સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 31 January 2018

Special Offer Holy Tally Mobile App - નોકરી માટેની ૫ વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ નાબૂદ કરાશે - મધ્યાહન ભોજન કેન્દ્રોમાં બપોર બાદ 'નાસ્તા'ની યોજના સામે સંચાલકો લડતના માર્ગે - પેટ્રોલિયમ પ્રદાર્થોથી આઠ મહિનામાં ૧.૫૦ લાખ કરોડની સરકારને કમાણીઃ લોકોના ખિસ્સા ખંખેર્યા - સાંજે વિશ્વ આખું માણસે ચંદ્રગ્રહણનો નજારો - શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા તૈયારી - GSTને કારણે બજેટમાં મોટી જાહેરાતો જોવા નહીં મળે - બજેટ : સૂચિત પગલાઓ કઈ ચીજ સસ્તી અને કઇ મોંઘી થશે તેની ગણતરી - ઇ-વે બિલના અમલીકરણ માટે અમદાવાદમાં ૧૫થી વધુ મોબાઇલ વાન સાથે GST અધિકારીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ - પાકિસ્તાન છે આતંકીઓ માટે 'સેફ હેવન': સંયુકત રાષ્ટ્ર


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


Special Offer Holy Tally Mobile App

Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018

 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

 નોકરી માટેની ૫ વર્ષથી ખાલી પડેલી જગ્યાઓ નાબૂદ કરાશે
રોજગાર મુદ્દે મોટો નિર્ણય લેતી મોદી સરકાર નવી દિલ્હી તા. ૩૧ : રોજગાર મુદ્દે મોદી સરકારે એક મોટો કનિદૈ લાકિઅ નિર્ણય લીધો છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર છેલ્લાં પાંચ વર્ષથી ખાલી પડેલાં તમામ પદને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે તમામ મંત્રાલયો કનિદૈ લાકિઅ અને વિભાગોને અકિલા કોમ્પ્રેહેન્સિવ રિપોર્ટ સોંપવા કહેવાયું છે. એક ઓફિસ મેમોરેન્ડમમાં નાણાં મંત્રાલયે તમામ મંત્રાલયો અને વિભાગોને પાંચ વર્ષથી કનિદૈ લાકિઅ ખાલી પડેલી તમામ જગ્યાઓને નાબૂદ કરવા માટે કાર્યવાહી રિપોર્ટ આપવા કહ્યું અકીલા છે. કેટલાક વિભાગો અને મંત્રાલયોએ જવાબ આપી દીધો છે, પરંતુ કનિદૈ લાકિઅ વ્યાપક રિપોર્ટને બદલે જરૂરી સૂચના આપવામાં આવી છે. ગત ૧૬ જાન્યુઆરીએ જાહેર કરાયેલા મેમોરેન્ડમમાં મંત્રાલયો અને વિભાગોના આર્થિક સલાહકારો કનિદૈ લાકિઅ અને સંયુકત સચિવોને પાંચ વર્ષથી ખાલી પડેલી જગ્યાએ ચિન્હિત કરી એક રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે. આ અંગે ગૃહ મંત્રાલયે તેમના તમામ વધારાના સચિવો, કનિદૈ લાકિઅ સંયુકત સચિવો, અર્ધલશ્કરી દળોના વડા તથા અન્ય સંલગ્ન સંગઠનોને પણ રિપોર્ટ આપવા કહ્યું છે. એવું અનુમાન વ્યકત કરાયું છે કે, કેન્દ્ર સરકારમાં કનિદૈ લાકિઅ હજારો પદ પાંચ વર્ષ કે તેનાથી વધુ સમયથી ખાલી પડ્યા છે. ગત સાડા ત્રણ વર્ષ અર્થવ્યવસ્થામાં સુધારાનાં મોટાં પગલાં ભરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકારનું ફોકસ બદલાઈ શકે છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે રોજગારીની તકો ઊભી કરવા જેવા મુદ્દાને પ્રાથમિકતા આપી રહી છે.(૨૧.૫) (9:44 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123089

મધ્યાહન ભોજન કેન્દ્રોમાં બપોર બાદ 'નાસ્તા'ની યોજના સામે સંચાલકો લડતના માર્ગે
કાલથી હડતાલની ચીમકીઃ અલગ મેનુ માટે અલગ જથ્થો નથી આપ્યાના આક્ષેપોઃ પુરતો જથ્થો-ચણા કનિદૈ લાકિઅ સહિતનો પહોંચી ગયાનો તંત્રનો દાવો... રાજકોટ તા.૩૧ : રાજકોટ જીલ્લાના ૯૦૦ જેટલા મધ્યાહન ભોજન સંચાલકો નવુ મેનુ એટલે કે, સાંજે ૪ વાગ્યે કનિદૈ લાકિઅ બાળકોને અકિલા નાસ્તો આપવા અંગે વિરોધ વ્યકત કરી રહ્યા છે અને તે સંદર્ભે ગઇકાલે રાજકોટ તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી નવા મેનુનો અમલ કનિદૈ લાકિઅ ન કરવા અન્યથા આવતીકાલથી અચોક્કસ ચીમકી ઉચ્ચારતા હલચલ મચી ગઇ છે.આવેદનમાં ઉમેરાયુ અકીલા છે કે રાજય સરકાર દ્વારા નવુ મેનુ અમલમાં કરવામાં આવેલ કનિદૈ લાકિઅ છે અમને કોઇપણ વધારાનો જથ્થો કે નાણાકીય બોજ વધાર્યા વિના ભોજન તેમજ નાસ્તો આપવાનુ સુચન કરેલ છે. આપને જણાવવાનુ કે અમે નવા મેનુનો કોઇ વિરોધ કનિદૈ લાકિઅ કરતા નથી પરંતુ અમોને ભોજનમાં પહેલા મુજબ જે જથ્થો આપવામાં આવતો તેટલો જ જથ્થો આપવો અને નાસ્તા માટે અલગથી જથ્થો આપવો. નાસ્તા માટે અલગથી પેસગી કનિદૈ લાકિઅ આપવી તેમજ નવા મેનુના અમલથી અમારા કામના કલાકો વધી જવાથી અમારા વેતનમાં વધારો કરવો તેમજ જરૂરી સાધન-સામગ્રી જયાં સુધી અમોને આપવામાં નહી કનિદૈ લાકિઅ આવે ત્યાં સુધી જુના મેનુનો અમલ ચાલુ રાખવો. નવા મેનુનો અમલ કરતા પહેલા અમારી ઉપરોકત માંગણી સ્વીકારવામાં નહી આવે તો રાજકોટ તાલુકા મધ્યાહન ભોજન કનિદૈ લાકિઅ યોજનાના કર્મચારીઓ કાલથી ઓચક્કસ મુદતે કેન્દ્ર બંધ પાડશે. આવેદન પ્રમુખ જે.જી.નીનામા અને મહામંત્રી તથા અન્ય સંચાલકોએ પાઠવ્યુ હતુ. દરમિયાન મધ્યાહન ભોજન યોજનાના ડે.કલેકટર શ્રી પટેલે અકિલા સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ કે, અમે નાસ્તા માટે વધારાનો પુરતો જથ્થો ચણા સહિતનો પ્રોવાઇડ કરી દીધો છે. ૯૦૦માંથી ઘણા ખરા કેન્દ્રોમાં આ યોજના શરૂ પણ થઇ ગઇ છે. આ સરકારની યોજના છે. વેતનવધારો તે બાબતે સરકાર નિર્ણય લઇ શકે છે. હાલ સમજાવટની કાર્યવાહી ચાલુ છે, પ્રશ્ન ઉકેલાઇ જશે તેવી આશા છે.(૩-૧૦) (11:31 am IST)

Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/31-01-2018/91049

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમી વઝીરીસ્તાનમાં US ડ્રોન એરક્રાફ્ટ દ્વારા આતંકી કેમ્પો પર હુમલા ચાલુ : હક્કાની સંગઠનનો કમાન્ડર એહસાન ઉર્ફે ખવારી સહિત ૩ આતંકીઓ ઢેર થયા: (3:11 pm IST)
ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવેઃ ગુજરાત મલ્ટીપ્લેક્સ સિનેમા ઓનર અસોસીએશનની જાહેરાતઃ પ્રમુખ મનુભાઇ પટેલની પ્રેસ કોન્ફરન્સ: (1:08 pm IST)
ભાજપની ઈચ્છા મુસ્લિમમુકત ભારત અને આરએસએસની દલિતમુકત ભારતની મહેચ્છા ઓવૈસી ઝેર ઓકે છેઃ દલિતો અને મુસ્લિમોએ જાગૃત થવાની જરૂરઃ ઓવૈસીએ મીમ અને ભીમના જૂન સૂત્રનો પુનરોચ્ચાર કર્યો: (11:36 am IST)
Source :-http://www.akilanews.com/

પેટ્રોલિયમ પ્રદાર્થોથી આઠ મહિનામાં ૧.૫૦ લાખ કરોડની સરકારને કમાણીઃ લોકોના ખિસ્સા ખંખેર્યા
 પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ માટે વૈશ્વિક તેજીનું બહાનું: સરકારનો કનિદૈ લાકિઅ ખજાનો છલકાયો રાજકોટ, તા.૩૧ : વિશ્વ બજારમાં હાલમાં ક્રૂડના ભાવમાં તેજી અટકી છે. પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે કનિદૈ લાકિઅ અને લોકોના ખિસ્સા અકિલા ખંખેરાય રહ્યાં છે. બીજીતરફ  સરકારનો ખજાનો ભરાઇ રહ્યો છે. ગત આઠ મહીનામાં સરકારે પેટ્રોલિયમ પદાર્થો પર ટેકસ દ્વારા કનિદૈ લાકિઅ ૧,૫૦,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ડાયરેકટ્રોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ એન્ડ ડેટા અકીલા મેનેજમેન્ટના આકંડોથી જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકારને કનિદૈ લાકિઅ વર્તમાન નાણાકીય વર્ષના આઠ મહીના એટલે કે એપ્રિલ ૨૦૧૭ના અવધિમાં કુલ ૧,૫૦,૦૦૦ કરોડની  આવક થઇ છે. તેમા કેન્દ્રીય એકસાઇઝ સાથે જોડાયેલી આવક કનિદૈ લાકિઅ ૧,૪૩,૮૯૬ કરોડ અને કસ્ટમ  ડ્યૂટી (ઇમ્પોર્ટ) થી થયેલ આવક ૬.૧૨ હજાર કરોડ છે. મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના નિવાસી અને સામાજિક કાર્યકર્તા ચંદ્રશેખર કનિદૈ લાકિઅ ગૌડએ ડારેકટ્રોરેટ જનરલ ઓફ સિસ્ટમ્સ એન્ડ ડેટા મેનેજમેન્ટ પાસે આરટીઆઇ અધિકાર હેઠળ જાણકારી માંગી હતી કે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પહેલા કનિદૈ લાકિઅ ૯ માસમાં પેટ્રોલિયમ પદાર્થોથી કુલ કેટલી આવક પ્રાપ્તિ થઇ છે. તેમણે સૂચના માંગી કે આ નવ મહીનાની માહિતી આપવામાં આવે. જોકે ૮ મહીનાની આવકની માહિતી કનિદૈ લાકિઅ ઉપલબ્ધ કરાવામાં આવી હતી. ગૌડને આપવામાં આવેલી માહિતી મુજબ, મે માસમાં કેન્દ્ર સરકારે સૌથી વધારે આવક ૨૦,૨૬૦ કરોડ રૂપિયા સેન્ટ્રલ એકસાઇઝ ડ્યુટીના રૂપે પ્રાપ્ત કરી હતી. ત્યારે સૌથી વધારે કસ્ટમ ડ્યૂટી હેઠળ જૂન માસમાં ૧૮૮૩ કરોડ રૂપિયાની આવક મેળવી હતી. જયારે સૌથી ઓછી સેન્ટ્ર્રલ એકસાઇઝ ડ્યૂટી તરીકે ૧૬,૯૫૨ કરોડ નવેમ્બરમાં અને કસ્ટમ ડ્યૂટીથી એપ્રિલ માસમાં ૩૭૧ કરોડ રૂપિયાની આવક પ્રાપ્ત થઇ. (૨૪.૨) (9:56 am IST)

Source :-http://www.akilanews.com/Business_news/Detail/31-01-2018/6771

સાંજે વિશ્વ આખું માણસે ચંદ્રગ્રહણનો નજારો
ભારતના લોકો ગમે તે સ્થળેથી ગ્રહણ નિહાળી શકશે : વિજ્ઞાન જાથા દ્વારા રાજય ચેરમેન જયંત પંડયાના માર્ગદર્શન હેઠળ   કનિદૈ લાકિઅ ઠેરઠેર ગેરમાન્યતા ખંડન કાર્યક્રમો થશે : જાથાની રાષ્ટ્રીય કચેરી સહીત ૪૦૦ જિલ્લામાં આયોજન : અવકાશી ગ્રહણને માનવ જીવન સાથે સ્નાન સુતકનો કનિદૈ લાકિઅ સંબંધ ન હોવાની અકિલા સમજ અપાશે : ગ્રહણ સમયે ચા-નાસ્તો નાસ્તો ન કરવાની માન્યતા ખોટી : ખગોળીય ઘટનાનું અવલોકન કરવા આહવાન : રાજકોટમાં સાંજે કનિદૈ લાકિઅ ૬ વાગ્યે નવલનગર-૩, અમૃતા વિદ્યામંદિરમાં તેમજ સાંજે ૭.૩૦ વાગ્યે કાલાવડ રોડ, લેઉવા અકીલા પટેલ કન્યા છાત્રાલયમાં ગેરમાન્યતા ખંડનના કાર્યક્રમો કનિદૈ લાકિઅ : સંપૂર્ણ ચંદ્રગ્રહણ હોય કોઇપણ નાગરિક ઘરે, રસ્તામાં, મેદાનમાં, મુસાફરી કરતા કરતા પણ ગ્રહણ નિહાળી શકશે : સૌએ ખગોળીય ઘટનાનો અભ્યાસ કરવા જાથાના કનિદૈ લાકિઅ ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની અપીલ (11:28 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123108

શાળાઓમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા તૈયારી
સીબીએસઇ, આઇસીએસઇ અને અન્ય બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં પણ ગુજરાતી ભાષાનો અભ્યાસ અનિવાર્ય બનશેઃ સરકારે સુચનો કનિદૈ લાકિઅ આપવા સમિતિ રચીઃ ગુજરાતી ભાષાનું ઘટતુ જતુ મહત્વ અને ગુજરાતી શાળાઓ બંધ થવાનુ પ્રમાણ વધતા ચિંતા વ્યકત કરતા મુખ્યમંત્રી રૂપાણી નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા.૩૧ : ગુજરાતની અકિલા વિજય રૂપાણી સરકાર તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાના અભ્યાસને ફરજીયાત બનાવી રહી હોવાનુ જાણવા મળે છે. સીબીએસઇ, આઇસીએસઇ કનિદૈ લાકિઅ અને અન્ય બોર્ડ સાથે જોડાયેલી શાળાઓમાં પણ ગુજરાતી ભાષાનો અભ્યાસ અનિવાર્ય બનશે. અકીલા તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલા એક સમારોહમાં મુખ્યમંત્રી કનિદૈ લાકિઅ રૂપાણીએ ગુજરાતી ભાષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા અને અનેક વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતીને એક વિષય પસંદ નહી કરવાની બાબતને લઇને ચિંતા કનિદૈ લાકિઅ વ્યકત કરી હતી. રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ છે કે ગુજરાતી ભાષાના ભાવિને લઇને મુખ્યમંત્રીની ચિંતાને ધ્યાનમાં લેતા કનિદૈ લાકિઅ અમે નિષ્ણાંતોની એક સમિતિ નીમિ છે જે સરકારને ગુજરાતી ભાષાને મજબુત કરવા શું કરવુ જોઇએ એ અંગે સલાહ-સુચનો કરશે. સરકાર તમામ વર્ગોમાં, તમામ કનિદૈ લાકિઅ બોર્ડમાં ગુજરાતીને ફરજીયાત વિષય બનાવવા વિચાર કરી રહી છે. ગુજરાતની ભાષાને વૈકલ્પીક તરીકે રાખી ન શકાય. બીન સરકારી શાળાઓ અને બીન ગુજરાતી બોર્ડની કનિદૈ લાકિઅ શાળાઓમાં પણ ગુજરાતી ભાષાને ફરજીયાત બનાવવા માટે નિષ્ણાંતોની સલાહ લેવામાં આવી રહી છે. આ અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતુ. મુખ્યમંત્રી રૂપાણીએ તાજેતરમાં બંધ થઇ રહેલી ગુજરાતી શાળાઓ અંગે ચિંતા વ્યકત કરી હતી. ગુજરાતી મીડીયમની શાળાઓ બંધ થઇ રહી છે. હવે સમય આવી ગયો છે કે ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા માટે નક્કર નીતિઓ ઘડવી જોઇએ. આવતા દિવસોમાં અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા કામ કરશુ. સાહિત્યને પ્રમોટ કરવા નરેન્દ્ર મોદીએ વાંચે ગુજરાત અભિયાન શરૂ કર્યુ હતુ અમે તે ચાલુ રાખશુ. આજની દુનિયામાં પુસ્તકો અનિવાર્ય અંગ બનવા જોઇએ. સાહિત્યને પ્રમોટ કરવા માટે અમે લોકો સાથે જોડાણ પણ કરશે તેમ રૂપાણીએ ઉમેર્યુ હતુ. અન્ય રાજયોની નોન ગુજરાતી વિદ્યાર્થીઓ ધરાવતી શાળાના સંચાલકોએ જો કે આ દરખાસ્તના અમલીકરણ અંગે શંકા-કુશંકા વ્યકત કરી હતી. આનંદ નિકેતનના ડાયરેકટર એન.ચૌહાણે જણાવ્યુ છે કે હાલ ધો.પ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને ગુજરાતી અથવા તો સંસ્કૃતનો વિકલ્પ પસંદ કરવાનુ જણાવાય છે. જયારે સીનીયર કલાસીસમાં હિન્દીને વિષય રાખવામાં આવે છે. જો ગુજરાતીને ફરજીયાત કરવામાં આવે તો કંઇક કરવુ પડશે કારણ કે અન્ય રાજયોના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી શકે છે. સેન્ટ કબીરના પ્રિન્સીપાલ પ્રાગ્ય પંડયાએ કહ્યુ છે કે, પાંચમાં ધોરણથી ભાષા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પીક વિષય હોય છે અને જો વિદ્યાર્થી વધારાની ભાષા શિખે તેમા કઇ ખોટુ નથી. જો કે બીન ગુજરાતી વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં થોડી મુશ્કેલી પડી શકે છે. ઉદ્દગમ સ્કુલના પ્રિન્સીપાલ સુજાતા ટંડને કહ્યુ છે કે ભાષાને શીખવા અને બોલવા માટે સમયની જરૂર પડતી નથી પરંતુ એક ભાષાને વિષય તરીકે લેવાથી મુશ્કેલી થઇ શકે છે પરંતુ જો પહેલેથી ગુજરાતી શરૂ કરવામાં આવે તો તે સારી બાબત છે. (૩-૭) (11:16 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123101

GSTને કારણે બજેટમાં મોટી જાહેરાતો જોવા નહીં મળે
 કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ અંગે હવે સામાન્ય નાગરિકને ખાસ આતુરતા કે ઉત્કંઠા રહી નથી નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૩૧ : નરેન્દ્રભાઇ મોદી સરકાર તેના કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ ગુરુવારે રજૂ કરવા જઈ રહી છે. પરંતુ આ બજેટ અનેક રીતે અજાયબ રહેશે જેમાં તે નામ કનિદૈ લાકિઅ મુજબ સામાન્ય અકિલા બજેટ તો કહેવાશે, પણ સામાન્ય નાગરિકો માટેનું જોવા નહીં મળે. આ વખતના બજેટમાં મોટી-મોટી જાહેરાતોની લોકોને બહુ આતુરતા નહીં કનિદૈ લાકિઅ રહે. ગ્રાહકો માટે આ બજેટમાં રોમાંચ નહીં રહે. જોકે તેમ આગામી વર્ષે ચૂંટણી અકીલા યોજાવાની હોવાથી સરકારની નીતિઓ પર તેની અસર જોવા મળી શકે કનિદૈ લાકિઅ છે. આ વર્ષના બજેટમાં આમ જોઈએ તો માત્ર નાણામંત્રી અરુણ જેટલીનું અંકગણિત જોવા મળશે. અત્યાર સુધી સામાન્ય અંદાજપત્ર કે જનરલ બજેટ પર દેશના સામાન્ય કનિદૈ લાકિઅ નાગરિકથી લઈને ધનવાનો સહિત તમામની નજર રહેતી હતી અને આતુરતા પણ રહેતી હતી. કારણ કે બજેટમાં એકસાઈઝથી લઈને સર્વિસ ટેકસ સહિત અનેક બાબતોમાં કનિદૈ લાકિઅ ફેરફારની જાહેરાત બજેટમાં જ થતી હતી. પરંતુ ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશમાં જીએસટી લાગુ થઈ ગયો છે જેને કારણે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર ટેકસમાં કનિદૈ લાકિઅ આ બજેટમાં કોઈ ફેરફાર થશે નહીં. ટેકસમાં ફેરફાર માટે દર મહિને જીએસટી કાઉન્સિલની બેઠક મળે છે, જેમાં મિનિ બજેટની જેમ જાહેરાત થાય છે અને કનિદૈ લાકિઅ આગળ પણ થતી રહેશે. જીએસટી ઉપરાંત વાર્ષિક બજેટમાં કસ્ટમ્સ ડ્યૂટી અને આવકવેરામાં ફેરફારની સંભાવના રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર માટે મહેસૂલ-આવક વધારવાનો પડકાર છે તે જોતા કરદાતાઓને મોટી રાહત મળવાની સંભાવના ઓછી જણાય છે. વળી, જીએસટીને કારણે રાજય સરકારો જે પ્રકારે ટેકસ વસૂલતી હતી તે પણ બંધ થઈ ગયું છે. આથી રાજયોના બજેટમાં પણ ખાસ કોઈ આકર્ષણ જોવા નહીં મળે. . અત્યાર સુધીના બજેટમાં નાણામંત્રી બજેટ રજૂ કરતી વખતે જેવા કોઈ મોટા ફંડની ફાળવણીની જાહેરાત કરતા એટલે બાકીના સભ્યો ટેબલ થપથપાવીને તેનું સ્વાગત કરતા હતા. પરંતુ હાલમાં નાણામંત્રી જેટલી સામે જે આર્થિક પડકારો છે તે જોતા ગુરુવારે આવું ખાસ કંઈ જોવા મળશે કે કેમ તે પ્રશ્ન થાય છે. જીએસટીને કારણે જે નુકસાન થશે તેની ભરપાઈ પણ કેન્દ્રએ રાજયોને કરવાની છે. રેલવેને અલગ બજેટની પરંપરા બંધ કરાયા બાદ આ વખતે તેના બજેટમાં મોટાપાયે ઘટાડો કરાય તેવી સંભાવના પણ દર્શાવાઈ રહી છે. વળી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતે જ તાજેતરમાં જાહેરાત કરી દીધી છે કે આગામી બજેટ લોકપ્રિય બજેટ નહીં હોય. આમ, તેમણે જેટલી માટે ખાસ કંઈ રહેવા દીધું નથી. આથી બજેટ અંગે દર વર્ષે જે ઉત્ત્।ેજના અને આતુરતા જોવા મળે છે તે આ વર્ષે સ્વાભાવિક રીતે જ જોવા નહીં મળે તેમ જણાય છે.(૨૧.૧૦)   (10:47 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123096

બજેટ : સૂચિત પગલાઓ કઈ ચીજ સસ્તી અને કઇ મોંઘી થશે તેની ગણતરી
 નાણાંપ્રધાન અરૂણ જેટલી આવતીકાલે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા કનિદૈ લાકિઅ વચ્ચે વર્ષ ૨૦૧૮-૧૯ માટેનુ સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.  બજેટમાં કઇ ચીજો સસ્તી થશે અને કઇ ચીજો મોંઘી થશે તેને લઇને લોકોની ખાસ નજર કનિદૈ લાકિઅ રહે છે. ઉપરાંત અકિલા સામાન્ય લોકો આવકારવેરા મુક્તિ મર્યાદાને લઇને વધુ ઉત્સુક રહે છે. આ વખતે પણ આવક વેરા મુક્તિ મર્યાદામાં વધુ વધારો કરવામાં કનિદૈ લાકિઅ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. બજેટના સૂચિત પગલા નીચે મુજબ છે.   -      અકીલા નોટબંધી, જીએસટી બાદ બજેટમાં મધ્યમવર્ગને ઘણી બધી રાહતો કનિદૈ લાકિઅ મળી શકે છે -      ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા પ્રબળ દેખાઇ રહી છે -      ત્રણ લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવામાં આવી કનિદૈ લાકિઅ શકે છે -      કંપની કરના દરમાં ઘટાડો કરીને તેને ૨૮ ટકાના સ્તર પર લાવવામાં આવી શકે છે -      બચત સાધનોમાં મૂડીરોકાણની મર્યાદાને વધારવામાં કનિદૈ લાકિઅ આવી શકે -      વ્યક્તિગ કરદાતાઓને રાહતો આપવામાં આવી શકે છે -      કોર્પોરેટ દ્વારા મૂડીરોકાણને પ્રોત્સાહન અપાઈ શકે છે -      જેટલી આવકવેરા કનિદૈ લાકિઅ મુક્તિ મર્યાદામાં ૫૦ હજાર સુધીનો વધારો કરી શકે છે -      આરોગ્ય વીમામાં મૂડીરોકાણ મર્યાદામાં મુક્તિ વધી શકે છે -      કોરસેક્ટરના કનિદૈ લાકિઅ ભાગરૂપે ટેક્સ બચત માળખામાં સુધારો કરાશે -      હાઉસિંગ લોનની ફેર ચુકવણી ઉપર ટેક્સ મુક્તિ મર્યાદામાં વધુ સુધારો કરવામાં આવી શકે છે -      કોર્પોરેટ અથવા તો વ્યક્તિગતો ઉપર સરચાર્જના રેટમાં સુધારો નહીં કરાય -      સંરક્ષણ ક્ષેત્રની ફાળવણીમાં ૧૦ ટકા સુધીનો વધારો થઇ શકે છે -      જીએસટીના અમલીકરણ બાદ પડેલી તકલીફોને લઇને કેટલીક જાહેરાત થઇ શકે છે -      ડ્યુટી માળખાને વધુ તર્કસંગત બનાવવામાં આવી શકે છે -      મોટી વયના લોકો ઉપર પણ યુવાનોની સાથે-સાથે ધ્યાન આપવાની જરૂર છે -      બજેટમાં વધુ ફાળવણી મોટી વયના લોકો માટે કરવા રજુઆત કરવામાં આવી -      મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા બજેટમાં જાહેરાત થઇ શકે છે -      મેક ઇન ઇન્ડિયાને વધુ ઝડપી બનાવાશે -      ૨૫ મોટા સેક્ટર ઓળખી કાઢવામાં આવ્યા છે તે પૈકી એક સેક્ટર લેધર સેક્ટર પણ છે -      માઇક્રો અને નાના ઉદ્યોગો દ્વારા લેધર શૂઝ બનાવવામાં આવે છે જેથી રાહત આપી શકાય છે -      બજેટમાં ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઘણી પહેલ થશે -      એલટીએ અને એલટીસીના સ્કોપને વધુ વિસ્તૃત કરાશે -      ટેક્સ બેનિફિટના હેતુથી પ્રવાસ ઉપરાંત અન્ય હોટલો અને બીજા ખર્ચાઓને સામેલ કરાશે -      નરેન્દ્ર મોદી ટ્યુરિઝમને પ્રોત્સાહન આપવા ઇચ્છુક દેખાઈ રહ્યા -      જુદા જુદા પ્રદેશોમાં વિકાસની ગતિને ઝડપી કરાશે -      વ્યક્તિગતોને કેટલીક ટેક્સ રાહતો પણ આપવા માટે નાણામંત્રી જેટલીની તૈયારી -      ભારતીય યુનિવર્સિટી અને રિસર્ચ સંસ્થાઓમાં એડવાન્સ અભ્યાસક્રમ તૈયાર કરવા ઉદ્યોગ-શૈક્ષણિક સહકારને મહત્વ -      મજબૂત ટેલેન્ટપુલ વિકસિત કરવાની જરૂરીયાત પર ભાર મુકવામાં આવી શકે -      કુશળતાને અપગ્રેડ કરવા વિદેશ જવાથી વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને રોકવા માટે પ્રયાસ -      બાયો ટેકનોલોજીમાં મૂડીરોકાણ પર વેન્ચર કેપિટલ ફંડની રચનાને પ્રોત્સાહન મળી શકે છે -      ડાયનેમિક એજ્યુકેશન અભ્યાસક્રમ જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ રહે તેવા અભ્યાસક્રમની જરૂર -      ઇનોવેટિવ ટેલેન્ટ સોર્સિંગ તરફ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા -      સ્થાનિક બજારને ટેકો આપવા માટે પીસી અને મોબાઇલ કંપનીઓ તેમની માંગ કરી ચુકી છે -      બજેટમાં સિનિયર સિટીઝનો માટે કેશલેસ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ જાહેર કરવામાં આવે તેવી વકી -      નાગરિકોને હેલ્થ ઇન્સ્યોરન્સ કવર હેઠળ આવરી લેવાથી આધાર ઘટી જશે -      સર્વિસ ટેક્સમાંથી મુક્તિની માંગ કરવામાં આવી -      સેક્ટરમાંથી શિપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મનેરગામાં રહેલા લોકોને રાહત આપવાની માંગ -      હેન્ડીક્રાફ્ટ નિકાસને સ્પર્ધા વચ્ચે રાહત મળે તેવી માંગ કરવામાં આવી -      માર્કેટ ડેવલપમેન્ટ સહાય સ્કીમ અને એમએાઇ હેઠળ ફાળવણીને વધારી દેવાની માંગ કરાઇ -      સ્ટાર્ટ અપને ટેક્સ રાહત આપવાની માંગ કરાઇ -      સ્ટીલ સેક્ટરમાં મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવાની માંગ -      ડિઝળ કારના ઉપયોગ પર પ્રદુષણ સેસ લાગુ કરવાની માંગ -      કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવાની માગ -      ફ્યુઅલ પ્રાઇઝની કિંમત ઘટાડીને અચ્છે દિનના અનુભવ કરાવવાની માંગ -       નોટબંધી અને જીએસટી  બાદ રજૂ કરવામાં આવનાર બજેટમાં કેટલાક આકર્ષક પગલા જાહેર કરવામાં આવી શકે છે (12:46 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123113

ઇ-વે બિલના અમલીકરણ માટે અમદાવાદમાં ૧૫થી વધુ મોબાઇલ વાન સાથે GST અધિકારીઓ કરશે સરપ્રાઇઝ ચેકિંગ 
નવી દિલ્હી તા. ૩૧ : ગુજરાતમાં ૧લી ફેબ્રુઆરીથી ઇ વે બિલ કનિદૈ લાકિઅ ફરજિયાત થઇ રહ્યું છે. ત્યારે વિભાગ પણ પૂરી તૈયારી સાથે ઇ વે બિલનાં અમલીકરણ માટે અમદાવાદમાં ૧પથી વધુ મોબાઇલ વાન સાથે ચાંપતી નજર રાખી સજ્જ કનિદૈ લાકિઅ છે. આ મોબાઇલ અકિલા વાન વેપારીઓને ઘેરવાની રણનીતિ અપનાવશે. ૭ મહિના સુધી જીએસટીને મામલે વેપારીઓને આંશિક છૂટછાટ બાદ રિટર્ન સહિતની અનેક બાબતોમાં કનિદૈ લાકિઅ ઢીલી નીતિ અપનાવ્યા બાદ અમદાવાદ સહિત રાજયભરમાં ઇ વે બિલનો કડક અમલ કરાવવા અકીલા તંત્ર મેદાને પડશે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ વેટ ઓડિટ રિપોર્ટ કનિદૈ લાકિઅ રજૂ કરવાની છેલ્લી તારીખ ૩૦ જાન્યુઆરી હતી. તે વધારીને ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ કરવામાં આવી છે. જેના પગલે વેપારીઓને રાહત થઈ છે. ૧લી ફેબ્રુઆરી કનિદૈ લાકિઅ ગુરુવારથી જ જયારે ઇ વે બિલનાં અમલીકરણની શરૂઆત થશે કે ૧પ થી વધુ મોબાઇલ વાન વેપારીઓને ગમે ત્યાં આંતરશે અને ચેકિંગ કરશે. જો ઇ વે બિલ અને માલનું કનિદૈ લાકિઅ બિલ નહીં હોય તો ટેકસ અને વ્યાજ સહિતની દંડની રકમની વસૂલાત કરાશે. ૧લી ફેબ્રુઆરીથી વેપાર માટે ૧૦ કિ.મી.ના વિસ્તારની લિમિટમાં પ૦ હજારથી કનિદૈ લાકિઅ ઉપર માલની અવરજવર માટે ઇ વે બિલનાં અમલીકરણની શરૂઆત થશે. જો માલની ડિલિવરી દસ કિ.મી.ના એરિયાની અંદરની હશે તો તેવા કિસ્સાઓમાં ઇ વે બિલની જરૂરિયાત કનિદૈ લાકિઅ ઊભી થશે નહીં. ઇ વે બિલની શરૂઆત સાથે જ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો એક બીજા પર જવાબદારી ઢોળી ન દે અને સરકારને નુકસાન ન થાય તે માટે શહેરભરમાં મોબાઇલ વાન ચેકિંગ માટે ફરી વળશે. આ મોબાઇલ વાન માત્ર ચેકિંગ જ નહીં કરે પરંતુ વેપારીઓને કોઇ ટેકિનકલ કારણોસર મુશ્કેલી પડશે તો મદદ પણ કરશે. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, મોબાઇલ વાન એટલે કે કોઇ પણ કાર હાયર કરવામાં આવશે. અધિકારીઓની સ્પેશિયલ ટીમ બનાવાઇ છે. જે મોટા ભાગના વિસ્તાર કવર કરી લેશે. ખાસ કરીને ન્યૂ કલોથ માર્કેટ, પાંચકૂવા સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો જીઆઇડીસી, વટવા, કઠવાડા, નરોડા, નારોલ, રખિયાલ સહિતના શહેરના વિસ્તારો કવર કરશે. અધિકારીઓ પાસે લેપટોપ હશે જેમાં ડેટા હશે દંડની રિસિપ્ટ બુક સહિતની સામગ્રી સાથે તેઓ દિવસભર અચાનક જે તે સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને ગમે તે વાહન અટકાવશે જરૂર પડ્યે પોલીસ પ્રોટેકશન પણ લેશે. (9:39 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/31-01-2018/69773
પાકિસ્તાન છે આતંકીઓ માટે 'સેફ હેવન': સંયુકત રાષ્ટ્ર 
પાકિસ્તાન વિરૂધ્ધ અફઘાનિસ્તાને આપ્યા પુરાવા ઇસ્લામાબાદ તા. ૩૧ : સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કનિદૈ લાકિઅ (UNSC) અફઘાનિસ્તાનના વિશેષ રાજદૂત મહમૂદ સૈકલે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘેરવા પ્રયાસ કર્યો છે. સૈકલે કહ્યું કે, આ વાત સમગ્ર વૈશ્વિક સમુદાય કનિદૈ લાકિઅ જાણે છે અકિલા કે, પાકિસ્તાન આતંકીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. જોકે આટલેથી વાત અટકતી નથી. આપણે આ અંગે સંયુકત રાષ્ટ્રમાં સર્વસમ્મતિ કનિદૈ લાકિઅ બનાવવી જોઈએ અને પાકિસ્તાન પર કાર્યવાહી કરવી જોઈએ. અફઘાનિસ્તાનમાં સંયુકત રાષ્ટ્રના અકીલા રાજદૂત મહમૂદ સૈકલે કહ્યું કે, અફઘાનિસ્તાન સરકાર કનિદૈ લાકિઅ UNSCને પાકિસ્તાન વિરુદ્ઘ પુરતા પુરાવાઓ રજૂ કરશે કે, પાકિસ્તાન અફઘાનસ્તાનમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે. જેથી તેના વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં કનિદૈ લાકિઅ આવે. સૈકલે વધુમાં જણાવ્યું કે, UNSC સદસ્યો વચ્ચે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો માટે સુરક્ષિત વાતાવરણ હોવાને લઈને વધુ સ્પષ્ટતા થઈ છે અને સદસ્યો કનિદૈ લાકિઅ આ અંગે એક મત થયા છે. આપને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ UNSCની ૧૫ સદસ્યોની એક ટીમ રાજદૂત સ્તરનું પ્રતિનિધિમંડળ હિંસા પ્રભાવિત કાબુલની કનિદૈ લાકિઅ મુલાકાતે ગયું હતું. સૈકલે ઓસામા બિન લાદેન, મુલ્લા ઉમર અને મુલ્લા અખ્તરનું ઉદાહરણ આપીને જણાવ્યું કે, UNSCના મોટા ભાગના દેશો જાણે છે કનિદૈ લાકિઅ કે, આતંકને સુરક્ષિત આશ્રય આપનારો દેશ કયો છે. તેમને ખબર છે કે, આતંકના મોટાભાગના આકાઓ પાકિસ્તાનમાં જ રહ્યા હતા અને પાકિસ્તાનમાં જ તેમને ઠાર મારવામાં આવ્યા હતાં. અને હવે તાલિબાની પ્રમુખ પણ પાકિસ્તાનમાં રહે છે. જે દુનિયાને ખબર છે.(૨૧.૬) (9:45 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/31-01-2018/123090

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Wednesday, 24 January 2018

હાર્દિકે ટ્વીટ કરી પૂછ્યો સવાલ ? - રાજ્યની જનતા ભયમાં છતાં સરકાર ઉંઘમાં, તોફાનો મામલે હજુ ચૂપ - ગુજરાતમાં છેલ્લા 30 માસમાં લોકોએ 147 S.T. બસો સળગાવી, 220માં તોડફોડ કરી - અમદાવાદમાં RAFની બે બટાલીયન ઉતારાઈ- કરશે ફ્લેગ માર્ચ - અ'વાદ સળગાવવાનો પ્લાન સાણંદમાં ઘડાયો, રેલી બાદ અપાયો અંજામ - પદ્માવત વિવાદ:કરણી સેનાએ કહ્યું- દેશમાં નહીં થવા દઈએ ફિલ્મ રિલીઝ - સુરતઃ ફિલ્મ પદ્માવતના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર - પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમી વઝીરીસ્તાનમાં US ડ્રોન એરક્રાફ્ટ દ્વારા આતંકી કેમ્પો પર હુમલા ચાલુ - 'પદ્માવત'ના વિરોધમાં સૌરાષ્ટ્રમાં ભભુકતો રોષ - હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા - મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો લડતના માર્ગેઃ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Independence Day Tally Mobile App

Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

 ગુજરાતમાં છેલ્લા 30 માસમાં લોકોએ 147 S.T. બસો સળગાવી, 220માં તોડફોડ કરી 
- એકબાજુ લોકો બસોની સેવા સુધારવા રજૂઆતો કરે છે બીજી બાજુ વિરોધ દર્શાવવા બસોને જ સળગાવે છે અમદાવાદ, તા. 24. જાન્યુઆરી 2018 બુધવાર ગુજરાતમાં છેલ્લા ૩૦ માસ દરમિયાન ચાલેલા વિવિધ આંદોલનોમાં ૩૬૭ એસ.ટી.બસોને આંદોલનકારીઓએ નિશાન બનાવી છે. જેમાં ૧૪૭ બસોને સળગાવી દેવાઇ હતી તેમજ ૨૨૦ બસોમાં ભારે તોડફોડ કરાઇ હોવાનું એસ.ટી.નિગમના સૂત્રો પાસેથી જાણવા મળે છે. છેલ્લા ત્રણ દિવસમાં 'પદ્માવતી ' ફિલ્મના વિરોધમાં જ પાંચ બસો સળગાવવા ઉપરાંત ૧૪ બસોમાં તોડફોડ કરાઇ હતી. જેને લઇને બસ સેવા ખોરવાવા સાથે કરોડો રૃપિયાનું નુકશાન થવા પામ્યું છે. ગુજરાતમાં પરિવહનક્ષેત્રની જીવાદોરી ગણાતી એસ.ટી.બસો સળગાવવી અને તેમા તોડફોડ કરવી એ વિરોધ દર્શાવવાની એક સામાન્ય સમજની રીત થઇ ગઇ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જુલાઇ ૨૦૧૫ના ગુજરાતના પાટીદાર આંદોલનમાં પણ ૧૪૦ બસો સળગાવી દેવાઇ હતી અને ૨૦૦ બસોમાં તોડફોડ કરાઇ હતી. ત્યારબાદ દલિત આંદોલનમાં બે બસો સળગાવાઇ હતી અને ૬ બસોમાં તોડફોડ કરાઇ હતી. હિંસક આંદોલનમાં જાહેર મિલકત સોફ્ટ ટાર્ગેટ હોવાથી સરવાળે લોકોને જ નુકશાન થતું હોય છે. આ અંગે એસ.ટી.નિગમના સચિવ કે.ડી.દેસાઇના જણાવ્યા મુજબ આંદોલનોમાં એસ.ટી.બસો સોફ્ટ ટાર્ગેટ હોવાથી ગુજરાતમાં ક્યાંય પણ આંદોલન થાય કે તંગ સ્થિતિ સર્જાય ત્યારે તકેદારીના પગલારૃપે બસો બંધ કરી દેવાતી હોય છે. જેને લઇને હજારો મુસાફરો રઝળી પડતા હોય છે. તેવામાં બીજી તરફ બસોમાં આગપંચી, તોડફોડના બનાવો બનતા તેટલી એસ.ટી.બસોની સેવાઓ પર પણ અસર થતી હોય છે. એકબાજુ લોકો બસોની સેવા અને સુવિધા વધારવાની વાતો કરે છે , લેખિતમાં આવેદનપત્રો આપે છે અને બીજી તરફ તે જ બસોને સળગાવી દેવાય છે. જે રાજ્ય અને સમાજ માટે હિતાવહ નથી. આંદોલનોમાં જાહેર પરિવહનના સાધનોને નુકશાની ન પહોંચાડવી જોઇએ તેવો પણ એક મત સમાજમાં પ્રવર્તી રહ્યો છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/st-bus-soft-target-for-rioters

અમદાવાદમાં RAFની બે બટાલીયન ઉતારાઈ- કરશે ફ્લેગ માર્ચ 
- 'પદ્માવત'ના હિંસક વિરોધમાં પોલીસે 44ની ધરપકડ કરી - અન્ય 70ની ઓળખ કરાઇ, કુલ ત્રણ ગુના નોંધાયા અમદાવાદ, તા. 24 જાન્યુઆરી 2018, બુધવાર ટોક ઓફ ધી ટન્ગ બનેલો મુદ્દો પદ્માવત ધીરે ધીરે વધુને વધુ હિંસક સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં આગચંપીના બનાવો બન્યા હતા જેમાં 44 જણાની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ત્રણ અને સેટેલાઇટ પોલીસે એક ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે આ બંને ગુનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 44 જણાની ધરપકડ કરવામાં આવી છે. વાહનોને આગ લગાવવા અને તોડફોડ કરવાના મામલે 70 જણાની ઓળખ કરી લેવામાં આવી છે. ગઈ રાતે થયેલા હિંસક બનાવોમાં 51 વાહનોને આગ લગાવવામાં આવી હતી આ અંગેના CCTV ફુટેજ પોલીસે કબજે કર્યા છે. આ અંગે પોલીસે પરિસ્થિતિ નાજુક લાગતા લશ્કરી ટુકડીઓ તહેનાત કરી છે જેમાં રેપીડ એકશન ફોર્સ(RAF)ની બે બટાલીયનને ઉતારવામાં આવી છે આ બટાલીયનમાં  મહિલાઓ સહિત 100 સૈનિકો છે. RAF ની ટુકડી ફ્લેગ માર્ચ કરીને હિમાલયાથી આલ્ફામોલ જશે. તમામ ગુનામાં કાવતરાની કલમ લગાવાઇ છે. તમામ હિંસક શખ્સો સાણંદ નજીક એકઠા થયા હતા અને ત્યાર બાદ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે સજ્જડ કિલ્લેબંધી કરી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/raf-s-two-battalions-will-be-flagged-in-ahmedabad-for-padmavat-violence

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમી વઝીરીસ્તાનમાં US ડ્રોન એરક્રાફ્ટ દ્વારા આતંકી કેમ્પો પર હુમલા ચાલુ : હક્કાની સંગઠનનો કમાન્ડર એહસાન ઉર્ફે ખવારી સહિત ૩ આતંકીઓ ઢેર થયા: (3:11 pm IST)
ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં નહીં આવેઃ ગુજરાત મલ્ટીપ્લેક્સ સિનેમા ઓનર અસોસીએશનની જાહેરાતઃ પ્રમુખ મનુભાઇ પટેલની પ્રેસ કોન્ફરન્સ: (1:08 pm IST)
ભાજપની ઈચ્છા મુસ્લિમમુકત ભારત અને આરએસએસની દલિતમુકત ભારતની મહેચ્છા ઓવૈસી ઝેર ઓકે છેઃ દલિતો અને મુસ્લિમોએ જાગૃત થવાની જરૂરઃ ઓવૈસીએ મીમ અને ભીમના જૂન સૂત્રનો પુનરોચ્ચાર કર્યો: (11:36 am IST)
Source :-http://www.akilanews.com/

રાજ્યની જનતા ભયમાં છતાં સરકાર ઉંઘમાં, તોફાનો મામલે હજુ ચૂપ

પત્રકારોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે વાતચીત કરવાના પ્રયાસો કરતા મોં સંતાડીને કંઈપણ કહ્યા વિના રવાના થઈ ગયા
 અમદાવાદઃ 'પદ્માવત' ફિલ્મના વિવાદને પગલે પશ્ચિમ અમદાવાદને બાનમાં લેવાની બનેલી ઘટનાના કલાકો વીત્યા બાદ પણ ગુજરાતની ભાજપ સરકાર એકદમ ચૂપકીદી સેવી રહી છે. આ ઘટનાને પગલે અમદાવાદ સહિત ગુજરાતની જનતામાં આવતીકાલે(25 જાન્યુઆરી) ફિલ્મ રીલિઝ થવાના મુદ્દે ભય ફેલાઈ ગયો છે. આમ છતાં સરકાર કે ભાજપના કોઈપણ નેતા કે સરકારી અધિકારી આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. આજે મળેલી રૂપાણી સરકારની મંત્રી મંડળની બેઠકમાં પણ આ ફિલ્મના વિવાદ અને તોફાનો અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. પરંતુ તે અંગેની કોઈ માહિતી પ્રજા સુધી પહોંચાડવા માટે સત્તાધીશો તૈયાર નથી.

તોફાનીઓ બેફામ બન્યા છતાં સરકાર રહી ચૂપ

ગઈકાલે સમી સાંજે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પદ્માવત ફિલ્મના વિવાદને લઈને તોફાનો ફાટી નીકળ્યા હતા. જેને કારણે સમગ્ર અમદાવાદની જનતા બાનમાં મુકાઈ ગઈ હતી. પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે શહેરીજનોમાં ભય અને રોશની લાગણી ફેલાઈ હતી. તોફાની તત્વો બેફામ બનીને ખુલ્લી તલવારો સાથે વાહનો સળગાવતા હતા. તે સમયે સરકારના એક પણ પ્રતિનિધિ કે જવાબદાર અધિકારીએ તોફાનો શાંત પાડવાના પ્રયાસો તો એકબાજુ રહ્યા પ્રજાને હૈયાધારણા આપવાની અપીલ પણ કરી નહતી.
ઘટનાના કલાકો બાદ પણ ભયનો માહોલ
ગઈકાલની ઘટના બાદ કલાકો પસાર થઈ ગયા હોવાછતાં રાજ્યના મુખ્યમંત્રીથી લઈ ગૃહ રાજ્યમંત્રી કે પ્રવક્તા મંત્રી અને સ્થાનિક ધારાસભ્યો કે કોર્પોરેટરો પ્રજાની પડખે ઉભા રહેવા માટે તૈયાર નથી. જેને કારણે અમદાવાદની જનતા આજે પણ ભય અને ડરના માહોલમાં મુકાઈ ગઈ છે.
પત્રકારોને પૂછતા ચૂપચાપ રવાના થયા ગૃહ રાજ્યમંત્રી
તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઈને સ્થાનિક નેતાઓએ મત મેળવવા માટે ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન શાંતિ અને સલામતી હોવાનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. પરંતુ ગઈકાલની ઘટના બાદ આ મત માગનારા બીજેપીના નેતાઓ શોધ્યા જડતા નહોતા. આજે મંત્રી મંડળની બેઠક બાદ પ્રજાના ભય અને ડર અંગે પત્રકારોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે વાતચીત કરવાના પ્રયાસો કરતા તેઓ મોં સંતાડીને કંઈપણ કહ્યા વિના રવાના થઈ ગયા હતા.


Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-state-government-keep-mum-over-a-violence-in-ahmedabad-NOR.html?ref=ht

અ'વાદ સળગાવવાનો પ્લાન સાણંદમાં ઘડાયો, રેલી બાદ અપાયો અંજામ

પોલીસે વધેલા ઘટેલા લોકોને પકડીને કાર્યવાહી કરી પરંતુ તે લોકોએ જ પોલીસને કહી દીધું કે સાંણદમાં બપોરે જ નક્કી થઇ ગયું હતું
અમદાવાદ: શહેરમાં મંગળવારે રાતે દહેશત ફેલાઇ અને ફેલાવા પાછળ કોઇ ત્વરિત ઉશ્કેરાટ કે નિર્ણય ન હતો. કરણીસેનાના આગેવાને અન્ય લોકો સાથે સાણંદમાં મિટિંગ કરીને અમદાવાદને કેન્ડલ માર્ચ બાદ સળગાવવાનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે વધેલા ઘટેલા લોકોને પકડીને કાર્યવાહી કરી પરંતુ તે લોકોએ જ પોલીસને કહી દીધું કે સાંણદમાં બપોરે જ નક્કી થઇ ગયું હતું કે અમદાવાદના થિયેટરોને આંગ ચાપીને સળગાવી દેવાના છે. અમદાવાદમાં થયેલી ચાર પોલીસ ફરિયાદમાં સમગ્ર ઘટનાને કઇ રીતે અંજામ અપાયો અને પ્લાન થયો તે વિશેની વિગતો જાણવા મળી રહી છે.

પોલીસે રેલીની ના પડી પણ શાંતિથી રેલીની માંગ થતાં સ્વીકારાઈ

પદ્માવત ફિલ્મના વિરોધ માટે શહેરમાં કેન્ડલ માર્ચ કરીને શાંતિ પૂર્ણ રેલી કાઢવાનો પ્લાન કરવામાં આવ્યો હતો. જે માટે સુરેન્દ્રસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ રહેવર નામના શખસોએ પોલીસ પાસે કેન્ડલ માર્ચની પરમિશન લેવા માટે ગયા હતા.પહેલા પોલીસે આ મુદ્દે પરમિશન આપવાની ના પાડી હતી પરંતુ માર્ચ કાઢવા માટે તેઓ શાંતિથી સમગ્ર રેલીની માંગણી કરતા આખરે તેમને પરમિશન મળી હતી.પોલીસ બંદોબસ્ત વચ્ચે આખી રેલી શરૂ થઇ હતી.
કેન્ડલ માર્ચ હિંસક કઇ રીતે બની

- કેન્ડલ માર્ચની શરૂઆત 200 લોકોથી સેટેલાઇટ પાસેથી થઇ હતી
-  પોલીસ બંદોબસ્ત અને મહિલા પોલીસકર્મીઓ પણ સુરક્ષા માટે સાથે હતા
- આ રેલીમાં કેટલાક લોકો મોઢે રૂમાલ કે બુકાની વાળા પણ હતા
-  કેન્ડલ માર્ચમાંથી નિકળેલા લોકો પહેલા એસ જી હાઇવે પાસેના દેવઆર્ક મોલમાં ઘુસ્યા 
- ત્યાં પોલીસે અંદર ન જવા દેતા તેઓ ભાગીને સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સામે પહોંચ્યા
- ટોળું પોલીસ સ્ટેશનની સામેના ગુલમહોર મોલમાં ઘુસીને તોડફોડ કરી
- ત્યાંથી પોલીસ એક્શનમાં આવતા ટોળું કે સેરા સેરા પહોંચ્યું
- કે સેરાસેરા ખાતે તોડ ફોડ બાદ ટોળું વિખેરાઇને ફરી પીવીઆર પાસે એકઠું થયું
- પીવીઆર પાસે હાઇવે ચક્કાજામ થયો અને ટોળું હિમાલયા મોલ પહોંચ્યુ 
- ભારે હિંસા કર્યા બાદ પાછળના રોડથી ટોળું આલ્ફાવન મોલ પહોંચ્યુ
શું હિંસા રોકી શકાય તેવી હતી?

પોલીસનો દાવો છે કે ટોળું મોટી શંખ્યામાં હતુ અને સામે હિંસક બન્યું અને થોડી વારમાં આંગચંપી અને હિંસા કરી હતી.પરંતુ કેન્ડલ માર્ચની દરમિયાન ટોળાની વર્તણૂંક પરથી પોલીસે વધુ ફોર્સની ડિમાન્ડ કરીને ટોળાને કાબુમાં લીધું હોત તો આટલી મોટી હિંસા અટકી શકી હોત. એવું પણ અનુમાન કરવામાં આવે છે કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની સામે જ્યારે ટોળું હિંસા કરવા ઘુસ્યું ત્યારે વધુ ફોર્સ બોલાવીને તમામને અટકાયત કરી લીધી હોત તો આ બનાવો અટકાવી શકાઇ હોત.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-ahmedabad-burnt-plan-final-in-sanand-on-23rd-janaury-same-day-NOR.html?ref=ht

પદ્માવત વિવાદ:કરણી સેનાએ કહ્યું- દેશમાં નહીં થવા દઈએ ફિલ્મ રિલીઝ

રાજસ્થાનમાં કરણી સેના, બીજેપી લીડર્સ અને હિન્દુવાદી સંગઠનોએ ઈતિહાસ સાથે ચેડા થયા હોવાનો આરોપ લગાવ્યો છે.
જયપુરઃ સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતની વિરુદ્ધ પાંચ રાજ્યોમાં રાજપૂત સંગઠનોનો વિરોધ ચાલુ છે. આ ફિલ્મ કાલે એટલે કે 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. બુધવારે રાજસ્થાનમાં ચિત્તોડગઢ કિલ્લો બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત અને હરિયાણામાં પ્રદર્શન કરનારાઓએ ટાયર બાળીને હાઈવે જામ કર્યો. તકેદારીના ભાગરૂપે ગુડગાંવ અને ચંદીગઢ સહિત હરિયાણાના 4 શહેરોમાં કલમ 144 લગાવવામાં આવી છે. આ દરમિયાન કરણી સેનાના ચીફ લોકેન્દ્ર સિંહ કાલવીએ કહ્યું, ફિલ્મને અમે દેશમાં રિલીઝ નહીં થવા દઈએ. મહારાષ્ટ્ર પોલીસે બુધવારે ફિલ્મના વિરોધમાં તોડફોડ કરનારા 30 લોકોની ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ મનોહર લાલ શર્માએ એક અરજી દાખલ કરી છે. તેમાં ફિલ્મના કેટલાક સીન હટાવવાની માંગ કરવામાં આવી છે. તેની પર સોમવારે સુનાવણી થશે.
કાલવીએ ધરપકડની આશંકા વ્યક્ત કરી

કાલવીએ સમગ્ર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એકવાર પણ એવું નથી કહ્યું કે, હિંસા કરવી ખોટી વાત છે અને તેવુ ન થવુ જોઈએ. કાલવીએ પ્રેસકોન્ફરન્સમાં તેની ધરપકડની આશંકા પણ વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, કદાચ આ ધરપકડ પહેલાં મારી છેલ્લી પ્રેસ કોન્ફરન્સ છે. તેમણે કહ્યું કે, 25 જાન્યુઆરીએ અમે જનતા પાસે કર્ફ્યૂની માગણી કરી છે અને લોકોને સહયોગ કરવા કહ્યું છે. ગુજરાત અને રાજસ્થાનમાં ડિસ્ટ્રિબ્યૂટર પણ અમારી સાથે વત કરી ચૂક્યા છે અને ફિલ્મનું સ્ક્રિનિંગ ન કરવાની વાત કરી ચૂક્યા છે.
આ દરમિયાન મુંબઈના એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે, પદ્માવત સામે પ્રદર્શન કરી રહેલા કરણી સેનાના 35થી વધારે સમર્થકોની અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં 44 લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. મંગળવારે અમદાવાદના ઘણાં મોલ્સને ટાર્ગેટ કરીને તોડફોડ કરવામાં આવી છે અને આગ ચાંપવામાં આવી છે. ચોડફોડ મામલે પોલીસે ચાર લોકો સામે ફરિયાદ નોંધી છે. અમદાવદમાં હાઈ એલર્ટ છે અને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક કરી લીધી છે.
સિનેમા ઓનર્સે હોમ મિનિસ્ટ્રીને લખ્યો પત્ર

- સિનેમા ઓનર્સ એન્ડ એક્ઝિબિટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAEI)એ ગૃહ મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમાં પદ્માવતની રિલીઝ દરમિયાન થિયેટર્સની બહાર પર્યાપ્ત સુરક્ષા પૂરી પાડવાની અપીલ કરવામાં આવી છે.
- એસોસીએશને થિયેટર્સને સલાહ આપી છે કે તેઓ પૂરી સુરક્ષા પૂરી પડાયા બાદ જ ફિલ્મ રિલીઝ કરે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-film-padmavat-protest-in-5-state-including-gujarat-gujarati-news-5798303-PHO.html?ref=ht&seq=1

સુરતઃ ફિલ્મ પદ્માવતના વિરોધમાં કરણી સેનાના કાર્યકરો ઉતર્યા ધરણા પર

અઠવા ગેટ પર વનિતા વિશ્રામની બાજુમાં હેન્ડલુમ હાઉસ નજીક કરણી સેનાના ધરણા
સુરતઃ ફિલ્મ પદ્માવતને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યારે સુરતમાં કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામની બાજુમાં આવેલા હેન્ડલૂમ હાઉસ નજીક કરણીસેનાના કાર્યકરો ઉપવાસ પર ઉતર્યાં છે. અને ફિલ્મ ન જોવા જવા લોકોને અપીલ કરી રહ્યાં છે.
10 કાર્યકરો ઉપવાસ પર
અઠવાગેટ પર કરણી સેના દ્વારા શાંતિપૂર્વક ફિલ્મનો વિરોધ કરવા માટે છ દિવસના ધરણાં પ્રદર્શન કરવાનો કાર્યક્રમ બનાવાયો છે. જેમાં આજથી 10 કાર્યકરો ઉપવાસ પર બેઠા છે. જ્યારે અંદાજેથી 100થી વધુ કાર્યકરો તેમની સાથે ધરણાંમાં જોડાયા છે. કરણી સેનાના જિલ્લાના ઉપપ્રમુખ કિશનસિંહે જણાવ્યું હતું કે, ફિલ્મ પદ્માવતને લઈને તેઓ શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યાં છે. સાથે જ તેઓ અન્ય લોકો અને સંગઠનોને અપીલ કરી રહ્યાં છે કે, તેઓ હીંસા ન કરે માત્ર લોકોને સમજાવે અને ફિલ્મ ન જોવા અપીલ કરશે. આગામી છ દિવસ એટલે 30મી જાન્યુઆરી સુધી તેઓ ધરણાં કરશે.
Source :-https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-LCL-padmavat-film-protest-by-karni-sena-surat-with-peace-in-athva-gate-near-in-dome-by-worker-NOR.html?ref=ht

હાર્દિકે ટ્વીટ કરી પૂછ્યો સવાલ 
‘આનંદીબેનનું પાટીદાર આંદોલન સમયે જેમ રાજીનામું લીધુંતું, તેમ પદ્માવત પર થયેલી હિંસાના કારણે CM રુપાણીનું પણ રાજીનામું લેશો?’
 કનિદૈ લાકિઅ અમદાવાદ: પદ્માવતનો વિરોધ કરેલા ટોળાએ મંગળવારે સાંજે અમદાવાદમાં મચાવેલા તોફાન બાદ હવે રાજકારણ ગરમાયું છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે કનિદૈ લાકિઅ ટ્વીટ કર્યું અકિલા છે કે, શું હિંસાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેલા વિજય રુપાણીનું રાજીનામું માગવામાં આવશે? હાર્દિકે કહ્યું છે કે, પાટીદાર કનિદૈ લાકિઅ આંદોલન વખતે હિંસા થવાને કારણે આનંદીબેનનું રાજીનામું લેવામાં આવ્યું હતું, અકીલા ત્યારે હવે ફિલ્મ પદ્માવત પર થઈ રહેલી હિંસા ન રોકી શકનારા કનિદૈ લાકિઅ સીએમ વિજય રુપાણીનું રાજીનામું માગવામાં આવશે? ઉલ્લેખનીય છે કે, હાર્દિક અગાઉ ફિલ્મ પદ્માવત સામે વિરોધ વ્યક્ત કરી ચૂક્યો છે, અને આ ફિલ્મ કનિદૈ લાકિઅ ન જોવા જવા પણ લોકોને અપીલ કરી ચૂક્યો છે. પદ્માવત અંગે હાર્દિકે ફેસબુક પર લખ્યું હતું કે, ક્ષત્રિય સમાજે દેશની એકતા માટે પોતાના રજવાડાં કનિદૈ લાકિઅ મા ભારતીના ચરણોમાં એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મૂકી દીધા હતા. ત્યારે, આપણી સૌની ફરજ બને છે કે પદ્માવત ફિલ્મ જોવા ન જવું. મુખ્યમંત્રી રુપાણીને કનિદૈ લાકિઅ ખુલ્લો પત્ર લખતા હાર્દિકે ગુજરાતમાં આ ફિલ્મ કોઈ પણ સંજોગોમાં રિલીઝ ન કરવા માગ કરી હતી. હાર્દિકે આ પત્રમાં લખ્યું છે કે, કાનૂન વ્યવસ્થા કનિદૈ લાકિઅ અને સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખીને પદ્માવત ફિલ્મ પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે, જો ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થઈ તો કાયદા-વ્યવસ્થાની જવાબદારી સરકારની રહેશે.   (1:15 pm IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/24-01-2018/69417

'પદ્માવત'ના વિરોધમાં સૌરાષ્ટ્રમાં ભભુકતો રોષ
 બંધના એલાનમાં જોડાવવા માટે અપીલઃ કાલે ધ્રાંગધ્રા સજ્જડ બંધ પાળશે રાજકોટ, તા. ૨૪ :. 'પદ્માવત' ફિલ્મ સામે કનિદૈ લાકિઅ ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે કાલે ભારત બંધના એલાનના સમર્થનમાં લોકોને જોડાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કનિદૈ લાકિઅ જીલ્લા - તાલુકા અકિલા મથકોએ શાંતિ સમિતિની બેઠક મળી હતી. જ્યારે જુદા જુદા સ્થળોએ સિનેમા ઘરોમાં ફિલ્મ ન બતાવવા માટે અપીલ કરાઈ છે. ધ્રાંગધ્રા ધ્રાંગધ્રાઃ કનિદૈ લાકિઅ કરણી સેના દ્વારા સમગ્ર ભારતમાં પદ્માવતનો વિરોધ થઈ રહ્યો છે અકીલા ત્યારે આવતીકાલે સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં પણ કરણી સેના તેમજ કનિદૈ લાકિઅ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પરશુરામ ગ્રુપ અને શહેરના નાના મોટા વેપારીઓએ તેમજ સામાજીક સંસ્થાઓ અને તમામ સમાજના લોકો આ બંધને સમર્થન આપી કનિદૈ લાકિઅ રહ્યા છે. આ તકે ધ્રાંગધ્રા શહેર કરણી સેનાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા શાપર તેમજ ગ્રામ્ય પ્રમુખ શકિતસિંહ ઝાલા કોંઢ સમગ્ર લોકોના સાથ સહકાર કનિદૈ લાકિઅ બદલ આભાર વ્યકત કરે છે. વાંકાનેર વાંકાનેરઃ પદ્માવત ફિલ્મ સામે ભારતમાં અનેક જગ્યાએ વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે. કરણી સેના તથા રાજપુત કનિદૈ લાકિઅ સમાજ સાથે હિન્દુ સંગઠનો સંસ્થા દ્વારા વાંકાનેરમાં અગાઉ રેલી અને આવેદન પત્ર આપવામાં આવેલ. માં પદ્માવતીના જીવનચરિત્રમાં ફેરફારો દર્શાવી કનિદૈ લાકિઅ આ ફીલ્મ રજુ થનાર છે ત્યારે કરણી સેના અને રાજપુત સમાજ તથા હિન્દુ સમાજની લાગણી સાથે ચેડા કરનારી ફિલ્મના વિરોધમાં તા. ૨૫મીએ ભારત બંધનું એલાન અપાયુ છે ત્યારે વાંકાનેરના તમામ વેપારીઓ પણ સ્વયં બંધમાં જોડાય અને પદ્માવત ફિલ્મ સામે બંધ પાળી પ્રજા તેનો વિરોેધ દર્શાવે તેવી લાગણી વ્યકત કરતા વાંકાનેર રાજપુત સમાજના પ્રમુખ વજુભા સજુભા ઝાલાએ સર્વે વેપારીઓને બંધમાં જોડાવા સહકાર આપવા અપીલ કરી છે. માળીયાહાટીના માળીયાહાટીનાઃ સતી પદ્માવતી ફિલ્મ રીલીઝ કરવા સામે દેશભરમાં જાગેલા વિરોધના પગલે રાજપુત સમાજ કરણી સેના દ્વારા તા. ૨૫ના રોજ અપાયેલ બંધના એલાનમાં માળીયાહાટીના પણ જોડાશે. આ અંગે ગઈકાલે રીઝવાન ફાઉન્ડેશનના કોમ્યુનીટી હોલ ખાતે યુવા સંગઠન ચેમ્બર ઓફ કોમર્સ તથા ગ્રામ આગેવાનોની એક બેઠક મળી હતી. તા. ૨૫ જાન્યુઆરીના બંધમાં જોડાઈને ફિલ્મનો વિરોેધ કરવો. વેપારીઓએ ધંધો રોજગાર બંધ રાખવા તેમજ સવારે રેલી સ્વરૂપે જઈને મામલતદારને આવેદન પત્ર પાઠવવાનો નિર્ણય લેવાયો હતો. ધોરાજી ધોરાજીઃ માનવ અધિકાર કમિટીના ચેરમેન તથા યુવા વકીલ બાબુલાલ જાગાણીએ જણાવ્યુ કે છેલ્લા ઘણા સમયથી ક્ષત્રિય સમાજનું ફિલ્મ પદ્માવત અંગે આંદોલન ચાલી રહ્યુ છે તેમા ફકત ક્ષત્રિય સમાજ જ નહિ પરંતુ આ ફિલ્મના નિર્માતાએ આમ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે. કોઈપણ ભોગે આ ફિલ્મને ધોરાજીમાં દર્શાવવા દેવામા નહી આવે તેમજ ક્ષત્રિય સમાજ ભવિષ્યમાં પણ આવા ઈતિહાસ સાથે તેમજ સમાજ સાથે કોઈપણ ક્ષેત્રે આંદોલન કરશે તો તેમ ક્ષત્રિય સમાજ સાથે જ છે તેમ બાબુલાલ જાગાણીએ જણાવેલ છે. ભાવનગર જીલ્લાની શાળાઓમાં વિવાદ ન સર્જાય તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ''પદમાવત''ના ગીત ન વગાડવા આદેશ  ભાવનગર તા. ર૪ : ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીના પોતાના તાબા નીચેની શાળાઓને પાઠવેલ પત્ર સોશિયલ મિડીયામાં વાયરલ થતા રાજયભરમાં આપત્રની નોંધ લેવાઇ છે. પત્રમાં પદમાવત ફિલ્મના ગીતોનો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સમાવેશ ન કરવા જણાવાયું છે. છેલ્લા ત્રણ દિવસ રાજયભરમાં રીલીઝ થનાર 'પદમાવત' ફિલ્મનો રાજયભરમાં વિરોધ થઇ રહ્યો છે. સરકારી મિલ્કતને નુકશાન પહોંચી રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયત કચેરીના જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારીએ તાલુકાના પ્રાથમીક શિક્ષણાધિકારી બી.આર.સી.કો.ઓડીનેટરને પત્ર પાઠવ્યો છે. જેમાં સરકારી/ખાનગી-ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ, આશ્રમશાળા, કેજીબીવી/મોડેલ સ્કુલને ઉદેશવામાં આવી છે. તેઓને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પદમાવત ફીલ્મના ગીતોનો સમાવેશ ન કરવા જણાવાયું છે. (11:50 am IST)
Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/24-01-2018/80689
હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા 
: કાતિલ ઠંડી ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનુ મોજુ ફેલાયુ : હિમવર્ષાના કારણે દેશના પાટનગર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કનિદૈ લાકિઅ ઠંડી વધી : ઉત્તર કાશીમાં બરફની ચાદર નવી દિલ્હી,તા. ૨૪ : ઉત્તર ભારતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડ કનિદૈ લાકિઅ તેમજ અકિલા જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં નવેસરથી આજે હિમવર્ષા થઇ છે. જેથી ચારેબાજુ બરફની ચાદર છવાઇ ગઇ છે. ઉચાણવાળા વિસ્તારોમાં કનિદૈ લાકિઅ ભારે હિમવર્ષા થઇ છે. મેદાની ભાગોમાં પણ હળવો વરસાદ થઇ રહ્યો છે. દેશના પાટનગર અકીલા દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડીનુ પ્રમાણ કનિદૈ લાકિઅ વધી ગયુ છે. આજે સવારે ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભારે હિમવર્ષા થઇ છે. જેથી ગંગોત્રી મંદિરની આસપાસ બરફની ચાદર છવાઇ ગઇ છે. કાશ્મીર કનિદૈ લાકિઅ અને હિમાચલના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી હિમવર્ષા થઇ રહી છે. હિમવર્ષાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. હિમાચલપ્રદેશના શિમલા કનિદૈ લાકિઅ અને આસપાસના વિસ્તારોમાં સિરમૌર, સોલન અને લાહૌલ તેમજ સ્પિતીમાં હિમવર્ષા થઇ છે.  જમ્મુ કાશ્મીરના કારગીલમાં તાપમાન માઇનસ ૧૯.૨ સુધી નીચે પહોંચી કનિદૈ લાકિઅ ગયુ છે. જ્યારે લેહમાં પારો માઇનસ ૧૪ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. શ્રીનગરમાં પણ પારો માઇનસ ૩.૬ ડિગ્રી થઇ ગયો છે. ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા કનિદૈ લાકિઅ થઇ છે. મસુરી અને નૈનીતાલમાં હિમવર્ષા થઇ છે. દહેરાદુનમાં હિમવર્ષા થઇ હોવાના હેવાલ મળ્યા છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે તમામ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી  છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્યથી પણ નીચે પહોંચી ગયો છે. કોલ્ડવેવની અસર ઉત્તર ભારતમાં જોવા મળી રહી છે. જનજીવન પણ ખોરવાઈ ગયું છે. ધુમ્મસની ચાદર ફેલાયેલી છે.દેશના મેદાની ભાગોમાં પણ કાતિક ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. પંજાબ અને હરિયાણામાં તીવ્ર ઠંડી જોવા મળી રહી છે.  હરિયાણામાં નારનોલ, રોહતક, ભિવાનીમાં પાંચથી ૭ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે. પંજાબના પવિત્ર અમૃતસર શહેરમાં  તાપમાન  નીચે પહોંચી ગયુ છે.  ઉત્તર પ્રદેશમાં પણ હાલત કફોડી બનેલી છે. રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડીથી લોકોને કોઇ રાહત મળી નથી. બંને રાજ્યોમાં જનજીવન ખોરાયું છે. ધુમ્મસની ચાદર ચારેબાજુ જોવા મળી રહી છે. રાજસ્થાનના હિલસ્ટેશન ગણાતા માઉન્ટ આબુમાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. . જયપુરમાં પણ લોકો ઠંડીથી પરેશાન થયેલા છે. જયપુરમાં હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, પિલાણી, શિકર, ભીલવાડા અને જેસલમેરમાં  જનજીવનને પ્રતિકુળ અસર થઇ છે. આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ હળવા વરસાદી ઝાપટાની આગાહી પણ કરાઈ છે. લખનૌમાં હવામાન વિભાગે કહ્યું છે કે, પૂર્વીય ઉત્તર પ્રદેશમાં આવતીકાલે સોમવારના દિવસે કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આનો મતલબ એ થયો કે, વધુ ઠંડીનો ચમકારો લખનૌ અને તેના આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ઠંડીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. આગામી દિવસોમાં પારો ત્રણથી ચાર ડિગ્રી ગબડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવ્યા બાદ લોકો સાવધાન થઇ ગયા છે. (12:41 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/24-01-2018/122567
મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો લડતના માર્ગેઃ
 નાસ્તો બંધ કરો નહી તો હડતાલ પડાશે ૧લી ફેબ્રુઆરી અથવા તો નવુ મેનુ શરૂ થાય તે દિવસથી હડતાલ શરૃઃ આવેદન અપાયું... કનિદૈ લાકિઅ રાજકોટ તા. ર૪ :.. રાજકોટ જીલ્લાના મધ્યાહન ભોજન-સંચાલકોના યુનિયન મંડળે ડે. કલેકટર-એમડીએમને આવેદન પત્ર પાઠવી નવા મેનુ એટલે કે સાંજના બાળકોને કનિદૈ લાકિઅ ૪ વાગ્યાના અકિલા સમયમાં નાસ્તો આપવાના નિર્ણયની અમલવારી ન કરવા માગણી કરી હતી. આ ઉપરાંત આવેદનમાં ઉમેરાયું હતું કે, જો નવુ મેનુ એટલે કનિદૈ લાકિઅ કે નાસ્તો આપવાનું ચાલૂ કરાશે તો ૧લી ફેબ્રુઆરી અથવા તો જયારથી નવુ મેનુ ચાલુ અકીલા થશે ત્યારથી હડતાલઉપર ઉતરી જવાશે તેમ ચેતવણી આપી દેવાઇ હતી,  કનિદૈ લાકિઅ ગઇકાલે જીલ્લા - તાલુકાના મંડળના હોદેદારો - પ્રમુખોની મીટીંગ મળી હતી, તેમાં આ નિર્ણય લેવાયો હતો.અન્ય માંગણીઓમાં માનદ વેતન શબ્દ કાઢી, લઘુતમ કનિદૈ લાકિઅ વેતન આપવા, સંખ્યા મુજબ વેતન નહી આપવા, પેશગીનો વધારો કરવા, જૂના જથ્થા મુજબ જથ્થો આપવા, વારસાગતને સંચાલકમાં લેવા વિગેરેનો સમાવેશ થાય છે. કનિદૈ લાકિઅ આવેદન જે. જી. નીમ્બાર્ક, એચ. જી. ગોહેલ, એ. એન. જાડેજા, ગફાર ઠેબા,  કે. એન. પરમાર વિગેરેએ પાઠવ્યું હતું.
Source :-http://www.akilanews.com/Rajkot_news/Detail/24-01-2018/90693

Special Offer Independence Day Tally Mobile App


Offer Time :- 19 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/