સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 15 December 2017

પરિણામ ન આવે ત્યાં સુધી ટેન્શનઃ નેતાઓ ભગવાનના શરણે - એકિઝટ પોલ ખોટા પડશેઃ ભાજપ - કોંગ્રેસનો દાવો - જામનગર ગ્રામ્ય, સાણંદ, કપડવંજ, મહેમદાવાદ અને લુણાવાડામાં બળવાખોરો ભાજપને નડશે? - સરકારે કહ્યું -અમારા શબ્દકોષમાં 'શહીદ' જેવો કોઇ શબ્દ છે જ નહી! - ભાજપને ૧૧૦થી વધારે બેઠકો આપતા એકિઝટ પોલ ૧૮મીએ ખોટા પડશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

પરિણામ ન આવે ત્યાં સુધી ટેન્શનઃ નેતાઓ ભગવાનના શરણે

ચૂંટણી બાદ હવે મંદિર - મઝારના શરણે નેતાઓઃ ડે. સીએમ નિતીન પટેલ અને હાર્દિક બંનેએ અંબાજીમાં કરી જીત માટે પ્રાર્થનાઃ કેટલાક નેતાઓએ માની માનતાઃ શુક્રવારથી જ શરૂ કરી દીધી છે પૂજા-અર્ચનાઃ મુસ્લિમ ઉમેદવારોએ પણ કરી ધાર્મિક વિધિ અને માનતા

નવી દિલ્હી તા. ૧૬ : ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે હવે નેતાઓ રાજયમાં સત્ત્।ા મેળવવા માટે વિશ્વ પર જેમની સત્ત્।ા માનવામાં આવે છે તેવા પોતપોતાની શ્રદ્ઘા અનુસાર દેવી-દેવતાઓના શરણે દોડી રહ્યા છે. ગુજરાતના બનાસકાઠા ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ઘ યાત્રાધામ અમ્બાજીમાં મા અમ્બાના આશિર્વાદ લેવા માટે ડે.સીએમ નીતિન પટેલ પહોંચ્યા હતા તો તેના કટ્ટર હરીફ ગણતો હાર્દિક પણ મા અમ્બાની શરણે ગયો હતો. હવે માતા પણ વિસામણમાં હશે કે કોને વિજયી ભવ કહેવું.
હાર્દિકે કહ્યું કે, 'મા અમ્બાના દરબારમાં નમીને મે માતાજી પાસે ગુજરાતના લોકોના કલ્યાણ માટે આશિષ માગ્યા છે. માતાજી મને આશિર્વાદ આપશે કે હું મારા સંઘર્ષમાં છેવટ સુધી લડી શકું.' જોકે હાર્દિક પોતે તો ચૂંટણી નથી લડી રહ્યો પરંતુ આ વખતની ચૂંટણીના પરિણામો પર હાર્દિક એક અસરકારક ફેકટર બની રહેશે. કોંગ્રેસ ઉપરાંત રાજયમાં જો કોઈએ સીધા જ ભાજપ પર હુમલા કર્યા હોય તો તે હાર્દિક જ છે જેણે કોંગ્રેસ માટે કરેલા ચૂંટણી પ્રચાર દરમિયાન રાજયના કલ્યાણ માટે ભાજપને હરાવવા લોકોને હાકલ કરી હતી. આ સાથે જ તેણે મહેસાણામાંથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલ પર પણ આકરા પ્રહાર કર્યા હતા.
જયારે મા અમ્બાના દરબારમાં પહોંચેલા ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે, 'ચૂંટણી બાદ મે થોડો સમય પરિવાર સાથે પસાર કર્યો ત્યાર બાદ હું પક્ષના કાર્યાલય પર ગયો અને ત્યાંથી સીધો માતાની શરણમાં પહોંચ્યો છું. મારી માતાને એક જ પ્રાર્થના છે કે રાજયમાં ભાજપને ભવ્ય વિજયના આશીષ આપે.'
જયારે ભાજપના અન્ય દિગ્ગજ નેતા અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ શુક્રવારે રાતે પોતાના કુળદેવી ચેચર જોગણીના દર્શનાર્થે સાવલીના ભાદરવા ખાતે જવા રવાના થયા છે. જયારે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન કોટવાલે કહ્યું કે, 'મને માતાજી પર અતૂટ શ્રદ્ઘા છે અને માતાજીને પ્રાર્થના કરી છે કે ચૂંટણીમાં જીતીશ કે તરત જ વહેલી તકે માતાના દર્શને જઈશે.' જયારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને શયાજીગંજના ઉમેદવાર નરેન્દ્ર રાવતે કહ્યું કે, 'મે શુક્રવારે જ ભગવાન શિવના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી છે. તેમજ પ્રભુને પ્રાર્થના કરી છે કે મને વિજય થવાના આશીષ આપે. ચૂંટણી કેમ્પેઇનમાં અમે ખૂબ મહેનત કરી છે અને આગળ પણ હું વિકાસકાર્યો માટે સતત ફાઈટ આપતો રહીશ.'
જયારે નિકોલના કોંગ્રેસી ઉમેદવાર ઈન્દ્રવિજયસિંહ ગોહીલે કહ્યું કે, 'મે ઓઢવમાં આવેલ ભાથીજી મંદિર અને ખોડીયાર મંદિર ખાતે પૂજાઅર્ચના કરી છે અને માનતા માની છે કે જો હું જીતીશ તો અમ્બાજી મંદિર ખાતે અને ભાવનગરમાં આવેલ ખોડિયાર મંદિર ખાતે પૂજા-અર્ચના કરીશ.'
આ જ રીતે કોંગ્રેસના બે મુસ્લિમ ઉમેદવાર દરિયાપુરથી ગ્યાસુદ્દીન શૈખ અને જમાલપુર-ખડિયાથી ઈમરાન ખેડવાલાએ 'નમાઝ-એ-શુક્રાન'અદા કરીને માનતા માની હતી કે જો તેઓ જીત હાંસલ કરશે તો અજમેર-એ-શરિફની મુલાકાત લઈ ઈબાદત કરશે.(૨૧.૭)


Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/16-12-2017/67318

એકિઝટ પોલ ખોટા પડશેઃ ભાજપ - કોંગ્રેસનો દાવો

ભાજપ કહે છે... એકઝીટ પોલ કરતા પણ વધુ બેઠકો મળશેઃ કોંગ્રેસ કહે છે... અમે ૧૨૦ બેઠકો મેળવશું

નવી દિલ્હી તા. ૧૬ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પત્યા પછી એકિઝટ પોલ સામે આવ્યા છે અને લગભગ દરેક પોલમાં ભાજપની જીત જણાઈ રહી છે. પરંતુ બન્ને પાર્ટી હજી પણ સોમવારની રાહ જોઈ રહી છે જયારે ચૂંટણી કમિશન દ્વારા પરિણામ જાહેર થવાનું છે.
ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી અને તેમની ટીમ શુક્રવારના રોજ ભાજપના હેડકવાર્ટર્સ કમલમ પહોંચ્યા હતા, જયાં તેમણે ભાજપના જિલ્લા કક્ષાના કાર્યકરોને બોલાવ્યા હતા અને ગ્રાઉન્ડ પરની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાત ઈન-ચાર્જ ભુપેન્દ્ર યાદવ શુક્રવારે સવારે જ દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભાજપ એકિઝટ પોલ કરતા પણ વધારે બેઠકો પર જીત મેળવશે.
જો કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસ ગુજરાતના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને શકિતસિંહ ગોહિલે પાલડી ખાતે રાજીવ ગાંધી ભવનમાં પાર્ટીના અન્ય નેતાઓ સાથે મીટિંગ કરી હતી. સોલંકીનો દાવો છે કે પાર્ટી ગુજરાતમાં ૧૨૦ સીટ જીતશે. આ સિવાય ગોહિલે એક ટ્વિટને રિટ્વિટ કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતું કે કઈ રીતે બિહારમાં એકિઝટ પોલના પરિણામો ખોટા પડ્યા હતા. હાર્દિક પટેલે પણ જણાવ્યું કે, ભૂતકાળમાં ઘણી વાર એકિઝટ પોલના પરિણામો ખોટા પડ્યા છે.
જીતુ વાઘાણી જણાવે છે કે, ઉત્ત્।રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મોટા ભાગના એકિઝટ પોલમાં ભાજપની જીતનો દાવો કરવામાં આવ્યો હતો. પાર્ટીએ કહ્યુ હતું કે તે રાજયમાં ઐતિહાસિક જીત મેળવશે અને પાર્ટીએ જીત મેળવી પણ હતી. ગુજરાત ચૂંટણીમાં પણ મોટા ભાગના એકિઝટ પોલ્સમાં ભાજપની જીત દર્શાવવામાં આવી છે. અમારા સૂત્રોના ફીડબેક પ્રમાણે આ વખતે પણ અમે ઐતિહાસિક જીત મેળવીશુ.
કોંગ્રેસના ભરતસિંહ સોલંકી કહે છે કે, દિલ્હી, બિહાર, પંજાબ અને અન્ય ચૂંટણીઓમાં એકિઝટ પોલ્સ ખોટા સાબિત થયા છે. ગુજરાતમાં પણ ૧૮મી ડિસેમ્બરના રોજ એકિઝટ પોલ્સ ખોટા સાબિત થશે. અમે અમારા ઉમેદવારો સાથે મીટિંગ કરી હતી અને દરેક સીટ પર ચર્ચા કરી હતી. અમને વિશ્વાસ છે કે ૧૨૦ સીટ તો અમે આ વર્ષે ચોક્કસપણે જીતીશુ.


Source :- http://www.akilanews.com/Main_news/Detail/16-12-2017/119893

જામનગર ગ્રામ્ય, સાણંદ, કપડવંજ, મહેમદાવાદ અને લુણાવાડામાં બળવાખોરો ભાજપને નડશે?

ભાજપના બે ડઝન કાર્યકરોએ બળવો કરી અપક્ષ, કોંગ્રેસ, એનસીપીમાંથી ઉમેદવારી કરી છે

નવી દિલ્હી તા. ૧૬ : ગુજરાત વિધાનસભાની બન્ને તબક્કાની ચૂંટણીમાં ભાજપના ૨૪ જેટલા મહત્વના કાર્યકરોએ બળવો કરી સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ, કોંગ્રેસ, એનસીપીમાંથી ઉમેદવારી કરી છે એમાં લગભગ અડધો ડઝનથી વધારે બેઠકો પર ભાજપને આ બળવાખોર કયાંકને કયાંક નડી જશે એમ મનાય છે. આ બળવાખોરોમાં બે પૂર્વ સાંસદોનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર રાજયના સરેરાશ મતદાનની જેમ ઓછું મતદાન થયું હોવાથી ભાજપના માર્જિનમાં ખેંચતમતાણીમાં બાજી બગાડી શકે એવી શકયતા જોવાઇ રહી છે.
જામનગર ગ્રામ્યમાં ભાજપના પૂર્વ પ્રમુખ આર.સી. ફળદુ સામે જિલ્લાના પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનના પતિ વલ્લભાઇ ધારાવીયાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. ભાજપે તેમને સસ્પેન્ડ તો કર્યા છે, પરંતુ અહીં ૨૦૧૨માં ૭૨.૬૪ ટકા મતદાન સામે આ વખતે ૬૫.૮૭ ટકા જેટલું નીચું મતદાન થયું છે. આ જ રીતે સાણંદમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરમશી પટેલના પુત્ર કનુભાઇ મકવાણાને ભાજપે ટિકિટ આપતા નારાજ થયેલા પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડે અપક્ષ ઉમેદવારી કરી છે. કારડિયા રાજપૂત, કોળી મતદારો પ્રભાવી બેઠક ૨૦૧૨ વખતે પણ ભારે ખેચમતાણીના લીધે આ બેઠક માંડ માંડ કોંગ્રેસ જીતી શકી હતી. આ વખતે ત્રી પાંખિયા જંગના કારણે ભાજપ અને કોંગ્રેસ બન્નેના મતદારોમાં ભારે વિભાજન થયું છે. એટલું જ નહીં સમગ્ર અમદાવાદ શહેર-જિલ્લામાં સાણંદમાં દોઢ ટકા મતદાન ઊુંચુ થયું છે એ જોતાં ત્રિપાંખિયા જંગમાં કમા રાઠોડ કોની બાજી બગાડશે એ કળી શકાય એમ નથી.
લુણાવાડામાં પૂર્વ સાંસદ ભૂપેન્દ્ર સોલંકીએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અહીં સરેરાશ ત્રણેક ટકા નીચું મતદાન રહ્યું છે. આ જ રીતે ઝાલોદમાં ભાજપના સસ્પેન્ડેડ સાંસદ બાબુ કટારાના પુત્ર ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી ટિકિટ લઇને ઝંપલાવ્યું છે. ભાવેશ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ પદે હતા. આ જ રીતે ચીખલીમાં રહેતા અને સાંસદ રહી ચૂકેલા પૂર્વ પ્રધાન કાનજીભાઇ પટેલે એમના દીકરા સુનિલ માટે ગણદેવીની ટિકિટ માગી હતી. તે ન મળતાં સુનિલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. કપડવંજમાં પૂર્વ પ્રધાન બિમલ શાહે અપક્ષ ઉમેદવારી કરતાં ભાજપને અહીં મુશ્કેલી પડી શકે છે. જોકે, અગાઉ પણ
બિમલ શાહ ભાજપમાં બળવો કરી ઉમેદવારી કરી ચૂકયા છે અને હારી ગયા હતા. મહેમદાવાદ તાલુકા ભાજપ પ્રમુખ જુવાનસિંહ ચૌહાણે પણ મહેમદાવાદમાં બળવો કરી અપક્ષ તરીકે ભાજપનો ખેલ બગાડવા મેદાનમાં પડ્યા છે.(૨૧.૬)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/16-12-2017/67317

સરકારે કહ્યું -અમારા શબ્દકોષમાં 'શહીદ' જેવો કોઇ શબ્દ છે જ નહી!

RTIમાં ડિફેન્સ મિનિસ્ટ્રીનો જવાબ

નવી દિલ્હી તા. ૧૬: ડિફેન્સ મિનિસ્ટ્રીએ સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન (કેન્દ્રીય સૂચના આયોગ)ને જાણકારી આપતા કહ્યું કે, સેના અથવા પોલીસના શબ્દકોષમાં 'મોર્ટર' કે 'શહીદ' જેવો કોઈ શબ્દ જ નથી, આને બદલે કાર્યવાહી દરમિયાન મૃત્યુ પામનારા સૈનિક અથવા પોલીસકર્મી માટે ક્રમશઃ 'બેટલ કેઝયુઅલ્ટી'અથવા 'ઓપરેશન કેઝયુઅલ્ટી'નો ઉપયોગ કરવામાં આવે છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જયારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે RTI અંતર્ગત એક અરજી કરવામાં આવી હતી કે કાનૂન અને અંતર્ગત 'શહીદ'શબ્દની વિસ્તૃત વ્યાખ્યા શું છે?
આ અરજી ગૃહ અને રક્ષા મંત્રાલયના જુદા-જુદા અધિકારીઓ પાસે મોકલવામાં આવી પરંતુ જયારે અરજદારને સંતોષજનક જવાબ ન મળતા તેણે CICનો સંપર્ક કર્યો જે સૂચના અને અધિકાર અધિનિયમ અંતર્ગતનું સર્વોચ્ચ માળખું છે.
સૂચના આયુકત યશોવર્ધન આઝાદે કહ્યું કે, 'ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી હાજર થયેલા અધિકારીએ જણાવ્યું કે, તેમના મંત્રાલયમાં શહીદ શબ્દનો ઉપયોગ નથી થતો. આના બદલે તેઓ 'બેટલ કેઝયુઆલ્ટી'શબ્દનો ઉપયોગ કરીએ છીએ. બીજી તરફ ગૃહ મંત્રાલય તરફથી હાજર રહેલા અધિકારીએ કહ્યું કે, તેઓ 'બેટલ કેઝયુઅલ્ટી'શબ્દનો ઉપયોગ કરે છે.'(૨૧.૧૧)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/16-12-2017/119897



ભરતસિંહ, અલ્પેશ ઠાકોર, રાહુલ શર્મા, હાર્દિક વગેરેના મતે

ભાજપને ૧૧૦થી વધારે બેઠકો આપતા એકિઝટ પોલ ૧૮મીએ ખોટા પડશે

નવી દિલ્હી તા. ૧૬ : મતદાન પૂર્ણ થયા બાદ આવેલા તમામ એકિઝટ પોલમાં ગુજરાતમાં ભાજપ ફરી સરકાર બનાવશે તેવા દાવા થઈ રહ્યા છે, ત્યારે પૂર્વ ત્ભ્લ્ રાહુલ શર્માએ ફેસબુક પર મૂકેલી પોસ્ટ ચર્ચાસ્પદ બની છે. પૂર્વ IPS રાહુલ શર્મા એ જ વ્યકિત છે કે જેમણે સરકાર દ્વારા DGP બનાવાયેલા પીપી પાંડે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને પીપી પાંડેને પોતાનું પદ છોડવું પડ્યું હતું.
રાહુલ શર્માએ પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે, 'જે લોકો ગુજરાતમાં એકિઝટ પોલ્સ પછી નિરાશા અનુભવે છે તેમને ૧૮મીની રાહ જોવા વિનંતી. તમે આશ્ચર્ય પામશો. છેવટે, એકિઝટ પોલ્સ પર્ફેકટ વિજ્ઞાન નથી.'
મહત્વનું છે કે, બે તબક્કામાં થયેલા મતદાન પછી જેટલા પણ એકિઝટ પોલ્સ આવ્યા છે તેમાં ભાજપને ૧૧૦ની આસપાસ બેઠકો મળશે તેવી શકયતા વ્યકત કરાઈ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસને ફાયદો ચોક્કસ થઈ રહ્યો છે, પરંતુ આ વખતે પણ તે સત્ત્।ાની બહાર જ રહેશે તેવું એકિઝટ પોલ જણાવી રહ્યા છે.
બીજી તરફ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ આજે દાવો કર્યો હતો કે, ૧૮મીએ કોંગ્રેસ ૧૨૦ બેઠકો જીતીને ગુજરાતમાં સરકાર બનાવશે. તેમણે એકિઝટ પોલ ૧૮મીએ ખોટા ઠરશે તેવું પણ કહ્યું હતું. પોતાના ટ્વીટમાં સોલંકીએ ગુજરાતના લોકોનો આભાર માનતા લખ્યું છે કે, ૧૮મીએ ગુજરાતના નવસર્જનની યાત્રાની શરુઆત કરીશું.
અલ્પેશ ઠાકોરે પણ આજે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા દાવો કર્યો હતો કે, એકિઝટ પોલ માત્ર થોડું સેમ્પલ લઈને પરિણામની આગાહી કરે છે. ઠાકોરે કહ્યું હતું કે, ૧૮મીએ સ્પષ્ટ થઈ જશે કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ કયાંય ગ્રાઉન્ડ પર છે જ નહીં, અમદાવાદ જેવા શહેરમાં પણ ભાજપને પોલિંગ એજન્ટ શોધવામાં ફાંફા પડી રહ્યા છે, અને પ્રજામાં તેની સામે રોષ છે ત્યારે ભાજપના જીતવાના કોઈ ચાન્સ જ નથી.
પાટીદાર નેતા અને કોંગ્રેસને ટેકો આપનારા હાર્દિકે ઈવીએમ પર સવાલ ઉઠાવતા ટ્વીટ કર્યા છે કે, જનતા વોટ આપ્યા પછી પણ ચિંતા કરે છે કે તેનો વોટ યોગ્ય રીતે પડ્યો છે કે નહીં ઈવીએમમાં ગડબડના સવાલ પર લોકતાંત્રિક દેશમાં મંથન કરવું જરુરી છે. હાર્દિકે તો વોટિંગ પત્યા પછી ઈવીએમ આટલો બધો સમય મૂકી કેમ રાખવામાં આવે છે તેવો પણ સવાલ કર્યો હતો.(૨૧.૨)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/16-12-2017/67316


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment