સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 12 January 2018

લોકશાહી ખતરામાં : સુપ્રીમના ચાર જજે બંડ પોકાર્યું - નર્મદાડેમમાં પાણી ખૂટયું, ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર નહી કરી શકે - Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App Contact On Whats App No :- 8511604135 - રાજકોટ: પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ, 3 વિદ્યાર્થિનીઓના મોત - ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ૨૦૧૯થી દેશભરમાં કોમન ટેસ્ટ નિટી લાગુ થશે - અમદાવાદનું 'ઇસરો' ખેતરમાં લીલોતરીનું માપ કાળશે - ડિગ્રી ઈજનેરીમાં એઆઈસીટીઈ દ્વારા કોમન મોડલ કોર્સ લાગુ કરશે:વિદ્યાર્થીને પાસ થવું સરળ -દેશની આ દિગ્ગજ આઈટી કંપનીમાં 85% ઘટી ગઈ નવી નોકરીઓ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application


Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App

Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

દરેક પાટીદાર જોબ માટે પોતાનો બાયો ડેટા આ ઈમેલ આઈડી :- info@gpbs2018.com પર મોકલે

Email Id :- info@gpbs2018.com

Source :-www.gayatrisolutiongroup.com

લોકશાહી ખતરામાં : સુપ્રીમના ચાર જજે બંડ પોકાર્યું 
- દેશના મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રા સામે સુપ્રીમના ચાર જજનો બળવો - સુપ્રીમના ચાર જજ જે. ચેલામેશ્વર, રંજન ગોગોઈ, એમ. બી. લોકુર અને કુરિયન જોસેફે પ્રેસ કોન્ફરન્સ યોજી ચારેય જજે સીજેઆઈ મિશ્રાને લખેલો સાત પાનાનો પત્ર મીડિયા સામે રજૂ કરી કહ્યું 'સુપ્રીમમાં બધું બરાબર ચાલી રહ્યું નથી' જો દેશના ન્યાયતંત્રની સર્વોચ્ચ સંસ્થાનું કામ જ યોગ્ય રીતે નહીં ચાલે તો લોકશાહીનું માળખું ધ્વસ્ત થઈ જશે: જસ્ટિસ ચેલામેશ્વર ચાર જજની પ્રેસ કોન્ફરન્સ પછી સીજેઆઈ દીપક મિશ્રાએ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને અરજન્ટ મીટિંગ માટે બોલાવ્યા ન્યાયતંત્રનું ચીરહરણ નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર સુપ્રીમ કોર્ટના ચાર જજે ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા સામે મોરચો ખોલતા ખળભળાટ મચી ગયો છે. આ ચાર જજમાં જસ્ટિસ જે. ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમ. બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફનો સમાવેશ થાય છે. આ ચારેજ જજે યોજેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે, સુપ્રીમ કોર્ટમાં બધું બરાબર નથી ચાલી રહ્યું અને તેના કારણે ભારતીય લોકશાહી પણ ખતરામાં છે. અમે આજે સવારે જ ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને મળીને સુપ્રીમ કોર્ટમાં સર્જાયેલી મુશ્કેલીઓ મુદ્દે વાત કરી હતી. ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રા પછી સિનિયોરિટીની દૃષ્ટિએ બીજા નંબરના જસ્ટિસ જે.ચેલામેશ્વરે મીડિયા સમક્ષ સુપ્રીમ કોર્ટની મુશ્કેલીઓ મૂકતા કહ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ ઘટના છે. છેલ્લાં અમુક મહિનાથી સુપ્રીમ કોર્ટનું વહીવટી તંત્ર યોગ્ય રીતે નથી ચાલી રહ્યું. આશરે બે મહિના પહેલાં જ અમે ચાર જજોએ ચિફ જસ્ટિસને પત્ર લખીને આ વાત જણાવી હતી. જોકે, અમે તેમને અમારો મુદ્દો સમજાવવામાં નિષ્ફળ રહ્યા. આ મુદ્દા કેટલાક કેસ એસાઇન્મેન્ટને લઇને હતા. જો સુપ્રીમ જેવી બંધારણીય સંસ્થામાં જ આવું થશે તો દેશનું લોકશાહી માળખું ધ્વસ્ત થઈ જશે. એટલે જ અમે અમારી વાત રાષ્ટ્ર સમક્ષ મૂકવાનો નિર્ણય લીધો. આઝાદી પછી પહેલીવાર સુપ્રીમ કોર્ટના જજોએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને દેશ સમક્ષ પોતાનો મુદ્દો રજૂ કરવાની ફરજ પડી છે. ત્યાર બાદ પત્રકારોએ સવાલ કર્યો હતો કે, તમે કયા કેસ એસાઈન્મેન્ટને લઈને ચિફ જસ્ટિસને પત્ર લખ્યો હતો. શું આ મુદ્દો સીબીઆઈના જસ્ટિસ લોયાની શંકાસ્પદ હત્યાને લઈને હતો? જેના જવાબમાં જસ્ટિસ જોસેફ કુરિયને કહ્યું હતું કે, હા. અમે ચિફ જસ્ટિસને લખેલો પત્ર પણ તમને આપીશું. તેના પરથી મામલો સ્પષ્ટ થઈ જશે કે, અમને કયા કયા કેસમાં ચિફ જસ્ટિસ સામે મતભેદ છે. આ દરમિયાન જસ્ટિસ ચેલામેશ્વરે કહ્યું હતું કે, હવે વીસ વર્ષ પછી કોઈ એમ ન કહે કે, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના તમામ જજે આત્મા વેચી દીધા હતા. એટલે અમે આ પત્ર મીડિયા સમક્ષ જાહેર કરીએ છીએ. ભારત સહિત કોઈ પણ લોકશાહી દેશમાં સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થાનું કામ યોગ્ય રીતે ચાલે એ ખૂબ જરૃરી છે. હવે આ પત્ર મુદ્દે રાષ્ટ્રએ વિચાર કરવાનો છે કે, ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સામે મહાભિયોગ ચલાવવામાં આવે કે નહીં. ત્યાર પછી ચારેય જજે સાત પાનાનો એક પત્ર જાહેર કરતા કહ્યું હતું કે, કોઈ પણ દેશના ન્યાયતંત્રમાં ચિફ જસ્ટિસ પણ બધાની જેમ સરખા છે. તેઓ પણ કોઈથી વધુ કે ઓછું મહત્ત્વ ધરાવતા નથી. આ અમારા મુદદા છે, જે અમે દેશ સમક્ષ રજૂ કરી દીધા છે. આ પ્રેસ કોન્ફરન્સ પછી તુરંત જ ચિફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાએ એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલને મીટિંગ માટે બોલાવ્યા હતા. ચારેય જજે પત્ર લખીને સીજેઆઈ દીપક મિશ્રા સામે ઉઠાવેલા મુખ્ય વાંધા નવી દિલ્હી, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજે સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા દીપક મિશ્રાને સાત પાનાનો એક પત્ર લખીને વિવિધ કેસમાં મતભેદો મુદ્દે ફરિયાદ કરી હતી. ત્યાર પછી તેમણે મીડિયાને પણ આ પત્રની નકલ આપી હતી. આ પત્રમાં જજોએ સીજેઆઈ મિશ્રા સામે ઉઠાવેલા મુખ્ય વાંધા આ પ્રમાણે છે. સુપ્રીમના વિવિધ કેસને મેરિટના આધારે ડીલ ના કરાયા આ ચારેય જજે પત્રની શરૃઆતમાં જ સીજેઆઈ દીપક મિશ્રા પર સનસનીખેજ આરોપ મૂક્યો છે કે, હાલની ન્યાયિક વ્યવસ્થામાં જુદા જુદા કેસને તેના મેરિટ પ્રમાણે ડીલ નથી કરાઈ રહ્યા. સુપ્રીમના રોસ્ટર (એક પ્રકારની ફાઈલ)માં રજૂ કરાયેલા વિવિધ કેસને તેના મેરિટ પ્રમાણે જ બેન્ચને સોંપવામાં આવે, પરંતુ આજકાલ આ નિયમનું પાલન નથી થઈ રહ્યું. સુપ્રીમમાં છેલ્લાં ઘણાં સમયથી ચિફ જસ્ટિસ અનેક કેસને પોતાની પસંદગીની બેન્ચને સોંપી રહ્યા છે, જેની દેશ અને ન્યાયતંત્ર પર દૂરગામી અસર પડી શકે છે. સુપ્રીમ કોર્ટ પાસે અમારી અપેક્ષા હતી કે, બેન્ચને સોંપાતા દરેક કેસની વહેંચણી તર્કસંગત રીતે થાય. ખુદ સીજેઆઈ આ પ્રકારના મામલામાં ઓથોરિટીની જેમ આદેશ ના કરી શકે. આ નિયમની અવહેલના અશોભનીય છે. મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર બનાવવામાં ઢીલ ના જોઈએ હવે હાઈકોર્ટોમાં જસ્ટિસની નિયુક્તિ માટે મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર (એમઓપી) બનાવવામાં પણ ઢીલ ના થવી જોઈએ. અત્યારે હાઈકોર્ટોમાં જસ્ટિસના હોદ્દા ખાલી પડયા છે. નોંધનીય છે કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર બનાવવામાં વધુ સમય ના બગાડવામાં આવે એ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ મોકલી હતી. ગયા વર્ષના જાન્યુઆરી માસની સુપ્રીમ કોર્ટ મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર અમલી કરવાનો પ્રયાસ કરી રહી છે. ચારેય જજે જસ્ટિસ લુથરા કેસનો ઉલ્લેખ કરી વાંધો ઉઠાવ્યો જસ્ટિસ આર. પી. લુથરાએ હાઈકોર્ટમાં અરજી કરીને અપીલ કરી હતી કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર બનાવ્યા વિના સુપ્રીમ અને હાઈકોર્ટમાં જજોની નિયુક્તિ ના થઈ શકે. હાઈકોર્ટે આ અરજી રદ્ કરતા જસ્ટિસ લુથરા સુપ્રીમમાં ગયા. આ મુદ્દે ચારેય જજે વાંધો ઉઠાવ્યો છે કે, આ કેસને બંધારણીય બેન્ચ સિવાયની કોઈ બેન્ચને કેવી રીતે સોંપી શકાય? કારણ કે, મેમોરેન્ડમ ઓફ પ્રોસિડયુર સાથે સંકળાયેલા સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ એસોસિયેશન વિરુદ્ધ ભારત સરકારનો કેસ ૨૦૧૬માં બંધારણીય બેન્ચને સોંપવામાં આવ્યો હતો. સુપ્રીમે શરમ અનુભવવી પડે એટલે ઊંડાણમાં નથી જતા ચારેય જજે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, સીજેઆઈએ વિવિધ બેન્ચને સોંપેલા કેસમાં બહુ ઊંડાણમાં ખુલાસા નથી કરતા કારણ કે, તેનાથી સુપ્રીમ કોર્ટે શરમ અનુભવવી પડશે. જોકે, આ પ્રકારની નીતિરીતિથી સુપ્રીમ કોર્ટની ગરિમાને કેટલેક અંશે લાંછન લાગી ચૂક્યું છે. છ મહિનાની જેલ ભોગવી ચૂકેલા જસ્ટિસ કર્ણનનો ઉલ્લેખ જસ્ટિસ કર્ણનના કેસમાં ચોથી જુલાઈ, ૨૦૧૭ના રોજ જસ્ટિસ જે. ચેલામેશ્વર અને રંજન ગોગોઈએ અલગથી ચુકાદો લખીને કહ્યું હતું કે, આ સમસ્યા મુદ્દે અમારું માનવું છે કે, આપણે જજોની નિયુક્તિના કેસમાં પસંદગીની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. આ ઉપરાંત જસ્ટિસ કર્ણન જેવા કેસમાં મહાભિયોગ સિવાય બીજા કોઈ કાયદાકીય વિકલ્પનો વિચાર કરવો જોઈએ. સીજેઆઈ દીપક મિશ્રાને ભૂલો સુધારવાની પણ અપીલ આ પ્રકારના મુદ્દે સીજેઆઈ દીપક મિશ્રા પોતાની ભૂલોને સુધારે. આ ઉપરાંત કોલાજિયમના બીજા જજો સાથે પણ વાત કરે અને જરૃર પડયે સાથી જજોના સૂચનો સ્વીકારીને સુધારાત્મક કાર્યવાહી કરે. હવે જનતા દરેક ચુકાદાને શંકાની નજરે જોશે: નિકમ વરિષ્ઠ વકિલ ઉજ્જ્વલ નિકમે આજનો દિવસ ભારતીય ન્યાયવ્યવસ્થા માટે કાાળો દિવસ હોવાની પ્રતિક્રિયા આપી છે. હવે દરેક વ્યક્તિ  પ્રત્યેક ચુકાદાને શંકાસ્પદ નજરે જોશે અને દરેક ચુકાદા સામે પ્રશ્નિચન્હ ઉપસ્થિત કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું. નિકમે ટ્વીટર પર પોતાની પ્રતિક્રયા વ્યક્ત કરી હતી. ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વરના ઘરે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોટના પ્રશાસનમાં ગત બે મહિનાથી યોગ્ય કારભાર થતો ન હોવાનો ગંભીર આરોપ કરવામાં આવ્યો હતોો. ચેલમેશ્વર સાથે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, માધવ બી. લોકૂર અને કુરિયન જોસેફ પણ હાજર હતા. તેમણે આરોપ કર્યો હતો કે કેસોની ફાળવણી સમાનતા પૂર્વક થઈ રહી નથી. ન્યાયવ્યવસ્થા ટકશે નહીં તો લોકશાહી ટકશે નહીં. એમ જણાવીને તેમણે ઉમેર્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે આ બાબતે ચર્ચા કરવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી. બે મહિનાથી ચાલી રહેલા કારભારથી અમે દુખી છીએ, એમ તેમણે જણાવ્યું હતું.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/in-democratic-danger-four-judges-of-supreme-court-rebelled

રાજકોટ: પ્રાંસલાની રાષ્ટ્રકથા શિબિરમાં આગ, 3 વિદ્યાર્થિનીઓના મોત
 - 300 વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી છે: કલેક્ટર - આ ઘટના બાબતે CM વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું રાજકોટ, તા. 13 જાન્યુઆરી 2018 શનિવાર રાજકોટના ઉપલેટામાં આવેલા પ્રાંસલામાં યોજાતી રાષ્ટ્રકથા શિબિરમાં આગ લાગી હતી. આ ભીષણ આગમાં ૩ યુવતીઓના મોત નીપજ્યા. 100થી વધારે ટેન્ટમાં આગ લાગી છે. રાજકોટ, જૂનાગઢ, ઉપલેટાથી ફાયરની ટીમ આવી હતી. પ્રાંસલામાં લાગેલી આગમાં ત્રણેય મૃતક વિદ્યાર્થિનીની ઓળખ થઈ ગઈ છે. એક વિદ્યાર્થિની રાજકોટ જિલ્લાની રહેવાસી છે. બીજી સાયલા અને મોરબી જિલ્લાની હોવાનું સામે આવ્યુ છે. ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારને જાણ કરવામાં આવી છે. ગત રાત્રે શોટસર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી છે. 15 જેટલી વિદ્યાર્થિનીઓ દાઝી જતાં ધોરાજી, પોરબંદર અને ઉપલેટાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર 300 વિદ્યાર્થિનીઓને બચાવી લેવામાં આવી છે. આ ઘટના બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે તેમજ મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/rajkot-fire-in-pransalas-nationwide-camp-death-of-3-students

નર્મદાડેમમાં પાણી ખૂટયું, ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર નહી કરી શકે
 -નર્મદાનું પાણી પીવા માટે જ અપાશે,સિંચાઇ માટે નહીં અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર એછેકે,નર્મદા ડેમમાં ઓછા પાણીને લીધે સિંચાઇનું પાણી નહી આપવા સરકારે નિર્ણય કર્યો છે જેના લીધે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકશે નહીં. ૧૫મી માર્ચ પછી કમાન્ડ એરિયામાં કેનાલોમાં સિંચાઇ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે નહીં. બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં પાણી નહી છોડાતા ખેડૂતો સરકારથી ભારોભાર નારાજ છે ત્યાં હવે નર્મદા નિગમે ખેડૂતોને નર્મદાના પાણી આધારે ઉનાળુ પાકનું વાવેતર ન કરવા જણાવી દીધુ છે. સરકારની એવી દલીલ છેકે, છેલ્લા ૧૫ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો છે જેના લીધે નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ ઓછો થયો છે. આ કારણોસર નર્મદા ડેમના પાણીને સિંચાઇ માટે આપી શકાય તેમ નથી. નર્મદા ડેમના સંગ્રહ કરાયેલાં પાણીનો કરોડો નાગરિકો માટે માત્ર પીવાના પાણી માટે જ ઉપયોગ કરાશે. નર્મદા નિગમે ખેડૂતોને સલાહ આપી છેકે,નર્મદા ડેમના પાણી આધારે ઉનાળુ પાકનું વાવેતર કરવું નહીં. જો પાણીનો અન્ય વિકલ્પ હોય તો ઉનાળુ ખેતી કરવી. નર્મદાડેમના પાણીનો ચોમાસુ અને શિયાળુ પાક માટે જ વધુ ઉપયોગ થાય છે. નર્મદા ડેમનુ સિંચાઇ માટે પાણી ન મળતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. એક તરફ,પાકના પોષણક્ષમ ભાવો મળતાં નથી ત્યાં હવે ઉનાળુ પાકનુ વાવેતર જ કેમ કરવુ તે પ્રશ્ન સર્જાયો છે.નર્મદા નિગમે નિર્ણય કર્યો છેકે, ૧૫મી માર્ચ પછી કમાન્ડ એરિયાની કેનાલોમાં નર્મદાનું પાણી સિંચાઇ માટે અપાશે નહીં. નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ અડધોઅડધ પાણીકાપ મૂક્યો નવીદિલ્હીમાં ૧૦મી જાન્યુઆરીએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીની એક બેઠક મળી હતી જેમાં ઓછા પાણીનો સંગ્રહ થયો હોવાથી રાજ્યોના ફાળવવામાં આવતાં પાણીના જથ્થામાં કાપ મૂકાયો છે. સામાન્ય રીતે ગુજરાતને નર્મદાનું ૯ મિલિયન એકરફીટ પાણી મળે છે પણ હવે ૪.૭૧ મિલિયન એકરફીટ પાણી પુરૃ પાડવામાં આવશે. આમ,નર્મદાના પાણી પર અડધોઅડધ પાણીકાપ મૂકાયો છે. આ પાણીકાપને લીધે સિંચાઇનું પાણી નહી આપવા સરકારે નિર્ણય લેવો પડયો છે. રાજ્ય સરકારે કેન્દ્રને વધુ પાણી આપવા પત્ર પાઠવ્યો નર્મદા ડેમમાં હાલમાં રોજનું ૬૦૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓછા પાણીને લીધે નર્મદા નદી સૂકીભઠ્ઠ બની છે. એટલું જ નહીં, કબીરવડની ય જાહોજલાલીને ગ્રહણ લાગ્યુ છે. સહેલાણીઓ ય ઘટયાં છે. નર્મદા ડેમમાં પાણી નહી છોડાતા હોડીઓ ચાલતી નથી જેથી સ્થાનિકોની રોજગારી પણ ઘટી છે. નર્મદા નિગે જ કેન્દ્ર સરકારના યુનિયન મિનિસ્ટ્રી ઓફ એનવાયરમેન્ટ, ફોરેસ્ટ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગને પત્ર લખીને ૧૫૦૦ કયૂસેક પાણી છોડવા માંગ કરી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/due-to-lack-of-water-in-narmada-dam-farmers-can-not-plant-summer-crops

ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ૨૦૧૯થી દેશભરમાં કોમન ટેસ્ટ નિટી લાગુ થશે
 -નેશનલ ટેસ્ટિંગ એજન્સી નિટી લેશેે અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશ માટે ૨૦૧૯થી દેશભરમાં નિટી નામથી કોમન ટેસ્ટ લાગુ થવાની પુરી શક્યતાઓ છે.એઆઈસીટીઈના વાઈસ ચેરમેનના જણાવ્યા પ્રમાણે કેટલાક રાજ્યોએ વિરોધ કરતા અને પોતાની પરીક્ષાને લઈને સમય માંગતા  ૨૦૧૮થી કોમન ટેસ્ટ લાગુ ન થઈ શકી પરંતુ ૨૦૧૯થી લાગુ કરવાનું એઆઈસીટીઈનું પુરતુ પ્લાનિંગ છે. જીટીયુના કોન્વોકેશનમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિતિ રહેલા ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના વાઈસ ચેરમેન એમ.પી.પુનિયાએ જણાવ્યું હતું કે મેડિકલ પ્રવેશમાં જેમ હાલ દેશભરમાં એક માત્ર ફરજીયાત નીટ લાગુ કરાઈ છે તેવી જ રીતે ઈજનેરીમાં પ્રવેશ માટે નિટી લાગુ કરાશે.૨૦૧૯થી આ નિટી નામની કોમન ટેસ્ટ લાગુ કરવાનું પ્લાનિંગ છે. જે માટેની તૈયારી પણ થઈ ચુકી છે. નિટી એટલે કે નેશનલ એન્જિનિયરિંગ એન્ટ્રન્સ ટેસ્ટ ફોર ટેકનિકલ ઈન્સ્ટિટયુટ નામની કોમન ટેસ્ટ ઈજનેરી પ્રવેશ માટે લેવાશે. સુપ્રીમકોર્ટે મેડિકલ પ્રવેશ માટે બે વર્ષથી નીટ લાગુ કરી દીધી છે અને જેના પરથી અનુભવ લઈને તેના માટેનો ફીડબેક અને અન્ય બાબતોનો અભ્યાસ કરીને ઈજનેરીમાં પ્રવેશ માટે પણ નિટી લાગુ કરવામા આવશે.કેન્દ્ર સરકાર દેશભરમાં એક કોમન ટેસ્ટ એટલે કે વન નેશન વન ટેસ્ટ માટેની યોજના વિચારી રહી છે ત્યારે તે હેઠળ નેશનલ ટેસ્ટિંગ એજન્સીની પણ રચના કરાઈ છે ત્યારે ઈજનેરી પ્રવેશ માટેની નીટી પણ નેશનલ ટેસ્ટિંગ એજન્સી જ લે તેવુ પ્લાનિંગ છે. અગાઉ ૨૦૧૮થી નિટી લેવામા આવનાર હતી પરંતુ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સહિતના કેટલાક રાજ્યોએ તેનો વિરોધ કર્યો હતો અને પોતાના રાજ્યની પ્રવેશ પરીક્ષા પહેેલેથી લેવાતી હોઈ નીટી લાગુ કરવા માટે સમય માંગ્યો હતો. જેથી હવે ૨૦૧૯થી દેશભરમાં ઈજનેરી પ્રવેશ માટે નીટી કોમન ટેસ્ટ લેવાનું આયોજન છે.મહત્વનું છે કે અગાઉ ગુજરાત સહિતના મોટા ભાગના રાજ્યોએ ઈજનેરી પ્રવેશ માટે જેઈઈને સ્વીકારી હતી પરંતુ ગત વર્ષથી ગુજરાત સરકારે ઈજનેરી પ્રવેશ માટે ફરીથી ગુજકેટ લાગુ કરી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/common-test-draw-will-be-applicable-to-the-degree-engineering-in-the-country-from-2019

અમદાવાદનું 'ઇસરો' ખેતરમાં લીલોતરીનું માપ કાળશે
 -એનડીવીઆઈ સિસ્ટમ ગામડા સુધી લંબાવાશે -પાક વીમો, જંગલની માપણી વગેરેમાં મદદરૃપ થશે અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર ઈસરોના અમદાવાદ સ્થિત સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) દ્વારા ખેડૂત ઉપયોગી સિસ્ટમ વિકસાવાઈ છે. આ સિસ્ટમનું નામ 'નોર્મલાઈઝ ડિફરન્સ વેજિટેશન ઈન્ડેક્સ (એનડીવીઆઈ)' છે. સિસ્ટમનું કામ નામ પ્રમાણે વેજિટેશન એટલે કે વનસ્પતિ ઉગેલો હરિયાળો વિસ્તાર કેટલો છે, તેનું માપ કાઢવાનું છે. આ સિસ્ટમ ઈસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેન્ટર અને અગાઉના ઉપગ્રહો દ્વારા મળેલા ડેટાનો ઉપયોગ કરી લીલોતરીમાં શું વધારો કે ઘટાડો થયો તેની નોંધ રાખશે. કોઈ એક વિસ્તારમાં આજે મેદાન હોય અને આવતીકાલે ઘાસ કે વનસ્પતી ઉગી જાય તો આસપાસના લોકોને ખબર પડે. પરંતુ સમગ્ર વિસ્તારમાં, જિલ્લામાં, રાજ્યમાં કે દેશમાં લીલોતરીની શું સ્થિતિ છે, એ જાણવુ હોય તો ઉપગ્રહની મદદ લેવી પડે. એટલે જ સેક દ્વારા આ સિસ્ટમ વિકસાવાઈ છે. તેની વેબસાઈટ પર જે-તે વિસ્તારમાં વનસ્પતિવિસ્તાર અમુક સમયગાળા દરમિયાન કેટલો વધ્યો કે ઘટયો એ જાણી શકાય છે. હરિયાણાના બધા જિલ્લાની આ સિસ્ટમ દ્વારા તપાસ થઈ શકે છે.૨૦૧૬માં જ હરિયાણા સરકારની મદદથી એ કામગીરી આરંભી દેવાઈ છે. ખેડૂતનો પાકવીમા જેવી મદદ આપવાની હોય ત્યારે આ સિસ્ટમ દ્વારા ખેતરમાં કેટલા ભાગમાં વાવેતર હતું, કેવું વાવેતર હતું, ક્યા સમય સુધી પાક ઉભો હતો, ગયા વર્ષે શું સ્થિતિ હતી.. વગેરીની સરખામણી સાથેની માહિતી એનડીવીઆઈ દ્વારા મેળવી શકાય છે. ઈસરોના વિવિધ ઉપગ્રહો દ્વારા મળતી તસવીરો દ્વારા આમ તો ક્યા વિસ્તારમાં રણ છે, ક્યા વિસ્તારમાં જળ છે અને ક્યા વિસ્તારમાં વન છે એ જાણી જ શકાય છે. પરંતુ એ તસવીરો મોટે ભાગે દેશ કે દુનિયાના મોટા લેવલની હોય છે. ઈસરોની આ સિસ્ટમ ગ્રામિણ તબક્કા સુધી પહોંચી છેે. એટલે તેનો ઉપયોગ માત્ર સરકારને બદલે આમ આદમી સુધી પહોંચી શક્યો છે. કોઈ ચોક્કસ ગામમાં ક્યારે કેટલી હરિયાળી હતી તે આ સિસ્ટમ દ્વારા માપી શકાય છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/ahmedabad-s-isro-farm-will-be-green-in-size
ડિગ્રી ઈજનેરીમાં એઆઈસીટીઈ દ્વારા કોમન મોડલ કોર્સ લાગુ કરશે:વિદ્યાર્થીને પાસ થવું સરળ
 -દેશભરની યુનિવર્સિટીઓ માટે -હવેથી વિદ્યાર્થીને પાસ થવા ૨૬૦ને બદલે ૧૬૦ ક્રેડિટની જરૃર અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર હાલ દેશની વિવિધ ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે જુદો જુદો અભ્યાસક્રમ ભણાવાય છે.ઉપરાંત દરેક યુનિ.માં પરીક્ષા પાસિંગ સીસ્ટમ પણ અલગ અલગ છે. પરંતુ હવેથી દેશભરની યુનિ.ઓ માટે ડિગ્રી ઈજનેરી અને પીજી ઈજનેરીમાં એઆઈસીટીઈ દ્વારા કોમન મોડલ કોર્સ લાગુ કરાશે.જેના દ્વારા વિદ્યાર્થીને પાસ થવુ હવે સરળ બનશે. એઆઈસીટીઈના વાઈસચેરમેન એમ.પી.પુનિયાના જણાવ્યા પ્રમાણે એઆઈસીટીઈ દ્વારા ડિગ્રી ઈજનેરીના વિદ્યાર્થીઓ માટે કોમન કરિક્યુલમ તૈયાર કરવામા આવ્યો છે અને જેને ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામા આવશે.હાલ ૨૪મી જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા કોમન કરિક્યુલમને લોન્ચ કરવાની તૈયારી છે. આ કોમન કરિક્યુલમ આગામી શૈક્ષણિક વર્ષથી લાગુ પણ પાડી દેવાય તેવી શક્યતા છે.આઈસીટીઈના ચેરમેને જણાવ્યુ હતું કે એઆઈસીટીઈ દ્વારા તૈયાર કરાયેલ કોમન કરિક્યુલમ એ મોડલ અભ્યાસક્રમ છે.જે દરેક યુનિ. માટે સંપૂર્ણપણે ફરજીયાત નથી.પરંતુ યુનિ.એ તેમાંથી ૮૦ ટકા જેટલો અભ્યાસક્રમ એડોપ્ટ કરવાનો રહેશે. જ્યારે બાકીનો ૨૦ ટકા અભ્યાસક્રમ યુનિ.પોતાની રીતે નક્કી કરી શકશે.આ કોમન મોડલ અભ્યાસક્રમ એ રીતે તૈયાર કરાયો છે કે જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ દરમિયાન વધારાનો કોઈ બોજ ન પડે અને તે સરળતાથી બીઈ પાસ કરી શકે. આ ઉપરાંત એઆઈસીટીઈ દ્વારા કેટલાક કોમન પાસિંગ સ્ટાન્ડર્ડ પણ તૈયાર કરાયા છે.જે મુજબ કોમન કરિક્યુલમમાં વિદ્યાર્થીને પાસ થવા ૨૬૦ને બદલે ૧૬૦ ક્રેડિટ ગુણ જની જરૃર રહેશે.આ કોમન કરિક્યુલમમાં વિદ્યાર્થીઓને અંગ્રેજી અને હિન્દી એમ બંને ભાષામાં કન્ટેન્ટ મળશે. ટ્રેનિંગ લીધેલા પ્રોફેસર જ હવે ઈજનેરી કોલેજમાં ભણાવી શકશે હાલ પ્રાઈવેટ કોલેજો દ્વારા આડેધડ શિખાઉ પ્રોફેસરોને ભરતી કરી દેવામા આવે છે ત્યારે એન્જિનિયરિંગમાં ક્વોલિટી એજ્યુકેશન લાવવા માટે કેન્દ્ર સરકારના એમએચઆરડી સાથે મળીને એઆઈસીટીઈ દ્વારા નેશનલ ટીચર્સ ટ્રેનિંગ પોલીસી લોન્ચ કરવા જઈ રહી છે.જે હેઠળ ટ્રેઈનિંગ લીધેલા પ્રોફેસર જ હવે સરકારી કે પ્રાઈવેટ કોલેજમાં ભણાવી શકશે. એઆઈસીટીઈના વાઈસ ચેરમેન એમ.પી.પુનિયાએ જણાવ્યુ હતું કે આગામી ૨૪મી જાન્યુઆરીએ એમએચઆરડી દ્વારા દેશની ડિગ્રી ઈજનેરી કોલેજોમાં પ્રોફેસર માટેની એક ટીચર્સ ટ્રેનિંગ પોલીસી લોલન્ચ કરવામા આવનાર છે. આ પોલીસી હેઠળ એઆઈસીટીઈ દ્વારા  એમઈ પાસ થયેલા ઉમેદવાર માટે ૮ ટ્રેઈનિંગ મોડયુઅલ તૈયાર કરાયા છે.જેમ હાલ બીએડમાં ભણાવવાની તાલીમ અપાય છે તે રીતે આ મોડયુઅલ પ્રોફેસરે ઈજનેરી કોલેજમાં કઈ રીતે ભણાવવુ તેની ટ્રેઈનિંગ અપાશે. આઈસીટી,કોમ્યુનિકેશન,પેપર સેટિંગ, પેપર ચેકિંગ તથા ટીચિંગ સ્કિલ સહિતના વિવિધ ૮ મોડયુઅલ હશે અને જે ૬ મહિનામાં શિખવાના રહેશે.એઆઈસીટીઈ દ્વારા આ પોલીસી હેઠળ ૩૦-૩૦ પ્રોફેસરોને ટ્રેનિંગ અપાશે. એક વર્ષની કુલ ટ્રેઇનિંગમાં ૬ મહિના માટે ટીચર્સ થીયરી ટ્રેનિગ રહેશે અને ત્યારબાદ ૬ મહિના માટે જે કોલેજમાં ભરતી થનાર છે તે કોલેજમાં સીનિયર પ્રોફેસર હેઠળ પ્રેકટિકલ ટ્રેનિંગ રહેશે.આમ એક વર્ષના પ્રોબેશન પીરિયડ બાદ જ તે લેક્ચરર તરીકે કાયમી થઈ શકશે.કોઈ પણ સરકારી કે પ્રાઈવેટ કોલેજ માટે હવેથી આ ટ્રેનિંગ લીધેલા પ્રોફેસર લેવા ફરજીયાત હશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/aicte-will-introduce-a-common-model-course-in-degree-engineering-it-is-easy-to-pass-the-st

દેશની આ દિગ્ગજ આઈટી કંપનીમાં 85% ઘટી ગઈ નવી નોકરીઓ

જોબ-ક્રિએટિંગ મશીન તરીકે ઓળખાતી દેશની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ) હવે આ સ્ટેજ પર કમજોર પડી રહી છે. કંપની આ નાણાકિય વર્ષના શરૂઆતના નવ મહિનામાં માત્ર 3,657 નવી નોકરી આપી શકી છે. આ આંકડો ગત વર્ષે આજ સમયગાળા દરમિયાન આપવામાં આવી નોકરીની સરખામણી કરતા 85 ટકા ઓછી છે, જ્યારે 24,654 નોકરી આપી હતી.
જો કે, ઈન્ડસ્ટ્રીના કેટલાંક નિષ્ણાતોનું કહેવું છે તે કેમ્પસોમાં નવી નોકરીઓ આપવી હવે જુની વાતો થઈ ગઈ છે કારણ કે, કંપનીઓ ખાસ કરીને ડિજીટલ ટેકનોલોજીના સમયમાં સામાન્ય કાર્યો માટે ઓટોમેશન લાગૂ કરી રહી છે. તેમજ મુખ્યા વાત એ છે કે ટેલેન્ટને આધારે નોકરી આપવામાં આવી રહી છે.

ટીસીએસનાં એક્ઝીક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને હ્યયૂમન રિસોર્સના ગ્લોબલ હેડ અજય મુખર્જીએ કહ્યું કે, એક વર્ષ પહેલાં અમે એડવાન્સ કેપેસિટી બિલ્ડીંગ કરી રહ્યા હતા. અમે 40,000 કેમ્પસ ઓફર્સ કર્યા. અમે વર્કફોર્સમાં 78,912 લોકોને નોકરી આપી અને કુલ 33,000થી 34,000 કરતા વધારે નોકરીઓ આપી છે.

Source :-http://sandesh.com/tcs-hiring-drops-85-as-growth-stutters/

Special Offer Makarshnkarati ( Utarayan ) Tally Mobile App


Offer Time :- 12 Jan 2018 to 30 Jan 2018

 1150 + GST 1 Year
 3450 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment