સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 26 February 2018

'વાઈબ્રન્ટ' ગુજરાતનું સત્યઃ બે વર્ષમાં 5.37 લાખ યુવાનો બેરોજગાર થયા - આકરો ઉનાળો: ઇડરમાં 38, મહેસાણામાં 35 ડિગ્રી ગરમી - મોઢેરા: નામ મોટું, વિકાસનાં અરમાન અધૂરાં - ટ્રમ્પે ભારતની આયાત નીતિ પર ફરી સાધ્યું નિશાન, મોદી પર કર્યો કટાક્ષ - સરકારી કર્મચારીઓ આનંદો. - મોદી સરકારે લોકતંત્રને નબળું પાડ્યાનો અન્ના હજારેનો આરોપ - હિન્દ મહાસાગરમાં ચીન પહેલાથી વધુ સક્રિય :ભારતની ચાંપતી નજર - 10મી માર્ચે જીએસટી કાઉન્સિલની બેઠક :વિવાદી પ્રાવધાન હટાવી લેવાય તેવી શકયતા


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

'વાઈબ્રન્ટ' ગુજરાતનું સત્યઃ બે વર્ષમાં 5.37 લાખ યુવાનો બેરોજગાર થયા

આ ઘટસ્ફોટ કોઈ ખાનગી સરવેના આધારે નહીં પરંતુ ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રસ્તુત કરેલા આંકડા પરથી પ્રતીત થાય છે.
અમદાવાદઃ ગુજરાતની ગણના અત્યારે ભલે ભારતના ગ્રોથ એન્જિન તરીકે થતી હોય અને ગુજરાત બહારના લોકો માટે અહીં રોજ સોનાનો સૂરજ ઉગે છે તેવું આભાસી ચિત્ર રજૂ કરવામાં આવતું હોય પરંતુ હકકીત તો એ છે કે ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ પહોંચી ચૂકી છે. આ ઘટસ્ફોટ કોઈ ખાનગી સરવેના આધારે નહીં પરંતુ ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં પ્રસ્તુત કરેલા આંકડા પરથી પ્રતીત થાય છે. સોમવારે વિધાનસભામાં રાજ્ય સરકારે આપેલી વિગતો અનુસાર છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5.37 લાખ બેરોજગારોની નોંધણી થઈ છે જેમાંથી માત્ર 12,869ને જ સરકારી નોકરી આપવામાં આવી છે. આમ સરકારે કુલ બેરોજગારોના 10 ટકા નહીં, 5 ટકા પણ નહીં ફક્ત 2.5 ટકા લોકોને જ બે વર્ષમાં રોજગાર આપ્યો છે.


વિપક્ષે લીધી સરકારને ભીંસમાં

આ અંગે વિપક્ષી કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા કે આ ભાજપની સરકાર વિવિધ તાયફાઓ અને મહોત્સવો પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરીને ગુજરાતમાં રોજગારનું ફુલગુલાબી ચિત્ર રજૂ કરી રહી છે. પરંતુ હકીકત તો એ છે કે ગુજરાતમાં બેરોજગારો, અને તેમાં પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ બેરોજગારો નોંધાવાની બાબતે ગુજરાત દેશના ટોચના રાજ્યોમાં સામેલ છે. સરકાર ઔદ્યોગિકીકરણના નામે મૂઠ્ઠીભર ઉદ્યોગપતિઓને લ્હાણી કરી રહી છે પરંતુ સ્થાનિક યુવાનોને રોજગાર આપવા બાબતે બિલકુલ ઉપેક્ષિત વલણ દાખવે છે.
ત્રણ જિલ્લામાં 0 લોકોને નોકરી આપી

કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં બે વર્ષમાં નોંધાયેલા બેરોજગાર અને તેમાંથી સરકારે આપેલી નોકરીના આંકડાના પ્રશ્નો પૂછ્યા હતા. સોમવારે આ અંગેના જવાબમાં રાજ્ય સરકારે માહિતી આપી હતી કે, રાજ્યમાં બે વર્ષમાં સૌથી વધુ 62,608 બેરોજગારો અમદાવાદ જિલ્લામાં નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા 4258 બેરોજગારો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયા હતા. સરકાર દ્વારા આમાંથી સૌથી વધુ સરકારી નોકરી નર્મદા જિલ્લામાં 2576 બેરોજગારોને આપવામાં આવી હતી. પરંતુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે, રાજ્યના ત્રણ જિલ્લા એવા છે કે જેમાંના એક પણ બેરોજગાર ઉમેદવારને સરકારે છેલ્લા બે વર્ષમાં નોકરી આપી નથી. આમાં ખેડા, પંચમહાલ અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય સરકારે આણંદમાં ફક્ત 2, ડાંગ અને ગીર સોમનાથ જિલ્લામાં 3, વડોદરામાં 4, તાપીમાં 5 અને નવસારીમાં 6 બેરોજગારોને જ નોકરી આપી છે.
ગુજરાતમાં બેરોજગારીની સંખ્યા અમદાવાદ ઉપરાંત વડોદરા, સુરત, મહેસાણા અને આણંદ જિલ્લામાં પણ રોકેટગતિએ વધી રહી છે. આ ચાર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ક્રમશઃ 37,937, 30,946, 28,461 અને 23,175 બેરોજગારો નોંધાયા હતા. જ્યારે નોકરી આપવાની બાબતમાં સરકાર નર્મદા (2576), અમરેલી (1689), બનાસકાંઠા (1611), ગાંધીનગર (1460), કચ્છ (1452), પાટણ (988) અને દાહોદ (482) જિલ્લા પર મહેરબાન થયેલી જોવા મળી હતી.
Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-LCL-vibrant-gujarat-truth-in-the-last-two-years-5-gujarati-news-5820609-PHO.html?ref=ht

આકરો ઉનાળો: ઇડરમાં 38, મહેસાણામાં 35 ડિગ્રી ગરમી

શરૂઅાતમાં ગરમીનો પારો ઉ.ગુ.માં 35 ડિગ્રીને આંબી ગયો

મહેસાણા: ઉત્તર ગુજરાતમાં સોમવારે ગરમીનો પારો 35 ડિગ્રીને પાર કરી ગયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાનું ઇડરનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું હતું. જ્યારે મહેસાણાનું 35.2 ડિગ્રી, પાટણનું 35.5 ડિગ્રી, બનાસકાંઠાનું 36.5 ડિગ્રી અને અરવલ્લીનું 35.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે, દિવસ દરમ્યાન પ્રતિ કલાકે 7 થી 8 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનને કારણે સવાર-સાંજ સામાન્ય ઠંડક રહેવા પામી હતી. બીજી બાજુ આગામી રવિવાર સુધીમાં ગરમીનો મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા વચ્ચે પારો 37 થી 39 ડિગ્રીને પહોંચી શકે છે તેવું હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
ઉત્તર ગુજરાતનું તાપમાન
જિલ્લોમહત્તમલઘુત્તમ
મહેસાણા35.2 ડિગ્રી17.8 ડિગ્રી
પાટણ35.5 ડિગ્રી18.3 ડિગ્રી
બનાસકાંઠા36.5 ડિગ્રી18.6 ડિગ્રી
સાબરકાંઠા38.0 ડિગ્રી20.0 ડિગ્રી
અરવલ્લી35.3 ડિગ્રી17.4 ડિગ્રી


Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-hit-in-38-degrees-in-idar-35-degrees-in-mehsana-gujarati-news-5820724-NOR.html


મોઢેરા: નામ મોટું, વિકાસનાં અરમાન અધૂરાં

પર્યટન સ્થળના વિકાસ માટે ભૂતકાળમાં કરોડો ખર્ચાયા પણ પાણીમાં ગયાની સ્થિતિ
મહેસાણા: જિલ્લા મથક મહેસાણાથી 25 કિમીના અંતરે આવેલું મોઢેરા ગામ સૂર્યમંદિરના કારણે વિશ્વરભરમાં જાણીતું છે. કર્કવૃત્ત રેખા ઉપર પાટણના સોલંકી રાજવી ભીમદેવ પહેલાએ આજથી 700 વર્ષ પૂર્વે નિર્માણ કરાવ્યું હતું. આ સ્થાન સાથે સૂર્યઊર્જાની પૌરાણિક મહત્તા જોડાયેલી છે. જેને સોલાર એનર્જીના પરિપ્રેક્ષ્યમાં પુન: ઉજાગર કરવા રાજ્ય સરકારે બજેટમાં રૂ. 22 કરોડ ફાળવ્યા છે. જેના થકી મોઢેરા રાજ્યનું પ્રથમ ઐતિહાસિક સોલાર સિટી બનશે. સરકારની વિકાસની આ દુહાઇ વચ્ચે પર્યટન સ્થળની આજદિન સુધી ઘોર ઉપેક્ષા જ થઇ છે. જે આ સ્થળની રૂબરૂ મુલાકાત લેતાં જણાય છે. સગવડના નામે શૂન્ય છે. સૂર્યમંદિર જોવા વર્ષે અઢી લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. જેમાં ત્રણેક હજાર વિદેશી પ્રવાસીઓ હોય છે.

આ બજેટમાં સૂર્યમંદિરથી વિશ્વમાં જાણિતા મોઢેરાને સોલાર સિટી બનાવવા રૂ.22 કરોડ ફાળવાયાં છે
મૂળ વડોદરાનાં એનઆરઆઇ પ્રવીણાબેન તેમના પરિવાર સાથે સૂર્યમંદિર જોવા આવ્યાં હતાં. સૂર્યમંદિરની દીવાલો પરનાં શિલ્પો જોઇ તેઓ દંગ રહી ગયાં. તેમનું મન ફરી ફરીને સૂર્યમંદિર જોવા કહી રહ્યું હતું, પરંતુ અહીં રહેવા કે જમવાની કોઇ વ્યવસ્થા ન હોઇ રાણી કી વાવ જોવા પાટણ ઉપડી ગયાં. વિદેશી પ્રવાસી મિ.જહોન દંપતીનો પણ આવો જ અનુભવ છે. સૂર્યમંદિરની અદભૂત શિલ્પસંપદા જોવા આવ્યાં હતાં. બપોર થઇ જતાં થોડો આરામ કરવાની ઇચ્છા હતી, પણ અહીં વિદેશી પ્રવાસીને અનુકૂળ કોઇ જ સગવડ ન હોઇ આ દંપતી પણ અમદાવાદ રવાના થઇ ગયું. આવા અનેક પ્રવાસીઓ સૂર્યમંદિર જોવા આવે છે, પરંતુ અહીં આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળમાં હોવી જોઇએ તેવી સમખાવા પૂરતી એકપણ સુવિધા નથી. હા, કેન્દ્ર સરકારના આર્કિયોલોજી વિભાગ દ્વારા સૂર્યમંદિર અને પરિસરમાં ગાર્ડન સહિતની યોગ્ય જાળવણી કરાઇ રહી છે.
રહેવા-જમવાની સુવિધા નથી, કાફેટેરિયા બે વર્ષથી બંધ છે

- બસ સ્ટેન્ડ છે, પણ બેસવાલાયક નથી. પંખા-પાણીની સગવડ તો દૂરની વાત રહી.
- સૂર્યમંદિર પાસે પ્રવાસન નિગમનું કાફેટેરિયા છે, જે બે વર્ષથી બંધ હાલતમાં છે.
- સૂર્યમંદિર સંકુલની બહાર ટોઇલેટની કોઇ જ વ્યવસ્થા નથી.
- પ્રવાસીને રહેવા માટે ગેસ્ટહાઉસ કે જમવા માટે હોટલ પણ નથી.
- રાજ્ય પુરાતત્વ વિભાગ હસ્તકની પ્રાચીન વાવની કોઇ સંભાળ લેવાતી નથી.
- કેન્દ્ર સરકારનું ગેસ્ટહાઉસ છેલ્લા 25 વર્ષથી પડી ગયેલી હાલતમાં ઊભું છે.
- સૂર્યમંદિરની સંકુલની બહારના તળાવમાં બાવળો ઊગી નીકળ્યાં છે.
- હવા મહેલના દરવાજાને તાળું લટકે છે.
- ગામમાં માત્ર એક જ એટીએમ છે, પણ મોટાભાગે બંધ જોવા મળે છે.

સુવિધા ઊભી કરાય તો સ્થાનિકોને પણ રોજગારી મળે

^પ્રવાસીઓ માટે ગેસ્ટહાઉસ- હોટલ હોવી જોઇએ. પે એન્ડ યૂઝ ટોઇલેટ તેમજ બસ સ્ટેન્ડ સુધારવાની જરૂર છે. સૂર્યમંદિરની બહાર મિનિ માર્કેટ બને તો સ્થાનિકોને ધંધા-રોજગાર મળી રહે. તળાવ ડેવલપ થાય તો પ્રવાસીઓ વધી શકે. સરકાર દ્વારા સૂર્યમંદિર તેમજ મોઢેરાને સોલાર સિટી બનાવવા રૂ.22 કરોડ બજેટમાં ફાળ્વયા છે. જેમાં આ સુવિધાઓને ધ્યાનમાં રખાય તે માટે રજૂઆત કરી છે. 
> મેનાબેન કાળુભાઇ, સરપંચ મોઢેરા ગ્રામ પંચાયત

Source :-https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-in-modhera-the-name-is-big-there-is-a-gap-in-development-gujarati-news-5820006-PHO.html

ટ્રમ્પે ભારતની આયાત નીતિ પર ફરી સાધ્યું નિશાન, મોદી પર કર્યો કટાક્ષ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું.
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત ભારતની અર્થનીતિ પર સવાલ ઉઠાવ્યાં છે. ટ્રમ્પે અમેરિકી ગર્વનન્સની બેઠકમાં કહ્યું કે, "ભારતથી બાઈક જ્યારે અહીં આવે છે ત્યારે આપણને કંઈજ નથી મળતું પરંતુ જ્યારે આપણાં બાઈક ભારત જાય છે તો આપણે 100 ટકા ટેક્સ ચુકવવો પડે છે." અહિં જણાવવાનું કે અમેરિકાના પ્રેસિડન્ટે આ પ્રકારનું નિવેદન સપ્તાહમાં બીજી વખત કર્યું છે.

સપ્તાહમાં બીજી વખત આયાત નીતિને લઈને ભારત પર સાધ્યું નિશાન
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અઠવાડિયામાં બીજી વખત ભારતની આયાત નીતિને લઈને નિવેદન કર્યું છે. 
- માનવામાં આવે છે કે અમેરિકા દ્વારા ભારત પર આયાત નીતિમાં બદલાવ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ટેક્સ રેટમાં ઘટાડો કરે તેવી પણ યુએસ ઈચ્છા રાખે છે.
- આટલું જ નહીં અમેરિકાએ ચેતવણી આપી છે કે જો ભારત આવું નહીં કરે તો અમેરિકા પણ પોતાને ત્યાં ટેક્સ લગાવવાનું વિચારી શકે છે.
ભારતની નીતિ ભેદભાવવાળી

- અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, "ભારતની નીતિ પક્ષપાતપૂર્ણ છે. વેપાર વધારવા માટે અનેક પગલાંઓ ઉઠાવી રહ્યાં છે."
- ટ્રમ્પે કહ્યું કે, "મેં જ્યારે આ વાત કરી ત્યારે હાર્લેના માલિક ચુપ રહ્યાં છે કેમકે તેમને તેની આદત પડી ગઈ છે."
- ગત બુધવારે જ હાર્લે ડેવિડસન મોટર બાઈક પર ઉચ્ચ આયાત શુલ્કને લઈને ભારત પર નિશાન સાધ્યું અને તેને અયોગ્ય ગણાવ્યું હતું. 
- ટ્રમ્પની આ પ્રકારની પ્રતિક્રિયા ત્યારે આવી છે જ્યારે ભારતે હાર્લે ડેવિડસન જેવી મોંઘી બ્રાંડની આયાત કરાયેલી બાઈકની કિંમતને ઘટાડીને 50 ટકા કરી દીધી છે.
મોદીને શાનદાર શખ્સ ગણાવી કર્યો કટાક્ષ

- ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતાં તેના પર કટાક્ષ કર્યો હતો.
- ટ્રમ્પે મોદીને શાનદાર શખ્સ ગણાવ્યાં પરંતુ આરોપ લગાવ્યો કે વાયદો કર્યો હોવા છતાં મોદીએ તેમને કંઈ જ ન આપ્યું.
- ટ્રમ્પે કહ્યું કે, "હું સમજું છું કે વડાપ્રધાન મોદી એક શાનદાર શખ્સ છે. તેઓએ મને કહ્યું કે અમે ઈમ્પોર્ટ ડ્યૂટી 50 ટકા ઓછી કરી રહ્યાં છીએ. મેં કહ્યું ઠીક છે, પરંતુ હજુ સુધી આપણને કંઈજ મળ્યું નથી. તેઓને 50 ટકા ટેક્સ તરીકે મળે છે પરંતુ આપણને કંઈ જ નહીં. ભારતને લાગે છે કે તેઓ આપણાં પર અહેસાન કરી રહ્યાં છે પરંતુ આ કોઈ જ અહેસાન નથી."
- ટ્રમ્પે વધુમાં કહ્યું કે, "મને ખ્યાલ જ ન રહ્યો અને તેઓએ સુંદર રીતે પોતાની વાત મને જણાવી. મોદી એક સુંદર વ્યક્તિ છે."

Source :-https://www.divyabhaskar.co.in/news/INT-AME-HDLN-donald-trump-raked-up-the-issue-of-high-import-duty-second-time-in-a-week-gujarati-news-5820863-NOR.html?ref=ht

સરકારી કર્મચારીઓ આનંદો... : સરકારી કર્મચારીઓમાં સાતમા પગાર પંચ અંતર્ગત ન્યૂનતમ સેલરી 21000 આપવામાં આવશે. સરકાર એપ્રિલ માસથી વધેલી સેલરી આપવાનું શરૂ કરી શકે છે. નાણાં મંત્રી અરૂણ જેટલીએ ન્યૂનતમ સેલરી અને ફિટમેન્ટ ફેક્ટરને વધારવાનો નિર્ણય કર્યો છે. સાતમાં પગાર પંચ અનુસાર પગાર દર મહિને 7000થી લઈને 18000 રૂપિયા સુધી વધી શકે છે: (9:24 am IST)
Source :-http://www.akilanews.com/

મોદી સરકારે લોકતંત્રને નબળું પાડ્યાનો અન્ના હજારેનો આરોપ
મોદી સરકાર માત્ર આશ્વાસનોની સરકાર છે :બે દિવસીય જનજાગરણ યાત્રામાં લખનૌમાં અન્નાના પ્રહારો પદ્મભૂષણથી કનિદૈ લાકિઅ સન્માનિત વરિષ્ઠ સમાજસેવી અન્ના હજારેએ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા મોદી સરકાર પર લોક તંત્રને નબળું પાડવાનો આરોપ લગાડ્યો કનિદૈ લાકિઅ હતો અને અકિલા કહ્યું કે આ માત્ર આશ્વાસનોની સરકાર છે બે દિવસીય જનજાગરણ યાત્રામાં લખનૌમાં આવેલા અન્ના હજારેએ કહ્યું કે દેશમાં 26મી જાન્યુઆરી કનિદૈ લાકિઅ 1950થી લોકતંત્ર આવ્યું છે ગોરા અંગ્રેજો દેશમાંથી ચાલ્યા ગયા છે પરન્તુ અકીલા કાળા અંગ્રેજો હજુ અહીં છે અહીં કહેવા પૂરતા નેતા મંત્રી કનિદૈ લાકિઅ અને અધિકારી છે જે જનતાના સેવક છે પરંતુ તે તમામ માલિક બની ગયા છે   (12:00 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125084

હિન્દ મહાસાગરમાં ચીન પહેલાથી વધુ સક્રિય :ભારતની ચાંપતી નજર
 અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં થશે નૌસેના અભ્યાસ:ચીને હિન્દ મહાસાગરમાં પોતાની હાજરી વધારી કનિદૈ લાકિઅ   નૌસેના પ્રમુખ એડમિરલ સુનીલ લાંબાએ ખુલાસો કર્યો છે કે હિંદ મહાસાગરમાં ચીન પહેલાથી જ રસ લઈ રહ્યું છે. અને વધુ સક્રિય થયું છે માર્ચના પહેલા કનિદૈ લાકિઅ અઠવાડિયામાં અકિલા અંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં નૌસેના અભ્યાસ મિલન-2018 થવાનું છે.ત્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીની નેવાએ હિંદ મહાસાગરમાં કનિદૈ લાકિઅ આ ક્ષેત્રમાં પોતની હાજરી વધારી દીધી છે.     ભારત અહીં થઈ રહેલી ગતિવિધિઓ અકીલા ચાંપતી નજર રાખી રહ્યું છે. એડમિરલ સુનીલ લાંબાએ કહ્યું કનિદૈ લાકિઅ કે એક્ટ ઈસ્ટ પોલીસી નૌસેનાની પ્રાથમિકતા છે. પાકિસ્તાન હિંદ મહાસાગરીય દેશ હોવા છતાં તેને આમંત્રણ અપાયું નથી. આ મામલે તેમણે કહ્યું કે અભ્યાસનો કનિદૈ લાકિઅ હેતુ લુક ઈસ્ટ અને એક્ટ ઈસ્ટ વધારે છે. પાકિસ્તાનને નૌસેના હિંદ મહાસાગર નેવ સિમ્પોઝિયમમાં બોલાવે છે. તેમણે કહ્યું કે, મિલન અભ્યાસ આસિયાન કનિદૈ લાકિઅ અને પૂર્વ એશિયાના અન્ય દેશો માટે મહત્વપૂર્ણ એટલા માટે છે કે સાઉથ ચાઈના-સી ને લઈને ચીનના પાંચ અલગ-અલગ દેશો સાથે વિવાદ છે. (12:00 am કનિદૈ લાકિઅ IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125090

10મી માર્ચે જીએસટી કાઉન્સિલની બેઠક :વિવાદી પ્રાવધાન હટાવી લેવાય તેવી શકયતા
 ઈ-વે બિલની નિષ્ફળતા બાદ રિવર્સ ચાર્જ મેકેનિઝમ,ટીડીએસ અને ટીસીએસ પર ઠંડુ પાણી કનિદૈ લાકિઅ ઢોળી દેવાય તેવી સંભાવના   નવી દિલ્હી :દેશમાં ચોરી રોકવા લવાયેલ ઈ-વે બિલ ની નિષફળતા બાદ હવે સરકાર સીજીએસટીના કાનૂનમાં વિવાદિત પ્રાવધાનો કનિદૈ લાકિઅ પર ઠંડુ પાણી અકિલા ઢોળી દેશે તેમ મનાય છે આગમી 10મી માર્ચે યોજાનાર જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ બાબતે વિચારણા થઇ શકે છે સૂત્રોના જણાવ્યા કનિદૈ લાકિઅ મુજબ ઈ-વે બિલ ઉતાવળે લાગુ કરવાથી સરકારને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો એટલા અકીલા માટે સરકાર વિવાદિત પ્રાવધાનો ઉપર વિચાર કરતા પહેલા દરેક કનિદૈ લાકિઅ એન્ગલ પર અમલ કરાઈ રહયો છે જીએસટી કાઉન્સિલ કેટલાક વિવાદિત પ્રાવધાનો જેવા કે રિવર્સ ચાર્જ મેકેનિઝમ,ટીડીએસ અને ટીસીએસ પર ઠંડુ પાણી ઢોળી દેવાય કનિદૈ લાકિઅ તેવી સંભાવના છે  (12:00 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-02-2018/125093


Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 25 Feb 2018 & 30 March 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment