સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 28 February 2018

હાર્દિકના જેલવાસ માટે સરકારે ઘડ્યો પ્લાન, જામીન રદ કરવા કરશે અરજી - રાજ્ય સરકારની હોળી-ધૂળેટીની ભેટ, કર્મચારીઓ અને પેન્શેનરોને થશે લાભ - ભારતની ડ્રોન ટેકનોલોજીથી પાક. ચિંતામાં, કહ્યું- તણાવ વધારે છે પડોશી - ભાનુભાઈની જેમ દલિત કોન્ટ્રાક્ટરે આગ ચાંપે એ પહેલા પોલીસે બચાવ્યો જીવ - કર્મચારીના મોત ઉપર PF વિભાગ આપશે અઢી લાખ - કર્મચારીઓ-પેન્શનર્સને હોળી-ધૂળેટીની ભેટઃ ૩ હપ્તે એરીયર્સ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

હાર્દિકના જેલવાસ માટે સરકારે ઘડ્યો પ્લાન, જામીન રદ કરવા કરશે અરજી

વિધાનસભા ચૂંટણી 2017માં બીજેપી અને પાસના કન્વીનર હાર્દિક પટેલ વચ્ચે જંગ થયો હતો
વિસનગર/ અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં બીજેપી અને પાસના કન્વીનર હાર્દિક પટેલવચ્ચે જંગ થયો હતો. આ ચૂંટણીમાં હાર્દિકે ભાજપ વિરોધી ખૂબ પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ પરિણામોમાં બીજેપી 99 બેઠકો પર આવી ગઈ હતી. આમ ભાજપની બેઠકો ઘટાડવામાં હાર્દિક મહદઅંશે સફળ થયો હતો. હવે ફરી વખત જ્યારે ભાજપના હાથમાં સુકાન આવ્યું છે, ત્યારે હાર્દિક 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાની તાકાત અજમાવી શકે નહીં, તે માટે રાજ્યના ગૃહ વિભાગે એક યોજના ઘડી કાઢી છે.


હાર્દિક સામે 6 ફરિયાદો

ગૃહ વિભાગના સૂત્રો પ્રમાણે હાર્દિક પટેલને ટૂંકા ગાળામાં લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે. આમ છતાં તેણે ભાજપ વિરુદ્ધની પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી છે, ચૂંટણી દરમિયાન તેણે અનેક સ્થળે મંજૂરી વગર રેલીઓ અને સભાઓ પણ કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળે જુદા કારણો આપી મંજૂરી મેળવી અને રાજકીય ભાષણો આપ્યા હતા. જેને કારણે તેની સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદો નોંધાયેલી છે. જેમાં હજી પણ વધારો થશે, હાર્દિકે જ્યાં પણ નિયમનો ભંગ કરી સભાઓ અને રેલીઓ કરેલી છે, એવા તમામ વિસ્તારમાં તેની સામે ફરિયાદ થશે.
જામીનની શરતોનો ભંગ થતો હોવાની રજૂઆત

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે હાલમાં જે ફરિયાદ નોંધાઈ રહી છે, તે સામાન્ય પ્રકારની અથવા માત્ર દંડની જોગવાઈ વાળી છે, પરંતુ આવી અનેક ફરિયાદો નોંધ્યા બાદ ગૃહ વિભાગ કોર્ટ સામે જઈ તેના જામીન રદ કરવાની અરજી કરવાની છે. જેમાં તે પોતાના જામીનની શરતોનો ભંગ કરી રહ્યો હોવાનું કારણ આપવામાં આવશે. આ યોજના પ્રમાણે હાર્દિક પટેલ જેલમાં હોય તે દરમિયાન તેની સામે નોંધાયેલી રાજદ્રોહની ફરિયાદનો કેસ કોર્ટમાં શરૂ થઈ જાય અને કેસ જલ્દી પૂરો થઈ જાય એવા પ્રયાસો કરવામાં આવશે, ક્રાઈમ બ્રાન્ચ પાસે રાજદ્રોહના કેસમાં જેટલા પુરાવાઓ અને સાક્ષીઓ છે, તે હાર્દિકને સજા કરાવવામાં માટે પુરતા છે.
ત્રણ વર્ષ જૂના કેસમાં ધારાસભ્યને બનાવ્યા છે સાક્ષી

ગૃહ વિભાગની આ યોજનાનો આજે જ અણસાર મળી ગયો છે. આજે હાર્દિક વિસનગર કોર્ટમાં હાજર થયો છે. તેની ત્રણ વર્ષ જુના કેસમાં તારીખ પડી રહી છે. આ કેસને લંબાવા માટે વિસનગર ના ધારાસભ્ય(ઋષિકેશ પટેલ)ને સાક્ષી તરીકે ઉમેરવામાં આવ્યા છે અને રાયોટીંગની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ અંગે હાર્દિકે કહ્યું કે, ''મહેસાણા જિલ્લામાં મને છેલ્લા સવા બે વર્ષથી પ્રવેશ નથી અને પ્રવેશ ના થાય તે માટે સાક્ષીનો ઉમેરો કરવામાં આવ્યો છે.અમુક લોકોને કોર્ટના ધક્કા નથી થઈ રહ્યા અને એ લોકો કહે છે આંદોલન કેમ કરતા નથી. હું એ લોકોને એટલું જ કહીશ કે કોર્ટના ધક્કામાંથી નવરો પડીશ એટલે આંદોલન ચાલુ થઇ જશે. કરવું કંઈ નહિં અને વાતો મલકની કરવાની.'

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-hardik-patel-presence-in-visnagar-court-gujarati-news-5821603-PHO.html

રાજ્ય સરકારની હોળી-ધૂળેટીની ભેટ, કર્મચારીઓ અને પેન્શેનરોને થશે લાભ

ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી
અમદાવાદ: હોળી-ધૂળેટીના તહેવાર નિમિતે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સાતમા પગારપંચના તફાવતના લાભો ત્રણ હપ્તામાં રોકડમાં ચૂકવાશે. ખાસ કરીને આ જાહેરાતને કારણે રાજ્ય સરકારની તિજોરી પર રૂ. 3279.79 કરોડનું ભારણ વધશે.
- કર્મચારીઓને તા. 1-1-2016થી તા. 30-9-2016 સુધીના સાત માસ અને પેન્શનરોને તા.1-1-2016 થી તા.30-9-2016ના નવ માસના તફાવતની રકમ ચૂકવાશે
- પ્રથમ હપ્તો માર્ચ મહિનામાં, બીજો હપ્તો મે મહિનામાં, ત્રીજો હપ્તો જુલાઈમાં ચૂકવાશે
- રાજ્યના 4.65 લાખ કર્મચારીઓ અને 4.12 લાખ પેન્શેનરોને થશે લાભ

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-government-holi-gift-to-worker-and-pensioner-NOR.html?ref=ht


ભારતની ડ્રોન ટેકનોલોજીથી પાક. ચિંતામાં, કહ્યું- તણાવ વધારે છે પડોશી

પાક.વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ભારતમાં બનનારા નવા ડ્રોન રૂસ્તમ-2 અંગે પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં ચિંતા વ્યક્ત કરી.
 ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારતની એડવાન્સ્ડ ટેકનોલોજી અંગે ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવકતા મોહમ્મદ ફૈસલે મીડિયાને જણાવ્યું કે, "જો મિલ્ટ્રીની તાકાતવર બનાવવાની દ્રષ્ટીએ જોઈએ તો ડ્રોન ટેકનલોજીમાં ભારતની વધતી ક્ષમતા પરેશાન કરનારી છે. આ ક્ષેત્રની કૂટનીતિક સ્થિરતા ઘટશે અને તણાવ વધશે." ફેસલે આ પ્રકારનું નિવેદન ભારતમાં બનનારા નવા ડ્રોન રૂસ્તમ-2 અંગે પૂછવામાં આવેલાં સવાલના જવાબમાં આપ્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, "ડ્રોન ટેકનોલોજી યુનાઈટેડ નેશન્સ અને ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોના નિયમ મુજબ જ બનવી જોઈએ." અહીં જાણ કરવાની કે રૂસ્તમ-2 ભારતનું સ્વદેશી ડ્રોન છે. જેને અમેરિકાના પ્રિડેટર ડ્રોનની તર્જ પર તૈયાર કરવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનને કેમ છે રૂસ્તમનો ડર?

- DRDOએ રૂસ્તમને સૈન્ય હેતુ માટે તૈયાર કર્યું છે. જેનો ઉપયોગ દુશ્મન પર નજર રાખવી, ટાર્ગેટ પર સટીક નિશાન લગાવવું અને સિગ્નલ ઈન્ટેલિજન્સમાં પણ કરવામાં આવશે.
- બીજી તરફ સેનાને આગામી એક દશકામાં 400 આધુનિક ડ્રોનની જરૂર છે. જેમાં કોમ્બેટ અને સબમરીનથી લોન્ચ થનારા રિમોન્ટ સંચાલિત એરક્રાફ્ટ પણ સામેલ છે. હાલ સેનાની પાસે 200 ડ્રોન છે. જેમાંથી મોટા ભાગના લાંબા અંતરના અને ટાર્ગેટ પર નજર રાખનારાં ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવેલા છે.
રૂસ્તમ-2ની ખાસિયત
- માનવરહિત વિમાનના પાંખિયા 21 મીટર લાંબા છે. વજન 1.8 ટન છે. જેની સ્પીડ 225 kmph છે.
- 350 કિલો વજનના હથિયારોની સાથે એક વખતમાં 24 કલાક સુધી ઉડ્ડયન કરવામાં સક્ષમ છે.
- જેમાં સિન્થેટિક અપર્ચર રડાર, મેરીટાઈમ પેટ્રોલ રડાર અને ટક્કર રોકી શકાય તેવી ટેકનિક લગાવવામાં આવી છે.
- મીડિયા રિપોર્ટસ મુજબ સાયન્ટિસ્ટ રૂસ્તમ દમાનિયાના નામ પર તેને રૂસ્તમ-2 નામ આપ્યું છે.
- 80ના દશકામાં એવિએશન સેકટરમાં દમાનિયાની રિસર્ચ દેશ માટે ઘણી મદદગાર સાબિત થઈ હતી.
ભારત અંગે શું ખોટા નિવેદનો કર્યાં પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ
PAKનું જૂઠાણું- LoC પર વાતાવરણ બગાડે છે ભારત

ભારત સામે વધુ એક આરોપ લગાવતાં ફૈસલે કહ્યું હતું કે, "ભારત બોર્ડર પર સીઝફાયર વાયોલેશન કરીને ક્ષેત્રમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી કરે છે. જો કે પાકિસ્તાન સેના પણ ભારતને જવાબ આપવાથી પાછી પાની નથી કરી રહી."

ભારતીય અધિકારીઓ સાથે મીટિંગ નક્કી નથી

- અફઘાનિસ્તાનમાં ભારતીય વિદેશ સચિવ સાથે મુલાકાત અને તેમની પાકિસ્તાન મુલાકાત અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ફૈસલે કહ્યું કે, "આવી કોઈ મુલાકાત અંગે હાલ જાણકારી નથી. કે એવો પણ ખ્યાલ નથી ભારતીય સચિવ પાકિસ્તાન આવી રહ્યાં છે."
- જો કે તેઓએ જણાવ્યું કે બંને દેશ વચ્ચે માનસિક રૂપથી બીમાર મહિલા કેદીઓને છોડાવવા અંગે સહમતી બની શકે છે. હાલ તો ગૃહ મંત્રાલય આ પ્રસ્તાવ અંગે વિચાર કરી રહ્યું છે.

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-PAK-HDLN-pakistan-worried-about-indiaan-made-drone-rustom-2-gujarati-news-5822123-PHO.html?ref=ht

ભાનુભાઈની જેમ દલિત કોન્ટ્રાક્ટરે આગ ચાંપે એ પહેલા પોલીસે બચાવ્યો જીવ

રાલુના પ્રભુદાસ રાઠોડે કેરોસીન ભરેલો કેરબો શરીર પર રેડી દીવાસળી ચાંપી
મહેસાણા: બુધવારે મહેસાણામાં પોલીસની સાવચેતીના કારણે પાટણવાળી થતાં રહી ગઇ. રાજમહેલ સંકુલમાં કેન્ટીન નજીક એકાએક આવેલી કારમાંથી ઉતરેલા ખેરાલુના પ્રભુદાસ રાઠોડે કેરોસીન ભરેલો કેરબો શરીર પર રેડી દીવાસળી ચાંપે તે પહેલાં જ પોલીસે તેમના ઉપર ધાબળા નાખી અગ્નિશમન પાવડરનો મારો ચલાવી આત્મ વિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. 7 મિનિટ સુધી ચાલેલા ડ્રામાના કારણે અફડાતફડી મચી ગઇ હતી. પ્રભુદાસને સારવાર માટે સિવિલમાં લઇ જવાયા હતા. ખેરાલુ પાલિકામાં પેટા કોન્ટ્રાક્ટમાં કરેલા કામના રૂ.78 લાખ કોન્ટ્રાક્ટરે નહીં ચૂકવ્યા હોવા મામલે પ્રભુદાસે જિલ્લા કલેક્ટર સહિત સાત જગ્યા પૈકી ગમે તે એક સ્થળે આત્મ વિલોપન કરવાની ચીમકી આપી હતી.

કામના મહેનતાણાની રકમ માટે છેલ્લા 4 વર્ષથી લડી રહેલા ખેરાલુના પ્રભુદાસ સોમદાસ રાઠોડ (45)એ બુધવારે આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારેલી હોઇ જિલ્લા કલેક્ટર કચેરી સહિતના સ્થળે સવારે 6 વાગ્યાથી પોલીસ, ફાયરબ્રિગેડ, તબીબો સહિતની ટીમો ખડેપગે તૈનાત હતી. બપોરે 3-30 વાગે રાજમહેલ સંકુલમાં કેન્ટીનની સામે પાણીની પરબ નજીક સફેદ રંગની સેન્ટ્રોકાર (જેજે 22એ 535) એકાએક આવીને ઉભી રહેતાં ચેતી ગયેલી પોલીસે કાર તરફ દોટ મૂકી હતી.
આ સમયે કારમાંથી સફેદ રંગના શર્ટ અને કાળા પેન્ટમાં સજ્જ પ્રભુદાસે કેરબામાંથી કેરોસીન શરીર પર રેડી દીવાસળી ચાંપે તે પહેલાં જ બે પોલીસોએ તેમના પર ધાબળો નાખી બાથમાં લઇ લીધા હતા. આ સમયે નજીકમાં હાજર પ્રભુદાસના પરિવારજનો બૂમરાડ મચાવતા તેમના તરફ દોડી ગયા હતા. હાજર પોલીસે અગ્નિશમન પાવડરનો મારો ચલાવી પાટણકાંડનું પુનરાવર્તન થતું અટકાવ્યું હતું. અર્ધબેભાન અવસ્થામાં પ્રભુદાસને 108માં સારવાર માટે સિવિલમાં લઇ જવાયા હતા. જ્યાં મોડી સાંજે નાયબ મામલતદાર અને પોલીસે નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી.
કાર લઇને આવેલા દંપતીને પોલીસે ઉઠાવી લીધું
પ્રભુદાસ રાઠોડને આત્મ વિલોપન માટે કારમાં સાથે લઇને આવેલા યુવક- યુવતીને પોલીસે ઉઠાવી લીધા હતા અને પૂછપરછ કરી હતી. જોકે, મહિલાને નોટિસ આપીને ગુરુવારે હાજર રહેવા કહેવાયું હતું. જ્યારે તેમની સાથે રહેલા યુવાનની પોલીસે તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.

ભ્રષ્ટાચારની ફરિયાદ કોઇ સાંભળતું ન હતું

સિવિલ હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહેલા પ્રભુદાસ રાઠોડે કહ્યું કે, છેલ્લા 4 વર્ષથી  ભ્રષ્ટાચારની ફરિયાદ કરીને થાકી ગયો હતો. કોઇએ મારું સાંભળ્યું નહીં. ખૂબજ થાકી ગયો છું. આજે નક્કી કર્યુ હતું કે મારે મરી જ જવું છે. અમદાવાદથી મિત્રની કારમાં મહેસાણા આવ્યો હતો તે કંઇ ના કરવાની શરતે મને લઇને આવ્યો હતો. પરંતુ મેં કંટાળીને આત્મ વિલોપન માટે શરીર પર કેરોસીન રેડ્યું હતું.
 આ પ્રશ્નના નિકાલ માટે કમિટીની રચના કરવા નિર્ણય લેવાયો હતો

પ્રભુદાસ રાઠોડે આપેલા અલ્ટીમેટમને પગલે રાજમહેલ સંકુલમાં સવારથી તેમનો પરિવાર અને દલિત અગ્રણીઓ ભેગા થયા હતા. બપોરે 1-25 વાગે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવા જઇ રહેલા લોકોને કલેકટર કચેરીના મુખ્ય ઝાંપા નજીક અટકાવી દેવાતાં પોલીસ અને  આગેવાનો વચ્ચે શાબ્દીક ઘર્ષણ થયું હતું. અંતે 10 વ્યક્તિઓએ કલેકટરને રજૂઆત કરી હતી. જેમાં કલેકટર એચ.કે. પટેલે આ મામલે સહાનુભૂતિ બતાવી આ સરકારનો નહીં, પરંતુ કોન્ટ્રાકટ કંપની અને પેટા કોન્ટ્રાકટર વચ્ચેનો મામલો હોવાનું સમજાવી કોર્ટમાં દાવો  દાખલ કરવા મફત કાનૂની સહાય આપવાનું અને આગામી દિવસોમાં પાણી પુરવઠા કચેરીના અધિકારી, ઇજનેર, ખેરાલુ પાલિકાના ચીફ ઓફિસર, સમાજના આગેવાનો અને મૂળ કોન્ટ્રાકટર સાથે બેઠક કરાવી યોગ્ય માર્ગ કાઢવા આશ્વાસન આપી કમિટી રચવાનો નિર્ણય લીધો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-the-kheralu-contractor-tried-to-fire-break-with-the-kerosene-gujarati-news-5821917-PHO.html?ref=ht

ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં જાહેરાત

ભારત સરકાર તરફથી 1.28 લાખ મેટ્રિક ટન તુવેર ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપવામાં આવી છે 

અમદાવાદ: ગુરુવારે મળેલા વિધાનસભાના બજેટસત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. કૃષિમંત્રી આર.સી.ફળદુએ ગૃહમાં તુવેર પકવતાં ખેડૂતો અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકાર તરફથી 1.28 લાખ મેટ્રિક ટન તુવેર ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપવામાં આવી છે, જે રૂ. 5450 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદાશે.
કૃષિમંત્રીની ગૃહમાં જાહેરાત
- રાજ્ય સરકાર નાફ્રેડના સંકલનમાં રહી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરશે
- ભારત સરકારે 1.28 લાખ મેટ્રિક ટન ટેકાના ભાવે ખરીદવા મંજૂરી આપી છે, જેની રૂ. 5450 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે
- રાજ્યના 22 જિલ્લામાં પ્રથમ તબક્કામાં 40 ખરીદ કેન્દ્રો શરૂ કરશે
- 5 માર્ચથી આ કેન્દ્રો પર ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થશે અને 12 માર્ચથી ખેડૂતોને જાણ કરી ખરીદી શરૂ કરાશે
- ખેડૂત દીઠ વધુમાં વધુ 1200 કિ.ગ્રા તુવેર ખરીદાશે, જેનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહેશે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-government-announcement-for-farmer-NOR.html?ref=ht

કર્મચારીઓ-પેન્શનર્સને હોળી-ધૂળેટીની ભેટઃ ૩ હપ્તે એરીયર્સ
 ૭મા પગાર પંચ મુજબ કર્મચારીઓને ૭ માસના પગાર તફાવતની રકમ અને પેન્શનર્સને ૯ માસની પેન્શન તફાવતની કનિદૈ લાકિઅ રકમ મળશેઃ પ્રથમ હપ્તો માર્ચમાં, બીજો મેમાં અને ત્રીજો હપ્તો જુલાઇમાં: વર્તમાન અને નિવૃત્ત ૮II લાખ કર્મચારીઓને લાભઃ સરકાર પર ૩૨૭૯ કરોડનું કનિદૈ લાકિઅ ભારણ (અશ્વિન અકિલા વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧ : રાજ્યમાં નાણા વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે કર્મચારીઓના એરીયર્સ કનિદૈ લાકિઅ (તફાવત)ની રકમ ચૂકવવા બાબતે આજે હોળી - ધૂળેટીની ભેટ સમાન મહત્વની જાહેરાત અકીલા કરી છે.   આજે શ્રી નિતીન પટેલે વિધાનસભામાં જણાવેલ કનિદૈ લાકિઅ કે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ કરવાનો નિર્ણય ઝડપી લેવાને કારણે કર્મચારીઓને તા. ૧-૧-૨૦૧૬થી તા. ૩૧-૭-૨૦૧૬ સુધીના માત્ર સાત (૭) માસના સમયગાળાના કનિદૈ લાકિઅ પગાર તફાવતની રકમ ચૂકવવાની થાય છે તેમજ પેન્શનરોને તા. ૧-૧-૨૦૧૬ થી તા. ૩૦-૯-૨૦૧૬ના નવ (૯) માસના પેન્શન તફાવતની રકમ ચૂકવવાની થાય છે. રાજ્યના કનિદૈ લાકિઅ કર્મચારી મંડળો - મહામંડળો અને પેન્શનર મંડળો દ્વારા પગાર - પેન્શન તફાવતની રકમ ચૂકવવા અંગેની માંગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા કનિદૈ લાકિઅ તેમના કર્મચારીઓ અને પેન્શનર્સના હીતમાં ઉકત તફાવતની રકમ ત્રણ હપ્તામાં રોકડેથી ચૂકવવાનો નિર્ણય કરેલ છે. જે મુજબ રાજ્ય સરકારના કર્મચારીઓ કનિદૈ લાકિઅ તેમજ પેન્શનર્સને સાતમા પગાર પંચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો માર્ચ માસમાં, બીજો હપ્તો મે માસમાં તેમજ ત્રીજો હપ્તો જુલાઇ માસમાં ચૂકવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવે છે. આમ, ઉપર મુજબ ત્રણ હપ્તામાં રોકડેથી એરિયર્સની ચૂકવણી કરવાના કારણે પગાર તફાવત પેટે રૂ. ૭૫૨.૭૮ કરોડ તથા પેન્શન તફાવત પેટે રૂ. ૩૪૦.૪૮ કરોડ મળી કુલ રૂ. ૧૦૯૩.૨૬ કરોડનું પ્રતિ હપ્તા પેટે ભારણ આવશે અને કુલ ત્રણ હપ્તાનું રૂ. ૩૨૭૯.૭૯ કરોડનું ભારણ આવશે જેનો લાભ રાજ્યના આશરે ૪.૬૫ લાખ કર્મચારીઓને તેમજ ૪.૧૨ લાખ જેટલા પેન્શનર્સને થશે. (10:58 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-03-2018/125292

કર્મચારીના મોત ઉપર PF વિભાગ આપશે અઢી લાખ 
નવી વ્યવસ્થા ૧પ ફેબ્રુઆરી લાગુ થઇઃ પરિવારજનોને મળશે સામાજીક સુરક્ષા નવી દિલ્હી તા.૧ : નોકરી દરમિયાન કોઇ અકસ્માતનો કનિદૈ લાકિઅ ભોગ બનતા કર્મચારીના પરિવારજનોને પીએફ વિભાગથી ન્યુનતમ અઢી લાખ જેવી રકમ મળશે. આ બારામાં કર્મચારી નીધિ સંગઠને નોટીફીકેશન પણ જારી કરી કનિદૈ લાકિઅ દીધુ છે. આ વ્યવસ્થા અકિલા ૧પ ફેબ્રુઆરીથી લાગુ પણ થઇ ગઇ છે. કર્મચારી ભવિષ્ય નીધિ સંગઠન કર્મચારીઓ માટે એમ્પ્લોઇઝ ડિપોઝીટ લીન્ક ઇન્સ્યોરન્સ કનિદૈ લાકિઅ ચલાવે છે. જે હેઠળ કાર્ય દરમિયાન કોઇ કર્મચારીનું મોત થઇ જાય તો વિભાગ વધુમાં અકીલા વધુ છ લાખ રૂપિયાનું ચુકવણુ કરતુ હતુ અને ન્યુનતમ રકમનો કનિદૈ લાકિઅ કોઇ ઉલ્લેખ ન હતો. હવે વિભાગે ન્યુનતમ રકમ સ્કીમમાં ફેરફાર કરતા ર૧ ફેબ્રુઆરીએ જાહેરનામુ બહાર પાડયુ હતુ. જે હેઠળ કામ દરમિયાન કર્મચારીનું મોત કનિદૈ લાકિઅ થાય તો પરિવારજનોને વિભાગ ન્યુનતમ અઢી લાખનુ ચુકવણુ કરશે. જો કે આ માટે કેટલીક શરતો છે. જે હેઠળ કર્મચારીએ છેલ્લા ૧ર મહિના સુધી ૧પ૦૦૦ સુધીનો કનિદૈ લાકિઅ પગાર લ્યે તે જરૂરી છે. તેના ખાતામાં કોઇ ઝીરો બેલેન્સ હોવુ ન જોઇએ. તેના પીએફ ખાતામાંથી ઝીરો બેલેન્સ જોવા મળે તે જરૂરી નહી બને. જો કોઇ કર્મચારીના કનિદૈ લાકિઅ પગાર આનાથી ઓછો રહે તો તેને અઢી લાખથી ઓછુ ચુકવણુ કરવામાં આવશે. સુત્રોના કહેવા મુજબ આ નવી વ્યવસ્થાથી કર્મચારીના પરિવારજનોની સામાજીક કનિદૈ લાકિઅ સુરક્ષા વધશે. અત્યાર સુધી ન્યુનતમ રકમ ચુકવવાની કોઇ જોગવાઇ ન હતી.(૩-૩)   (10:01 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/01-03-2018/125287


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Tuesday, 27 February 2018

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવા મામલે ભોપાલ ભાજપના આઇટી સેલના નેતા સહીત 11 લોકોની ધરપકડ - 14 વર્ષના સગીર ભૂલથી પાકિસ્તાન ઝિંદાબાદના ગ્રુપમાં જોડાઈ ગયો - બેન્કોને 50 કરોડથી વધુ NPAની 15 દિવસમાં તપાસ કરી સીબીઆઈને જાણ કરવા નાણા મંત્રાલયની સૂચના - નીરવ મોદીની કંપનીએ અમેરિકાની કોર્ટના નાદારી નોંધાવવા અરજી કરી - રાજ્યમાં ઉનાળા જેવું હવામાન :થોડા દિવસોમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડુ થઇ જશે :ઉનાળો જામે એ પહેલા અનેક ચડાવ ઉતાર જોવા મળશે - સિંગલ જીએસટી રેટ હાલ યોગ્ય રહેશે નહીં : જેટલી - વર્ષ ૨૦૧૮માં પગાર વધારો ૨૦૧૭ જેવો રહેશે : સર્વેક્ષણ - પંજાબ નેશનલ બેંકના કૌભાંડથી નિર્દોષ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાઃ બેન્ક ઓફ બરોડાએ લોન માટે LOU અને LOC બંધ કર્યા


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવા મામલે ભોપાલ ભાજપના આઇટી સેલના નેતા સહીત 11 લોકોની ધરપકડ
મધ્ય પ્રદેશ એટીએસ દ્વારા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જના કૌભાંડનો કનિદૈ લાકિઅ પર્દાફાશ   ભોપાલ: દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાની સંસ્થાને મોકલવાના મામલે ભોપાલ ભાજપના આઇટી સેલના નેતા સહીત 11 લોકોની ધરપકડ કરાઈ કનિદૈ લાકિઅ છે મધ્ય પ્રદેશ અકિલા એટીએસ દ્વારા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં 11 શંકાસ્પદ લોકોની ધરપકડ કરાઈ હતી આ શંસ્કાસ્પદોમાં કનિદૈ લાકિઅ મધ્ય પ્રદેશના ભોપાલનો ભાજપ આઇટી સેલનો એક સભ્ય  સામેલ છે. આ લોકો અકીલા પર આક્ષેપ છે કે તેઓ પાકિસ્તાની જાસૂસી એજંસી આઇએસઆઇને ભારત કનિદૈ લાકિઅ અને ભારતીય આર્મીની ગુપ્ત માહિતી આપતા હતા.    આરોપીઓમાં સામેલ ભાજપ આઇટી સેલનો સ્થાનિક નેતા ધ્રુવ સક્સેના ફોટો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કનિદૈ લાકિઅ સહિત રાજ્યના ઘણા મંત્રીઓ સાથે હોવાના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. એટીએસ દ્વારા જુદીજુદી ટીમ બનાવી મધ્ય પ્રદેશના ચાર જિલ્લામાંથી કનિદૈ લાકિઅ 11 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.   મધ્ય પ્રદેશ એટીએસના પ્રમુખ સંજીવ શામીના જણાવ્યા અનુસાર જમ્મૂના આરએસપુરામાં પોલીસે વર્ષ 2016માં કનિદૈ લાકિઅ આઇએસઆઇના બે એજંટની ધરપકડ કરી હતી. જેઓ પાકિસ્તાનમાં બેઠેલા તેના આકાઓને ભારતની મહત્વપૂર્ણ માહિતીઓ મોકલતા હતા. જેઓની પૂછપરછ કરતા માહિતી કનિદૈ લાકિઅ મળી હતી કે મધ્ય પ્રદેશના સતનાનો રહેવાસી બલરામ નામનો શખ્સ રૂપિયા લઇને જાસૂસી કરવામાં મદદ કરતો હતો. જ્યાર બાદ એટીએસ દ્વારા બલરામને ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની સાથે અન્ય કોણ લોકો જોડાયેલા છે તેની પૂછપરછ કરતા જબલપુર, ભોપાલ અને ગ્વાલરથી અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી.    ભોપાલથી ઝડપાયેલ ધ્રુવ સક્સેના કે જે ભોપાલમાં ભાજપ આઇટી સેલનો સંયોજક છે તે ભારતીય આર્મીના લોકેશન્સ અને અધિકારીઓની ગતિવિધિઓની માહિતી એક સમાનાંતર ટેલિફોન એક્સચેંજ બનાવી આઇએસઆઇ સુધી પહોંચાડતો હતો. જેના બદલામાં પાકિસ્તાન તરફથી રૂપિયા આપવામાં આવતા હતા. આ મમાલે અત્યાર સુધી ત્રણ કરોડ રૂપિયાનો હવાલો પાડવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટસમાં બહાર આવ્યુ છે. આ શખ્સો પાસેથી એટીએસ દ્વારા 3 હજાર સિમકાર્ડ, 50 મોબાઇલ ફોન અને 35 સિમ બોક્સ જપ્ત કર્યા છે. આ મામલે દિલ્હીમાં કોચિંગ સેન્ટર ચલવતા ગુલસન સેન નામના એક સોફ્ટવેર એન્જીનિયરની પણ ધરપકડ કરવામાં આવી છે. જે બે વખત અફઘાનિસ્તાન જઇ આવ્યો છે. પાકિસ્તાન માટે ભારતીય આર્મી અને લશ્કરનાની વિવિધ માહિતી આઇએસઆઇને મોકલનારાના નામ આ પ્રમાણે છે જીતેન્દ્ર ઠાકુર (ભાજપના કોર્પોરેટરના પતિનો ભાઇ), ધ્રુવ સક્સેના (ભોપાલમાં ભાજપ આઇટી સેલનો સંયોજક), કુશ પંડિત, ત્રિલોકસિંહ ભદૌરિયા, મનીષ ગાંધી, મોહિત અગ્રવાલ, મોહન ભારતી, સંદીપ ગુપ્તા, બલરામ સિંહ, રિતેશ ખુલ્લર. અત્રે ઉલ્લેખનીય છે કે આઇએસઆઇ માટે જાસૂસી કરનાર ઉક્તમાંથી એક પણ મુસ્લિમ નથી. (12:30 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-02-2018/125188

14 વર્ષના સગીર ભૂલથી પાકિસ્તાન ઝિંદાબાદના ગ્રુપમાં જોડાઈ ગયો
: દિયોદર પોલીસમાં દોડધામ ભુલથી લીંક ઉપર ક્લિક કરતા નંબર સીધો પાકિસ્તાન જિદાબાદ ગ્રૂપમાં જોઈન્ટ કનિદૈ લાકિઅ :એકાએક ગ્રુપ ડીલીટ થઇ ગયું   દિયોદર ;એક સગીર ભૂલથી પાકિસ્તાન ઝિંદાબાદ ગ્રુપમાં જોડાઈ જતા પોલીસને દોડધામ મચી જવા પામી હતી હતી દિયોદર કનિદૈ લાકિઅ તાલુકાના અકિલા એક નાનકડા ગામનો ૧૪ વર્ષના સગીરના મોબાઈલ નંબર ઉપર કોઈ અજાણ્યા યુવકે લીંક મુકતા લીંક ઉપર ક્લિક આપી હતી જેમાં ભૂલથી યુવકનો કનિદૈ લાકિઅ નંબર પાકિસ્તાન જિંદાબાદના એક ગ્રૂપમાં આ યુવક જોઈન્ટ થઈ ગયો હતો. જેની જાણ અન્ય અકીલા લોકોને થતા તાત્કાલિક ધોરણે દિયોદર પોલીસ મથકે જાણ કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી જેમાં દિયોદર પીએસઆઈ પી.ડી. સોલંકીને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે દિયોદર પંથકમાં રહેતો વિપુલ (નામ બદલ્યું છે) જેને દિયોદર કનિદૈ લાકિઅ પોલીસ મથકે બોલાવી જવાબ લેવામાં આવ્યો હતો.    તપાસ દરમિયાન યુવકના મોબાઈલ નંબર વોટસઅપ ઉપર કોઈ લીંક આવી જતા ભુલથી લીંક ઉપર ક્લિક આપતા આ યુવકનો કનિદૈ લાકિઅ નંબર સીધો પાકિસ્તાન જિદાબાદ ગ્રૂપમાં જોઈન્ટ થઈ ગયો હતો. પરંતુ એકાએક ગ્રૂપ ડિલિટ થઈ ગયું હતું. આ ઘટનાના પગલે દિયોદર પોલીસમાં દોડધામ કનિદૈ લાકિઅ મચી જવા પામી હતી. પરંતુ સત્ય હકીકત બહાર આવતા પોલીસે રાહતનો દમ લીધો હતો.     આ બાબતે દિયોદર પી.એસ.આઈ પી.ડી. સોલંકીએ જણાવેલ કે આ યુવકના મોબાઈલ કનિદૈ લાકિઅ નંબર ઉપર એક ક્લિપ આવી હતી જેમાં ક્લિપ ને ડાઉનલોડ કરતાં આ યુવકનો નંબર પાકિસ્તાન જિદાબાદના એક ગ્રૂપમાં જોઈન્ટ થઈ ગયો હતો. જેની અમને જાણ થતાં યુવકનો જવાબ લેવામાં આવ્યો છે પરંતુ ગ્રૂપ ડિલેટ થઈ ગયું છે.   (11:13 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-02-2018/125186


બેન્કોને 50 કરોડથી વધુ NPAની 15 દિવસમાં તપાસ કરી સીબીઆઈને જાણ કરવા નાણા મંત્રાલયની સૂચના
 PNB કૌભાંડ બહાર આવ્યા બાદ નાણામંત્રાલયનું સૌથી મોટું પગલું કનિદૈ લાકિઅ   નવી દિલ્હી :PNB કૌભાંડ બહાર આવ્યા બાદ નાણાં મંત્રાલયે એક મોટું પગલું ભરતા દેશની તમામ બેંકોને 15 દિવસમાં 50 કરોડથી વધું એનપીએની તપાસ કરીને કનિદૈ લાકિઅ સીબીઆઈને અકિલા જાણ કરવા સૂચના આપી છે  નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે બેંક કૌભાંડ અંગે સમય રહેતા જ જાણકારી મેળવી લેવી જોઈએ આ માટે કનિદૈ લાકિઅ તેમણે તમામ પબ્લીક સેક્ટર બેંકોના મેનેજીંગ ડાયરેક્ટર્સને સૂચના આપી દીધી છે. અકીલા એટલું જ નહિં 15 દિવસમાં તપાસ પૂર્ણ કરીને આવા મામલાઓ સીબીઆઈને કનિદૈ લાકિઅ સોંપી દેવા જણાવ્યું છે.    નાણાં મંત્રાલય ભવિષ્યમાં થનારી છેતરપિડીથી બચવા માટે આ કદમ ઉઠાવતી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં 50 કરોડથી કનિદૈ લાકિઅ વધું એનપીએ ધરાવતા એકાઉન્ટ્સ વિશે તપાસ કરીને તે માહિતી સીબીઆઈને સોંપવા કહેવાયું છે.મની લોન્ડરિંગ એક્ટ, ફેમા, આયાત નિકાસ નિયમોના ઉલ્લંઘન કનિદૈ લાકિઅ સાથે જોડાયેલા મામલાઓમાં પણ તપાસ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સનો સહયોગ લેવા પણ જણાવાયું છે.    કનિદૈ લાકિઅ મંગળવારે નાણાં મંત્રાલયે સરકારી બેંકોને નિર્દેશ આપ્યો હતો કે કોઈ પ્રકારની કામકાજી કે ટેકનિકલ જોખમથી નિપટવા માટે એક્શન પ્લાન તૈયાર કનિદૈ લાકિઅ કરીને વરિષ્ઠ અધિકારીઓની જવાબદારી સુનિશ્રિત કરવામાં આવે. પ્લાન માટે 15 દિવસની સમય મર્યાદા પણ આપવામાં આવી છે. આ કામ બને એટલું ઝડપી કરવામાં આવે તેમ તાકિદ કરવામાં આવી છે. ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્રેટરી રાજીવ કુમારે એક ટ્વીટમાં કહ્યું કે પબ્લિક સેક્ટર બેંકના કાર્યકારી ડાયરેક્ટર અને ચીફ ટેકનોલોજી ઓફિસર્સની સાથે મળીને વધતાં જોખમોથી નિપટવા માટે એક બ્લૂપ્રિન્ટ બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.   અત્રે ઉલ્લેખનિય છે કે પંજાબ નેશનલ બેંકની સાથે થયેલા કથિત 12,700 કરોડના કૌભાંડમાં અનેક એજન્સીઓ મળીને તપાસ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે સોમવાર સાંજે પીએનબી તરફથી સ્ટોક એક્સચેન્જને નીરવ મોદી અને તેમના બિઝનેસ પાર્ટનર મેહુલ ચોક્સીની તરફથી કરાયેલા 1322 કરોડ રૂપિયાના એક અન્ય કૌભાંડ વિશે જાણકારી આપવામાં આવી છે. એ પહેલા 14મી ફેબ્રુઆરીના રોજ પીએનબીમાં એક મોટાં કૌભાંડની જાણ થઈ જેમાં અબજોપતિ જ્વેલર્સ નીરવ મોદી અને તેના સહયોગીઓએ નકલી લેટર્સ ઓફ અન્ડરટેકિંગ મેળવીને બેંકની એક શાખા સાથે છેતરપિંડી કરી.    સેક્રેટરીએ કહ્યું કે પબ્લિક સેક્ટર બેંકને સમય રહેતા પગલાં ભરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. એ સાથે જ આવી ખામીઓ કે ત્રુટીઓને ઓળખીને તેનો નિવેડો લાવવા પગલાં ભરવા જણાવાયું છે, કે જે આગળ જઈને મોટું જોખમ બની શકે તેમ હોય. (11:03 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-02-2018/125183

નીરવ મોદીની કંપનીએ અમેરિકાની કોર્ટના નાદારી નોંધાવવા અરજી કરી
ફાયર સ્ટાર ડાયમંડે અમેરિકાના ન્યૂયોર્કમાં એક અદાલતમાં અરજી દાખલ કરી   નવી દિલ્હી :પંજાબ કનિદૈ લાકિઅ નેશનલ બેંકનું કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને વિદેશમાં રહેલા નીરવ મોદીની કંપનીએ અમેરિકાની એક કોર્ટમાં અરજી કરી હોવાનો ખુલાસો થયો છે નીરવ કનિદૈ લાકિઅ મોદીની ફ્લેગશિપ અકિલા કંપની Firestar Diamond Incએ અમેરિકામાં નાદારી નોંધાવવાને લઈને અરજી કરી છે. ફાયર સ્ટાર ડાયમંડે અમેરિકાના ન્યૂયોર્કમાં કનિદૈ લાકિઅ એક અદાલતમાં અરજી કરતા કહ્યું હતું કે, તેમની કુલ સંપત્તિ (અસેટ અને લાયબિલિટી) અકીલા 320 કરોડ રૂપિયાથી 650 કરોડની વચ્ચે છે.   નીરવ મોદીની કનિદૈ લાકિઅ કંપનીએ અમેરિકામાં બેંકરપ્સી નિયમના ચેપ્ટર 11 અંતર્ગત પોતાને દિવાળિયો જાહેર કરવાની અરજી કરે છે. બેંકરપ્સી નિયમનું આ ચેપ્ટર સામાન્ય રીતે કનિદૈ લાકિઅ સામાન્ય રીતે કોઈ કંપની અથવા પાર્ટનરશીપના રિઓર્ગેનાઈઝેશન માટે નાદારી નોંધાવવાની જોગવાઈ પુરી પાડે છે. ચેપ્ટર 11 અંતર્ગત સામાન્ય રીતે તે જ કનિદૈ લાકિઅ દેવાદાર અપીલ કરી શકે ચે જે પોતાના બિઝનેશને જીવંત રાખવાના પ્રયાસમાં પોતાના લેણદારોના પૈસા હપ્તેથી ચુકવવાની મંશા ધરાવતો હોય.     અત્રે ઉલ્લેખનીય કનિદૈ લાકિઅ છે કે નિરવ મોદીની ફાયરસ્ટાર ડાયમંડ ઉપરાંત પીએનબી પાસેથી હજારો કરોડોનું કૌભાંડ કરવામાં તેના મામા મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સ કનિદૈ લાકિઅ લિમિટેડ પણ તપાસ એજન્સીઓની રડારમાં છે.    પંજાબ નેશનલ બેંક-નીરવ મોદી કૌભાંડની મડાગાંઠ ઉકેલવાનો પ્રયાસ સીબીઆઈ અને ઈડી કરી જ રહી છે ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ 11,400 કરોડ કરોડનુ કહેવાતું આ કૌભાંડની રકમ હવે 12,700 કરોડે પહોંચી ગઈ છે. ત્યારે બીજી તરફ ભારતથી હજારો કિલોમીટર દૂર અમેરિકામાં નીરવ મોદીની કંપની તરફથી તેને નાદર જાહેર કરવાની અરજી કરવામાં આવતા આ કૌભાંડમાં નવો જ વળાંક આવ્યો છે (12:17 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-02-2018/125187

પંજાબ નેશનલ બેંકના કૌભાંડથી નિર્દોષ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયાઃ બેન્ક ઓફ બરોડાએ લોન માટે LOU અને LOC બંધ કર્યા 
મુંબઇઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડે બેન્‍કીંગ કનિદૈ લાકિઅ ક્ષેત્રમાં ખળભળાટ મચાવી દીધો છે અને તેની માઠી અસર વેપાર ઉદ્યોગને પણ પહોંચી રહી છે. કેમ કે, હવે ક્રેડિટ ઉપર લોન મેળવનાર વેપારીઓ સામે કનિદૈ લાકિઅ બેન્ક દ્વારા અકિલા કેટલાક કડક કદમ ઉઠાવાયા છે. જેમાં બેન્ક ઓફ બરોડાએ હાલ પુરતા વેપારીઓને એલઓયુ અને એલઓસી આપવાનું બંધ કરી દેતા અનેક વેપારીઓ કનિદૈ લાકિઅ મુશ્કેલીમાં મુકાયા છે. બેન્ક ઓફ બરોડાની મુખ્ય શાખાએ એક પરિપત્ર બહાર પાડીને અકીલા બ્રાન્ચ બેન્કોને નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી બીજી કનિદૈ લાકિઅ સુચના ન મળે ત્યાં સુધી વેપારીઓને વિદેશમાં પેમેન્ટ કરવા માટે લેટર ઓફ અન્ડટેકિંગ અથવા તો લેટર ઓફ કમ્ફોર્ટ આપવામાં ન આવે. 20 ફેબ્રુઆરીએ બેન્ક કનિદૈ લાકિઅ ઓફ બરોડાએ આ પત્ર તેની શાખાઓને પાઠવ્યો છે. બેન્કના આ લેટરથી વિદેશ સાથે વેપાર કરતા અનેક એકમોની ચિંતામાં વધારો થયો છે. (5:35 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-02-2018/125143

રાજ્યમાં ઉનાળા જેવું હવામાન :થોડા દિવસોમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડુ થઇ જશે :ઉનાળો જામે એ પહેલા અનેક ચડાવ ઉતાર જોવા મળશે 
અમદાવાદ :ગુજરાતમાં કનિદૈ લાકિઅ ઉનાળા જેવું હવામાન હાલમાં છે તે થોડા દિવસોમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડુ થઇ જશે   આજે મહુવામાં 39 ડિગ્રી,જેવું આકરું તાપમાન કનિદૈ લાકિઅ હતું રાજ્યના અકિલા 19 સ્થળોએ તાપમાન 36 ડિગ્રીને વળોટી ગયું છે મિનિમમ ટેમ્પરેચર ઇડરમાં 25,1 અને 14 સ્થળોએ 20થી વધુ રહયું છે    અમદાવાદ હવામાન કનિદૈ લાકિઅ ખાતાના વડા મનોરમા મોહંતી કહે છે પવનની પેટર્ન આ માટે જવાબદાર છે   ઉનાળો અકીલા બરાબર જામે તે પહેલા અનેક ચડાવ ઉતાર જોવા મળશે   વેસ્ટર્ન કનિદૈ લાકિઅ ડિસ્ટર્ન્સન ઝડપભેર આવી રહયું છે અને ફરી પવનની પેટર્ન બદલાશે અને ટેમ્પરેચર ઘટી જશે (1:18 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/28-02-2018/71600

સિંગલ જીએસટી રેટ હાલ યોગ્ય રહેશે નહીં : જેટલી 
હાલના તબક્કે અમલી કરી શકાય નહીં : જેટલી : દેશમાં મોટા કરવેરા માળખાને અમલી કરવામાં આવ્યા બાદ તમામ જટિલ વ્યવસ્થાને કનિદૈ લાકિઅ દૂર કરાઈ છે : નાણાપ્રધાન નવીદિલ્હી,તા. ૨૭   : નાણામંત્રી અરુણ જેટલીએ આજે કહ્યું હતું કે, જુદા જુદા વિરોધ પક્ષો અને કેટલાક નિષ્ણાતો કનિદૈ લાકિઅ દ્વારા અકિલા કરવામાં આવેલી માંગ મુજબ હાલના સમયમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) માટે સિંગલ રેટ શક્ય નથી. તેમણે કહ્યું હતું કે, જીએસટીની કનિદૈ લાકિઅ વ્યવસ્થાને વધુને વધુ સરળ બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકીલા જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજ કારણસર કરવામાં આવેલી માંગ કનિદૈ લાકિઅ મુજબ વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. નવી વ્યવસ્તા આવવાના કારણે ધીમે ધીમે સુધારા પણ થઇ રહ્યા છે. દેશના સૌથી મોટા ટેક્સ માળખાને અમલી કનિદૈ લાકિઅ બનાવી દેવામાં આવ્યા બાદથી જીએસટી કાઉન્સિલે અનેક વખત ધારાધોરણોને વધુ સરળ બનાવ્યા છે. સામાન્ય લોકો અને કારોબારીઓની ફરિયાદોને દૂર કરવા જીએસટી કનિદૈ લાકિઅ વ્યવસ્થાને વધુ લોકલક્ષી બનાવવામાં આવી રહી છે. જેટલીએ ઉમેર્યું હતું કે, બેંકિંગ ફ્રોડના સંદર્ભમાં દોષિતોને કોઇ કિંમતે છોડવામાં આવશે નહીં. કનિદૈ લાકિઅ પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સમાં થયેલા બેંકિંગ કૌભાંડના સંદર્ભમાં જેટલીએ પોતાના અભિપ્રાય આપ્યા હતા. નાણામંત્રીે કનિદૈ લાકિઅ કહ્યું હતું કે, છેલ્લા થોડાક વર્ષોમાં આ પ્રકારના કેટલાક બનાવોના કારણે બેંકો સાવધાન રહે તે જરૃરી છે. તેમના ક્લાઇન્ટોના ઇશારે જંગી નાણાની છેતરપિંડી કરવામાં આવી ચુકી છે પરંતુ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. કોઇને છોડવામાં આવશે નહીં. આર્થિક મોરચે વાત કરતા જેટલીએ કહ્યુ ંહતું કે, વૈશ્વિક પર્યાવરણના સંદર્ભમાં ફેરફાર કરીને પોલિસી અમલી કરવામાં આવી રહી છે જેના પરિણામ સ્વરુપે દેશમાં વિકાસની ગતિ વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું. ભારત ૭-૮ ટકા કરતા પણ વધુ ઝડપથી વિકાસ કરવા માટે સક્ષમ છે. નાણામંત્રી અરુણ જેટલીએ ઉમેર્યું હતું કે, હાલમાં સિંગલ જીએસટી રેટની વ્યવસ્થા અમલી બને તેવી વ્યવસ્થા દેખાઈ રહી નથી. આ પ્રકારની માંગણી પણ વાજબી દેખાઈ રહી નથી. (8:05 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-02-2018/125163

વર્ષ ૨૦૧૮માં પગાર વધારો ૨૦૧૭ જેવો રહેશે : સર્વેક્ષણ
શ્રેષ્ઠ દેખાવ કરનાર કર્મીઓને વધારે ફાયદો થશે : શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીના પગારમાં ૧૫ ટકાથી વધુનો કનિદૈ લાકિઅ વધારો થવાની પણ આગાહી કરવામાં આવી છે નવીદિલ્હી,તા. ૨૭ : ગયા વર્ષે દેશના જોબ સેક્ટરમાં નોટબંધી જેવા કેટલાક કારણોસર પગારમાં વધારામાં કનિદૈ લાકિઅ ઘટાડો થયો હતો. અકિલા જેમ જેમ આ નાણાંકીય વર્ષની પૂર્ણાહૂતિ થઇ રહી છે ત્યારે ઓફિસોમાં ચર્ચા શરૃ થઇ ગઇ છે કે, આ વર્ષે પગારમાં કેટલો વધારો થશે. કનિદૈ લાકિઅ આ મૂલ્યાંકન ગાળામાં ગયા વર્ષની તુલનામાં વધારે કોઇ વધારો માંગવાની શક્યતા ઓછી અકીલા દેખાઈ રહી છે. આ વર્ષે પણ પગારમાં વધારો ઉદાસીન રહે તેવી કનિદૈ લાકિઅ શક્યતા દેખાઈ રહી છે. એઓન ઇન્ડિયાના નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, મોટાભાગની કંપનીઓમાં સરેરાશ વધારો ૯.૪ ટકાની આસપાસનો રહી શકે છે. કનિદૈ લાકિઅ એઓન ઇન્ડિયાના કન્સલ્ટીંગ સેલરી સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ ૨૦૧૭માં ભારતીય કંપનીઓમાં ૯.૩ ટકા સુધીના પગાર વધારાની સ્થિતિ રહી હતી. કનિદૈ લાકિઅ સર્વેમાં સાફ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આ અભ્યાસની કામગીરી ચાલી રહી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે, વધારો બે આંકડામાં રહેશે કનિદૈ લાકિઅ નહીં. ૨૦૧૮ માટે પણ એવો જ અંદાજ મુકવામાં આવ્યો છે. મોટાભાગની કંપનીઓ આ વર્ષે પણ બે આંકડામાં પગાર વધારો નહીં કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. કનિદૈ લાકિઅ મોટાભાગની કંપનીઓ આ વર્ષે પણ ૯.૪ ટકાનો પગાર વધારો આપી શકે છે. કંપનીઓનું ધ્યાન મુખ્યરીતે પરફોર્મન્સ પર કેન્દ્રિત થઇ ગયું છે. કંપનીની નજરમાં સૌથી સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને ૧૫.૪ ટકા સુધીનો પગાર વધારો મળશે જે સરેરાશ કર્મચારીના પગાર વધારાથી ૧.૯ ટકા વધારે છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, બેલ કર્વમાં સારો દેખાવ કરનારની સંખ્યાના મામલામાં ઘટાડો થઇ રહ્યો છે. માઇક્રો ઇકોનોમિક અંદાજોમાં સ્થિતિ સુધરી છે પરંતુ પગાર વધારો ગયા વર્ષ જેવો રહેશે. (8:04 pm IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/28-02-2018/125162


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/