સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 13 December 2017

પ્રચાર પડઘમ શાંત થયા પછી હાર્દિક કર્યું ડોર - ટુ - ડોર કેમ્પેઇન - હાર્દિકની સભાઓ સફળ પણ તેનો અર્થ એ નથી કે બધા ભાજપની વિરૂધ્ધ મતદાન કરે - બેંકોને બેડ લોન્સની મુશ્કેલી માટે યુપીએ સરકારના 'અર્થશાસ્ત્રી' જવાબદાર છે - માર્ચ 2018ના આંદોલનમાં કોઇ ‘કેજરીવાલ’ પેદા નહીં થાયઃ અન્ના હજારે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

પ્રચાર પડઘમ શાંત થયા પછી હાર્દિક કર્યું ડોર - ટુ - ડોર કેમ્પેઇન

ડોર-ટુ-ડોર મીટીંગ કરીને સમાજના લોકોને મળ્યા અને ચૂંટણીમાં તેમનું સમર્થન માંગ્યુ હતુ

નવી દિલ્હી તા. ૧૪ : આજે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે બુધવારે સાંજે અમદાવાદના પાટીદાર બહુમત ધરાવતા વિસ્તારોમાં જઈને તેના સમર્થકો સાથે વાતચીત કરી હતી અને મોટી સંખ્યામાં લોકો સાથે મુલાકાત કરી હતી.
હાર્દિકે બાપુનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પૂજા કરીને પોતાના આ ડોર-ટુ-ડોર કેમ્પેઈનની શરુઆત કરી હતી. ત્યારપછી ઠક્કરબાપા નગર અને બાપુનગર મતવિસ્તારમાં સમાજના લોકો સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૧૫ના રોજ પાટીદાર અનામત આંદોલન પછી થયેલા ઘર્ષણમાં આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં હિંસા થઈ હતી.
આ ઘર્ષણ દરમિયાન મૃત્યુ પામેલ શ્વેતાંગ પટેલના માતા પ્રભાબેન પટેલ સાથે પણ હાર્દિક મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્વેતાંગ પટેલ અને અન્ય પાસ નેતાઓનો કેસ લડી રહેલા એડવોકેટ બી.એમ.મંગુકિયા ઠક્કરબાપા નગરની બેઠક પર લડી રહ્યા છે. અમદાવાદ પાસના કન્વીનર જયેશ પટેલે જણાવ્યું કે, અમે ડોર-ટુ-ડોર મીટિંગ કરીને સમાજના લોકોને મળ્યા અને ચૂંટણીમાં તેમનું સમર્થન માંગ્યુ હતુ.
પાસના અન્ય એક કન્વીનર ધાર્મિક માલવિયાના જણાવ્યા અનુસાર પાસના અમુક સમર્થકોની નિકોલ પોલીસે અટકાયત કરી હતી. આ લોકો પેમ્ફલેટ વહેંચી રહ્યા હતા. જો કે પાસના કાર્યકરોએ વિરોધ કરતા આ યુવાનોને છોડી દેવામાં આવ્યા હતા.(૨૧.૬)


Source :- http://www.akilanews.com/Main_news/Detail/14-12-2017/119707

હાર્દિકની સભાઓ સફળ પણ તેનો અર્થ એ નથી કે બધા ભાજપની વિરૂધ્ધ મતદાન કરેઃ વિચારવાની બાબત

સભામાં કોઇને સાંભળવા જવું અને મત આપવા જવું જુદી વાત છેઃ રાજકિય પંડિતો શું માને છે?

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની બોલબાલા રહી હતી. તેની સભામાં જંગી મેદની ઉમટી પડતી હતી અને એ જોઇને ભાજપમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જોકે હાર્દિક પટેલની સભામાં ઉમટેલી જનમેદની આજે મતમાં પરિવર્તિત થશે કે કેમ એ પ્રશ્ન ઉઠયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં આ વખતે હાર્દિક પટેલ હોટ ફેવરિટ બની ગયો હતો. તેની જાહેર સભાઓ જ્યાં યોજાય ત્યાં લોકો સ્વયંભૂ ઊમટી પડતા હતા. પાટીદારો માટે અનામતની લડાઇ લડી રહેલા આ પાટીદાર નવયુવાને જાહેર સભાઓમાં કાઠું કાઢીને ભાજપની રીતસરની હંફાવી દીધી હતી. જાહેર સભાઓમાં માત્ર પાટીદારો માટે અનામત કે શિક્ષણની વાત જ નહી, તમામ વર્ગના બેરોજગાર યુવાનો, ખેડૂતો તેમજ મહિલા વર્ગની વાત મુદ્દાસર રીતે છેડીને એની દાખલા - દલીલો

Source :-http://www.akilanews.com/Main_news/Detail/14-12-2017/119716

બેંકોને બેડ લોન્સની મુશ્કેલી માટે યુપીએ સરકારના 'અર્થશાસ્ત્રી' જવાબદાર છે : મોદી - બેંકોની દુર્દશા માટે વડાપ્રધાને પાછલી સરકાર પર દોષનો ટોપલો ઢોળ્યો - યુપીએ સરકારે બેંકો પર દબાણ કરીને ઉદ્યોગગૃહોને કરોડો રૃપિયાની લોન અપાવી હોવાનો વડાપ્રધાનનો દાવો - એફઆરડીઆઈ બિલનો અમલ થશે તો બચત ખાતાની ડિપોઝીટ જોખમમાં આવી જશે એ અફવા હોવાનો પણ દાવો (પીટીઆઈ)    નવી દિલ્હી, તા.૧૩ ડિસમ્બર 2017, બુધવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર યુપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, પાછલી સરકારે બેંકો પર ઉદ્યોગપતિઓને કરોડો રૃપિયાની લોન આપવાનું દબાણ કર્યું હતું. આ કૌભાંડો ટુજી સ્પેક્ટ્રમ, કોલસા બ્લોકની ફાળવણી અને કોમનવેલ્થ ગેમ્સ કરતા પણ મોટું કૌભાંડ છે. વડાપ્રધાન મોદીએ ફિક્કીની ૯૦મી સામાન્ય સભામાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સની મુશ્કેલીઓની 'જવાબદારી' અમને પાછલી સરકારના 'અર્થશાસ્ત્રીઓ' પાસેથી મળી હતી. એ જ લોકોએ ગરીબોના પૈસા લૂંટીને બેંકો પર ઉદ્યોગપતિઓને કરોડો રૃપિયાની લોન અપાવી હતી. આ જ કારણસર બેંકોની દુર્દશા થઈ છે. આ દરમિયાન મોદીએ એનડીએ સરકારની સિદ્ધિઓની વાત કરતા કહ્યું હતું કે, અમારી સરકારની નીતિઓ ગરીબ તરફી છે. મહિલાઓને નિઃશુલ્ક રાંધણ ગેસના જોડાણો, દરેક ઘરને બેંક ખાતા, યુવાનોેને લોન અને સસ્તી હોમ લોન જેવી નીતિઓનો અમલ ૨૦૧૪થી શરૃ થયો છે. અમે જનધન યોજના હેઠળ ૩૦ કરોડથી વધુ ગરીબોને બેંક ખાતા ખોલી આપ્યા છે. મોદીએ દાવો કર્યો હતો કે, ઉદ્યોગગૃહો ઘણાં સમયથી જીએસટીની માંગ કરી રહ્યા હતા. તેનો અમલ પણ ભાજપશાસિત સરકારે કર્યો છે. ઉદ્યોગગૃહો પણ ઓછા કરવેરાનો લાભ ગ્રાહકોને પહોંચાડી રહ્યા છે. અમારી સરકારે જૂનાપુરાણા કાયદા ખતમ કરીને નફાખોરી વિરુદ્ધના પગલાં લીધા છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ફાઈનાન્સિયલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઈન્સ્યોરન્સ બિલ-૨૦૧૭નો મુદ્દો છેડતા કહ્યું હતું કે, આ નવા કાયદાથી બચત ખાતાના ગ્રાહકોની ડિપોઝીટ જોખમમાં આવી જશે એ વાત પાયાવિહોણી અને અફવા છે. આ પ્રસ્તાવનો સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા અભ્યાસ થઈ રહ્યો છે. અમે બેંક ગ્રાહકોની નાણાંકીય સુરક્ષા માટે મક્કમ છીએ, પરંતુ સતત તેની વિરુદ્ધની વાતો ફેલાવાઈ રહી છે.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-upa-government-s-economist-is-responsible-for-the-problem-of-bad-loans-to-banks-modi

માર્ચ 2018ના આંદોલનમાં કોઇ ‘કેજરીવાલ’ પેદા નહીં થાયઃ અન્ના હજારે

આગરાઃ સમાજસેવક અન્ના હજારેએ મંગળવારે કહ્યું કે, વર્ષ 2011માં ભ્રષ્ટાચાર વિરુધ્ધના તેમના આંદોલન બાદ અરવિંદ કેજરીવાલે જ્યારે આમ આદમી પાર્ટી બનાવ લીધી ત્યારે તેમની સાથેના બધા જ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. જેને લઇને હવે તેમણે કહ્યું છે કે, તેઓ 23 માર્ચ 2018થી તે ફરી એકવાર આંદોલન શરૂ કરવા જઇ રહ્યાં છે જેમાંથી કોઇ નવો ‘કેજરીવાલ’ પેદા નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011માં દિલ્હીના રામલીલા મેદાનમાં સમાજસેવક અન્ના હજારેએ ભ્રષ્ટચાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું, લઇને તત્કાલિન યુપીએ સરકાર બેકફૂટ પર આવી જતાં આંદોલનના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી બનાવી લીધી હત. આને ધ્યાનમાં રાખીને હવે અન્ના હજારેએ પહેલાથી જ જાહેરાત કરી દીધી છે કે, માર્ચ 2018ના આંદોલનમાં કોઇ નવો ‘કેજરીવાલ’ પેદા નહીં થાય.

તેમને પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, 23 માર્ચ 2018થી દિલ્હીના રામલીલા મેદાનમાં થનારા ત્રણ મુદ્દાના આંદોલનમાં લોકપાલની નિયુક્તિ, ખેડૂતોની સમસ્યા, ચૂંટણી સુધાને લઇને લોકોમાં જાગૃતિ પેદા કરવાનું લક્ષ્ય છે.

તેમને કહ્યું કે, હવે જે કાર્યકર્તા તેમને મળશે તે સ્ટેમ્પ પેપર પર લખીને આપશે કે તે કોઇ પાર્ટી નહીં બનાવે, સાથે તેમને જાહેરાત કરી કે તે ના કોઇ પાર્ટીનો સમર્થન કરશે અને ના કોઇ પાર્ટીમાંથી કોઇને ચૂંટણી લડાવશે.

જીએસટી અને નોટબંધી પર તેમણે કહ્યું કે, સરકારનું કહેવુ છે કે, બેન્કોના 99 ટકા પૈસા જમાન થઇ ગયા છે તે કાળુનાણું ક્યાં છે. તેમણે મોદી સરકાર પર ચાબખા મારતા કહ્યું કે, 30 દિવસની અંદર કાળુનાણું પાછું આવશે અને દરેક સામાન્ય માણસના ખાતામાં 15-15 લાખ રૂપિયા હશે, પણ કોઇના ખાતામાં 15 રૂપિયા પણ નથી આવ્યા.

Source :-http://abpasmita.abplive.in/india-news/anna-hazare-said-no-kejriwal-will-form-in-march-2018-movement-207838/


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment