સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 11 October 2017

હાર્દિક અને અલ્પેશના કારણે અટકી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત? - GSTR-1 ફાઇલિંગના છેલ્લા દિવસે પોર્ટલના ધાંધિયાઃ વેપારીઓ પરેશાન - ચૂંટણી ડિસેમ્બરમાં: ૧૭મીએ તારીખનું એલાન - બુકી બજારમાં ભાજપ હોટ ફેવરિટ પણ સીટો ઘણી ઘટશે - શુક્રવારે પેટ્રોલ પંપો બંધ પાળશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application
હાર્દિક અને અલ્પેશના કારણે અટકી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત?
બંને પોતાની રણનીતિ જાહેર કરે તેની જોવાતી રાહ
હાર્દિક અને અલ્પેશના કારણે અટકી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત?
   નવી દિલ્હી તા. ૧૧ : ગુજરાતમાં ભાજપના ઉદયમાં પાટીદાર મતોનો ફાળો મહત્વનો રહ્યો છે. આ ઉપરાત ઓબીસી મતોનું મૂલ્ય પણ ઓછુ આંકી શકાય તેમ નથી. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને ભલે ઉમેદવારો જાહેર કરવાની ઉતાવળ કરી રહ્યા હોય, પણ બંને પક્ષો પાટીદાર અનામત આંદોલન (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ અને ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોર, તેમની રણનીતિ સ્પષ્ટ ના કરે ત્યાં સુધી બંનેમાંથી એક પણ પક્ષ પોતાના ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવાની સ્થિતિમાં નથી.
   કોઈપણ ચૂંટણીમાં ભલે પક્ષો ગમે તેવી મોટી-મોટી વાતો કરતા હોય, પણ જ્ઞાતિવાદનું સમીકરણ તો હંમેશા હાવિ થતું જ રહ્યું છે. ગુજરાતની ચૂંટણીઓ પણ તેમાં બાકાત નથી. ગુજરાતની લગભગ દરેક બેઠક પર પાટીદાર અને ઓબીસી મતોનું થોડા-ઘણા અંશે પ્રભુત્વ છે. આથી દરેક પક્ષ આ ફેકટરને ધ્યાનમાં રાખીને જ ઉમેદવાર ફાઈનલ કરતો હોય છે. જોકે, પાટીદાર સમાજમાં હાર્દિક પટેલ અને ઠાકોર સમાજમાં અલ્પેશ ઠાકોર પોતાની પકડ હોવાની છાપ ઊભી કરવામાં સફળ રહ્યા છે, તે જોતા બંને નેતાઓ પોતાના વલણને સ્પષ્ટ ના કરે ત્યાં સુધી બંને પક્ષો ઉમેદવારો નક્કી કરવા મુશ્કેલ છે. એટલે જ, ભાજપ ભલે ૨૨થી ૨૮મી નવેમ્બર દરમિયાન ઉમેદવારો નક્કી કરવા પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે તેમ કહેતો હોય કે કોંગ્રેસને પણ ઉમેદવારો જાહેર કરવાની ઉતાવળ હોય, પણ બંનેમાંથી કોઈ હાલ ઉમેદાવરો અંગે કોઈ નિર્ણય લેવાનું જોખમ લઈ શકે તેમ નથી.
   અહેમદ પટેલ રાજયસભામાંથી ચૂંટણી જીત્યા એ પછી આ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ સાથે છેક સુધી રહેનારા ૪૩ ધારાસભ્યોને જીતાડવા એ હવે પોતાની જવાબદારી છે, એવી જાહેરાત અહેમદ પટેલે કરી હતી. જોકે, આ ધારાસભ્યોને કયા વિસ્તારમાંથી ટિકિટ અપાશે, એની જાહેરાત પણ કોંગ્રેસ દ્વારા હજી કરવામાં આવી નથી. આવી જ રીતે ભાજપમાં પણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, મહેસૂલ મંત્રી સહિતના કેટલાક ધારાસભ્યો ચૂંટણી લડવાના છે એ નક્કી હોય એ સ્વાભાવિક છે. પરંતુ તેમાંથી એક પણ નામની જાહેરાત કરવામાં આવી નથી. તેનું કારણ એ છે કે, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પોતાની રાણનીતિ જાહેર કરે તે પછી ગુજરાત વિધાનસભાની લગભગ પ્રત્યેક બેઠકના સમીકરણ બદલાઈ શકે છે. એવું પણ બની શકે કે, ભાજપ અને કોંગ્રેસના હાલના સીટિંગ ધારાસભ્યોને પોતાની હાલની બેઠકના બદલે સલામત બેઠક તરફ નજર દોડાવવી પડી કે છે. નિષ્ણાંતોના મતે પાટીદાર, એસસી અને ઓબીસી ફેકટર કઈ બેઠક પર કઈ રીતે કામ કરશે એ સ્પષ્ટ થાય તે પછી જ બેઠકો પર ઉમેદવાર ફાઈનલ કરવાની રણનીતિ ભાજપ અને કોંગ્રેસ અપનાવશે.
   પાટીદાર અને ઓબીસી આગેવાનોની રણનીતિ પર માત્ર ભાજપ અને કોંગ્રેસ જ નહીં, જનવિકલ્પના નામે તમામ ૧૮૨ બેઠકો પર ઉમેદવાર ઊભા રાખવાની ફિરાકમાં રહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ રાહ જોવી પડશે. કારણ કે, જયાં સુધી ભાજપ-કોંગ્રેસ ઉમેદવારોની જાહેરાત ના કરે ત્યાં સુધી જનવિકલ્પમાંથી કોને ચૂંટણી લડાવવી તે નક્કી કરવું શંકરસિંહ માટે પણ મુશ્કેલ છે, એવું વિશ્લેષકોનું કહેવું છે.(૨૧.૭)

Source :-http://www.akilanews.com/11102017/main-news/1507702893-115777

GSTR-1 ફાઇલિંગના છેલ્લા દિવસે પોર્ટલના ધાંધિયાઃ વેપારીઓ પરેશાન
દિવાળી ટાણે ધંધાને બદલે ફોર્મ ભરવાની કડાકૂટ
   અમદાવાદ તા. ૧૧ : દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) અમલમાં આવ્યો ત્યારથી વેપારીઓની પરેશાની વધી ગઇ છે. GSTR-1 સબમિટ કરવાનો મંગળવારે (૧૦મી ઓકટોબર) છેલ્લો દિવસ હોવાથી વેપારીઓ સવારથી GSTR-1 સબમિટ કરવા પ્રયાસ કરતા હતા. ત્યારે જ દર વખતની જેમ GST પોર્ટલ ઠપ થઇ જતાં વેપારીઓ પરેશાન થઇ ગયા હતા. ટેકસ કન્સલ્ટન્ટ પણ વેબસાઇટના ધાંધિયાથી પરેશાન થઇ ગયા હતા.
   દિવાળીના તહેવારોમાં માંડ માંડ ઘરાકી જામી હોય ત્યારે જ વેપારીઓના GST સબમિટ કરવા માટ કલાકો વેડફાતા હોવાથી વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નારાજ વેપારીઓની ફરિયાદ છે કે GST અમલ કરતાં પહેલા સિસ્ટમ યોગ્ય ડેવલપ કરવાની એને તેની વેબસાઇટ યોગ્ય ડિઝાઇ કરી હોય તો સારૂ હતું. દર વખતની માફક આ GSTR-1 સબમિટ કરવામાં પણ વેપારીઓએ સમય અવધી વધારી આપવા માંગ કરી છે.
   ટેકસ સલાહકારોના જણાવ્યા મુજબ મંગળવાર GSTR-1 સબમિટ કરવાનો છેલ્લો દિવસ હતો. હવે સવારથી જ વેબ પોર્ટલ ઠપ થઇ જતાં વેપારીઓ મૂંઝાયા હતા. બપોર પછી સિસ્ટમ કાર્યરત થઇ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા હતા. જયારે હકીકતમાં વેપારીઓ પોતાનું GSTR-1 સબમિટ કરે ત્યારે પોર્ટલમાં જુદી જુદી એરર આવતાં તેમના GSTR-1 સબમિટ થઇ શકયા નહોતા.
   GSTR 3Bની આખરી તારીખ લંબાવવા માગ
   જુલાઈના સમરી રિટર્ન એવા GSTR ૩બી ભરવાની છેલ્લી તારીખ ૧૦ ઓકટોબર હતી અને હવેથી ૨૦ દિવસ સુધી આ રિટર્ન ફાઇલ થઇ શકશે નહીં. વેપારીઓનું કહેવું છે કે છેલ્લા દિવસે પણ પોર્ટલ પર સમસ્યા હતી અને ૨૦ દિવસ સુધી રિટર્ન નહીં ભરવામાં આવે તો દૈનિક રૂ. ૨૦૦ની પેનલ્ટી લેખે દરેક વેપારીએ કુલ રૂ. ૪,૨૦૦ની પેનલ્ટી ચૂકવવી પડશે. વિવિધ સંગઠનોએ સરકારને ૩૧ ઓકટોબર સુધી આ તારીખ લંબાવવા રજૂઆત કરી છે પરંતુ મંગળવારે મોડી રાત સુધી સરકારે આ મુદત લંબાવી નથી.

Source :-http://www.akilanews.com/11102017/gujarat-news/1507703664-64560

ચૂંટણી ડિસેમ્બરમાં: ૧૭મીએ તારીખનું એલાન
દિલ્હીથી ૧૭મીએ ચૂંટણી જાહેર કરાય તેવી શકયતાઃ ચૂંટણી ખર્ચના મોનિટરીંગ માટે જિલ્લાઓમાં ઇન્કમટેક્ષ ઓફિસરોને નિયુકત કરાશેઃ મની પાવરનો દુરૂપયોગ અટકાવાશે, પેરોલ ઉપર છુટેલાઓને જેલ ભેગા કરાશે, પક્ષોના સૂચનોનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લેવાશેઃ એ.કે. જોતિ
   અમદાવાદ તા. ૧૧ : રાજય વિધાનસભાની આગામી ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે સમગ્ર ટીમ સાથે ગુજરાતની બે દિવસિય મુલાકાતે આવેલા મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિએ રાજકીય પક્ષો, રાજય-જિલ્લા ચૂંટણી તંત્ર, પોલીસ અધિકારીઓ, મુખ્યસચિવ, પોલીસ વડા સાથે બેઠકો યોજીને તમામ વિગતો, સૂચનો મેળવી લીધા છે. હવે, તેઓ દિલ્હી પહોંચીને પ્રાપ્ત વિગતો-સૂચનોના અનુસંધાને ચૂંટણીની તારીખોની સત્ત્।ાવાર જાહેરાત કરશે.
   રાજયમાં મુકત અને ન્યાયી ચૂંટણી યોજાય, તમામ મતદારો ભયમુકત થઈને મતદાન કરી શકે તે માટે પંચ દ્વારા બનતા તમામ પ્રયત્નો કરાશે. કોઈ કોમી છમકલાં ન થાય, મની પાવરનો દુરુપયોગ ન થાય તે માટે ખાસ ધ્યાન અપાશે. જોક, તેમણે વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર માસ દરમિયાન જ યોજાશે એમ ભારપૂર્વક જણાવ્યું હતું. દિલ્હીથી સંભવત્ ૧૭મી ઓકટોબરે વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરાય તેવી શકયતા છે.
   દિલ્હી પરત ફરતાં અગાઉ પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર એ.કે.જોતિએ કહ્યું હતું કે, આ વખતે તમામ જિલ્લાઓમાં ઈનકમટેક્ષ ઓફિસરોને ખાસ નિયુકત કરાશે. જેમના દ્વારા રાજકીય પક્ષો-ઉમેદવારોના ચૂંટણી દરમિયાન થનારા ખર્ચનું મોનિટરિંગ કરાશે. તમામ મત-વિસ્તારોમાં ફલાઈંગ સ્કવોડ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા કેસની મુવમેન્ટ, લીકર, ડ્રગ્સ અને આવી અન્ય બાબતો ઉપર નજર રાખશે. તેમના વાહનોને જીપીએસથી સજ્જ કરાશે.
   મની પાવરના દુરુયોગ અંગે લોકો સીધી માહિતી આપી શકે તે માટે મોબાઈલ એપ આધારિત ફરિયાદ પધ્ધતિ અમલમાં મૂકાશે. ઈનકમટેક્ષ ઓથોરિટી દ્વારા ૨૪ કલાક કાર્યરત રહે તે રીતે કંટ્રોલ રૂમ કાર્યરત કરશે. ખાસ મેઈલ આઈડી ક્રિએટ કરાશે. જેની બહોળી પ્રસિધ્ધિ કરાવાશે.
   ડિસેમ્બર માસમાં પ્રથમ બે સપ્તાહમાં લગ્નસરા હોવાથી ૧૪મી ડિસેમ્બર પછી ચૂંટણી યોજવી, આ વખતે વીવીપેટનો પ્રથમવાર ઉપયોગ થતો હોવાથી મતદાનનો સમય વધારવો, કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે, એવા સંદર્ભના પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ ટૂંકમાં આ બાબતે દિલ્હીથી જાહેરાત કરશે.
   તમામ મત-વિસ્તારોમાં ૧૦૦ ટકા વીવીપેટની સ્લીપોની ફરજિયાત ગણતરી કરવા બાબતે પૃચ્છા કરાતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ૧૦૦ ટકા બૂથ ઉપર વીવીપેટનો ઉપયોગ કરાશે એટલે ૧૦૦ ટકા સ્લીપોની ફરજિયાત ગણતરી શકય નથી પણ જે વિસ્તારમાં ઉમેદવાર પરિણામ સામે શંકા વ્યકત કરશે કે કોઈ પ્રશ્ન ઉઠાવશે ત્યારે આરઓને યોગ્ય લાગશે તો તેઓ વીવીપેટની સ્લીપો ગણવા અંગે નિર્ણય લઈ શકશે. એવી જ રીતે અસામાજિક તત્વો ઉપર નજર રખાશે. પેરોલ ઉપર છૂટેલા તમામને જેલ ભેગા કરવાની સૂચના અપાઈ ગઈ છે. તમામ બૂથો ઉપર સીસીટીવી કેમેરા લગાવાશે. વીડિયોગ્રાફી કરાવાશે. પૂરતો પોલીસ બંદોબસ્ત તૈનામ કરાશે. કોઈ કોમી,અન્ય રીતે છમકલા ન થાય તે માટે ખાસ પ્રયત્નો કરાશે.
   કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાય, મુકત ન્યાયી ચૂંટણી કરાશે,નાણાંનો દુરુપયોગ રોકાશે, મતદાર યાદીની જાળવણી, ઈવીએમ-વીવીપીએટીનો ઉપયોગ કરાશે, નવા મતદારોને ૨૫મી નવેમ્બર પહેલાં ફોટો ઓળખકાર્ડ અપાશે, બૂથ ઉપર દિવ્યાંગો સહિતના તમામ મતદારો માટે પૂરતી વ્યવસ્થા ઊભી કરાશે, ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર નજર રખાશે, પેઈડ ન્યૂઝ માટે સૂચનાઓ આપી દેવાઈ છે, ઈન્ફરમેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી ત્રણ મોબાઈલ એપ શરૂ કરાશે,વીપીપીએટી માટેનું માર્ગદર્શન તંત્રને આપી દેવાયું છે.
   આ વખતે ઈન્ફરમેશન ટેકનોલોજીના ઉપયોગ સંદર્ભે સમાધાન નામની મોબાઈલ એપ શરૂ કરાશે. જેમાં તમામ પ્રકારની ફરિયાદો કરી શકાશે. એવી જ રીતે સુવિધા નામથી બીજી એક એપ શરૂ કરાશે. જેના દ્વારા રેલીઓ, લાઉડ સ્પીકરનો ઉપયોગ સહિતની ચૂંટણી અંગેની વિવિધ મંજૂરીઓ ૨૪ કલાકમાં મળી જાય તેવી સિંગલ વિન્ડો વ્યવસ્થા કરાશે. હેલિકોપ્ટર લેન્ડીંગ માટે ૩૬ કલાક પહેલાં મંજૂરી લેવી પડશે. ત્રીજી એપ સુગમ નામથી ચાલુ થશે. જેના દ્વારા વ્હીકલ સંપાદન બાબતની સુવિધા પૂરી પાડશે.ચૂંટણી પંચે તમામ બાબતો ઉપર બાજનજર રાખવાની જાહેરાત કરી હતી પરંતુ સોશિયલ મીડિયામાં રાજકીય પક્ષો, ઉમેદવારો કે લોકો દ્વારા કરાતા પ્રચાર-અપપ્રચાર ઉપરના અંકુશ બાબતે તેમણે હાથ અદ્ઘર કરતાં કહ્યું હતું કે, એમાં તકલીફ એ છે કે, ખૂબ જ ઝડપથી એક કોમેન્ટની સામે અન્ય સંખ્યાબંધ કોમેન્ટ્સ થઈ જાય છે. તેને રોકવી કઈ રીતે ? છતાં નજર રખાશે.
Source :-http://www.akilanews.com/11102017/main-news/1507702560-115767

બુકી બજારમાં ભાજપ હોટ ફેવરિટ પણ સીટો ઘણી ઘટશે
ભાજપને ૯૮-૯૯ જ્યારે કોંગ્રેસને ૮૩-૮૪ સીટો મળશે તેવું સટોડિયાઓનું અનુમાન
   અમદાવાદ તા. ૧૧ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બુકીઓ પણ કરોડોની હારજીત કરવા માટે તૈયાર થઇ ગયા છે. બુકીઓના મતે ચૂંટણીમાં પણ ભાજપ હોટ ફેવરિટ છે,પરંતુ સીટની સંખ્યા ઘટશે માની રહ્યા છે. ભાજપની સંખ્યા ૯૮-૯૯ તેમજ કોંગ્રેસની ૮૩-૮૪ સીટ આવે તેમ બુકી બજારના સુત્રો જણાવી રહ્યા છે.
   ચૂંટણી જેમ- જેમ નજીક આવી રહી છે તેમ મતદારોનો મૂડ પણ બદલાઇ રહ્યો છે. થોડા દિવસ પહેલા બુકી બજારમાં વિધાનસભાની ચુંટણીમાં ભાજપની ૧૩૦ સીટ બતાવતા હતાં અને તેનો ભાવ ૬૫ પૈસા ખુલ્યો હતો.
   બુકીઓના મતે ભાજપનો ભાવ ૮૦ પૈસા થઇ ગયો છે અને કોંગ્રેસનો ભાવ ૧.૫૦ થયો છે. ગુજરાત વિધાનસભા ચુંટણીમાં માત્ર ગુજરાતમાંથી ૩૦૦ કરોડથી પણ વધારેનો સટ્ટો રમાશે તેમ બુકીઓ જણાવી રહ્યા છે.નોંધનિય છે કે આખા દેશની નજર ગુજરાતના રાજકારણ પર મંડરાયેલી છે.


Source :-http://www.akilanews.com/11102017/main-news/1507701791-115764

શુક્રવારે પેટ્રોલ પંપો બંધ પાળશે
પેટ્રોલ-ડિઝલને GSTમાં સમાવવા માંગઃ હોમ ડીલીવરીનો નિર્ણય જોખમીઃ રોજના ભાવ વધારા-ઘટાડાનો વિરોધઃ ર૭મીથી અચોક્કસ મુદતની હડતાલ
   રાજકોટ તા.૧૧ : દેશભરના પેટ્રોલ પંપ ધારકોએ તેમને પડતી અસંખ્ય બાબતની હાલાકીથી કંટાળીને હડતાલનો ધોકો પછાડશે. સૌરાષ્ટ્રભરના પેટ્રોલ પંપ શુક્રવારે બંધ પાળશે અને તા.ર૭થી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યુ છે.
   સરકારના નીતનવા ફતવાઓ, પેટ્રોલીયમ પેદાશની હોમ ડીલીવરી, પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવાની માંગ, દરરોજનું ભાવ નિર્ધારણ સહિતની માંગણીઓ સાથે શુક્રવારે પંપધારકોએ ધંધો બંધ રાખવા નિર્ણય કર્યો છે.
   તા.૧૬ જુનથી પેટ્રોલ-ડિઝલનો ભાવ રોજેરોજ નક્કી થાય છે જે ભાવ લગભગ રોજેરોજ વધતો જ જાય છે. જયારે ઓગષ્ટ ૧૭થી ડિલર્સના માર્જીનમાં ગુંચવણો, પેટ્રોલીયમ પ્રોડકટસ જેવા જવનલશીલ જોખમી પદાર્થોની હોમ ડિલીવરીનો વિચિત્ર નિર્ણય ડિલર્સો વિરોધ કરી રહ્યા છે તો પેટ્રોલીયમ ઉત્પાદનોને જીએસટીના નિયત દરમાં આવરી લેવા સહિતની માંગણી કરી રહ્યા છે જે મુદે તા.૧૩ના એક દિવસની હડતાલનું અને તા.ર૭ ઓકટોબરથી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન ગુજરાત પેટ્રોલ પંપ ડિલર્સ એસો. દ્વારા અપાયુ છે તેમ એસો.ના ધીમંતભાઇ ઘેલાણીએ જણાવ્યુ હતુ.રાજકોટમાં આશરે ૪પ પેટ્રોલ પંપો આ દિવસે બંધ રહેશે. શહેરમાં દૈનિક સરેરાશ ૧.પ૦ લાખ લીટર અને ૩.પ૦ લાખ લીટર ડિઝલની ખપત હોય છે.
   દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના પેટ્રોલ પંપ એસોસીએશને હડતાલને ટેકો આપ્યો છે તો જામનગર પેટ્રોલ પંપ ડિલર્સ એસોસીએશન પણ હડતાલમાં સજ્જડ રીતે જોડાશે. પોરબંદર પેટ્રોલ પંપ ડિલર્સ પણ માર્કેટીંગ ડીસીપ્લીન ગાઇડલાઇન (એમ.જી.જી.) રદ કરવા સહિતના મુદે હડતાલને પુરો ટેકો જાહેર કર્યો છે. જુનાગઢ જિલ્લાના ૪પથી વધુ પેટ્રોલ પંપો આ દિવસે બંધ રહેશે.

Source :-http://www.akilanews.com/11102017/rajkot-news/1507703805-85871



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment