સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Friday, 24 November 2017

સુરતઃ ગુરૂવાર રાતની વરાછાની ધમાલને જોઇને ભાજપે મોદીની સભા કામરેજથી બદલી કડોદરા કરી - ગુજરાતના તમામ ૮ મહાનગરો છે ભાજપના અભેદ કિલ્લા - હરિયાણામાં જાટોનો હિંસક વિરોધ, 13 જિલ્લામાં કાલ સુઘી ઈન્ટરનેટ બંધ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application
સુરતઃ ગુરૂવાર રાતની વરાછાની ધમાલને જોઇને ભાજપે મોદીની સભા કામરેજથી બદલી કડોદરા કરી
મોદી સામે પાટીદારો વિરોધ નોંધાવશે તો ? ભાજપને લાગ્યો ડર
સુરતઃ ગુરૂવાર રાતની વરાછાની ધમાલને જોઇને ભાજપે મોદીની સભા કામરેજથી બદલી કડોદરા કરી
   સુરત તા. રપ :.. ગુરૂવારે રાતે સુરતના વરાછા વિસ્તારમાં પાટીદારો દ્વારા બીજેપીનો વિરોધ કરવામાં આવતાં વાતાવરણ બગડયું હતું. જેને લીધે ગઇકાલે સુરત બીજેપીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સોમવારનો સુરતનો કાર્યક્રમ ચેન્જ કરી નાખ્યો હતો. ગુરૂવારે સુરતમાં થયેલી બબાલ પહેલાં નરેન્દ્રભાઇ કામરેજમાં જાહેર સભા કરવાના હતા, પણ હવે એ સભા કામરેજને બદલે કડોદરામાં ફેરવવામાં આવી છે. પાટીદારોની બહુમતી ધરાવતો વિસ્તાર વરાછા કામરેજની સાવ જ બાજુમાં છે અને કામરેજમાં પણ પાટીદારો મોટા પ્રમાણમાં છે. ગુરૂવારે થયેલી બબાલ પછી સ્થાનીક બીજેપીને ડર લાગ્યો છે કે નરેન્દ્ર મોદીની સામે પણ પાટીદારો વિરોધ નોંધાવશે અને જો એવું થશે તો દેશભરમાં બીજેપીની બદનામી થશે.
   સ્થળ બદલતાં પહેલાં સ્વાભાવીક રીતે બીજેપીએ વડાપ્રધાનના કાર્યાલય પર આ બાબતની જાણકારી આપવી પડી, જેને લીધે નરેન્દ્રભાઇના ધ્યાન પર ગુરૂવારે મોડી રાતે  બનેલી ઘટના પણ આવી. ઘટના વિશે જાણ્યા પછી તેઓ જબરદસ્ત ગુસ્સે થયા હતા અને ગુસ્સા વચ્ચે જ તેમણે સભા સ્થળ બદલવાની પરમીશન આપી છે. હવે જો આ સભા સ્થળ પર પણ પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવશે તો ચોકકસ પણે ગુજરાતની વિધાનસભાના ઇલેકશનમાં બહુ મોટો વળાંક આવશે તેમ રાજકીય પંડિતો માને છે.
   શું બન્યું હતું ગુરૂવારે રાતે ?
   ગુરૂવારે રાતે પાટીદાર યુવકોનું એક ટોળું જય સરદારના નારા લગાવતું વરાછા વિસ્તારમાંથી પસાર થયું અને તેમની બીજેપીના સ્થાનીક કાર્યાલયના અન્ય યુવાનો સાથે બોલાચાલી થઇ, જેમાં બન્ને જૂથો આમને સામને આવી ગયા હતાં. આ દરમ્યાન પોલીસ પણ આવી ગઇ હતી અને પોલીસે પચાસથી વધુ પાટીદાર યુવકોની અટકાયત કરી હતી. વાત વધી ત્યારે ગઇ જયારે પાટીદાર યુવકોને છોડાવવા માટે સુરત કોંગ્રેસના વિધાનસભ્યપદના ત્રણ ઉમેદવારો ત્યાં પહોંચ્યાં અને પોલીસ તેમની પણ અટકાયત કરી. જોતજોતામાં અફવાનું બજાર ગરમ થઇ ગયું અને પોલીસે ગઇકાલ સવાર સુધીમાં આ વિસ્તારમાં પોલીસ-પલટન ઉતારી દીધી, જેને લીધે ગેરકાયદે કરફયુ જેવી પરિસ્થિતી ઉભી થઇ ગઇ હતી. જો કે મોડી રાતે અટક કરેલા સૌ કોઇને છોડી મુકવામાં આવતાં ગઇકાલે સવારે બધું શાંત થઇ ગયું, પણ સૌ કોઇને ડર છે કે આ વિવાદ ફરી કયારેય પણ જાગી શકે છે. ગઇકાલે કોઇ જાતનું ટેન્શન ન હોવા છતાં પણ નવી બબાલ થાય નહીં એ માટે જબરો પોલીસ-બંદોબસ્ત આ વિસ્તારમાં મુકી દેવામાં આવ્યો હતો.

Source :-http://www.akilanews.com/25112017/gujarat-news/1511583761-66503

ગુજરાતના તમામ ૮ મહાનગરો છે ભાજપના અભેદ કિલ્લા
૧૯૯૦ની સાલથી ભાજપનું વર્ચસ્વ છે શહેરો ઉપર : બુથ મેનેજમેન્ટની જોરદાર ટીમઃ જો ભાજપ વિધાનસભાની ચુંટણી જીતશે તો આઠેય મહાનગરોનો હશે સિંહફાળો
ગુજરાતના તમામ ૮ મહાનગરો છે ભાજપના અભેદ કિલ્લા
   નવી દિલ્હી તા.૨૫ : રાજયમાં સત્ત્।ાધારી પક્ષ ભાજપ માટે ૧૯૯૦થી શહેરી વિધાનસભા બેઠકો એક અભેદ્ય કિલ્લો રહી છે. ૧૯૯૦થી ૨૦૦૭ સુધી રાજયમાં કુલ ૨૭ શહેરી બેઠકો હતી જે નવા સિમાંકન બાદ કુલ ૩૯ બેઠક બની હતી. ૨૦૧૨જ્રાક્નત્ન આ બેઠકો પૈકી ભાજપે ૩૫ પર ભગવો ફરકાવ્યો હતો જયારે કોંગ્રેસનો પંજો ચાર જ બેઠકને કબજે કરી શકયો હતો. જેમાં અમદાવાદમાં બે અને રાજકોટ-જામનગરમાં ૧-૧ બેઠક હતી.
   ૧૯૯૦માં પણ જયારે ભાજપે ૧૪૩ બેઠકો પર જ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ત્યારે પણ તેણે ૧૮ જેટલી બેઠકો કબજે કરી હતી. એટલે કહી શકાય કે કોંગ્રેસ માટે શહેરી બેઠકો પર વળતા પાણી ૧૯૯૦થી જ શરુ થઈ ગયા હતા. પાછલી ૬ વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો ૨૦૦૭જ્રાક્નત્ન કોંગ્રેસનું સૌથી સારુ પ્રદર્શન રહ્યું હતું. તેણે ૨૮ પૈકી ૬ બેઠકો જીતી હતી.
   ૨૦૧૨ બાદ શહેરી વિધાનસભા બેઠકોમાં વધારો વધતા શહેરીકરણને આભારી છે. રાજયની ૮ મહાનગરપાલિકાઓ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુગાગઢ અને ગાંધીનગર કોર્પોરેશનની સીમા વધારવામાં આવી હતી. જો ભાજપ આગમી વિધાનસભી ચૂંટણીમાં જીતશે તો તે આ આઠ મહાનગરોની વિધાનસભા બેઠકોને આભારી હશે. રાજયની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ ભાજપ સત્ત્।ા પર છે.
   ભાજપના પ્રવકતા યમલ વ્યાસે કહ્યું કે, '૧૯૯૦થી જ શહેરોમાં અમારી હાજરી છે. અમારા કાર્યકર્તાઓની સંખ્યા પણ શહેરોમાં વધારે છે.' ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભાજપે જિલ્લા પંચાય, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા હતા.
   જયારે આ અંગે કોંગ્રેસના પ્રવકતા મનિષ દોશીએ કહ્યું કે, 'અમે શહેરીજનોના મુદ્દા ઉઠાવી રહ્યા છે. પરંતુ અમારે શહેરોમાં બુથ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન દેવાની જરુર છે. રાહુલ ગાંધી પણ શહેરમાં ડોકટર્સ, વકીલો અને વેપારીઓ સાથે સંવાદ સાધી રહ્યા છે.'
Source :-http://www.akilanews.com/25112017/main-news/1511590910-118519

રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરનારાની 'ટેક્ષ કુંડળી' કાઢશે આયકર વિભાગ
નોટબંધી બાદ બેન્ક સાથે મોટી લેવડ-દેવડ કરનારાઓને સાણસામાં લેવા વ્યુહઃ આઇટી કમિશ્નરોને અપાયા આદેશોઃ જરા પણ શંકા જાય કે કરદાતાએ છુપાવેલી રકમને કાયદેસરની કરવાનો પ્રયાસ કર્યો છે તો ઉંડાણથી તપાસ થશે
રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરનારાની 'ટેક્ષ કુંડળી' કાઢશે આયકર વિભાગ
   નવી દિલ્હી તા.રપ : નોટબંધીની જાહેરાત બાદ હજારો લોકોએ પોતાના છુપાવેલા પૈસાને બેંકોમાં જમા કરવાનુ શરૂ કર્યુ છે. સરકારની લાલઆંખ બાદ લોકોએ રિવાઇઝડ ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કર્યુ અને જમા કરેલા એકસ્ટ્રા પૈસા માટે ૩૦ ટકા ટેકસ જમા કરાવ્યો હતો. આવુ કરનાર લોકોને લાગ્યુ હતુ કે, આ કરવાથી તેઓ મિ.કલીન સાબીત થઇ જશે અને ટેકસ અધિકારીઓની નજરમાં પણ નહી આવે પરંતુ ટેકસ અધિકારીઓએ આવા લોકોની નાણાકીય લેવડ-દેવડની તપાસ શરૂ કરી છે જેમણે રિવાઇઝડ ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કર્યુ હોય.
   ગઇકાલે સરકાર તમામ ટેકસ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે માત્ર એવા જ રિવાઇઝડ ટેકસ રીટર્નને સ્વીકાર કરવામાં આવે જયાં કરદાતાએ ભુલવશ કોઇ ચુક કરી હોય. જો તપાસમાં એ બાબત ઉપર જરાપણ શંકા જાય કે કરદાતાએ પોતાની છુપાવેલી રકમને કાયદેસરની કરવાનો પ્રયાસ કર્યો છે તો તેની વિરૂધ્ધ ઉંડાણથી તપાસ કરવામાં આવે.
   ઇન્કમટેક્ષ અનુસાર કોઇપણ કરદાતા ત્યારે રિવાઇઝડ ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરી શકે છે જયારે તેણે ભુલથી કોઇ ખોટુ સ્ટેટમેન્ટ આપ્યુ હોય. કાનૂનમાં રિવાઇઝડ ટેકસ રીટર્ન ફાઇલ કરવાનુ કોઇ નિશ્ચિત કારણ નથી અપાયુ. એક ટોચના સીએ દિલીપ લાખાણીએ કહ્યુ છે કે કોઇપણ કરદાતા આઇટી એકટની કલમ-૧૩૯ (પ) હેઠળ રિવાઇઝડ ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરી શકે છે. કોઇપણ કરદાતા ઘણા કારણોથી આવી કરી શકે છે તેમાં ટેકસ છુપાવવાનુ પણ એક કારણ હોય શકે છે. સુચન છે કે આવુ માત્ર ભુલવશ કોઇ ખોટી માહિતી આપવાની સ્થિતિમાં જ બની શકે છે. તેઓ કહે છે કે, બેન્કમાં મોટાભાગની મોટી રકમ મોટી નોટમાં જમા થઇ હતી. હવે નોટબંધીની સફળતા એ બાબત ઉપર નિર્ભર કરે છે કે ટેકસ અધિકારી આમાંથી ટેકસ વગરની રકમને શોધી શકે.
   સીબીડીટીના ડાયરેકટરે પણ તમામ આઇટી કમીશ્નરોને ઇ-મેઇલ કરી રિવાઇઝડ રિટર્ન ફાઇલ કરનારાનું રિટર્ન ઉંડાણથી તપાસવા જણાવ્યુ છે. તપાસ કરતી વખતે પ્રથમ રિટર્નના આંકડાના મુકાબલે સંશોધિત રિટર્નમાં બતાવવામાં આવેલા સ્ટોકમાં અસંતુલન હોય, રિવાઇઝડ રિટર્નમાં વધુ વેચાણ બતાવાયુ હોય, માર્ચ-ર૦૧૬ અને માર્ચ-ર૦૧પના મુકાબલે વધુ રોકડ બતાડી હોય, ઓછી જવાબદારી માટે રોકડનો ઉપયોગ કર્યો હોય, માર્ચ-ર૦૧૬ અને માર્ચ-ર૦૧પના મુકાબલે ઓછો કલોઝીંગ સ્ટોક હોય. જો ટેકસ અધિકારી આ આધાર પર તપાસ કરશે તો રિટર્નની તપાસ કરવાના અનેક રસ્તા મળી શકશે.
Source :-http://www.akilanews.com/25112017/main-news/1511590947-118520

હરિયાણામાં જાટોનો હિંસક વિરોધ, 13 જિલ્લામાં કાલ સુઘી ઈન્ટરનેટ બંધ

સાંસદ રાજકુમાર સૈની અને જાટ નેતા યશપાલ મલિકની રવિવારે રેલી થવાની છે
 જિંદ: જાટ વિરોધી સાંસદ રાજકુમાર સૈની જાટ નેતા યશપાલ મલિકની રવિવારે થનારી રેલીને ધ્યાનમાં રખીને રાજ્યના 13 જિલ્લામાં 26 નવેમ્બર રાતે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાના પગલે સરકાર પાસેથી એક્સ્ટ્રા પોલીસ ફોર્સની માગણી પણ કરવામાં આવી છે. શુક્રવારે સૈનીની રેલી વિરુદ્ધ સંદીપ ભારતીની આગેવાનીમાં રોડ પર ઉતરેલા જાટ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં છ લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘણાં પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે.
આ જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ

- જિંદ, હાંસી, ભિવાની, હિસાર, ફતેહાબાદ. કરનાલ, પાણીપત, કૈથલ, સોનીપત, ઝજ્જર, રોહતક અને ચરખી દાદરીમાં સામવારે રાતે 12 વાગ્યાથી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એડિશનલ પ્રિન્સિપાલ સેક્રેટરી એસએસ પ્રસાદે આ ઓર્ડર જાહેર કર્યો છે.
શું છે ઘટના?

- ઓબીસી સાંસદ રાજકુમાર સૈનીએ જાટને છોડીને 35 કોમ્યુનિટીને એક જૂથ કર્યા છે. તેઓ જાટની જેમ જ આ કોમ્યુનિટીને પણ આરક્ષણ આપવાની માગણી કરી રહ્યા છે. તે માટે રવિવારે જિંદમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
- જાટ નેતા યશપાલ મલિક પણ રવિવારે જ રોહતક જિલ્લાના જસિયામાં એક મોટી રેલીનું આયોજન કરવાના છે.
- બીજી બાજુ આઝાદ કિસાન મિશનના મુખિયા સંદીપ ભારતી સૈનીની રેલીનો વિરોધ કરી રહ્યા છે. તેઓ શુક્રવારે હજારો પ્રદર્શનકારીઓ સાથે જિંદ-કૈથલ હાઈ-વે પર ધરણાંમાં બેઠા હતા. અહીં તેમણે 3 કલાક માટે ટ્રાફિક જામ કરી દીધો હતો. પોલીસે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો કરી દીધો હતો. પોલીસે તેમને રોકવા માટે તેમના પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. તેમાં બે પોલીસકર્મી સહિત 6 લોકો ઘાયલ થયા છે. 
- પોલીસની કાર્યવાહી પછી હવે જાટ પ્રદર્શનકારીઓ જિંદના કંડેલા ગામમાં જમા થઈ ગયા છે.
યશપાલનો પણ થઈ રહ્યો છે વિરોધ

- જાટના જૂથ દ્વારા યશપાલ મલિકનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
- યશપાલ જસિયામાં રવિવારે એક કૌશલ વિકાસ કેન્દ્રનું ઉદ્ધાટન કરવાના છે. તે પહેલાં તેમના વિરોધીઓ શુક્રવારે આ સ્થળ પર પહોંચી ગયા હતા. તેમણે ત્યાં ધરણાં કર્યા હતા.
- પોલીસના સમજાવાથી તેમણે ધરણાં પૂરા કરી દીધા હતાં પરંતુ રવિવારે આ પ્રદર્શન ફરી કરવાની વોર્નિંગ આપવામાં આવી હતી.
- ઝજ્જરમાં સૈની અને યશપાલની રેલીને ધ્યાનમાં રાખીને 26 નવેમ્બર સુધી 144 કલમ દાખલ કરી દેવામાં આવી છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-internet-ban-in-13-district-of-haryana-due-to-jaat-agitation-gujarati-news-5754369-PHO.html?ref=ht9



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment