સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 18 December 2017

વિકાસ દોડયો... મોદી લહેર યથાવત ભાજપની સિકસરઃ બહુમતી - કચ્છમાં ઇવીએમના સીલ ખુલ્લા હોવાની કોંગ્રેસની ફરિયાદ - રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપનો ભગવો - LIVE: ગુજરાત વિધાનસભાની મતગણતરી શરૂ - દરેક બેઠકમાં રેન્ડમલી પસંદ કરાયેલા એક મથકના વીવીપેટની સ્લીપોની ગણતરી થશે - ભારે રસાકસી બાદ ભાજપ ૧૦૦થી ૧૦૩, કોંગ્રેસ ૭૬થી ૭૮ બેઠકમાં વિજય મેળવશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

વિકાસ દોડયો... મોદી લહેર યથાવત ભાજપની સિકસરઃ બહુમતી

૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપનો જાદુ યથાવતઃ ફરી સરકાર રચશેઃ ર૦૧ર કરતા કોંગ્રેસે સ્થિતિ સુધારીઃ પાટીદારો અને વેપારીઓની નારાજગી નજરે પડીઃ એન્ટી ઇન્કમબન્સીનું સુરસુરીયુઃ ટ્રેન્ડમાં ભાજપ ૧૮રમાંથી ૧૦૭માં આગળ, જયારે કોંગ્રેસ ૭૪ અને અન્ય એકમાં આગળઃ રાજકોટ પશ્ચિમથી મુખ્યમંત્રી રૂપાણી મોટી ૨૫,૦૦૦ મતથી આગળઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ : પટેલ પાછળઃ રાધનપુરથી અલ્પેશ અને વડગામથી જીજ્ઞેશ મેવાણી આગળ ચાલી રહ્યા છે

નવી દિલ્હી તા.૧૮ : દેશના ઇતિહાસની સૌથી રસપ્રદ એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ છવાયો છે અને ભાજપનો વિકાસનો મુદો પુરપાટ દોડયો છે. રાજયમાં ફરી એક વખત ભાજપ સત્તાના સિંહાસન અને ગાંધીનગરની ગાદી ઉપર બિરાજમાન થયુ છે. રર વર્ષ બાદ પણ ગુજરાતમાં ભગવાનો જાદુ પણ યથાવત રહ્યો છે અને ફરી એક વખત કમળ ખીલ્યુ છે. આ લખાય છે ત્યારે કુલ ૧૮ર બેઠકોના ટ્રેન્ડ મળ્યા છે જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઇ છે. બહુમતી માટે ૯ર બેઠકો અનિવાર્ય હોય છે. આ લખાય છે ત્યારે ૧૦૭ બેઠક પર ભાજપ, કોંગ્રેસ ૭૪ બેઠક ઉપર અને અન્ય એક બેઠક ઉપર આગળ છે. જો કે ર૦૧ર કરતા કોંગ્રેસે પોતાની સ્થિતિ સુધારી છે પરંતુ તેના હાથમાં સત્તાનો લાડુ ફરી આવી શકયો નથી. રાજયમાં પાટીદારો અને વેપારીઓની નારાજગી સ્પષ્ટ જોવા મળી છે પરંતુ એન્ટી ઇન્કમબન્સીનું મોજુ જોવા મળ્યુ નથી. રાજકોટ પશ્ચિમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રપ૦૦૦ મતે આગળ ચાલી રહ્યા છે અને તેમનો વિજય નક્કી ગણવામાં આવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પાછળ ચાલી રહ્યા છે. જયારે રાધનપુરથી અલ્પેશ અને વડગામથી જીજ્ઞેશ મેવાણી પણ આગળ ચાલી રહ્યા છે. ૧ર વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
આજે સવારે રાજયના ૩૭ જેટલા કેન્દ્રો ઉપરથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. ભારે સુરક્ષા વચ્ચે શરૂ થયેલી આ મત ગણતરી દરમિયાન પ્રારંભે ઉતાર-ચડાવ અને કાંટે કી ટક્કર જોવા મળી હતી પરંતુ બાદમાં ભાજપે કોંગ્રેસ ઉપર સરસાઇ મેળવી લીધી હતી અને જરૂરી બહુમતી માટેનો આંકડો પાર કરતા ભાજપની છાવણીમાં હાશકારો અનુભવાયો હતો.મળતા અહેવાલો મુજબ પહેલા બે બેઠકોના પરિણામો આવી ગયા છે અને આ બંને અમદાવાદના છે. ખાડીયામાં ભાજપનો પરાજય થયો છે ત્યાં કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા જીતી ગયા છે. એલીસબ્રીજ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર રાકેશ શાહ ૭૦,૦૦૦ મતોથી જીતી ગયા છે.
જેતપુરથી જયેશ રાદડીયા, ઇડરથી હીતુ કનોડીયા, ગોંડલથી ગીતાબા જાડેજા, ધોળકાથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આગળ ચાલી રહ્યા છે. જયારે શકિતસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડીયા પાછળ ચાલી રહ્યાનું જાણવા મળે છે. આ લખાય છે ત્યારે ભાવનગર પશ્ચિમથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પાછળ ચાલી રહ્યા છે જયારે બોટાદથી ભાજપના નેતા સૌરભ પટેલ પણ પાછળ ચાલી રહ્યા છે. વિરમગામથી ભાજપના ઉમેદવાર તેજશ્રીબેન આગળ ચાલી રહ્યા છે.
ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાટીદાર ફેકટરની અસર જોવા મળી છે જયારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવી કોઇ અસર જોવા મળી નથી. ભાજપે આ ચૂંટણી જીતવા માટે ૧પ૦ પ્લસનો ટાર્ગેટ રાખ્યો હતો અને રાહુલે રર વર્ષ બાદ રાજયમાં કોંગ્રેસની વાપસીની આશા રાખી હતી પરંતુ આવુ થયુ નથી. ભાજપના હાથમાંથી તે સત્તાનો લાડુ છીનવી શકયા નથી.
સમગ્ર ગુજરાતની નજર રાજકોટ બેઠક ઉપર હતી કારણ કે રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સામે કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજયગુરૂ વચ્ચે ટક્કર હતી. આ લખાય છે ત્યારે વિજયભાઇ રૂપાણી રપ૦૦૦ મતોથી આગળ ચાલી રહ્યા છે. ટ્રેન્ડ જોઇએ તો કોંગ્રેસને પાટીદાર આંદોલનનો ચહેરો બનેલો હાર્દિક પટેલ સાથે આવવાનો ફાયદો મળ્યો છે. ટ્રેન્ડ મુજબ મહેસાણા પર ૭ બેઠક ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર ભાજપ આગળ છે. ગુજરાતમાં ૮૩ બેઠકો એવી છે જયાં પાટીદારોની અસર પડી શકે છે. મણીનગરથી ભાજપ આગળ ચાલી રહ્યુ છે. જસદણમાં કુંવરજીભાઇ બાવળીયા આગળ ચાલી રહ્યા છે. (૩-૧૦)


Source :- http://www.akilanews.com/Main_news/Detail/18-12-2017/120018

કચ્છમાં ઇવીએમના સીલ ખુલ્લા હોવાની કોંગ્રેસની ફરિયાદ

ભુજ તા.૧૮ : કચ્છમાં ઇવીએમ સીલ ખુલ્લા હોવાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાઇ છે.
જેમાં કોંગ્રેસના ભુજના ઉમેદવાર આદમ ચાકીએ ઓર્બ્ઝવરને ફરિયાદ કરીને ઇવીએમના સીલ ખુલ્લા કરવાનું જણાવ્યુ હતુ.


Source :- http://www.akilanews.com/Saurashtra_news/Detail/18-12-2017/78824

રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપનો ભગવો

રાજકોટ - ૬૮માં ભાજપના અરવિંદભાઈ રૈયાણી ૧૩ હજાર મતથી આગળ : કોંગ્રેસના મિતુલ દોંગાને ૨૫૬૩૭ મત મળ્યા : રાજકોટ-૬૯માં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૨,૦૦૦ મતથી આગળ : ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ ૧૭,૫૫૧ : રાજકોટ-૭૦માં ભાજપના ગોવિંદભાઈ ૧૬ હજારની લીડથી આગળ : કોંગ્રેસના ડો. દિનેશ ચોવટીયાને ૨૩,૭૦૧ મત : રાજકોટ - ૭૧માં ભાજપના લાખાભાઈ ૫૫૦૦ મતોથી આગળ : કોંગ્રેસના વશરામભાઈ સાગઠીયાને ૧૩૨૮૫

રાજકોટ, તા. ૧૮ : ગુજરાતની મહત્વની ગણાતી એવી ચૂંટણીમાં હાલ તો રૂઝાન આવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે ત્યારે રાજકોટની ચારેય બેઠકો ઉપર ભાજપે મેદાન મારી લીધુ છે. તમામ બેઠકો ઉપર ભાજપ આગળ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ વચ્ચે જે આખા દેશની નજર જેના ઉપર છે તેવી બેઠક ઉપર આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યા સુધીમાં વિજયભાઈ રૂપાણી દસેક હજાર મતથી આગળ નીકળી ગયા છે.
અત્યાર સુધીના રૂઝાન આપણે રાજકોટની ચારેય બેઠક ઉપર જોઈએ તો પાંચમા રાજડના અંતે રાજકોટ-૬૮માં અરવિંદભાઈ રૈયાણીને ૨૯, ૨૨૪ મત અને કોંગ્રેસના મિતુલ દોંગાને ૨૧,૨૬૨ મત મળ્યા છે. આમ અરવિંદ રૈયાણી આઠેક હજાર મતથી આગળ છે.
રાજકોટ - ૬૯ બેઠકમાં ચોથા રાઉન્ડના અંતે વિજયભાઈ રૂપાણીને ૨૪,૪૩૩ અને ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ ૧૪,૩૪૧ મત મળ્યા છે. આમ, વિજયભાઈ ૧૦ હજાર મતથી આગળ છે.
રાજકોટ - ૭૦ બેઠકમાં ચોથા રાઉન્ડના અંતે ગોવિંદભાઈ પટેલને ૨૮,૯૪૧ અને કોંગ્રેસના ડો. દિનેશ ચોવટીયાને ૧૬,૬૮૯ મત મળ્યા છે. ગોવિંદભાઈ ૧૨ હજારથી વધુ મતથી આગળ છે.
રાજકોટ - ૭૧ બેઠકમાં ચોથા રાઉન્ડના અંતે ભાજપના લાખાભાઈ સાગઠીયાને ૨૪ હજાર વશરામભાઈ સાગઠીયાને ૧૬ હજાર મત મળ્યા છે. આમ લાખાભાઈ ૮ હજાર મતે આગળ છે.

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/18-12-2017/88767

LIVE: ગુજરાત વિધાનસભાની મતગણતરી શરૂ   - બપોરે સાડા બાર વાગ્યે ભાજપ 108 અને કોંગ્રેસ 69 બેઠકો પર આગળ હતા   - ગીરસોમનાથના તલાલામાં કોંગ્રેસના ભગવાનભાઈ બારડની જીત ભાજપના ગોવિંદ પરમારની હાર   - આંકલાવમાં કોગ્રેસના અમિત ચાવડાનો વિજય   - સૂરત શહેરની બેઠકો પર કોંગ્રેસનો સફાયો   - સુરતની લિંબાયત બેઠક ઉપર ભાજપના સંગીતા પાટીલની જીત કોંગ્રેસના રવિન્દ્ર પાટીલની હાર   - વરાછા અને કામરેજમા ભાજપની જીત તરફની ગતિ   - ગીરસોમનાથની ચારે બેઠકો પર કોંગ્રેસનો વિજય   - શક્તિસિંહ ગોહિલ અ્ર્જુન મોઢવાડિયા તુષાર ચૌધી અને સિદ્ધાર્થ પટેલ હાર્યા   - કોંગ્રેસના ચાર દિગ્ગજ નેતાઓ હાર્યા   - આંકલાવમાં કો્ગ્રેસના ઉમેદવારનો વિજય   - ગીર સોમનાથની ઉના બેઠક ઉપરથી કોંગ્રેસના પૂંજાભાઈ વંશ જીત્યા, ભાજપના હરીભાઈ સોલંકી હાર્યા   - અકોટામા ભાજપના સીમાબહેનનો વિજય   - ઊના બેઠક પર કો્ગ્રેસનો વિજય   - ગીર સોમનાથમાં ચારેય બેઠક ઉપર કોંગ્રેસ આગળ   - સૂરત ઉત્તરમાં કાંતિ બલરનો વિજય   - અમદાવાદની સાબરમતી બેઠક ઉપર અરવિંદ પટેલની જીત   - ભુજમાં કોંગ્રેસના આદમ ચાકીનો વિજય. ભાજપના નીમાબહેન આચાર્યહાર્યાં   - અમદાવાદની સાણંદની બેઠક પરથી ભાજપના કનુભાઇ કામસીની જીત   - ઠાસરામાં કોગ્રેસના કાંતિભાઇ પરમારનો વિજય   - કચ્છની માંડવી બેઠક ઉપરથી શક્તિસિંહ ગોહિલની હાર   - ગાંધીનગરની કલોલ બેઠક પરથી ભાજપના અતુલ પટેલ જીત્યા   - અમરેલી બેઠક ઉપર કોંગ્રેસના પરેશ ધાનાણી જીતી ગયા   - વીરમગામ બેઠક પર તેજશ્રી પટેલ આગળ   - કો્ગ્રેસના કંતિભાઇ પટેલનો ઠાસરામાં વિજય   - ભાવનગરની પૂર્વ બેઠક પર ભાજપના ઉમેદવાર વિભાવરીબેનનો વિજય   - ખેડા ઠાસરામાં કોગ્રેસના ઉમેદવારનો વિજય   - અકોટા બેઠક પર ભાજપનો વિજય, નવસારી બેઠક પર ભાજપનો વિજય   - સુરતના મજુરા બેઠક પરથી ભાજપના હર્ષ સંઘવીનો વિજય   - નવસારી બેઠક ઉપર ભાજપના પિયુષ દેસાઈ કોંગ્રેસના ભાવનાબેન પટેલને હરાવીને જીતી ગયા - દાંતામાં કોંગ્રેસ 10000 મતથી આગળ થતાં ભાજપના ઉમેદવાર માલજી કોડરવીએ કાઉંટિંગ સેન્ટર છોડ્યું   - અમરેલી:15 રાઉન્ડના અંતે લાઠી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મર 9070 મતથી આગળ   - અમરેલી:15 રાઉન્ડના અંતે ધારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જે. વી. કાકડીયા 11806 મત થી આગળ   - અમરેલી:12 રાઉન્ડના અંતે અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી 13622 મતથી આગળ   -અમદાવાદની દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખનો વિજય   - વડોદરાના અકોટામાં ભાજપના સીમા મોહિલેની જીત   - અમદાવાદની દરિયાપુર બેઠક પર ભાજપ ભરત બારોટ 54610 અને કોંગ્રેસના ગ્યાસુદ્દીન 56922 મત મળ્યા   - આણંદના અંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડાની જીત   - સુરતની કારંજ બેઠક ઉપર બબાર. લક્ષ્મીનગર વોર્ડમાં 119નંબરના બુથ ઉપર સત્તાવાર 888 મત પડ્યા હતા. 13 તારીખ સુધી 772 પછી 14મી તારીખે 656 મત બતાવ્યા. EVM મશીનમાં સહી નથી   - સુરતના માંડવીમાં આનંદ ચૌધરીનોવિજય   - અમદાવાદ અસારવામાં ભાજપના પ્રદિપ પરમારની જીત   - અમદાવાદ વેજલપુર બેઠક ઉપરથી કિશોર ચૌહાણની જીત   - ભાજપના પ્રદીપ પરમાર અસારવાબેઠક જીત્યા   - અસારવા બેઠક પર ભાજપની જીત   - રાજકોટમાં જેતપુરમાં ભાજપના જયેશ રાદડિયાની જીત   - ભાવનગર ગ્રામ્ય પર ભાજપના પરષોત્તમ સોલંકી આગળ   - જૂનાગઢની ચારે બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત   - કરંજબૂથ 119માં હોબાળો, કુલ મતો કરતાં વધુ મત નીકળ્યા   - આણંદ જિલ્લામાં બોરસદ બેઠક પર નવમા રાઉન્ડના અંતે કોંગ્રેસના રાજેન્દ્ર સિંગ પરમાર 41981 જ્યારે ભાજપના રમણભાઇ સોલંકી 38238 મત મળ્યા હતા.   - અમરેલી જિલ્લાની રાજુલા વિધાનસભા બેઠકમાં ભાજપને ૧૫,૨૨૯ અને કોંગ્રેસને ૨૩,૮૯૮ મત, કોગ્રેસ ૮,૬૬૯ મતથી આગળ   - અરવલ્લી જિલ્લામાં ભિલોડા બેઠક ઉપર કોંગ્રેસના અનિલ જોશિયારા 11000 મતોથી આગળ   - 13મા રાઉન્ડના અંતે અમદાવાદની ધોળકા બેઠક પર ભાજપના ભુપેન્દ્રસિંહ ચૂડાસમાને 56209 મત જ્યારે કોંગ્રેસના અશ્વિનભાઇ રાઠોડને 47883 મત મળ્યા   - વટવામાં પ્રદીપ સિંઘ જાડેજાની જીત નિશ્ચિત   - અમદાવાદ: ૪૮ ઠક્કરબાપાનગર વિધાનસભાના ઉમેદવાર વલ્લભભાઇ કાકડિયા ૧૧૧૧૯ મતથી આગળ   - માંડવીમાં શક્તિસિંહ ગોહિલ 5100 મતોથી પાછળ   - અમરેલી: 11 રાઉન્ડના અંતે અમરેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી 12436 મત થી આગળ   - 7 રાઉન્ડના અંતે રાજુલા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેર 10219 મત થી આગળ   - અમરેલી: 13 રાઉન્ડના અંતે લાઠી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મર 10,500 મત થી આગળ.   - જસદણમાં કોંગ્રેસના કુંવરજી બાવળિયા 20 હજાર મતોથી આઘળ   - વડોદરા જિલ્લાની ડભોઇ બેઠક પર ભાજપના ઉમેદવાર 5,700 મતથી અને વાઘોડીયા બેઠક પર 5,000 મતથી આગળ   - કતાર ગામમાં ભાજપના વિનુ મરોડિયા 20 હજાર મતોથી આગળ   - સૂરતના કરંજ બૂથ નંબર 911માં હોબાળો, કુલ મત કરતાં વધુ મતો નીકળ્યા   - સાત રાઉન્ડના અંતે ભાજપ નરોડા વિધાનસભામાં ૨૩૨૨૪ મતથી આગળ   - સિદ્ધપુરમાં કોંગ્રેસના ચંદન ઠાકોર 28 000 મતોથી આગળ   - ભાવનગરમાં જીતુ વાઘાણી 12000 મતોથી આગળ   - સિધ્ધપુર બેઠક ઉપરથી ભાજપના જયનારાયણ વ્યાસની હાર - મહેસાણા બેઠક ઉપરથી નીતિન પટેલ 365 મતોથી આગળ   - જેતપુરમાં જયેશ રાદડિયા 22 હજાર મતોથી આગળ હતા   - ચૂંઠણી પંચે જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ભાજપ 95 અને કોંગ્રેસ 68 બેઠક પર આગળ હતા   - સુરત જિલ્લાની ઓલપાડ વિધાનસભા બેઠક પર નવમાં રાઉન્ડના અંતે ભાજપને 49025 અને કોંગ્રેસને 26184 મત ભાજપ 22,841 મતોથી આગળ   - નવસારી જિલ્લામાં ત્રણમાંથી બે બેઠકપર ભાજપ આગળ   - અમદાવાદ જિલ્લામાં 21માંથી 18 બેઠખો પર ભાજપ આગળ   - સુરત જિલ્લાની ઉધના વિધાનસભામાં પાંચમો રાઉન્ડના અંતે ભાજપ ને 21,254 અને કોંગ્રેસ ને 12,104 મત, ભાજપ 9150 મતોથી આગળ   - આણંદ જિલ્લામાં સાતમાંથી પાંચ બેઠકો પર કો્ગ્રેસ આગળ   - સાબરકાંઢા જિલ્લામાં બંને મોટા પક્ષો બબ્બે બેઠક પર આગળ હતા   - ભરૃચ જિલ્લામાં પાંચમાંથી ચાર બેઠકો પર ભાજપ આગળ   - સુરત જિલ્લાની કતારગામ વિધાનસભા સાતમો રાઉન્ડને અંતે ભાજપના 31205 કોંગ્રેસના 13,349 મત, ભાજપ 17,856 મતે આગળ   - જમાલપુર- ખાડિયા બેઠક ઉપર કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા ભાજપના ભૂષણ ભટ્ટને હરાવીને વિજયી બન્યા - માંડવીથી કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ પાછળ - કોંગ્રેસના અલ્પેશ ઠાકોર 3150 મતોથી રાધનપુર બેઠક ઉપર આગળ - રાજકોટ પશ્ચીમ વિજય રૂપાણી આગળ - રાજકોટમાં કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ આગળ - ભાજપ 105 બેઠક ઉપર આગળ જ્યારે કોંગ્રેસ 65 અને અપક્ષ 2 બેઠક ઉપર આગળ  - બેચરાજી બેઠક ઉપરથી ભાજપના રજની પટેલની પાછળ - કોંગ્રેસના પરેશ ધાનાણી અમરેલી બેઠક ઉપરથી  કરી રહ્યા છે લીડ - જેતપુરથી ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા પ્રથમ રાઉન્ડના અંતે 1932 મતોથી આગળ - તેજશ્રીબેન પટેલ આયાતી ઉમેદવાર આગળ છે - મહેસાણા નિતિન પટેલ પાછળ છે - ભાવનગર ગ્રામ્યમાં ભાજપના નેતા પરષોત્તમ સોલંકી આગળ - પોરબંદરમાં પ્રથમ રાઉન્ડમાં મંત્રી બાબુ બોખીરિયા આગળ - ધોરાજીની બેઠક પર કોંગ્રેસ નેતા લલિત વસોયા આગળ - ડાંગમાં કોંગ્રેસ 1600 મતથી આગળ - સો સીટો પર આવ્યા શરૂઆતી રૂઝાન, ભાજપ 63 અને કોંગ્રેસ 37 સીટો પર આગળ - અમદાવાદની દરિયાપુરની સીટ પર ભારતીય જનતા પાર્ટીના ભરત બારોટ આગળ - વડગામમાં જીજ્ઞેશ મેવાણી આગળ - રાધનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર પાછળ - રાજકોટમાં વિજય રુપાણી આગળ - મહેસાણાથી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આગળ - ગુજરાતમાં શરૂઆતી રૂઝાન, બીજેપી 3 અને કોંગ્રેસ 1 સીટ પર આગળ - મતગણતરી શરૂ - ચૂંટણી પંચે કુલ 37 મતગણતરી કેન્દ્રો ઉપર 1251 કેમેરા ફીટ કર્યા છે. - ગુજરાત ઈલેકશન કમિશન દ્વ્રારા વેબકાસ્ટીંગ કંટોલ રૂમ ગાંધીનગર - રાજ્યની 182 સીટો માટે મતગણના શરૂ, - 33 જિલ્લાના 37 કેન્દ્રો પર યોજાઈ રહી છે - મતગણતરી, પહેલા બેલેટ પેપર અને પછી ઈવીએમથી શરૂ થશે ગણના -કતારગામના ભાજપના ઉમેદવાર વિનુભાઈ મોરડિયા 20000 મતથી આગળ

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/live-gujarat-assembly-election-2017-result


દરેક બેઠકમાં રેન્ડમલી પસંદ કરાયેલા એક મથકના વીવીપેટની સ્લીપોની ગણતરી થશે
 -ચૂંટણીપંચના આદેશ અનુસાર -રેન્ડમલી કોઈ પણ એક મથક પસંદ કરાશે અને જેના ઈવીએમ વોટ સાથે વીવીપેટ સ્લીપો ગણીને વેરીફાઈ કરાશે અમદાવાદ, તા.17 ડિસેમ્બર 2017,રવિવાર ગુજરાત વિધાનસભાની બે તબક્કાની ચૂંટણી બાદ બંને તબક્કામાં થયેલા મતદાનની આવતીકાલે ૧૮મીએ રાજ્યના વિવિધ જીલ્લા ચૂંટણી કેન્દ્રો પર મતગણતરી થનાર છે.જેમાં આ વખતની ચૂંટણીમાં વીવીપેટ પણ દરેક મતદાન મથક પર મુકવામા આવ્યા હોઈ આવતીકાલે થનારી ગણતરીમાં દરેક બેઠકમાંથી રેન્ડમલી એક મથકના વીવીપેટના સ્લીપોની ગણતરી પણ કરાશે. કેન્દ્રીય  ચૂંટણીપંચ દ્વારા પ્રથમવાર ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં વીવીપેટનો અમલ કરાયો છે.વીવીપેટ એટલે કે વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઈલ(વીવીપીએટી) એ એક એવુ મશીન છે કે જેમાં મતદાર જે પણ ઉમેદવારને મત આપે તેનું વેરિફાઈ એક સ્લીપ રૃપે મતદારને જોવા મળે છે.અગાઉની ચૂંટણીમાં ઈવીએમ મશીનમાં છેડછાડ કરીને મતદારે આપેલ વોટ બદલી દેવામા આવ્યામા હોવાની થયેલી ફરિયાદોને પગલે વીવીપેટ મશીન અમલમાં મુકવામા આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૫૦ હજારથી વધુ મતદાન કેન્દ્રોમાં ઈવીએમ બેલેટ યુનિટ સાથે વીવીપેટ મશીન મુકવામા આવ્યુ હતું.આવતીકાલે ૧૮મીએ રાજ્યમાં મતગણતરી થનાર છે ત્યારે વીવીપેટ મશીનની સ્લીપો પણ ગણવામા આવશે.જો કે તમામ મતદાન મથકના વીવીપેટની સ્લીપો નહી ગણવામા આવે. તમામ મતદાન મથકના ઈવીએમમા પડેલા વોટ સાથે વીવીપેટની સ્લીપો જો ગણવામા આવે તો ખૂબ જ સમય લાગે અને તે જટીલ પ્રક્રિયા થઈ જાય જેથી ચૂંટણીપંચે આપેલા આદેશ અનુસાર જાહેર કરેલી સૂચના અનુસાર દરેક બેઠકમાંથી કોઈ પણ એક મતદાન મથક રેન્ડમલી સીલેકટ કરવાનું રહેશે. રેન્ડમલી સીલેક્ટ કરાયેલા મતદાન મથકના ઈવીએમ વોટ સાથે વીવીપેટ સ્લીપોની ગણતરી પણ કરાશે. ત્યારબાદ ઈવીએમ વોટ સાથે વીવીપેટની સ્લીપોનું વેરિફાઈ કરાશે. જો કે પ્રથમ તમામ મતદાન મથકના ઈવીએમ વોટની ગણતરી કરીદેવાશે અને ત્યારબાદ છેલ્લે કોઈ પણ એક મથકના વીવીપેટની સ્લીપો ગણાશે. જ્યારે બાકીના તમામ મતદાન મથકમાં માત્ર ઈવીએમ વોટ જ ગણવામા આવશે.મહત્વનું છે કે આ વખતની ચૂંટણીમાં પ્રથમવાર વીવીપેટ દાખલ કરાયા હોઈ મતદાન દરમિયાન અનેક મતદાન કેન્દ્રોમાં વીવીપેટ ટેકનિકલ ખામીને લીધે ચાલુ મતદાન દરમિયાન બદલવા પડયા હતા.જેને લઈને ઘણા મતદાન કેન્દ્રોમાં સમય બગડયો પણ હતો.



Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/in-each-meeting-the-slip-of-the-vvpet-of-a-station-randomly-selected-will-be-calculated

ભારે રસાકસી બાદ ભાજપ ૧૦૦થી ૧૦૩, કોંગ્રેસ ૭૬થી ૭૮ બેઠકમાં વિજય મેળવશે 

-ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ પૂર્વે સટ્ટાબજારની આગાહી -ભાજપ ૧૦૩થી ઓછી બેઠક જીતશે તો મોટાભાગના સટ્ટોડિયાઓને રાતા પાણીઓ રોવાનો વારો આવશે અમદાવાદ, તા.17 ડિસેમ્બર 2017,રવિવાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવશે ત્યારે તેના પર તમામ નજર મંડાયેલી રહેશે. સટ્ટાબજારની આગાહીને ધ્યાનમાં લેવામાં આવે તો ભાજપ-કોંગ્રેસ વચ્ચે આવતીકાલે બરાબરની રસાકસી જોવા મળશે. જેમાં છેવટે ભાજપ ફાવી જાય તેની પૂરી સંભાવના છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ માટે આવતીકાલે જ રૃ. ૫૦૦કરોડથી વધુનો સટ્ટો ખેલાય તેવી પૂરી સંભાવના છે. સટ્ટાબજારના મતે ભાજપ ૧૦૦ થી ૧૦૩ જ્યારે કોંગ્રેસ ૭૮ની આસપાસ બેઠક જીતવામાં સફળ રહેશે. સટ્ટાબજારના મતે હાલમાં ૩૫/૪૫નો સિનારિયો પરિણામ માટે ચાલી રહ્યો છે. જેનો મતલબ એવો થાય છે કે ભાજપ ૧૦૩થી વધુ બેઠક જીતશે તો બૂકીઓ રૃપિયા ૧ લાખના સટ્ટા પર રૃપિયા ૩૫ હજારનું સરપલ્સ મેળવશે. પરંતુ ભાજપ ૧૦૩થી ઓછા બેઠક જીતે તો બૂકીઓને તેમના રૃપિયા ૧ લાખ પણ ગુમાવવાનો વારો આવશે. આવી જ રીતે કોંગ્રેસ ૭૬ થી ૭૮ બેઠક જીતે તેવી આગાહી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ ૭૮થી વધુ બેઠક જીતવામાં સફળ રહ્યું તો બૂકીઓ રૃપિયા ૧ લાખના સટ્ટા પર ૩૫ હજારનું સરપ્લસ મેળવશે. અગાઉ એવા પણ અહેવાલ આવ્યા હતા કે સટ્ટાના ભાવ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. જેમાં ૧૧૦ બેઠક માટે રૃ. ૧.૫૦, ૧૨૫ બેઠક માટે રૃ. ૩.૫૦ અને ૧૫૦થી વધુ બેઠક માટે રૃ. ૭ના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ સટ્ટાબજારની આગાહી સાચી જ પડે તેમ માની લેવાની જરૃર નથી. આ વર્ષે યોજાયેલી ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૯૦ થી ૨૦૦ બેઠક જીતશે તેવી સટ્ટાબજારમાં આગાહી કરવામાં આવી હતી. જેની સામે તે ૨૨૫ બેઠક જીતતા સટ્ટાબજાર સ્તબ્ધ થઇ ગયું હતું. પરિણામની અગાઉની મોડી રાત સુધી સટ્ટાબજારના ભાવમાં પૂરા ઉથલપાથલ થાય તેની સંભાવના છે. સટ્ટાબજારમાં વિજય રૃપાણી, નીતિન પટેલ, શક્તિસિંહ ગોહિલ જેવા મહાનુભાવોની બેઠક પર પણ સટ્ટો લગાવવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૨ની વિધાનસભાના પરિણામનું ચિત્ર કુલ બેઠક ઃ   ૧૮૨ ભાજપ ઃ      ૧૧૫   (કુલ મત મેળવ્યાઃ ૧,૩૧,૧૯,૫૭૯, સરેરાશ મત ઃ ૪૭.૮૫%) કોંગ્રેસ ઃ      ૬૧     (કુલ મત મેળવ્યા ઃ ૧,૦૬, ૭૪,૭૬૭, સરેરાશ મત ઃ  ૩૮.૯૩%) એનસીપી ઃ   ૦૨     (કુલ મત મેળવ્યા ઃ ૨,૫૯,૯૫૭, સરેરાશ મત ઃ ૦.૯૫%) જીપીપી ઃ     ૦૨     (કુલ મત મેળવ્યા ઃ ૯,૯૫,૨૯૭, સરેરાશ મત ઃ ૩.૬૩%) જેડીયુ ઃ      ૦૧     (કુલ મત મેળવ્યા ઃ ૧,૮૩,૧૧૪, સરેરાશ મત ઃ ૧.૮૫%) અપક્ષ ઃ      ૦૧     (કુલ મત મેળવ્યા ઃ ૧૫,૯૭,૫૮૯, સરેરાશ મત ઃ ૫.૮૩%)


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/after-heavy-rains-the-bjp-will-win-between-100-and-103-seats-congress-76-to-78-seats


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment