સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 22 February 2018

વિધાનસભા બનાવવા 135 કરોડ છે, બાળકોની શાળાઓ બનાવવા પૈસા નથી - મોદીરાજમાં ભ્રષ્ટાચાર વધ્યો, શ્રીમંતોની સંપત્તિ પણ વધી, વૈશ્વિક રિપોર્ટ, ભારત અને પડોશી દેશોની સ્થિતિ - નર્મદાના ઓસરતા નીર, 500 ક્યુસેક આવક સામે 9000 ક્યુસેકની જાવક - મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાઃ શિક્ષણ મંત્રી - હાલોલઃ ભાજપના વિજય સરઘસમાં રોકેટ લૉન્ચર જેવા સાધનનું પ્રદર્શન - સરકારી બેન્કોના દોઢ લાખ કર્મચારીઓની થશે બદલી - કનિદૈ લાકિઅ નિરવ મોદી ઈડી સમક્ષ હાજર ન થયોઃ કહ્યું હું બીઝી છું: એજન્સીએ નવુ સમન્સ જારી કર્યુ નવી - ૩૧ માર્ચ સુધીમાં રિટર્ન નહીં ભરો તો મુશ્કેલીમાં મુકાશો


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 20 Feb 2018 & 28 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

વિધાનસભા બનાવવા 135 કરોડ છે, બાળકોની શાળાઓ બનાવવા પૈસા નથી

કેટલાકને બેન્ચ પર અને પ્રજ્ઞા વર્ગના ટેબલ પર બેસી બહાર ખુલ્લામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાનો વારો
નસવાડી: નસવાડી તાલુકામાં એકબાજુ શિક્ષકો શાળાએ સમયસર પહોંચતા નથી. બીજી બાજુ જે આદિવાસી વિદ્યાર્થીઓને અભણ નથી રહેવું અને ભણવું છે. ત્યારે શિક્ષણને લગતી સુવિધાનો શાળામાં અભાવ છે. ત્યારે નસવાડી તાલુકાની ડુંગર વિસ્તારમાં દામણીઆંબા પ્રાથમિક શાળા ચાલે છે. જે શાળામાં ધો 1થી 8માં કુલ 107 જેટલા આદીવાસી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે ધોરણ 5થી 8ના 52 જેટલા વિદ્યાર્થીઓ શાળા બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં કેટલાય વિદ્યાર્થીઓ બેન્ચ પર બેસે છે.

જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ પ્રજ્ઞા વર્ગના ટેબલ પર બેસે છે જ્યારે કેટલાક નીચે બેસીને શિક્ષણની ભૂખ સંતોષી રહ્યાં છે. શાળામાં ભણતી વિદ્યાર્થીની સાથે વાતચીત કરતાં તેણીએ જણાવ્યું હતું કે બેસવા માટે બેન્ચ નથી ટેબલ પર પલાઠી વાળી બેસવું પડે છે પગ દુઃખે છે. બેન્ચ મળે શાળાને તેવી મારી માંગણી છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર એક બાજુ શિક્ષણની સુવિધાઓ વધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે. છતાંય જ્યાં શિક્ષણને લગતી સુવિધાની જરૂર છે. ત્યાં ફક્ત વાયદા કરાય છે. તાલુકા કક્ષાએ જેતે શાળાના આચાર્ય દ્વારા ઓરડા મંજૂર કરવાની ફાઈલો અપાઈ છે.
દામણીઆંબા પ્રાથમીક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણ બાબતની સુવિધાના અભાવને લઈ શિક્ષણ વિભાગના સૌ ભણે આગળ વધે, ગુણોત્સવ, પ્રવેશઉત્સવ, કન્યા કેળવડીના તમામ સૂત્રો ફારસ રૂપ કહી શકાય ત્યારે છોટાઉદેપુર જિલ્લાનું શિક્ષણ ખાતું શાળાની સુવિધા બાબતે ધ્યાન આપે તે જુરૂરી બન્યું છે. ભણે ગુજરાત અંતર્ગત બજેટમાં સૌથી વધુ 27500 કરોડની ફાળવણી છતાં શિક્ષણની સુવિધાઓ હજુ પણ ગામડાઓમાં જેસે થે તેવી પરિસ્થિતિમાં છે.
તસવીરો: ઇરફાન મેમણ, નસવાડી
નસવાડીમાં બેન્ચ પડી રહેલ હોવા છતાં નથી અપાતી

નસવાડી તા.ની શાળામાં બેન્ચની જરૂર હોવા છતાં બેન્ચ પડી રહેલી છે .બેન્ચ નવી કાટ ખાઈ રહી છે. જેને લઈ શાળાના બાળકો નીચે અથવા ટેબલ પર બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે, માટે જવાબદાર કોણ?

ટ્રાન્સ્પોટેશન સુવિધા નથી

દામણીઆંબા શાળામાં 17 જેટલા આદીવાસી વિદ્યાર્થીઓ પગપાળા આવે છે. જેમાં તરોલ, આંધનીના રોડ બિલડીગના કિલોમીટર મુજબ 3 કિમીથી વધુ થાય છે છતાંય ટ્રાન્સ્પોટેશન સેવા નથી અપાઈ.
શાળાનો ઓરડો મંજુર નથી 

શાળાના ઓરડા તોડતા પહેલા શાળાનો નવો ઓરડો મંજૂર થવો જોઈએ. જેની સામે 4,8,15નો શાળાનો જર્જરિત ઓરડો તોડવાનો ઓર્ડર છે. ટીઆરપી દ્વારા મૌખિક સૂચના અપાઈ છે. જ્યારે આચાર્યના જણાવ્યા મુજબ નવો ઓરડો મંજૂર થયો છે. પરંતુ લેખિતમાં કાગળ હજુ સુધી શાળા સુધી આવ્યો જ નથી.
 
તાલુકામાં બે વાર ફાઈલ મુકી ઓરડાની માંગણી કરેલ છે

શાળામાં ઓરડાની જરૂર છે. ઓરડાની માંગણી કરેલ છે તાલુકામાં બે વખત ફાઈલ આપેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા સામે બે શિક્ષકો 6થી 8 ધો.ના નથી, બે ઓરડાની જરૂર છે. ત્રણ મહીનાથી ચાર્જ મળ્યો છે. - ઉમેશભાઈ વસાવા આચાર્ય, પ્રાથમિક શાળા દામણીઆંબા
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-PAN-OMC-LCL-students-studying-and-sitting-in-the-open-at-naswadi-gujarati-news-5818076-PHO.html?ref=ht

મોદીરાજમાં ભ્રષ્ટાચાર વધ્યો, શ્રીમંતોની સંપત્તિ પણ વધી, વૈશ્વિક રિપોર્ટ

2015માં 76, 2016માં 79 અને 2017માં ભારત 81મા ક્રમે પહોંચ્યું : ટ્રાન્સપરન્સી ઇન્ટરનો રિપોર્ટ
નવી દિલ્હીઃ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 2017 માટે દુનિયાભરના દેશોનો કરપ્શન ઇન્ડેક્સ બહાર પાડ્યો હતો. ભ્રષ્ટાચારના મામલે 183 દેશોની યાદીમાં ભારતનું સ્થાન બે સ્ટેપ ઉતરીને 81 પર છે. 2016માં ભા રતનો ક્રમ 79મો હતો. 2015માં 76મો ક્રમ હતો. રેન્કિંગ માટે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે 0 (સૌથી વધારે ભ્રષ્ટ)થી 100 અંક (સૌથી ઓછો ભ્રષ્ટાચાર) માપદંડના આધારે 183 દેશોમાં સરકારી વિભાગો તથા કંપનીઓમાં ભ્રષ્ટાચારની સમીક્ષા કરી હતી. ભારતને આ વખતે પણ 40 પોઇન્ટ મળ્યા હતા.

જે દેશનો સ્કોર જેટલો વધારે હોય ત્યાં એટલો ઓછો ભ્રષ્ટાચાર હોવાનું કહેવાય છે. બર્લિન સ્થિત ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ વિશ્વબેન્ક, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તથા અન્ય સંગઠનોના આંકડાઓના આધારે દુનિયાભરના સરકારી વિભોગોમાં ભ્રષ્ટાચારની સમીક્ષા કરે છે.
રેન્ક વધુ
ભ્રષ્ટાચાર વધુ આ ઇન્ડેક્સમાં બે બાબતો મુખ્ય હોય છે. એક રેન્ક અને બીજો સ્કોર. 100માંથી મળેલા સ્કોરના આધારે દેશનો રેન્ક નક્કી થાય છે. જેટલો વધારે સ્કોર એટલો ભ્રષ્ટાચાર ઓછો. એ જ રીતે રેન્ક જેટલો વધારે ભ્રષ્ટાચાર એટલો વધુ. પ્રથમ રેન્ક ધરાવતો દેશ સૌથી ઓછો ભ્રષ્ટ અને રેન્કમાં સૌથી છેલ્લે હોય એ દેશ સૌથી વધારે ભ્રષ્ટ. 89 સ્કોર ધરાવતો ન્યૂઝીલેન્ડ સૌથી ઓછો ભ્રષ્ટ, 183 રેન્ક ધરાવતો સોમાલિયા સૌથી વધુ ભ્રષ્ટ છે.
સૌથી ઓછા ભ્રષ્ટ દેશ
રેન્કદેશસ્કોર
1ન્યૂઝીલેન્ડ89
2ડેન્માર્ક88
3ફિનલેન્ડ85
4નોર્વે85
5સ્વિત્ઝર્લેન્ડ85
સૌથી વધુ ભ્રષ્ટ દેશ
રેન્કદેશસ્કોર
183સોમાલિયા9
182દ.સુદાન12
181સીરિયા14
180અફઘાનિસ્તાન15

ભારત અને પડોશી દેશોની સ્થિતિ


દેશરેન્કસ્કોર
ભૂતાન6726
ચીન7741
ભારત8140
શ્રીલંકા9138
પાકિસ્તાન11731
નેપાલ12231
બાંગ્લાદેશ14328
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-modi-government-is-most-corrupted-government-gujarati-news-5818080-NOR.html?ref=ht

નર્મદાના ઓસરતા નીર, 500 ક્યુસેક આવક સામે 9000 ક્યુસેકની જાવક

નર્મદાડેમની હાલની જળસપાટી 110.19 મીટર છે અને હાલ તમામ પાવર હાઉસ બંધ રહેતા સરકારને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે
અમદાવાદઃ નર્મદાડેમની હાલની જળસપાટી 110.19 મીટર છે અને જળ સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ નર્મદા ડેમમાં પાણીની આવક 500 ક્યુસેક છે. જ્યારે IBPT ટનલ દ્વારા હાલ 9000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ તમામ પાવર હાઉસ બંધ રહેતા સરકારને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે.

સપાટીમાં કલાકે 1 સેમીનો ઘટાડો
ગત 20 ફેબ્રુઆરીના રોજ પણ અહેવાલો આવ્યા હતા કે, નર્મદા ડેમની જળસપાટીમાં દર કલાકે 1 સેન્ટિમીટરનો ઘટાડો થઈ રહ્યો છે. નર્મદા જળ બોર્ડના અધિકારી આર.કે.આચાર્યે જણાવ્યું હતું કે, દર કલાકે એક સેમી.નો ઘટાડો થઇ રહ્યો છે. આ ઘટાડો ગોળબોલે ગેટથી 605 કયુસેક તેમજ બે ટર્બાઈનમાં પાણી વપરાતા થયો છે.
ડેડ સ્ટોરેજ પાણીનો કરવો પડશે ઉપયોગ

નર્મદા ડેમમાં ઘટેલાં પાણીથી ઊભું થયેલું જળસંકટ નિવારવા 17 વર્ષમાં પહેલી વાર સરદાર સરોવરની ઇરિગેશન બાયપાસ ટનલ (આઇબીપીટી)નો ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત સરકારે નર્મદા ડેમના ડેડ સ્ટોરેજનું પાણી ઉપયોગમાં લેવા નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીને રજૂઆત કરી હતી, જેને પગલે ઑથોરિટીએ 31 જુલાઈ સુધી ડેડ સ્ટોરેજનાં પાણીનો ઉપયોગ કરવા મંજૂરી આપી છે.
88 મીટર સુધી જ થઇ શકશે ઉપયોગ

થોડા દિવસ પહેલા દિલ્હીમાં  મળેલી નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીની બેઠકમાં ગુજરાત સરકાર વતી મુખ્ય સચિવ જે. એન. સિંઘ, અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર અને નર્મદા નિગમના ચેરમેન એસ. એસ. રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉનાળામાં પીવાનાં અને રવી પાક માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા વધારાના પાણીની માંગણી કરી હતી. નર્મદા કન્ટ્રૉલ ઑથોરિટીએ મંજૂરી આપતાં હવે નર્મદામાંથી જરૂર મુજબનો પાણીનો જથ્થો મેળવી શકાશે. નર્મદા ડેમ ચોમાસામાં 130 મીટર સુધી ભરાયો હતો.

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-water-income-is-500-cusec-9000-cusecs-of-water-is-being-released-from-narmada-NOR.html

મનમાની ચલાવતી શાળાઓ સામે લેવાશે આકરા પગલાઃ શિક્ષણ મંત્રી

વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ન આપનારી શાળો સામે લેવાશે આકરા પગલા, ફીને લઈ કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં
 અમદાવાદઃ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ ના આપવા અને શાળાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી મનમાનીને લઈ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે,કોઈપણ સ્કૂલની મનમાની ચલાવી લેવામાં આવશે નહીં

ફીને લઈ વિદ્યાર્થીનું ભાવિ ના બગડવું જોઈએ
શિક્ષણ મંત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ''સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનને આવકારું છું. મનમાની ચલાવતી શાળાઓ સામે પગલા લેવામાં આવશે. ફીને લઈ કોઈપણ વિદ્યાર્થીનું ભાવિ બગડવું જોઈએ નહીં. રાજ્ય સરકારે સમિતિની રચના કરી છે. બન્ને પક્ષોએ વચગાળાના આદેશનું પાલન કરવું પડશે. કાયદાનો અમલ 2017-2018થી જ કરવો પડશે.
વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા નહીં ચલાવાય
તેઓએ વધુમાં કહ્યું કે, ''હાઈકોર્ટના ચીફ જસ્ટીસની સલાહ લઈને સમિતિ કામ કરશે. નવી વ્યવસ્થા થાય ત્યાં સુધી શાળાઓ નિયત ફી લઈ શકશે. શાળાઓના વલણથી સરકાર નારાજ છે. કેટલીક શાળાઓ ફી નહીં, ભરવાને કારણે પરીક્ષાની હોલ ટીકીટ રોકવાની ધમકી આપે છે તે, તે બાબત સંપૂર્ણ ગેર વ્યાજબી છે. ફી બાકી હોવાને કારણે હોલ ટીકીટ ના આપવાની બાબત કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવાનું કૃત્ય થશે તો રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ નિયમ મુજબ, આકરા નિર્ણય લેતા અચકાશે નહીં.''
સુપ્રીમના વચગાળાના હુકમને પ્રેમથી સ્વીકારે શાળા સંચાલકો

શિક્ષણ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ''સુપ્રીમ કોર્ટે 1-1-2018ના રોજ હુકમમાં દર્શવા પ્રમાણે શાળા કોઈ પ્રોવિઝનલ ફી જાહેર કરીને લઈ શકશે. પરંતુ તેનાથી વધુ ફી લઈ શકશે નહીં. પ્રોવિઝનલ ફી એક વચગાળાની વ્યવસ્થા હોવાથી તેને ડીપોઝીટ ગણવાની રહેશે. આ પ્રોવિઝનલ ફી સુપ્રીમ કોર્ટના ચૂકાદાને આધીન રહેશે.''

આ સિવાય શિક્ષણમંત્રીએ શાળા સંચાલકોને આ વચગાળાના હુકમને પ્રેમથી સ્વીકારી લઈ ઝડપથી અમલ કરવા માટે કહ્યું હતું. તેમજ પ્રેમ ભર્યો માહોલ અને કૌટુંબિક વાતાવરણ ઉભું કરવા માટે કહ્યું હતું.
શાળા હાલ જે ફી માગે તે ભરવી પડશે

જ્યારે અગ્ર શિક્ષણ સચિવ સુનૈના તોમરે કહ્યું કે, શાળા હાલ જે ફી માંગે તે ભરવી પડશે.વર્ષ 2017-18 માં કાયદો લાગુ પડતો હોવાથી નવા સત્રમાં ફી સરભર થશે.

જુના અને નવા ચૂકામાં શું છે ફેર

ભૂપેન્દ્રસિંહે કહ્યું ''કાયદાનો અમલ ક્યારથી કરવો તે બાબતની સ્પષ્ટતા નહોતી હવે સ્પષ્ટતા થઈ છે, જેથી આ કાયદાનો અમલ વર્ષ 2017-18 થી થશે. ગુજરાતની ચાર ઝોનમાં બનાવેલી ફી નિયમન કમિટીમાં  નિવૃત હાઇકોર્ટ જજ ન પ્રાપ્ય હોય તો ડિસ્ટ્રીક જજ પણ ચાલશે. ફી નિયમન બિલનો કાયદો વર્ષ 2017-2018 થી અમલી ગણાશે
પણ રાજ્યના વાલીઓએ હાલ શાળાઓએ નક્કી કરેલી પ્રોવિઝનલ ફી ભરવી પડશે.
ત્યારબાદ કમિટિ રચાયા બાદ રાજ્ય સરકારના નવા ફી ના ધોરણો પ્રમાણે ભરેલી ફી સરભર કરાશે''

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-gujarats-education-minister-bhupendra-singh-on-admit-card-issue-and-fee-in-school-NOR.html

હાલોલઃ ભાજપના વિજય સરઘસમાં રોકેટ લૉન્ચર જેવા સાધનનું પ્રદર્શન

પાલિકાની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારના નીકળેલા વિજય સરઘસમાં યુવાનના હાથમાં દેખાયું લોન્ચર જેવું સાધન
હાલોલઃ હાલોલમાં નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીના પરિણામો બાદ શહેરમાં વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં પોલીસની હાજરી વચ્ચે પણ ઘાતક રોકેટ લૉન્ચરનું પ્રદર્શન થતું રહ્યું હતું. વિજય સરઘસમાં ડીજેના તાલે નાચી રહેલા લોકો પૈકી એક યુવાનના હાથમાં આ રોકેટ લોન્ચર જેવું સાધન જોવા મળ્યું હતું. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જોકે સાથિનક પોલીસે આ કોઈ હથિયાર નહીં હોવાનો ખુલાસો કર્યો હતો.

વી.એમ કૉલેજ ખાતે યોજાયી હતી મત ગણતરી
રાજ્યની વિવિધ નગરપાલિકાઓની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ હાલોલ નગર પાલિકાની ચુંટણી બાદ યોજાયેલી મત ગણતરી સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ઉમટી પડ્યા હતા. હાલોલની વી.એમ કૉલેજ ખાતે યોજાયેલી મત ગણતરી બાદ વિજેતા ઉમેદવારોનાં વિજય સરઘસ હાલોલના જાહેર માર્ગો ઉપર યોજાયા હતા.
રોકેટ લૉન્ચર જેવું સાધન હવામાં તાકીને પ્રદર્શન 

શહેરનાં માર્ગો ઉપર નીકળેલા ભાજપનાં એક ઉમેદવારના વિજય સરઘસમાં એક યુવાને પોલીસની હાજરીમાં જ રોકેટ લૉન્ચર જેવું સાધન હવામાં તાકીને પ્રદર્શન કરી રહ્યો છે. જે વીડિયો હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થતા પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં હાલોલમાં થયેલા રમખાણો દરમિયાન મોટી માત્રામાં રોકેટ લૉન્ચર સહિત અન્ય ઘાતક શાસ્ત્રો પણ ઝડપાયા હતા.
ફટાકડા ફોડવાનું સાધન છેઃ પોલીસ

આ વીડિયો સંદર્ભે હાલોલ પોલીસ મથકનાં પીઆઈ બી.આર. ગોહિલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસનો પુરતો બંદોબસ્ત હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જે દેખાય છે તે ફટાકડા ફોડવાનું સાધન છે. જે સંદર્ભે અમે તપાસ કરી છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-PAN-OMC-LCL-display-of-equipment-like-rocket-launcher-in-victory-procession-gujarati-news-5817903-PHO.html?ref=ht&seq=1

સરકારી બેન્કોના દોઢ લાખ કર્મચારીઓની થશે બદલી
પંજાબ નેશનલ બેન્કના કૌભાંડ બાદ બધી બેન્કો જાગીઃ કેટલાકે બદલી શરૂ પણ કરી દીધીઃ પંજાબ નેશનલ બેન્કમાં ૧૪૧૫ કર્મચારીઓની કનિદૈ લાકિઅ બદલીઓ કરી દેવાઈ નવી દિલ્હી, તા. ૨૩ :. પીએનબીમાં હજારો કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યા બાદ સરકારી બેન્કોના લગભગ દોઢ લાખ અધિકારીઓ કનિદૈ લાકિઅ અને કર્મચારીઓની અકિલા બદલી થશે. સીવીસીએ ૩ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પદ અને એક જ શાખામાં તૈનાત અધિકારીઓ અને પાંચ વર્ષથી એક જ શાખામાં કનિદૈ લાકિઅ તૈનાત કર્મચારીઓની બદલી કરવાનો નિર્દેશ ગયા વર્ષના અંતમાં જારી કર્યો હતો. હવે અકીલા પીએનબી કૌભાંડ બાદ નાણા મંત્રાલયે તેને વહેલી તકે લાગુ કનિદૈ લાકિઅ કરવા જણાવ્યુ છે. બેન્કીંગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીવીસીના નિર્દેશોનું પાલન કરવા માટે તમામ બેન્કો અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરવાની કનિદૈ લાકિઅ તૈયારી કરી રહી છે. જેઓ લાંબા સમયથી એક જ શાખામાં કામ કરતા હોય. કેટલીક બેન્કોએ તો બદલી શરૂ પણ કરી દીધી છે. જેમાં બેન્ક ઓફ ઈન્ડીયા, બરોડા બેન્ક કનિદૈ લાકિઅ અને પંજાબ નેશનલ બેન્કનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બધી સરકારી બેન્કોની દોઢ લાખથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓની બદલી થશે. પીએનબી કનિદૈ લાકિઅ કૌભાંડનો મુખ્ય આરોપી ગોકુલનાથ શેટ્ટી ૭ વર્ષથી એક જ પદ પર હતો. આ જ રીતે કલાર્ક મનોજ ખરાત પણ લાંબા સમય સુધી એક જ શાખામાં હતો. તેઓએ કનિદૈ લાકિઅ પદનો દૂરૂપયોગ કરી બેન્કને બુચ લગાવ્યુ છે. પીએનબીમાં અત્યાર સુધીમાં ૧૪૧૫ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. જેમા ૭૨૧ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.(૨-૩) (9:56 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124764

કનિદૈ લાકિઅ નિરવ મોદી ઈડી સમક્ષ હાજર ન થયોઃ કહ્યું હું બીઝી છું: એજન્સીએ નવુ સમન્સ જારી કર્યુ નવી
દિલ્હીઃ ૧૧૪૦૦ કરોડના કૌભાંડના સૂત્રધાર નિરવ મોદી ગઈકાલે ઈડી સમક્ષ કનિદૈ લાકિઅ હાજર ન થયોઃ ઈડીએ નવુ સમન્સ જારી કર્યુઃ નિરવે જણાવ્યુ છે કે મારો પાસપોર્ટ સસ્પેન્ડ થતા અને હું કામમાં બીઝી હોવાથી હાજર રહી શકુ તેમ નથીઃ કનિદૈ લાકિઅ ઈડીએ મનીલોન્ડરીંગ અકિલા એકટ હેઠળ તેને બોલાવ્યો હતો હવે તેને ૨૬મીએ હાજર થવા જણાવાયુ છેઃ ઈડીએ નિરવના મામા અને ગીતાંજલીના માલિક મેહુલ ચોકસીને કનિદૈ લાકિઅ આજે હાજર થવા જણાવ્યુ છેઃ થોડા સમય પહેલા વિજય માલ્યાએ પણ ઈડીના સમન્સનો આવો જવાબ આપ્યો હતોઃ અત્યારે નિરવ મોદી વિદેશમાં છે (9:56 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124763

૩૧ માર્ચ સુધીમાં રિટર્ન નહીં ભરો તો મુશ્કેલીમાં મુકાશો
લોન ભરવામાં, વિઝા લેવામાં સમસ્યાનો સામનો કરવો પડશેઃ ૨૦૧૬-૧૭ના રિટર્ન ભરવા માટે જાહેરાત નવી દિલ્હી કનિદૈ લાકિઅ તા. ૨૩ : જે કરદાતાઓએ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ (એસેસમેન્ટ વર્ષ ૨૦૧૭-૧૮)ના આવકવેરા રિટર્ન નથી ભર્યાં તેમણે ૩૧ માર્ચ સુધીમાં તે ભરી દેવા કનિદૈ લાકિઅ જરૂરી છે કારણ અકિલા કે આ વખતે સરકારે નાણાંકીય વર્ષ પૂર્ણ થયાના બે વર્ષ સુધી આવકવેરા રિટર્ન ભરવાની મર્યાદા ઘટાડી દીધી છે. આવકવેરા વિભાગે કનિદૈ લાકિઅ કરદાતાઓને ઇ-મેઇલ અને એસએમએસ દ્વારા ૩૧ માર્ચ સુધીમાં આવકવેરા રિટર્ન ભરવાની જાણ અકીલા કરવાનું પણ શરૂ કરી દીધું છે. જો ૩૧ માર્ચ સુધીમાં ૨૦૧૬-૧૭નું કનિદૈ લાકિઅ રિટર્ન ભરવામાં નહીં આવે તો તેવા કરદાતાને લોન મેળવવામાં મુશ્કેલી થશે અને વિઝામાં પણ સમસ્યાનો સામનો કરવો પડશે. ઉપરાંત, વેપારીઓ પોતાનો કનિદૈ લાકિઅ લોસ પણ કેરી ફોરવર્ડ નહીં કરી શકે. નિયમ મુજબ જે કરદાતાઓની આવક મુકિત-મર્યાદાથી વધારે હોય તેમણે રિટર્ન ભરવા આવશ્યક છે સાથોસાથ જેમની આવક મુકિત-મર્યાદાથી કનિદૈ લાકિઅ ઓછી હોય પરંતુ નોટબંધી વખતે નોંધપાત્ર રકમ ખાતાંમાં જમા કરાવી હોય તો તેમણે પણ નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭નું રિટર્ન ભરવું જરૂરી છે. કનિદૈ લાકિઅ અત્યાર સુધી લાગુ પડતું એસેસમેન્ટ વર્ષ પૂર્ણ થયા બાદ વધુ એક વર્ષ સુધી વિલંબિત આવકવેરા રિટર્ન ભરી શકાતું હતું પરંતુ આ વખતે એસેસમેન્ટ વર્ષ કનિદૈ લાકિઅ પૂર્ણ થવા સાથે જ રિટર્ન ભરવાનો સમય પૂર્ણ થઇ જશે. જો નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭નું રિટર્ન ૩૧ માર્ચ સુધીમાં ભરવામાં નહીં આવે તો પેનલ્ટી કે લેટ ફી સાથે પણ રિટર્ન નહીં ભરી શકાય અને આવકવેરા વિભાગના પગલાં માટે તૈયાર રહેવું પડશે. કેટલાક નિષ્ણાતોએ પેનલ્ટી સાથે પણ રિટર્ન ભરવા દેવું જોઇએ એમ જણાવ્યું છે જયારે કેટલાકના મતે સરકારે અગાઉ જ આ જાહેરાત કરી હોવાથી એક્ષ્ટેન્શનની આવશ્યકતા નહીં હોવાનું કહ્યું છે.(૨૧.૬)   (10:01 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/23-02-2018/124773


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment