સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 20 February 2018

બજેટ પરથી ઉંચકાતો પડદોઃ કૃષિલક્ષી ઝોક - ગુજરાતનું સૌથી પહેલું બજેટ કેટલા કરોડનું હતું અને ક્યારે રજૂ થયું હતું? - પાણીની કટોકટી, નર્મદાની જળ સપાટીમાં દર કલાકે 1 સેમિ.નો ઘટાડો - Budget Live: બજેટમાં ખેડૂતો માટે 6755 કરોડ,પાણી માટે 3311 કરોડ - રોટોમેક કેસઃ વિક્રમ કોઠારી પર બે પ્રકારે બેંકોને ચૂનો લગાવવાનો આરોપ - PNB કૌભાંડની સ્ટોરી એકદમ ફિલ્મી, એક પાસવર્ડથી બેંક એકાઉન્ટ સાફ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 20 Feb 2018 & 28 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ગુજરાતનું સૌથી પહેલું બજેટ કેટલા કરોડનું હતું અને ક્યારે રજૂ થયું હતું?

1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું અને ત્યાર બાદ તેનું બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું
અમદાવાદઃ આજે ગુજરાત બજેટ 2018-19 રજૂ થવાનું છે. આ બજેટ નાણા મંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ રજૂ કરશે. આ બજેટની સાથે જ ગુજરાતનું પ્રથમ બજેટ કેવડું હતું તે અંગે પણ જાણવાની ઉત્સુકતા રહે તે સ્વભાવિક છે. પહેલું બજેટ કોણે રજૂ કર્યુ હશે? કેટલુ હશે? વગેરે વગેરે બાબતોથી આજની પેઢી અજાણ હશે. ગુજરાતમાં બજેટ રજૂ કરવાનો ઈતિહાસ પણ રસપ્રદ છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યા બાદ અસ્તિત્વમાં આવેલા ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ હતુ. તે સમયે બજેટનું કદ માત્ર 115 કરોડ રૂપિયાનું હતું.

ગુજરાતનું પ્રથમ બજેટ ગુજરાતના પહેલા મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. આ સમયે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાંપ્રધાનનો હવાલો પણ તેમની પાસે હતો. તારીખ 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ ખાતેથી પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
ઓગસ્ટમાં રજૂ થયું હતું પહેલું બજેટ

આમ તો નાણાંકિય વર્ષ માર્ચ એપ્રિલમાં શરૂ થતું હોય છે, પણ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયુ હતુ. તેની પાછળનું કારણ એ હતું કે ,1 લી મેના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ. જેને કારણે સ્વતંત્ર ગુજરાતનું પ્રથમ બજેટ ઓગસ્ટ માસમાં રજૂ કરવામાં આવ્યું હતુ.
ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતું, જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ અને ખર્ચ 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં રૂપિયા 3 કરોડ 87 લાખની ખાધ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો.
વજુભાઈ વાળાએ કર્યો વિક્રમ

ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું કદ અનેક ગણું વધતું ગયું. સતત મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનમાં પૂર્વ નાણાંપ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સતત 18મી વખત રાજ્યનું બજેટ રજૂ કરી વિક્રમ સર્જ્યો હતો. માત્ર એટલું જ નહીં, વજુભાઈ વાળાએ મોદી સાશનમાં 11મું અદાંજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-interesting-facts-of-gujarats-first-ever-budget-NOR.html?ref=ht

પાણીની કટોકટી, નર્મદાની જળ સપાટીમાં દર કલાકે 1 સેમિ.નો ઘટાડો

ચોમાસામાં 130 મીટર સુધી ભરાયેલો નર્મદા ડેમ હાલ 110.57 મીટરની સપાટીએ આવી ગયો છે
અમદાવાદઃ ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી હોવાની વાતો સામે આવ્યા બાદ પણ પાણીને લઈ કોઈ ગંભીર હોય તેમ લાગતું નથી. આજે નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે 1 સેન્ટિમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. નર્મદા જળ બોર્ડના અધિકારી આર.કે.આચાર્યે જણાવ્યું હતું કે, દર કલાકે એક સેમી.નો ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડો ગોળબોલે ગેટથી 605 કયુસેક તેમજ બે ટર્બાઈનમાં પાણી વપરાતા થયો છે. આથી હાલ ડેમની સપાટી 110.57 છે.

ડેડ સ્ટોરેજ પાણીનો કરવો પડશે ઉપયોગ

નર્મદા ડેમમાં ઘટેલાં પાણીથી ઊભું થયેલું જળસંકટ નિવારવા 17 વર્ષમાં પહેલી વાર સરદાર સરોવરની ઇરિગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી)નો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત સરકારે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજનું પાણી ઉપયોગમાં લેવા નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીને રજૂઆત કરી હતી, જેને પગલે ઑથોરિટીએ 31 જુલાઈ સુધી ડેડ સ્ટોરેજનાં પાણીનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે.
88 મીટર સુધી જ થઇ શકશે ઉપયોગ

થોડા દિવસ પહેલા દિલ્હીમાં  મળેલી નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીની બેઠકમાં ગુજરાત સરકાર વતી મુખ્ય સચિવ જે. એન. સિંઘ, અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર અને નર્મદા નિગમના ચેરમેન એસ. એસ. રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉનાળામાં પીવાનાં અને રવી પાક માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વધારાના પાણીની માંગણી કરી હતી. નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીએ મંજૂરી આપતાં હવે નર્મદામાંથી જરૂર મુજબનો પાણીનો જથ્થો મેળવી શકાશે. નર્મદા ડેમ ચોમાસામાં 130 મીટર સુધી ભરાયો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-water-crisis-in-gujarat-narmada-dam-water-level-drops-to-30cm-per-hour-NOR.html?ref=ht

Budget Live: બજેટમાં ખેડૂતો માટે 6755 કરોડ,પાણી માટે 3311 કરોડ

નાણામંત્રી નીતિન પટેલ આજે બપોરે 1 વાગ્યે વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2018-19નું અંદાજપત્ર રજૂ કરાશે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આજે બપોરે 1 વાગ્યે વિધાનસભા ગૃહમાં ગુજરાત બજેટ 2018-19 (Gujarat Assembly Budget 2018-19) રજૂ કરી રહ્યા છે, તેઓ પાંચીવાર બજેટ રજૂ કરે છે. બજેટ પહેલાં 12 વાગ્યે સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી થઇ હતી. આ દરમિયાન ગૃહમાં અવ્યવસ્થાને કારણે પત્રકારોએ વિરોધ કર્યો હતો. પ્રશ્નોત્તરીકાળ શરૂ થવા છતાં પત્રકારોને પ્રશ્નોત્તરી ન મળતાં તેમણે બજેટ સત્રના કવરેજ માટે બહિષ્કાર કર્યો છે. મામલો ગંભીર બનતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રી કૌશિક પટેલને પત્રકારોને સમજાવવા અનુરોધ કર્યો હતો. જોકે, સમજાવટ બાદ પણ પત્રકારોએ વિરોધ ચાલુ રાખ્યો હતો.
કાયદો: રાજ્યની વિવિધ અદાલતોમાં પડતર કેસોમાં ઘટાડો થાય તે હેતુથી ન્યાયતંત્રને જરૂરી માળખાગત સુવિદ્યા અને માનવ સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે 1817 કરોડની જોગવાઇ
સામાન્ય વહીવટ: સામાન્ય વહીવટ વિભાગ હેઠળ 1826 કરોડની જોગવાઇ. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, ATVT અને જિલ્લા કક્ષાએ વિકાસ કાર્યો માટેની અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતના અગત્યના વિકાસના કામો માટે 1217 કરોડ

- ખેડૂતો માટે રૂ. 6755 કરોડની જોગવાઈ
- રાજ્યની ઉત્પાદન ક્ષમતામાં 13% વૃદ્ધિ
- 'નર્મદા કા પાની પી ગયા રૂપાણી'ના સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ
- 'કોંગ્રેસ તેરી દાદાગીરી નહીં ચલેગી' ભાજપનો સૂત્રોચ્ચાર
- કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાત સરકારની સિદ્ધિઓ ગણાવતાં નીતિન પટેલ
- વેરાકીય આવકામાં 20.92%ની વૃદ્ધિ
- પ્રજાની તિજોરીના કરોડો રૂપિયાનો તાયફા પાછળ ખર્ચ: ધાનાણી
- પાણી મુદ્દે રૂપાણી સરકાર ઘેરાઇ, બજેટ પ્રવચન વચ્ચે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, વોકાઉટ
- અમારી સફળતા અને એમની નિષ્ફળતા એમને પચતી નથી. પ્રજાએ તેમને કાલે તમાચો માર્યો છે.
- હર્ષદ રિબડીયાએ ગૃહમાં મગળફી ઉછાળી
- વેરાકીય આવકામાં 20.92%ની વૃદ્ધિ
- નીતિન પટેલે ગુજરાત સરકારનું 1.83 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું
- ગુજરાતનો વિકાસપથ અંદાજપત્રમાં હશે
- બજેટ પ્રવચન દરમિયાન વિપક્ષનો હોબાળો
- હર્ષદ રિબડીયાને ગૃહમાંથી દૂર કરાયા
- વિપક્ષનું વોકઆઉટ
યુવા રોજગારી અને સશક્તિકરણ માટે જોગવાઇ

- યુવાનોને રોજગાર અને વ્યવસાયની તકો માટે 785 કરોડ
- મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનામાં સ્નાતક યુવાનોને માસિક રૂ. 3000 અને ડિપ્લોમાને રૂ. 2000 અને અન્યોને રૂ. 1500 પ્રોત્સાહક રકમ માટે રૂ. 272 કરોડ
- પશુ ફાર્મની સ્થાપના માટે ફાર્મ દીઠ 3 લાખની સહાય માટે 140 કરોડની જોગવાઈ
-વાજપાઈ બેન્કેબલ યોજના માટે 197 કરોડ
- આગામી સમયમાં સરકારના વિવિધ વિભાગોમા 30 હજાર નવી ભરતી કરાશે
- મુખ્યમંત્રી ગ્રામોદય યોજના માટે 60 કરોડ
ખેડૂતો અને કૃષિ માટેની જોગવાઈ

- કુલ જોગવાઈ રૂ. 6755 કરોડ
- કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા પાક વીમા સહિત રૂ.1101 કરોડ
- ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ
- કૃષિ યાંત્રિકીકરણ માટે 295 કરોડ અને કૃષિ વિકાસ માટે 395 કરોડ
- કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ
- જમીન જળ સંરક્ષણ તેમજ જમીન સુધારણા માટે 548 કરોડ
- ખેતરમા તારની વાડ માટે 200 કરોડ, મત્સ્યોધ્યોગ નિકાસ 3500 કરોડથી વધુ હૂંડિયામણ છે
- બંદર વિકાસ માટે 280 કરોડ, વેરામાફી માટે 102 કરોડ
- સહકાર ક્ષેત્રે કોર બેન્કીગ માટે 70 કરોડ, કિસાન કલ્પ વૃક્ષ યોજના માટે 25 કરોડ
- પશુ પાલન ડેરી વિકાસ માટે બે નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ
-તમામ જિલ્લામાં કરૂણા એમ્બ્યુલન્સ માટે 26 કરોડ
પાણી પુરવઠા માટે બજેટમાં જોગવાઇઓ
 
- રાજ્યમાં પીવાના પાણી માટે 3311 કરોડની જોગવાઇ
- આદિજાતિ વિસ્તારોમાં પાણી પુરવઠાની સુવિદ્યા માટે 2800 કરોડના ખર્ચે 10 યોજનાઓ શરૂ કરવામાં આવી છે
- દક્ષિણ વિસ્તારમાં 11.5 લાખ લોકોને લાભ આપતી 890 કરોડની નર્મદા રીવરબેઝીન આધારિત યોજના
- નર્મદા-તાપી જિલ્લાના 2.75 લાખ લોકોને લાભ આપતી 308 કરોડની ઉકાઇ જળાશય આધારિત સાગબારા ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના
- મહિસાગર જિલ્લાના 27 ગામોના 50 હજાર લોકો માટે 45.91 કરોડની સરસડી વચ્છલા ડુંગર જૂથ પાણી પુરવઠા યોજના
- છોટઉદેપુરના 57.32 કરોડની નર્મદા મુખ્ય નહેરની ભીલોડિયા બ્રાન્ચ કેનાલ આધારિત સંખેડા પાવી-જેતપુર જૂથ પાણી પુરવઠા યોજના
- વસલાડ જિલ્લાના 174 ગામોની 3.20 લાખ લોકોને લાભ આપતી 586 કરોડની મધુબન જળાશય આધારિત અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-1)
- ગ્રામ્ય પાણી પુરવઠા યોજના અંતર્ગત જૂથ યોજનાઓ માટે કુલ જોગવાઇ 703 કરોડ
- જળ કનેક્શનમાં વધારો કરવા માટે 258 કરોડની જોગવાઇ
 
સરદાર સરોવર યોજના માટે જોગવાઇ
 
- માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે 4018 કરોડનું આયોજન
- સહભાઘી સિંચાઇ યોજના અંતર્ગત 2.71 લાખ હેક્ટર સિંચાઇને લાભ મળે તે માટે ભૂગર્ભ પાઇપલાઇન કામો માટે 1295 કરોડનું આયોજન
- સુજલામ સુફલામ યોજના આગળ ધપાવતાં 1074 કરોડના અંદાજીત ખર્ચવાળી પાંચ ઉદવહન સિંચાઇ યોજનાઓ પિયજથી ઉણાદ, ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા, ભાસરિયાથી સામોત્રા, કુડા-ડભોડા-ભીમપુર અને ખેરવાથી વિસનગર માટે રૂ. 222 કરોડની જોગવાઇ
- થરાદથી સીપુ ડેમ સુધીની પાઇમલાઇન, માતપુર-ડીંડરોલથી મુક્તેશ્વર ડેમ અને કસરાથી દાંતીવાડા ડેમના સર્વેક્ષણ માટે 6 કરોડની જોગવાઇ
- સાબરમતી નદી પરના હીરપુરા અને વાલાસણા બેરેજ માટે 18 કરોડની જોગવાઇ
- કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા માટે 15.50 કરોડની જોગવાઇ
કેનાલ, જળાશયો અને સિંચાઈ માટેની જોગવાઈઓ
 
- જળાશયોના હયાત કેનાલ માળખાના સુદ્રઠીકરણ માટે 380 કરોડની જોગવાઇ
- જળસંચયના વિવિધ કામો માટે 257 કરોડની જોગવાઇ
- ઉકાઇ કાકરાપાર યોજનાના આધુનિકર માટે 65 કરોડ
- પ્રેશર સિંચાઇ પદ્ધતિ માટે 15 કરોડ
- નવા ટ્યુબવેલ કરવા અને નદી-કેનાલ આધારિત સિંચાઇ યોજનાઓ માટે 10 કરોડ
- તાપી જિલ્લામાં ઉકાઇ જળાશયમાંથી સિંચાઇથી વંચિત સોનગઢ, ઉચ્છલ અને નિઝર તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકો માટે સિંચાઇ યોજનાઓ માટે 20 કરોડ
- ટપક સિંચાઇ અંતર્ગત સિંચાઇ વ્યવસ્થાઓને સુદ્રઠ કરવા 750 કરોડ
- ભાડભૂત યોજના અંતર્ગત 110 કરોડની જોગવાઇ
- અલ્પેશ ઠાકોર સસ્પેન્ડ, વિધાનસભા વેલમાં ધસી આવતાં કર્યા સસ્પેન્ડ
- પ્રશ્નોતરીકાળ દરમિયાન દારૂ મુદ્દે બોલવા માંગતા હતા અલ્પેશ ઠાકોર, અધ્યક્ષ નહીં ટકોર છતાં વારંવાર ઉભા થતાં સસ્પેન્ડ

ઉલ્લેખનીય છે કે, આજે નીતિન પટેલ ત્રીજી વખત બજેટ રજૂ કરશે, જ્યારે બજેટ કેન્દ્રમાં રજૂ થયેલા બજેટની પેટર્ન પ્રમાણે હશે અને ખેડૂતો, પાણી અને રોજગારી આ ત્રણ મુદ્દા પર ખાસ ભાર મુકાશે. 
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarat-assmbly-gudget-2018-19-nitin-patel-present-gudget-NOR.html?ref=ht

રોટોમેક કેસઃ વિક્રમ કોઠારી પર બે પ્રકારે બેંકોને ચૂનો લગાવવાનો આરોપ

રોટોમેક પેન બનાવનારી કંપનીના માલિક વિક્રમ કોઠારીના 3,695 કરોડ રૂપિયાના કૌભાંડે દેશભરમાં ચર્ચા જગાવી છે.
નેશનલ ડેસ્કઃ PNBમાં 11,400 કરોડ રૂપિયાનું કૌભાંડ જાહેર થયું તેને હજુ એક અઠવાડિયા જેટલો જ સમય થયો છે ત્યાં રોટોમેક પેન બનાવનારી કંપનીના માલિક વિક્રમ કોઠારીના 3,695 કરોડ રૂપિયાના કૌભાંડે દેશભરમાં ચર્ચા જગાવી છે. બેંક ઓફ બરોડાની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરતાં CBI અને EDએ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.

શું છે સમગ્ર મામલો?

- CBI પ્રવકતાના જણાવ્યા અનુસાર, "બેંક ઓફ બરોડાએ રોટોમેક ગ્લોબલના માલિક વિરૂદ્ધ નકલી દસ્તાવેજોના સહારે 616 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. આ ષડયંત્રમાં બેંકના કેટલાંક અધિકારીઓ પણ સામેલ હોય શકે છે. પ્રાથમિક તપાસમાં આ મામલો 800 કરોડ રૂપિયાનો લાગતો હતો પરંતુ દરોડા દરમિયાન ખ્યાલ આવ્યો કે તેઓ બેંક ઓફ બરોડા સહિત 7 બેંકમાંથી કુલ 2,919 કરોડ રૂપિયા લીધાં છે. અને વ્યાજ સહિત આ રકમ વધીને 3,695 કરોડ રૂપિયા થઈ ગયાં છે."
બે પ્રકારે બેંકને ચૂનો લગાવવાનો આરોપ

- CBIની FIR મુજબ વિક્રમ કોઠારીએ બે રીતે બેંકોને ચૂનો લગાવ્યો છે. 
- જેમાં પ્રથમ ફરિયાદ મુજબ વિદેશથી આયાત કરવા માટે બેંકો પાસેથી એડવાન્સમાં લોન લીધી હતી. 
- હકિકતે કંપની વિદેશથી કંઈજ આયાત કરતી ન હતી. 
- બીજી રીતે નિકાસનો ઓર્ડર દેખાડીને બેંકો પાસેથી લોન લેવામાં આવતી હતી. પરંતુ નિકાસ કરવાને બદલે કંપની પૈસાને બીજી કંપનીઓમાં ટ્રાંસફર કરી દેતી હતી. આ સિલસિલો 2008થી ચાલુ હતો.
સાયકલ પર થઈ હતી શરૂઆત

- વિક્રમના પિતા મનસુખ કોઠારી 50ના દશકામાં કાનપુરમાં સાયકલ ચલાવીને પાન મસાલા વેંચતા હતા. 
- 60ના દશકામાં પારલે પ્રોડક્ટસનું કાનપુર ક્ષેત્રનું ડિસ્ટ્રિબ્યૂશન લીધાં બાદ કોઠારી પરિવાર મજબૂત થવા લાગ્યો. 
આ સમયગાળા દરમિયાન કાનપુરમાં પાન મસાલાની પહેલી અને જાણીતી બ્રાંડ 'બાદશાહ પસંદ' બંધ થતાં 'પાન બહાર'ને ટક્કર આપવા માર્કેટમાં 'પાન પરાગ' લોન્ચ થયું.
દેશ વિદેશમાં જાણીતી બની પ્રોડક્ટ

- 70ના દશકામાં પાન પરાગ એટલું જાણીતું નામ થઈ ગયું કે પાન મસાલાનું બીજું નામ જ પાન પરાગ થઈ ગયું.
- પાન મસાલાની આ બ્રાંડ ખાડી દેશો સહિત, અમેરિકા અને યુરોપ સુધી પહોંચી હતી.
- પાન મસાલા બાદ રોટોમેક પેન, યસ મિનરલ વોટરને લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રોડ્કટ પણ સફળ રહી અને અન્ય બ્રાંડને ભારે ટક્કર આપી હતી. 
સફળતા બાદ પરિવારમાં શરૂ થઈ ખટપટ

- કોઠારી પરિવારની લગભગ બ્રાંડ સફળ રહ્યાં બાદ કોઠારી પરિવારમાં ઝઘડાંઓ શરૂ થઈ ગયા. અને તેને પગલે વર્ષ 2000માં ગ્રુપના ભાગલા પડ્યાં
- મનસુખ કોઠારી પોતાના નાના પુત્ર દીપકની સાથે એક બાજુ હતા, જ્યારે વિક્રમ કોઠારી બીજી બાજુ. 
- વિક્રમને ગ્રુપમાંથી બહારનો રસ્તો બતાવવા માટે 1250 કરોડ રૂપિયાની ડીલ થઈ હતી જેમાંથી 750 કરોડ રૂપિયા વિક્રમને કેશ અપાઈ હતી.
વિક્રમ કોઠારીના પડતીના દિવસો શરૂ

- પરિવારથી અલગ થયાં બાદ રોટોમેક  પેનના વિસ્તાર અને મજબૂતી પર ધ્યાન આપવાને બદલે વિક્રમ કોઠારીએ યસ બ્રાંડથી નમકીનની રેન્જ તેમજ 'દમ' નામે પાન મસાલા અને 'બ્રેન કોમ્પ્યુટર્સ'ને બજારમાં ઉતાર્યાં.
- જો કે આ તમામ પ્રોડ્કટસને સફળતા ન મળી. જે બાદ મિત્રોની સલાહ મુજબ સ્ટોક માર્કેટ ઉપરાંત રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું. 
- કાનપુરના કેટલાંક શોપિંગ મોલ્સમાં વિક્રમની ભાગીદારી બતાવવામાં આવી રહી છે. 
- આ ઉપરાંત કાનપુરના એક બદનામ મોટા હાઉસિંગ પ્રોજેકટમાં પણ વિક્રમના શેર્સ છે. 
- ત્રણ વર્ષે પહેલાં વિનસમ ડાયમંડ કેસમાં મળેલી ડાયરીમાં વિક્રમનું નામ આવ્યું હતું. આ મામલે તે EDના નિશાને આવ્યાં હતા. 
- પાર્ટીનો શોખીન વિક્રમ છેલ્લાં 2-3 વર્ષથી એલીટ સર્કલથી પણ દૂર છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-vikram-kothari-defauting-on-repayment-of-loans-gujarati-news-5816235-PHO.html?ref=ht

બજેટ પરથી ઉંચકાતો પડદોઃ કૃષિલક્ષી ઝોક
ગુજરાતમાં જીએસટી અને નવી ચૂંટણી પછીનું પ્રથમ બજેટ રજુ કરતા નીતિન પટેલ: મોટા કરવેરા વધારો અને મોટી કર રાહત ટાળતી સરકારઃ કનિદૈ લાકિઅ યુવાનો - મહિલાઓને આકર્ષવાનો પ્રયાસઃ બજેટનું કુલ કદ ર લાખ કરોડ આસપાસ (અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૦ :.. ગુજરાતમાં નાણા ખાતાનો કનિદૈ લાકિઅ હવાલો સંભાળતા અકિલા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ આજે બપોરે વિધાનસભામાં ર૦૧૮-૧૯ ના વર્ષનું બજેટ રજુ કરી રહ્યા છે. વિધાનસભાની  છેલ્લી કનિદૈ લાકિઅ ચૂંટણી તેમજ જીએસટી ના અમલ પછીનું આ પ્રથમ બજેટ છે. જેનું કદ ર લાખ કરોડ આસપાસ અકીલા અંદાજાય છે. લોકસભાની આવનારી ચૂંટણી અને ધારાસભાની ગઇ કનિદૈ લાકિઅ ચૂંટણીને ધ્યાને રાખીને બજેટ ખેડૂતો માટે વધુ ફાયદાકારક હોવાનો નિદેષ છે. મહિલાઓ અને યુવાનોને પણ રાજી કરવાનો પ્રયાસ દેખાય છે.   બજેટનું કદ કનિદૈ લાકિઅ રૂ. ૧,૯પ,૦૦,૦૦૦ ની આસપાસ રહે તેવી શકયતા છે. નાણા વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ નવા વર્ષના બજેટમાં ખેડૂતો માટેની યોજનાઓ અને ગ્રામીણ યુવાનો કનિદૈ લાકિઅ માટે રોજગારીની નવી યોજનાઓને વધારે મહત્વ અપાશે. જેથી ગ્રામીણ વિસ્તારના બજેટમાં વધારો આવી રહયો છે.   સરકારની વેટની આવક સામે જીએસટી ની કનિદૈ લાકિઅ આવકમાં ૧પ ટકા જેટલો ઘટાડો છે તેને સરભર કરવા સરકાર જીએસટી સિવાયના વેરાઓમાં સરકાર સુધારા કરી શકે છે. એટલે કે સ્ટેમ્પ ડયુટી અને વાહન વેરામાં કનિદૈ લાકિઅ વધારાની શકયતાનો સંકેત મળી રહ્યા છે. રાજયના બજેટમાં તત્કાલીક મુખ્ય પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારની અધુરી યોજનાઓ પુર્ણ કરવા માટેની દરખાસ્તો પણ મંજૂર કરવામાં આવશે. બજેટમાં નવી યોજનાઓ પર ભાર મુકવામાં આવશે જેમાં ખાસ કરીને પબ્લીક ટ્રાન્સપોર્ટેશન, કલ્પસર યોજના તેમજ ઉર્જાની કેટલીક યોજનાઓનો સમાવેશ થઇ શકે છે. ઉપરાંત અમદાવાદની મેટ્રો રેલને વધારે નાણા ફાળવવામાં આવશે. બજેટમાં કોઇ મોટા કરવેરા કે મોટી કર રાહતનો નિદેષ નથી. જીએસટીની આવક ઘટતા સરકાર કઇ રીતે સરભર કરે છે તે બજેટની જાહેરાત વખતે ખ્યાલ આવશે. આ લખાય છે. ત્યારે વિધાનસભામાં બજેટ રજુ થવાની તૈયારી છે. (પ-પ)   (11:10 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124515

PNB કૌભાંડની સ્ટોરી એકદમ ફિલ્મી, એક પાસવર્ડથી બેંક એકાઉન્ટ સાફ
ગેરકાયદેસર રીતે સ્વિફટ પ્રણાલીના પાંચમાં સ્તરના પાસવર્ડ શોધી લીધો હતો, જેનો ઉપયોગ કૌભાંડમાં કનિદૈ લાકિઅ લેટર ઓફ અંડરટેકિંગ (એલઓયુ) અને વિદેશી સાખ પત્ર (એફએલસી) દ્વારા નાણા ઇશ્યુ કરવા માટે કહેવામાં આવ્યું હતું નવી દિલ્હી તા. ૨૦ : પીએનબી કનિદૈ લાકિઅ કૌભાંડની તપાસ અકિલા ઈડી અને સીવીસીએ શરૂ કરી દીધી છે. બધી બાજુએ દરોડા પડી રહ્યાં છે. દરેક ઘડીએ નવી નવી જાણકારીઓ મળી રહી છે. પરંતુ આ બધાની કનિદૈ લાકિઅ વચ્ચે એક વાત કોઈનાં પણ સમજમાં નથી આવી રહી, કે હજારો કરોડનું કૌભાંડ કરીને અકીલા નીરવ મોદી અને મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી જવામાં સફળ કેવી કનિદૈ લાકિઅ રીતે રહ્યાં? તેવામાં બીજી તરફ પીએનબી કૌભાંડ મામલામાં ધરપકડ કરાયેલ પંજાબ નેશનલ બેંકનાં ડિપ્ટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીએ તપાસ કરી રહેલા અધિકારીઓને કનિદૈ લાકિઅ જણાવ્યું કે તેમણે ગેરકાયદેસર રીતે સ્વિફટ પ્રણાલીનાં પાંચમાં સ્તરનાં પાસવર્ડ શોધી લીધો હતો, જેનો ઉપયોગ કૌભાંડમાં લેટર ઓફ અંડરટેકિંગ કનિદૈ લાકિઅ (એલઓયૂ) અને વિદેશી સાખ પત્ર (એફએલસી) દ્વારા નાણા ઈશ્યુ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ કૌભાંડની તપાસ કરી રહેલા ઈડીએ જણાવ્યું કે ઈડી કનિદૈ લાકિઅ બેંક સાથે જોડાયેલા તમામ લોકોની પૂછપરછ કરી રહી છે. તેમજ બેંકનાં અધિકારીઓે પાસેથી પૂરી પ્રક્રિયા સમજવાની કોશિશ કરી રહી છે. અત્યાર સુધીની જાણકારી કનિદૈ લાકિઅ પ્રમાણે સ્વિફટ પેમેન્ટ સિસ્ટમ માટે દરેક બ્રાન્ચમાં બે વ્યકિતઓ પાસે પાસવર્ડ રહેલો હોય છે, જેમાં ગોકુળનાથ શેટ્ટી અને મનોજ ખરાતની ભાળ મેળવવાની અમે કોશિશ કરી રહ્યાં છે કે શું મેનેજર પાસે પણ પાસવર્ડ એકસેસ હતો?  તેમણે જણાવ્યું કે અમે એ તપાસ પણ કરી રહ્યાં છે કે બેંકનાં આરોપીઓનાં ટ્રાન્સફર કેમ નથી થયાં. કેમ આટલા વર્ષોથી તેઓ એક જ બેંકમાં છે? બનાવટી કંપનીઓે અંગે અમે ઈન્કમટેક્ષ પાસેથી રિપોર્ટ માંગ્યા છે. વિદેશોમાં જે કંપનીઓ છે તેની પણ અમે તપાસ કરી રહ્યાં છે. અમે પંજાબ નેશનલ બેંકની ૨૦૧૧થી અત્યાર સુધીની પૂરો ઓડિટ રિપોર્ટ માંગ્યો છે. અત્યાર સુધી અમે ૫૭૧૬ કરોડનાં દાગીનાઓ જપ્ત કરી લીધા છે. (12:20 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/20-02-2018/124520


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment