સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 January 2018

પિયતના સમયે જ ભાજપ સરકારે નર્મદાકેનાલમાં પાણી બંધ કરી દીધું - ગુજરાતમાં આગામી ત્રણ દિવસ 'કોલ્ડવેવ' આગાહી - પરેશ ધાનાણી જ વિરોધપક્ષ નેતા બને માટે કોંગ્રેસ સામે લડત ચલાવીશું - ભાજપને ડર, અન્ય રાજ્યોમાં ફેલાવાશે મહારાષ્ટ્રની આગ - દગાબાજ પાક.ને ૭૦૦૦ કરોડની સૈન્ય સહાય અટકાવતુ અમેરિકા - હું હાનિકારક નથી : પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં : પરેશ ધાનાણીનું ટ્વીટ - પાકને મોટો ઝટકોઃ USએ ગંભીર દેશોના લિસ્ટમાં મૂકયું નામ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

પરેશ ધાનાણી જ વિરોધપક્ષ નેતા બને માટે કોંગ્રેસ સામે લડત ચલાવીશું 
હાર્દિક પટેલનું કોંગ્રેસને અલ્ટિમેટમ જો નથી માન્યું તો તૈયાર રહેજો નવી દિલ્હી તા. ૫ : સત્તામાં આવ્યા પછી ભાજપમાં તો મંત્રીપદ અને વિભાગો માટે સાઠમારી ચાલું જ છે. પરંતુ કોંગ્રેસમાં પણ વિરોધપક્ષ નેતા જેવા મહત્વના પદ માટે ખેંચતાણ ચાલુ છે. અકિલા ત્યારે હવે હાર્દિક પટેલે પણ કોંગ્રેસના આ ધમાસાણમાં ઝંપલાવ્યું છે. હાર્દિકે કહ્યું કે, 'પાટીદાર અનામત આંદોલનને કારણે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકી હતી એટલે વિરોધ પક્ષના અકીલા નેતા પરેશ ધાનાણી જ બનવા જોઇએ, નહીં બને તો અમે કોંગ્રેસ સામે પણ લડત ચલાવીશું.' ગુરૂવારે સુરતમાં રાજદ્રોહના કેસ માટે હાજરી આપવા આવેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી પાવરફુલ વ્યકિત છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી જ બને એવી અમે કોંગ્રેસને માગ કરેલી છે અને જો કોંગ્રેસ નહીં માને તો અમે તેમની સામે પણ લડત ચલાવીશું. કહેવાય છે કે આ ચૂંટણીમાં સિદ્ઘાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા અને શકિતસિંહ ગોહિલ જેવા દિગ્ગજ નેતાઓ હારી ગયા બાદ ધાનાણી જ એકલા એવા નેતા છે જે લોકો વચ્ચે કોંગ્રેસનો ચહેરો બની શકે છે. ઉપરાંત ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ નજીક માનવામાં આવે છે. તો તેમના જીલ્લા અમરેલીમાં ભાજપના સુપડા સાફ કરવા પાછળ તેમનો જબરજસ્ત ફાળો છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલ ધાનાણીના કારણે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ૫૪માંથી ૩૦ બેઠકો પર આવી શકયું છે અને તેના કારણે વિધાનસભામાં મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા કથિત અત્યાચાર મામલે હાર્દિકે કહ્યું કે, 'સત્તા દ્વારા દલિતોનો અવાજ દબાવી દેવામાં આવે છે જેના કારણે તેઓને ન્યાય નથી મળતો. સરકાર નથી ઇચ્છતી કે જીગ્નેશ મેવાણી જેવા યુવાનેતાઓ જનતા માટે એક ઓપ્શન તરીકે ઉભરે.' આ ઉપરાંત હાર્દિકે સુરતની લાજપોર જેલની પણ મુલાકાત લીધી હતી. અહીં તે પાસ આંદોલનકારીઓ ચંદ્રેશ કાકડીયા, મૌલિક નસિન, રિશિ દેસાઈ અને જિગ્નેશ ગરાસિયા કે જેમની થોડા સમય પહેલા હિંસા ફેલવવા અને સામાજીક શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ થઈ હતી. તો હાર્દિકના આ નિવેદન બાદ કોંગ્રસ પ્રભારી અશોક ગેહલોતે તીવ્ર પ્રતિક્રિયા વ્યકત કરતાં કહ્યું કે, 'વિપક્ષી નેતા સહિતના પદો પરની વરણી કોંગ્રેસનો આંતરિક મામલો છે. આ પદ પર કોને બેસાડવા તેનો નિર્ણય-અધિકાર માત્ર ચૂંટાયેલાં ધારાસભ્યો અને કોંગ્રેસ હાઈકમાન્ડને છે, બહારના કોઈને નહીં.' તેમણે વધુમાં કહ્યું કે, 'અમને કોઈના દબાણ કે ધમકીની પરવા નથી, કોઈના દબાણને કારણે વિપક્ષના નેતા નક્કી થયા છે તેવા ભ્રમમાં કોઈએ રહેવાની જરૂર નથી. હાર્દિક નક્કી કરી લે કે તેને કોની સામે લડાઈ લડવી છે.'(૨૧.૯) (9:48 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/05-01-2018/68246

દગાબાજ પાક.ને ૭૦૦૦ કરોડની સૈન્ય સહાય અટકાવતુ અમેરિકા

એક જ સપ્તાહમાં અમેરિકા તરફથી પાકિસ્તાનને બીજો સણસણતો તમાચોઃ ત્રાસવાદને પંપાળવાનુ બંધ કરે તે પછી જ સહાય શરૂ કરવા એલાનઃ અફઘાન તાલીબાન અને હક્કાની નેટવર્ક વિરૂધ્ધ પગલા લેવા અમેરિકાનો આદેશઃ આ ત્રાસવાદી સંગઠનોને કારણે જ દ.એશિયામાં અશાંતિ અને અસ્થિરતાનો અકિલા માહોલ વોશીંગ્ટન તા.પ : અમેરિકાએ ત્રાસવાદને પંપાળતા પાકિસ્તાન ઉપર વધુ એક આકરી કાર્યવાહી કરી છે. અમેરિકા તરફથી પાકિસ્તાનને અપાતી ૭૦૦૦ કરોડની સૈન્ય મદદ અટકાવી દેવામાં આવી છે. અમેરિકાએ કહ્યુ છે અકીલા કે, જયાં સુધી પાકિસ્તાન અફઘાન તાલીબાન અને હક્કાની નેટવર્ક જેવા ત્રાસવાદી સંગઠન વિરૂધ્ધ કડક કાર્યવાહી ન કરે ત્યાં સુધી સૈન્ય મદદને સંપુર્ણપણે રોકી દેવામાં આવી છે. અમેરિકાનો આરોપ છે કે પાકિસ્તાન આજ સુધી ત્રાસવાદ વિરૂધ્ધની લડાઇને લઇને મુર્ખ બનાવી રહ્યુ છે સાથોસાથ તે તાલીબાન વિરૂધ્ધ પગલા લેવામાં નિષ્ફળ ગયુ છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવકતા હિથર નોર્ટએ કહ્યુ છે કે આજે અમે પાકિસ્તાનને અપાતી સુરક્ષા સહાયતાને અટકાવી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે, પાકિસ્તાન જયારે ત્રાસવાદી સંગઠનો વિરૂધ્ધ પગલા લેશે તે પછી તેને આ ફંડીંગ મળશે. આવુ પહેલીવાર બન્યુ છે કે પાકિસ્તાનને ચેતવણીની સાથે-સાથે જંગી સૈન્ય મદદથી હાથ ધોવા પડયા છે. આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનને દગાબાજ કહીને તેને મળતી ૧૬ર૪ કરોડની સૈન્ય મદદ અટકાવી દીધી હતી. અત્રે એ નોંધનીય છે કે ભારત હંમેશા કહેતુ આવ્યુ છે કે પાકિસ્તાન અમેરિકી મદદનો ઉપયોગ ભારત વિરૂધ્ધ ત્રાસવાદની આગ ભડકાવવા માટે કરતુ આવ્યુ છે. હવે અમેરિકાએ ભારતના આ આરોપ ઉપર મંજુરીની મહોર લગાવી દીધી છે. અમેરિકાનુ માનવુ છે કે આ ત્રાસવાદી સંગઠનોને કારણે જ દ.એશિયામાં અશાંતિ અને અસ્થિરતાનો માહોલ છે. અત્રે એ નોંધનીય છે કે વર્ષ-ર૦૦રથી અત્યાર સુધી અમેરિકા પાકિસ્તાનને ૩૩ અબજ ડોલરથી વધુની મદદ કરી ચુકયુ છે. હજુ ગઇકાલે જ અમેરિકાએ પાકિસ્તાનને ધાર્મિક આઝાદીના મામલે પણ વોચલીસ્ટમાં મુકયુ હતુ. અમેરિકાનુ માનવુ છે કે પાકિસ્તાનમાં ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘન થઇ રહ્યુ છે. હાલના સમયમાં અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ હવે આકરા પાણીએ આવી ગયા છે. તેમણે આરોપ મુકયો હતો કે પાકિસ્તાન હિંસા અને આતંકના એજન્ટોનું સુરક્ષિત સ્વર્ગ બની ગયુ છે. (૩-૩)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121220

ભાજપને ડર, અન્ય રાજ્યોમાં ફેલાવાશે મહારાષ્ટ્રની આગ

ગુડ ગવર્નન્સ બ્રાન્ડ ઇમેજ તોડવાનું કાવતરૂઃ ભાજપઃ દલિતોની નારાજગી ભાજપને પડી શકે છે ભારેઃ જીજ્ઞેશ મેવાણી જેવા નેતાનો ઉદય થવાની પાર્ટીને ચિંતા નવી દિલ્હી તા. ૫ : કોરેગાંવ ભીમાની આગ સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આ ઘટનાના અકિલા પડઘા પડ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને આશંકા છે કે, મહારાષ્ટ્રની આ હિંસાની આગ અન્ય રાજયોમાં પણ ફેલાઈ શકે છે. પાર્ટીનું માનવું છે કે, તેની ગુડ ગવર્નન્સ બ્રાન્ડની ઈમેજને નુકસાન પહોંચાડવા અકીલા અને પાર્ટીનો દલિત સપોર્ટ તોડવા માટે વિરોધીઓ દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવી શકે છે. આ આશંકાને પગલે જ ભાજપ હાઈકમાન્ડે મહારાષ્ટ્ર સરકારને ગમે તે ભોગે શાંત પાડવાનો આદેશ આપી દીધો છે. ભાજપના એક સીનિયર નેતાએ જણાવ્યું કે, 'પાર્ટી બરાબર જાણે છે કે, એક નાની અથડામણ પણ વિરોધીઓના રાજકીય પીઠબળને કારણે મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે, પાર્ટીએ જેમ બને તેમ જલદી સ્થિતિને કાબુમાં લેવી પડશે. દલિતોની નારાજગી પાર્ટીને નુકસાન પહોંચાડી શકે છે.' ભાજપને એક બીજી ચિંતા એ સતાવી રહી છે કે, ગુજરાતમાં જેમ ઉના કાંડ બાદ જિગ્નેશ મેવાણીનો ઉદય થયો તેમ આવી ઘટનાને પગલે બીજા દલિત નેતાઓ જન્મ લશે તો પાર્ટીને ભારે નુકસાન થઈ શકે છે. પાર્ટી સૂત્રો મુજબ, ભાજપને અન્ય એક ચિંતા એ સતાવી રહી છે કે, દલિતોના આ પ્રદર્શનમાં રિપબ્લિક પાર્ટી ઓફ ઈન્ડિયા (આરઆઈપી) પણ સામેલ છે. જેમાં રામદાસ આઠવલેના સમર્થકો પણ સામલે છે. ભાજપ પાસે મહારાષ્ટ્રમાં કોઈ દલિત કે અન્ય કોઈ પછાત જ્ઞાતિનો મોટો ચહેરો પણ નથી. રામદાસ અઠાવલેને પોતાની સાથે રાખીને ભાજપનો દલિતોને આકર્ષવાનો પ્રયાસ હતો. મહારાષ્ટ્ર કે જયાં ભાજપ ઉચ્ચ વર્ગ અને મરાઠાઓની સાથે હોવાનું માનવામાં આવે છે, ત્યાં આવી ઘટના દલિતોના મતો તોડી શકે છે. સત્તાવાર રીતે ભાજપના સાંસદો એવું કહી રહ્યા છે કે, કોરેગાંવ ભીમાની ઘટના બાદ મહારાષ્ટ્રમાં જે ઘટનાઓ બની તેમાં રાજયમાં સત્તા માટે તરસી રહેલા રાજકીય તત્વોની 'ઉશ્કેરણી' છે. મુંબઈ ઉત્તરથી ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીએ જણાવ્યું કે, 'આ બધું ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે થઈ રહ્યું છે. તેઓ ગુજરાતમાં કંઈ ખાસ કરી ના શકયા અને હવે તેઓ મહારાષ્ટ્ર જીતવા માગે છે.'(૨૧.૫) (9:12 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121213

હું હાનિકારક નથી : પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં : પરેશ ધાનાણીનું ટ્વીટ
 ચૂંટણીમાં હરીફાઈ હોય અને 'પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ, 'પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.! અમદાવાદ ;કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું નામ વિપક્ષના નેતા પદે નિશ્ચિત મનાઈ અકિલા રહ્યું છે.ત્યારે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને પક્ષના જ નેતાઓને આડકતરી રીતે જવાબ આપ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટમાં લખ્યું છે કે, 'પદ' હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે, મોભાનું પ્રતિક નહીં. એટલે અકીલા જ ચૂંટણીમાં હરીફાઈ હોય અને 'પદ'ની પસંદગીમાં સર્વાનુમતિ. પણ, 'પદ'ની પસંદગીમાં હરીફાઈનો હિસ્સો બનવું હંમેશા હાનીકારક નિવડે છે.! હું હાનિકારક નથી : પદ હંમેશા સામુહિક જવાબદારીનો બોજ હોય છે મોભાનું પ્રતીક નહીં : પરેશ ધાનાણી .!  હું હાનિકારક નથી.- પરેશ ધાનાણી, ધારાસભ્ય, કોંગ્રેસ.

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/05-01-2018/68253


પાકને મોટો ઝટકોઃ USએ ગંભીર દેશોના લિસ્ટમાં મૂકયું નામ
ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘન માટે વોચ લિસ્ટમાં મૂકયું વોશિંગ્ટન તા. ૫ : સૈન્ય મદદ રોકી દેવાયા બાદ અમેરિકાએ પાકિસ્તાનને એક બીજો ઝટકો આપ્યો છે. તેણે પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનોને લઈને વિશેષ વોચ લિસ્ટ કેટેગરીમાં મૂકી દીધું છે. અકિલા આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જયારે વિદશમંત્રી રેકસ ટિલરસને ૧૦ દેશોને ખાસ ચિંતા વાળા દેશોની લિસ્ટમાં ફરીથી મૂકયા છે. વિદેશ વિભાગના પ્રવકતા હીદર નૌઅર્ટએ કહ્યું, વિદેશમંત્રીએ પાકિસ્તાનને પણ અકીલા ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘનોને લઈને વિશેષ વોચ લિસ્ટમાં મૂકયું છે. પાકિસ્તાનના સંબંધમાં અન્ય કોઈ સ્પષ્ટીકરણ તરત જ કરવામાં આવ્યું નથી. નૌઅર્ટએ એક નિવેદનમાં કહ્યું કે દુનિયાભરમાં ઘણા સ્થાનો પર લોકોને પોતાના ધર્મની આઝાદીનું પાલન કરવા પર ઉત્પીડનનો સામનો કરવો પડે છે અને જેલમાં પણ જવું પડે છે. તેમણે કહ્યું કે ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રિડમ એકટ, ૧૯૯૮ના અનુસાર સ્ટેટ સેક્રેટરી દર વર્ષે તેવી સરકારોને ખાસ ચિંતાવાળા દેશોના રૂપમાં જાહેર કરે છે. જે ધાર્મિક આઝાદીના ભયંકર ઉલ્લંઘનમાં શામેલ છે અથવા તેની અવગણના કરે છે. તેમણે કહ્યું કે, વિદેશમંત્રીએ બર્મા, ચીન, ઈરિટ્રિયા, ઈરાન, ઉત્તર કોરિયા, સૂદાન, સાઉદી અરેબિયા, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાનને ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ના દિવસે ખાસ ચિંતાવાળા દેશોની યાદીમાં મૂકયા છે.(૨૧.૬)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/05-01-2018/121215

પિયતના સમયે જ ભાજપ સરકારે નર્મદાકેનાલમાં પાણી બંધ કરી દીધું
 -કેનાલના સમારકામના બહાને ખેડૂતોને હેરાનગતિ -ઉત્તર ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોએ ચીફ સેક્રેટરીને આવેદનપત્ર આપ્યું,અલ્પેશ ઠાકોરે પાણીયાત્રાની ચિમ અમદાવાદ, તા.4 જાન્યુઆરી 2018,ગુરુવાર વિધાનસભાની ચૂંટણી વખતે ખેડૂતોને પાણી આપવામાં આવ્યુ પણ પિયતના સમયે જ ભાજપ સરકારે બનાસકાઠાં જીલ્લામાં નર્મદા કેનાલમાં પાણી બંધ કરી દીધુ છે. સમારકામના બહાને કેનાલમાં પાણી બંધ કરી દેવાતાં ખેડતોને ઇરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્યોએ ચીફ સેક્રેટરીને મળીને આવેદનપત્ર પાઠવી નર્મદા કેનાલમાં પાણી છોડવા રજૂઆત કરી હતી. બનાસકાઠાં અને પાટણ જીલ્લામાં નર્મદા કેનાલ સમારકામ શરૃ કરાયુ છે. હાલમાં ખેતીના પિયતની પાણીની જરૃરિયાત છે.જો પાણી નહીં મળે તો,ખેડૂતોની ખેતીને નુકશાન પહોંચી શકે છે.નર્મદા નિગમના અધિકારીઓ જાણીજોઇને સરકારના ઇશારે ખેડૂતોને હેરાન કરી રહ્યાં છે. હજારો હેક્ટર જમીનમાં પિયત માટે પાણી આપવાની માંગ સાથે ઉત્તર ગુજરાતના કોંગ્રેસી ધારાસભ્ય અશ્વિન કોટવાલ,ગેનીબેન ઠાકોર,ચંદનજી ઠાકોર,કાંતિ ખરાડી અને નાથાભાઇ પટેલે ચીફ સેક્રેટરી સાથે મુલાકાત કરી હતી. ચીફ સેક્રેટરીએ આ મામલે યોગ્ય કરવા ખાતરી આપી હતી. દરમિયાન, ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે એવી ચિમકી ઉચ્ચારી છેેેકે, જો બે દિવસમાં નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો, રાધનપુરથી ગાંધીનગર સુધીની પાણીયાત્રા કાઢવામાં આવશે. ભાજપ સરકારને ઉત્તર ગુજરાતમાં મતદારો જાકારો આપ્યો છે જેથી સરકાર હવે કિન્નાખોરી રાખી છે પણ પાણી પર ખેડૂતોનો હક છે.ખેતીને નુકશાન પહોંચશે તો,રાજ્ય સરકારની જવાબદારી રહેશે. આમ,નર્મદાકેનાલમાં પાણી છોડવાના મુદ્દે રાજનિતી શરૃ થઇ છે.જો બે દિવસમાં નર્મદા કેનાલમાં પાણી ચાલુ નહીં કરાય તો,૭મી રાધનપુરથી ગાંધીનગર સુધીની પાણીયાત્રા કાઢવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચિમકી આપી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/at-the-time-of-irrigation-the-bjp-government-stopped-the-water-in-narmada-kainal

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ 'કોલ્ડવેવ' આગાહી:
નલિયામાં સૌથી વધુ ૬.૬ -કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હજુ વધારે ઠંડી પડી શકે છે: હવામાન વિભાગ -નલિયા ૬.૬ ડિગ્રી, અમદાવાદમાં ૧૦.૫:૭ શહેરમાં પારો ૧૨ ડિગ્રીથી નીચે અમદાવાદ, તા.4 જાન્યુઆરી 2018,ગુરૃવાર ગુજરાતમાં શિયાળાએ આખરે તેનો અસલ મિજાજ બતાવવાનું શરૃ કરી દીધું છે. અમદાવાદ સહિત રાજ્યના ૭ શહેરમાં ઠંડીનો પારો ૧૨ ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કડકડતી ઠંડીનું મોજું ફરી વળી શકે છે. ગત રાત્રિએ ૬.૬ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં આગામી ત્રણ દિવસ કોલ્ડવેવ રહેશે અને પારો ૫ ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના છે. રાજ્યના અન્ય શહેર કે જ્યાં પારો ૧૦ ડિગ્રીથી નીચે નોંધાયો હોય તેમાં ડીસા (૯.૦), ગાંધીનગર (૯.૫)નો સમાવેશ થતો હતો. અમદાવાદમાં ગત રાત્રિએ ૯.૫ ડિગ્રી ઠંડીનો પારો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે જવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં જાન્યુઆરીમાં ઠંડીનો પારો કમસેકમ એકવાર ૧૦ ડિગ્રીથી નીચે ગયો હોય તેવું છેલ્લા ૧૦ વર્ષમાં ૭ વખત બન્યું છે. ૧૦ જાન્યુઆરી ૧૯૫૪ના અમદાવાદમાં ૩.૩ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. જે અમદાવાદમાં ઠંડીનો ઓલટાઇમ રેકોર્ડ છે. હાલ ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાય છે. રાજ્યમાં ક્યાં વધારે ઠંડી? શહેર   ઠંડી નલિયા ૬.૬ ડીસા   ૯.૦ ગાંધીનગર     ૯.૫ અમદાવાદ     ૧૦.૫ વલસાડ        ૧૦.૬ મહુવા  ૧૧.૧ ભૂજ    ૧૧.૮ વડોદરા        ૧૨.૦ અમરેલી       ૧૨.૦ સુરેન્દ્રનગર    ૧૨.૦ રાજકોટ        ૧૨.૩ ભાવનગર     ૧૩.૪ સુરત   ૧૫.૮

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/coldwave-prediction-for-the-next-three-days-in-gujarat-nalia-has-the-highest-6-6Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment