સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 27 December 2017

GST આવક સતત ઘટતા સરકાર ચિંતામાં: આવક વધારવા મથામણ - નહેરમાં પાણી બંધ કરાશે તો રૂપાણીના ઘરનું કનેક્શન કાપી નાખીશું: અલ્પેશ - અ'વાદઃ ગોમતીપુર પોલીસ સ્ટેશન પર જિજ્ઞેશનું સમર્થકો સાથે હલ્લાબોલ - સુરત હનીટ્રેપ: રાજકોટની ટોળકીની મદદથી 35 ધનિકોની વીડિયો ક્લિપ બનાવી - સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કર્યો - ફી નિયમન કાયદાના હાઇકોર્ટના ચુકાદાનો તુરંત અમલ કરાશે - શગુન બિલ્ડ સ્ક્વેરે ઘોડાસરના ઝૂપડાંમાં સંતાડેલા ૨૩૦૦૦ દસ્તાવેજો જપ્ત કરાયા

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 
 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

GST આવક સતત ઘટતા સરકાર ચિંતામાં: આવક વધારવા મથામણ

સરકાર સામે બેવડી મુસીબત ઉભી થઇઃ વેપારીઓને આપવામાં આવેલી છુટની સમીક્ષા કરવા વિચારણાઃ કર વસુલાતને લઇને વેપારીઓ ઉપર કસાય શકે છે સિકંજોઃ ટેકસ અધિકારીઓ ધોકા પછાડશેઃ જીએસટી પરિષદની તાબડતોબ બેઠક બોલાવાઇ

નવી દિલ્હી તા.ર૮ : દેશમાં અપ્રત્યક્ષ કરના ક્ષેત્રમાં આઝાદી બાદ સૌથી મોટા કર સુધારા જીએસટી પ્રણાલી લાગુ થયા બાદ ઓકટોબર અને નવેમ્બરમાં કર સંગ્રહમાં સતત ઘટાડો થવાથી કેન્દ્ર સરકારની પરેશાનીમાં વધારો થયો છે.
આવક વસુલીના ઘટાડાની રાજય સરકારોની આર્થિક પરિસ્થિતિ ઉપર કોઇ અસર નહી પડે કારણ કે જો વસુલાતમાં ઘટાડો થાય તેઓને કેન્દ્ર સરકાર તરફથી માત્ર ચાલુ વર્ષ માટે જ નહી પરંતુ આવતા પાંચ વર્ષ દરમિયાન પણ તેની ભરપાઇ કરી દેવામાં આવશે. આ પ્રકારની કર વસુલાતમાં ઘટાડાથી કેન્દ્ર બેવડી મુસીબતમાં જણાઇ રહ્યુ છે તેથી આ સ્થિતિને નિપટવા માટે રણનીતિ બનાવવાની શરૂઆત થઇ ચુકી છે એટલુ જ નહી સરકારે જીએસટી પરિષદની રપમી બેઠકની તારીખની જાહેરાત પણ કરી છે કે જેથી કોઇ મોટો નિર્ણય લેવો હોય તો જીએસટી પરિષદની પરવાનગીની જરૂર રહેતી હોય છે.
નાણા મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જીએસટીની વસુલાતમાં ઘટાડાથી કેન્દ્ર માટે બેવડી મુસીબત એટલા માટે છે કે એક તો કરવેરાની આવક ઘટી રહી છે અને બીજુ તેણે રાજયોને પણ આવકમાં ઘટાડાની ભરપાઇ કરવાની હોય છે જો કર આવકથી રકમ પુરી ન થાય તો તેની જરૂરીયાત બીજા સ્ત્રોતોથી કરવી પડશે. જેની અસર રાજકોષીય ખાધ ઉપર પડી શકે છે.
આ દરમિયાન સરકારે જીએસટી પરીષદની રપમી બેઠક માટે ૧૮ જાન્યુઆરી ર૦૧૮ની તારીખ નક્કી કરી છે જેમાં આ મુદે કેટલાક નિર્ણયો લેવાશે. કેન્દ્ર સરકારના અપ્રત્યક્ષ કર વિભાગ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે જીએસટીમાં વેપારીઓને જેટલી છુટ અપાય છે કદાચ તેની જરૂર ન હતી. વેપારીઓને આપવામાં આવેલી છુટ અને આઝાદી જ કારણ છે કે જીએસટી વસુલાતમાં બીજા મહિને ઘટાડો થયો છે. આ જ કારણે સરકારની સાથે-સાથે રાજયોના અપ્રત્યક્ષ વિભાગના અધિકારીઓને પણ સતર્ક રહેવા જણાવાયુ છે કે જેથી એવા વેપારીઓ ઉપર નજર રાખી શકાય કે જે સાચુ-ખોટુ કરતા હોય. કર વસુલાતને લઇને વેપારીઓ ઉપર સિકંજો કસવામાં આવે તેવી શકયતા છે. (૩-૪)
(9:54 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/28-12-2017/120694

નહેરમાં પાણી બંધ કરાશે તો રૂપાણીના ઘરનું કનેક્શન કાપી નાખીશું: અલ્પેશ

એક માસમાં ઘરનું વાસ્તુ કરીશ :અહીં જ રહેવાનો છું,48 કલાકમાં કાર્યાલય શુર થશે

રાધનપુર: રાધનપુર બેઠક ઉપરથી વિજયી થયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો અભિવાદન સમારોહ બુધવારે અત્રે યોજાયો હતો. જેમાં તેઓએ નર્મદા નહેરમાં પાણી સપ્લાય બંધ કરવામાં આવશે તો 1000 ટ્રેક્ટર ભરી ગાંધીનગર જઈને મુખ્યમંત્રી રૂપાણીના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાંખીશું તેવો લલકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે નર્મદાના પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોના પાકને ચોથું પાણી ન મળે અને પાક સદંતર નિષ્ફળ જાય.તેમણે રાધનપુરને જિલ્લો બનાવવા માટે પણ મક્કમ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

એક માસમાં ઘરનું વાસ્તુ કરીશ : અહીં જ રહેવાનો છું,48 કલાકમાં કાર્યાલય શુર થશે
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચૂંટાયા બાદ પ્રથમ સભામાં જણાવ્યું હતું કે મારે ગરીબોના પ્રશ્ને કામ કરવું છે. અહીં તમારો દીકરો બનીને આવ્યો છું. પરંતુ વિધાનસભામાં હું બાપ બનીને કામ કરીશ. આ વિસ્તારના ગુંડાઓ અને રાજકીય ગુંડાઓને અાકરા શબ્દોમાં ચેતવ્યા હતા અને કહ્યું કે હું કોઈનાથી ડરતો નથી. રાધનપુર વિધાનસભા વિસ્તાર માટે ધારાસભ્યને મળતી ગ્રાન્ટ વાપરવા માટે સંકલન સમિતિ બનાવવામાં આવશે.

સમિતિ 80 ટકા રકમ સુધી ગરીબ લોકોના ભલા માટે વાપરે તેવી ઈચ્છા રાખું છું. પૈસા કે ખુરશી મારંુ લક્ષ નથી. ગરીબોનો વિકાસ જ મારુ લક્ષ છે. રાધનપુર પાલિકામાં વાલિયા લૂંટારા બેઠા છે તે રીતસર લૂંટ ચલાવી રહ્યા છે. હવે ભ્રષ્ટાચાર જરાય નહિ ચાલેે. અલ્પેશ ઠાકોરે જાહેર કર્યુ કે રાધનપુરમાં મારુ કાર્યાલય 48 કલાકમાં ચાલુ થઇ જશે. મારા મકાનનું વાસ્તુ એક મહિનામાં થશે. હું અહીં કાયમ માટે રહેવાનો છું.

અા પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વિસ્તારની વિકાસની ભૂખ સંતોષે તેવા ધારાસભ્ય મળ્યા છે.હું અને અલ્પેશજીના પિતા ખોડાજી એક સાથે કોંગ્રેસમાં સામેલ થયા હતા.રાધનપુર પાલિકાની ચૂંટણીમાં પાંચ વર્ષ સુધી સાથ નિભાવે તેવા લોકો જ તૈયાર રહે, પક્ષ પલટુઓને આ વખતે કોઈ મોકો મળવાનો નથી.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-PAT-OMC-LCL-if-water-is-stopped-in-the-canal-we-will-cut-off-the-connections-of-rupanis-hous-5779117-PHO.html?ref=ht

અ'વાદઃ ગોમતીપુર પોલીસ સ્ટેશન પર જિજ્ઞેશનું સમર્થકો સાથે હલ્લાબોલ

શહેરમાંથી બુટલેગર, ચેઇન સ્નેચર અને પાકિટમારને પકડવા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે

અમદાવાદ: ગોમતીપુર વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલતા હોવાની રજૂઆત સ્થાનિકોએ પદનામિત ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને કરતાં બુધવારે મોડી સાંજે હજારો સમર્થકો સાથે તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ જેસીપી જે.કે. ભટ્ટ સહિત ડીસીપીનો કાફલો દોડી આવ્યો હતો. જ્યારે મેવાણીએ પાંચ મહિલાઓને તેમની આપવીતી રજૂ કરવા જે.કે. ભટ્ટ સમક્ષ મોકલ્યા હતા. પોલીસે દારૂના અડ્ડા બંધ કરાવવાની પણ બાંયધરી આપી હતી. ઉપરાંત એક અઠવાડિયા સુધી મહિલાઓ સાથે એક એસીપીને રાખીને તેઓ કહેશે તે તમામ દારૂના અડ્ડાઓ પર રેડ કરવાની ખાતરી આપી હતી.


જિજ્ઞેશ મેવાણીએ અલ્ટિમેટમ આપ્યું
દારૂના અડા બંધ નહીં થાય ત્યાં સુધી ઘેરાવ ચાલુ રહેશે
બુધવારે મોડી સાંજે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારોહ ગોમતીપુરમાં યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ રોડ શો પણ હતો. આ દરમિયાનમાં સ્થાનિક લોકોએ મેવાણી સમક્ષ અહીં દારૂના અડ્ડા ધમધમી રહ્યાં હોવાની ફરિયાદ કરી હતી. આ સાંભળતા જ મેવાણી સીધા જ ગોમતીપુર પોલીસ સ્ટેશને ધસી ગયા હતા. અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળાં સાથે ગોમતીપુર પોલીસ સ્ટેશનને જ ઘેરી લીધુ હતું.

દર ત્રીજી ગલી એ દારૂ વેચાય છે
મેવાણીએ જણાવ્યું કે, ગોમતીપુરમાં દર ત્રીજી ગલીએ દારૂ વેચાય છે. અને તે પેટે લેવાતા 150 થી 200 કરોડના હપ્તા દિલ્હી સુધી પહોંચે છે. જો 24 કલાકમાં અહીંના તમામ દારૂના અડ્ડા બંધ કરાવવામાં નહીં આવે અને જો ડીસીપી દ્વારા દરેક અડ્ડા પર દરોડા પાડવામાં નહીં આવે તો આંદોલન કરાશે.

પોલીસ કમિશનરનો વળતો જવાબ

શેનું અલ્ટિમેટમ, સંયમ રાખીએ છીએ ત્યાં સુધી ઠીક છે
અમદાવાદના પોલીસ કમિશનર એ.કે. સિંઘે મેવાણીના આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી, શેનું અલ્ટિમેટમ, અમે સંયમ રાખીએ ત્યાં સુધી ઠીક છે. ગેરકાયદે તમામ પ્રવૃતિ સામે પોલીસની નજર છે જ. તેમણે કરેલા આક્ષેપો પણ પાયાવિહોણા છે તેનો સ્વીકાર કરી શકાય નહીં. અમે તેની ચકાસણી કરીશું.

દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી
એકતરફી આક્ષેપો સ્વીકારી શકાય નહીં. અમે સંયમ રાખી રહ્યાં છે. દારૂના અડ્ડા બંધ કરાવવા માટે પોલીસ કાર્યવાહી કરવામાં આવે જ છે. જે અલ્ટીમેટમની વાત કરાઈ છે તો શેનુ અલ્ટીમેટમ, અલ્ટીમેટમની વ્યાખ્યા શું? મેરીટ મુજબ કામ થશે. દારૂના અડ્ડા પોલીસ નથી ચલાવતી. કાર્યવાહી ચોક્કસથી કરાશે. અને અમારા પોલીસ ઈન્સ્પેકટર અને એસીપી સહિતના અધિકારીઓ ત્યાં જ છે. કોઈ અધિકારીએ પોલીસસ્ટેશન છોડયુ નથી. 

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-jignesh-mevani-girth-of-gomtipur-police-station-at-ahmedabad-gujarati-news-5779062-PHO.html?ref=ht

સુરત હનીટ્રેપ: રાજકોટની ટોળકીની મદદથી 35 ધનિકોની વીડિયો ક્લિપ બનાવી

સેવાભાવી બિલ્ડર, રાજકારણી અને પોલીસ ઓફિસર પણ સકંજામાં આવી ચૂક્યા છે

સુરતઃ નીટ્રેપમાં ધર્મેશ અમીનની પૂછપરછમાં ચોંકાવાનારી વાતો બહાર આવી છે. આ ટોળકીએ એક સેવાભાવી બિલ્ડરથી લઈ હીરા-કાપડના કેટલાક ઉદ્યોગપતિઓ, કોંગ્રેસ-ભાજપના આગેવાનો તેમજ એક પોલીસ અધિકારી સહિત લગભગ 35 ક્લિપ બનાવી મોટી રકમનો તોડ કર્યો છે. ધર્મેશ અમીનની ધરપકડ પછી જામીન પર છૂટકારા બાદ વિગતો બહાર આવી 

કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડિયાએ ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમનો સેક્સ વીડિયો બનાવી તે વાઇરલ કરવાની ધમકી આપી રૂ. 3.50 કરોડ માગવામાં આવતા હતા. તેમણે કુલ 13 બ્લેક મેઇલરનાં નામો ફરિયાદમાં આપ્યાં છે. જેમાંથી ક્રાઇમ બ્રાંચે ધર્મેશ અમીનની ધરપકડ કરી હતી. જેને કોર્ટમાં રજૂ કરી સાત દિવસનાં રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જજે રિમાન્ડની માગણી ફગાવી દઈ ધર્મેશને રૂ. 15 હજારની જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.
સુરત ઉપરાંત નવસારી-વાપી, દમણના ધનિકોનો સમાવેશ
  
આ ટોળકીએ જે રાજકારણીઓને સકંજામાં લીધા છે તેમાં ભાજપના વરાછા વિસ્તારના ત્રણ આગેવાનો અને કોંગ્રેસના એકનો સમાવેશ થાય છે. ત્રણેય આગેવાનો પાટીદાર છે. જેમાંથી બે અત્યારે ધારાસભ્ય તરીકે પ્રજાનું પ્રતિનિધિત્ત્વ કરી રહ્યા છે. જ્યારે એક પૂર્વ ધારાસભ્ય છે. જેમને આ ટેન્શનના કારણે હૃદય રોગનો હુમલો પણ આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. તો સુરત શહેર પોલીસમાં સારી સારી જગ્યાએ ફરજ બજાવી બદલી પામી બહાર ગયેલા એક પોલીસ અધિકારીનો વીડિયો પણ આ ટોળકી પાસે હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હીરા-કાપડના ઉદ્યોગપતિઓ, બિલ્ડરો મળી કુલ 35 ધનિકોની વીડિયો ક્લિપ તૈયાર કરી હોવાનું આધારભૂત સૂત્રોએ કહ્યું હતું. જેમાં સુરત ઉપરાંત નવસારી-વાપી, દમણના ધનિકોનો સમાવેશ થાય છે.
5 વર્ષની સજાની જોગવાઈ હોવાથી જામીન મળી ગયા
 
તપાસનીશ અધિકારી ક્રાઈમ બ્રાંચના પોઈ પી.એલ.ચૌધરીએ કહ્યું હતું કે આ ગુનામાં પાંચ વર્ષની સજાની જોગવાઈ છે. જેથી જામીન મળી ગયા. હવે બાકીના તમામને પકડી પાડવા પોલીસની ટીમ કામે લાગી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-fee-regulation-law-is-right-says-the-gujarat-high-court


સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કર્યો 
- જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળા માટે જાહેર કરાયેલા દર - એનએસસી, પીપીએફ, કેવીપી, સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજ ઘટયું - સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમમાં ૮.૩ ટકા વ્યાજ યથાવત - સરકારની આ જાહેરાત પછી બેંકો પણ પોતાની એફડીના વ્યાજ દરોમાં ઘટાડો કરશે (પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૨૭ ડિસેમ્બર 2017, બુધવાર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફરી એક વખત ઘટાડો કર્યો છે. સરકારે આજે જાન્યુઆરીથી માર્ચ સુધીના ગાળા માટે બચત યોજનાના વ્યાજ દરો જાહેર કર્યા છે. જે મુજબ નેશનલ સેવિંગ્સ સ્કીમ(એનએસસી), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ(પીપીએફ), કિસાન વિકાસ પત્ર(કેવીપી) અને સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થયો છે. જો કે પાંચ વર્ષની સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમનો વ્યાજ દર ૮.૩ ટકા યથાવત રાખવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને દર ત્રણ મહિને વ્યાજ ચૂકવવામાં આવે છે. બેંકોના બચત ખાતામાં જમા રકમ પર મળતા ૪ ટકા વ્યાજમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. ગયા વર્ષે એપ્રિલથી દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરની સમીક્ષા કરવામાં આવે છે. આજે કરાયેલા ફેરફાર મુજબ પીપીએફ અને એનએસસીમાં હવે ૭.૬ ટકા જ્યારે કેવીપીમાં ૭.૩ ટકા વ્યાજ મળશે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હવે ૮.૩ ટકાની બદલે ૮.૧ ટકા વ્યાજ મળશે. ેએકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટના વ્યાજ દર પણ ઘટાડી ૬.૬ ટકાથી લઇને ૭.૪ ટકા રાખવામાં આવ્યા છે.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-government-reduced-the-interest-rates-on-small-savings-schemes-by-0-20-percent

ફી નિયમન કાયદાના હાઇકોર્ટના ચુકાદાનો તુરંત અમલ કરાશે 
-આ ચૂકાદાથી ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓનેલાભ -ગુજરાતી સ્વ-નિર્ભર શાળાઓની ફી અંગેનો એક્ટ સંપૂર્પણે બંધારણીય છે અને તમામ આક્ષેપો ખોટા:ભુપેન્દ્રસિંહ અમદાવાદ, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર રાજ્યની સ્વ-નિર્ભર શાળાઓમાં ફી નક્કી કરતા ફી નિયમન એક્ટ અંગે હાઇકોર્ટે આપેલા ચુકાદાને સરકારે આવકાર્યો છે. તેમજ હાઇકોર્ટના આદેશ બાદ કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તેનો તાત્કાલીક અસરથી અમલ કરાની જાહેરાત પણ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી દીધી છે. હાઇકોર્ટના આ ચુકાદાથી ગુજરાતના ૩૭.૬૦ લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મિડિયા સાથેની વાતચીતમાં રૃપાણી સરકારમાં શિક્ષણ મંત્રીનો હવાલો સંભાળતા અને હવે નવી સરકારમાં પણ કેબિનેટ મંત્રી બનેલા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ચુકાદાથી હવે ફી નિયમનનો સત્વરે અમલ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. હાઇકોર્ટે કોઈ પણ પ્રકારનો સ્ટે આપવાની માંગણી સ્વીકારી નથી. તેઓએ કહ્યું હતું કે, ફી નિયમનનો કાયદો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ ખોટો અપપ્રચાર અને પાયા વગરના આક્ષેપો કરતા હતા તે આ બધા ખોટા સાબિત થયા છે મધ્યમ વર્ગમાં લાખો પરિવારોને ઓછી ફી ભરવી પડે એવા સારા ઉદ્દેશ્યથી આ નવો કાયદો લાવવામાં આવ્યો હતો. હવે સ્પષ્ટપણે ચુકાદો આવી ગયો છે ત્યારે શાળાઓમાં મનફાવે તે રીતે ફી વસુલતી ખાનગી શાળાઓના સંચાલકોની દાદાગીરીને ચલાવી લેવાશે નહિ. શાળાઓ ફીની ચુકવણી અંગે વાલીઓને દબાણ કરતા હતા. વાલીઓને હવે પછી કોઈ મજબૂરી રહેશે નહિ. અત્રે એ નોંધનીય છે કે ગત બજેટ સત્રમાં સ્વનિર્ભર શાળાઓની શૈક્ષણિક ફીનું નિયમન કરતો એક્ટ પસાર કર્યો હતો શાળા સંચાલકોએ તેને કોર્ટમાં પડકારતા તેનો અમલ થઈ શકતો નહોતો. આ કાયદાનો ભંગ કરવા બદલ રૃા. પાંચ લાખનો, બીજી વખતના ભંગ બદલ ૧૦ લાખ સુધીના દંડની જોગવાઈ છે. તેમજ ત્રીજી વખત ભંગ કરનારી શાળાઓની માન્યતા રદ કરીને તેની  ર્શંભ પરત ખેંચવાની કાર્યવાહી કરવાની ભલામણ પણ સમિતિ કરશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-high-court-s-judgment-of-fee-regulation-law-will-be-implemented-immediately

શગુન બિલ્ડ સ્ક્વેરે ઘોડાસરના ઝૂપડાંમાં સંતાડેલા ૨૩૦૦૦ દસ્તાવેજો જપ્ત કરાયા 
-પ્લોટમાં રોકેલા પૈસા અઢી વર્ષમાં બમણા કરી આપવાની લાલચ આપનાર -ચૅરમૅન ગીતા શાહ, મેનેજિંગ ડિરેક્ટર મનીષ શાહ અને ડિરેક્ટર શૈલેશ મકવાણા ભાગેડું:ત્રણેયની જામીનઅરજી કો અમદાવાદ, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર રાજસ્થાનના ભિલવાડામાં રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં રજિસ્ટર થયેલી અને અઢી વર્ષમાં પ્લોટમાં રોકેલા નાણાં ડબલ કરી આપવાની લાલચ આપી હજારો લોકો સાથે છેતરપિંડી કરનાર ગીતા શાહ અને મનીષ શાહે અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં એક ઝૂપડાંમાં સંતાડી રાખેલા અંદાજે ૨૩૦૦૦ ઇન્વેસ્ટર્સને ઇન્વેસ્ટમેન્ટના દસ્તાવેજો સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ પકડી પાડયા છે. આ કંપનીમાં ડિરેક્ટર તરીકે યોગેન્દ્ર રણછોડરાય રામી અને શૈલેશ ડાહ્યાભાઈ મકવાણા પણ ડિરેક્ટર તરીકે સંકળાયેલા છે. અમદાવાદના બોપલ, પ્રાંતીજ ઉપરાંત ઇલોલ અને વડોદરાના રોકાણકારો પણ તેને હાથે છેતરાયા છે. અઢી વર્ષમાં ડબલ કરી આપવાની આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારાઓ અંગેના દસ્તાવેજોની કરવામાં આવેલી પ્રાથમિક તપાસ મુજબ આ સ્કીમમાં રોકાણ કરનારાઓ અંદાજે ૨૩૦૦૦ લોકોના આ દસ્તાવેજો છે. એક આખી આઈશર ટ્રક ભરીને દસ્તાવેજો મળ્યા હતા. જોકે દરેકના ઇન્વેસ્ટમેન્ટની કુલ રકમનો સરવાળો હજી થઈ શક્યો નથી. સીઆઈડી ક્રાઈમના અધિકારીઓએ આ કૌભાંડમાં ૧૨૮ લોકોના લીધેલા નિવેદનમાં તેમણે રૃા. ૩૬ કરોડથી વધુ ગુમાવ્યા હોવાનું જણાવ્યું છે. આ સ્થિતિમાં આ કૌભાંડનો આંક ઘણો જ મોટો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ૨૩૦૦૦ ઇન્વેસ્ટર્સે મિનિમમ રૃા. ૧૦૦૦૦ના ઇન્વેસ્ટમેન્ટને આધારે ત્રિરાશી માંડવામાં આવે તો મિનિમમ રૃા. ૨૩ કરોડનું કૌભાંડ થવા જાય છે. પરંતુ આ રકમ બહુ જ વધારે થઈ જવાની ધારણા છે, કારણ કે અઢી વર્ષ બાદ રકમ મેચ્યોર થઈ ત્યારે નાણાં પરત ન થયા હોય તેવા ૨૩૦૦૦ લોકોના આ દસ્તાવેજો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. રાજેન્દ્ર હિરાભાઈ પરમારે કરેલી ફરિયાદને કારણે આ કેસમાં તપાસ થઈ છે. આ કેસમાં અત્યાર સુધીમાં કંપનીના ડિરેક્ટર શૈલેશ મકવાણા ઝડપાયા છે. તેમને સાત દિવસ માટે રિમાન્ડ પર લેવાયા હતા. તેમને જેલમાં પણ મોકલી દેવાયા છે, પરંતુ ત્યારબાદ જામીન પર મુક્તિ મેળવી છે. તેથી તેમણે શગુન બિલ્ડ સ્ક્વેરનું નામ ઉતારીને સાણંદ સરખેજ સર્કલ પાસે મોતી બેકરીની પાછળ સિગ્નેચર ટુ ટાવરમાં શગુન એગ્રી સ્પેસને નામે નવી ઑફિસ શરૃ કરી દીધી હતી. આ ઑફિસમાંથી તેમણે સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગાજીપુર ગામની જમીનના પ્લોટ પાડીને ઉપર જણાવેલી સ્કીમ મુજબ જ વેચવાના ચાલુ કરી દીધા હતા. તેમાં પણ ૨૦૧૫-૧૬થી પૈસા આપવાનું બંધ થતાં હોબાળો મચી ગયો હતો. સેબીએ નોટિસ આપી હોવાને બહાને તેમણે લોકોને પૈસા આપવાનું ટાળ્યું હતું. ગીતા અને મનીષ શાહ રોકાણકારોને સમજાવવાનું કામ યોગેન્દ્ર રામી અને શલૈશ મકવાણાને માથે જ નાખતા હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/shagun-build-squire-seized-23-000-documents-hiding-in-ghodasar-zoos


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment