના આ દસ્તાવેજો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. રાજેન્દ્ર હિરાભાઈ પરમારે કરેલી ફરિયાદને કારણે આ કેસમાં તપાસ થઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કંપનીના ડિરેક્ટર શૈલેશ મકવાણા ઝડપાયા છે. તેમને સાત દિવસ માટે રિમાન્ડ પર લેવાયા હતા. તેમને જેલમાં પણ મોકલી દેવાયા છે, પરંતુ ત્યારબાદ જામીન પર મુક્તિ મેળવી છે. તેથી તેમણે શગુન બિલ્ડ સ્ક્વેરનું નામ ઉતારીને સાણંદ સરખેજ સર્કલ પાસે મોતી બેકરીની પાછળ સિગ્નેચર ટુ ટાવરમાં શગુન એગ્રી સ્પેસને નામે નવી ઑફિસ શરૃ કરી દીધી હતી. આ ઑફિસમાંથી તેમણે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગાજીપુર ગામની જમીનના પ્લોટ પાડીને ઉપર જણાવેલી સ્કીમ મુજબ જ વેચવાના ચાલુ કરી દીધા હતા. તેમાં પણ ૨૦૧૫-૧૬થી પૈસા આપવાનું બંધ થતાં હોબાળો મચી ગયો હતો. સેબીએ નોટિસ આપી હોવાને બહાને તેમણે લોકોને પૈસા આપવાનું ટાળ્યું હતું. ગીતા અને મનીષ શાહ રોકાણકારોને સમજાવવાનું કામ યોગેન્દ્ર રામી અને શલૈશ મકવાણાને માથે જ નાખતા હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/shagun-build-squire-seized-23-000-documents-hiding-in-ghodasar-zoos


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/