સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 2 January 2018

પ્રજા પાછળ પૈસા ખર્ચવામાં રૂપાણી સરકાર કંજૂસઃ પોણા વર્ષમાં માત્ર ૫૫.૮૮ ટકા જ ખર્ચ કર્યો - ઉત્તરાયણને લાગ્યું GSTનું ગ્રહણઃ મોંઘી મળશે પતંગ - ગુજરાતમાં મહેસૂલી તલાટીની જગ્યાઓ ઉભી કરવાનો સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો - ચૂંટણી પૂરી... હવે ધોકો પછાડવા ઇન્કમટેક્ષ સજ્જ - સરકારે ખરીદી કરતા મગફળીની કૃત્રિમ અછતથી તેલના ભાવો આસમાને! - વિશ્વ બજારનાં પ્રવાહો બદલાઈ રહ્યા છે: ક્યા રોકાણ કરવું સોના કે બીટકોઈનમાં

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

પ્રજા પાછળ પૈસા ખર્ચવામાં રૂપાણી સરકાર કંજૂસઃ પોણા વર્ષમાં માત્ર ૫૫.૮૮ ટકા જ ખર્ચ કર્યો
સરકારે અત્યારે જે રીતે ખર્ચ કરી રહી છે તે જોતા માર્ચ ૨૦૧૮ સુધીમાં સરકાર માત્ર ૧૮.૬૩ ટકા વધુ : રૂપિયા ખર્ચ કરી શકશેઃ એનો અર્થ એ થયો કે માર્ચ અંત સુધીમાં ૨૬ ટકા રકમ વણવપરાયેલી પડી રહેશે નવી દિલ્હી તા. ૨ : ગુજરાત અકિલા સરકારે ફેબ્રુઆરીમાં વિધાનસભામાં રજૂ થનારા ૨૦૧૮-૧૯ના બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડિસેમ્બર ૩૧, ૨૦૧૭ સુધીમાં વિજય રૂપાણી સરકારે તેના બજેટના માત્ર ૫૫.૮૮ ટકા રકમ જ ખર્ચ કરી છે. સરકારે અત્યારે અકીલા જે રીતે ખર્ચ કરી રહી છે તે જોતા માર્ચ ૨૦૧૮ સુધીમાં સરકાર માત્ર ૧૮.૬૩ ટકા વધુ રૂપિયા ખર્ચ કરી શકશે. એનો અર્થ એ થયો કે માર્ચ અંત સુધીમાં ૨૬ ટકા રકમ વણવપરાયેલી પડી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને હવે નાણાં મંત્રાલય સંભાળતા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલ સામે એક મોટો પડકાર ઊભો થયો છે કારણ કે તેમના ડિપાર્ટમેન્ટ જરૂર પ્રમાણે બજેટ ખર્ચ કરવામાં સફળ નથી થયા. આ હિલચાલથી જાણકાર વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ 'આ વખતે બજેટ પ્રમાણે ઠીકઠાક ખર્ચ થયો છે. ચૂંટણીને કારણે આચારસંહિતા લાગુ પડી હોવાથી ખર્ચ કરવા પર અનેક નિયંત્રણ હતા. શિક્ષણ જેવા સામાજિક વિભાગોમાં ખર્ચ સરેરાશ ખર્ચ કરતા વધારે છે. સરકારે પગાર અને બીજા ખર્ચને જુદા જુદા તારવી લેવા જોઈએ. વિકાસ માટે થતો ખર્ચ એ સરેરાશ ખર્ચની ટકાવારી કરતા વધારે મહત્વનો છે.' સૂત્રોના જણાવ્યા મુજબ 'સરકારી ડિપાર્ટમેન્ટની ખર્ચ કરવાની ક્ષમતા સરકારની સમાજસેવા કરવાની ક્ષમતા પણ દર્શાવે છે. સામાન્ય રીતે સરકારી વિભાગો પોતાના ફંડ વિવિધ રીતથી પાર્ક કરી દેતા હોય. આ વખતે સરકારે કરેલો ખર્ચ ઘણો ઓછો છે. બીજી બાજુ સરકારે આપેલી ગ્રાન્ટ, ગુજરાત સ્ટેટ ફાયનાન્શિયલ સર્વિસ (GSFS) સાથે જોડાયેલા ડિપાર્ટમેન્ટમાં અપાયેલા ફંડ ઘણા ઊંચા છે.' સૂત્રો વધુમાં જણાવે છે, 'હાલમાં જે ફંડ સાઈડમાં રખાયા છે અને વપરાયા નથી તે ૨૦,૦૦૦ કરોડથી વધુના છે. તેમાં હવે વધારો થવાની શકયતા છે કારણ કે ડિપાર્ટમેન્ટ ગયા વર્ષની ગ્રાન્ટ પણ હજુ સુધી ખર્ચી શકી નથી. આ ગ્રાન્ટ હજુ પણ GSFS પાસે પડી છે.' (11:35 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121033

ઉત્તરાયણને લાગ્યું GSTનું ગ્રહણઃ મોંઘી મળશે પતંગ
પતંગના વેપારીઓની ચિંતાઃ પતંગની કિંમતમાં ૩૫ ટકા જેટલો વધારોઃ પેપર માટે ૧૨ ટકા, દોરી માટે ૫ ટકા અને સ્ટીક માટે ૫ ટકા, આ સિવાય આખી તૈયાર થયેલી પ્રોડકટ એટલે કે પતંગ પર ૫ ટકા જીએસટી લાગે છેઃ આને કારણે ઉત્પાદનનો ખર્ચ ઓછામાં ઓછો ૨૦ ટકા વધી ગયો છે અમદાવાદ અકિલા તા. ૨ : માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસ(MSME) GST અને તેને કારણે થયેલી વેપાર પર અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્ત્।રાયણ નજીક આવી રહી છે ત્યારે પતંગના વેપારીઓ પણ ચિંતામાં છે. અકીલા ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે, પ્રોડકશનનો ખર્ચો ઘણો વધી ગયો છે અને GSTને કારણે મોંઘા થયેલા મટીરિયલને કારણે સપ્લાયમાં પણ ઘટાડો થયો છે. ઉત્ત્।રાયણ નજીક આવી રહી છે તેમ પતંગની માંગ વધી રહી છે, પરંતુ સપ્લાયમાં થયેલા ઘટાડાને કારણે પતંગની કિંમતમાં ૩૫ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. કાલુપુર ટાવર વિસ્તારમાં પતંગ બજારના એક ઉત્પાદક સલીમ રસુલભાઈ જણાવે છે કે, કાચા માલ પર અલગ અલગ જીએસટી રેટની અસર પડે છે. પેપર માટે ૧૨ ટકા, દોરી માટે ૫ ટકા અને સ્ટીક માટે ૫ ટકા. આ સિવાય આખી તૈયાર થયેલી પ્રોડકટ એટલે કે પતંગ પર ૫ ટકા જીએસટી લાગે છે. આને કારણે અમારો ઉત્પાદનનો ખર્ચ ઓછામાં ઓછો ૨૦ ટકા વધી ગયો છે. આ કારણે નાના વેપારીઓએ ૪૦ ટકા સુધીનું પોતાનું ઉત્પાદન ઘટાડી દીધું છે. કારણકે આ વેપારીઓ મોટા પ્રમાણમાં રોકાણ નથી કરી શકતા. આ સિવાય પ્રોડકશન ઘટાડવાનું અન્ય એક કારણ છે સ્ટીકસ(કમાનઢઢ્ઢા)ની અછત, જે કોલકાતાથી મંગાવવામાં આવે છે. જથ્થાબંધ પતંગના વેપારી બ્રિજેશ દાણી જણાવે છે કે, પતંગ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી લાકડીઓની પણ અછત છે. પશ્ચિમ બંગાળમાં પડેલા કમોસમી વરસાદને કારણે માલને ઘણું નુકસાન થયું છે. વધારે ભાવ આપવા છતાં પણ આ સ્ટીકસ મેળવવી મુશ્કેલ છે. માર્કેટમાં સ્થિતિ એવી છે કે પ્રોડકશન ઘણું ઓછું છે અને ડિમાન્ડ વધારે છે, આને કારણે પતંગની કિંમતમાં ઘણો વધારો જોવા મળશે. શહેરના અન્ય એક પતંગ બનાવનાર વેપારી જણાવે છે કે, અત્યારે ૧૦૦ પતંગનો જથ્થાબંધનો ભાવ ૩૦૦ રુપિયા છે. ગયા વર્ષની સરખામણીમાં આ ભાવ ૩૦ ટકા વધારે છે. પાછલા અમુક વર્ષોથી કોર્પોરેટ ઓર્ડર્સની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. પતંગ બનાવનારા લોકોને સૌથી સારી કમાણી રાજકીય પાર્ટીઓના ઓર્ડરથી થતી હોય છે, પરંતુ આ વખતે તેમના ઓર્ડર પ્રમાણે સપ્લાય ન કરી શકવાને કારણે તે ઓર્ડર સ્વીકારતા જ નથી.(૨૧.૧૪) (11:17 am IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121031

ચૂંટણી પૂરી... હવે ધોકો પછાડવા ઇન્કમટેક્ષ સજ્જ
દિલ્હીથી મંજુરીની જોવાતી રાહઃ ગુજરાતનો રૂ. ૪૬૮૩૮ કરોડનો ટારગેટ હજી દુર અમદાવાદ તા. ૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી હતી. ત્યારે જ દિલ્હી દરબારમાંથી આયકર વિભાગને ચૂંટણી સુધી શાંતિ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. અકિલા ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. જયારે બીજી તરફ હવે આયકર વિભાગની ટીમે જે કરદાતાઓની સ્ક્રૂટીની અને એસેસમેન્ટ હતા તે પણ લગભગ પૂર્ણ કરી દીધા છે. જૂની તપાસો પણ પૂર્ણતાને આરે છે. હવે આયકર વિભાગના અધિકારીઓ માત્ર અકીલા દિલ્હીથી અપાયેલા રૂપિયા ૪૬૮૩૮ કરોડનો ટાર્ગેટ પૂર્ણ કરવા જ કામે લાગી જશે. વર્ષ ૨૦૧૮ની શરૂઆતથી જ આયકર વિભાગના અધિકારીઓ એકશન મોડમાં આવી જશે. જેને પગલે નવા વર્ષની શરૂઆતથી જ મોટા દરોડા અને સર્ચની કામગીરીઓ હાથ ધરવામાં આવશે. ઘણા સમયથી શાંતિ રાખીને બેઠેલા અધિકારીઓએ પડતર તપાસોની સાથે સાથે મોટા કરચોરોના તમામ આર્થિક વ્યવહારો પર વોચ ગોઠવી દીધી હતી. તેમણે કરેલા તમામ વ્યવહારોની વિગતો તૈયાર થઇ ગઇ છે. હવે સર્ચની કામગીરી કરવા માટેના આદેશની જ અધિકારીઓ રાહ જોઇ રહ્યા છે.આટલું જ નહિ પરંતુ નોટબંધી બાદ માલેતુજારો અને જેમની પાસે બેહિસાબ કાળું નાણું હતું તેમણે મોટા હવાલા પાડીને બેનામી સંપત્તીઓ ખરીદી લીધી છે. આ સંપત્તિ શોધવા માટે ગુજરાત આયકર વિભાગે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)ની પણ રચના કરી છે. આ ટીમ દ્વારા ગુજરાતમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ શોધી કાઢવામાં આવી છે. ગુજરાતના મોટા વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓએ જે ગુજરાત બહાર પણ જે બેનામી સંપત્તિ ખરીદી છે. તેની પણ વિગતો આયકર વિભાગની ટીમે એકત્રિત કરી લીધી છે તેથી હવે માટે દિલ્હીથી ઇશારો થતા જ આ મિલકતો ટાંચમાં લેવાની કામગીરી શરૂ કરાશે. નોટબંધી બાદ કરોડો રૂપિયાના વિદેશમાં RTGS થઇ ગયા છે. જે કયા બિલની સામે કરવામાં આવ્યા તેની તપાસ ચાલી રહી છે. સાથે સાથે વર્ષોથી શુષુપ્ત રહેલા ખાતાઓમાં જે નોટબંધી બાદ એકદમ એકિટવ થઇ ગયા હતા. તેની પણ ચાલી રહેલી તપાસ વેગવંતી બનશે. RTGS અને અન્ય ગોઠવણમાં ઘણી બેંકના મેનેજરો અને કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી રહી છે. જેની પણ તપાસ વેગવંતી બનાવવામાં આવશે. આયકર વિભાગની સિનિયર ઓફિસરોના જણાવ્યા મુજબ હાલતો ટેકસ કલેકશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જોકે જેમણે કરચોરી કરી છે તેમની સામે ચોક્કસ કડક પગલાં લેવામાં આવશે.(૨૧.૧૦) (11:19 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121032

સરકારે ખરીદી કરતા મગફળીની કૃત્રિમ અછતથી તેલના ભાવો આસમાને!
હનીરોટન મગફળીનો જથ્થો સરકાર પાસે બ્લોક થઇ જતા યાર્ડમાં કાગડા ઉડે છેઃ વેપાર ઠપઃ ૧૫૦૦ સીંગદાણાના કારખાના અને ઓઇલ મીલો બંધ : ગત વર્ષની ખરીદેલી મગફળી ગોડાઉનમાં સડે છે ત્યારે અત્યાર સુધી ફરી છ લાખ ટન મગફળી સરકારે ખરીદી લીધીઃ મતપેટી સાચી કરવાના રાજકારણમાં અકિલા દરેક જણસીના ભાવ ભડકે બળવાના એંધાણ ગોંડલ તા. ૨ : ચાલુ વર્ષે મગફળીનો બમ્પર પાક થયો હોવા છતાં સરકારની ટેકાના ભાવની ખરીદીથી હજારો ટન મગફળીનો જથ્થો સરકાર પાસે બ્લોક થવાથી મગફળીની કૃત્રિમ અછત અકીલા ઉભી થવાથી તેલના ભાવ આસમાને ચડવા લાગ્યા છે. સરકારે આખા ગુજરાતમાંથી ખેડૂતોની મગફળી ખરીદીને આ મગફળી બજારમાં મુકવાને બદલે વિપુલ પ્રમાણમાં મગફળીનો સ્ટોક બ્લોક થઇ ગયેલ છે જેથી માર્કેટીંગ યાર્ડમાં પણ કાગડા ઉડે છે. માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટોના ધંધા બંધ થઇ ગયા છે. તેવામાં હજુ પણ મગફળીની ખરીદી ચાલુ રાખતા બજારમાં અને ઓઇલ મીલરોને મગફળી કોઇપણ ભાવે મળતી નથી કારણ કે ખેડૂત પોતાની મગફળી સીધી જ ટેકાના ભાવમાં મુકે છે અને ઓઇલ મીલરો કે સીંગદાણાવાળા હાથમાં માલ આવતો નથી અને બજારમાં કૃત્રિમ અછત ઉભી થવા પામેલ છે, કોઇપણ જણસીની ઉપર જ થાય ત્યારે માલનો ભરાવો થાય અને ભાવ ઘટે પરંતુ સરકારે આ વર્ષે ટેકાના ભાવ ઉંચા રાખતા બધો જ માલ સરકારમાં જમા થઇ ગયો જેથી તેલની બજાર ભળકે બળે છે ત્યારે સરકારે ખરીદેલી મગફળી તુરંત બજારમાં મુકવામાં આવે તો જ લોકોને સીંગતેલ સસ્તુ મળે તેમ છે. ગુજરાત સરકાર ખેડૂતની જણસીના ભાવ ઉંચા લેવા માટે જે તે જણસીની ઉંચા ભાવે ખરીદી કરીને માલની કૃત્રિમ અછત ઉભી કરી લોકોને મળતો નીચો ભાવ ભળકે બાળે છે. હાલ મગફળીની ટેકાના ભાવની ખરીદી છ લાખ ટન થઇ ગઇ છે અને આ મગફળીનો જથ્થો બ્લોક થઇ ગયો છે. બજારમાં કૃત્રિમ માલની અછત સર્જાય છે. રાજ્યભરમાં ૧૫૦૦ સીંગદાણા કારખાના અને હજારો ઓઇલ મીલો બંધ પડી છે. કારણ કે માલ બજારમાં આવતો બંધ થઇ ગયેલ અને સરકાર પાસે જમા થઇ ગયો છે. હજુ ગયા વર્ષની ખરીદેલી મગફળી સરકારના ગોડાઉનમાં સડે છે ત્યારે અત્યાર સુધી છ લાખ ટન મગફળી સ્ટોક કરી રાખી દીધેલ છે. સરકાર પોતાની મતપેટી સાચી કરવા ખેડૂતોનો માલ ઉંચા ભાવે ખરીદે છે પછી તુરંત બજારમાં મુકવામાં આવે તો જ ભાવ નીચા રહે નહીતર દરેક જણસીના ભાવ ભળકે બળશે. હાલ ચણા તથા તુવેરદાળના ટેકાના ભાવ ૧૦૦૦ સુધી નક્કી કરેલ છે જેથી તેની ખરીદી આ રીતે કરશે અને માલનો તુરંત નીકાલ નહી કરે તો ભાવ ભળકે બળશે અને મોંઘવારી વધશે. ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે તે માટે તેને સબસીડી પ્રથા દાખલ કરવા માંગ ઉઠી છે. (11:40 am IST)

Source :-http://www.akilanews.com/Saurashtra_news/Detail/02-01-2018/79526


વિશ્વ બજારનાં પ્રવાહો બદલાઈ રહ્યા છે: ક્યા રોકાણ કરવું સોના કે બીટકોઈનમાં
ઝાંઝીબાર : આવો આપણે બજારના બે થીમ જોઈએ, જેમાં છેલ્લા કેટલાંક મહિનાથી સોનાની લોકપ્રિયતા ઘટવા સાથે ભાવ ઘટી રહ્યા છે. આને માટે બિત્કોઇન અને વધતા વ્યાજદરને  જવાબદાર ગણવામાં આવે છે.  અલબત્ત, આને માટે સીધી રીતે કોઈ મીકેનીઝમ કે આર્બીટ્રાજ અકિલા જવાબદાર નથી, જે બિત્કોઇનના ભાવને ઉંચે અને સોનાના ભાવને નીચે ધકેલતા હોય. દરમિયાન એવું લાગી રહ્યું છે કે સોનાના ભાવ ૨૦૧૭મા દબાણમાં રહ્યા છે, વાસ્તવમાં ભાવ ૧૦ ટકા વધ્યા છે. નાટ્યાત્મક રીતે અકીલા બિત્કોઇન અને બ્લોક્ચેઈન ટેકનોલોજી ઝળાહળા થઇ છે. ભવિષ્યમાં સોના-ચાંદીમાં રોકાણ અને ખાણ કંપનીઓના શેરો કેટલા શોર્ટ લીસ્ટ થાય છે તે જોવાનું રહેશે. દલીલ ખાતર બાહ્ય રીતે એવું લાગે કે બિત્કોઇનને કારણે સોનાના ભાવ ઘટ્યા છે. જેમણે ભાવ વૃદ્ધિના આશયથી સોનું ખરીદ્યું હતું તેઓ કદાચ બિત્કોઇન તરફ આકર્ષિત થયા છે. અત્યારે તો સોનાના ભાવ બિત્કોઇનની માફક ઉપર જતા નથી. જો કોઈને ઝડપથી ડોલર કમાઈ લેવા હોય તો તેમના માટે સોના કરતા બિત્કોઇનમાં સવારી કરવાનો, નિશ્ચિતપણે સારો વિકલ્પ છે. સારા આશય સાથે ઘડવામાં આવેલા કેપિટલ માર્કેટના નિયમનો અત્યારે નકામા લાગી રહ્યા છે. ઇન્ડીયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતા તો ત્યાં સુધી કહે છે કે મની સપ્લાય સતત વધી રહ્યો છે, બરાબર એજ સમયે કોમોડીટી બ્રોકરો અને બોક્રેજ હાઉસનો એકી સાથે વીંટોવળીને સંકડાઈ રહ્યા છે. આવા કેટલાંક બ્રોકરો તો ત્રણ દિવસની રજાની અને નવા બ્રોકરેજ એકાઉન્ટ ખોલવાની પરવા કર્યા વગર બિત્કોઇન બજારમાં દાખલ થઇ ગયા છે. ૨૦૦૮ની નાણા કટોકટી અને મંદી પછી રોકાણકારોનો શેરબજાર પરનો વિશ્વાસ સતત ઘટી રહ્યો છે. અત્યારે વિશ્વબજારમાં વ્યાપક બદલાવ આવી ગયો છે. અલબત્ત, તેઓ કહે છે કે જો અન્ય રીતે જોઈએ તો બિત્કોઇનની અસર સોના પર પડવાની છે. મોટાભાગના લોકો સોનું વેચીને બિત્કોઇન ખરીદી રહ્યા છે. એ પણ એટલુંજ નિશ્ચિત છે કે જેમણે બિત્કોઇનમાં મોટો નફો મળે છે તેઓ ડાયવર્સીફાય થઈને પાછા સોનામાં આવવાના જ છે. ભાવ જે રીતે ઉંચકાયા છે તે જોતા કેટલાંકને ૨૦૦ ટકા કે તેથી વધુ નફો થઇ રહ્યો છે. જો નવા રોકાણકારો ખરીદી કરતા હોય તો કોઈકને તો વેચવું પડેને. ટૂંકમાં આ ડાયવર્સિફીકેશન ટ્રેડ છે. રિદ્ધિસિદ્ધિ બુલિયન, મુંબઈના ડીરેક્ટર મુકેશ કોઠારી કહે છે કે જેમને સેન્ટ્રલ બેન્કના નિયમ પરવડતા નથી, તેમના માટે સોનુંએ તાર્કીક રીતે ડાયવર્સિફીકેશનવાળી એસેટ્સ છે. તમે જુઓ જે મહત્તમ બિત્કોઇન ધારકો એવું માને છે કે ડોલરમાં સોદા કરવાથી એક દિવસ લોચો પડવાનો છે. સોનું એ કઈ ડોલર માત્ર નથી એ વૈશ્વિક કરન્સી પણ છે. પણ બિત્કોઇન જેવી વાઘસવારી સોનામાં નથી થતી. આવા રોકાણકારો ટેબલની બીજી બાજુ ઉભા છે. સોનું ભવિષ્યની સ્થિરતા પ્રદાન કરે છે. જેમજેમ બિત્કોઇનના ભાવ વધશે તેમતેમ તેમાંથી મૂડી પાછી ખેંચાશે અને રોકાણકારો ટેબલની બીજી બાજુ ઉભા રહી જશે. ક્રીપ્ટો કરન્સી એ હવે લાખો ડોલરના સપના દેખાડતી કોમોડીટી બની છે, જેમાં ૩.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોઈન બેઝ યુઝર સંખ્યા ૧૩૦ લાખે પહોચી ગઈ છે. બિત્કોઇનની પ્રગતી પાછળ બ્લોક્ચેઇન ટેકનોલોજી છે, જે નવા નવા લેન્ડસ્કેપ ચીતરી રહી છે. બ્લોક્ચેઇન ટેકનોલોજી થકી દરેક ૧૦ મીનીટમાં ઓછા ખર્ચે નાણાને એકથી બીજી જગ્યાએ લઇ જઈ શકાય છે. જૂની પદ્ધતિ મુજબ નાણાને એકથી બીજી જગ્યાએ લઇ જતા દિવસો લાગી જય છે અને ખર્ચાળ પણ હતું. સપ્ટેમ્બરથી સોનાના ભાવમાં પીછેહઠ થઇ રહી છે. જો બિત્કોઇન ન હોત તો સોનાના ડ્રાયવર કોણ કોણ હોતે? આજે પણ કીમતી ધાતુ સોનાચાંદી સારું ઇન્વેસ્ટમેન્ટ છે. આ વર્ષે એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ સામે સોનાએ ૧:૨ ધોરણે વૃદ્ધિ મેળવી છે. આ વર્ષે સોનાના ભાવ ડબલ ડીજીટ વધ્યા છે. તા. ૨૮-૧૨-૨૦૧૭  આ આર્ટીકલના લેખક શ્રી ઇબ્રાહીમ પટેલ commoditydna.com વેબસાઇટના એડિટર છે જે ગુજરાતી હિન્‍દી, અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં અપલોડ થતી વિશ્વની એકમાત્ર કોમોડીટી રીસર્ચ વેબસાઇટ છે. તેઓ ૩૬ વર્ષથી કોમોડીટી બજારમાં જર્નાલીસ્‍ટ છે. (10:12 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/02-01-2018/121014

ગુજરાતમાં મહેસૂલી તલાટીની જગ્યાઓ ઉભી કરવાનો સરકાર દ્રારા મહત્વનો નિર્ણય લેવાયો : રાજ્યમાં 3533 મહેસૂલ તલાટીની ભરતી કરવાનો સરકારનો નિર્ધાર : દરેક 2 ગામ દીઠ એક મહેસૂલ તલાટીની જગ્યા ઉભી કરવાનું વિચારાય રહ્યું હોવાનું જાણવા મળે છે
Source :-http://www.akilanews.com/



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment