સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 11 June 2018

ભરોસાની ભેંસે...! બેન્કો કેશલેસ, ૧૯ લાખ કરોડ રોકડ લોકોની તિજોરીમાં - જાહેર ક્ષેત્રની બેંકોની ચાલુ વર્ષની કુલ ખોટ અધધ રૂ. ૮૭ હજાર કરોડે પહોંચી - ભારત પર હુમલાઓ કરવા 3 આતંકી સંગઠનોનું 'મહાગઠબંધન', વધશે ખતરો - ગુજરાત સરકાર વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર પોલિસી જાહેર કરશે: જોડિયા ખાતેના પ્લાન્ટનું ટેન્ડર મંજૂર : વિજયભાઈ રૂપાણી - હરિયાણાની મહિલા IAS ઓફિસરને સિનિયર અધિકારીએ કહ્યું, એક નવીનવેલી દુલ્હનની જેમ તારે મને સમજાવવું પડશે - ઉત્તર પ્રદેશના ૫૦ હજારથી વધુ શિક્ષકોની નોકરી સંકટમાં - ચોમાસુ મહારાષ્ટ્રથી છત્તીસગઢ અને બિહાર તરફ આગળ વધ્યું :72 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી - ખેડુતોના પ્રશ્ને સંખ્યાબંધ ગામડા બંધઃ ઠેર-ઠેર ચક્કાજામ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 11 June 2018 & 30 July 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ભરોસાની ભેંસે...! બેન્કો કેશલેસ, ૧૯ લાખ કરોડ રોકડ લોકોની તિજોરીમાં
 - સરકારને ભરોસો હતો કે નોટબંધીથી અર્થતંત્ર કેશલેસ થશે પરંતુ... - નોટબંધીની રિવર્સ ઇફેક્ટ: પહેલા કરતાં બે લાખ કરોડનું વધુ ચલણ બજારમાં ફરતું થયું નવી દિલ્હી, તા.૧૦ જૂન 2018, રવિવાર આરબીઆઇના ડેટા અનુસાર હાલ જનતા પાસે જે પૈસા કેશ સ્વરુપે છે તેની રકમ વધીને ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે. આ રકમ ૨૦૧૬માં નોટબંધી લાગુ કરવામાં આવી તે પછી જે રકમ હતી તેનાથી બેગણા કરતા પણ વધુ છે. નોટબંધી બાદ આ રકમ ૭.૮ લાખ કરોડ હતી જેમાં ૧૧ લાખ કરોડનો વધારો થયો છે અને આ રકમ હવે ૧૮.૫ લાખ કરોડ રૃપિયા સુધી પહોંચી ગઇ છે. નોટબંધી લાગુ કરી ત્યારે સરકારને એવો ભરોસો હતો કે તેનાથી અર્થતંત્ર કેશલેસ બની જશે, પરંતું ભરોસાની ભેંસે પાડો જણ્યો એ કહેવત મુજબ સરકારના અંદાજ મુજબનુ કઇ નહીં. રિપોર્ટ અનુસાર નોટબંધી બાદ આરબીઆઇએ માર્કેટમાં જે રકમ સર્ક્યુલેશનમાં મુકી છે તે પણ વધીને હવે ૧૯.૩ લાખ કરોડ સુધી પહોંચી ગઇ છે. આ રકમ નોટબંધી બાદના સમયગાળામાં ૮.૯ લાખ કરોડ રૃપિયા હતી. એટલે કે તેમાં પણ બેગણો વધારો થયો છે.   નોટબંધી બાદ લોકો ઓનલાઇન કે ઇન્ટરનેટની મદદથી ટ્રાંઝેક્શન કરતા થઇ જાય અને કેશલેસ ઇકોનોમી ઉભી થાય તેનો પ્રચાર મોદી સરકારે બહુ જોરશોરમાં કર્યો હતો. જોકે આ કેશલેસ ઇકોનોમીના દાવાઓ સાવ પોકળ સાબીત થયા અને લોકો ઉલટા પહેલા કરતા વધુ કેશ રાખતા થઇ ગયા છે. હાલ માર્કેટમાં કુલ કરન્સી પહેલી જુન સુધીમાં ૧૯.૩ લાખ કરોડ છે તેમાંથી લોકોની પાસે કેશ સ્વરુપે જ ૧૮.૫ લાખ કરોડ રૃપિયા છે. એટલે કે મોદી સરકારના કેશલેશ ટ્રાંઝેક્શનના કેમ્પેઇનને એક મોટો ઝટકો લાગ્યો છે અને જનતાએ તેનો સ્વીકાર પણ નથી કર્યો. બેંકો પાસે જે રોકડ રકમ છે તેમાં ઘટાડો પણ નોંધાયો છે. જેને પગલે જનતાના હાથમાં વધુમાં વધુ રોકડ રકમ આવી છે. હાલ લોકોના હાથમાં જે રોકડ છે તે અને આરબીઆઇએ માર્કેટમાં મુકેલા નાણા બન્નેનું સ્તર નોટબંધી પહેલા જે સ્તર હતું તેનાથી પણ આગળ નીકળી ગયું છે. એટલે કે નોટબંધી પહેલા જે પૈસા લોકો પાસે હતા તેનાથી પણ વધુ રોકડ હવે લોકોની પાસે હોવાનો દાવો આરબીઆઇના ડેટાના આધારે એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. એટલે કે કેશલેસ ટ્રાંઝેક્શન અને કેશલેસ અર્થતંત્ર બનાવવામાં પણ મોદી સરકાર નિષ્ફળ રહી છે. થોડા દિવસ પહેલા એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે દેશભરમાં એટીએમમાં પૈસા નથી જેને પગલે નોટબંધી બાદ જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે હવે એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે લોકોએ તે સમયે બેંકોમાંથી પૈસા વધુ પ્રમાણમાં ઉપાડી દીધા હતા. આ ઉપરાંત ૫૦૦ની નોટોનું પ્રમાણ પણ બાદમાં વધારવામાં આવ્યું હતું. આઠમી નવેમ્બર,૨૦૧૬ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, અને માર્કેટમાં ઉપલબ્ધ ૧૦૦૦ અને ૫૦૦ની નોટોને પરત ખેંચી લીધી હતી. જેને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને બેંકોમાં પૈસા જમા કરાવવા લાંબી લાઇનો લાગી હતી, એટીએમમાં નવી નોટો આવી નહોંતી તેથી ખાલી હતા. જોકે બાદમાં આરબીઆઇએ માર્કેટમાં નવી રૃપિયા ૨૦૦૦ અને ૫૦૦ની નોટોનું પ્રમાણ ધીમે ધીમે વધાર્યું હતું, હાલ માર્કેટમાં જે પૈસા છે તે અને નોટબંધી પહેલા જે રોકડ રકમ હતી તે બન્નેનું લેવલ સરખુ થઇ ગયું છે. એક રિપોર્ટ અનુસાર ૨૫મી મે, ૨૦૧૮ સધીમાં માર્કેટમાં ૧૮.૫ લાખ કરોડ રૃપિયા હતા. જોકે આ સ્તર એક વર્ષ પહેલા આ જ સમયગાળા દરમિયાન જે હતું તેના કરતા ૩૧ ટકા વધુ છે. આરબીઆઇના ૧ જુન, ૨૦૧૮ના આંકડા અનુસાર ૧૯.૩ લાખ કરોડ કરન્સી હાલ સર્ક્યુલેશનમાં છે. કાળા નાણા નહીં પણ ૨૦૦૦ની નોટોને કારણે માત્ર તિજોરીનું કદ ઘટયું ! મોદી સરકારે દાવો કર્યો હતો કે નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ્ય કાળા નાણાને રોકવાનો કે જપ્ત કરવાનો છે. જોકે નોટબંધી બાદ ૯૯ ટકા રકમ બેંકોમાં જમા થઇ ગઇ અને જનતાએ પાછી ઉપાડી પણ લીધી છે. એટલે કેશલેસ અર્થવ્યવસ્થા કરવા ગયા અને બેંકો જ કેશલેસ થઇ ગઇ તેવી સ્થિતિ ઉભી થઇ. બીજીબાજુ કાળા નાણાનો ઉદ્દેશ પર પુરો ન થયો, ઉલટા થયું એ કે અગાઉ યુપીએ સરકારના કાર્યકાળમાં કાળા નાણા સાચવવા માટે મોટી તીજોરીઓની જરુર પડી હતી કેમ કે તે નોટો જાજી રાખવી પડતી હતી, હવે મોદી સરકારે નોટબંધી બાદ ૨૦૦૦ રૃપિયાની નાના કદ વાળી નોટો બહાર પાડી છે જેને પગલે કાળા નાણા વાળાઓએ તેને રાખવા માટે નાની તીજોરીની જરુર રહે છે. એટલે કે ખુબ જ સહેલાઇથી કાળા નાણા છુપાવી શકાય છે. એવુ ચર્ચાઇ રહ્યું છે કે કાળા નાણા નહીં પણ માત્ર તિજોરીનું કદ જ ઘટયું છે.
Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/banks-cashless-19-lakh-crore-cash-of-public-intreasury

જાહેર ક્ષેત્રની બેંકોની ચાલુ વર્ષની કુલ ખોટ અધધ રૂ. ૮૭ હજાર કરોડે પહોંચી
 - ડિસેમ્બર ૨૦૧૭ સુધી બેંકિંગ ક્ષેત્રની કુલ NPA રૂ. ૮.૩૧ લાખ કરોડ - નીરવ મોદીના કૌભાંડને પગલે PNBને સૌથી વધુ રૂ. ૧૨,૨૮૨ કરોડ અને IDBIને રૃ. ૮,૨૮૭ કરોડની જંગી ખોટ - જાહેર ક્ષેત્રની ૨૧માંથી ફક્ત બે જ બેંકે ખોટ ના કરી, ઈન્ડિયન બેંકને રૂ. ૧,૨૫૮ કરોડ અને વિજયા બેંકને રૃ. ૭૨૭.૦૨ કરોડનો નફો - ગયા વર્ષે  રૂ. ૧૦,૪૮૪.૧ કરોડનો નફો નોંધાવનારી દેશની સૌથી મોટી બેંક એસબીઆઈને ચાલુ વર્ષે  રૂ. ૬,૫૪૭.૪૫ કરોડની જંગી ખોટ - કૌભાંડોનો માર ખાવાના કારણે ગયા વર્ષે જાહેર ક્ષેત્રની ૨૧ બેંકનો કુલ નફો માંડ રૃ. ૪૭૩.૭૨ કરોડ નોંધાયો હતો નવી દિલ્હી, તા.૧૦ જૂન 2018, રવિવાર દેશની બેંકિંગ વ્યવસ્થાની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે. દેશની જાહેર ક્ષેત્રની બેંકોની નોન પર્ફોર્મિંગ એસેટ્સ કે બેડ લોન્સમાં સતત વધારો થઇ રહ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકોની ૨૦૧૭-૧૮માં કુલ ખોટ રૃ. ૮૭,૩૫૭ કરોડ નોંધાઇ છે. આ વર્ષે જાહેર ક્ષેત્રની બેંકોમાં સૌથી વધુ નુકસાન પંજાબ નેશનલ બેંકે ભોગવવું પડયું છે, જ્યારે તેના પછી આઈડીબીઆઈ બેંકનો નંબર આવે છે. પંજાબ નેશનલ બેંકને નીરવ મોદીના રૃ. ૧૪ હજાર કરોડના કૌભાંડના કારણે ભારે ફટકો સહન કરવો પડયો છે. આ કૌભાંડના કારણે પીએનબીએ રૃ. ૧૨,૨૮૨.૮૨ કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે ૨૦૧૬-૧૭માં પીએનબીની દિલ્હી શાખાએ રૃ. ૧,૩૨૪.૮ કરોડનો નફો નોંધાવ્યો હતો. પીએનબી પછી સૌથી વધુ રૃ. ૮,૨૩૭ કરોડની ખોટ આઈડીબીઆઈ બેંકે નોંધાવી છે. આઈડીબીઆઈએ ગયા વર્ષે પણ રૃ. ૫,૧૫૮.૧૪ કરોડની જંગી ખોટ નોંધાવી હતી. ભારતની સૌથી મોટી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ ૨૦૧૭-૧૮માં રૃ. ૬,૫૪૭.૪૫ કરોડનું નુકસાન નોંધાવ્યું છે, જ્યારે ગયા વર્ષે એસબીઆઈએ રૃ. ૧૦,૪૮૪.૧ કરોડનો નફો નોંધાવ્યો હતો. રાજ્ય સરકારો હસ્તકની જાહેર ક્ષેત્રની કુલ ૨૧માંથી ફક્ત બે જ બેંક એવી છે, જેમણે ૨૦૧૭-૧૮માં નફો નોંધાવ્યો છે. આ બે બેંકોમાં રૃ. ૧,૨૫૮.૯૯ કરોડ સાથે ઈન્ડિયન બેંક પહેલા નંબરે છે અને બીજા નંબરે  રૃ. ૭૨૭.૦૨ કરોડ સાથે વિજયા બેંક છે. આ બે સિવાયની કુલ ૧૯ બેંકની કુલ ખોટ રૃ. ૮૭,૩૫૭ કરોડે પહોંચી ગઇ છે. રસપ્રદ વાત એ છે કે, ગયા વર્ષે પણ જાહેર ક્ષેત્રની કુલ ૨૧ બેંકનો કુલ નફો ફક્ત રૃ. ૪૭૩.૭૨ કરોડ નોંધાયો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં ભારતના બેંકિંગ સેક્ટરની બેડ લોન્સનો આંકડો રૃ. ૮.૩૧ લાખ કરોડ નોંધાયો હતો. આ મુશ્કેલીનો ઉપાય કાઢવા આંતરિક બાબતોના નાણાં મંત્રી પિયુષ ગોયલે એક સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ સમિતિ બેંકોની એનપીએનો પ્રશ્ન ઉકેલવા એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીની સ્થાપના કરવા બે અઠવાડિયામાં વિવિધ સૂચનો આપશે.

Source :-http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/the-current-year-s-total-loss-of-public-sector-banks-is-rs-reaching-87-thousand-crores


ભારત પર હુમલાઓ કરવા 3 આતંકી સંગઠનોનું 'મહાગઠબંધન', વધશે ખતરો

આતંકી સંગઠન જૈશ, લશ્કર અને હિઝબુલ એક થઈને ભારત વિરૂદ્ધ તેમના અભિયાનને પાર પાડી રહ્યાં છે
નવી દિલ્હીઃ કેન્દ્રમાં સત્તા પર આવ્યાં બાદ વડાપ્રધાન મોદી દેશ અને વિદેશમાં આતંકવાદ વિરૂદ્ધ અવાજ ઉઠાવતાં રહ્યાં છે. પરંતુ આ વચ્ચે આતંકવાદને લઈને જે સમાચાર સામે આવી રહ્યાં છે તે ઘણાં જ ચોંકવાનારા છે. આતંકવાદ પર અંકુશ મૂકવાના સરકારના દાવા વચ્ચે એવા અહેવાલ આવ્યા છે કે આતંકી સંગઠન જૈશ, લશ્કર અને હિઝબુલ એક થઈને ભારત વિરૂદ્ધ તેમના અભિયાનને પાર પાડી રહ્યાં છે. આ ખુલાસો જૈશ-એ-મોહમ્મદના આતંકી આશિક બાબાએ કર્યો છે. આશિક બાબાને પોલીસે 5 જૂને પક્ડયો હતો. તેના પર નવેમ્બર, 2016માં જમ્મુ કાશ્મીરના નગરોટા આર્મી કેમ્પ પર હુમલો કરવાનો આરોપ છે. આ હુમલામાં 7 જવાન શહીદ થયા હતા.
આતંકી આશિક બાબાએ વધુ શું જણાવ્યું?

- પૂછપરછમાં બાબાએ જણાવ્યું કે, જૈશ-એ-મોહમ્મદ કાશ્મીર આતંકી મુફ્તી વકાસે પુલવામા પોલીસ લાઈનમાં વર્ષ 2017માં થયેલા આતંકી હુમલાનું નેતૃત્વ કર્યું હતું. આ હુમલામાં 8 જવાનો શહીદ થઈ ગયા હતા. 
- NIAએ પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે આ મામલે ત્રણ આરોપી આશિક બાબા, તારિક અહમદ ડાર અને મુનીર અલ હસન કાદરી પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સાથે સંપર્કમાં હતા. 
- આતંકી આશિક બાબાએ દાવો કર્યો કે જૈશ ખૈબર પખતૂન પ્રાંતના મનશેરામાં આતંકી કેમ્પ ચલાવી રહ્યાં છે. જે જગ્યાએ જૈશનો કેમપ છે ત્યાં પહેલાં લશ્કર-એ-તોઈબા અને હિઝબુલના કેમ્પો છે.
આ દેશો પર સીધો ખતરો

- આતંકી સંગઠનો વચ્ચે મહાગઠબંધન થશે તો ભારત તો તેના નિશાને હશે જ સાથે અફઘાનિસ્તાન, ઈન્ડોનેશિયા, મલેશિયા જેવાં દેશો પર સીધો ખતરો બની શકે છે. 
- યુરોપિય દેશો પર પણ આ સંગઠનોએ પોતાના પગ મજબૂત કર્યા છે. એવામાં ત્રણેય આતંકી જૂથ એક થતાં તકલીફ વધી શકે છે.
વ્હોટ્સએપ પર કરતા હતા વાત

- NIA મુજબ ત્રણેય આતંકી વ્હોટ્સએપના વોઈસ અને ટેક્સ્ટ મેસેજથી સીધા મુઝફ્ફરાબાદના મૌલાના મુફ્તી અશગરના સંપર્કમાં હતા. 
- મુફ્તીનો ભાણેજ વકાસ દક્ષિણ કાશ્મીરમાં જૈશનો કમાન્ડર છે, જેને સેનાએ પુલવામામાં એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.
ISIનો સહારો

- દેશ વિરૂદ્ધ થઈ રહેલા આતંકી ષડયંત્રને આ સંગઠનો પાકિસ્તાનનો જ ટેકો મળી રહ્યો છે. આ ત્રણેય સંગઠન પાકિસ્તાન મિલિટરી અને ગુપ્તચર એજન્સી ISIના સહારે ભારત વિરોધી આતંકી પ્રવૃતિઓને પાર પાડી રહ્યાં છે.
SCOમાં આતંકવાદ વિરૂદ્ધ લડવાનો સંકલ્પ

- ચીનમાં હાલમાં જ શાંઘાઈ સમિટ મળી હતી જેમાં આતંકવાદ, અલગતાવાદ અને કટ્ટરવાદથી આગામી ત્રણ વર્ષમાં નવા જોશ સાથે લડવાનો સંકલ્પ વ્યકત કરાયો હતો. 
- બે દિવસના સંમેલન પછી જાહેર સંયુકત ઘોષણા પત્રમાં લગભગ 80 દેશોએ તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરી હતી. 
- SCO ભેલ જ ત્રણ વર્ષમાં આતંક સામે લડવાની યોજના બનાવી રહ્યાં હોય પરંતુ જૈશ, લશ્કર અને હિઝબુલ જેવાં આતંકી દળોનું મહાગઠબંધન બની ગયું તો આ 80 દેશો પર પણ ભારે પડી શકે છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-jaish-let-hizbul-working-together-for-target-india-gujarati-news-5892665-PHO.html?ref=ht

ગુજરાત સરકાર વિન્ડ-સોલાર હાઈબ્રીડ પાવર પોલિસી જાહેર કરશે: જોડિયા ખાતેના પ્લાન્ટનું ટેન્ડર મંજૂર : વિજયભાઈ રૂપાણી
 ગાંધીનગર : મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ કનિદૈ લાકિઅ કહ્યું છે કે ધોલેરા નજીક કોસ્ટલ પડતર જમીન ઉપર 5000 મેગાવોટના પાવર પ્લાન્ટ સ્થાપવાના સરકારના પ્લાન અન્વયે ગુજરાત સરકાર વિન્ડ-સોલાર હાઈબ્રીડ કનિદૈ લાકિઅ પાવર અકિલા પોલિસી જાહેર કરશે. જોડિયા ખાતેના પ્લાન્ટનું  ટેન્ડર મંજૂર થઈ ગયાનું અને તેવો જ બીજો ડિસેલીનેશન (દરિયાના ખારા પાણીને મીઠું કનિદૈ લાકિઅ બનાવવાનો)પ્લાન્ટ મધ્ય ગુજરાતના દહેજ ખાતે નખાશે તેમ વિજયભાઈએ કહ્યું હતું. (8:35 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/11-06-2018/79993

હરિયાણાની મહિલા IAS ઓફિસરને સિનિયર અધિકારીએ કહ્યું, એક નવીનવેલી દુલ્હનની જેમ તારે મને સમજાવવું પડશે 
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને કરેલી પ૩ ફરિયાદનું પરિણામ કનિદૈ લાકિઅ ન આવ્યું એટલે ફેસબુક પર વ્યથા લખી હિરશર  તા. ૧૧ :.. હરિયાણા સરકારની એક મહિલા આઇએસએસ ઓફીસરે તેના સીનીયર અધિકારી પર જાતીય શોષણનો આરોપ કનિદૈ લાકિઅ લગાવ્યો છે. આ અકિલા મહિલા અધિકારીએ ગઇકાલે ફેસબુક પર પોસ્ટ મૂકીને તેની સાથે શું બન્યું હતું એની વિગતો આપી હતી. ર૮ વર્ષની આ મહિલા અધિકારીએ કનિદૈ લાકિઅ આરોપ મુકયો હતો કે 'મારા સીનીયર અધિકારીએ મને કહયું હતું કે તારે નવીનવેલી દુલ્હનની અકીલા જેમ બધું જ સમજાવવું પડશે. મને તેમનો વ્યવહાર યોગ્ય કનિદૈ લાકિઅ ન લાગ્યો. મેં રાષ્ટ્રપતિની ઓફીસ અને ભારત સરકારને કુલ પ૩ વાર ફરીયાદ કરતી મેઇલ મોકલી છે, પરંતુ હજી સુધી કોઇ પગલા લેવામાં આવ્યાં નથી.'જો કે કનિદૈ લાકિઅ મહિલાના સીનીયર અધિકારીએ આ તમામ આરોપોનો રદિયો આપતાં કહ્યું હતું કે 'મહિલા અધિકારી સાથે કોઇ દુર્વ્યવહાર નથી કરવામાં આવ્યો. મેં હંમેશાં તેમની કનિદૈ લાકિઅ મદદ કરવાની જ કોશિષ કરી હતી. મહિલા અધિકારીને માત્ર  સલાહ આપવામાં આવી હતી કે અન્ય ઓફીસર્સની મંજૂર થયેલી ફાઇલ્સમાં ભૂલ ન શોધે અને દરેક ફાઇલમાં કનિદૈ લાકિઅ વિપરીત ટીપ્પણી લખવી બંધ કરે. એને લીધે અન્ય વિભાગના લોકો તમારો એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ ખરાબ કરી શકે છે.' જો કે મહિલા અધિકારીનો કનિદૈ લાકિઅ દાવો છે કે સીનીયર અધિકારી ખોટું બોલી રહ્યા છે અને સીસી ટીવી કેમેરાનાં ફૂટેજ તપાસ  કરવાની માગણી કરી છે. (પ-૪) (11:51 am IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-06-2018/135600

ઉત્તર પ્રદેશના ૫૦ હજારથી વધુ શિક્ષકોની નોકરી સંકટમાં
 નવી દિલ્હી, તા. ૧૧ :. ૨૦૧૨થી ૨૦૧૮ વચ્ચે ભરતી કરાયેલ બુનીયાદી શિક્ષા પરિષદના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક કનિદૈ લાકિઅ શાળાઓમાં કામ કરતા લગભગ ૫૦ હજાર શિક્ષકોની નોકરી જોખમમાં છે. હાઈકોર્ટના એક આદેશ પછી તેમની નોકરી જોખમમાં મુકાઈ છે. જેમાં કોર્ટે કહ્યુ કનિદૈ લાકિઅ છે કે જે શિક્ષકોના અકિલા બી.એડ્. બી.ટી.સી.ના પરિણામો તેમના ટીટીઈના પરિણામો પછી આવ્યા છે તેમની ભરતી અમાન્ય ગણાશે. અદાલતના આ આદેશના કારણે કનિદૈ લાકિઅ પ્રાથમિક શાળાઓના ૭૨૮૨૫ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ૨૯૩૩૪ શિક્ષકોને અસર થઈ રહી અકીલા છે. એક અનુમાન પ્રમાણે જેમનું બી.એડ્. બી.ટી.સી.નું પરિણામ કનિદૈ લાકિઅ ટીડીઈ પછી જાહેર થયું હોય તેવા શિક્ષકોની સંખ્યા ૫૦,૦૦૦થી વધારે છે. આ આદેશની અસર હાલમાં ૬૮૫૦૦ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર પણ થશે. હાઈકોર્ટે કનિદૈ લાકિઅ ૩૦ મે ના પોતાના હુકમમાં બુનીયાદી શિક્ષણ અધિકારીઓને કહ્યુ છે કે જે શિક્ષકોના પરીણામ ટીઈટીના પરિણામો પછી આવ્યા હોય તેવા શિક્ષકોનું સિલેકશન કનિદૈ લાકિઅ રદ કરી દેવામાં આવે. જો કે સરકારે આ બાબતે હજુ સુધી પોતાનું વલણ જાહેર નથી કર્યુ. હાઈકોર્ટના આદેશથી પ્રભાવીત શિક્ષકોએ સુપ્રીમ કોર્ટમાં કનિદૈ લાકિઅ જવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. પસંદગી પામેલ શિક્ષકોનું કહેવું છે કે, યુપી ટીઈટી માટે જાહેર કરાયેલ જાહેરાતમાં કનિદૈ લાકિઅ એવો કોઈ ઉલ્લેખ નહોતો કે જેના પ્રશિક્ષણના પરિણામ ટીઈટીના પરિણામ પછી આવશે તેને ટીઈટીનું પ્રમાણપત્ર નહીં મળે. ઉત્તર પ્રદેશના ૫૦ હજારથી વધુ શિક્ષકોની નોકરી સંકટમાં નવી દિલ્હી, તા. ૧૧ :. ૨૦૧૨થી ૨૦૧૮ વચ્ચે ભરતી કરાયેલ બુનીયાદી શિક્ષા પરિષદના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કામ કરતા લગભગ ૫૦ હજાર શિક્ષકોની નોકરી જોખમમાં છે. હાઈકોર્ટના એક આદેશ પછી તેમની નોકરી જોખમમાં મુકાઈ છે. જેમાં કોર્ટે કહ્યુ છે કે જે શિક્ષકોના બી.એડ્. બી.ટી.સી.ના પરિણામો તેમના ટીટીઈના પરિણામો પછી આવ્યા છે તેમની ભરતી અમાન્ય ગણાશે. અદાલતના આ આદેશના કારણે પ્રાથમિક શાળાઓના ૭૨૮૨૫ અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ૨૯૩૩૪ શિક્ષકોને અસર થઈ રહી છે. એક અનુમાન પ્રમાણે જેમનું બી.એડ્. બી.ટી.સી.નું પરિણામ ટીડીઈ પછી જાહેર થયું હોય તેવા શિક્ષકોની સંખ્યા ૫૦,૦૦૦થી વધારે છે. આ આદેશની અસર હાલમાં ૬૮૫૦૦ શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર પણ થશે. હાઈકોર્ટે ૩૦ મે ના પોતાના હુકમમાં બુનીયાદી શિક્ષણ અધિકારીઓને કહ્યુ છે કે જે શિક્ષકોના પરીણામ ટીઈટીના પરિણામો પછી આવ્યા હોય તેવા શિક્ષકોનું સિલેકશન રદ કરી દેવામાં આવે. જો કે સરકારે આ બાબતે હજુ સુધી પોતાનું વલણ જાહેર નથી કર્યુ. હાઈકોર્ટના આદેશથી પ્રભાવીત શિક્ષકોએ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી દીધી છે. એક ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. પસંદગી પામેલ શિક્ષકોનું કહેવું છે કે, યુપી ટીઈટી માટે જાહેર કરાયેલ જાહેરાતમાં એવો કોઈ ઉલ્લેખ નહોતો કે જેના પ્રશિક્ષણના પરિણામ ટીઈટીના પરિણામ પછી આવશે તેને ટીઈટીનું પ્રમાણપત્ર નહીં મળે. (2:35 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-06-2018/135625

ચોમાસુ મહારાષ્ટ્રથી છત્તીસગઢ અને બિહાર તરફ આગળ વધ્યું :72 કલાકમાં 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
 24 કલાકમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તોફાનની કનિદૈ લાકિઅ સંભાવના : હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યુ નવી દિલ્હી :દેશમાં ચોમાસુ ઝડપથી આગળ વધી રહયું છે ચોમાસુ મહારાષ્ટ્રથી હવે છત્તીસગઢ કનિદૈ લાકિઅ અને બિહાર તરફ અકિલા આગળ વધી રહ્યુ છે  હવામાન વિભાગે 72 કલાકમાં દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ તમામ રાજ્યોમાં હવામાન વિભાગે કનિદૈ લાકિઅ રેડ એલર્ટ પણ જાહેર કર્યુ છે.    હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 72 અકીલા કલાકમાં દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર પ્રદેશ, ચંદીગઢમાં પવન કનિદૈ લાકિઅ સાથે ભારે વરસાદ પડી શકે છે. આગાહીના પગલે દરિયા કિનારાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે  આગામી 24 કલાકમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં કનિદૈ લાકિઅ તોફાનની સંભાવના છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, પશ્વિમ બંગાળ, ઓડિસા, બિહાર, ઝારખંડ અને ઉત્તરાખંડમાં તોફાન સાથે વરસાદ પડી શકે કનિદૈ લાકિઅ છે    તોફાનના કારણે અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા છે. સૌથી વધારે ઉત્તર પ્રદેશમાં લોકોના મોત થયા છે. આ ઉપરાંત બિહાર અને ઝારખંડમાં પણ કનિદૈ લાકિઅ વરસાદના કારણે મોટુ નુકસાન થયું છે.  હવામાન વિભાગે, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, પુડુચેરી સહિતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતા માછીમારોને કનિદૈ લાકિઅ દરિયો ન ખડેવાની સુચના આપી છે. (1:41 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/11-06-2018/135620

ખેડુતોના પ્રશ્ને સંખ્યાબંધ ગામડા બંધઃ ઠેર-ઠેર ચક્કાજામ
 કોંગ્રેસ દ્વારા ખેડુતોને ન્યાય આપવા ઉગ્ર માંગણીઃ ભારે આક્રોશ પ્રથમ તસ્વીરમાં વડીયામાં ચક્કાજામ કનિદૈ લાકિઅ કરીને રોષ ઠાલવ્યો હતો જે નજરે પડે છે. બીજી તસ્વીરમાં હળવદ, ત્રીજી તસ્વીરમાં ઉપલેટા, ચોથી તસ્વીરમાં બોટાદ, પાંચમી તસ્વીરમાં અમરેલી, છઠ્ઠી કનિદૈ લાકિઅ તસ્વીરમાં અકિલા વેરાવળમાં ચક્કાજામ  કરાયો તે નજરે પડે છે. રાજકોટ તા.૧૧: ખેડુતોના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આંદોલનાત્મક કનિદૈ લાકિઅ કાર્યક્રમો સાથે રોષ ઠાલવવામાં આવ્યો હતો. ગઇકાલે સંખ્યાબંધ ગામડા બંધ અકીલા રાખીને રોષ વ્યકત કરીને ખેડુતોના પ્રશ્નો હલ કરવા ઉગ્ર કનિદૈ લાકિઅ માંગણી કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમા ંચક્કાજામ કરીને  કેન્દ્ર અને રાજય સરકાર સમક્ષ ન્યાય આપવા માંગણી કરી હતી. સંયુકત રાષ્ટ્રીય ખેડુત કનિદૈ લાકિઅ મહાસંઘે આપેલા ભારતબંધના દિવસે ઉપલેટામાં ખેડુતો સડકો ઉપર આવી ગયા હતા ખેત ઉત્પાદન ખર્ચના દોઢા ભાવ વૃધ્ધ અવસ્થામાં ખેડુતોને પેન્શન આપો સ્વામીનાથન કનિદૈ લાકિઅ કમિટીની ભલામણનો અમલ કરો કપાસનો પાકવિમો આપોની માંગણી માટે આજ રોજ ખેડુતો કિશાનસભાના નેતૃત્વમાં આંદોલનમાં આવી ગયા હતા રાજકોટ જિલ્લામાં કનિદૈ લાકિઅ ચક્કાજામ આંદોલનનું કેન્દ્ર ઉપલેટા જાહેર કરવામાં આવેલ હતું. જાહેર થયા મુજબ ઉપલેટાના નાગનાથ ચોકમાં બાયપાસ હાઇવે ચક્કાજામ કરવા માટે ખેડુતો કનિદૈ લાકિઅ ઉમટી પડયા હતા સરકારની ખેડુત વિરોધી નીતિનો વિરોધ કરવા આવેલા ખેડુતો આક્રોશમાં હતા નાગનાથ ચોક બાયપાસ હાઇવેને ચક્કાજામ કરી દેતા વાહનો વયવહાર વારંવાર થંભી ગયો હતો ખેત પેદાશોના ભાવ નહી મળતા મોદી હોશમાં આવો ના નારાઓથી આંદોલન ઉગ્ર બની ગયું હતું. કાયદો વ્યવસ્થા જાળવવા આવેલી પોલીસે આંદોલનકારી ખેડુતોની ધરપકડ કરીને બાયપાસ હાઇવે ખુલ્લો કરાવેલ હતો. અમરેલી અમરેલીમાં રાજકમલ ચોકમાં કોગ્રેસ દ્વારા ધરણા રેલી આવેદનપત્ર ઘંટાવર ચક્કાજામ જેલભરો આંદોલન સહિત કાર્યક્રમોનું આયોજન કરેલ જેમાં લલીત કુમાર ટાકુભાઇ વરૂ, અર્જુનભાઇ સોસા, જવાહર ભાઇ મકવાણા, ચંદુભાઇ બારૈયા પ્રકાશભાઇ લાખાણી, સંદિપપંડયા, સંજય ગજેરા, સહિતના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. રાજકમલ ચોકમાં સુત્રોચ્ચાર કરી રસ્તા રોકો આંદોલન કરતા પોલીસે ટાકુભાઇ વરૂ લલીતકુમાર સહિત ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી. વડીયા વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ વડિયાના જાહેર માર્ગો પર રેલી કાઢી ક્ષણિક રસ્તો બ્લોક કર્યો હતો રોડ રસ્તા પર પલોઠી વાળીને સરકાર વિરુધ્ધ સુત્રોચ્ચાર કરીને ખેડુતોના દેવા માફ કરવાનીં માંગણી સતત ત્રીજા દિવસે પણ વિપક્ષના નેતા એ કરી હતી પોલીસ કાફલો ઉપસ્થિત રહયા હતા. પોલીસે વિપક્ષાના નેતાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી ત્યારે વિપક્ષ નેતાએ સરકાર સામું ખેડુતોની વ્યથાઓ જણાવતા કહયું હતું કે ખેડુતોને શાકભાજી, દૂધ, કઠોળ સહિતની ચીજ વસ્તુઓ ના ભાવ મળતા નથી ત્યારે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી સરકારને આંખો ખોઇવાના પ્રયત્નો કરેલ જેમાં વડિયા પોલીસે પરેશ ધાનાણી સહિત કુલ ૬૨ કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. વેરાવળ-પ્રભાસપાટણ વેરાવળ-પ્રભાસપાટણઃ અહીં કોંગ્રેસના અગ્રણીઓમાં ગીર સોમનાથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા, પીન્ટુભાઈ બારડ, તાલાલા તા.પ.ના પ્રમુખ ડાયાભાઈ વઘાસીયા, વેરાવળ તા.પં.ના પ્રમુખ વલ્લભભાઈ માકડીયા, વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરશનભાઈ બારડ, સુત્રાપાડાના તાલુકા પ્રમુખ પ્રતાપભાઈ બારડ, તાલાલાના તાલુકા પ્રમુખ બી.બી. સોલંકી સહિત કોંગ્રેસીના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહી અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓનો વિરોધ કરેલ હતો. મોરબી મોરબીઃ હાલ રાજ્ય અને દેશભરમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે જે આંદોલનને સમર્થન આપવા પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેમાં આજે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર શાકભાજી ફેંકી વિરોધ દર્શાવ્યો હતો અને સરકાર વિરૂદ્ધ નારેબાજી કરી હતી તો રસ્તા પરથી પસાર થતા વાહનો રોકી ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. જો કે કોંગ્રેસ જે ખેડૂતો માટે આંદોલન ચલાવે છે તેના આંદોલનમા ખેડૂતોને સાથે રાખવામાં આવ્યા ન હતા તો કોંગ્રેસના વિરોધને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ સાથે આરએએફ પ્લાટૂનનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો અને વિરોધ કરી ચકકાજામનો પ્રયાસ કરતા ૩૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોને એ-ડિવીઝન પોલીસ ડીટેઈન કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. હળવદ અહીંની વૈજનાથ ચોકડી પાસે શાકભાજી રોડ પર ઢગલા કરી મોંઘવારીનું પૂતળુ સળગાવી ભાજપ સરકાર વિરૂદ્ધ નારા લગાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહીને ૪૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી. આ કાર્યક્રમમાં હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ડો. કે.એમ. રાણા, શૈલેષભાઈ દવે, હેમાંગભાઈ રાવલ, ધ્રુવભાઈ રાવલ, દિનેશ મકવાણા (સરપંચ) તથા જીલ્લા પંચાયત તાલુકા પંચાયત પાલિકાના કોંગ્રેસ ચૂંટાયેલા સદસ્યઓ ઉપસ્થિત રહ્યા હતા. ચક્કાજામને ધ્યાનમાં લઈ હળવદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, જેમાં હળવદ પીઆઈ એમ.આર. સોલંકી, ૪ પીએસઆઈ, ૪૦ પોલીસ જવાનો સહિતનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. બોટાદ બોટાદ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જયોતીગ્રામ સર્કલથી દિનદયાળ ચોક સુધી રેલી કાઢીને ત્યારબાદ રસ્તા રોકીને જેલ ભરો આંદોલન કાર્યક્રમ કરેલ હતો જેમાં (૮૭) લોકો ડીટેઇન થયા હતાં. જેમાં ડી. એમ. પટેલ (પ્રમુખ બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ) હુસૈનભાઇ શ્યામ, રાજેશભાઇ બારૈયા, જોરૂભાઇ ધાધલ, અમૃતભાઇ પટેલ, મહેન્દ્રસિંહ પઢીયાર ઇશ્વરભાઇ ભરાડીયા, ભીખાભાઇ રાઠોડ, કનુભાઇ ધાધલ, ભારતીબેન ચાવડા, અલ્પાબા ચુડાસમા, હંસાબેન વડીયા, કરસનભાઇ ચૌહાણ, દામજીભાઇ મકોડભાઇ, રમેશભાઇ વાજા, પ્રવિણભાઇ ડેરવાળીયા, વિજયસિંહ ચુડાસમા, ઉસ્માનભાઇ ખડંુમરા, ધિરૂભાઇ પરમાર, સિકદરભાઇ જોખીયા, દિનેશભાઇ કણજરીયા, હરેશભાઇ પંચાલા, રફીકભાઇ શેખ, રવિભાઇ પાટસુરીયા, જગદીશભાઇ સવાણી, ધરમશીભાઇ રાઠોડ, ફૈઝલભાઇ ખલ્યાણી, તથા મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો તથા ખેડૂતો જોડાયા હતાં. (12:08 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/11-06-2018/89446

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 24 May 2018 & 30 June 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment