સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 1 January 2018

ખેડૂતોની વિજળીને અગ્રતા, ઉર્જામંત્રી સૌરભ પટેલનું વચન - હવે ટેક્ષ ચોરોને નહિ મુકે મોદી સરકાર - ખેડૂતો - યુવાનોના પ્રશ્નો ઉકેલો નહિતર ૨૦૧૯માં મુશ્કેલી - આલેલે...GSTમાં પણ ટેકસ ચોરી કરવા લગ્યા વેપારીઓ ! - અલ્પેશ ઠાકોર રાજકારણમાં જતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં કચવાટ : 100થી વધુ લોકોએ રાજીનામાં ફગાવ્યા : નવી ઠાકોર સેના બનાવવા ચીમકી

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application


ખેડૂતોની વિજળીને અગ્રતા, ઉર્જામંત્રી સૌરભ પટેલનું વચન

ગાંધીનગરઃ રાજ્યના નવા ઉર્જામંત્રી શ્રી સૌરભ પટેલે આજે કાર્યભાર સંભાળી કામગીરીના વિધિવત શ્રીગણેશ કરતા જણાવેલ કે, ગુજરાતમાં વિજળીનું તંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યુ છે. ખેડૂતોની વિજળીને અગ્રતા અપાશે. ખેતી માટે ખેડૂતોને જરૂર પડે ત્યારે પુરતી વિજળી મળી રહેશે. વિજળી વિના ખેતીને કોઈ નુકશાન ન થાય તે માટે કાર્યવાહી કરવા તંત્રને સૂચના અપાયેલ છે.

Source :- http://www.akilanews.com/Gujarat_news/Detail/01-01-2018/68034

હવે ટેક્ષ ચોરોને નહિ મુકે મોદી સરકાર 

નવા વર્ષમાં મોદી સરકારનો કડક નિર્દેશઃ ભાગવુ હોય તો ભાગી લ્યો છૂપાય નહિ શકો : ટેક્ષ ચોરો વિરૂદ્ધ સરકારની લાલ આંખઃ ગમે ત્યાંથી જાણકારી મેળવી લેશે અધિકારીઓ નવી દિલ્હી, તા. ૧ :. મોદી સરકાર ટેક્ષ ચોરી કરતા લોકોની પાછળ પડી ગઈ છે. નવા વર્ષમાં ટેક્ષ ચોરોને સરકારનો સ્પષ્ટ અકિલા સંદેશ છે કે કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા દૂર સુધી ભાગો છો, અમે તો તમને પકડી જ લેશું. તેના માટે સરકાર બિગ ડેટાનો સહારો લઈ રહી છે પરંતુ તેનાથી પણ સંપૂર્ણ સંતોષ નહી થાય તો તેને ટેક્ષ ચોરો અંગે અકીલા જાણકારી મેળવવા અંગેનો નિયમ જ બદલી નાખ્યો. નવા નિયમથી ટેક્ષ અધિકારીઓને બેંકીંગ, વિમો અને સ્થાનિક નિગમોમાં જમા કરેલા ડેટાનો ઉપયોગ ટેક્ષ ચોરોની જાણકારી મેળવવામાં કરવાનો અધિકાર મળી ગયો છે. હવે છુપેલા અથવા ફરાર ટેકસ ચોરોને તેના સરનામા પર ઈનકમ ટેક્ષ નોટીસ મોકલીને ટેક્ષ ડિમાન્ડ કરવામાં આવશે. અત્યાર સુધી ટેક્ષ ઓથોરીટીઝને ટેક્ષ પેપર દ્વારા આપવામાં આવેલા પાન નંબર, ઈન્કમ ટેક્ષ રીટર્નમાં નોંધાયેલા સરનામા અથવા અન્ય ટેક્ષ સંબંધી કમ્યુનિકેશન પર નોટીસ આપશે. નોટબંધીના કારણે ટેક્ષ ચોરો વિરૂદ્ધ પણ સરકારને મદદ મળશે. નોટબંધી બાદ બેંકોને મળેલા વિશાળ માત્રામાં આંકડાથી સરકારને ટેક્ષ ચોરોની જાણકારી મેળવવામાં ડેટા એનાલિટીકસનો સહારો લેવાનો મોકો મળી ગયો. (3:50 pm IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-01-2018/120983

ખેડૂતો - યુવાનોના પ્રશ્નો ઉકેલો નહિતર ૨૦૧૯માં મુશ્કેલી

સંઘે ભાજપના નેતૃત્વને આપી ચેતવણીઃ ગુજરાતના વિજયથી ખુશ નથી સંઘ : સંઘે ૨૦૧૯ માટે લાલબત્તી ધરતા ભાજપને ધડાધડ પગલા લેવા આપ્યા નિર્દેશો નવી દિલ્હી તા. ૧ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા ભાજપની સામે ખતરાની ઘંટડી વગાડી છે. સંઘે અકિલા બે મુદ્દાનો હવાલો આપીને ભય દર્શાવ્યો છે કે, બેરોજગારી અને ખેડૂતોની સમસ્યાઓ આવતી સામાન્ય ચુંટણીમાં ભાજપ માટે ભારે પડી શકે છે. ટેલીગ્રાફના એક રીપોર્ટના જણાવ્યા મુજબ ભારતીય મજુર સંઘર સાથે જોડાયેલા અકીલા આરએસએસના એક નેતાએ કહ્યું કે, તે લોકો ખેડૂતો દ્વારા સામનો કરી રહેલી સમસ્યાઓ અને નોકરીની તકોની ઘટાડા અંગે ભાજપને વારંવાર ચેતવણી આપી રહ્યા હતા. સંઘ નેતાએ કહ્યું, જો સરકાર અમારી વાત પર ધ્યાન આપશે તો ભાજપનું ગુજરાતમાં આ પ્રકારનું પ્રદર્શન હોત નહી. ઉલ્લેખનીય છે કે, ભાજપે ગુજરાતમાં ભલે સરકાર નિર્માણ કરી હોય પરંતુ ચુંટણીના પરિણામોથી પક્ષ કે સંઘ સંતોષ નથી. આરએસએસે ગુજરાતમાંથી મળેલા પોતાના ફિડબેકને ગયા શુક્રવારે ભાજપની સાથે બેઠક કરી છે. આ બેઠકભાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા હતા. સંઘનું માનવું છે કે, રોજગારીમાં ઘટાડો ભોગવી રહેલા યુવા સરકારથી દુઃખી છે અને મોહભંગ જેવી સ્થિતિ છે. સંઘના સૂત્રોના જણાવ્યા મુજબ જો ભાજપ આ બે મુદ્દા પર કાર્ય નથી કરતો તો ૨૦૧૯ની લોકસભા ચૂંટણી અને ૨૦૧૮ના વિધાનસભા ચુંટણીમાં પક્ષની રાહ મુશ્કેલ થઇ શકે છે. આરએસએસની આર્થિક શાખા સ્વદેશી જાગરણ મંચના એક નેતાએ કહ્યું કે જો ખોટી આર્થિક નીતિઓ ખેડૂતો અને યુવાઓની મુશ્કેલીઓ માથાનો દુઃખાવો બની છે. આ નેતાના જણાવ્યા મુજબ જો સમય પર પગલા નહી ભરાય તો સ્થિતિ બગડી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરએસએસને સંઘને વિશ્વાસ અપાવ્યો છે કે તેના પરિણામો પર અમલ કરવામાં આવશે અને ખેડૂતો અને નોકરીના મુદ્દા પર સરકાર લોકોને નિરાશ નહી કરે. (3:50 pm IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/01-01-2018/120981

આલેલે...GSTમાં પણ ટેકસ ચોરી કરવા લગ્યા વેપારીઓ ! 

સિકયોર ગણાતી સીસ્ટમમાં પણ ટેકસચોરી : નાના વેપારીઓ માટેની કમ્પોઝિશન સ્કીમનો ગેરફાયદો ઉઠાવી ચોરી : શંકાસ્પદોને ત્યાં દરોડા પાડવાનું વિચારી રહ્યું છે તંત્ર નવી દિલ્હી તા.૧ : સરકારે GST લોંચ કર્યું ત્યારે એવો દાવો કરવામાં આવતો હતો કે આ સીસ્ટમ ટેકસ ચોરી અકિલા સામે ફૂલપ્રુફ છે અને ચોરી કરતા લોકો બચી શકશે નહીં. પરંતુ હવે સરકારને લાગી રહ્યું છે કે તેમની આ ફૂલપ્રુફ સીસ્ટમમાંથી પણ ટેકસ ચોર વેપારીઓએ રસ્તો શોધી લીધો છે. ટેકસ ચોરી માટે અવનવા રસ્તા અપનાવતા લોકોએ અકીલા નાના વેપારીઓ માટે લાવવામાં આવેલ કમ્પોઝિશન સ્કીમનો દુરઉપયોગ કરી ત્રીમાસીક ૨ લાખથી ઓછી આવક દેખાડી ટેકસ ચોરી કરી રહ્યા છે. જુલાઈ-સપ્ટેમ્બરના ત્રીમાસીક ગાળામાં લગભગ ૧૦ લાખ જેટલી પેઢીઓએ GST કમ્પોઝિશન સ્કીમના ઓપ્શનને સિલેકટ કર્યો હતો. જે અતંર્ગત ફકત ટર્નઓવરની ડીડેઇલ્સ આપવી પડે છે અને ખૂબ જ ઓછો ટેકસ ભરવો પડે છે. જેમાંથી લગભગ ૬ લાખ પેઢી-કંપનીઓએ ૨૫ ડિસેમ્બર સુધીમાં રિટર્ન્સ ફાઇલ કર્યા છે. જયારે આ પેઢીઓ દ્વારા મળેલી કુલ રકમ ૨૫૧ કરોડ સુધી પહોંચી ગઈ છે. જે આધારે તેમનું વાર્ષિક ટર્ન ઓવર ૮ લાખ રુપિયા જેટલું થાય છે. આ આંકડાથી તંત્ર અવઢવમાં છે કેમ કે GSTમાં રજિસ્ટ્રેશન માટે વાર્ષીક ૨૦ લાખ રુપિયાનું ટર્નઓવર હોવું જોઈએ. ત્યારે ૧૫ લાખ કંપનીઓ પોતાને કમ્પોઝિશન સ્કીમના હકદાર જણાવી રહી છે. હવે અધિકારીઓએ શંકા વ્યકત કરી છે કે અનેક સ્તરે રાહતોના કારણે કુલ મળીને ટેકસ રેવન્યુ ઘટી રહ્યો છે. એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, 'અમે હાલ ૧ કરોડની ઉપરની મર્યાદાને વધારવાનો વિચાર કરતા હતા. પરંતુ જો સરેરાશ ૮ લાખ રુપિયાનું વાર્ષિક ડિકલેરેશન છે તો પછી આ લિમિટ વધારવાની જરુરીયાત નથી.' આ આશ્યર્યજનક આંકડાઓ વચ્ચે નાણાં મંત્રાલયના અધિકારીઓને શંકા છે કે સ્કીમનો ગેરલાભ ઉઠાવી ટેકસ પેમેન્ટમાં ગરબડ કરવામાં આવે છે. આ માટે તેઓ માની રહ્યા છે કે આવા શંકાસ્પદ વેપારીઓને ત્યાં તપાસ કરવી જોઈએ. (3:40 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-01-2018/120978


અલ્પેશ ઠાકોર રાજકારણમાં જતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં કચવાટ : 100થી વધુ લોકોએ રાજીનામાં ફગાવ્યા : નવી ઠાકોર સેના બનાવવા ચીમકી


 અમદાવાદ : ગુજરાત ઠાકોર સેનામાં આક્રોશ ફેલાયો છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના 100થી વધુ લોકોએ રાજીનામાં ધરી દીધા છે અને નવી ઠાકોર સેના બનાવવા ચીમકી ઉચ્ચારી છે. અલ્પેશ ઠાકોર રાજકારણમાં જોડાઈ જતા ક્ષત્રિય ઠાકોર સેનામાં રોષ ફેલાયો છે. અત્રે ઉશેલખનીય છે કે અલ્પેશ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/01-01-2018/68028


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment