સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 30 November 2017

ફેસબુક પર હાર્દિક નરેન્દ્ર મોદી કરતા ત્રણ ગણો વધુ પોપ્યુલર - ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાર્દિકને શું સલાહ આપી? - હાર્દીકની સભા બાદ રાજકોટમાં નવા સમીકરણો - સર્વ સમાજનો એક જ સાદ, નહિ ચાલે આ સરકારઃ હાર્દિકનો સરકાર વિરોધી જૂસ્સો

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application




Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાર્દિકને શું સલાહ આપી?
નરેશ પટેલ અને હાર્દિક વચ્ચે આજે સવારે મહત્વની બેઠક યોજાઇ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે હાર્દિકને શું સલાહ આપી?
   રાજકોટ તા. ૩૦ : હાર્દિકની રાજકોટની સભામાં લોકો આવશે કે નહીં આવે તેવી અનેક પ્રકારની અટકળોનો બુધવારે રાત્રે યોજાયેલી જંગી સભા બાદ રિઝલ્ટ આવી ગયું. GMDC જેવી સભા કરવાની ઈચ્છા રાખનારા હાર્દિકે રાજકોટમાં પણ મોટી સંખ્યામાં હાજર રહેલા સમર્થકોની વચ્ચે સભા કરી. બુધવારે રાત્રે સભા ગજવ્યા પછી આજે સવારે હાર્દિકે સરદાર પટેલ ભવનમાં ખોડલધામના ચેરમને નરેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી. હાર્દિકે આ મુલાકાતની માહિતી ટ્વીટ કરીને આપી હતી. હાર્દિક અને નરેશભાઈ પટેલ વચ્ચે લગભગ ૧૫ મિનિટ સુધી બેઠક ચાલી હતી. આ બેઠક પછી હાર્દિકે કહ્યું કે, નરેશભાઈએ તેને કહ્યું કે તેઓ સમાજના હિતમાં સાથે જ છે.
   પાસ કન્વીનર હાર્દિક પટેલ અને ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ વચ્ચે બંધ બારણે થયેલી બેઠક બાદ હાર્દિકે બેઠકમાં થયેલી વાતોનો ખુલાસો કર્યો હતો. હાર્દિકે જણાવ્યું કે નરેશભાઈ સાથેની સુભેચ્છા મુલાકાત હતી અને તેઓ અમારા વડીલ સમાન છે. હાર્દિકે નરેશભાઈ સાથે કરેલી બેઠકમાં નરેશભાઈએ તેને શું કહ્યું તે વિશે વાત કરીને જણાવ્યું કે, 'નરેશભાઈએ અમને કહ્યું કે જે કરો તે ઈમાનદારીથી કરજો, માતાજીની સાક્ષીએ કરજો, અમે તમારી સાથે છીએ.'
   પાટીદાર અનામત આંદોલન બાદ હવે ભાજપને ચૂંટણીમાં પછાડવા માટેના તમામ પ્રયત્નો કરી રહેલા હાર્દિકે નરેશભાઈ સાથેની બેઠકમાં, નરેશભાઈએ તેની સાથે હોવાની વાત પણ કરી છે. હાર્દિકે કહ્યું કે, નરેશભાઈએ કહ્યુ કે જે કામ કરો છો તે સાચું કરો છો પાછા ન પડતા. પાટીદાર છો તે લડજો માતાજીના આશિર્વાદ આપણી સાથે છે. હાર્દિકે કહ્યું કે, અનામત અંગે પણ નરેશભાઈ સાથે વાત થઈ હતી.

Source :-http://www.akilanews.com/30112017/rajkot-news/1512034261-88057

હાર્દીકની સભા બાદ રાજકોટમાં નવા સમીકરણો
રાજકોટમાં મહાક્રાંતિ સભામાં પાસ કન્વીનરે ભાજપ પર કર્યા આકરા શાબ્દીક પ્રહારો :રાજકોટ લુખ્ખા અને ગુંડાતત્વોનો અડ્ડોઃ વિકાસ બતાવો તો ખરાઃ ભાજપને પરચો બતાવવા હાકલ :૧૩૫૦૦ થી ૧૪૦૦૦ની મેદનીનો આઈબીનો રીપોર્ટ
હાર્દીકની સભા બાદ રાજકોટમાં નવા સમીકરણો
      હાર્દિક સાથે વિવિધ સમાજ એકમંચ પરઃ હાર્દિકના ગઇકાલે યોજાયેલા મહાક્રાંતિ સંમેલનમાં વિવિધ સમાજને એકમંચ પર એકઠો કરવામાં આયોજકો સફળ રહ્યા હતાં. ઉપલી ત્રણ તસ્વીરમાં પાટીદાર સમાજના યુવાનો અને દિકરીઓ દ્વારા હાર્દિકનું હારતોરા અને કુમકુમ તિલક કરી થઇ રહેલું સન્માન-સ્વાગત નજરે પડે છે. નીચેની તસ્વીરમાં રાજપૂત સમાજની કરણી સેનાના સ્થાનિક આગેવાન જે. પી. જાડેજા, ભરતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા અને રાજભા ઝાલાનું સન્માન હાર્દિક દ્વારા થઇ રહેલું, ત્યાર પછીની તસ્વીરમાં ભરવાડ સમાજના યુવાન કોંગ્રેસી કાર્યકર રાજુ ઝુંઝાનું સન્માન, ત્રીજી તસ્વીરમાં કોંગ્રેસના યુવા આગેવાન જયકિશનસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, પિન્ટૂભાઇ ઝાલા અને અન્ય ક્ષત્રિય યુવાનો નજરે પડે છે. ચોથી તસ્વીરમાં સરદાર પટેલનું ચિત્ર હાર્દિકને અર્પણ કરતાં યુવાનો તથા નીચેની તસ્વીરમાં કોંગ્રેસના આગેવાન બાબુભાઇ ડાભી અને અન્યો હાર્દિકનો ઉત્સાહ વધારતાં નજરે પડે છે. હાર્દિકને ભેટમાં અપાયેલી તલવારને માથે લગાડી મા ભવાની રૂપની આરાધના કરતાં હાર્દિક પટેલની લાક્ષણીક તસ્વીર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)
      રાજકોટ, તા. ૩૦ :. ગઈકાલે મોરબીના ખાખરેચીમાં ખેડૂત સંમેલન યોજયા બાદ મોડી સાંજે રાજકોટમાં મહાક્રાંતિ સભામાં હાર્દીકે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દીક પટેલની સભા બાદ રાજકોટ જીલ્લાની વિધાનસભા બેઠકોમાં નવા રાજકીય સમીકરણો મંડાયા છે.
      રાજ્યના ઈન્ટેલીજન્સ બ્યુરોના સત્તાવાર રીપોર્ટ મુજબ ૧૩૫૦૦ થી ૧૪૦૦૦ની મેદની આ સભામાં ઉમટી હતી. ઉપસ્થિત લોકોને સંબોધતા હાર્દીકે ભાજપ ઉપર આકરા શાબ્દીક પ્રહારો કરીને જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં વિકાસ ગાંડો નહીં પરંતુ જન્મ્યો જ નથી રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી નહીં પરંતુ ભાજપના માત્ર પ્રવકતા છે.
      રાજકોટના નાનામવા સર્કલ પર પાસ દ્વારા આયોજીત મહાક્રાંતિ સંમેલનમાં રાજકોટ શહેરના કોંગ્રેસનો પણ સહકાર મળ્યો હતો.
      સભાને સંબોધતા હાર્દીક પટેલે જણાવ્યુ હતુ કે ભાજપે સમાજને જોડવાના બદલે માત્ર તોડવાનું કામ કર્યુ છે ત્યારે લેઉવા અને કડવા પટેલો એ પાટીદાર બનીને ભાજપને પરચો બતાવવો પડશે.
      તેણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં મને વિકાસ બતાવો તો આંદોલન બંધ કરી દઈશ. રાજકોટ લુખ્ખાઓ અને ગુંડાતત્વોનો અડ્ડો બની ગયાનું કહ્યુ હતું.
      મહાક્રાંતી રહેલીમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેણે નેતાઓના મગરના આંસુઓ તણાઈ ન જવા અને કપાસના પોષણક્ષમ ભાવો મળતા હોવાનું જણાવ્યુ હતું.
      હાર્દીકે ભાજપની રાજકીય ચાલ સામે મેદનીને સાવધ કરતા જણાવ્યુ હતુ કે જો ભાજપ જીતી જશે તે તક આપણા હાથમાંથી સરી જશે, હાર્દીકના આગમન પહેલા પાસના અન્ય આગેવાનોએ પણ સંબોધન કર્યુ હતું.
      પાટીદારોની આ મહાક્રાંતિ સંમેલનમાં તમામ ઈત્તર સમાજના આગેવાનોએ હાર્દીકનું સન્માન કર્યુ હતુ તો પરેશ રાવલ સાથે ઝપાઝપી કરનાર ચાર રાજપૂત યુવાનોમાંથી ત્રણનું સન્માન કરાયુ હતું.
      મેદનીમાં રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Source :-http://www.akilanews.com/30112017/rajkot-news/1512037901-88084

સર્વ સમાજનો એક જ સાદ, નહિ ચાલે આ સરકારઃ હાર્દિકનો સરકાર વિરોધી જૂસ્સો
સર્વ સમાજનો એક જ સાદ, નહિ ચાલે આ સરકારઃ હાર્દિકનો સરકાર વિરોધી જૂસ્સો
   ગઇકાલે સાંજે નાના મવા ચોકડી નજીક આવેલા ખુલ્લા ગ્રાઉન્ડ પર હાર્દિક પટેલનું મહાક્રાંતિ સંમેલન મળ્યું હતું. જેમાં તેણે પોતાની ધુંઆધાર શૈલીમાં સરકાર વિરૂધ્ધ મુદ્દાસરની વાતો કરી મતબેંક ધ્રુવીકરણનું કાર્ય કર્યુ હતું. આ સભામાં આઇબીના રિપોર્ટ મુજબ સાડાતેરથી ચોૈદ હજાર લોકો ઉમટી પડ્યા હતાં. હાર્દિકે પોતાના મહાક્રાંતિ સંમેલનના સ્ટેજ પરથી લગભગ તમામ સમાજનું સન્માન કરી અભિવાદન ઝીલ્યું હતું. પાટીદારોને લેઉવા કડવાનો ભેદ ભુલી ભાજપ સામે ઉતરી પડવાનો લલકાર આ યુવા નેતાએ કર્યો હતો. સભાની સ્થળ સ્થિતિ દર્શાવતી તસ્વીરમાં ઉમટી પડેલા હજ્જારો માણસો અને સ્ટેજ પર યુવા નેતાના સમર્થકો નજરે પડે છે. ઇન્સેટ તસ્વીરમાં હાર્દિકનો જૂસ્સો તરી આવે છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

Source :-http://www.akilanews.com/30112017/rajkot-news/1512037862-88083

ફેસબુક પર હાર્દિક નરેન્દ્ર મોદી કરતા ત્રણ ગણો વધુ પોપ્યુલર
હાર્દિકની સભાઓનું FB લાઇવ વધુ જોવાય છેઃ હાર્દિકના FB લાઇકસ ઓછા છતાંય બહોળો પ્રતિસાદઃ રાજકોટની સભાને સાત લાખથી વધુ વ્યુ
ફેસબુક પર હાર્દિક નરેન્દ્ર મોદી કરતા ત્રણ ગણો વધુ પોપ્યુલર
      નવી દિલ્હી તા. ૩૦ : ગુજરાતમાં ચૂંટણી ટાણે સોશિયલ મીડિયાનો પણ પ્રચાર માટે જોરશોરથી ઉપયોગ થઈ રહ્યો છે. હાર્દિક હોય કે પછી નરેન્દ્ર મોદી, બંનેની સભાઓનું ફેસબુક લાઈવ પણ અચૂક કરાય છે, જેને મોટી સંખ્યામાં લોકો નિહાળે છે. પીએમ પોતે પણ સોશિયલ મીડિયા પર ખાસ્સા લોકપ્રિય છે, અને સક્રિય પણ. જોકે, હવે ફેસબુક પર હાર્દિક પટેલ પીએમ મોદી કરતા ઘણો વધારે ફેમસ થઈ ચૂકયો છે. બંને નેતાઓની છેલ્લી સાત જાહેરસભાના ફેસબુક લાઈવને જે પ્રતિસાદ મળ્યો છે તે જ આ વાતનો પુરાવો છે.
      હાર્દિકનું ફેસબુક પેજ પર ૮ લાખથી વધુ લાઈકસ અને ૮.૧૭ લાખ ફોલોઅર્સ ધરાવે છે. જયારે ગુજરાત ભાજપનું ફેસબુક ૨૫ લાખથી પણ વધુ લાઈકસ અને તેટલી જ સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે. નવાઈની વાત એ છે કે, હાર્દિકના ફેસબુક પેજને જેટલી લાઈકસ છે તેના કરતા ગુજરાત ભાજપના ફેસબુક પેજની લાઈકસ ત્રણ ગણી વધારે હોવા છતાં હાર્દિકના એફબી લાઈવને જેટલો રિસ્પોન્સ મળે છે તેનાથી અડધો રિસ્પોન્સ પણ મોદીની સભાના એફબી લાઈવને નથી મળતો.
      હાર્દિક પટેલે ફેસબુક પર લાઈવ કરેલી છેલ્લી સાત સભાઓને અત્યાર સુધી ૩૩.૨૪ લાખ વ્યૂ મળ્યા છે. આ ઉપરાંત, તેને ૨.૩૯ લાખ જેટલા રિએકશન્સ અને સીત્ત્।ેર હજાર જેટલા શેર્સ મળ્યા છે. જયારે મોદીની છેલ્લી સાત સભાના એફબી લાઈવને ૧૦.૦૯ લાખ વ્યૂ મળ્યા છે, અને ૧ લાખ ૪૦૦ રિએકશન્સ મળ્યા છે. મોદીના છેલ્લા સાત એફબી લાઈવને ૧૨ હજાર શેર્સ મળ્યા છે. આમ, હાર્દિકના છેલ્લા સાત એફબી લાઈવને મળેલા વ્યૂ મોદીના સાત એફબી લાઈવના વ્યૂ કરતા ત્રણ ગણા વધારે છે. રિએકશન અને શેર્સમાં પણ હાર્દિક મોદી કરતા ઘણો આગળ છે. આ તમામ આંકડા ૩૦ નવેમ્બરે સવારે ૧૧ કલાકે લેવામાં આવ્યા હતા.
      હાર્દિકે રાજકોટમાં ૨૯ નવેમ્બરે સાંજે જાહેર સભા કરી હતી. આ સભાના ફેસબુક લાઈવને ૭ લાખથી વધારે વ્યૂઝ આવ્યા છે, અને તેને ૨૭.૫ હજારથી પણ વધારે શેર મળ્યા છે. તેટલું જ નહીં, તેને ૭૨ હજારથી વધુ રિએકશન્સ (લાઈકસ સહિતના રિએકશન) મળ્યા છે, અને હજારોની સંખ્યામાં કોમેન્ટ્સ પણ આવી છે.
      તેવી જ રીતે, હાર્દિકે ૨૭ નવેમ્બરે એક ફેસબુક લાઈવ કર્યું હતું, જેમાં તેણે લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના સવાલના જવાબ આપ્યા હતા. આ એફબી લાઈવને પણ સાડા પાંચ લાખથી વધારે વ્યૂઝ મળ્યા હતા. આ ઉપરાંત, તેને ૨૯ હજાર રિએકશન્સ, ૪૭૩૬ શેર્સ મળ્યા હતા અને હજારોની સંખ્યામાં કોમેન્ટ્સ પણ આવી હતી.
      ૨૬મી નવેમ્બરે હાર્દિકે ચોક પે ચર્ચાનું આયોજન કર્યું હતું. જેનું તેણે પોતાના ફેસબુક પેજ પર લાઈવ પ્રસારણ પણ કર્યું હતું. આ એફબી લાઈવને સાડા પાંચ લાખથી વધુ વ્યૂઝ આવ્યા હતા. આ ઉપરાંત. તેને ૩૩ હજારથી વધુ રિએકશન્સ અને ૯૦૨૪ શેર્સ પણ મળ્યા હતા.
      ૨૧ નવેમ્બરે હાર્દિકે ધોળકાના ત્રાસદ ગામે એક જાહેર સભા સંબોધી હતી. આ જાહેરસભાનું એફબી લાઈવ કરાયું હતું, જેને ૩ લાખથી વધારે વ્યૂઝ, ૨૩ હજારથી વધારે રિએકશન અને ૫૬૨૦ જેટલા શેર્સ મળ્યા હતા.
      જામનગરમાં હાર્દિકે જે જનજાગૃત્ત્િ। સંમેલન કર્યું હતું તેના ફેસબુક લાઈવને પણ ૨.૯૪ લાખથી વધારે વ્યૂઝ મળ્યા હતા. એટલું જ નહીં, આ એફબી લાઈવને ૧૯ હજારથી વધુ રિએકશન્સ અને ૪૮૨૧ શેર્સ મળ્યા છે. આ પોસ્ટને ૧૧ હજારથી વધુ કોમેન્ટ્સ પણ મળી છે.
      હાર્દિકે ૧૮ નવેમ્બરે માણસામાં કરેલી સભા પણ ખાસ્સી વિવાદમાં આવી હતી. મંજૂરી વગર આ સભા કરાઈ હતી, જેના એફબી લાઈવને પ્રચંડ રિસ્પોન્સ મળ્યો હતો. આ સભાને ફેસબુક પર ૫.૭૩ લાખ વ્યૂ મળ્યા હતા. તે સિવાય ૪૩ હજારથી પણ વધારે રિએકશન અને ૧૪ હજારથી પણ વધુ શેર્સ આવ્યા હતા. આ એફબી લાઈવને ૩૭ હજાર કોમેન્ટ્સ પણ મળી હતી.

Source :-http://www.akilanews.com/30112017/main-news/1512039522-118863



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment