સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 2 January 2018

સાવધાન...ચેક બાઉન્સ નિયમો વધુ કડક થશે - ચીનની નવી હાઇપરસોનિક મિસાઇલ ભારત, US, જાપાન માટે ખતરો - મહારાષ્ટ્ર હિંસાઃ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ફરિયાદ - મોદી સરકારના નવા નિયમથી ક્રિકેટરો - એકટરો દોડતા થઇ ગયા - આ વર્ષે રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બનશે ભાજપ - બજેટ - ચૂંટણી વિશે મંથન કરવા ઉજ્જૈનમાં સંઘ - ભાજપની બેઠક

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

સાવધાન...ચેક બાઉન્સ નિયમો વધુ કડક થશે
સરકારે લોકસભામાં રજુ કર્યો ખરડોઃ આકરી જોગવાઇઓ : અપીલ દરમિયાન જ ચેક પર લખેલી રકમના ર૦ ટકા સુધીનું વળતર આપવાની જોગવાઇ નવી દિલ્હી તા.૩ : ચેક બાઉન્સ વિરૂધ્ધ કાયદાને કડક બનાવવા અંગેનો ખરડો સરકારે લોકસભામાં રજુ કર્યો છે. નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ સુધારા વિધેયક ર૦૧૭માં અકિલા એવી જોગવાઇ કરવામાં આવી છે જેનાથી ચેકની વિશ્વનીયતા સુદ્રઢ બનશે. આમા ચેક બાઉન્સ થવાની સ્થિતિમાં જ અપીલ દરમિયાન જ ચેક પર લખેલ રકમના ર૦ ટકા સુધીનું વળતર અપાવવાની જોગવાઇ છે. નાણા રાજય મંત્રી શિવપ્રતાપ અકીલા શુકલાએ ગૃહમાં ખરડો રજુ કર્યો હતો જેમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ ૧૮૮૧માં ફેરફારો કરવાની જોગવાઇ છે. ખરડાના ઉદ્દેશો અને કારણોમાં જણાવાયુ છે કે, ચેક અનાદરના મામલાના અંતિમ સમાધાનમાં લાંબો વિલંબ થાય છે તેને હલ કરવાની દ્રષ્ટિથી ઉકત એકટમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે. આનો હેતુ ચેક પ્રાપ્ત કરનારને રાહત પ્રદાન કરવી અને બીનજરૂરી વિલંબને હતોત્સાહીત કરવાનો છે. આનાથી સમય અને નાણા બંનેની બચત થશે. સંશોધિત ખરડામાં એક નવી કલમ ૧૪૩ (ક)ને સામેલ કરવા જણાવાયુ છે. ચેક લેનાર બાઉન્સ થવાની સ્થિતિમાં કોર્ટમાં અરજી કરી શકે છે અને જેના પર કોર્ટ વચગાળાની રાહત આપવાનો આદેશ આપી શકે છે. આ પ્રકારની વચગાળાની રાહતની રકમ એટલી હશે કે જે ચેકની રકમના ર૦ ટકાથી વધુ ન હોય. આમા ચેક લેનાર વ્યકિત દોષ સિધ્ધિ માટે કોર્ટમાં અપીલ કરી શકે છે.(૩-૧) (10:04 am IST)
Source :- http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121073

ચીનની નવી હાઇપરસોનિક મિસાઇલ ભારત, US, જાપાન માટે ખતરો
એક કલાકની અંદર તે ભારત અમેરિકાના કોઇપણ ભાગમાં વાર કરી શકે છે બેઇજિંગ તા. ૩ : ચીનની નવી હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલ માત્ર અમેરિકાની સુરક્ષા માટે પડકારરૂપ નથી પરંતુ તે જાપાન અને ભારતને પણ ટાર્ગેટ કરવા માટે સક્ષમ છે. ટોકિયો સ્થિત ધ ડિપ્લોમેટ મેગેઝિને અકિલા ચીનમાં ગત વર્ષના અંતે બે મિસાઈલના પરીક્ષણનો અહેવાલ છાપ્યો હતો. ત્યારબાદ 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'માં મંગળવારે આ રિપોર્ટ છપાયો છે.    અમેરિકાના ગુપ્ચતર સૂત્રોને ટાંકીને 'ધ ડિપ્લોમેટે' ગત અકીલા મહિને પ્રિસદ્ઘ કરેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના રોકેટ ફોર્સે ૧લી નવેમ્બરના પ્રથમ અને બે સપ્તાહ બાદ બીજું પરીક્ષણ કર્યું હતું. બન્ને પરીક્ષણ સફળ રહ્યા હતા DF-17 2020 આસપાસ કાર્યરત થઈ શકશે.   ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતાએ મંગળવારે આ અંગે કોઈપણ માહિતી આપવાનો ઈનકાર કરીદ ીધો હતો અને કહ્યું કે આ બાબત માટે રક્ષા મંત્રાલયનો સંપર્ક કરવો જોઈએ. પારંપરિક બેલાસ્ટિક સિસ્ટમની તુલનાએ એચજીવી વોરહેડ વધુ ઝડપથી ઓછી ઉંચાઈ ધરાવતી તેમજ ટ્રેક ના થઈ શકે તેવા વિસ્તારમાં હુમલો કરી શકે છે. DF-17 ટેસ્ટ મિસાઈલ જિઉકવાન સેન્ટરથઈ લોન્ચ કરાઈ અને ટ્રાયલ દરમિયાન તે લગભગ ૧૪૦૦ કિલમોીટર સુધી ઉડી હતી. ચીનના સરકારી મીડિયાએ ઓકટોબરમાં એચજીવી ટેકનોલોજીનો ઉલ્લેખ કર્યો હતો. બેઈજિંગના મિલટરી વડા ઝોઉ ચેનમિંગે કહ્યું કે એચજીવી ટેકનોલોજી વિશ્વના ત્રણ પરમાણુ શકિતઓ ચીન, અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ રણનીતિનો હિસ્સો બની ગઈ છે. ઝોઉએ સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટને જણાવ્યું કે, 'પારંપરિક બેલાસ્ટિક મિસાઈલની તુલનાએ એચજીવીને તોડી પાડવું વધુ કપરું છે. અમેરિકા, જાપાન અને ભારતને ચીનની એચજીવી ટેકનોલોજીને લઈને ચિંતા કરવાની જરૂર છે કારણ કે આ લક્ષ્ય સુધી ઝડપથી પહોંચી શકે છે. જાપાનના સૈન્ય અડ્ડા તેમજ ભારતના પરમાણુ રીએકટર્સ તેના ટાર્ગેટ હોઈ શકે છે.' પીએલએના સેકન્ડ આર્ટિલરી કોર્પ્સના પૂર્વ સભ્ય સોન્ગ ઝોન્ગપિંગે જણાવ્યું કે એચજીવીના વોરહેડનો ડીએફ-૪૧ સાથે ઉપયોગ કરી શકાય છે જેની ક્ષમતા ૧૨,૦૦૦ કિલોમીટર છે. એક કલાકની અંદર તે ભારત અમેરિકાના કોઈપણ ભાગમાં વાર કરી શકે છે. મકાઉના મિલટરી ઓબ્ઝર્વર એન્ટની વોન્ગ ડોન્ગે જણાવ્યું કે એચજીવીનો ઉપયોગ અમેરિકાના એન્ટિ મિસાઈલ સિસ્ટમ THAADને નષ્ટ કરવા માટે પણ કરી શકાય છે જે નોર્થ કોરિયાના હુમલાથી બચવા માટે સાઉથ કોરિયામાં તૈનાત કરવામાં આવી છે. (10:00 am IST)


Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121076

મહારાષ્ટ્ર હિંસાઃ જિજ્ઞેશ મેવાણી અને ઉમર ખાલિદ સામે ફરિયાદ
પુનાની હિંસાની આગ સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઇઃ જિજ્ઞેશ મેવાણી પર ગંભીર આરોપઃ ઘટના પર શરૂ થઇ ગયું રાજકારણ પુના તા. ૩ : પુનામાં ભીમા-કોરેગાંવ યુદ્ઘના ૨૦૦ વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન હિંસા ભડકી ગઈ છે. જેની આગ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં અકિલા ફેલાઈ ગઈ છે. આ હિંસામાં એક વ્યકતનું મોત થઈ ગયું, જયારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. રાજયમાં વધતા હિંસક પ્રદર્શનને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. રાજય સરકારે ન્યાયિક તપાસના આદેશ અકીલા આપી દીધા છે. આ દરમિયાન મંગળવારે સાંજે પૂનાના બે યુવાનો અક્ષય વિક્કડ અને આનંદ ડોન્ડના પુનાના ડેક્કન પોલીસ મથકમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને જેઅનયુના વિઘાર્થી ઉમર ખાલિદ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે, જિગ્નેશ મેવાણી અને ઉમર ખાલિદે કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યા હતા. ફરિયાદકર્તાઓનું માનીએ તો જિગ્નેશ મેવાણીના ભાષણ બાદ જ મહારાષ્ટ્રમાં જાતીય હિંસા ભડકી ઉઠી. કેમકે, ભાષણ દરમિયાન જિગ્નેશ મેવાણીએ એક ખાસ વર્ગને રસ્તા પર ઉતરી વિરોધ કરવા ઉશ્કેર્યા, તે પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પછી ધીરે-ધીરે ભીડે હિંસક રૂપ લઈ લીધું. ફરિયાદકર્તાઓ મુજબ, પુના હિંસા માટે આ બંને જવાબદાર છે અને તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે, આગામી ૧૪મી એપ્રિલે નાગપુરમાં જઈ આરએસએસ મુકત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રકાશ આંબેડકર, પૂર્વ ન્યાયાધીશ બી જી કોલસે પાટિલ, લેખિકા અને કવિ ઉલ્ક મહાજન વગેરે ઉપસ્થિત હતા. તપાસના આદેશ બાદ પણ રાજયમાં હિંસાનો માહોલ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે, અલગ-અલગ જગ્યાએથી ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પુના હિંસાની આગ હવે મુંબઈ તરફ વધવા લાગી છે. સરકાર એક તરફ હિંસક સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, તો કેટલાક રાજકીય પક્ષો આ ઘટના પર રાજકારણ રમવા લાગ્યા છે. ભારિપા બહુજન મહાસંઘના રાષ્ટ્રીય નેતા પ્રકાશ આંબેડકર સહિત દલિત ગ્રૂપે બુધવારે મહારાષ્ટ્ર બંધનું આહવાહન કર્યું છે. જોકે, તેમણે આ હિંસાને જાતીય હિંસા નથી માની. રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયાના કાર્યકર્તા પુનામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. (10:01 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121077

મોદી સરકારના નવા નિયમથી ક્રિકેટરો - એકટરો દોડતા થઇ ગયા
અમીરો શોધી રહ્યા છે વિકલ્પ મુંબઈ તા. ૩ : નરેન્દ્ર મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા એફઆરડીઆઈ એટલે કે ફાઇનાન્શિયલ રિજોલ્યુશન એન્ડ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ બિલમાં બેલ-ઇન અંગે બેંક ડિપોઝિટર્સમાં જે ભયનો માહોલ બન્યો હતો, તે એચએનઆઈમાં પણપ્રસરી ગયો છે અને અકિલા તેથી અમીર રોકાણકારો સુરક્ષિત કાનૂની વિકલ્પ શોધવા લાગ્યા છે. કેટલાક મની મેનેજર્સ અને વકીલો સાથે વાતચીત કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, આનાથી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને કોર્પોરેટ સીઈઓ અને એનઆરઆઈ અકીલા પૂછી રહ્યા છે કે, શું તેમણે તેમની ફિકસ્ડ ડિપોઝિટ બંધ કરાવી દેવી જોઈએ? બેંકોનું કહેવું છે કે, લોકોમાં ભયનો માહોલ બની રહ્યો છે, પરંતુ એફડી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી મોટા પાયે ઉપાડ થઈ રહ્યો નથી. આ પ્રકારની બાબતો જોઈ રહેલા એક વકીલ કહે છે કે, 'આવી જાણકારી માટે અમારી પાસે ઘણી બોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને ક્રિકેટર્સ અને હાઈ નેટવર્થ ઇન્ડિવિઝુઅલ્સ (એચએનઆઈઝ) તરફથી કોલ્સ આવ્યા હતા કે, બેંકોના મામલે બેલ-ઇન કલોઝ કયાં લાગુ થઈ શકે છે અને તેની શી અસર થઈ શકે છે? લોકોના મગજમાં એક વાત બેસી ગઈ છે કે, બેલ-ઇનમાં નાના ડિપોઝટર્સને તો છોડી દેવામાં આવશે, પણ હાઈ વેલ્યુ ડિપોઝિટસનો ઉપયોગ થઈ શકે છે.' ગયા મહિને બેંક ડિપોઝિટ્સની સેફ્ટી અંગે ઘણો હોબાળો થયો હતો. એવી પણ ચર્ચા હતી કે, બેંકોના બેલ-ઇનમાં ડિપોઝિટર્સના રૂપિયાનો ઉપયોગ થઈ શકે છે. આનાથી ડિપોઝિટર્સનાં મનમાં ડર પેસી ગયો છે. એફઆરડીઆઈ અંગે પબ્લિકમાં એટલી ગેરસમજ પેદા થઈ ગઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણાપ્રધાન અરૂણ જેટલીએ પણ આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે કહ્યું છે કે, સરકાર ડિપોઝિટર્સના રૂપિયા સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ઘ છે. એક પીએસયુ બેન્કરે નામ ન આપવાની શરતે કહ્યું છે કે, 'ડરનું મોટું કારણ સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલી અફવા છે, પરંતુ અમારે ત્યાંથી ડિપોઝિટ ઉપાડવામાં આવી રહી નથી. ૧૦ બેંકોને પ્રોમ્પ્ટ કરેકિટવ એકશનના દાયરામાં લાવવામાં આવી છે, આવામાં જે લોકોને આ મામલે સંપૂર્ણ જાણકારી નહોતી, તેમણે એવી અફવા ફેલાવી દીધી છે કે, આ બેંકો બંધ થઈ જશે. આમ બેંક ડિપોઝિટર્સનો ભય સ્વાભાવિક છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે, આરબીઆઈ અને સરકાર બંનેએ કોઈ પણ બેંકને બરબાદ થવા દીધી નથી.' એફઆરડીઆઈ બિલનો હેતુ નાણાકીય સંસ્થાઓને બંધ કરવાની વ્યવસ્થિત પ્રક્રિયા સ્થાપિત કરવાનો છે. તેમાં રિજોલ્યુશન કોર્પોરેશન (RC) બનાવવાનો પ્રસ્તાવ છે, જે બેંક, NBFC, ઇન્સ્યોરન્સ કંપનીઓ, સ્ટોક એકસચેન્જીસ સહિત ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સમાં નાણાકીય અવરોધોના શરૂઆતના સંકેતોને પકડી શકશે. તેમાં એ વાતનો ઉલ્લેખ છે કે, ફાઇનાન્શિયલ ટર્મ્સમાં હંમેશાં ઝીરો લોસની સ્થિતિ બનવી મુશ્કેલ નથી, પરંતુ સરકાર અને રેગ્યુલેટરે એ સુનિશ્ચિત કરવું પડશે કે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનના દેવાળિયા થવા પર નુકસાનને સીમિત રાખી શકાય અને તેમને ટેકસપેયર્સના પૈસાથી બેલઆઉટ કરવામાં ન આવે.(૨૧.૫)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121074


આ વર્ષે રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બનશે ભાજપ
NDA પાસે આ વર્ષે ૯૮ બેઠકો થઇ જશેઃ BJPને ફાયદો થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ ૪૭ બેઠકો પર આવી જશેઃ કોંગ્રેસ સાથે સમાજવાદી પાર્ટીને પણ નુકસાનઃ ૧૨ નોમિનેટેડ બેઠકમાં ૭ ભાજપ પાસે : કોંગ્રેસના હાથમાંથી જશે ૩ બેઠકો નવી દિલ્હી તા. ૩ :  BJP માટે ૨૦૧૭નું વર્ષ ખુબ સારું અકિલા રહ્યું અને આંકડા પર નજર નાંખશો તો ખ્યાલ આવશે કે વર્ષ ૨૦૧૮ પણ સારું રહેશે. કારણકે આ વર્ષે રાજયસભામાં ઘણા ફેરફાર જોવા મળશે. BJP આ વર્ષે ૨૪૫ બેઠકો ધરાવતી રાજયસભામાં પોતાની તાકાત મજબૂત કરતા ૬૭ અકીલા બેઠકો સુધી પહોંચશે આ સાથે જ તે રાજયસભામાં સૌથી મોટી પાર્ટી બની જશે. જયારે બીજેપીના નેતૃત્વવાળી NDA પાસે આ વર્ષે ૯૮ બેઠકો થઈ જશે. BJPને ફાયદો થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ ૪૭ બેઠકો પર આવી જશે. BJPએ આ વર્ષે રાજયસભામાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ અને ઉત્તરાખંડને કારણે વધુ બેઠકો મળશે. આ રાજયોમાં BJPએ વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જેની સામે કોંગ્રેસ છેલ્લા ૩ વર્ષથી સતત નબળી પડી રહી છે. BJPની સહયોગી પાર્ટીની વાત કરીએ તો ટીડીપી આ વર્ષે પોતાની સ્થિતિ યથાવત રાખશે. જયારે જેડીયુ પાસે એક બેઠક ઘટી શકે છે. એટલે કે તેમની પાસે ૬ બેઠક રહેશે. વર્તમાનમાં આરજેડી પાસે રાજયસભામાં ત્રણ બેઠકો છે, જે આ વર્ષે વધીને પાંચ થઈ શકે છે. કોંગ્રેસની સાથે સમાજવાદી પાર્ટીને પણ રાજયસભામાં મોટું નુકસાન એટલે કે ૫ બેઠકોનું નુકસાન દેખાઈ રહ્યું છે. આ તમામ આંકડા ૨૦૧૮માં યોજાનારા રાજયસભાની ઘણા રાજયોમાં પેટા ચૂંટણીના પરિણામોના અનુમાનને આધારે નક્કી કરવામાં આવ્યા છે. આ વર્ષે રાજયસભામાં ૪ બેઠક પર નોમિનેશન કરવામાં આવશે. ૧૨ નોમિનેટેડ બેઠકોમાંથી ૭ બેઠકો પર મોદી સરકારનો અધિકાર છે. ૧૬ જાન્યુઆરીના રોજ કોંગ્રેસના હાથમાંથી ત્રણ બેઠકો જઈ રહી છે. આ દિવસે રાજયસભામાં દિલ્હી ક્ષેત્રની ત્રણ બેઠકો ખાલી થઈ રહી છે. પાર્ટીના ત્રણ સભ્યો- ડો કર્ણ સિંહ, જર્નાદન દ્વિવેદી, પરવેઝ હાશમીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121075

બજેટ - ચૂંટણી વિશે મંથન કરવા ઉજ્જૈનમાં સંઘ - ભાજપની બેઠક
સંઘ પરિવારની ૩ દિવસની બેઠકનો પ્રારંભઃ મોહન ભાગવત, અમિત શાહ અને સંઘના પદાધિકારીઓ સરકારની નીતિઓ વિશે ચર્ચા-વિચારણા કરશેઃ દેશની આર્થિક અને રાજકીય પરિસ્થિતિ ઉપર થશે ચર્ચાઃ ગુજરાતના પરિણામો ઉપર પણ મંથન થશેઃ ર૦૧૯ની ચૂંટણી અંગે ઘડાશે રણનીતિ ઉજ્જૈન અકિલા તા.૩ : મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સંઘ અને ભાજપની બે દિવસની સમન્વય બેઠકનો પ્રારંભ થઇ રહ્યો છેે. આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને સંઘના ટોચના અધિકારીઓ સામેલ થયા છે. જાણવા મળે છે કે આ બેઠક મુખ્યત્વે અકીલા ર૦૧૯માં ભાજપના વિજયની રણનીતિ પર ચર્ચા-વિચારણા કરવા માટે મળી રહી છે. સંઘના સુત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં ભારતીય મઝદુર સંઘ, ભારતીય ગ્રાહક પંચાયત તથા સ્વદેશી જાગરણ મંચ જેવા સંઘના ઘટક પક્ષો પણ સામેલ થયા છે જે સરકારની નીતિઓ અંગે પોતાનો રિપોર્ટ રજુ કરશે. એક પ્રકારથી આ સંઘ પરિવારના કૌર ગ્રુપની મીટીંગ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ર૦૧૯ની લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં સંઘ સરકારની ખુબીઓ અને ખામીઓ અંગે માહિતી મેળવી ભાજપ માટે માહોલ તૈયાર કરવાનુ કામ કરશે. માર્ચમાં મોદી સરકારે બજેટ રજુ કરવાનુ છે. એવામાં મતદારોને ધ્યાનમાં રાખી બજેટ ઉપર ચર્ચા થશે. દેશના આર્થિક અને રાજકીય માહોલ પર ચર્ચા બાદ પક્ષ માટે નીતિઓ તૈયાર કરવા અંગે મંથન પણ થશે. ગુજરાત ચૂંટણીમાં ભાજપનો ભલે વિજય થયો પરંતુ આ વિજય યુપી જેવા વિજયનો માહોલ તૈયાર થઇ શકયો નથી. ગુજરાતમાં કોંગ્રેસની બેઠકો વધવાથી પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્સાહમાં છે અને સતત સત્તા વિરોધી માહોલ તૈયાર કરવામાં લાગ્યા છે. એવામાં આ બેઠકમાં કોંગ્રેસની ગુજરાતમાં સરસાઇ ઉપર પણ મંથન કરવામાં આવશે. ગુજરાત ચૂંટણીમાં ભાજપ છઠ્ઠી વખત સત્તામાં આવ્યુ છે. જીએસટી અને નોટબંધી જેવા મોદી સરકારના કડક નિર્ણયોથી જનતાનું વલણ કેવુ રહ્યુ છે એ અંગે પણ બેઠકમાં મંથન થશે. ર૦૧૪માં મોદીની લહેરના સહારે કેન્દ્રમાં સત્તા ઉપર આવેલી ભાજપ માટે ગુજરાતના પરિણામોએ નવેસરથી રણનીતિ ઘડવા મજબુર થવાનો સમય આવી ગયો છે. મોદી પીએમ બન્યા બાદ સતત વિજય મેળવી રહેલ ભાજપ ર૦૧૯ની ચૂંટણી માટે કયા પ્રકારની રણનીતિ બનાવશે એ ઉપર પણ ચર્ચા થશે. સાથોસાથ સંઘ પણ પોતે ગ્રામીણ વિસ્તારોમાં પોતાની વગ વધારશે. ચૂંટણીમાં રોજગાર વિપક્ષ માટે મોટો મુદો રહેશે. આ બેઠકમાં સંઘના ભૈયાજી જોષી, દત્તાત્રેય હોંશબોલે અને કૃષ્ણગોપાલ વગેરે હાજર રહે તેવી શકયતા છે.
Source :-http://www.akilanews.com/Main_news/Detail/03-01-2018/121080Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment