સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 31 July 2018

સરકાર ભ્રમમાં છે !!! નવરાત્રિ વેકેશન-પાણીપૂરી મુદ્દે સરકારનું અભી બોલા અભી ફોક - ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલા પર બળાત્કાર થાય છે - ભાજપની 'બેટી બચાવો- બેટી પઢાવો'ના નારાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા - યુરોપમાં 'કિકિ ડાન્સ' ફેવરીટ, ગુજરાત પોલીસ માટે 'ચેલેન્જ' : સ્ટંટ ન કરવા તાકીદ - કોર્ટ કેસ છતાં ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ વિવાદી જમીન પર 7 માળનું બિલ્ડિંગ બાંધ્યુ - કચ્છમાં રણના પેટાળમાં ખારા પાણી નીચે દશગણા મીઠા પાણીની વહેતી નદી મળી - ગુજરાતમાં 46239 હેક્ટર વન વિસ્તાર ઘટયો, આણંદ જિલ્લામાંથી જંગલ જ હવે ખતમ - વન મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો છતાંય વૃક્ષો વધ્યાં નહીં - આણંદ:અમુલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરાયો ઘટાડો - રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીકાયો - 'ઠેકડાં મારશે ગુજરાત!' : ૯૫% લોકો કહે છે, નવરાત્રિમાં વેકેશન 'ન' હોવું જોઇએ - વોટ્સએપનું ગ્રુપ કોલિંગ ફિચર થયું લોન્ચ


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.comસરકાર ભ્રમમાં છે !!! નવરાત્રિ વેકેશન-પાણીપૂરી મુદ્દે સરકારનું અભી બોલા અભી ફોક

બીજી બાજુ પાણીપૂરી પર પ્રતિબંધ મુદ્દે પણ પ્રધાને પ્રધાને નિવેદનો સતત બદલાય છે

 ગાંધીનગર: નવરાત્રિ વેકેશન અંગે સરકારમાં જ મૂંઝવણભરી સ્થિતિ છે. એક બાજુ રાજ્યમંત્રીએ જાહેરાત કરી તો મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને ખ્યાલ નથી. પછી જે તારીખ જાહેર કરી હતી તેમાં ફેરફાર કર્યો. બીજી બાજુ પાણીપૂરી પર પ્રતિબંધ મુદ્દે પણ પ્રધાને-પ્રધાને નિવેદનો સતત બદલાય છે. સ્થાનિક સત્તાવાળાઓ તેમની રીતે નિર્ણય લે છે. હવે તો જનતા પણ પાણીપૂરીવાળા પર રેડ પાડવા માંડી છે.


...નવરાત્રિ વેકેશન તારીખ બદલાઈ, 10થી 17 ઓક્ટોબર

શિક્ષણમંત્રી ચુડાસમાએ કહ્યું હતું કે, કોલેજોની પરીક્ષાઓ તા. 22 ઓક્ટોબરથી તા. 3 નવેમ્બર દરમિયાન લેવાશે. જ્યારે સ્કૂલોમાં ધો. 9 થી 12ની પરીક્ષાઓ નવરાત્રિ વેકેશન પછી તા. 19 થી 30 ઓક્ટોબર દરમિયાન લેવાશે. તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે, નવરાત્રી વેકેશનમાં કુલ આઠ દિવસ છે, પરંતુ દશેરાની તો દરવર્ષે જાહેર રજા હોય છે એટલે નવરાત્રિ માટે સાત શૈક્ષણિક દિવસો વેકેશનના અપાયા છે. આથી સાત દિવસના દિવાળી વેકેશનમાં કાપ મૂકીને તા. 5 નવેમ્બરથી 18 નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશન રહેશે.
સરકારે અગાઉ નવરાત્રી વેકેશન તા. 15 થી 21 ઓક્ટોબર રહેશે તેવી જાહેરાત કરી હતી

સરકારે અગાઉ ઉત્સાહમાં આવીને સ્કૂલો અને કોલેજોમાં નવરાત્રી વેકેશન તા. 15 થી 21 ઓક્ટોબર રહેશે તેવી જાહેરાત કરી હતી. પણ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મંગળવારે તેમાં ફેરફાર કર્યો હતો.

રજાઓની મગજમારી

- રાજ્યમંત્રી વિભાવરી દવેએ જાહેરાત કરી હતી કે CMએ ખ્યાલ નથી કહ્યું હતું.
- શાળા સંચાલકોનો વિરોધ પણ હવે તારીખ બદલાઈ
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ...હવે જૂનાગઢમાં પકોડી પર પ્રતિબંધ, સરકારે કહ્યું - નથી.
...હવે જૂનાગઢમાં પકોડી પર પ્રતિબંધ, સરકારે કહ્યું - નથી

પાણીપૂરીની બનાવટમાં હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થના થતા ઉપયોગના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો હોવાથી પાણીપૂરીના વિક્રેતા પર જૂનાગઢમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ  દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. મોટાભાગના પાણીપૂરીના વિક્રેતાને ત્યાં પાણીપૂરીમાં વપરાતા ખાદ્ય પદાર્થ અત્યંત હલકી ગુણવત્તાના હોવાનું જણાતા વિક્રેતા સામે દંડનીય કામગીરી હાથ ધરાઈ છે. નિયમ મુજબ લાયસન્સ ન હોય પાણીપૂરી વેંચી ન શકે. કલરની ભેળસેળ થતી હોય, સાઇટ્રીક એસીડ નંખાતો હોય જેના કારણે પ્રતિબંધ મૂકાયો છે. 

પાણીપૂરી પર પ્રતિબંધ મુદ્દે હવે રાજ્ય સરકારે યૂ ટર્ન માર્યો

પાણીપૂરી પર પ્રતિબંધ મુદ્દે હવે રાજ્ય સરકારે યૂ ટર્ન માર્યો છે. આરોગ્ય રાજ્યમંત્રી કિશોરકુમાર કાનાણીએ પાણીપૂરી પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. અમારો પ્રયાસ છે કે લોકોને ગુણવત્તાવાળી પાણીપૂરી મળી રહે.

પ્રતિબંધ પર બબાલ

- મંત્રી કુમાર કાનાણીએ ફેરવી તોળ્યું કે પ્રતિબંધ નહીં મુકાય
- જૂનાગઢમાં પાણીપૂરીના 7 વેપારીઓ પાસેથી 12500નો દંડ વસૂલવામાં આવ્યો

આગળની સ્લાઇડ્સમાં વાંચો, દારૂવાળાઓ પછી હવે પાણીપૂરીવાળાઓ પર જનતા રેડ
દારૂવાળાઓ પછી હવે પાણીપૂરીવાળાઓ પર જનતા રેડ

મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામમાં સોમવારે રાત્રે ગામના સ્ટેશનપરા વિસ્તારમાં રહેતા 7 પાણીપૂરીવાળાઓના મકાનમાં વિસ્તારના 250થી વધુ રહીશોએ જનતારેડ કરી હતી. જેમાં 160 કિલો અખાદ્ય ડુંગળી અને બટાકાના જથ્થાને લારીઓમાં ભરી નજીકમાં તળાવમાં નાખી નષ્ટ કર્યો હતો. આ સાથે ભવિષ્યમાં જો ફરીવાર આવું કરશો તો ઘર ખાલી કરવાની ચીમકી આપી હતી. રાત્રે 11 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં રહેતાં 7 પાણીપૂરીવાળાઓના ઘરે ઘરે જઇ ડુંગળી-બટાકાના જથ્થાની ચકાસણી કરી હતી. જેમાં 150 કિલો ડુંગળી અને 10 કિલો બટાકા અખાદ્ય હાલતમાં હોવાનું જણાયું હતું.

પાણીપૂરી પર જનતા રેડ

- કુકરવાડામાં લોકોએ જાગૃત્તિ બતાવીને સેંકડો કિલો અખાદ્ય જથ્થો ઝડપ્યો

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-LCL-confusion-in-government-about-navratri-vacation-gujarati-news-5928579-PHO.html?ref=ht

ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલા પર બળાત્કાર થાય છે - ભાજપની 'બેટી બચાવો- બેટી પઢાવો'ના નારાઓ વચ્ચે વરવી વાસ્તવિકતા 
- ત્રાસવાદીઓના ખિસ્સામાંથી ચિઠ્ઠી શોધનારી બાહોશ પોલીસ ભાનુશાળીને શોધી શકતી નથી અમદાવાદ, તા. 31 જુલાઈ 2018, મંગળવાર ગુજરાતમાં દર બે દિવસે પાંચ મહિલાઓ પર બળાત્કાર થાય છે અને રોજ ૧૮ મહિલાઓ ગુમ થાય છે. ભાજપના બેટી બચાવો તથા બેટી પઢાવોના નારાઓની અસલીયત હવે ઉજાગર થઇ ગઇ છે. ગુજરાતમાં સલામતના દાવા કેટલા પોકળ છે તેનો ખુલાશો રાજ્યમાં બની રહેલી બળાત્કાર તથા અન્ય ગુનાઓના આંકડાઓ પરથી થયો છે. ત્રાસવાદીઓના ખિસ્સામાંથી ચિઠ્ઠી શોધી શકનારી બાહોશ પોલીસ જયંતિ ભાનુશાળીને કેમ પકડી શકતી નથી? વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીતમાં આવુ જણાવ્યું હતુ. તેઓએ કહ્યું કે, નલિયાનો દુષ્કર્મકાંડ, પાટણનો પીટીસી કાંડ, કચ્છમાં મહિલાનો જાસુસી કાંડ, મહિલાઓ પર દુષ્કર્મ અને જાતીય સતામણી- અત્યાચારની ઘટનાઓથી ગુજરાતનું માથુ શરમથી ઝુકી જાય છે. દુષ્કર્મની આવી ઘટનાઓમાં સત્તાધારી ભાજપ પક્ષના આગેવાનો સામેલ છે. ધાનાણીએ વધુમાં જણાવ્યું કે મહિલાઓ પરના અત્યાચારો રોકવા માટે મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ મુખ્યમંત્રી પોતે છે છતા ભૂતકાળમાં ત્રણ ત્રણ વર્ષ સુધી એક પણ બેઠક મળી નહોતી. આમ મુખ્યમંત્રીને પણ આ સંદર્ભમાં કોઇ રસ નથી. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં બળાત્કારની ૧૮૮૭ ઘટનાઓ બની છે. નલિયા સેક્સકાંડમાં ભાજપના મંત્રીઓ, પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો- સાંસદો, નગરપાલિકાનાં સેવકો, મોટા આગેવાનો સામેલ છે. કચ્છને પર્યટન સ્થળ બનાવીને તંબુઓ બાંધી સેક્સ લીલાઓ થાય છે. ભાજપનાં તે વખતના ગૃહમંત્રીએ પોલીસ દ્વારા છોકરીની જાસુસી કરાવી હતી. વિપક્ષના નેતાઓ મહિલાઓ પરના અત્યાચાર- બળાત્કારના કિસ્સાઓમાં મુખ્યમંત્રીને એક ડઝન જેટલા પ્રશ્નો પૂછીને તેના જવાબો માગ્યા છે જેમ કે, મહિલા વિરૃદ્ધના ગુનામાં માત્ર ત્રણ ટકા લોકોને જ કેમ સજા થાય છે? અમદાવાદ- સુરત મહિલા વિરૃદ્ધના ગુનાઓમાં ટોચના ૧૦ શહેરોમાં સામેલ છે? નલિયાકાંડ અને સુરતની પીડિતાના આરોપીને કેમ પકડાતા નથી? શા માટે કન્યા કેળવણીમાં ગુજરાત ૨૦માં ક્રમે છે? માતા મૃત્યુ દર ઘટાડવામાં દેશમાં ૧૫ રાજ્યોમાંથી ગુજરાતને ૧૧મો નંબર કેમ છે?

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/five-women-are-raped-every-two-days-in-gujarat

યુરોપમાં 'કિકિ ડાન્સ' ફેવરીટ, ગુજરાત પોલીસ માટે 'ચેલેન્જ' : સ્ટંટ ન કરવા તાકીદ
 - યુરોપિય દેશોના કન્સેપ્ટ હવે ભારતમાં ઘર કરે તેવો ભય - પોલીસે યુવાઓને ચેતવ્યા કે, કિકિ ચેલેન્જ જીવલેણ બની શકે છે, સ્ટંટ કરતા પકડાશે તો, કાર્યવાહી થશે અમદાવાદ, તા. 31 જુલાઈ 2018, મંગળવાર યુરોપિય દેશોમાં કીકી ચેલેન્જ યુવાઓમાં હોટફેવરીટ બન્યો છે. ચાલુ કારમાં ઉતરીને રોડ પર ડાન્સ કરી સ્ટંટ કરવામાં આવે છે.ઘણાં ચાલુ ટ્રેનમાં ઉતરી આવી જોખમી કરતબ કરે છે. જે કીકી ચેલેન્જ તરીકે ઓળખાય છે. યુરોપના દેશોમાં પ્રચલિત બનેલો કન્સેપ્ટ હવે ભારતમાં ય ઘર કરે તેમ છે. ભારતમાં ય કીકી ચેલેન્જનો ક્રેઝ વધી રહ્યો છે જેના પગલે ગુજરાત પોલીસે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.એટલુ જ નહીં, ગુજરાતી યુવાઓને આ સ્ટંટથી દૂર રહેવા સલાહ આપવામાં આવી છે. થોડાક સમય બ્લ્યુ વ્હેલ ગેમનો યુવાઓને ચસકો લાગ્યો હતો જેના કારણે ગુજરાતી યુવાનો મોતને ભેટયા હતાં. આ ઘટના બાદ ગુજરાત સરકારે આ ગેમ પર પ્રતિબંધ લાદી હતો. ફરી એકવાર ઇન્ટરનેટ પર કેનેડિયન રેપર ડ્રેકે કીકી ડાન્સ ચેલેન્જ આપી છે જેના લીધે યુવાઓને સ્ટંટ કરતા થયાં છે. ચાલુ કારમાં કૂદકો મારવો અને ડાન્સ કરવો જેને ઇટ્સ માય ફિલિંગ પણ કહે છે. સોશિયલ મિડિયામાં આવા સ્ટંટના ઘણાં વિડીયો પણ વાયરલ થયા છે જે યુવાઓને આકર્ષી રહયાં છે. ભારતમાં ય કીકી ડાન્સ ચેલેન્જનુ ચલણ વધી શકે છે તે ભીતિને જોતા  દિલ્હી,ઉત્તરપ્રદેશ,મુંબઇ,બેંગલુરુ,ચંદીગઢ ઉપરાંત ગુજરાતમાં ખાસ એડવાઇઝરી જારી કરવામાં આવી છે.યુપી પોલીસે તો વાલીઓને જાણ કરી છેકે,તમારા સંતાનો કીકી ડાન્સ ચેલેન્જ,માય ફિલિંગ્સ ચેલેન્જ જેવી વિડીયો ન જુએ તેની ખાસ તકેદારી રાખો. અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ કહે છેકે, વિદેશોની વાત જ આખીય અલગ છે. યુરોપ સહિત વિદેશમાં રોડ પહોળા હોય છે સાથે સાથે વાહનોની અવરજવર પણ ઓછી હોય છે.ભારતમાં ટ્રાફિકની સ્થિતી કઇંક અલગ જ છે. કીકી ડાન્સ ચેલેન્જ જીવલેણ સાબિત શકે છે.ચાલુ કાર કે વાહનમાં આવો સ્ટંટ જોખમી છે. જાહેર માર્ગ આ સ્ટંટ માટેનુ પ્લેટફોર્મ નથી. યુવાઓને ખાસ અપીલ કે,આવા કાર સ્ટંટ કરવાથી દૂર રહે. જો આવુ કરતાં જોઇ જણાય તો,પોલીસને જાણ કરો. કીકી ડાન્સ ચેલેન્જ કરતાં કોઇ પકડાશે તો,પોલીસ કાર્યવાહી કરશે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/-kiki-dance-favorite-in-europe-challenge-for-gujarat-police-urgent-not-to-stunt

કોર્ટ કેસ છતાં ધારાસભ્ય વલ્લભ કાકડિયાએ વિવાદી જમીન પર 7 માળનું બિલ્ડિંગ બાંધ્યુ 
- જમીન માલિકીના પુરાવા ન હોવા છતાં કોર્પોરેશને પ્લાન પાસ કર્યા - નિલમ પાર્કના રહીશો 30 વર્ષથી લડે છે પરંતુ કોર્ટમાં કોઈ પરિણામ જ આવતું નથી : PM - CM સુધી ફરિયાદ અમદાવાદ, તા. 31 જુલાઈ 2018, મંગળવાર નાણઆ કે રાજકીય સત્તા અને દાદાગીરીથી નેતાઓ તેમજ અસામાજીક તત્વો આજની તારીખમાં પણ ખુલ્લેઆમ અને બેધડક ખોટું કરી રહ્યા છે. છતાં તેમનો વાળ પણ વાંકો થઈ શકતો નથી. બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે બનાવેલા નિલમ પાર્કની ૧૬૦૦ વાર જમીન આ જ સ્ટાઇલથી ભૂમાફિયા અને નેતાઓએ પચાવી પાડી છે. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે આ જમીન પર કોર્ટ કેસ પડતર હોવા છતાં અને જમીન માલિકીના કોઈ પુરાવાઓ નહીં હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને આ જ જમીન પર કોર્પોરેશનનાં પ્લાન પાસ કરાવીને સાત માળની કોમર્શિયલ ઇમારત બાંધી દેવાઇ છે !!! નિલમ પાર્કના રહીશો પોતાની આ જમીન માટે છેલ્લા ૩૦ વર્ષથી લડત ચલાવી રહ્યા છે. આ જમીન ઉપર જુદા જુદા સાત જેટલા કેસો છે. ખુદ કોર્પોરેશને પણ આ જમીન પર થયેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે ભૂતકાળમાં નોટિસ આપી હતી. તેમજ કોર્ચ-કેસ થયા હતા. આમ છતાં કોર્પોરેશનના શાસકોએ આ જમીન પર બિલ્ડિંગ બાંધવાની રજા ચીઠ્ઠી પણ આપી દીધી છે. નિલમ પાર્કમાં કુલ ૯ બ્લોક અને ૧૦૮ મકાનો છે. તેમનાં રહીશોએ તાજેતરમાં જ વડાપ્રધાન અને મુખ્યમંત્રીને તેમજ નવા મ્યુનિ. કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં આક્ષેપ કર્યો છે કે, હાઉસીંગ બોર્ડ માટે સરકાર રખિયાલ સર્વે નં. ૧૦૨ ની જમીન સંપાદન કરી હતી. તે સમયે વીજ લાઇન પસાર થતી હોવાથી માર્જીન જગ્યા છોડાઇ હતી. સમય જતા આ જમીન ખુબ જ કિંમતી થઇ જતાં ભુમાફિયા-રાજકીય નેતાનો ડોળો મંડાયો હતો. માથાભારે સખ્શો બેસાડીને તેનો ગેરકાયદે કબજો લઈ લેવાયો હતો. ભાજપના વર્તમાન ધારાસભ્ય વલ્લભ કાકડીયા અને તેના સગા નાનાભાઈ પ્રાગજીભાઈએ પોતાના ભાગીદારો ગણેશ જયસ્વાલ સહિતના માણસોને સાથે રાખીને આ જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે, જે જમીન સબજ્યુડીસ છે, કોર્પોરેશને કોર્ટ કેસ કર્યો હતો જે હજુ પણ ચાલુ છે. જમીનની માલિકાનાં કોઈ પુરાવા નથી છતાં ખોટા દસ્તાવેજોને આધારે પ્લાન પાસ કરી દેવાયા છે. માટે આ જમીન પચાવી પાડનારા લોકોની સામે તુરંત કાનુની કાર્યવાહી કરો એવી માગણી રહીશોએ કરી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/though-the-court-case-the-mla-vallabh-kakadia-built-a-seven-storey-building-on-the-controv

કચ્છમાં રણના પેટાળમાં ખારા પાણી નીચે દશગણા મીઠા પાણીની વહેતી નદી મળી
 - જમીનમાં 200 મીટર નીચે 25થી 40 મીટર જાડાઈના રેતીના લેયરમાં પાણીનો અખૂટ ભંડાર અમદાવાદ, તા. 31 જુલાઈ 2018, મંગળવાર ખારા રણમાં મીઠી વિરડી, આ કહેવત બધાએ સાંભળી છે. કચ્છના અંતરિયાળ રણ પ્રદેશમાં આ કહેવત સંશોધનકારોએ સાચી સાબિત કરી બતાવી છે. રણના ખારા પાણી નીચે વહેતો મીઠા પાણીનો અખૂટ ભંડાર તાજેતરના સંશોધનમાં મળી આવ્યો છે. ધરતીના પેટાળમાંથી મળેલુ આ પાણી ખારા પાણી કરતા દશગણુ મીઠુ છે! કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ગેંડા પોસ્ટ નજીક જમીનથી ર૦૦ મીટર નીચે મળી આવેલી પાણીની આ સરવાણી એક મોટી વહેતી નદી સમાન છે. જો કે સંશોધના પ્રથમ ચરણમાં મળેલી આ સફળતા બાદ હવે સંશોધનકારોએ આગળ વધીને રણમાં મીઠા પાણીની સમસ્યા ઉકેલવાની દિશામાં પ્રયાસો શરૃ કર્યા છે. ભરપુર ભૌગોલિક વિવિધતા ધરાવતા કચ્છના રણમાં જમીનની નીચે પ્રાચીન સિંધુ અને સરસ્વતી જેવી નદીઓના વહેણ હોવાની વાતો અત્યાર સુધી થતી રહી છે. રણમાં પાણીની મોટી સમસ્યા હોય છે. આમ તો પાણી મળતું જ નથી, જ્યાં પાણી મળે છે ત્યાં પણ એટલું ખારૃ હોય છે કે પીવા લાયક હોતું નથી. પરિણામે ગ્રાઉન્ડ વોટર બોર્ડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આ દિશામાં સંશોધન શરૃ કરવામાં આવ્યું છે. સંશોધન દરમિયાન કચ્છના બેડીયા બેટ વિસ્તારમાં ઉત્તર દિશામાં ભારત-પાકિસ્તાન સરહદે પીલર નં.૧૦૭૯ નજીક ધરતીના પેટાળમાં મીઠા પાણીનો અખૂટ ભંડાર મળ્યો છે.સંશોધન માટે સૌપ્રથમ સેટેલાઈટ ઈમેજનો લાંબો અભ્યાસ કર્યા બાદ સાઈટ નક્કી કરવામાં આવી હતી. બેડિયા બેટમાં સાઈટ નક્કી થયા બાદ સરકારમાંથી મંજૂરી મેળવીને બોર કરાવવામાં આવ્યો હતો. જેમાં ૧પર મીટર ઉંડાઈએ મીઠા પાણીનો સ્ત્રોત નિકળ્યો છે. હાલ આ બોરમાંથી ખુબ જ દબાણથી આપમેળે મીઠુ પાણી બહાર આવી રહ્યું છે. સંશોધકોના જણાવ્યા અનુસાર અહી રેતીનો રપથી ૪૦ મીટરની જાડાઈનો મોટો થર મળ્યો છે. એટલે કે આ મીઠુ પાણી સામાન્ય વિરડી નહીં, પરંતુ મોટી સરવાણી છે. કોઈ મોટી નદીનું વહેણ હોય તો જ રેતીનો આટલી જાડાઈનો થર થાય છે. રેતી જળસંગ્રહ અને શુદ્ધિકરણનું ઉત્તમ માધ્યમ છે. માટે કચ્છના રણની નીચે જમીનમાં મીઠા પાણીનો મોટો સંગ્રહ થયેલો છે. હવે થોડા અંતરે બીજી સાઈટ નક્કી કરીને પેટાળમાં વહેતી આ નદી અંગે આગળનું સંશોધન કરવામાં આવશે. આ નદી કદાચ શાસ્ત્રોમાં ઉલ્લેખાયેલી સરસ્વતી કે પછી સિંધુ નદી હોઈ શકે છે. જે કચ્છના રણમાં આવતા લુપ્ત થઈ ગઈ હોવાનું કહેવાય છે. સંશોધનકારોએ અહી ર૧૪ મીટરની ઉંડાઈનો બોર કરાવેલો છે. રણની જમીનમાંથી નિકળેલુ આ મીઠુ પાણી પીવાલાયક છે કે કેમ? તેની ટેકનિકલ ચકાસણી પણ કરવામાં આવી હતી. સામાન્ય રીતે દરિયાના પાણીમાં રપથી ૩૦ હજાર ટીડીએસની માત્રા હોય છે. જ્યારે રણના ઉપરના સ્તરના ખારા પાણીમાં ટીડીએસની આ માત્રા વધીને ૪૦-૪પ હજાર સુધી પહોંચે છે. પરંતુ આ પાણીમાં ટીડીએસની માત્રા ફક્ત ૧ હજારથી ૩-૪ હજાર સુધીની જ છે. એટલે કે સામાન્ય પ્રક્રીયા બાદ આ પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય તેમ છે. કારણ કે પીવાના પાણીમાં ટીડીએસની માત્રા ૭૦૦થી ૯૦૦ની હોય છે. આગળના વધારે સંશોધનમાં કદાચ હજૂ નીચી માત્રાના ટીડીએસનું પાણી નિકળે તો લોકો સીધા જ તેને પીવાના ઉપયોગમાં લઈ શકશે. રિમોટ સેન્સીંગ ડેટાથી સંશોધન કરાયું સંશોધનમાં મુખ્ય ભૂમિકા અદા કરનાર હાઈડ્રોલોજીસ્ટ નરેશ ગોરના જણાવ્યા અનુસાર અહી રિમોટ સેન્સીંગ ડેટાની મદદથી સંશોધન કરવામાં આવ્યું છે. છેક રાજસ્થાન અને હરિયાણા સુધીના વિસ્તારને ટ્રેસ કર્યા બાદ બોરની જગ્યા નિયત કરવામાં આવી હતી. ગત ફેબુ્રઆરી માસમાં બોર કરાયા બાદ આજના દિવસે તેમાંથી અવિરત પાણી બહાર આવી રહ્યું છે. સંશોધનના નવા દ્વાર ખૂલ્યા, પર્વતીય વિસ્તારમાં આવું જોવા મળે છે કચ્છના ભૂસ્તરના અભ્યાસ સાથે લાંબા સમયથી જોડાયેલા ભૂસ્તરશાસ્ત્રી ડો.મહેશ ઠક્કર કહે છે કે અહી કરાયેલા બોરમાંથી લગભગ પાંચેક માસથી પોતાની મેળે કોઈ યાંત્રિક ઉપકરણ વગર ભારે દબાણથી મીઠુ પાણી બહાર આવી રહ્યું છે. સામાન્ય રીતે પર્વતીય વિસ્તારમાં આવું જોવા મળે છે. રણમાં આવું થાય તે ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે. તેનાથી અભ્યાસના નવા દ્વાર ખૂલ્યા છે. કારણ કે જમીન નીચે રેતીનો આવડો મોટો થર અહી નદી વહેતી હોવાની સાબિતિ છે. સૈનિકો અને લોકોને પાણી ઉપયોગી થશે આ સંશોધનમાં સાથે રહેલી કચ્છની ક્રાંતિગુરૃ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના કૂલપતિ ડો.સી.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, ધરતીના પેટાળમાંથી નીકળેલુ આ મીઠુ પાણી સરહદે ફરજ બજાવતા સૈનિકો તેમજ આસપાસના સ્થાનિક રહેવાસીઓ માટે ખુબ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમની એક નવી દિશા મળી છે. ભવિષ્યમાં કચ્છ યુનિ. દ્વારા આ દિશામાં નવા અભ્યાસક્રમ શરૃ કરી શકાય તેમ છે. ક્યાં પાણીમાં કેટલો ટીડીએસ હોય પ્રકાર    ટીડીએસની માત્રા દરિયાનું પાણી    રપ,૦૦૦થી ૩૦,૦૦૦ પીપીએમ રણનું ખારૃ પાણી    ૪૦,૦૦૦થી ૪પ,૦૦૦ પીપીએમ પીવાનું પાણી    ૭૦૦થી ૯૦૦ પીપીએમ સંશોધનમાં મળેલું પાણી    ૧,૦૦૦થી ૪,૦૦૦ પીપીએમ

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/below-salt-water-in-the-suburbs-of-the-desert-in-kutch-tentomes-sweet-water-getting-flowin

ગુજરાતમાં 46239 હેક્ટર વન વિસ્તાર ઘટયો, આણંદ જિલ્લામાંથી જંગલ જ હવે ખતમ - વન મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો છતાંય વૃક્ષો વધ્યાં નહીં
 - ભાજપ સરકારે વર્ષ 2017 - 18માં જંગલોના વિકાસ માટેની ગ્રાન્ટમાં 30 કરોડ ઘટાડો કર્યો - પૂર્વ મુખ્યમંત્રીના પરિવાર સાથે ઘરોબો ધરાવનારને જંગલની જમીન પાણીના ભાવે પધરાવી ભ્રષ્ટાચાર આચરાયો અમદાવાદ, તા. 31 જુલાઈ 2018, મંગળવાર એક તરફ, પર્યાવરણના જતનના નામે વન મહોત્સવ ઉજવી રાજ્ય સરકાર કરોડો રુપિયાનો ધૂમાડો કરી રહી છ. બીજી તરફ, કરોડોનો ખર્ચ છતાંય વૃક્ષોમાં વધારો નહીં બલ્કે ઘટાડો થયો છે. ગુજરાતમાં સરકારની જંગલો પ્રત્યેની ઘોર અવગણનાને લીધે ૪૬,૨૩૯ હેક્ટર વન વિસ્તાર ઘટયો છે.જયારે આણંદ જિલ્લામાં તો વન વિસ્તાર જ રહ્યો નથી. છેલ્લા ૧૩ વર્ષમાં ગુજરાતમાં વૃક્ષોની સંખ્યામાં ૩૭ ટકાનો વધારો નોંધાયો છે તેવો રાજ્ય સરકારનો દાવો છે.પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, ખુદ સરકારે જ વિધાનસભામાં કબૂલ્યુ છેકે,રાજ્યમાં કુલ વન વિસ્તાર ૨૨,૩૦,૨૬૪ હેક્ટર હતો. જે વર્ષ ૨૦૧૭માં ઘટીને ૨૧,૮૪,૦૨૫ હેક્ટર થયો હતો.એટલે કે,૪૬૨૩૯ હેક્ટર વન વિસ્તાર ઘટયો છે. ચોંકાવનારી વાત તો એછેકે, આણંદ જિલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬માં ૪૧૨૬૯ હેક્ટર વન વિસ્તાર હતો જે હવે રહ્યો જ નથી. જયારે વનમંત્રી દાવો કરે છેકે,વન વિસ્તાર ઘટ્યો જ નથી. રાષ્ટ્રીય વન નીતિ અનુસાર,કુલ ભૌગોલિક વિસ્તારનો ૧-૩ ભાગ વૃક્ષ આચ્છાદિત હોવો જોઇએ. કોંગ્રેસ પ્રવક્તાએ એવો આક્ષેપ કર્યો કે, વન વિસ્તારના વિકાસના નામે ધૂમ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રીના પરિવાર સાથે ઘરોબો ધરાવતાંને જંગલની જમીન પાણીના ભાવે આપી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. પર્યાવરણની જતનની વાત કરનાર ભાજપ સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં જંગલના વિકાસ માટેની નાણાંકીય જોગવાઇમાં રૃા.૩૦ કરોડનો ઘટાડો કરી દીધો છે.આ પરથી સ્પષ્ટ થાય છેકે, વૃક્ષો વધારવામાં નહીં પણ ભાજપ સરકારને ઉદ્યોગપતિઓ,મળતિયાઓને જંગલની જમીન આપી દેવામાં રસ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/in-gujarat-the-area-of-46239-hectares-forest-area-decreased-the-forest-area-of-anand-distr

આણંદ:અમુલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં કરાયો ઘટાડો: પ્રતિ કિલો ફેટે રૂપિયા 20 નો ઘટાડો : 6 લાખ પશુપાલકોને થશે સીધી અસર: પશુદાણના ભાવમાં રૂપિયા 35 નો કરાયો વધારો

Source :-https://www.akilanews.com/Fatafat_news/Detail/31-07-2018/5766

રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઝીકાયો
 સબસીડી વગરનો સિલિન્ડર 35,50 રૂપિયા અને સબસીસીડીવાળો 1,76 રૂપિયા મોંઘો નવી દિલ્હી :ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સબસિડી કનિદૈ લાકિઅ તથા સબસિડી વગર રાંધણ ગેસમાં મંગળવારે ભાવ વધારો જાહેર કર્યો છે. દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમીટેડે કનિદૈ લાકિઅ એલાન કર્યું અકિલા કે બુધવારથી સબસિડી વગરનો એલપીજી સિલિન્ડર 35.50 રૂપિયા મોંઘો થશે. જ્યારે કે સબસિડીવાળા સિલિન્ડરમાં 1.76 રૂપિયાનો ભાવ વધારો કનિદૈ લાકિઅ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં બુધવારથી સબસિડી વગરના સિલિન્ડરની કિંમત વધીને અકીલા 789.50 રૂપિયા થઇ જશે. જ્યારે કે સબસિડીવાળા સિલિન્ડરની કનિદૈ લાકિઅ કિંમત વધીને 498 રૂપિયા થશે. આઇઓસીએલનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમતોમાં ફેરબદલ અને ડોલરની સરખામણીએ રૂપિયાના વિનિમય દર મુજબ કનિદૈ લાકિઅ એલપીજીના ભાવ વધારવામાં આવ્યા છે. (1:28 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/01-08-2018/140327

'ઠેકડાં મારશે ગુજરાત!' : ૯૫% લોકો કહે છે, નવરાત્રિમાં વેકેશન 'ન' હોવું જોઇએ
 મુંબઇ તા. ૩૧ : ના, આ અમે નથી કહેતામ ગુજરાતની પ્રજા કહે છે. ગુજરાત સરકારના કનિદૈ લાકિઅ શિક્ષણ વિભાગના નવરાત્રિમાં વેકેશન આપવાના નિર્ણયથી વિપરીત ૯૫્રુથી પણ વધુ લોકોએ અમને આપેલા તેમના પ્રતિભાવમાં જણાવ્યું છે કે, આ નિર્ણય અનુચિત કનિદૈ લાકિઅ છે. એટલે અકિલા કે, નવરાત્રિમાં વેકેશન ન હોવું જોઈએ !  સરકારના આ નિર્ણય પછી એક સવાલ પૂછવામાં આવ્યો : 'તમારૃં શું કહેવું છે ? શું નવરાત્રિ કનિદૈ લાકિઅ રમવા માટે શાળામાં વેકેશન હોવું જોઈએ ?' આ સવાલના જવાબમાં  અમે માત્ર એક અકીલા કલાકમાં ૬૭૧૫ લોકો સુધી પહોંચ્યામ આ સહુએ જે પ્રતિસાદ આપ્યો કનિદૈ લાકિઅ તે કેટલાક અપવાદોને બાદ કરતા સ્પષ્ટ હતો. લગભગ સહુનું એ માનવું છે કે, 'નવરાત્રિમાં  શાળામાં વેકેશન ન અપાય' પોરબંદરના મહેશ પરમાર કહે છે કનિદૈ લાકિઅ કે, 'નવરાત્રિ વેકેશન યોગ્ય નથી, રદ્દ કરવામાં આવે'. લગભગ આવો જ સૂર મેહુલ શાહ, સંજીતભાઈ ઝીંઝરીયા, વિક્રમ પુરોહિત, રણજીતસિંહ સોલંકી, મહાદેવ કનિદૈ લાકિઅ ચૌધરી, કશ્યપ પટેલ સહિતના સંખ્યાબંધ લોકોનો છે. હા,એકાદ-બે આપવાદરૂપ કિસ્સામાં હિરેનભાઈ બુદ્ઘદેવ અને ગોપાલભાઈ બુટાણી એવું પણ માને છે કે, 'ભણતર કનિદૈ લાકિઅ સૌથી વધારે જરૂરી છે, પરંતુ નવરાત્રી દરમિયાન મોડે સુધી ગરબા રમીયા હોવાથી સવારે વહેલા ઊઠીને ભણતર ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત ન કરી શકાય. કનિદૈ લાકિઅ માટે વેકેશન આપવું બરાબર છે. રહી વાત વિરોધ કરવાવાળાની તો ! એ એમનો ધંધો છે. એ લોકો સરકારના કોઇ પણ નિર્ણયનો વિરોધ કરવાનુ જ કામ કરે છે.' આ નિર્ણય મુદ્દે થોડો આકારો પ્રતિભાવ આપતા યોગેશ પરમાર કહે છે કે, 'ધુણશે ગુજરાતની ભવ્ય સફળતા બાદ ગુજરાતની સરકારનું નવું નજરાણું : ઠેકડાં મારશે ગુજરાત!' આ નિર્ણય અંગે સરકાર ભલે બે ભાગમાં વેંચાઈ ગઈ હોય પરંતુ પ્રજાના મનમાં વધતી ફી, કથળતા શિક્ષણના સ્તર અને ખાનગીકરણની ચિંતા વધારે છે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે 'નવરાત્રિમાં વેકેશન'નો નિર્ણય જાહેર કર્યા બાદ આજે શાળા અને કોલેજોનું એકેડેમિક કેલેન્ડર બહાર પાડ્યુ છે. જે મુજબ નવરાત્રિનું વેકેશન ૧૫/૧૦/૨૦૧૮ થી ૨૧/૧૦/૨૦૧૮ સુધી એટલે કે ૭ દિવસનું. જયારે દિવાળી વેકેશન ૫/૧૧/૨૦૧૮થી ૧૮/૧૧/૨૦૧૮ સુધી એટલે કે ૧૪ દિવસનું અને ઉનાળુ વેકેશન ૨૪/૦૪/૨૦૧૯થી ૧૧/૦૬/૨૦૧૯ સુધી કૂલ ૪૯ દિવસનું રહેશે.(૨૧.૬) (9:49 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/31-07-2018/83724

વોટ્સએપનું ગ્રુપ કોલિંગ ફિચર થયું લોન્ચ
 : આજથી યુઝર્સ ઉપયોગ કરી શકશે સંપૂર્ણ રીતે ઇનક્રિએટેડ હશે ગ્રુપ કોલિંગ : આ ફિચર વોઇસ - વિડીયો બંને પર કરશે કામ કનિદૈ લાકિઅ નવી દિલ્હી તા. ૩૧ : લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપમાં અગાઉ ઓડિયો કોલિંગની શરૂઆત થઇ તે પછી વિડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વિડિયો કોલિંગની કનિદૈ લાકિઅ શરૂઆત થઇ અકિલા ચુકી છે. ડેવલપર્સ કોન્ફરન્સ F8માં કંપનીએ તેની ઘોષણા કરી હતી. ગ્રુપ કોલિંગ વિડિયો માટે જ નહી પરંતુ ઓડિયો માટે પણ છે. વોટ્સએપે કનિદૈ લાકિઅ જણાવ્યા અનુસાર વિડિયો કોલિંગનું આ ફિચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. અકીલા જેથી દુનિયાભરમાં આઇઓએસ અને એન્ડ્રોઇડ યુઝર્સને આ ફિચરનો કનિદૈ લાકિઅ લાભ મળશે. વોટ્સએપ ગ્રુપ કોલિંગમાં ચાર યુઝર્સ એક સાથે વિડિયો ચેટ કરી શકશે. ગ્રુપ વિડિયો કોલિંગ નવુ નથી. અનેક એપ્સ આ સુવિધા આપે છે પરંતુ વોટ્સએપનું કનિદૈ લાકિઅ કહેવું છે કે આ ફિચર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેથી હાઇ સ્પીડ ડેટાની જરૂરિયાત નહી રહે. કંપનીએ જણાવ્યું કે આ વિડિયો કોલ એન્ડ કનિદૈ લાકિઅ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હશે જેવા વોટ્સએપના મેસેજ હોય છે. વોટ્સએપ ગ્રુપ વિડિયો કોલિંગની શરૂઆત કરવા માટે યુઝરે સૌપ્રથમ એક કોલ કરવાનો રહેશે કનિદૈ લાકિઅ તે પછી તમે બે લોકોને એડ કરી શકો છો. આ ફિચર બાદ અન્ય વિડિયો કોલિંગ પ્લેટફોર્મ જેવા કે સ્કાઇપને ટક્કર મળશે. વોટ્સએપનો યુઝરબેઝ સૌથી મોટો છે કનિદૈ લાકિઅ અને દુનિયાભરમાં તેના ૧.૫ બિલિયન મંથલી એકિટવ યુઝર્સ છે.ઉલ્લેખનીય છે કે ફેસબુકની જ કંપની ઇન્સ્ટાગ્રામે વિડિયો કોલિંગનું ફિચર તાજેતરમાં જ આપ્યું છે. ફેસબુકના તમામ પ્લેટફોર્મ પર હવે વિડિયો કોલિંગની શરૂઆત થઇ ગઇ છે. જો તમારા વોટ્સએપમાં આ ફિચર ન આવ્યું હોય તો તમે એપ સ્ટોર અથવા પ્લે સ્ટોરમાં એપ અપડેટ કરીને આ ફિચરનો યુઝ કરી શકો છો. (3:55 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/01-08-2018/140263

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

Monday, 30 July 2018

अंगारकी चतुर्थी कथा - નવરાત્રિમાં વેકેશનને લઇને હવે નવો વિવાદ સપાટી પર - મધ્યાહન ભોજનમાં સરકાર બાળકોની મશ્કરી જ કરે છે... પ ગ્રામના થેપલા- પ ગ્રામ સૂકી ભાજી-૧૦ ગ્રામ ચણા ચાટ - પ્લાસ્ટીક પેકીંગ... વેફર્સ-નમકીન-બિસ્કીટના ઉત્પાદકોને નોટીસ ફટકારાશે - ફી ઘટાડો માગ્યો હતો એમણે ભણતરનાં દિવસો ઘટાડી દીધા... - 'વિકાસ' હવે નવરાત્રિમાં ગરબે રમશે - વાયબ્રન્ટ ગુજરાતમાં માંસાહારને પ્રોત્સાહન: ઇંડા - ચિકનનો વપરાશ વધ્યો - ભાદર-૨ ડેમમાં ફેલાયેલા ઔદ્યોગિક પ્રદૂષણ અંગે જેતપુરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ ધારાસભ્યનો હં


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 (Gold)  CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.comअंगारकी चतुर्थी कथा

अंगारकी चतुर्थी सभी देवताओं में प्रथम पूजनीय भगवान श्रीगणेश से सम्बन्धित है। इस महत्त्वपूर्ण तथा बहुत ही पवित्र मानी जाने वाली तिथि पर भगवान गणेश का पूजन विशेष तौर पर किया जाता है। वैसे तो प्रत्येक माह में चतुर्थी की तिथि होती है, किंतु जिस माह में चतुर्थी तिथि मंगलवार के दिन पड़ती है, उसे 'अंगारकी चतुर्थी' कहा जाता है। हिन्दू मान्यताओं के अनुसार गणेशजी का जन्म चतुर्थी तिथि में ही हुआ था। यह तिथि भगवान गणेश को अत्यधिक प्रिय है। भारतीय ज्योतिषशास्त्र में श्रीगणेश को चतुर्थी का स्वामी बताया गया है।

महत्त्व

प्रत्येक माह की चतुर्थी अपने किसी न किसी नाम से संबोधित की जाती है। मंगलवार के दिन चतुर्थी होने से उसे 'अंगारकी चतुर्थी' के नाम से जाना जाता है। मंगलवार के दिन चतुर्थी का संयोग अत्यन्त शुभ एवं सिद्धि प्रदान करने वाला होता है। 'गणेश अंगारकी चतुर्थी' का व्रत विधिवत करने से वर्ष भर की चतुर्थियों के समान मिलने वाला फल प्राप्त होता है। 'अंगारकी चतुर्थी' के विषय में 'गणेशपुराण' में विस्तार पूर्वक उल्लेख मिलता है कि किस प्रकार गणेश जी द्वारा दिया गया वरदान कि मंगलवार के दिन की चतुर्थी 'अंगारकी चतुर्थी' के नाम से प्रख्यात होगी, आज भी उसी प्रकार से स्थापित है। 'अंगारकी चतुर्थी' का व्रत मंगल भगवान और गणेश भगवान दोनों का ही आशिर्वाद प्रदान करने वाली है। इस तिथि का पुण्य फल किसी भी कार्य में कभी विघ्न नहीं आने देता और साहस एवं ओजस्विता प्रदान करता है। संसार के सारे सुख प्राप्त होते हैं तथा गणेशजी की कृपा सदैव बनी रहती है।[1]

कथा

'गणेश चतुर्थी' के साथ 'अंगारकी' नाम का होना मंगल का सान्निध्य दर्शाता है। पौराणिक कथाओं के अनुसार पृथ्वी पुत्र मंगल देव ने भगवान गणेश को प्रसन्न करने हेतु बहुत कठोर तप किया। मंगल देव की तपस्या और भक्ति से प्रसन्न होकर भगवान गणेश जी ने उन्हें दर्शन दिए और उन्हें अपने साथ होने का आशिर्वाद प्रदान भी दिया। मंगल देव को तेजस्विता एवं रक्त वर्ण के कारण 'अंगारक' नाम प्राप्त है। इसी कारण यह चतुर्थी अंगारक चतुर्थी कहलाती है।

व्रत विधि एवं पूजा

भगवान गणेश सभी देवताओं में प्रथम पूज्य एवं विघ्न विनाशक हैं। गणेश जी बुद्धि के देवता हैं, इनका उपवास रखने से मनोकामना की पूर्ति के साथ-साथ बुद्धि का भी विकास व कार्यों में सिद्धि प्राप्त होती है। श्रीगणेश को चतुर्थी तिथि बेहद प्रिय है। व्रत करने वाले व्यक्ति को इस तिथि के दिन प्रात: काल में ही स्नान व अन्य क्रियाओं से निवृत होना चाहिए। इसके पश्चात् उपवास का संकल्प लेना चाहिए। संकल्प लेने के लिये हाथ में जल व दूर्वा लेकर गणपति का ध्यान करते हुए, संकल्प में निम्न मंत्र बोलना चाहिए[1]-
"मम सर्वकर्मसिद्धये सिद्धिविनायक पूजनमहं करिष्ये"
इसके पश्चात् सोने या तांबे या मिट्टी से बनी भगवान गणेश की प्रतिमा होनी चाहिए। इस प्रतिमा को कलश में जल भरकर, कलश के मुँह पर कोरा कपडा बांधकर, इसके ऊपर प्रतिमा स्थापित करनी चाहिए। इस दिन व्रती को पूरे दिन निराहार रहना चाहिए। संध्या के समय में पूरे विधि-विधान से गणेश जी की पूजा की जाती है। रात्रि में चन्द्रमा के उदय होने पर उन्हें अर्ध्य दिया जाता है। दूध, सुपारी, गंध तथा अक्षत (चावल) से भगवान श्रीगणेश और चतुर्थी तिथि को अर्ध्य दिया जाता है तथा गणेश जी के मंत्र का उच्चारण किया जाता है-
गणेशाय नमस्तुभ्यं सर्वसिद्धिप्रदायक।
संकष्ट हरमेदेव गृहाणाघ्र्यनमोऽस्तुते॥

कृष्णपक्षेचतुथ्र्यातुसम्पूजितविधूदये।
क्षिप्रंप्रसीददेवेश गृहाणाघ्र्यनमोऽस्तुते॥
इस प्रकार इस 'अंगारकी चतुर्थी' का पालन जो भी व्यक्ति करता है, उसकी सभी मनोकामनाएँ पूर्ण होती हैं। व्यक्ति को मानसिक तथा शारीरिक कष्टों से छुटकारा मिलता है। भक्त को संकट, विघ्न तथा सभी प्रकार की बाधाएँ दूर करने के लिए इस व्रत को अवश्य करना चाहिए।[1]

Source :-http://bharatdiscovery.org/india/%E0%A4%85%E0%A4%82%E0%A4%97%E0%A4%BE%E0%A4%B0%E0%A4%95%E0%A5%80_%E0%A4%9A%E0%A4%A4%E0%A5%81%E0%A4%B0%E0%A5%8D%E0%A4%A5%E0%A5%80

નવરાત્રિમાં વેકેશનને લઇને હવે નવો વિવાદ સપાટી પર
 ઘણા સ્કુલ સંચાલકો સ્કુલો ચાલુ રાખવાના મૂડમાંઃ રાજકોટ, સુરત અને અન્ય શહેરોમાં સ્કુલ સંચાલકો દ્વારા રોષ કનિદૈ લાકિઅ વ્યક્ત થયો: સરકારના નિર્ણયને લઇ મિશ્ર પ્રતિક્રિયા અમદાવાદ, તા. ૩૦: નવરાત્રિ દરમિયાન શાળા અને કોલેજોમાં વેકેશનના નિર્ણયને લઇને હવે એક વિવાદ કનિદૈ લાકિઅ છેડાઈ ગયો અકિલા છે. કારણ કે, ઘણી શાળાના સંચાલકો દ્વારા આને લઇને વિરોધ કરવામાં આવ્યો છે. જ્યારે ઘણી શાળાઓના સંચાલકોએ સ્કુલો ચાલુ રાખવાની કનિદૈ લાકિઅ પણ વાત કરી છે. સ્વનિર્ભર સ્કુલોના સંચાલકો દ્વારા સ્કુલોને ચાલુ રાખવાનો નિર્ણય અકીલા કરવામાં આવ્યો છે. સરકારના નવરાત્રિ દરમિયાન વેકેશન કનિદૈ લાકિઅ રાખવાના નિર્ણયને લઇને હવે હોબાળો થઇ રહ્યો છે. રાજકોટ, સુરત અને અન્ય જગ્યાઓએ આનો વિરોધ થયો છે. બીજી બાજુ વિરોધને લઇને સરકાર તરફથી પણ પ્રતિક્રિયા કનિદૈ લાકિઅ આવવા લાગી ગઈ છે. રાજકોટમાં અને અન્યત્ર જગ્યાએ જ્યાં વિરોધ થઇ રહ્યો છે ત્યાં કેટલીક સ્વનિર્ભર સ્કુલ, કોલેજોના સંચાલકો દ્વારા નિર્ણયનો કનિદૈ લાકિઅ વિરોધ કરવામાં આવ્યો છે અને સ્કુલોને ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં જ અત્રે નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કનિદૈ લાકિઅ ૨૮મી જુલાઈના દિવસે એક ઐતિહાસિક અને શિક્ષણલક્ષી નિર્ણય નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરુપે રાજ્યની તમામ સરકારી શાળા-કોલેજો, કનિદૈ લાકિઅ યુનિવર્સિટીમાં નવરાત્રિ વેકેશનની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યકક્ષાનાં શિક્ષણ મંત્રી વિભાવરીબહેન દવેએ આ જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયને લઇ શિક્ષણ જગતમાં અને વિદ્યાર્થી-વાલીઆલમમાં પણ મિશ્ર પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. નિર્ણય મુજબ પ્રથમ સત્રમાં ૯૫ તેમજ દ્વિતીય સત્રમાં ૧૦૨ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવાનું રહેશે. જેના પગલે આ વખતે રાજયના શિક્ષણજગતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૭ દિવસનું નવરાત્રિ વેકેશન અપાશે તેવું નવા શૈક્ષણિક કેલેન્ડરમાં દર્શાવવામાં આવ્યું છે. આ કોમન એકેડેમિક કેલેન્ડર મેડિકલ અને ફાર્મસી સિવાયના તમામ અભ્યાસક્રમમાં અમલમાં લેવાશે તેવું રાજ્યનાં શિક્ષણ વિભાગની યાદીમાં પણ જણાવાયું છે. ગુજરાત સરકારના નિર્ણયને લઇને હજુ વિરોધ પ્રદર્શન જારી રહે તેવી શક્યતા છે. વાલીઓના મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. નવરાત્રિ દરમિયાન ઘણી સ્કુલોમાં બાળકોની ખુબ ઓછી હાજરી હોય છે જેથી આ રજા યોગ્ય છે તેમ કેટલાક લોકો કહે છે જ્યારે કેટલાક વાલીઓનું કહેવું છે કે, આ નિર્ણયના પરિણામ સ્વરુપે શિક્ષણ કાર્ય ઉપર અસર થશે અને બાળકો ઉપર વધુ દબાણ આવશે. (11:47 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/30-07-2018/83699

મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર પાઠવાયો 
મધ્યાહન ભોજનમાં સરકાર બાળકોની મશ્કરી જ કરે છે... પ ગ્રામના થેપલા- પ ગ્રામ સૂકી ભાજી-૧૦ ગ્રામ ચણા ચાટ
 મોંઘવારી ફાટી નીકળી કનિદૈ લાકિઅ છેઃ કોઇ કાળે બે છેડા ભેગા થતા નથીઃ યોગ્ય કરો નહી તો ૧૬મીએ ગાંધીનગરમાં રેલી રાજકોટ, તા.૩૦: ઓલ ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારી મંડળના કનિદૈ લાકિઅ પ્રમુખ કિશોરચંદ્ર અકિલા જોષી-મહામંત્રી પ્રકાશચંદ્ર મોદીએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગણી કરી છે. પડતી મુશ્કેલીઓમાં ઉમેર્યુ છે કે રાજય સરકાર કનિદૈ લાકિઅ દ્વારા તાજેતરમાં એકસુત્રતા લાવવા માટે નવુ મેનુ અમલમાં લાવી છે જેમાં કેટલીક અકીલા વિસંગતતા છે. આ નવા મેનુમાં કોઇપણ પ્રકારનો નાણાંકીય બોજ કનિદૈ લાકિઅ ન પાડતા જુના મેનુના બે ભાગ કરી પ્રથમ ભોજન તથા નાસ્તો એમ બે ભાગ કરેલ છે. આ નવા મેનુમાં કોઇ સમય નકકી કર્યો નથી  ભોજન કયારે આપવું તથા નાસ્તો કનિદૈ લાકિઅ કયારે આપવો જેથી એક સુત્રતા રહેતી નથી. નવા મેનુમાં ભોજનમાં થેપલા અને સુકીભાજીની વાનગી છે જેમાં ૧૦૦ ગ્રામ લોટના થેપલા ફકત પ ગ્રામાં બનાવવાના કનિદૈ લાકિઅ અને પ૦ ગ્રામ બટેટાની સુકીભાજી ફકત પ ગ્રામમાં એક લાભાર્થી માટે બનાવવી અશકય છે. તેમજ ૧૦૦ લાભાર્થી બાળકોના અંદાજે થેપલા બનાવવાના થાય છે કનિદૈ લાકિઅ જેના માટે અંદાજે ૩ થી ૪ કલાક સમય જોય તેમજ ૧૪૦૦/રૂ., પ૦૦/રૂ. ના મહેનતાણામાં રસોયા તેમજ મદદનીશ કોઇ રહેવા માંગતુ નથી તથા નાસ્તામાં ચણાચાટની કનિદૈ લાકિઅ વાનગી છે જેમા ૧૦ ગ્રામ ચણામાંથી ચણાચાટ બનાવવાના છે જે બાળકોની મશ્કરી સમાન છે અને આ ચણાચાટમા ૧૦ ગ્રામ ટમેટા અને ૧૦ ગ્રામ ડુંગળી નાખવાની છે. બજારમાં આવે ટમેટાના ૬૦રૂ. અને ડુંગળીના ૩૦ રૂ.ભાવ છે એટલે આજે એક વિદ્યાર્થી માટે ૯૦ પૈસાનો ખર્ચ થાય છે તેમા મરી મસાલા અલગ રાજય સરકાર દ્વારા અમોને ધો.૧ થી પમાં એક લાભાર્થી માટે ૧.પપ પૈસા પેશગી આપવામાં આવે છે. જેમા ભોજન અને નાસ્તા માટે શાકભાજી અને મરીમસાલાનો ખર્ચ કરવાનો હોય છે જયારે નાસ્તામાજ ચણાચાટમાં ડુંગળી અને ટમેટાનો ખર્ચ ૯૦ પૈસા થાય છે તેમા પણ મરી મસાલા અલગથી તો આમા અમારે ભોજન તેમજ નાસ્તો કેવી રીતે બનાવવો? હાલમા દળામણ માટે રાજય સરકાર દ્વારા અમોને એક લાભાર્થી માટે ૦.૦૯ પૈસા આપવામાં આવે છે આજે બજારભાવ ૨૦ કિલોના અનાજ દળવાનાં ૭૦થી ૯૦ રૂપિયા છે અમોને ૧૦૦ ગ્રામ અનાજ દળવાના ૦.૧૮ પૈસા આપવામાં આવે છે જયારે આજે બજારભાવ ૧૦૦ ગ્રામના દળામણના ૭૦થી ૮૦ પૈસા થાય છે તો આમા અમારે ભોજન બનાવવું કઇ રીતે? જુના મેનુમાં એક બોટલ બાટલામાં થી ૧૩૦૦ થી ૧૪૦૦ લાભાર્થીની રસોઇ બનતી, જયારે નવા મેનુમાં નાસ્તો અને ભોજન એમ બે વખત રસોઇ બનાવવાથી ગેસનો વપરાશ વધી ગયેલ છે નવા મેનુ પ્રમાણે એક બોટલ ગેસમાં ૯૦૦ થી ૧૦૦૦ લાભાર્થીની રસોઇ થઇ શકે છે આજે એક બોટલ ગેસના બજારભાવ ૭૪૮ છે એટલે અમારે એક લાભાર્થી માટે ૭પ પૈસાનો ગેસ જોઇ તો આમા અમારે કેન્દ્ર ચલાવવું કેમ? સુપ્રિમકોર્ટના ચુકાદા અને ભારત સરકારની ગાઇડ લાઇન મુજબ મધ્યાહન ભોજન યોજનાના થતા ખર્ચમાં દર વર્ષે ૭.૦પ%નો વધારો કરવાની જોગવાઇ છે અમોને છેલ્લા બે વર્ષથી આ ૭.પ%નો વધારો મળેલ નથી, તેમજ છેલ્લા બે વર્ષમાં મોંઘવારી અતિશય વધી ગયેલી હોય તો આ સ્થિતિમાં અમારે કેન્દ્ર ચલાવવું કેમ? ઉપરોકત અમારી માંગણી અને અમને પડતી મુશ્કેલી બાબતે રાજયપાલશ્રી આપને શિક્ષણમંત્રીને અગ્રસચિવ શિક્ષણને કમિશ્નરશ્રી મ.ભો.યો. દરેક જીલ્લાના નાયબ કલેકટરને દરેક મામલતદાર અનેક વખત લેખીત તેમજ મૌખિક રજુઆત કરવા છતા આજદિન સુધી કોઇ ઉકેલ ન આવતા અમારે અમારી રોજગારી અને આ યોજનામાં લાભ લેતા લાખો બાળકોના આરોગ્ય માટે નાછુટકે આંદોલન કરવાની ફરજ પડશે. અમારી ઉપરોકત માંગણી અને અમને પડતી મુશ્કેલી બાબતે રાજયપાલશ્રી આપને શિક્ષણમંત્રીને અગ્રસચિવ શિક્ષણને કમિશ્નરશ્રી મ.ભો.યો. દરેક જીલ્લાના નાયબ કલેકટરને દરેક મામલતદાર અનેક વખત લેખીત તેમજ મૌખિક રજુઆત કરવા છતા આજદિન સુધી કોઇ ઉકેલ ન આવતા અમારે અમારી રોજગારી અને આ યોજનામાં લાભ લેતા લાખો બાળકોના આરોગ્ય માટે નાછુટકે આંદોલન કરવાની ફરજ પડશે. અમારી ઉપરોકત માંગણી તા.૧પ ઓગષ્ટ સુધીમાં જો ન ઉકેલાય તો અમો અમારા તમામ કર્મચારી તથા પરિવાર સહ ગાંધીનગર મુકામે આગામી તા.૧૬મી ના રોજ મહારેલી તથા ધરણાનો કાર્યક્રમ આપી અમારા કેન્દ્ર બંધ રાખીશું. (4:21 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/30-07-2018/83676

પ્લાસ્ટીક પેકીંગ... વેફર્સ-નમકીન-બિસ્કીટના ઉત્પાદકોને નોટીસ ફટકારાશે
 રાજ્ય અને કેન્દ્રની મંજુરી વગર પ્લાસ્ટીક પેકીંગમાં ખાદ્યચીજો વેચનારાઓ ઉપર તંત્ર તૂટી કનિદૈ લાકિઅ પડશે : આજે શહેરનાં ત્રણેય ઝોનમાંથી કુલ ૨૫ કિલો પ્લાસ્ટીક જપ્ત કરી ૧૨૭ વેપારીઓને ૫૧ હજારનો દંડ ફટકારાયો પાન - ફાકીના પ્લાસ્ટીક જપ્ત કનિદૈ લાકિઅ : સોલીડ વેસ્ટ અકિલા વિભાગ દ્વારા આજે ત્રણેય ઝોનમાં કુલ ૧૨૭ પાનની દુકાનોએ દરોડા પાડી અને પાન - ફાકીનું કુલ ૨૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કનિદૈ લાકિઅ કરી અને વેપારીઓ પાસેથી કુલ ૫૧ હજારનો દંડ વસુલ્યો હતો તે વખતની તસ્વીરો. રાજકોટ અકીલા તા. ૩૦ : મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે વેફર્સ, નમકીન કનિદૈ લાકિઅ અને બિલ્કીટનાં ઉત્પાદકોને પ્લાસ્ટીક પ્રદૂષણ બાબતની નોટીસો ફટકારાશે તેમ મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યું હતું. આ અંગે મ્યુ. કમિશ્નર કનિદૈ લાકિઅ બંછાનીધિ પાનીના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૨૦૧૬માં પ્લાસ્ટીક પ્રતિબંધ અંગે લાગુ કરાયેલા નિયમો વેફર્સ, કનિદૈ લાકિઅ નમકીન, બિસ્કીટ, ગુટકા વગેરેનાં ઉત્પાદકોને પણ લાગુ પડે છે. આથી હવે મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરની હદમાં વેચાતા આવા વેફર્સ, નમકીન, બિસ્કીટ, કનિદૈ લાકિઅ ગુટકાના પ્લાસ્ટીક પેકીંગ અંગે જે તે ઉત્પાદકોને નોટીસ ફટકારશે. કમિશ્નર શ્રી પાનીએ જણાવ્યું હતું કે, 'જીપીસીબી અને સીપીસીબી એટલે કે ગુજરાત કનિદૈ લાકિઅ સરકાર અને કેન્દ્ર સરકાર બંનેમાંથી જે પણ સરકારની મંજુરી લાગુ પડતી હોય તેની મંજુરી મેળવીને પ્લાસટીક પેકીંગ થાય છે કે કેમ? તેની માહિતી મેળવી અને જે ઉત્પાદકો પાસે આવી મંજુરી નહી હોય તેવા ઉત્પાદકોને નોટીસો ફટકારી અને મંજુરી મેળવી લેવા તાકિદ કરાશે.' પ્લાસ્ટીક પ્રદૂષણ સામે જનજાગૃતિ માટે આ નોટીસની ઝુંબેશાત્મક કાર્યવાહી હાથ ધરાશે તેમ બંછાનિધી પાનીએ આ તકે સ્પષ્ટ કર્યું હતું. (3:35 pm IST)
Source :-https://www.akilanews.com/Rajkot_news/Detail/30-07-2018/99999

ખોડલધામ કાગવડમાં પાટીદાર શહિદ યાત્રાનું સમાપનઃ ઓગસ્ટ મહિનામા અનામતનું રણશીંગુ ફુંકવા નિર્ધાર
 નવાગઢ.વિરપુર જલારામઃ જેતપુરના શ્રી ખોડલધામ ખાતે આજે ઉંજાથી કનિદૈ લાકિઅ શરૂ થયેલા પાટીદાર શહીદ યાત્રાનું સમાપન થયુ હતુ પાટીદાર અનામત આંદોલન સમયે મોતને ભેરેલા પ્રવાનોને ન્યાય મળેને કાજે ઉંભાતી શરૂ થયેલી પાટીદાર કનિદૈ લાકિઅ શહીદયાત્રા અકિલા ૩૬ દિવસમાં પોટા દભાર કીલોમીટરનું અંતર કાપી આજે 'માં' ખોડલના ધાર્મ આવી પહોંચી હતી. ને 'માં' ની આરતી રાષ્ટ્રમાન કરી કનિદૈ લાકિઅ 'માં' ખોડલના શરણોમાં શીક્ષ નમાણુ હતું.૧૧ શહીદોની પ્રતિમાવાળો રથ ધર્મ, પ્રેરણા અકીલા અને વંદનાનો સંદેશો લઈ ગુજરાતભરમાં ફર્યો શહીદ યાત્રાના કનિદૈ લાકિઅ આયોજક દિલીપ સાંબવાએ જણાવેલ કે અમોને એમ હતુ કે વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદાર અનામત આંદોલનમાં પાટીદારોને રસ ઉડી ગયો છે પરંતુ શહીદ યાત્રા દરમિયાન કનિદૈ લાકિઅ યાત્રા જે જે ગામમાંથી પસાર થઈ ત્યાં હજારોની સંખ્યામાં યુવાનો અને વૃદ્ઘો જોડાતા અમારો ઉત્સાહ બેવડાયો અને અમે ઓગષ્ટ મહિનો ઓગષ્ટ ક્રાંતિ કનિદૈ લાકિઅ તરીકે ઓળખાય છે તેમાં અમો ફરી અનામત અંગેનું રણશિંગુ ફૂંકશું અને નવી રણનીતિ સાથે ફરી આંદોલન ચલાવશું અને અનામત મેળવીને ઝંપશું જયારે હાર્દિક કનિદૈ લાકિઅ પટેલને સજા પડી તે અંગેના પ્રશ્નનો જવાબ હાર્દિક જ આપશે તેમ જણાવી તે પ્રશ્ન ટાળ્યો હતો. જોકે પાટીદાર અનામત આંદોલનને ઉમીયાધામ અને ખોડલધામ કનિદૈ લાકિઅ બંને ધાર્મિક સંસ્થાઓ તેમજ સમાજના આગેવાનોનો ટેક્કો હોવાનું જણાવ્યું હતુ. ખોડલધામ ખાતે શહીદ યાત્રા પૂર્ણાહુતિ નિમિતે મંદિરના પ્રાંગણમાં માં ઊમીયા માતાજી અને ખોડલ માતાજીની આરતી ઉતારી અને રાષ્ટ્રગીત ગાઈ તેમજ સમાપન સમારોહમાં હાજર રહેલ શહીદોના પરિવારનું સન્માન કરી યાત્રાની પૂર્ણાહુતિ જાહેર કરી હતી.(તસ્વીર.અહેવાલઃ નિતીન વસાણી)(નવાગઢ)કિશન મોરબીયા(વિરપુર જલારામ)(૨૨.૧૭) (3:55 pm IST)

Source :-https://www.akilanews.com/Saurashtra_news/Detail/30-07-2018/92353

ફી ઘટાડો માગ્યો હતો એમણે ભણતરનાં દિવસો ઘટાડી દીધા... - 'વિકાસ' હવે નવરાત્રિમાં ગરબે રમશે
 - સ્કૂલ-કોલેજોમાં નવરાત્રિમાં વેકેશન આપવા અંગેના નિર્ણયની સોશિયલ મિડિયામાં ભારે ટીકા અમદાવાદ, તા.30 જુલાઈ 2018, સોમવાર સ્કુલ-કોલેજોમાં નવરાત્રિ દરમિયાન ૭ દિવસનું મિની વેકેશન આપવાના સરકારનાં નિર્ણયની ચારે બાજુથી ભારે ટીકા થઇ રહી છે. સોશ્યલ મિડિયામાં પણ મેસેજો-કવિતાઓ- સૂત્રો લખીને શિક્ષકો તથા માતા-પિતા બળાપો કાઢી રહ્યા છે. આ બધાનું કહેવું છે કે રાત્રે ૧૨ વાગ્યા સુધી જ ગરબા રમવાની પોલીસ તંત્ર છૂટ આપતું હોય છે. સામાન્ય રીતે કિશોર-કિશોરીઓ અને યુવક-યુવતીઓ ૧૧ થી ૧૨ વાગ્યા સુધી તો નવરાત્રિ સિવાયનાં સમયમાં પણ જાગતા હોય છે. જેથી આવી રજા આપવાનો કોઈ જ અર્થ નથી. વાસ્તવમાં તો યુનિવર્સિટીનાં એકેડેમીક કેલેન્ડરમાં જ નવરાત્રિની રજાઓની જાહેરાત થઇ હતી. પરંતુ શાળાનું કેલેન્ડર વહેલુ જાહેર થયું હોવાથી તેમાં જાહેરાત થઈ નહોતી. આ બાબતની જાણ કોઈએ રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબહેન દવેને કરી હતી. આથી પ્રસિદ્ધિ લેવાની લ્હાયમાં તેઓએ શાળા-કોલેજોમાં નવરાત્રિનાં મિની વેકેશનનો નિર્ણય લીધાની જાહેરાત કરી હતી. જેનો ખરેખર અગાઉ જ સત્તાવાર નિર્ણય લેવાઇ ગયો છે. શાળામાં પણ કોલેજની જેમ નવરાત્રિમાં રજા આપવાનું સૈદ્ધાંતિક રીતે નક્કી થઈ ગયું હતું. સોશ્યલ મિડિયામાં જાતજાતની કોમેન્ટો વાઇરલ થઇ રહી છે. જેમાં લખ્યું છે કે ફીમાં ઘટાડો માગ્યો હતો પરંતુ એમણે એટલે કે સરકારે ભણતરનાં દિવસો જ ઘટાડી દીધા. વિકાસ હવે નવરાત્રિમાં 'ગરબે' રમશે !!! વાત દારૃબંધી કરવાની હતી.. તો પાણીપૂરી બંધ કરી... મારા હાળા છેતરી ગયા.... નવરાત્રિમાં શાળામાં વેકેશન યોગ્ય નથી... સોશ્યિલ મિડિયા પર જ નવરાત્રિ વેકેશનને લઇને એક સર્વે કરાયો હતો. જેમાં એક જ પ્રશ્ન પૂછાયો હતો કે નવરાત્રિમાં શાળામાં વેકેશન યોગ્ય છે ? જેના જવાબમાં ૭૪ ટકા લોકોએ 'ના' જયારે ૨૬ ટકા લોકોએ 'હા' પાડી હતી. આ સર્વેમાં ૫૦૦૦ જેટલા લોકોએ ઓનલાઇન જવાબ આપ્યો હતો. જેમાં સૌથી વધુ ૫૨.૮ ટકા શિક્ષકો અને ૧૯.૯ ટકા વાલીઓ હતા. જયારે ૧૦.૭ ટકા વિદ્યાર્થીઓ અને ૧૪ ટકા શિક્ષણ હિતેચ્છુઓ તથા ૩ ટકા જેટલા શાળા સંચલાકો હતા. જો કે આ સર્વેને કોઇ સત્તાવાર સમર્થન નથી. વેકેશન બાબતે ફેર વિચારણા કરવા શિક્ષણ મંત્રીને રજૂઆત નવરાત્રિનું વેકેશન આપવા અંગે ફેર વિચારણા કરવા માટે એક શિક્ષકે શિક્ષણ મંત્રીને સોશિયલ મિડિયા ઉપર ખુલ્લો પત્ર પણ લખ્યો છે. જેમાં ૧૦ મુદ્દાઓ ટાંકાય છે. જેમાં મહત્વની બાબત એ દર્શાવી છે કે, પ્રથમ સત્રમાં પ્રવેશોત્સવ સહિતનાં ઉત્સવો- તહેવારોને કારણે શિક્ષણ માટે પૂરતો સમય મળતો નથી. પ્રથમ સત્ર બીજા સત્ર કરતા ૧૦ દિવસથી ૨૦ દિવસ ઓછુ હોય છે. નવરાત્રિ-દિવાળી વેકેશન વચ્ચે પરીક્ષાનું આયોજન હોય છે જેથી શિક્ષણ પર માઠી અસર પડશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-fee-was-reduced-demand-he-reduced-the-education-days-

વાયબ્રન્ટ ગુજરાતમાં માંસાહારને પ્રોત્સાહન: ઇંડા - ચિકનનો વપરાશ વધ્યો
 - ભાજપની નીતિ, હિન્દુત્વની દુહાઇ - જો આ સ્થિતી રહી તો,ગુજરાત શાકાહાર રાજ્યની ઓળખ ગુમાવશે,અમદાવાદમાં ચિકન-ઇંડાનુ સૌથી વધુ વેચાણ - વર્ષ ૨૦૧૬-૧૭માં રાજ્યમાં ૧૭૯૪૦ લાખ ઇંડાનુ ઉત્પાદન,૩૦,૪૧,૦૦૦ ટન ચિકન વેચાયું અમદાવાદ, તા.30 જુલાઈ 2018, સોમવાર હિન્દુત્વની દુહાઇ દેનારાં ભાજપના શાસનમાં જ ગુજરાતીઓ માંસાહાર તરફ વળી રહ્યાં છે. વાયબ્રન્ટ ગુજરાતમાં ઇંડા-ચિકનનો વપરાશ વધી રહ્યો છે કેમકે,ખુદ રાજય સરકાર જ પોલટ્રી ઉદ્યોગને ભરપૂર પ્રોત્સાહન આપી રહી છે પરિણામે ઇંડાનુ ઉત્પાદન વધ્યુ છે.સાથે સાથે ચિકનનો વપરાશ પણ વધ્યો છે. શાકાહારી રાજ્ય તરીકેની છાપ ધરાવતા ગુજરાતમાં જ ઇંડા-ચિકન ખાનારાંઓની સંખ્યા વધી રહી છે. ભાજપના શાસનમાં માંસાહારનો જાણે છોછ જ રહ્યો નથી. એક તરફ,હિન્દુત્વની વાતો કરવાની ને,બીજી તરફ,માંસાહારને પ્રોત્સાહન આપવાનુ, ભાજપની આ બેધારી નીતિ રહી છે. પોલટ્રી ઉદ્યોગને પ્રોત્સાહન આપતા રોજ હજારો-લાખો મરઘાંઓની કતલ થઇ રહી છે. ખુદ પશુપાલન વિભાગનો રિપોર્ટ જ કહે છેકે, વર્ષ ૨૦૦૪-૦૫માં ઇંડાનુ ઉત્પાદન માત્ર ૫૦૩૧ લાખ નંગ હતુ તે વર્ષ ૨૦૧૬-૧૭માં વધીને ૧૭૯૪૦ લાખ નંગ પર પહોંચ્યુ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ઇંડાનુ ઉત્પાદન ૧૬૫૬૪ લાખ નંગ રહ્યુ હતું. આજે ગુજરાતમાં પ્રત્યેક વ્યક્તિ દીઠ સરેરાશ ૨૭ ઇંડા ઉપલબ્ધ છે. રાજ્યમાં સૌથી વધુ ઇંડાનુ વેચાણ અમદાવાદ શહેરમાં થાય છે. અમદાવાદમાં તો હવે કોઇ વિસ્તાર એવો નથી કે,જ્યાં ઇંડાની લારીઓ જોવા મળતી ન હોય. ગુજરાતમાં વર્ષેદહાડે અઢી કરોડ મરઘાની કતલ થાય છે તે જોતાં કહી શકાય કે,ચિકનનો ટેસ્ટ માણનારાંની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૦,૪૧,૦૦૦ ટન મરઘાનુ માંસ વેચાયુ હતુ. આખાય વર્ષ દરમિયાન ભેંસ,મરઘાં,બકરાં,ભૂંડનુ કુલ મળીને ૩૩,૩૩,૦૦૦ ટન માંસ વેચાયુ હતું. માંસાહારીઓની વધતી સંખ્યાને પગલે હવે નોન વેજ રેસ્ટોરન્ટ,હોટલોની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદીઓ હવે ઓનલાઇન ઓર્ડર આપી વિવિધ નોનવેજ વાનગીઓનો ટેસ્ટ માણતા થયા છે. શહરના પશ્ચિમ વિસ્તારમાં ય ચિકનના સ્ટોલ ખૂલવા માંડયા છે. આ જ પ્રમાણ,અમદાવાદ શહેરમાં માછલીનુ પણ ધૂમ વેચાણ થઇ રહ્યુ છે. પશ્ચિમી સંસ્કૃતિની છાંટ લાગતા ખાસ કરીને યુવાઓને માંસાહારનો ચસકો લાગ્યો છે. ચુસ્ત શાકાહારીઓને એવી ચિંતા સતાવી રહી છેકે, જો આ જ પરિસ્થિતી યથાવત રહી તો,ગુજરાત શાહાહારી રાજ્ય તરીકેની ઓળખ ગુમાવશે તે દિવસો હવે દૂર નથી.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/support-of-meat-in-vibrant-gujarat-eggs-chicken-usage-increased

ભાદર-૨ ડેમમાં ફેલાયેલા ઔદ્યોગિક પ્રદૂષણ અંગે જેતપુરમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ ધારાસભ્યનો હં
 -નદી વચ્ચે જ પ્રદૂષિત પાણીનાં સંગ્રહનો કુંડ,અનેક કારખાનેદારો સીધુ જ નદીમાં દૂષિત પાણી છોડે છે જેતપર,તા.30 જુલાઇ 2018,સોમવાર જેતપુર પંથકનાં ભૂખી ગામ પાસે આવેલા ભાદર-૨ ડેમનું પાણી કારખાનાઓમાંથી નિકળતા કેમિકલયુક્ત કદડાથી પ્રદૂષિત થઈ ગયું છે. આ મુદ્દે ધોરાજી - ઉપલેટા પંથકનાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયાએ જળસમાધિની ચીમકી અગાઉ આપી હતી. આમ છતાં તંત્ર હરકતમાં નહીં આવતા ધારાસભ્ય વસોયાએ આજે જેતપુર ખાતે આવેલી પ્રદૂષણ નિમંત્રણ બોર્ડની કચેરીએ જઈ હંગામો મચાવી દીધો હતો. જેનાં પગલે તૂરંત પોલીસ બોલાવવામાં આવી હતી. ભાદર-૨ ડેમમાં પ્રદૂષણથી સૌ કોઈ સર્વવિદિત છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારનાં પગલાં નહીં લેવાતા ધારાસભ્ય લલિત વસોયાએ આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીએ જઈ અધિકારી જે.ડી. ગોસ્વામી ઉપર તડાપીટ બોલાવી દીધી હતી. પોલીસની હાજરીમાં અધિકારીનો ઉધડો લીધો હતો. અધિકારીએ સ્વિકાર્યું હતું કે, કારખાનેદારોેએ ભાદર નદીને પ્રદૂષિત કરી નાખી હોવાથી ભાદર-૨ ડેમનું પાણી પીવાલાયક નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, કારખાનેદારો દ્વારા તેમનાં સીઈપીટી પ્લાન્ટનું પાણી એકત્ર કરવાનો કુંડ ભાદર નદીમાં વચ્ચે જ બનાવવામાં આવ્યો છે. જેથી ચોમાસામાં વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી પણ વહીને ભાદર-૨ ડેમમાં ભળે છે. આ ઉપરાંત અનેક કારખાનેદારો દ્વારા ચેનલો તોડીને પ્રદૂષિત પાણીનો નિકાલ લીધો જ નદીમાં કરવામાં આવે છે. આ કારખાનેદારો સામે તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવાતા નથી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે, છેલ્લા ૩૦ વર્ષથી ધોરાજી તાલુકો જેતપુરનાં સાડીનાં કારખાનેદારો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણથી ત્રસ્ત છે. લોકોને છતે પાણીએ પાણી વગર ટળવળવું પડે છે. તાલુકાનાં કેટલાયે લોકો ચામડીનાં રોગોનો ભોગ બન્યા છે. ઢોર-ઢાંખરો પણ પગની ખરીમાં રોગો, ચામડીનાં રોગોનો ભોગ બનેલા છે. તાજેતરમાં વરસાદી પાણી ભાદર- ૨ ડેમમાં આવતા પાણી ઉપર સફેદ ફીણ નજરે પડયા હતાં. પ્રદૂષણ બોર્ડનાં અધિકારીઓનાં પાપે ૩૦ ગામો અને સંભવિત અન્ય ગામો પણ પ્રદૂષિત પાણીનાં કારણે પાણીથી વંચિત રહે છે. જો તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતા કારખાનેદારોને છાવરવાનું ચાલુ રાખવામાં આવશે તો ઉગ્ર આંદોલન છેડાશે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/regarding-industrial-pollution-spread-in-bhadar-ii-dam-district-pollution-control-board-s-off

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :-  1 August 2018 & 30 August 2018
Tally App
 1700 + GST 1 Year & 3500 + GST 3 Year 
Guardian NetSecure (Quickheal)
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/