સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 12 February 2018

GST ટેક્સ ફ્રેન્ડલી નથી, તાત્કાલિક જરૂરી સુધારા કરે સરકાર: બોમ્બે HC - મોંઘવારીમાં આવી છે સહેજ સોંઘવારી - સુંજવાંમાં શહીદોની સંખ્યા 6 થઈ, શ્રીનગરમાં 30 કલાકથી અથડામણ - પાકિસ્તાને સુંજવાં હુમલાની કિંમત ચૂકવવી પડશેઃ નિર્મલા સીતારામન - મણીશંકરની ગદ્દારીઃ કરાંચીમાં બોલ્યા...હું પાકિસ્તાનને પ્રેમ કરૂ છું - રાજ્યમાં ફરી સ્વાઈન ફ્લુનો ફૂફાડો ;સાઉદી અરેબિયાથી પરત ફરેલ દંપતીનું મોત - હવે વોટ્સએપમાં સાયબર ક્રિમિનલ સક્રિય :ફ્રી સુઝની ઓફર યુઝર્સને ફસાવવા ટ્રેપ હોય શકે ! - BJP નેતાએ કહ્યું- કુદરતી આપત્તિથી પાકને બચાવા ખેડૂતો કરે હનુમાન ચાલીસાના પાઠ - ભારતના 31 મુખ્યમંત્રીઓમાંથી 11 વિરૂદ્ધ ક્રિમિનલ કેસ, 25 કરોડપતિ - હિંમતનગરના રાયગઢમાં ગામલોકો એ બનાવ્યુ ભારતનું સૌથી ઉંચુ શ્રીફળનું શિવલીંગ - ગુજરાતના કેમિકલ ઉદ્યોગના રૃા.૭૫૦ કરોડથી વધુ રકમનાં રિફંડ સલવાયાં


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

GST ટેક્સ ફ્રેન્ડલી નથી, તાત્કાલિક જરૂરી સુધારા કરે સરકાર: બોમ્બે HC

GSTને લોકોના હિસાબે આસાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જરૂર પગલાં ભરે- બોમ્બે હાઈકોર્ટ.
મુંબઈઃ બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે GST ટેક્સ ફ્રેન્ડલી નથી, તેમાં સરકાર જલ્દીથી સુધારો કરે. GSTને લોકોના હિસાબે આસાન બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જરૂર પગલાં ભરે. જસ્ટિસ એસ.સી.ધર્માધિકારી અને જસ્ટિસ ભારતી ડાગરેની બેંચે ઓટોમેટિક મશીન બનાવનારી એક કંપની તરફથી દાખલ કરાયેલી પિટીશનની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. બેંચે હાલ આ મામલે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી ટાળી દીધી છે.

પિટીશનમાં શું કહેવાયું?

- પિટીશન દાખલ કરનાર કંપનીએ દાવો કર્યો કે GST નેટવર્કમાં તેને એક્સેસ જ નથી મળી રહ્યું. જેથી તેઓ પોતાનું રિટર્ન અને ટેક્સ નથી ભરી શકતા. તેનાથી તેમના વ્યવસાયને પણ ઊંધી અસર પડે છે.
આ દેશની ઈમેજ માટે યોગ્ય નથી

- આ અંગે બેંચે કહ્યું કે સરકાર GST પોર્ટલની એક્સેસ સાથે જોડાયેલી પરેશાની માટે ફરિયાદ ઉકેલ અંગેની સિસ્ટમ બનાવે કે જેથી લોકોને મુશ્કેલી પડે તો પોતાની પરેશાની સોલ્વ કરી શકે.
- બેંચના જણાવ્યા મુજબ, GSTને ત્યારે જ સફળ માનવામાં આવશે જ્યારે લોકો સહેલાયથી તેના પોર્ટલ પર પહોંચીને પોતાનું રિટર્ન ફાઈલ કરી શકે. કોઈપણ જાતની મુશ્કેલી વગર પોતાના ટેક્સનું પેમેન્ટ કરી શકે.
- બેંચે કહ્યું કે ટેક્સ માટે બનાવવામાં આવેલી નવી સિસ્ટમમાં મુશ્કેલી હોવી તે આપણાં દેશની ઈમેજ અને પ્રતિષ્ઠા માટે યોગ્ય નથી. ખાસ ત્યારે જ્યારે આપણે અહીં વિદેશી રોકાણકારોને આમંત્રણ આપીએ છીએ.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-gst-is-not-tax-friendly-make-more-easy-order-by-bombay-high-court-to-government-gujarati-news-5811461-PHO.html?ref=ht

સુંજવાંમાં શહીદોની સંખ્યા 6 થઈ, શ્રીનગરમાં 30 કલાકથી અથડામણ

કાશ્મીરમાં 3 દિવસમાં બે આતંકી હુમલાઓ થયાં. બંને આતંકી હુમલાની જવાબદારી લશ્કર-એ-તોઈબાએ લીધી છે
શ્રીનગરઃ સિક્યોરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે છેલ્લાં 30 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સોમવારે આતંકીઓએ CRPF કેમ્પમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, જેને સુરક્ષાદળોએ નિષ્ફળ બનાવી દીધો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થઈ ગયા હતા. આતંકી એક બિલ્ડિંગમાં છુપાયેલાં છે. કાશ્મીરમાં 3 દિવસમાં બે આતંકી હુમલાઓ થયાં. તો સુંજવાંમાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક જવાનનો મૃતદેહ મળ્યો છે. આ સાથે જ સુંજવાંમાં શહીદ થયેલાં જવાનોની સંખ્યા 6 પર પહોંચી છે. તો એક સિવિલિયનનું પણ મોત નિપજ્યું છે. જ્યારે ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યાં છે. સિક્યોરિટી ફોર્સ દ્વારા જમ્મુના રાયપુરના ડોમાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સર્ચ ઓપરેશનમાં સેનાના જવાનોની સાથે હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવી છે.

CRPF કેમ્પ પર હુમલો, એક જવાન શહીદ

- શ્રીનગરના CRPF કેમ્પમાં સોમવારે આતંકીઓએ હુમલો કર્યો. ફોર્સે તેને નિષ્ફળ બનાવ્યો હતો. આ આતંકીઓ AK-47 રાયફલ સહિત અને હથિયારો લઈને ઘૂસવાનો પ્રયાસ કર્યો હ તો.
- CRPFના પ્રવકતાએ જણાવ્યું કે, "કેમ્પમાં સંતરીએ સોમવારે સવારે 4-30 વાગ્યે બે સંદિગ્ધોને બેગ અને હથિયાર સાથે જોયાં. સંતરીએ તેમને પડકાર્યા અને ફાયરિંગ શરૂ કર્યું. આતંકીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયા અને પાસેની એક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડિંગમાં છુપાઈ ગયા. CRPFના જવાનોએ બિલ્ડિંગને ઘેરી રાખ્યું છે."
- CRPFના IG રવિદીપ સહાયે જણાવ્યું કે, "જ્યાં આતંકીઓ છુપાયેલાં છે ત્યાંથી 5 પરિવારોને બહાર કાઢવામાં આવ્યાં છે. ઓપરેશન ચાલી રહ્યું છે. આતંકીઓના ફાયરિંગને જોતાં વધુ જવાનોને મોકલવામાં આવ્યાં છે કે જેથી તેઓ ભાગવામાં સફળ ન રહે."
CRPF કેમ્પની પાસેથી જ ફરાર થયો હતો આતંકી નાવીદ

- મહારાજા હરિસિંહ હોસ્પિટલની પાસે જ CRPF કેમ્પ સ્થિત છે. આ હોસ્પિટલ પર 6 ફેબ્રુઆરીએ આતંકીઓએ હુમલો કરી પાકિસ્તાનના આતંકી નાવીદ ભટ્ટને પોલીસ કસ્ટડીમાંથી છોડાવ્યો હતો.
- પોલીસે રૂટીન ચેકઅપ માટે લશ્કરના આતંકી નાવીદને હોસ્પિટલ લઈ આવી હતી. જ્યાં પાર્કિંગમાં છુપાયેલાં તેના સાથીઓએ પોલીસ પર હુમલો કરી તેને ભગાડીને લઈ ગયા હતા.
ઘૂસણખોરી રોકવામાં સફળતા મળી છે

- રક્ષા મંત્રીએ કહ્યું કે, "પાકિસ્તાન પીરપંજાલના દક્ષિણમાં ટેરરિઝમને સ્પોનસર કરે છે અને ઘૂસણખોરી માટે સીઝફાયર વાયોલેશન કરે છે. આ પ્રયાસોનો યોગ્ય જવાબ આપવામાં આવે છે. LOC પર ઘૂસણખોરી રોકવા માટે આપણી સિસ્ટમની મદદથી મોટી સફળતા મળી છે. સિક્યોરિટી ફોર્સના સતત પ્રયાસો વચ્ચે આતંકી પ્રવૃતિઓ પર રોક લાગી છે. હવામાન અને બરફવર્ષાને કારણે ઘૂસણખોરી પૂરી રીતે નથી રોકી શકાતી, તેના માટે સરકાર મોર્ડન ટેકનિકનો ઉપયોગ કરી રહી છે. એડિશનલ સોર્સીસ, UAV અને લોંગ રેન્જ સર્વિલાંસ ડિવાઈસિઝને LOC કવર કરવા માટે લગાવવામાં આવી રહ્યાં છે."
જંગ વિકલ્પ નથી- મહેબૂબા મુફ્તી

- મહેબૂબા મુફ્તીએ સોમવારે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં કહ્યું કે, "રાજ્યામાં લોહિયાળ ખેલને રોકવા માટે પાકિસ્તાન સાથે વાતચીત જરૂરી છે. જમ્મુ કાશ્મીરના લોકો પ્રભાવિત થાય છે. આપણે વાતચીત કરવી પડશે, કેમકે જંગ કોઈ વિકલ્પ નથી."
ફારૂકે આપી હતી ચેતવણી

- કાશ્મીરમાં CRPF કેમ્પ હુમલા પછી પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પાકિસ્તાનને ચેતવણી આપી હતી. તેઓએ કહ્યું કે, "જેટલો આતંકવાદ વધશે તેટલી મુશ્કેલીઓ વધશે. પાકિસ્તાનમાં વધુ મુશ્કેલીઓ આવશે, ત્યાં કંઈપણ નહીં બચે. સતત વધતાં આતંકી હુમલા બાદ સરકારે પણ આગામી પગલાં અંગે વિચારવું જરૂરી છે."

Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-terrorist-attack-in-srinagar-crpf-camp-one-jawan-attained-martyrdom-gujarati-news-5811473-PHO.html?ref=ht

પાકિસ્તાને સુંજવાં હુમલાની કિંમત ચૂકવવી પડશેઃ નિર્મલા સીતારામન

પહેલો હુમલો શનિવારે જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ અને બીજો સોમવારે શ્રીનગરના સીઆરપીએફ કેમ્પ પર થયો
નેશનલ ડેસ્કઃ જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા પર રક્ષા મંત્રી નિર્મલા સીતારામનેસોમવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. તેઓએ કહ્યું, આ હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ છે. અઝહર મસૂદ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં 3 દિવસમાં બે આતંકવાદી હુમલા થયા છે. પહેલો હુમલો શનિવારે જમ્મુના સુંજવાન આર્મી કેમ્પ પર અને બીજો સોમવારે શ્રીનગરના સીઆરપીએફ કેમ્પ પર થયો. ફોર્સે CRPF કેમ્પ પર હુમલાને નિષ્ફળ બનાવી દીધો હતો. સુંજવાં હુમલામાં 5 જવાન શહીદ અને એક સિવિલિયનનું મોત થયું હતું. સીઆરપીએફ કેમ્પ હુમલામાં એક જવાન શહીદ થયો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ ફોર્સ પર પથ્થરમારો પણ કર્યો હતો.

સીતારામને કહ્યું, - અમારાં જવાનોની શહીદી બેકાર નહીં જાય

- ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને કહ્યું, સુંજવાંમાં સેનાનું ઓપરેશન ખતમ થયું. માર્યા ગયેલા આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હતા, જેઓને મસૂદ અઝહરનો સપોર્ટ હતો. અઝહર જ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. આ આતંકીઓને લોકલ સપોર્ટ મળવાની પણ આશંકા છે. પાકિસ્તાનના સપોર્ટથી આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો.
- અમારાં ઇન્ટેલિજન્સ ઇનપુટ જણાવે છે કે, આ આતંકીઓને બોર્ડર પારથી હેન્ડલ કરી શકાય તેમ હતું. પાકિસ્તાન પીર પંજાલ રેન્જમાં આતંકવાદ ફેલાવી રહ્યું છે અને સીઝફાયર વૉયલેશન કરી રહ્યા છે. હું દેશને ભરોસો આપું છું કે, અમારાં જવાનોની શહીદી બેકાર નહીં જાય. અમે પાકિસ્તાન સ્પોન્સર્ડ ટેરરિઝ્મ વિરૂદ્ધ જરૂરી પગલાં ઉઠાવીશું.
- એક સવાલના જવાબમાં નિર્મલા સીતારામને કહ્યું કે, પુરાવાઓ એકઠાં કરવામાં આવી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનને સાબિતી આપવી એક સતત ચાલતી પ્રક્રિયા છે. એવું દરેક પ્રકારે સાબિત થયું છે કે તે જ જવાબદાર છે. પાકિસ્તાનને આ હરકતની કિંમત ચૂકવવી પડશે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-defence-minister-nirmala-sitharaman-sunjuwan-army-camp-attack-gujarati-news-5811138-PHO.html?ref=ht

મણીશંકરની ગદ્દારીઃ કરાંચીમાં બોલ્યા...હું પાકિસ્તાનને પ્રેમ કરૂ છું
કાશ્મીરમાં ત્રાસવાદી હુમલા ચાલુ છે, એલઓસીઓ ઉપર બંને સેનાઓ આમને-સામને છે, જવાનો શહીદ કનિદૈ લાકિઅ થાય છે ત્યારે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયેલા મણીશંકર અય્યરનો પાકિસ્તાન પ્રેમ ઉભરાયોઃ પાકિસ્તાન વાતચીત કરવા માંગે છે પરંતુ ભારત આડુ ચાલે છેઃ કનિદૈ લાકિઅ જેનુ મને દુઃખ અકિલા છેઃ બંને દેશોના ખરાબ સંબંધો માટે ભારત જવાબદારઃ દુશ્મન દેશમાં જઇને ભારત વિરૂધ્ધ ઝેર ઓકયુ પુર્વ કેન્દ્રીય મંત્રીએ કનિદૈ લાકિઅ નવી દિલ્હી તા.૧૩ : પોતાના વિવાદીત નિવેદનો માટે જાણીતા કોંગ્રેસના સસ્પેન્ડેડ અકીલા નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યુ છે. કનિદૈ લાકિઅ મણીશંકરે પાકિસ્તાનમાં જઇને બંને દેશ વચ્ચેના ખરાબ સંબંધો માટે ભારત જવાબદાર છે. દેશના આર્મી કેમ્પ ઉપર હુમલામાં જવાનો શહીદ થઇ રહ્યા છે અને કનિદૈ લાકિઅ મણીશંકરને દોષ ભારતનો દેખાય છે. કરાંચીના એક કાર્યક્રમમાં મંચ ઉપરથી ભારત સરકારના પુર્વ મંત્રી મણીશંકર ભારતની ઝાટકણી કાઢી રહ્યા હતા અને દેશ કનિદૈ લાકિઅ વિરોધી વાતો કરતા હતા. તેમણે કહ્યુ હતુ કે, હું જેટલો ભારતને પ્રેમ કરૂ છુ એટલો જ પાકિસ્તાનને પ્રેમ કરૂ છું. અય્યરે એમ પણ કહ્યુ હતુ કે, પાકિસ્તાન કનિદૈ લાકિઅ વાતચીતના રસ્તા ખોલવા માંગે છે કે જેના પર મને ગર્વ છે પરંતુ ભારત સરકાર આવુ કરવા નથી માંગતી જેનુ મને દુઃખ છે. રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં કનિદૈ લાકિઅ ગદ્દારી કરતા અય્યરે બંને દેશો વચ્ચે બંધ પડેલી વાતચીત ફરીથી શરૂ કરવા સલાહ આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે સમય માંગ છે કે વાતચીત થાય. કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન તો આ માટે તૈયાર છે પરંતુ ભારત સરકાર આ માટે તૈયાર નથી. અય્યરે વધુમાં કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનને પ્રેમ કરૂ છુ કારણ કે હું ભારતને પણ પ્રેમ કરૂ છુ. ભારતે પોતાના પાડોશી દેશ સાથે એ પ્રકારે પ્રેમ કરવો જોઇએ કે જેમ તે પોતાની જાતને પ્રેમ કરે છે. તેમણે કહ્યુ હતુ કે, કાશ્મીર અને ભારતમાં થતી ત્રાસવાદી ઘટનાઓની બે મુખ્ય સમસ્યાઓ છે જેને પહેલા નિપટવી જોઇએ. કરાંચી લીટરેચર ફેસ્ટીવલમાં ભાગ લેવા આવેલા અય્યરે વધુમાં કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનની નીતિઓથી ખુશ છુ પરંતુ ભારતીય નીતિથી મને દુઃખ છે. સતત વાતચીત થવી જોઇએ અને તેનાથી માર્ગ નીકળશે. નિરંતર અને નિરબાધ વાતચીત થવી જોઇએ. મને ગર્વ છે કે પાકિસ્તાને આ નીતિનો સ્વીકાર કર્યો છે પરંતુ દુઃખી છું કે ભારતે આનો સ્વીકાર કર્યો નથી. તેમણે કહ્યુ હતુ કે, હું પાકિસ્તાનને પ્યાર કરૂ છું તો ઉપસ્થિત લોકોએ તાલીઓ પાડી સ્વાગત કર્યુ હતુ. અત્રે એ નોંધનીય છે કે અય્યરે ગુજરાતની ચૂંટણી દરમિયાન પીએમ મોદીને નીચ કહ્યા હતા. તેમનો પાકિસ્તાન પ્રેમ કોઇ નવી વાત નથી. તેમણે ર૦૧પમાં પણ ભારતની સરકાર ઉપર સવાલ ઉઠાવ્યા હતા. જો કે તેઓ હાલ કોંગ્રેસમાં નથી. તેમણે એવુ પણ કહ્યુ હતુ કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત કરવી હોય તો પીએમ મોદીને હટાવવા પડશે.(૩-૪) (9:49 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123988

રાજ્યમાં ફરી સ્વાઈન ફ્લુનો ફૂફાડો ;સાઉદી અરેબિયાથી પરત ફરેલ દંપતીનું મોત
પાટણ જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું :આરોગ્ય વિભાગે ત્રણ ટિમો બનાવી આસપાસના 150 કનિદૈ લાકિઅ ઘરોનો સર્વે કરાવી બ્લડ સેમ્પલ લીધા ગુજરાતમાં ફરી સ્વાઈન ફ્લુના રોગર ફૂફાડો માર્યો છે સાઉદી અરેબિયાથી પરત ફરેલું એક દંપતી પાટણ  જિલ્લામાં કનિદૈ લાકિઅ સ્વાઈન અકિલા ફ્લુનો ભોગ બનતા મોતને ભેટ્યુ છે.જેને લઈને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.સાઉદી અરબિયાથી પરત ફરેલ પતિ-પત્નીને સ્વાઈન કનિદૈ લાકિઅ ફ્લુ થયાનુ સામે આવતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં ખાનગી હોસ્પિટલમાં અકીલા સારવાર દરમિયાન પતિનુ મોત થયુ હતું, જ્યારે પત્નીને કનિદૈ લાકિઅ વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જોકે સારવાર દરમિયાન પત્નીનું પણ મોત થયુ હતું.    અચાનક સ્વાઈન ફ્લુના કેસ કનિદૈ લાકિઅ સામે આવતા અને તેનાથી મોતની ઘટનાઓના પગલે જિલ્લાઓનુ આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. આરોગ્ય વિભાગે ૩ ટીમો બનાવીને તેમની આસપાસના ૧૫૦ ઘરોનો સર્વે કર્યો કનિદૈ લાકિઅ છે. તેમજ લોકોના બ્લડ સેમ્પલ લઈને સ્વાઈન ફ્લુની તપાસ હાથ ધરી છે. (9:10 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/13-02-2018/70575
હવે વોટ્સએપમાં સાયબર ક્રિમિનલ સક્રિય :ફ્રી સુઝની ઓફર યુઝર્સને ફસાવવા ટ્રેપ હોય શકે !
 એડિડાસ દ્વારા ફ્રી શૂઝની ઑફરનો મેસેજ ખોટો :પર્સનલ ડિટેલ્સ ચોરી કરવાનું કનિદૈ લાકિઅ સ્કેમ ?   હવે વોટ્સએપમાં પણ સાયબર ક્રિમિનલ સક્રિય થયાનું મનાય છે નિષ્ણાંતોના માનવા મુજબ વ્હોટ્સએપ પર એડિડાસના ફ્રી શૂઝને લગતો મેસેજ કનિદૈ લાકિઅ આવે તો તેને અકિલા અવોઈડ કરજો. અહેવાલ મુજબ આ સાયબર ક્રિમિનલ્સ દ્વારા તમને ફસાવવા માટેની એક ટ્રેપ હોઈ શકે છે.    વોટ્સએપમાં ‘એડીડાસ પોતાની કનિદૈ લાકિઅ 93મી એનિવર્સરી પર 3 હજાર શૂઝની જોડી ફ્રી આપી રહી છે તમારા શૂઝ લેવા માટે અકીલા Adidas.com/shoes,’ પર ક્લેઈમ કરો. આ પ્રકારનો મેસેજ ઘણા કનિદૈ લાકિઅ લોકોને એડિડાસની ઑફિશિયલ વેબસાઈટ પરથી આવી રહ્યો છે પરંતુ નિષ્ણાતો આ અંગે ચેતવતા કહી રહ્યાં છે કે, આ સાઈબર ક્રિમિનલ્સ દ્વારા ચાલી રહેલું કનિદૈ લાકિઅ એક સ્કેમ છે જે તમારી પર્સનલ ડિટેલ્સ ચોરી શકે છે.    એક વેબસાઈટ જણાવ્યા અનુસાર આ સ્કેમમાં અત્યાર સુધી ઘણા લોકો છેતરાઈ ચૂક્યા છે. એડિડાસ તરફથી કનિદૈ લાકિઅ આ મેસેજને ખોટો ગણાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકા ખાતેના એડિડાસના બ્રાન્ડ કોમ્યુનિકેશન્સ અને PR મેનેજર લોરેન હાકમેને જણાવ્યું કે, ‘અમને કનિદૈ લાકિઅ જાણવા મળ્યું છે કે,એડિડાસ દ્વારા ફ્રી શૂઝની ઑફર આપવામાં આવી છે તે પ્રકારનો મેસેજ વ્હોટ્સએપમાં ખૂબ ફરી રહ્યો છે અને અમે લોકોને આ મેસેજ ખોટો કનિદૈ લાકિઅ હોવાનું જણાવી રહ્યાં છીએ.’ (9:08 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/13-02-2018/123987

BJP નેતાએ કહ્યું- કુદરતી આપત્તિથી પાકને બચાવા ખેડૂતો કરે હનુમાન ચાલીસાના પાઠ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ આપવાની વાત કરી રહ્યાં હોય, પરંતુ મધ્યપ્રદેશના ભાજપ નેતા તો ખેડૂતોને કુદરતી આપત્તિના કહેરથી બચવા માટે ભગવાન ભરોસે રહેવાની વાત કરી રહ્યાં છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા રમેશ સક્સેનાએ ખેડૂતોને કહ્યું કે પાકને કરા પડવા જેવી કુદરતી આપત્તિથી બચાવા માટે તેઓ હનુમાન ચાલીસાના પાઠ કરે. મજાની વાત તો એ છેકે તેમની આ વાતનું સમર્થન કૃષિ મંત્રીએ પણ કર્યું છે.
મધ્યપ્રદેશના કૃષિ રાજ્યમંત્રી બાલકૃષ્ણ પાટીદરે ભાજપ નેતા રમેશ સક્સેનાના નિવેદનનું સમર્થન કર્યું છે. પાટીદારે કહ્યું કે હનુમાન ચાલીસાનું પઠન કરવાથી ખેડૂત ‘અંદરથી મજબૂત’ થશે. રાજ્યમાં છેલ્લાં બે દિવસમાં વરસાદ અને કરા પડતાં પાકને મોટી નુકસાની થઇ છે. પરંતુ રાજ્યના ભાજપના નેતા આવા નિવેદન આપીને ખેડૂતો પ્રત્યે અસંવેદનશીલતાની હદ દેખાડી રહ્યાં છે.
પૂર્વ ધારાસભ્યે એક વીડિયોમાં અપીલ કરતાં ખેડૂતોને કહ્યું છે કે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આવતા ચાર-પાંચ દિવસ સુધી કુદરતનો પ્રકોપ રહેશે. કરા પણ પડશે અને વરસાદ પણ થશે. આ કુદરતી આપત્તિથી બચવા માટે એકમાત્ર ઉપાય છે હનુમાન ચાલીસા. તમામ ખેડૂતો ભાઇઓને નિવેદન છે કે દરરોજ એક કલાક હનુમાન ચાલીના પાઠ કરો. આ સિવાય બીજો કોઇ રસ્તો નથી.
સિહોરના પૂર્વ ધારાસભ્ય સક્સેનાનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ અંગે કૃષિ રાજ્ય મંત્રી પાટીદારે કહ્યું કે તેમાં કંઇ ખોટું નથી. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી રાહત મળશે અને તેનાથી ખેડૂત અંદરથી મજબૂત થશે.
Source :-http://sandesh.com/farmers-must-chant-hanuman-chalisa-to-prevent-natural-calamities-mp-bjp-leader/


મોંઘવારીમાં આવી છે સહેજ સોંઘવારી

જાન્યુઆરી-2018માં છૂટક મોંઘવારી એટલે કે સીપીઆઈ ડિસેમ્બરના 5.21 ટકા ઘટીને 5.07 ટકા થઈ છે. જોકે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા (આરબીઆઈ)ના ચાર ટકાના અંદાજ કરતાં આ પ્રમાણ નીચું છે.
જાન્યુઆરી મહિનામાં ખાવા અને પીવાની ચીજો સસ્તી થઈ છે. માસિક ધોરણે ખાદ્ય મોંઘવારીનો દર 4.96 ટકાથી ઘટી 4.70 ટકા થયો છે. આ જ પ્રમાણે ફ્યુઅલ અને વીજળીનો મોંઘવારી દર પણ 7.9 ટકાથી ઘટી 7.7 ટકા થયો છે.



આ જ મહિનાનો મોંઘવારીનો દર અનાજમાં 2.57 ટકાથી ઘટી 2.33 ટકા તથા શાકભાજીમાં 29.13 ટકાથી ઘટી 26.97 ટકા રહ્યો છે. વસ્ત્રો અને પગરખામાં મોંઘવારીનો દર 4.8 ટકાથી વધી 4.9 ટકા થયો છે. કોર મોંઘવારી દર જોકે 5.1 ટકાએ જળવાઈ રહ્યો છે.
ઔદ્યોગિક વૃદ્ધિ ડિસેમ્બરમાં નબળી પડી છે. નવેમ્બરના 8.4 ટકાની સામે ડિસેમ્બરમાં આ દર 7.1 ટકા રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદન નવેમ્બરના 10.2 ટકાથી ઘટી ડિસેમ્બરમાં 8.4 ટકા થયો છે. વીજ ઉત્પાદન પણ નવેમ્બરના 10.2 ટકાના સ્તરને બદલે ડિસેમ્બરમાં 8.4 ટકા રહ્યું છે. ખનીજ ઉત્પાદન  નવેમ્બરના 1.1 ટકાને બદલે ડિસેમ્બરમાં 1.2 ટકાની સપાટીએ પહોંચ્યું છે. પ્રાયમરી ચીજોનું ઉત્પાદન નવેમ્બરમાં 3.2 ટકા હતું. જે ડિસેમ્બરમાં 3.7 ટકાને આંબી ગયું છે.
Source :-http://sandesh.com/reduction-in-cpi-in-january/

ભારતના 31 મુખ્યમંત્રીઓમાંથી 11 વિરૂદ્ધ ક્રિમિનલ કેસ, 25 કરોડપતિ
- 28 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનની ખુલી પોલ - સૌથી વધુ પૈસાદાર મુખ્યમંત્રી આંધ્રપ્રદેશના એન ચંદ્રબાબુ નાયડુ નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર ભારતના કુલ 31 મુખ્યમંત્રીઓમાંથી 11 વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ છે. જેમાંથી 25 મુખ્યમંત્રી કરોડપતિઓના લિસ્ટમાં છે. આ રિપોર્ટ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)એ જાહેર કર્યાં છે. આ અહેવાલમાં 28 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોને સામેલ કરવામાં આવ્યા છે. સોમવારે આવેલા રિપોર્ટ અનુસાર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના કુલ 31 મુખ્યમંત્રી હોય છે. જેમાંથી 11 એટલે કે 35 ટકા નેતાઓએ પોતાની પર લાગેલા કેસને સાર્વજનિક કર્યાં છે. રિપોર્ટ અનુસાર સૌથી વધુ ક્રિમિનલ કેસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર છે. જેની પર કુલ 22 કેસ છે. જેમાંથી ત્રણ ગંભીર કેસ છે. રિપોર્ટમાં બિહારના નીતિશ કુમાર, દિલ્હીના અરવિંદ કેજરીવાલ, ઝારખંડના રઘુબર દાસ, યુપીના યોગી આદિત્યનાથ, તેલંગાણાના કેસી રાવ, કેરલના પિનરાઇ વિજયન, જમ્મુ કાશ્મીરની મહેબુબા મુફ્તી, પુડુચેરીના નારાયણસામી, આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ, પંજાબના કેપ્ટન અમરિંદર સિંહનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં ફડણવીસ પછી કેરલના મુખ્યમંત્રીનું નામ આવે છે. જેમની પર 11 ક્રિમિનલ કેસ છે. ત્રીજા નંબર પર અરવિંદ કેજરીવાલ છે. જેની પર 10 કેસ છે. ગંભીર મામલાની વાત કરવામાં આવે તો કેજરીવાલ પહેલા નંબર પર છે. તેની પર ચાર કેસ દાખલ છે. ભારતમાં રાજ્યોના મુખ્યપ્રધાનોની સરેશાશ સંપત્તિ 16.18 કરોડ રૂપિયા છે. જેમાં 81 ટકા એટલે કે 25 સીએમ કરોડપતિ છે. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડૂ સૌથી અમીર છે, તેમની સંપત્તિ 177 કરોડ રૂપિયા છે. આ સિવાય ટોપ થ્રીમાં કોંગ્રેસના મુખ્યમંત્રી સામેલ છે. ત્રિપુરાના સીએમ માણિક સરકારે પોતાની સંપત્તિ સૌથી ઓછી દર્શાવી છે. એફિડેવિટ અનુસાર તેમની પાસે 26 લાખની સંપત્તિ છે. 100 કરોડથી વધારે સંપત્તિવાળા 2 સીએમ છે. 10થી 50 કરોડની વચ્ચે 6, 1 અને 10 કરોડની વચ્ચે 17 અને એક કરોડથી ઓછી સંપત્તિવાળા 6 મુખ્યમંત્રી છે. ટોપ પાંચના કરોડપતી મુખ્યમંત્રીઓની યાદીમાં આંધ્રપ્રદેશના એન ચંદ્રબાબુ નાયડુ રૂા. 177.48 કરોડની સંપત્તિ સાથે પ્રથમ છે જ્યારે અરૂણાચલના પેમા ખાંડૂ રૂા. 129.57 કરોડની સંપત્તિ ધરાવે છે. પંજાબના અમરિંદર સિંહ રૂા. 48.31 કરોડ, તેલંગણાના કે ચંદ્રશેખર રાવ 15.51 અને મેઘાલયના મુખ્યપ્રધાન મુકુલ સંગમા રૂા. 14.50 કરોડની સંપત્તિ ધરાવે છે. 

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/11-cms-face-criminal-cases-25-crorepati-adr-report

હિંમતનગરના રાયગઢમાં ગામલોકો એ બનાવ્યુ ભારતનું સૌથી ઉંચુ શ્રીફળનું શિવલીંગ
- આ પહેલા 100 મણ ઘીનું શિવલીંગ બનાવ્યુ હતુ - એ પહેલા બનાવ્યુ હતુ 3 લાખ રૂદ્રાક્ષનું શિવલીંગ હિમંતનગર, તા. 13 ફેબ્રુઆરી 2018, મંગળવાર સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવના પટાંગણમાં ગામના યુવાનો દ્વારા વિશેષ પ્રકારના શિવલીંગનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. શિવરાત્રી નિમિત્તે બનાવ્યુ ભારતનું સૌથી ઉંચુ શ્રીફળનું શિવલીંગ. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં આકાર લઈ રહ્યુ છે ભારતનુ એક માત્ર 25 ફુટ ઉંચુ રુદ્રાક્ષનુ શિવલીંગ. જી હા અત્યાર સુધી આ પ્રકારનુ 25 ફુંટ ઉંચુ શીવલીંગ કોઈ સ્થાન પર બનાવવામાં આવ્યુ નથી અને એ પણ 600 કિલો લોખંડ, 1500 પવિત્ર શ્રીફળ, ગેલ્વેનાઈઝના તાર અને કંન્તાન વીંટાળીને છેલ્લા 15 દિવસથી ગામના યુવાનો દ્વારા દિવસ રાતની મહેનત બાદ આ ભવ્ય શિવલીંગનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. હજુ પણ આ મહારુદ્ર શિવલીંગનુ નિર્માણ ચાલી રહ્યુ છે ખાસ કરીને ગેલ્વેનાઈઝના તારમાં શ્રી ફળ પરોવીને માળા બનાવવામાં આવી છે અને એ માળાઓ લોખંડના શિવલીંગ પર વીંટાળવામાં આવ્યા છે અને આ રીતે આ શિવલીંગનુ નિર્માણ કરાયુ છે. છેલ્લા 3 વર્ષથી રાયગઢના વૈજનાથ મહાદેવના ધામમાં યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના શિવલીંગ બનાવવામાં આવે છે જેમાં 3 લાખના રુદ્રાક્ષનુ શિવલીંગ, ત્યારબાદ 100 મણ ઘીનુ શિવલીંગ અને આ વખતે ભારતનુ એક માત્ર શ્રીફળનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે. ખાસ કરીને આ શિવલીંગ બનાવવા માટે તમીલનાડુથી 15 હજાર જેટલા શ્રીફળ લાવવામાં આવ્યા છે. 600 કિલો લોખંડનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ હતુ અને તેના પર 15 હજાર શ્રી ફળની માળાઓ વીંટીને આ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે. દર વર્ષ કરતા આ વખતે અલગ પ્રકારનુ શિવલીંગ બનાવવામાં આવ્યુ છે જે આવતી કાલે આ શિવલીંગ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. છેલ્લા ચાર વર્ષોથી રાયગઢના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના શિવલીંગ બનાવવામાં આવી રહ્યા છે જેને લઈને ગુજરાતભરના લોકો અહિ દર્શનાર્થે ઉમટી પડે છે માત્ર શિવરાત્રીજ નહિ શ્રાવણ માસ અને વર્ષના 365 દિવસ અહિ ભક્તોનો ઘસારો અવિરત જોવા મળે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/coconut-shivling-was-prepared-by-villagers-of-raigad-in-himmatnagar-gujarat

ગુજરાતના કેમિકલ ઉદ્યોગના રૃા.૭૫૦ કરોડથી વધુ રકમનાં રિફંડ સલવાયાં
-મેન્યુઅલ રજૂઆત કર્યા પછીય અન્ય ઉદ્યોગોના રિફંડના નાણાં ન મળતા હોવાની હજીય ચાલુ રહેલી ફરિયાદ અમદાવાદ, તા.12 ફેબ્રુઆરી 2018,સોમવાર ગુજરાતમાંથી કેમિકલ્સ અને ડાયસ્ટફની નિકાસ કરનારાઓના રૃા. ૭૦૦થી ૭૫૦ કરોડના ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના રિફંડના નાણાં હજીય સલવાયેલા પડયા છે. જીએસટીના કમિશનર તરફથી તેમને વારંવાર બાંયધરી આપવામાં આવતી હોવા છતાંય તેમના રિફંડના નાણાં પરત ન મળતા હોવાની તેમની ફરિયાદ છે. જુલાઈ મહિનામાં જીએસટીનો અમલ કરવામાં આવ્યો ત્યારથી ઓનલાઈન સિસ્ટમની ખામીઓને કારણે તેમને રિફંડના નાણાં પરત મળતા જ નથી. આ મુદ્દે જીએસટીના કમિશનર અને કસ્ટમ્સના ટોચના અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જુલાઈથી જાન્યુઆરીની ૩૧મી સુધીમાં એકલા ગુજરાતના કેમિકલ્સ અને ડાયસ્ટફના નિકાસકારોના રૃા.૭૦૦તી ૭૫૦ કરોડના રિફંડ સલવાયેલા પડયા છે. કસ્ટમ્સ અને જીએસટીના અધિકારીઓનું કહેવું છે કે ઇન્વોઈસની વિગતો અપલોડ કરવામાં કે પછી કોમર્શિયલ ઇન્વોઈસ અને કસ્ટમ્સ ઇન્વોઈસ અલગ અલગ હોય તેવા સંજોગોમાં કે પછી કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ચઢાવવામાં આવેલી વિગતો સાથે નિકાસકારે ચઢાવેલી વિગતોનું મેચિંગ ન થતું હોય તેવા સંજોગોમાં રિફંડ અટકી જાય છે. ગુજરાતના કેમિકલ્સના નિકાસકારો વરસે દહાડે અંદાજે રૃા. ૧૦,૦૦૦ કરોડના કેમિકલ્સ અને ડાયસ્ટફની નિકાસ કરે છે. તેમણે નિકાસની સામગ્રી પર ૧૮ ટકાના દરે ઇન્ટીગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસટેક્સ- આઈજીએસટી જમા કરાવવો પડી રહ્યો છે. તેના રિફંડ ન મળતા હોવાથી નિકાસકારોની મોટી મૂડી સરકારી દફ્તરમાં અટવાયેલી રહે છે. તેમણે વધુને વધુ ભંડોળ ઊભું કરવું પડી રહ્યું છે. આ જ રીતે નિકાસકારોના બૅન્ક એકાઉન્ટ જે બૅન્કમાં હોય તે બૅન્ક પબ્લિક ફાઈનાન્સ મૅનેજમેન્ટ સિસ્ટમ સાથે ન જોડાયેલી હોય તે બૅન્કમાં જીએસટી રિફંડના નાણાં પહોંચતા નથી. આ સમસ્યાને કારણે રિફંડ ન મળતા હોય તો તેની પણ નિકાસકારોએ તપાસ કરી લેવાની રહેશે. જુલાઈ મહિનાથી રિફંડના નાણા ન મળતા હોવાથી કેમિકલ્સ અને ડાયસ્ટફની નિકાસ કરનારાઓની આર્થિક સંકડામણ વધી રહી છે. ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે કે રિફંડ મળવામાં લાંબા સમય સુધી તકલીફ ચાલુ રહેશે તો ફંડને અભાવે નિકાસકારોએ તેમના નિકાસના ઓર્ડર ગુમાવવા પડી શકે છે. ગત શનિવારે કસ્ટમ્સના અધિકારીઓ અને જીએસટીના ગુજરાતના અધિકારીઓ સાથે કરવામાં આવેલી બેઠકમાં આ અધિકારીઓએ તેમના રિફંડના નાણાં વહેલામાં વહેલી તકે મળી જાય તેવી ગોઠવણ કરી આપવાની ખાતરી આપી હતી. તેમ જ ઓનલાઈન ક્લેઈમ મૂકવામાં કઈ મોટી ભૂલ ન થાય તેની તકેદારી રાખવી તેની સમજણ પણ આપી હતી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-refund-of-more-than-rs-750-crores-in-the-chemical-industry-of-gujarat


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

1 comment: