સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 24 October 2017

ઉનાના ચોરાળી મોલીમાં રેશ્મા પટેલ અને વરૂણ પટેલના પૂતળા દહન - સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ કોની તરફ નમશે ? ભારે ચર્ચા - સરકારની જાહેરાતો ચૂંટણીલક્ષી લોલીપોપ-શકિતસિંહ - ગુજરાત - હિમાચલમાં બની શકે છે BJPની સરકાર: ઓપિનિયન પોલ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)

 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application

Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application
ઉનાના ચોરાળી મોલીમાં રેશ્મા પટેલ અને વરૂણ પટેલના પૂતળા દહન
ઉનાના ચોરાળી મોલીમાં રેશ્મા પટેલ અને વરૂણ પટેલના પૂતળા દહન
      ઉના તા. રપ :.. પાસ સમિતિનાં રાજય કક્ષાનાં નેતા રેશ્મા પટેલ તથા વરૂણ પટેલ ભાજપમાં જોડાઇ કેસરીયો ખેસ ધારણ કરી લેતાં પટેલ પાટીદાર સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો ઉના નજીક ગીર ગઢડા તાલુકાનું પટેલોની વધુ વસ્તી ધરાવતું ચોરાળી મોલી ગામે પાસ સમિતિના કાર્યકરો રાજેશ રાખોલીયા, બાબુભાઇ હીરપરા, ધર્મેશભાઇ, કલ્યાણભાઇ સહિત સેંકડો કાર્યકરો એ રેશ્મા પટેલ, વરૂણ પટેલ ત્થા જીતુભાઇ વાઘાણીના ફોટાવાળુ ઘાસનું પુતળુ બનાવી ચોકમાં રાખી સળગાવી વિરોધ કર્યો હતો અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો વિરોધ કરવા ચીમકી આપી હતી.Source :-http://www.akilanews.com/25102017/saurashtra-news/1508911709-76288

સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ કોની તરફ નમશે ? ભારે ચર્ચા
કાગવડ ખોડલધામ ખાતે ખોડિયાર માતાજીના દર્શને વિજયભાઈ રૂપાણી અને રાહુલ ગાંધી આવ્યા બાદ અનેક અટકળો
સૌરાષ્ટ્રનો પાટીદાર સમાજ કોની તરફ નમશે ? ભારે ચર્ચા
    નવાગઢ, તા. ૨૫ :. જેતપુર પંથકના કાગવડ ખાતેના શ્રી લેઉઆ પટેલ સમાજના આસ્થાના પ્રતીક સમા શ્રી ખોડલધામ ખાતે આ ભવ્યાતિભવ્ય મંદિરનું નિર્માણ પરસેવાની કમાણી તથા સમાજના દાતાશ્રીઓના સહયોગથી અથાગ મહેનત બાદ કરનારા નરેશભાઈ પટેલ તથા પરેશભાઈ ગજેરાની બેઠક તાજેતરમાં મળી હતી. આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા હાથ ધરાઈ હતી.
   શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠકમાં 'રાજકીય' મુદ્દે ભારે ચર્ચા હાથ ધરાઈ હતી તેવુ વર્તુળોમાંથી જાણવા મળી રહ્યુ છે. લોક ચર્ચા મુજબ હમણા હમણા રાજકીય પક્ષોને પટેલ મતદારો પ્રત્યે ભારે હેત ઉભરાઈ રહ્યુ છે અને તાજેતરમાં રાજ્યને 'વિકાસ'ના પાટા ઉપર સડસડાટ ગાડીને દોડાવી રહેલા મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી તથા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 'માં'ના ચરણોમાં આશિર્વાદ લેવા પહોંચ્યા હતા. ત્યાર બાદ શ્રી ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળતા રાજકીય રીતે વાતાવરણ ભારે ગરમાયુ છે. ગુજરાત રાજ્યમાં પટેલોની ખાસ્સી વસ્તી છે એટલે રાજકીય ચૂંટણીઓમાં અને સત્તામાં પટેલ સમાજ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. બહુમતીના જોરે પટેલ મતદારો પોતાની પટેલ નેતાગીરી પટેલોના પ્રશ્નો અંગે ભાવ પૂછવાની તસ્દી લેતા નથી એટલે કે પટેલ મતદારો છેતરાતા હોવાનો રંજ પણ હાલ ચર્ચામાં આવી રહ્યો છે.
   જે હોય તે પટેલ-પાટીદાર સમાજ સંપૂર્ણપણે અત્યંત વ્યાપારી માનસ ધરાવતો સમાજ બની ગયો છે ટૂંકમાં સૌરાષ્ટ્રના પટેલ-પાટીદારો હાથમાં હળ કે બળદગાડુ ચલાવતો ખેડૂત રહ્યો નથી !! પરંતુ અમરેલીથી અમેરિકા સુધી આ પટેલ સમાજે કાઠુ કાઢયુ છે અને પોતાના હીતનું રક્ષણ કોણ કરી શકે તેમ છે ? તે બરાબર ઓળખતો થઈ ગયો છે.અન્ય એક ચર્ચા મુજબ ગુજરાત-સૌરાષ્ટ્રના પાટીદાર સમાજે રાજકીય માથાભારે રાજકારણીઓ પછી પોતાની સ્વયં જ્ઞાતિના કેમ નથી પરંતુ ભૂતકાળમાં કયારેય સ્વીકાર્ય નથી અને સામાજીક, રાજકીય, આર્થિક કે પછી શારીરીક સહન કરવા છતા પણ પટેલે સમાજે પોતાની જ્ઞાતિ કે પછી અન્ય જ્ઞાતિના કોઈ રાજકીય માથાભારે શખ્સોનું કયારેય શરણુ લીધુ નથી... સ્વયં પોતે સામનો કરેલ છે. આવા પટેલ પાટીદાર સમાજની આ વખતની વિધાનસભાની ચૂંટણીમા શું ભૂમિકા થશે ? તેવો સવાલ ભારે ચર્ચામાં છે.

Source :-http://www.akilanews.com/25102017/saurashtra-news/1508912352-76308

ગુજરાત ચૂંટણી જંગઃ યુવા મતદારોને ખેંચવા કોંગ્રેસની રણનીતિ
કોલેજો અને પ્રોફેશનલ સંસ્થાઓમાં છાત્રો અને યુવા મતદારોને ધ્યાનમાં રાખી થશે પ્રચાર
ગુજરાત ચૂંટણી જંગઃ યુવા મતદારોને ખેંચવા કોંગ્રેસની રણનીતિ
   નવી દિલ્હી તા.રપ : કોંગ્રેસે ગુજરાતમાં શહેરી વિસ્તારોની અંદર આવેલી બેઠકો જીતવા માટેનો એકશન પ્લાન તૈયાર કર્યો છે. શહેરોમાં કોંગ્રેસની ખાસ મોજુદગી નથી તેથી આ રણનીતિ હેઠળ કોલેજો અને પ્રોફેશનલ સંસ્થાઓમાં છાત્રો અને યુવા મતદારોને ધ્યાનમાં રાખીને પ્રચાર કરાશે. પક્ષ ૮૭ શહેરી અને અર્ધશહેરી વિધાનસભા મતવિસ્તારમાં વોર્ડ લેવલે ૧૦૦ બેઠકો યોજશે અને બુથોનુ માઇક્રો મેનેજમેન્ટ કરશે.
   કોંગ્રેસ પક્ષે ઘડેલી રણનીતિમાં એ વાત નીકળી કે વિજય માટે ૬૭ શહેરી અને ર૦ અર્ધ શહેરી બેઠકો ઉપર ધ્યાન આપવુ પડશે. અત્યારે ૪૬ શહેરી બેઠકોમાંથી કોંગ્રેસ પાસે માત્ર ચાર છે જયારે ૪ર બેઠકો પર ભાજપનો કબજો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, બરોડા અને ભાવનગર જેવા શહેરી વિસ્તારોમાં ભાજપ પાસે વધુ બેઠક છે. ર૦૧રમાં સુરતમાં ૧૬માંથી ૧પ, અમદાવાદની ૧૭માંથી ૧પ, રાજકોટમાં ૪માંથી ૩, ગાંધીનગરની બંને બેઠકો, વડોદરાની તમામ પાંચ બેઠકો અને ભાવનગરની બંને બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો.
   કોંગ્રેસ યુવા મતદારોને પોતાની તરફ ખેંચવા માંગે છે આ માટે અલગ-અલગ કેમ્પેઇન કરાશે. શિક્ષણનું ખાનગીકરણ, ફીના ઉંચા દર, મોંઘા પ્રોફેશનલ કોર્ષ અને બેકારી વધવા જેવી બાબતો આગળ કરી વિદ્યાર્થીઓને પોલીંગ બુથ પર લાવવાના પ્રયાસો થશે.
   કોંગી નેતાના જણાવ્યા પ્રમાણે અમે જે પ્રચાર મટીરીયલ તૈયાર કર્યુ છે તે કોલેજો અને પ્રોફેશનલ સંસ્થાઓમાં વિતરીત કરાશે. ગુજરાતની મોડલની હકીકત સામે લવાશે. અમે એ બાબત સામે લાવશુ કે ભાજપ મહિલા વિરોધી છે. મહિલાઓના ડ્રોપ આઉટ એટલે કે સ્કુલ છોડવાની બાબતમાં ર૧ રાજયોમાં ગુજરાત ર૦માં પર છે.
   કોંગ્રેસ પહેલીવાર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના યુવા અને વિદ્યાર્થીઓ સાથે વોર્ડ લેવલે બેઠક કરશે.

Source :-http://www.akilanews.com/25102017/main-news/1508904073-116527

સરકારની જાહેરાતો ચૂંટણીલક્ષી લોલીપોપ-શકિતસિંહ
અશોક ગેહલોતનાં હોટલ રૂમની તપાસની આકરી ઝાટકણીઃ આશા વર્કરોનાં પગાર, ડ્રીપ એરીગેશનમાં GSTની રાહત, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ હતાશામાં કોંગ્રેસ વિરોધી નિવેદન કરે છે
સરકારની જાહેરાતો ચૂંટણીલક્ષી લોલીપોપ-શકિતસિંહ
   ભુજ તા. રપ :.. અંજારમાં કોંગ્રેસી આગેવાન વી. કે. હુબલને ત્યાં યોજાયેલા રાજકીય સમારોહ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા શકિતસિંહ ગોહીલે ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતાં.
   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ભાજપનાં પ્રમુખ જીતુભાઇ વાઘાણી ને અમિતભાઇ શાહનાં પ્યાદા ગણાવતા કોંગ્રેસી નેતા શકિતસિંહ ગોહીલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ ઉપર પણ નિશાન તાકતા જણાવ્યું હતું કે કોંગ્રેસને રાષ્ટ્ર વિરોધી ગણાવતાં નીતિન પટેલ હતાશામાં નિવેદનો કરે છે. કેન્દ્ર અને રાજય સરકારે નોટબંધી, જીએસટી અને મોંઘવારી દ્વારા જનજીવન ને દોહયલું બનાવી દિધું છે.
   અત્યારે પ્રજામાં ભાજપ વિરૂધ્ધ ફાટી નીકળેલા રોષ પછી સરકાર લોલીપોપ આપીને રાહતની જાહેરાતો કરી રહી છે.
   આશા વર્કરોનાં પગાર વધારા, જીએસટીમાં રાહત, ખેડૂતોને ડ્રીપ એરીગેશનમાં રાહત આપવાનાં સરકારની જાહેરાત સંદર્ભે શકિતસિંહે આ જાહેરાતોને ચૂંટણીની લોલીપોપ ગણાવી હતી.
   આ કાર્યક્રમ દરમિયાન માણાવદરનાં ધારાસભ્ય જવાહર ચાવડા એ નોટબંધી ને પગલે સરકારે ગૃહીણીઓની બચત લૂંટી લીધી હોવાનો આક્ષેપ કરતા કહયું હતું કે જીએસટીને સરકારે લૂંટનું સાધન બનાવી દિધું છે. અમલદાર શાહીમાં અટવાયેલા વ્યાપારીઓ હવે માની રહ્યા છે કે કમળનું ફુલ એ અમારી ભુલ છે.
   અંજારનાં કોંગ્રેસી સંમેલનમાં ઉમટી પડેલી જનમેદનીને નિહાળીને કોંગ્રેસી નેતાઓ ભાજપ ઉપર બરાબર વરસ્યા છતાં અશોક ગેહલોતજીના હોટલ રૂમની તપાસ એ બતાવે છે કે ભાજપ સત્તાનો દુરૂપયોગ કરે છે.

Source :-http://www.akilanews.com/25102017/saurashtra-news/1508910024-76270

ગુજરાત - હિમાચલમાં બની શકે છે BJPની સરકાર: ઓપિનિયન પોલ


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળવાની શક્યતા  

નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળે તેવી શક્યતા છે. ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાતમાં જ્યાં બીજેપીની સરકાર યથાવત્ રહી શકે છે ત્યાં હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સત્તા છીનવાઈ શકે છે. ઈન્ડિયા ટુડે ગ્રૂપના ઓપિનિયન પોલ પ્રમાણે ગુજરાત વિધાનસભામાં બીજેપીને 115-125 સીટો મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 57-65 સીટો મળી શકે છે. હિમાચલમાં બીજેપીને 43થી 47 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 21થી 25 સીટો મળવાનો અંદાજ છે.
શું કહેવામાં આવ્યું છે સર્વેમાં
સર્વેમાં હાર્દિક પટેલ કોંગ્રેસથી અલગ થઇને ચૂંટણી લડે તેવી સ્થિતિમાં કેટલા વોટ મળશે, તે વિશે જાણવામાં આવ્યુ હતું. સર્વે ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર 25 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે કરાવાયો હતો. સર્વેમાં 18,243 લોકોએ ભાગ લીધો હતો. ઈન્ડિયા ટૂડેના સર્વેમાં ગુજરાતમાં સીએમ માટે વિજય રૂપાણીને પ્રથમ પસંદગી ગણાવવામાં આવ્યા છે.
સર્વેમાં દાવો : ભાજપને 125, કોંગ્રેસને 65 બેઠક...

પાર્ટીવાઇઝ વોટ શેર : અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી સાથે કોંગ્રેસ 38 ટકા મત મેળવી શકે છે, જ્યારે ભાજપ એકલા હાથે લડીને પણ સૌથી વધુ 48 ટકા મત મેળવતો જોવા મળે છે. હાર્દિક પટેલ એકલા હાથે ચૂંટમી લડીને 2 ટકા મત મેળ‌વી શકે છે. તે સિવાય શંકરસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટી સાથે અન્યને મિલાવી લઇએ તો તેનો વોટ શેર 12 ટકા થઇ જાય છે.
મોદીના ગુજરાતમાં જનતા જીએસટીથી અસંતુષ્ટ
ઓપિનિયન પોલમાં જીએસટી અને નોટબંધી મુદ્દે લોકોના વિચાર માગવામાં આવ્યા હતા. લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આંકડાઓની વાત માનીએ તો જનતા મોદી સરકારની નોટબંધી અને જીએસટીથી ખુશ નથી.
જીએસટીપર લોકોએ શું કહ્યું?
51 ટકા લોકો જીએસટીથી અસંતુષ્ટ
38 ટકા લોકો જીએસટીથી સંતુષ્ટ છે.
કોને કેટલી સીટો

કોંગ્રેસ+અલ્પેશ+જિજ્ઞેશ - 57-65
ભાજપ- 115-125
હાર્દિક સમર્થિત પાર્ટી- 00
અન્ય- 03

હિમાચલ: સીએમની રેસમાં કોંગ્રેસના વીરભદ્ર આગળ

- સર્વે પ્રમાણે હિમાચલમાં બીજેપીને 43થી 47 સીટ મળવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસને 21થી 25 સીટ મળવાની શક્યતા છે. હાલ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે.
- સર્વેમાં 6,936 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાંથી 31 ટકા લોકોએ સીએમ પદ માટે કોંગ્રેસના વીરભદ્રને પહેલી પસંદ ગણાવ્યા છે. જ્યારે બીજેપીના જેપી નડ્ડા 24 ટકા પસંદગી સાથે બીજા ક્રમે છે.
- 55 ટકા લોકોનું કહેવું છે કે, તે લોકો જીએસટી લાગુ થવાથી સંતુષ્ટ છે જ્યારે 32 ટકા લોકો જીએસટીથી નારાજ છે. 59 ટકા લોકો નોટબંઘીને ફાયદો ગણાવે છે જ્યારે 27 ટકા લોકોનું માનવું છે કે તેનાથી કોઈ લાભ થવાનો નથી.
- રાજ્યના 82 ટકા લોકોએ વિકાસને મુખ્ય ચૂંટણીનો મુદ્દો ગણાવ્યો છે. 
 
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-bjp-can-make-bjp-in-gujarat-congress-can-snatch-away-from-himachal-gujarati-news-5728407-PHO.html?ref=htSource :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment