સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 5 January 2018

૧૦ લાખ પાટીદાર યુવાનોને કોન્સ્ટેબલથી લઇ આઇએએસની નોકરીમાં મોકલાશે - લવજેહાદના વિરોધમાં ખેડા જીલ્લાનુ માતર ગામ સજ્જડ બંધ - લ્યો બોલો... હવે બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ લાગશે ચાર્જઃ એકેય સર્વિસ મફતમાં નહિ - ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ થયો રૂ. રર૦ કરોડઃ બજેટ કરતા ૧૦ કરોડ વધુ ખર્ચ - સરકારે ૩ કરોડ ૭૭ લાખ બનાવટી ગેસ કનેકશન કર્યા રદ્દ - ગુજરાતના પરિણામોથી સંઘ નાખુશઃ ભાજપમાં થશે મોટી સર્જરી- ભારતની વિકાસયાત્રા, જીડીપી ઘટીને ૬.૫ ટકા - આસામની જેમ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢો - ટ્રાન-૧માં માગેલી ક્રેડિટને લગતા દસ્તાવેજો લઈને હાજર થવા તાકીદ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

લવજેહાદના વિરોધમાં ખેડા જીલ્લાનુ માતર ગામ સજ્જડ બંધ 
ખેડા તા.૬: લવજેહાદમાં મામલે ખેડા જીલ્લાનું માતર સજ્જડ બંધ રહ્યું હતું. માતરના વણજારા સમાજની ૧૭ વર્ષની કિશોરીને નૌશાદ નામનો એક મુસ્લિમ યુવક લગ્નના ઇરાદે ભગાડી જતાં વણજારા સમાજ સહિતના હિન્દુ સંગઠનોએ પોલીસને જાણ કરી હતી. તેમજ યુવતીને પરત લાવી આપવા અને અકિલા આરોપીની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા માગણી કરી હતી. આ ઘટનાને પગલે  હિંદુ સંગઠનોએ લવજેહાદના આ મામલે બંધનું એલાન જાહેર કરાયુ હતુ. જેના પગલે ખેડા જીલ્લાનુ માતર આજે સજ્જડ બંધ રહ્યુ હતું. પોલીસે પણ આરોપીઓ પૈકી ત્રણ શકમંદને પકડી યુવતીને ભગાડી જનાર ઇસમની સઘન તપાસ હાથ ધરી છે.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-01-2018/68298

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ખર્ચ થયો રૂ. રર૦ કરોડઃ બજેટ કરતા ૧૦ કરોડ વધુ ખર્ચ 
નવી દિલ્હી  : હાલમાં જ સંપન્ન થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચનો આંકડો રર૦ કરોડ પહોંચ્યો છેઃ ચૂંટણી માટે રાજયના સામાન્ય વહીવટી વિભાગ તરફથી અગાઉ ર૧૦ કરોડની રકમ ફાળવવામાં આવી હતી પરંતુ ૧૦ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થવાના અકિલા કારણે ચૂંટણી પંચે આ માટે વિભાગ મારફત આ દરખાસ્ત નાણા મંત્રાલયને કરી છે જેને મંજુરી મળી જશેઃ આ વખતે વીવીપેટ, સીસીટીવી, સર્વેલન્સ, વેબકાસ્ટીંગ સુરક્ષાને લઇને વધુ ખર્ચ થયો છે

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/06-01-2018/68300

સરકારે ૩ કરોડ ૭૭ લાખ બનાવટી ગેસ કનેકશન કર્યા રદ્દ 
રદ્દ કરેલા જોડાણોમાં સૌથી વધુ યુપીનાઃ સરકારે સાડા ત્રણ વર્ષમાં ૩૦ હજાર કરોડનો ફાયદો નવી દિલ્હી તા. ૬ : આધાર અને બેંક ખાતા સાથે એલપીજી ગેસ કનેકશનને લિંક કરવાની સરકારની મુહિમ અસર દેખાવા લાગી છે. રસોઇ ગેસ કનેકશનના આધાર સાથે લિંક કરાયા બાદ સરકારે અંદાજે અકિલા ચાર કરોડ ફર્જી ગેસ કનેકશનને રદ્દ કર્યા છે. તેનાથી સરકારને છેલ્લા સાડા ત્રણ વર્ષોમાં ૩૦ હજાર કરોડ રૂપિયાની બચત થઇ છે. પેટ્રોલિયમ મંત્રાલયોના આંકડાના જણાવ્યા મુજબ ૧લી ડિસેમ્બર સુધી ત્રણ કરોડ ૭૭ અકીલા લાખ ૯૪ હજાર એલપીજી ગેસ કનેકશનોને રદ્દ કર્યા છે. તેમાં ફર્જી, એક નામ પર અલગ અલગ કંપનીઓના કનેકશન અને નિષ્ક્રિય કનેકશન સામેલ છે. રદ્દ કરેલા કનેકશનોમાંથી સૌથી વધુ ગેસ કનેકશન ઉત્તરપ્રદેશમાંથી છે.  ઉત્તર પ્રદેશમાં ૫૫.૮૭ લાખ ફર્જી અથવા નિષ્ક્રીય કનેકશન રદ્દ કરવામાં આવ્યા છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૩૬.૧૫ લાખ અને આંધ્ર પ્રદેશમાં ૨૮.૭૨ લાખ કનેકશન રદ્દ કરવામાં આવ્યા છે. બિહારમાં ફકત ૧૧.૪૨ લાખ અને ઝારખંડમાં ૪.૮૯ લાખ કનેકશન રદ્દ કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડમાં ૭.૭૩ લાખ કનેકશન રદ્દ કરવામાં આવ્યા છે.  ગેસ કનેકશનને આધાર સાથે લિંક કરવા અને સબસીડીને સીધી બેંકમાં જમા કરવાથી સરકારને હજારો કરોડ રૂપિયાનો લાભ થયો છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડાના જણાવ્યા મુજબ છેલ્લા સાડા ત્રણ વર્ષમાં આ પ્રયત્નોના લીધે ૨૯ હજાર ૬૬૮ કરોડ રૂપિયાની સબસીડીની બચત થઇ છે. (11:25 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121318

લ્યો બોલો... હવે બેંકમાં પૈસા ઉપાડવા-જમા કરાવવાનો પણ લાગશે ચાર્જઃ એકેય સર્વિસ મફતમાં નહિ મળે ૨૦મી જાન્યુઆરીથી બેંકોની બધી સેવા માટે ગજવા હળવા કરવા પડશે મુંબઇ તા.૬: હવેથી બેન્કોમાં અકાઉન્ટ ધરાવનારાઓએ પોતાનાં ખિસ્સાં હળવા કરવા તૈયાર થઇ જવું પડશે, કારણ કે ૨૦ જાન્યુઆરીથી બધી જ બેન્કસ પોતાની સર્વિસિસ બદલ અકિલા પોતાના ગ્રાહકોને ચાર્જ કરશે. ૨૦ જાન્યુઆરી બાદ બેન્કસ પોતાની વિધડ્રોઅલ ડિપોઝિટ, KYC,સરનામું કે ફોનનંબર બદલવા, ચેકબુક રિકવેસ્ટ જેવી તમામ સર્વિસિસ માટે ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરશે. આ બધી જ સર્વિસિસ અકીલા જે અત્યાર સુધી મફત હતી એ માટે હવે ગ્રાહકોએ પૈસા ચૂકવવાના રહેશે. નવા ચાર્જિસનો અમલ ૨૦ જાન્યુઆરીથી કરવામાં આવશે અને તમે જે સર્વિસનો ઉપયોગ કર્યો હશે એના પૈસા ઓટોમેટિકલી તમારા બેન્ક-અકાઉન્ટમાંથી ડેબિટ થઇ જશે. આ ઉપરાંત તમે જે બ્રાન્ચમાં અકાઉન્ટ ખોલાવ્યું હોય એ મૂળ બ્રાન્ચ સિવાયની બ્રાન્ચમાં કરેલા બેન્ક-વ્યવહાર (ટ્રાન્ઝેકશન) બદલ અલાયદી ફી વસૂલ કરવામાં આવશે. પ્રાઇવેટ અને નેશનલાઇઝડ આમ તમામ બેન્કો નવેસરથી ચાર્જનો અમલ કરશે અને એમાં ૧૮ ટકા GSTનો પણ સમાવેશ કરવામાં આવશે. આ વાતની પુષ્ટિ તમામ સિનિયર બેન્ક અધિકારીઓએ કરી હતી.(૧.૧) સર્વિસ  હાલ વસૂલાતો ચાર્જ પ્રસ્તાવિત ચાર્જ કેશ વિધડ્રોઅલ કોઇ ચાર્જ નહી પ્રતિ ટ્રાન્ઝેકશન ૧૦ રૂપિયા (ઓટો ડેબિટ) કેશ ડિપોઝિટ   કોઇ ચાર્જ નહી  ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ માટે પ્રતિ હજાર રૂપિયે ૨.૫૦ રૂપિયા પાસબુક અપડેટ        કોઇ ચાર્જ નહી  પ્રત્યેક સ્ટેટમેન્ટ માટે ૧૦ રૂપિયા બેલેન્સ સ્ટેટમેન્ટ        કોઇ ચાર્જ નહી  દરેક સ્ટેટમેન્ટ માટે ૨૫ રૂપિયા (ઓટો ડેબિટ) ચેકબુક રિકવેસ્ટ        કોઇ ચાર્જ નહી  પ્રતિ રિકવેસ્ટ ૨૫ રૂપિયા (ઓટો ડેબિટ) સિગ્નેચર વેરિફિકેશન   કોઇ ચાર્જ નહી  પ્રતિ રિકવેસ્ટ ૫૦ રૂપિયા DD,PO,ECS ઇશ્યુ      કોઇ ચાર્જ નહી  પ્રત્યેક રિકવેસ્ટ માટે ૨૫ રૂપિયા ચેક ડિપોઝિટ   કોઇ ચાર્જ નહી  પ્રત્યેક ચેક અને સ્પીડ કિલયરિંગ માટે ૧૦ રૂપિયા ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ      કોઇ ચાર્જ નહી  ૫૦ રૂપિયા પ્રતિ સર્ટિફિકેટ કમ્યુનિકેશન એડ્રેસ, KYC, મોબાઇલ નંબર અપડેટ કરવા કોઇ ચાર્જ નહી  ૨૫ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ ડેબિટ કાર્ડની રિકવેસ્ટ  કોઇ ચાર્જ નહી        ૨૫ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ (ઓટો ડેબિટ) ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગ રિકવેસ્ટ        કોઇ ચાર્જ નહી  ૧૦ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ (ઓટો ડેબિટ) ચાર્જિસ પર આપવો પડશે ૧૮ ટકા GST

Source :-
http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121317
ગુજરાતના પરિણામોથી સંઘ નાખુશઃ ભાજપમાં થશે મોટી સર્જરી
ઉજ્જૈનમાં સંઘની બેઠક દરમિયાન ભાગવત-શાહ વચ્ચે ૧ કલાક ગુપ્ત મંત્રણાઃ ગુજરાતના પરિણામોને લઇને થયુ મંથનઃ ભાગવત-શાહ વચ્ચે દેશની રાજકીય પરિસ્થિતિ ઉપરાંત મધ્ય પ્રદેશના મામલે પણ ચર્ચા-વિચારણા થઇ ઉજજૈન તા.૬ : મધ્ય પ્રદેશની ધાર્મિક નગરી ઉજજૈનમાં રાષ્ટ્રીય અકિલા સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જાણવા મળે છે કે, આ બેઠકમાં ગુજરાતના પરિણામોને લઇને સંઘના પ્રમુખે નાખુશી વ્યકત કરી હતી. ઉજ્જૈનમાં અકીલા સંઘ અને ભાજપની બે દિવસની સમન્વય બેઠક મળી હતી. આ બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત પણ સામેલ થયા હતા. જયારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ આવ્યા હતા. બંનેએ બંધ બારણે ગુપ્ત બેઠક યોજી હતી. એવુ જાણવા મળે છે કે આ બેઠકમાં ગુજરાતની ચૂંટણીના પરિણામોને લઇને મંથન થયુ હતુ. પરિણામોને લઇને સંઘના વડાએ પોતાની નાખુશી વ્યકત કરી હતી. માનવામાં આવે છે કે, આ નારાજગીની અસર ભાજપમાં જોવા મળી શકે છે. સુત્રોએ દાવો કર્યો છે કે, પરિણામોના મંથન બાદ ભાજપમાં મોટી સર્જરીના સંકેતો મળી રહ્યા છે. સંઘના વડા અને અમિત શાહની મુલાકાત દરમિયાન મ.પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજય વર્ગીય પણ હાજર રહ્યા હતા. અમિત શાહ અને સંઘના વડા વચ્ચે એક કલાક બેઠક ચાલી હતી. બંને નેતાઓએ દેશની રાજકીય પરિસ્થિતિ ઉપરાંત મધ્ય પ્રદેશ અંગે પણ ચર્ચા થઇ હતી. પક્ષમાં પરિવર્તનના સંકેતો આ બેઠક પરથી મળ્યા છે. સુત્રોનું કહેવુ છે કે ટુંક સમયમાં ભાજપમાં સંગઠનાત્મક ફેરફારો જોવા મળશે. સંઘના પ્રવકતા મનમોહન વૈદ્યએ જણાવ્યુ હતુ કે, દેશની પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે સંઘ દર વર્ષે બે બેઠકો યોજે છે. ભાજપ, એબીવીપી, કિસાન સંઘ અને સંઘ પરિવારના અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ તેમાં ભાગ લ્યે છે. (10:16 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-01-2018/121313

ભારતની વિકાસયાત્રા, જીડીપી ઘટીને ૬.૫ ટકા 
- ખેતી અને મેન્યુફેકચરિંગ સેક્ટરનો નબળો દેખાવ - જીડીપી ૨૦૧૪-૧૫માં ૭.૫ ટકા, ૨૦૧૫-૧૬માં ૮ ટકા, ૨૦૧૬-૧૭માં ૭.૧ ટકા રહ્યો હતો - નોટબંધી અને જીએસટીને કારણે આર્થિક પ્રવૃત્તિઓ પર વિપરિત અસર (પીટીઆઇ)    નવી દિલ્હી, તા. ૫ જાન્યુઆરી 2018, શુક્રવાર ખેતી અને મેન્યુફેકચરિંગ સેક્ટરના ખરાબ દેખાવને પગલે ૨૦૧૭-૧૮માં આર્થિક વિકાસ ઘટીને ચાર વર્ષની નીચલી સપાટી ૬.૫ ટકાએ રહે તેવી શક્યતા છે તેમ સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(સીએસઓ)એ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જીડીપી ૨૦૧૪-૧૫માં ૭.૫ ટકા, ૨૦૧૫-૧૬માં ૮ ટકા, ૨૦૧૬-૧૭માં ૭.૧ ટકા રહ્યો હતો. નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વવાળી સરકાર મે, ૨૦૧૪થી સત્તામાં છે.  ૨૦૧૭-૧૮માં રાષ્ટ્રીય આવકના પ્રથમ એડવાન્સ અંદાજ રજૂ કરતા સીએસઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ૨૦૧૬-૧૭ના ૭.૧ ટકાના જીડીપીની સરખામણીએ ૨૦૧૭-૧૮માં ૬.૫ ટકા જીડીપી રહેવાની શક્યતા છે. વાસ્તવિક ગ્રોસ વેલ્યુ એડેડ(જીવીએ)નો વિકાસ ૨૦૧૭-૧૮માં ૬.૧ ટકા રહેવાનો અંદાજ છે જે ૨૦૧૬-૧૭માં ૬.૬ ટકા હતો. ૮ નવેમ્બર, ૨૦૧૬ના રોજ જાહેર કરાયેલી નોટબંધી અને ત્યારબાદ એક જુલાઇ, ૨૦૧૭થી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)ના અમલીકરણને કારણે આર્થિક પ્રવૃત્તિઓને અસર થઇ છે. સીએસઓના જણાવ્યા અનુસાર ખેતી, વન અને મત્સ્ય ઉદ્યોગનો વિકાસ ઘટીને ૨.૧ ટકા રહ્યો છે જે ગયા વર્ષમાં ૪.૯ ટકા હતો. ચાલુ નાણાકીય વર્ષમાં મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસ પણ ૪.૬ ટકા રહેવાનો અંદાજ છે. જે ૨૦૧૬-૧૭માં ૭.૯ ટકા હતો.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/in-2017-18-gdp-may-drop-to-6-5-year-on-year-cso

૧૦ લાખ પાટીદાર યુવાનોને કોન્સ્ટેબલથી લઇ આઇએએસની નોકરીમાં મોકલાશે
 -ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો પ્રારંભ -ઉદ્યોગપતિઓ પણ દીકરા- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે અમદાવાદ, તા.5 જાન્યુઆરી 2018,શુક્રવાર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૧૮નો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો. આ સમિટ ત્રણ દિવસ ચાલશે પ્રથમ દિવસે પંચામૃત શક્તિ અંતર્ગત ૧૦ પણ કરાયા હતા. સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવા, નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા અને શિક્ષિત યુવાનોને તાલીમ આપીને રોજગારી આપવાની ઉદ્દેશ્યથી સરદારધામ દ્વારા સમિટ યોજાઈ રહી છે. સમિટમાં લગભગ ૬ હજાર જેટલા નાના- મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મિશન ૨૦૨૬ અંતર્ગત તલાટીથી માંડીને મંત્રી સુધી તથા કોન્સ્ટેબલથી લઈને અધિકારી સુધી ૧૦ લાખ પાટીદાર યુવાનોન તંત્રમાં મોકલવાનો ઉદ્દેશ્ય છે. ઉપરાંત દેશ- વિદેશમાં ૧૦ હજાર પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ પાટીદાર સમાજના દિકરા- દિકરીઓને રોજગાર માટે દત્તક લેશે. તેઓએ ઉમેર્યું હતું કે, યુવા પેઢી ભટકી ન જાય અને સાચી દિશામાં આગળ વધીને રાષ્ટ્ર નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપે તે સમાજ અને સરકાર બન્નેની ફરજ છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પણ જણાવ્યું હતું કે, આ સમિટનો સંકલ્પ સમાજ કલ્યાણ ઉત્થાનનું વ્રત ૧૦૦ ટકા સફળ થશે. ખેતી જેવો પરિશ્રમી વારસો ધરાવતા પાટીદાર સમાજે હવે બદલાયેલા સમય સાથે ચાલીને યુવા વર્ગોનો ઉદ્યોગ- સ્વરોજગાર અને સરકારી સેવાઓમાં ભરતી માટે તૈયાર કરવાનું અભિયાન ઉપાડયું છે. તે યુવાનોને જોબ સીકર નહીં પણ જોબ ગીવર જ બનશે. સરદાર ધામના મહામંત્રી જશવંત પટેલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તાલીમ કેન્દ્ર માટે રૃપિયા પાંચ કરોડના દાનની કરાયેલી જાહેરાતને મુખ્યમંત્રીએ વધાવી હતી. મુખ્યમંત્રીની હાજરીમાં જ નવા ઉદ્યોગો સ્થાપવા, સ્વરોજગાર, ઉચ્ચ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન વગેરેના સંદર્ભમાં સ્ર્ંેં કરાયા હતા. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આ સમિટથી સમાજના યુવાનોને ઉદ્યોગ- શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક જોડાણની તક મળશે. ૧૦ લાખ યુવાનોને સમાજ સેવાથી રાષ્ટ્રસેવા માટે પ્રેરિત કરવાના આ મહા અભિયાનને સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્રણ દિવસની આ સમિટમાં ત્રણ લાખથી વધુ લોકો ભાગ લેશે તેવું આયોજન છે. પ્રથમ દિવસે સરકારના પાટીદાર મંત્રીઓ, પાટીદાર ધારાસભ્યો અને કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પરેશ ધાનાણી વગેરે હાજર રહ્યા હતા.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/10-lakh-patidars-will-be-sent-from-constable-to-ias-job
આસામની જેમ ગુજરાતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢો 
-આસામની માફક નાગરિકની કાનૂની નોંધણી શરૃ કરો અમદાવાદ, તા.5 જાન્યુઆરી 2017,શુક્રવાર ૧૯૭૧ના યુધ્ધ દરમિયાન ભારતમાં ગેરકાયદેસર ઘૂસી આવેલા લાખો બાંગ્લાદેશીઓને શોધવા માટે અસમમાં નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન હેઠળ લાંબી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેના માટે રહેઠાણ પુરાવાની  કટ ઓફ ડેટ ૨૪ માર્ચ ૧૯૭૧ હોવાથી જેનું નાગરિક લિસ્ટમાં નામ ન હોય તેમના જીવ તાળવે ચોંટયા છે. જો કે ગેર કાયદેસર બાંગ્લાદેશીઓ અને શરણાર્થીઓ માત્ર અસમમાં જ રહે છે એવું નથી સમગ્ર ભારત ઉપરાંત ગુજરાતમાં પણ રહે છે. આથી ગુજરાતમાં પણ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી શરુ થવી જોઇએ એવી લોકોમાં માંગ ઉઠી છે. અસમની ભાજપ સરકારની જેમ ગુજરાતમાં પણ ભાજપ સરકારે પણ  કટ ઓફ ડેટ મુજબ નાગરિક કાનુની દસ્તાવેજીકરણ પ્રક્રિયા હાથ ધરવી જોઇએ. કારણ કે નેશનલ રજીસ્ટર ઓફ સીટિઝન ઓફ ઇન્ડિયા હેઠળ શંકાસ્પદ નાગરીકોની જાત તપાસ કરી શકાય છે. એમ કરવાથી વર્ષો પહેલા ગેર કાયદેસરને કાયદેસરમાં તબ્દિલ થયા હોય તેવા કિસ્સામાં રેશનકાર્ડ જેવા પુરાવા આપવામાં મદદ કરનારા ભષ્ટ અધિકારીઓ પણ ખુલ્લા પડશે.ઘણી વાર ગેર કાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પણ પોતાનો રહેઠાણનો પુરાવો ધરાવતા હોય છે પરંતુ આ પૂરાવો કેટલો જુનો છે તે પણ મહત્વનું છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ચંડોળા તળાવ તથા તેની આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ વર્ષોથી રહે છે. આ ઉપરાંત કચ્છ,ભરુચ, સુરત, વડોદરા સહિત ગુજરાતના અનેક સ્થળે વસવાટ કરવા લાગ્યા છે. થોડાક સમય પહેલા એટીએસ દ્વારા ભરુચમાં એક સંદિગ્ધ બાંગ્લાદેશી ઘૂસણખોરની ધરપકડ કરવામાં આવી હતી.તે બાંગ્લાદેશના ખૂલના જિલ્લાના બલિયા ડાંગનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. ખાસ કરીને છેતરપિંડીથી લગ્ન અને દેહ વેપારના સોદામાં પણ બાંગ્લાદેશીઓની શંકાસ્પદ ભૂમિકા હોય છે.  બાંગ્લાદેશીઓ શરુઆતમાં કચરો વિણવો કે સાફ સફાઇનું કે ભંગાર વિણવાનું કામ કરીને પછી ધીમે ધીમે સેટ થઇ જતા હોય છે. વિઝા વગર બોર્ડર પાર કરીને ગેર કાયદેસર રીતે પ્રવેશ્યા બાદ ગુજરાત, જેવા વિકસિત રાજયમાં નાના મોટા ધંધા રોજગાર મળી રહે છે. આથી ગુજરાતમાં પણ સેંકડો બાંગ્લાદેશીઓએ રહેઠાણ બનાવ્યું હોવાની શંકા વ્યકત કરવામાં આવે છે. ભૂતકાળમાં ચંડાળા તળાવ,વટવા,નારોલ ઉપરાંત નોબલનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાંથી પણ બાંગ્લાદેશીઓ પકડાયા પણ હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/like-assam-expel-bangladeshis-living-illegally-in-gujarat

ટ્રાન-૧માં માગેલી ક્રેડિટને લગતા દસ્તાવેજો લઈને હાજર થવા તાકીદ
 -ટેક્સટાઈલના વેપારીઓ, બિલ્ડરો તથા એક્સાઈઝ ભર્યાના બિલ ધરાવતા પણ એક્સાઈઝનો નંબર ન ધરાવતા વેપારીઓના દા અમદાવાદ, તા.5 જાન્યુઆરી 2018,શુક્રવાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યો તે પહેલાનો સ્ટોક જે વેપારીઓ પાસે પડયો હોય તેમને વેટ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સની ક્રેડિટ આપવાની માગણી કરનારા વેપારીઓ, કંપનીઓને અમદાવાદની સીજીએસટીની ઑફિસમાંથી ફોન કરીને તેમના દાવાના અનુસંધાનમાં દસ્તાવેજી પુરાવાઓ લઈને ૨૪થી ૭૨ કલાકમાં હાજર થવાની મૌખિક નોટિસો આપવા માંડી છે. વેપારીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને સીધા ફોન કરવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય રીતે ડિપાર્ટમેન્ટ તરફથી કારણ દર્શક નોટિસો આપવામાં આવે છે તેને બદલે આ વખતે તેમને સીધા ફોન કરીને બોલાવવામાં આવી રહ્યા હોવાથી વેપારીઓ અચંબામાં પડી ગયા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના દાયરામાં આવરી લેવામાં આવેલા ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ પણ મોટી રકમની ટેક્સ ક્રેડિટની માગણી કરેલી છે. ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રેડર્સે પણ એક્સાઈઝ રજિસ્ટ્રેશન ન હોવા છતાંય એક્સાઈઝ ભર્યાનું બિલ હોવાથી ટેક્સ ક્રેડિટ મેળવવાને પાત્ર બન્યા છે. તેમણે પણ ટેક્સ ક્રેડિટ માટે મોટા દાવાઓ મૂક્યા છે. તેમને પણ સીજીએસટીની કચેરી તરફથી ફોન આવવા માંડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવી જ રીતે અગાઉ વેટની ટેક્સ ક્રેડિટ ન મેળવી શકતા બિલ્ડરોને જીએસટીના અમલ પછી મટિરિયલ પર જૂન ૨૦૧૭ પૂર્વેના ગાળામાં ચૂકવેલી ટેક્સની ક્રેડિટ આપવાનો રસ્તો ખૂલી ગયો છે. આ જ રીતે કેપિટલ ગુડ્સ પર એક વર્ષમાં ૫૦ ટકાના ધોરણે ટેક્સ ક્રેડિટ લેતા કેપિટલ ગુડ્સ ખરીદનારાઓની બાકી ૫૦ ટકા ટેક્સ ક્રેડિટની માગણી પણ ઊભી થઈ છે. જૂના માલ પર વેપારીઓએ મળીને રૃા. ૯૦૦૦૦ કરોડની ક્રેડિટ માગી હોવાથી જૂના સ્ટોક પરની તેમની સ્ટોકની ક્રેડિટ માટેના દાવાઓ સાચા છે કે નહિ તેની ચકાસણી કરવા માટે જ તેમને ફોન કરાયા હોવાનું જાણકાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું કહેવું છે. બીજી તરફ નિકાસકારોના સલવાયેલા રૃા. ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ કરોડ પણ હજી પેન્ડિંગ છે. તેમણે નિકાસ કરતાં પૂર્વે આઈજીએસટી પૂર્વે જમા કરાવેલા ટેક્સની ક્રેડિટના રિફંડ ન મળતા હોવાથી તેમણે વધુને વધુ મૂડી રોકવી પડી રહી હોવાથી તેમની તકલીફ વધી રહી છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીની આવક રૃા. ૯૦૦૦૦ કરોડથી ઘટીને રૃા. ૮૩૦૦૦ કરોડ થઈ છે. ત્યારબાદ નવેમ્બરમાં તે ઘટીને રૃા. ૮૦,૦૦૦ કરોડની સપાટીએ આવી ગઈ છે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં તેની સરેરાશ આવક રૃા. ૯૦૦૦૦ કરોડની થઈ હતી. હવે તે આવક સતત ઘટી રહી છે. ખરીદી અને વેચાણના બિલને એક મેક સાથે સરખાવીન પગલાં લેવા કઠિન હોવાથી જ વેરાની ચોરી આ માધ્યમથી થતી રહે છે. તેથી જ કેન્દ્ર સરકારે રૃા. ૧ કરોડથી વધુ રકમની જૂના સ્ટોક પરની ટેક્સ ક્રેડિટની માગણી કરનારાઓના દાવાઓની બહુ જ ચતુરાઈ પૂર્વક ચકાસણી કરવાની સૂચના આપી દેવામાં આવી છે. વેપારીઓ ઓનલાઈન ટ્રાન-૧ ફાઈલ કરી દે તે પછી જીએસટીએનના પોર્ટલ પરના બિઝનેસ ઇલેક્ટ્રોનિક ક્રેડિટ લેજરમાં તે ક્રેડિટ રિફ્લેક્ટ થવા માંડે છે. આ ક્રેડિટના ઉપયોગ વેપારીઓએ ભરેલા જીએસટીઆર-૩બીમાં દર્શાવ્યા પ્રમાણે તેમણે ભરવાના થતાં ટેક્સની જવાબદારી સામે આ ક્રેડિટને સેટ ઑફ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/urgent-to-appear-on-documents-related-to-credit-sought-in-tran-1


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment