સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 6 February 2018

નર્મદામાં જળસંકટ: સરદાર સરોવર ડેમમાં માત્ર 2 મીટર જ પાણી - જુલાઈથી અમદાવાદને નર્મદાનું પાણી બંધ કરાયું, ચૂંટણીના 30 દિવસ આપ્યું - શેરબજારમાં 'મહાભૂકંપ': ૧૩૦૦ પોઇન્ટનો કડાકો - અમેરિકી શેરબજાર કડડભૂસઃ એશિયન બજારોમાં કડાકો - સેંસેક્સમાં વિક્રમી કડાકા. - વાહન જેટલુ અંતર કાપશે એટલો જ ટોલ ટેકસ ચુકવવાનો રહેશે - બે નવા ટેકસની તૈયારીઃ 'નોન કોમ્પિટ ફી ટેકસ અને ડિજિટલ ટેકસ'


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

નર્મદામાં જળસંકટ: સરદાર સરોવર ડેમમાં માત્ર 2 મીટર જ પાણી

સરકારનાં મિસ મેનેજમેન્ટના લીધે 4.4 કરોડ ગુજરાતીઓ પર તોળાતું જળસંકટ
અમદાવાદ: મુખ્યમંત્રીએ એવું કહ્યું કે ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર ન કરે કારણ કે નર્મદામાં પાણી નથી તો દિવ્ય ભાસ્કરની ટીમ નદીનું દર્દ જાણવા નીકળી પડી. કેવડિયાથી ત્યાંથી લઈ ભરૂચ સુધીની હકીકત જાણી. જે સત્ય સામે આવ્યું તે અત્યંત ચોંકાવનારું છે. જેટલું જણાવાયું હતું તેનાથી પણ બદતર હાલતમાં નર્મદા છે. ચોમાસાને હજુ સાડા ચાર મહીના બાકી છે અને ડેમમાં લઘુત્તમ લેવલની ઉપર માત્ર બે મીટર પાણી બાકી છે. પાણીની આવક કરતાં જાવક વધુ છે. ખેતી અને ઉદ્યોગો માટે પાણીની વાત તો છોડો ચાલુ વર્ષે ઉનાળામાં આપણને પીવાનું પાણી પણ જો મળે તો તે મોટો ચમત્કાર ગણાશે. 169 ગામ અને 12028 શહેર સંપૂર્ણ રીતે નર્મદાના સહારે છે.

આ રિપોર્ટ કેમ ચોંકાવનારો છે

માત્ર બે મીટર બચ્યું છે જળ સ્તર
નર્મદાનું લઘુત્તમ લેવલ 110.7 મીટર છે, અત્યારે ડેમમા 112.22 મીટર પાણી છે. એટલે કે માત્ર 2 મીટર બચ્યું છે. જ્યારે 1થી 15 ડિસેમ્બર વચ્ચે 3 મીટર પાણી છોડવામાં આવ્યું હતું, એટલે કે જેટલું પાણી અત્યારે બચ્યું છે તેનીથી વધુ તો 15 દિવસમાં છોડાયું છે.
ડેમ ખાલી થઇ રહ્યો છે
5611 ક્યૂસેક પાણી મધ્યપ્રદેશ તરફથી ડેમમાં ગુજરાતમા આવી રહ્યું છે જ્યારે અહીંથી 8800 ક્યૂસેક પાણી છોડાઇ રહ્યું છે, એટલે કે જેટલું આવે છે તેનાથી વધુ છોડવું પડે છે.

75% વસતી નર્મદા સહારે
ગુજરાતની 4.4 કરોડ વસતી એટલે કે 75 ટકા સંપૂર્ણપણે નર્મદાના પાણીના સહારે જ છે. તેમાં 169 નાના-મોટા શહેર અને 12028 ગામ સામેલ છે.

...અને લાચારી જણાવતા 3 સરકારી નિવેદન

ખેડૂતોને પાણી નહીં
નર્મદામાં પાણી ઓછું છે. અમારે લોકોને પીવાનું પાણી આપવાનું છે આથી ખેડૂતો ઉનાળુ પાકની વાવણી ન કરે. વિજય રૂપાણી, મુખ્યમંત્રી
ઉદ્યોગોને પાણી નહીં
સરકાર ઉદ્યોગોને પાણી આપી શકશે નહીં. સ્થાનિક સંસ્થા પણ વૈકલ્પિક વ્યવસ્થા રાખે. - જેએન સિંહ, ચીફ સેક્રેટરી, ગુજરાત

નર્મદાના ટેકે રહેવું છોડી દો
એ ધારણા બદલવી પડશે કે સરદાર સરોવર જ બધુ છે. નર્મદાના પાણીને આપણે હવે પાણીના મુખ્ય સ્રોત સ્વરૂપે જોવું જોઈએ નહીં. - બી એન નવલાવાલા, cmના સલાહકાર જલ પ્રબંધન
જળકપટ કેમ?

સપ્ટેમ્બરમાં, ચોમાસાનો અંત આવ્યો ત્યારે ડેમમાં 130.74 મીટર પાણી હતું, ડેમમાં પાણીની આવક પણ સારી એવી હતી. ડિસેમ્બર સુધી ડેમની સપાટી 124 મીટર હતી પણ આવક ઘટવા માડી હતી. તેમ છતાં સરકારે ચૂંટણીનો સમય હોઈ માત્ર બે મહીનામાં 12 મીટર પાણી વહેવડાવી દીધું. હવે ડેમમાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી માત્ર 2 મીટર  છે, પાણીની આવક નહીંવત છે એટલે ખેડૂતોને ઉનાળું પાકની ના પાડી, પીવાના પાણીની પણ તંગી સર્જાય તેવી સ્થિતિ છે.

બે મહિના 12 મીટર લેવલ ઘટ્યું
3 ફેબ્રુઆરી - 112.22 મીટર
01 ડિસેમ્બર - 124.02 મીટર
સ્ત્રોત- નર્મદા કંટ્રોલ ઑથોરિટી

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-only-2-meters-water-in-sardar-sarovar-dam-gujarati-news-5806636-PHO.html?ref=dbnotify&utm_source=browser&utm_medium=push_notification&utm_campaign=db_notifications&seq=1

જુલાઈથી અમદાવાદને નર્મદાનું પાણી બંધ કરાયું, ચૂંટણીના 30 દિવસ આપ્યું

ઈન્દિરા બ્રિજ પાસે નદી સૂકાવાની શરૂઆત, ઉનાળો આવતા સૂકી ભઠ્ઠ થઈ જશે
અમદાવાદ: નર્મદા કેનાલમાંથી સાબરમતીને પાણી આપવાનુ બંધ કરી દેવાયું છે. વાસણા બેરેજમાંથી જિલ્લાના ગામોને ખેતી માટે કેનાલથી અપાતું એક હજાર કયુસેક પાણી પણ બંધ કરાતા સાણંદ, દસક્રોઈ, બાવળા, ધોળકા સહિતના ગામોના દસ હજાર હેકટર જમીનમાં કરેલો ડાંગરનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. જુલાઈ-2017થી નર્મદામાંથી પાણી છોડવાનું બંધ કરાયું. ડિસેમ્બરમાં ચૂંટણી હોવાથી એક મહિનો 200 કયુસેક પાણી અપાયું અને જાન્યુઆરીથી ફરી બંધ કરાયું છે.
પીવાના માટે ફરી ધરોઈ ડેમ પર આધાર રાખવો પડશે
2005થી અત્યાર સુધી ખેતી માટે જરૂરિયાત મુજબ એક હજાર કયુસેક પાણી અપાય છે પણ આ વર્ષે છેલ્લા છ માસથી પાણી આપવાનું બંધ કરી દેવાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. બીજી તરફ સાબરમતી નદીમાં પણ પાણી ઓછું થવાની શરૂઆત થઈ છે. ઉનાળો આવતાં સુધીમાં તો રિવરફ્રન્ટ ખાલીખમ થઈ જશે.
નદી સૂકાઈ જતાં રિવરફ્રન્ટ ખાલીખમ થઈ જશે
અમદાવાદના જિલ્લાના સાણંદ, બાવળા, ધોળકા, દસક્રોઈ સહિતના તાલુકાઓમાં કુલ 7000 હજાર હેકટરમાં ઘઉં અને 10 હજાર હેકટરમાં ડાંગરનુ વાવેતર કરાયુ છે. અગાઉથી જ સરકારને આ અંગે રિપોર્ટ પણ કરાયો હોવાનું સૂત્રોનું કહેવુ છે. ઘઉંનુ વાવેતર લગભગ ફેબ્રુઆરીના અંતમાં પૂરુ થઈ જશે જયારે ડાંગરના વાવેતર 15 એપ્રિલ સુધી પાણીની તાતી જરૂરિયાત રહેશે.
3 મીટર સપાટી ઘટે તો નદી ખાલી
વાસણા બેરેજની સપાટી 135 મીટરની હોય છે. અત્યાર પાણી ન મળતા સપાટી 133 મીટરની થઈ છે. આ સપાટી 130 મીટર થશે તો પાણી સાવ રહે નહીં. હવે, જો આ પાણી જિલ્લાની કેનાલમાં છોડીને પાક માટે અપાય તો નદી સૂકીભઠ થઈ જવાની ભીતિ છે.
બેરેજમાં પાણીની આવક ઝીરો ક્યુસેક
સામાન્ય દિવસોમાં બેરેજ ખાતે પાણી 600 કયુસેક જેટલું રહેતું હોય છે. પણ પહેલીવાર પાણીની આવક બિલકુલ શૂન્ય થઈ ગઈ છે. આના કારણે ઉનાળો આવતા સુધીમાં રિવરફ્રન્ટમાં પણ પાણી ન રહેવાની શકયતા ઉભી થઈ છે.
સંત સરોવરમાંથી પાણી લેવાય છે
ધરોઈ ડેમના સંત સરોવરમાંથી સાબરમતીમાં 200 કયુસેક પાણી છોડાય છે. આમાંથી 150 કયુસેક પાણી ફ્રેન્ચવેલ મારફતે કોર્પોરેશન પીવાનુ પાણી માટે લઈ લે છે. ટોરેન્ટને વીજળી માટે દસ કયુસેક પાણી અપાય છે, બાકીનું 40 કયુસેક વેડફાઈ જાય છે.
હાલ પીવાના પાણીની તંગી નહીં ઊભી થાય
અમદાવાદમાં દૈનિક પાણીનો વપરાશ 1200 એમએલડી છે. જેમાંથી 150 કયુસેક ધરોઈડેમમાંથી મળે છે. એ સિવાયનુ પાણી નર્મદામાંથી બીજી લાઈન મારફતે સીધું જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લેવામાં આવે છે. આ પાણીની આવક ચાલુ હોવાથી શહેરમાં પાણીની હાલ કોઈ સમસ્યા સર્જાશે નહીં તેવુ અધિકારીઓનુ માનવુ છે.

Source :-https://www.divyabhaskar.co.in

શેરબજારમાં 'મહાભૂકંપ': ૧૩૦૦ પોઇન્ટનો કડાકો
નિફટી પણ ૩૦૦ પોઇન્ટ તૂટયોઃ અમેરિકન શેરબજારમાં થયેલો કડાકો આજે ભારતીય શેરબજારમાં જોવા મળ્યોઃ ૨૦૧૫ પછીની સૌથી કનિદૈ લાકિઅ મોટી અંધાધૂંધીઃ નિફટીમાં પણ એવી જ મોટી અફરાતફરીઃ શેરધારકો ફફડે છેઃ અમેરિકામાં લીઝ બોન્ડનું માર્કેટ નેગેટિવ આવતા ભારત સહિત વિશ્વના તમામ શેરબજારોમાં કનિદૈ લાકિઅ મોટુ અકિલા પેનીકઃ ભારતમાં ત્રણ દિવસમાં ૨૩૦૦ પોઇન્ટનો કડાકોઃ બીટકોઇનમાં પણ મોટાપાયે વેચાણઃ અબજો રૂપિયાનું ધોવાણઃ ભારતના બોન્ડ માર્કેટમાં કનિદૈ લાકિઅ પણ મોટુ વેચાણ આવવાનો ભય મુંબઇ તા. ૬ : વૈશ્વિક બજારમાં કડાકા બાદ અકીલા હવે ભારતીય શેરબજાર પણ કડડભૂસ થયું છે. ૩૦ શેરોના બીએસઇ કનિદૈ લાકિઅ સેન્સેકસ મોટા કડાકા સાથે ૩૩,૫૩૮ પર ખુલ્યો. એક તબક્કે ૧૩૦૦ પોઇન્ટ તૂટયા પછી ૧૦.૪૦ વાગ્યે ૧૦૭૮ પોઇન્ટ તૂટી સેન્સેકસ ૩૩૬૭૮ છે. જ્યારે ૧૦.૩૦ કનિદૈ લાકિઅ વાગ્યે નીફટી ૩૨૦ પોઇન્ટ તૂટીને ૧૦૩૪૫ ઉપર છે. હાલમાં વિશ્વભરના બજારોમાં અંધાધૂંધી ફેલાય છે અને ભારતીય શેરબજારમાં પણ હાહાકાર જોવા મળી રહ્યો કનિદૈ લાકિઅ છે. રોકાણકારો વેચાણ અંગે આતૂરતાથી રાહ જોઇ રહ્યા છે પરંતુ કોઇપણ સેકટર લીલી નિશાનીમાં જોવા મળી રહ્યું નથી. આઇટી, બેન્કીંગ, ફાર્મા, ફાઇનાન્સ કનિદૈ લાકિઅ સહિત તમામ વિભાગોમાં વેચાણ જોરશોરમાં છે.   અમેરિકન શેરબજારમાં સોમવારના રોજ મોટો કડાકો બોલાયો તેની અસર મંગળવારના રોજ ભારતીય શેરબજાર પર કનિદૈ લાકિઅ પણ જોવા મળી. સેન્સેકસ અને નિફટી ખૂલતાની સાથે જ ધડામ કરતાં પછડાયા. સેન્સેકસ અંદાજે ૧૨૦૦ અંકના કડાકા સાથે ખૂલ્યો જયારે નિફટીમાં ૩૫૦ અંકના ઘટાડો જોવા મળ્યો અમેરિકાના શેરબજારમાં પણ સોમવારે મોટું ગાબડું પડ્યું હતું. તો ઓગસ્ટ ૨૦૧૧ પછી અમેરિકન શેરબજારમાં આવેલ આ સોથી મોટું ગાબડુ છે. સોમવારે કારોબારી સત્રમાં ડાઉ જોન્સ ૧,૧૭૫.૨ પોઇન્ટ એટલે કે ૪.૬ ટકાના ભારે ઘટાડા સાથે ૨૪,૩૪૫.૭૫ પર બંધ થયો હતો. જયારે S&P ૫૦૦ સ્ટોક ઇન્ડેકસ ૩.૮ અને નેસ્ડેક ૩.૭ના ઘટાડા સાથે બંધ થયો હતો. હવે જયારે અમેરિકી શેરબજાર પોતાની ટોચ પરથી ૭ ટકા જેટલા નીચે ગબડી પડ્યા છે ત્યારે તેની વાઇસવર્સા અસર ભારતીય માર્કેટ પર પણ જોવામાં આવશે. બજારની હાલત જોતા વાઈટ હાઉસ દ્વારા પણ નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે અમારી ચિંતા હંમેશા બનેલી રહી છે. ખાસ કરીને ત્યારે જયારે બજાર કોઈ પણ મૂલ્યમાં ઘટાડો નોંધાવે, પણ અમે અમારી અર્થવ્યવસ્થાની પાયાની વાતોમાં પણ વિશ્વાસ રાખીએ છીએ. અમેરિકન શેરબજારમાં સોમવારના રોજ મોટો કડાકો બોલાયો તેની અસર મંગળવારના રોજ ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. સેન્સેકસ અને નિફટી ખૂલતાની સાથે જ ધડામ કરતાં પછડાયા. સેન્સેકસ અંદાજે ૧૨૦૦ અંકના કડાકા સાથે ખૂલ્યો જયારે નિફટીમાં ૩૫૦ અંકના ઘટાડો જોવા મળ્યો.(૨૧.૧૩) (11:08 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123543

અમેરિકી શેરબજાર કડડભૂસઃ એશિયન બજારોમાં કડાકો
વોલ સ્ટ્રીટમાં ૧૬૦૦ પોઇન્ટનો તોતીંગ ઘટાડોઃ ડાઉ જોન્સ અને એસ એન્ડ પી-પ૦૦ પણ તુટયાઃ ઓગષ્ટ ર૦૧૧ બાદ સૌથી મોટો કનિદૈ લાકિઅ ઘટાડોઃ અમેરિકી શેરબજાર ૧૧૭પ પોઇન્ટના ઘટાડા સાથે બંધઃ જાપાન, દ.કોરીયા, ઓસ્ટ્રેલીયા સહિતના બજારો પણ તુટયા વોશીંગ્ટન તા.૬ : અમેરિકી શેરબજારમાં કનિદૈ લાકિઅ કડાકો અકિલા બોલી ગયો છે. ઓગષ્ટ-ર૦૧૧ બાદ સૌથી મોટો કડાકો બોલી જતા ઇન્વેસ્ટરો સ્તબ્ધ થઇ ગયા છે. ગઇકાલે રાત્રે ડાઉ જોન્સ ૧૧૭પ.ર પોઇન્ટ કનિદૈ લાકિઅ એટલે કે ૪.૬ ટકાના ઘટાડા સાથે ર૪૩૪પ.૭પ પોઇન્ટના સ્તર ઉપર બંધ થયો. એસ એન્ડ અકીલા પી-પ૦૦ સ્ટોક ઇન્ડેકસ ૩.૮ ટકા અને નાસ્ડેક ૩.૭ ટકાના ઘટાડા કનિદૈ લાકિઅ સાથે બંધ થયો છે. અમેરિકી બજાર પોતાના શિખરથી ૭ ટકા જેટલો તુટી ચુકયો છે. અમેરિકી બજારને પગલે એશિયન માર્કેટમાં પણ કડાકો બોલી ગયો છે. બજારની કનિદૈ લાકિઅ હાલત જોતા વ્હાઇટ હાઉસે પણ નિવેદન જારી કર્યુ છે. વ્હાઇટ હાઉસે કહ્યુ છે કે અમારી ચિંતા હંમેશા બની રહે છે. ખાસ કરીને બજારમાં ઘટાડો થતો હોય કનિદૈ લાકિઅ છે. અત્રે એ નોંધનીય છે કે ર૦૦૮ના નાણાકીય સંકટ દરમિયાન ડાઉ જોન્સ ૭૭૭ પોઇન્ટ તુટયો હતો. ડાઉ જોન્સ અને એસ એન્ડ પી-પ૦૦ ઇન્ડેકસ ઓગષ્ટ ર૦૧૧ બાદ કનિદૈ લાકિઅ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. મોંઘા બોન્ડ યીલ્ડ ડે રોકાણકારોની ઉંઘ હરામ કરી દીધી છે જે ર.૮૮ ટકા સુધી પહોંચી ગયો છે. જાણકારોના કહેવા મુજબ કનિદૈ લાકિઅ અમેરિકી રોકાણકારો અર્થવ્યવસ્થાના દ્રષ્ટિકોણમાં નાના પરંતુ મહત્વના પરિવર્તનો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ગોલ્ડમેન સેકસનું કહેવુ છે કે બજારમાં આ વર્ષે ઘણી ઉથલપાથલ થતી રહેશે. સેન્ટ્રલ બેંક ઓછા બોન્ડ ખરીદે છે અને વ્યાજદર વધારી રહ્યા છે તો એસ એન્ડ પીનું કહેવુ છે કે, ગઇકાલે સેલ ઓફ એ કંપનીઓના શેરોને વેચવા માટે આગળ વધવા માટે મજબુર કર્યા હતા. એરીન ગીબ્ઝનું કહેવુ છે કે આ અર્થવ્યવસ્થાનું પતન નથી અને ચિંતાનો વિષય પણ નથી. દરમિયાન વોલ સ્ટ્રીટના ઘટાડા બાદ એશિયન માર્કેટોમાં કડાકો બોલી ગયો છે. જાપાનનો નિકેઇ ૪.૬ ટકા, ઓસ્ટ્રેલીયન ૩.૦ ટકા, દ.કોરિયાનો શેર ર.૦ ટકા તુટી ગયા છે. ગઇકાલે વોલ સ્ટ્રીટમાં સેશન દરમિયાન ૧૬૦૦ પોઇન્ટનો કડાકો બોલી જતા એશિયન માર્કેટ પણ હચમચી ઉઠયા છે.(૩-૨) (11:40 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123512

સેંસેક્સમાં વિક્રમી કડાકા... 
૨૦૧૫માં ૧૬૨૫ પોઇન્ટનો સૌથી મોટો કડાકો          મુંબઈ, તા.૬ : વૈશ્વિક શેરબજારમાં હાલ પ્રવર્તી રહેલી અભૂતપૂર્વ મંદીની અસર કનિદૈ લાકિઅ ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આજે કારોબારની શરૂઆત થતાની સાથે જ બજારમાં કોહરામની સ્થિતી રહી હતી. શેરબજાર ફરી એકવાર પત્તાની મહેલની કનિદૈ લાકિઅ જેમ ધરાશાયી અકિલા થતા કારોબારી ભારે ચિંતાતુર દેખાયા હતા. ૩૦ શેરના બીએસઇ સેંસેક્સમાં ૧૨૦૦ પોઇન્ટનો મોટો કડાકો બોલી ગયો હતો. આની સાથે જ તેની કનિદૈ લાકિઅ સપાટી ૩૩૫૩૮ની નીચી સપાટી પર રહી હતી. ૫૦ શેરના એનએસઇ નિફ્ટીમાં ૩૫૦ પોઇન્ટનો અકીલા રેકોર્ડ કડાકો બોલાયો હતો.  શેરબજારના ઇતિહાસમાં હજુ સુધીના કનિદૈ લાકિઅ સૌથી મોટા કડાકા નીચે મુજબ છે. *    ૨૪મી ઓગસ્ટ ૨૦૧૫ના દિવસે ૧૬૨૫ પોઇન્ટનો ઘટાટો *    ૨૧મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૧૪૦૮ પોઇન્ટનો ઘટાડો *    કનિદૈ લાકિઅ છઠ્ઠી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે શરૂઆતી કારોબારમાં ૧૨૦૦ પોઇન્ટનો ઘટાડો *    ૨૪મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૧૦૭૧ પોઇન્ટનો ઘટાડો *    ૧૭મી કનિદૈ લાકિઅ માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૫૧ પોઇન્ટનો ઘટાડો *    ત્રીજી માર્ચ ૨૦૦૮ના દિવસે ૯૦૧ પોઇન્ટનો ઘટાડો *    ૨૨મી જાન્યુઆરી ૨૦૦૮ના દિવસે ૮૭૫ પોઇન્ટનો કનિદૈ લાકિઅ ઘટાડો *    છઠ્ઠી જુલાઈ ૨૦૦૯ના દિવસે ૮૭૦ પોઇન્ટનો ઘટાડો *    છઠ્ઠી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૮૫૫ પોઇન્ટનો ઘટાડો *    બીજી ફેબ્રુઆરી ૨૦૧૮ના કનિદૈ લાકિઅ દિવસે ૮૪૦ પોઇન્ટનો ઘટાડો *    ૧૧મી ફેબ્રુઆરી ૨૦૦૮ના દિવસે ૮૩૪ પોઇન્ટનો ઘટાડો *    ૧૮મી મે ૨૦૦૬ના દિવસે ૮૨૬ પોઇન્ટનો ઘટાડો *    ૧૧મી ફેબ્રુઆરી ૨૦૧૬ના દિવસે ૮૦૭ પોઇન્ટનો ઘટાડો *    ૧૦મી ઓક્ટોબર ૨૦૦૮ના દિવસે ૮૦૧ પોઇન્ટનો ઘટાડો *    ૧૩મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૭૧ પોઇન્ટનો ઘટાડો *    ૧૭મી ડિસેમ્બર ૨૦૦૭ના દિવસે ૭૬૯ પોઇન્ટનો ઘટાડો *    ૧૬મી ઓગસ્ટ ૨૦૧૩ના દિવસે ૭૭૦ પોઇન્ટનો ઘટાડો *    ૭મી જાન્યુઆરી ૨૦૧૬ના દિવસે ૭૪૯ પોઇન્ટનો ઘટાડો *        ૩૧મી માર્ચ ૨૦૦૮ના દિવસે ૭૨૬ પોઇન્ટનો ઘટાડો (12:50 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123555

વાહન જેટલુ અંતર કાપશે એટલો જ ટોલ ટેકસ ચુકવવાનો રહેશે
સરકાર પે એન્ડ યુઝ નીતિ હેઠળ ખાનગી અને વ્યવસાયિક વાહનોને ટોલ ટેકસમાં રાહત આપવાની તૈયારીમાં: આ માટેના કનિદૈ લાકિઅ ટેન્ડરો જારીઃ એપ્રિલથી પાયલોટ પ્રોજેકટ હેઠળ દિલ્હી-મુંબઇ હાઇવે પર યોજના શરૂ થશે નવી દિલ્હી તા.૬ : સરકાર પે એન્ડ યુઝ નીતિ હેઠળ ખાનગી કનિદૈ લાકિઅ અને વ્યવસાયિક અકિલા વાહનોને ટોલ ટેકસમાં રાહત આપવા જઇ રહી છે જે અનુસાર વાહન ટોલ રોડનો જેટલો ઉપયોગ કરશે એટલા હિસ્સાનો કર લાગશે. આ બારામાં કનિદૈ લાકિઅ ટેન્ડરો જારી કરવામાં આવ્યા છે. હાઇવે ઓથોરીટીના એક વરિષ્ઠ અધિકારીનું કહેવુ છે અકીલા કે, આ વ્યવસ્થા પાયલોટ પ્રોજેકટ હેઠળ એપ્રિલમાં દિલ્હી-મુંબઇ કનિદૈ લાકિઅ રાષ્ટ્રીય રાજમાર્ગ પર છ મહિના માટે શરૂ કરવામાં આવશે. પ્રથમ ચરણમાં પ૦૦ વાહનો જેમાં ૬૦ ટકા ખાનગી અને ૪૦ ટકા વ્યવસાયિક વાહનો હશે તેમાં કનિદૈ લાકિઅ જીપીએસ લગાડી પે એન્ડ યુઝનો ઉપયોગ છ મહિના માટે થશે. આવા વાહનો પાસેથી ટોલ પ્લાઝા પર ટેકસ નહી લેવાય. ફાસ્ટ ટેગથી ઓટોમેટીક ટેકસનું ચુકવણુ કરવામાં કનિદૈ લાકિઅ આવશે. જો પ્રયોગ સફળ રહેશે તો દિલ્હી-મુંબઇ વચ્ચે તમામ ૧૭ ટોલ પ્લાઝા હટાવી લેવાશે. નવેમ્બરથી દિલ્હી-મુંબઇ વચ્ચે એડવાન્સ સીસીટીવી કેમેરા કનિદૈ લાકિઅ યુકત એન્ટેના લગાડાશે. હાઇવે પર લાગેલા એન્ટેનાથી ટોલ ચુકવણુ થઇ શકશે. તે પછી ટોલ પ્લાઝા હટાવી લેવાશે. અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ વાહનો કનિદૈ લાકિઅ પર ફાસ્ટ ટેગ લગાવી ચુકયા છે. ૩૭૧ ટોલ પ્લાઝાની એક સમર્પિત લેનને ઇલેકટ્રોનીક ટોલ કલેકશન ટેકનીક લગાવી દેવાઇ છે. જેમાં ફાસ્ટ ટેગ વાહનો પાસેથી ટેકસનું ચુકવણુ થાય છે. આ માટે વાહનોએ ટોલ પ્લાઝા પર અટકવુ પડતુ નથી. ફાસ્ટ ટેગમાં પ૦૦ થી ૧૦,૦૦૦નું રિચાર્જ કરાવી શકાય છે. ટોલ પર પૈસા ચુકવવાની સુચના એસએમએસથી મળશે. ટેગથી પેટ્રોલ ભરાવા, ચેક પોસ્ટ પર ચુકવણુ થઇ શકશે. ફાસ્ટ ટેગની કિંમત ૧૩૦ રૂ. છે.(૩-૩) (9:47 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123514

બે નવા ટેકસની તૈયારીઃ 'નોન કોમ્પિટ ફી ટેકસ અને ડિજિટલ ટેકસ'
સરકારના આ પગલાથી ન કેવળ ગૂગલ, ફેસબુક અને નેટફિલકસ જેવી મોટી કંપનીઓ પર અસર પડશેઃ ભારતમાં વેપાર કનિદૈ લાકિઅ કરતી ઇન્ટરનેટ આધારિત નાની વિદેશી કંપનીઓએ પણ ટેકસ ભરવો પડશે નવી દિલ્હી તા. ૬ : દેશના ઇન્કમ ટેકસમાં ઘણી અસંગતિઓ જોવા મળે છે. જેમ કે કનિદૈ લાકિઅ કોઇ વ્યકિતની અકિલા નોકરીથી થઇ રહેલી સેલેરી ટેકસના દાયરામાં આવતી હોય તે જરૂરી નથી. આ વર્ષના બજેટમાં આ વસ્તુ બદલવાની કોશિશ કરવામાં આવી રહી કનિદૈ લાકિઅ છે. નોન કોમ્પિટ પેમેન્ટ્સ –'સેલેરી' અને 'વેતનના બદલામાં ફાયદો'ના દાયરામાં આવતાં અકીલા નથી. જેના કારણે તેના પર ટેકસ લાગતો નથી. તેમ જ ભારતમાં કનિદૈ લાકિઅ વિદેશી ઇન્ટરનેટ કંપીઓ પાસેથી પણ ટેકસ વસૂલવાની શરૂઆત થઇ શકે છે. આ બે નવી ટેકસ શરૂઆત કરવાની તૈયારી થઇ ગઇ છે.   બિઝનસજગતનું કહેવું છે તે કનિદૈ લાકિઅ બજેટમાં મૂકાયેલા આ પ્રસ્તાવથી કોઇ કર્મચારીને પોતાના માલિકના સિવાય કોઇ અન્ય-થર્ડ પાર્ટીથી પેમેન્ટ મળે છે તો તેને ટેકસના દાયરામાં લવાશે, કનિદૈ લાકિઅ બીજા શબ્દોમાં કહીએ તો ટેકસના વર્તુળમાં એવા કેસ પણ આવી જશે જેમાં પેમેન્ટ આપવાવાળા અને લેવાવાળા વચ્ચે માલિક-કર્મચારીનો નાતો નથી. જેમ કે કોઇ કનિદૈ લાકિઅ વિદેશી કંપનીની ભારતીય સબસિડીયરીમાં નોકરી ખતમ થવા પર વિદેશી કંપની પાસેથી મળનાર સેવેરેન્સ પેમેન્ટ પર પણ ટેકસ લાગશે. કંપનીઓ એક જ હોવા પર અને કનિદૈ લાકિઅ અધિગ્રહણની સ્થિતિમાં અધિગ્રહણ કરવાવાળી કંપની પાસેથી પ્રાપ્ત થનારી આવક પણ ટેકસની જાળમાં આવી જશે. કેટલાક પેમેન્ટ એ છે જે ટેકસના દાયરામાં ન હોવાથી રેવન્યૂનું નુકસાન થઇ રહ્યું છે. આ માટે આયકર કાનૂનના સેકશન ૫૬માં સંશોધન કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. નોકરી ટર્મિનેટ થવા પર કે કોમ્પેનસેશન કે કોઇ અન્ય પેમેન્ટને 'અન્ય સ્ત્રોતોથી મળેલી આવક' માનવામાં આવશે. આવી આવક પર સ્લેબ પ્રમાણે ટેકસ લાગશે. બજેટ પ્રસ્તાવ પ્રમાણે એક કરોડથી વધુની ટેકસ યોગ્ય આવક પર વધુમાં વધુ ૩૬ ટકા ટેકસ લાગી શકે છે. આ સંશોધનમાં માલિક પાસેથી પિન્ક સ્લીપ-નોકરી છૂટવા પર કે વીઆરએસના મામલાઓને શામેલ કરવામાં આવ્યાં નથી. આ બજેટ પ્રસ્તાવમાં બીજા જે મહત્ત્વનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે તે પ્રમાણે વિદેશી ડિજિટલ એન્ટિટીઝને ટેકસ દાયરામાં લાવવાનો વિચાર રખાયો છે.  તેમાં દેશમાં સ્થાપિત એવો યુઝર બેઝ બિઝનેસ છે જેનું અસ્તિત્વ અહીં નથી. જેમ કે ફેસબૂક, ગૂગલ અથવા નેટફિલકસ જેવી કંપનીએ જેના ભારતમાં લાખો યુઝર છે પણ તેમનું સંચાલન વિદેશમાંથી થાય છે. જોકે આવી કંપનીઓની ઓફિસીસ ભારતમાં છે પરંતુ તેમનું ઓપરેશનલ ઇન્ફ્રાસ્ટ્રકચર અહીં નથી. બજેટમાં પહેલીવાર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર ઇન્કમ ટેકસ એકટ ૯માં સંશોધન કરીને એ વિદેશી ડિજિટલ કંપનીઓની પાસેથી ટેકસ વસૂલી કરવા તરફ આગળ વધી રહી છે. સરકારના આ પગલાંથી ન કેવળ ગૂગલ, ફેસબૂક અને નેટફિલકસ જેવી મોટી કંપનીઓ પર અસર પડશે બલકે ભારતમાં વેપાર કરતી ઇન્ટરનેટ આધારિત નાની વિદેશી કંપનીઓએ પણ ટેકસ ભરવો પડશે.(૨૧.૧૦)   (10:43 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/06-02-2018/123540

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment