સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 7 December 2017

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ ૧૦ બેઠકો પણ મેળવશે તો હું મારૂ આંદોલન પાછુ ખેંચી લઇશઃ હાર્દિક પટેલ - અનામત મળી જાય પછી ઝકરબર્ગને આંયા બોલાવશું, રોટલા ખવડાવશું - ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઇ લડવી પડશેઃ અન્ના હજારે - રાજકોટ: ખોડલધામ 'નરેશ'ના પુત્ર શિવરાજે કહ્યું 'મારે પરિવર્તન જોઇએ છે' - ક્યાં ગયા વનબંધુ યોજનાના 55 હજાર કરોડ?- રાહુલનો મોદીને 10મો સવાલ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)  CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ ૧૦ બેઠકો પણ મેળવશે તો હું મારૂ આંદોલન પાછુ ખેંચી લઇશઃ હાર્દિક પટેલ
હાર્દિકનો ભાજપને ખુલ્લો પડકાર : ભાજપનો પરાજય નક્કી છેઃ લંકા પણ ઘણી વિકસિત હતી પરંતુ રાવણનો અહંકાર તેને લઇને ડુબ્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ ૧૦ બેઠકો પણ મેળવશે તો હું મારૂ આંદોલન પાછુ ખેંચી લઇશઃ હાર્દિક પટેલ
   નવી દિલ્હી તા.૮ : પાટીદાર અનામત આંદોલનના નેતા અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મુખ્ય ફેકટર બનેલા હાર્દિક પટેલે ખુલ્લો પડકાર ફેકતા કહ્યુ છે કે જો ભાજપ સૌરાષ્ટ્ર કચ્છમાં ૧૦ બેઠકો પણ જીતી લ્યે તો હું મારૂ આંદોલન પાછુ ખેંચી લઇશ.
   સાબરકાંઠાના ઇડર શહેરમાં ચૂંટણી જનસભાને સંબોધન કરતા હાર્દિકે કહ્યુ હતુ કે હું સૌરાષ્ટ્રમાં લાંબા સમયથી પ્રચાર કરૂ છું અને ત્યાના લોકોમાં ભાજપ સરકાર વિરૂધ્ધ અસંતોષની ભાવના છે. હું તમને એવુ કહી શકુ છું કે સૌરાષ્ટ્ર-કચ્છની કુલ પ૪ બેઠકોમાંથી ભાજપ ૧૦ બેઠક પણ જીતવામાં સફળ રહેશે તો હું મારૂ આંદોલન પાછુ ખેંચી લઇશ. સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનુ છે.
   હાર્દિકે લોકોને સ્પષ્ટપણે કહ્યુ હતુ કે અપક્ષ કે પછી એનસીપીને વોટ ન આપે. તેમણે કહ્યુ હતુ કે, અપક્ષ એટલુ જ નહી એનસીપીને પણ મત નહી આપતા કારણ કે તેઓ ભાજપના સિપાઇ છે. મુખ્ય લડાઇ ફકત બે પક્ષોમાં જ છે ભાજપ અને કોંગ્રેસ. જો તમે ભાજપને વોટ ન આપતા હો તો પછી એક માત્ર વિકલ્પ કોંગ્રેસનો જ છે.
   હાર્દિકે રાવણનું ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે, રાવણનો અહંકાર તેને ચકનાચુર કરી ગયો હતો. લંકા ઘણી વિકસીત હતી પરંતુ રાવણનો અહંકાર તેને લઇને ડુબ્યો. સમગ્ર ગુજરાત સત્તાના ઘમંડમાં ચુર આ લોકોને હરાવવાના મુડમાં છે. જેઓ લાંબા સમયથી લોકોને અન્યાય કરી રહ્યા છે. ભાજપ હારશે એ નક્કી છે.


Source :- http://www.akilanews.com/08122017/main-news/1512713672-119365

અનામત મળી જાય પછી ઝકરબર્ગને આંયા બોલાવશું, રોટલા ખવડાવશું
ઝકરબર્ગનું ઇન્વિટેશન મળ્યા પછી હાર્દિકે જવાબ આપતાં કહ્યું પણ હતું, 'સાચું કહું છું, હું તો આ જ લખવાનો છું કે આંય એક મોટું કામ ચાલે છે, એ પતે પછીતમે આવો બેચાર દિવસ રોકાવા
અનામત મળી જાય પછી ઝકરબર્ગને આંયા બોલાવશું, રોટલા ખવડાવશું
      નવી દિલ્હી તા. ૮ :.. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે  સુરતમાં કરેલો રોડ-શો અને  રોડ-શો પછી કરવામાં આવેલી જાહેર સભાનું લાઇવ સ્ટ્રીમીંગ ૩૭ હજાર લોકોએ ફેસબુક પર લાઇવ જોયું અને હાઇએસ્ટ લાઇવ-વ્યુઅર્સનો રેકોર્ડ બનાવતાં ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે હાર્દિક પટેલને અમેરિકા આવવાનું અને ફેસબુકની સીલીકોન વેલીમાં આવેલી ઓફીસની મુલાકાત લેવાનું મેઇલ કરીને  આમંત્રણ આપ્યું છે.
      ગઇકાલે હાર્દિક એકધારો પ્રવાસમાં હોવાથી તેને આ ન્યુઝની ખબર નહોતી, પણ બપોર પછી માર્કની મેઇલ વાંચીને હાર્દિક પટેલે આ ન્યુઝની પુષ્ટિ કરી હતી અને હસતાં - હસતાં કહયું હતું., 'અનામત મળે એની પહેલાં તો કયાંય જાવાની વાત જ નથી. અનામત મળી જાય પછી એવું  લાગશે તો ઝકરબર્ગભાઇને આંયા બોલાવશું. રોટલા ખવડાવશું.'
      હાર્દિકનો જવાબ સાંભળીને હસવું આવે એ સ્વાભાવિક હતું, પણ હાર્દિકે ગંભીર થઇને ફરીથી ચોખવટ કરતાં કહયું હતું કે 'સાચું કહું છું, હું તો મેઇલના જવાબમાં પણ આ જ લખવાનો છું કે આંય એક મોટું કામ ચાલે છે, એ પતે પછી તમે આવો બેચાર દિવસ રોકાવા. લાવવાં હોય તો ભાભીનેય ભેગાં લેતા આવજો.'
      હાર્દિક પટેલનો સુરતનો રોડ-શો અને જાહેર સભા ટીવી ચેનલ પર લાઇવ ન થાય અને ઓછામાં ઓછા લોકો સુધી હાર્દિક પહોંચે એવી તમામ વ્યવસ્થા હાર્દિકના વિરોધીઓ દ્વારા કરવામાં આવી હતી. આવું છેલ્લી તેની દસેક સભાથી બનતું હોવાથી હાર્દિકે પહેલેથી જ આખી સભા ફેસબુક પર લાઇવ કરવાની અરેન્જમેન્ટ કરી રાખી હતી. હાર્દિકની છેલ્લી વીસ સભાને ફેસબુક પર ચાલીસ લાખ લાઇક મળી છે. અગાઉ ર૭ નવેમ્બરે હાર્દિક પટેલે ફેસબુક પર લોકો સાથે વાર્તાલાપ કર્યો ત્યારે એને ૬ લાખથી વધુ લાઇક મળી હતી.


Source :- http://www.akilanews.com/08122017/main-news/1512713625-119363

ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઇ લડવી પડશેઃ અન્ના હજારે
ખજૂરાહોમાં રાષ્ટ્રીય જળ સંમેલનઃ જળપુરૂષ રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો જોડાયા
ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઇ લડવી પડશેઃ અન્ના હજારે
      ખજૂરાહો તા. ૮ :.. દુષ્કાળ મુકત ભારત હેતુ જળ સંરક્ષણ અને નદી પૂનર્જિવન સંદર્ભે ખજૂરાહો ખાતે યોજાયેલ રાષ્ટ્રીય જળ સંમેલનમાં જાણીતા ચળવળકાર શ્રી અન્ના હજારેએ કહયું કે, ગોરા ગયા, કાળા આવ્યા પણ સ્વતંત્રતા કયાં ? ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઇ લડવી પડશે. જળપુરૂષ શ્રી રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો જળ સંમેલનમાં જોડાયા હતાં.
      મધ્ય પ્રદેશના ખજૂરાહો ખાતે જળ જન જોડો અભિયાન તળે  દુષ્કાળ મુકત ભારત હેતુ જળ સંરક્ષણ અને નદી પુનર્જિવન સંદર્ભે શનીવાર તા.૭ તથા રવિવાર તા. ૮ દરમિયાન યોજાયેલ રાષ્ટ્રીય જળ સંમેલનમાં જાણીતા ચળવળકાર શ્રી અન્ના હજારે એ કહયું કે તેમને કોઇ પક્ષ સાથે વાંધા નથી. પરંતુ ગોરા ગયા, કાળા આવ્યા પણ સ્વતંત્રતા કયાં ? તેઓએ આહવાન કર્યુ કે ખરી સ્વતંત્રતા માટે બીજી લડાઇ લડવી પડશે. શ્રી હજારે એ કહયું કે ધારાસભ્ય, સંસદ સભ્ય વગેરેને સેવક તરીકે આપણે મોકલીએ છીએ, પ્રજા માલીક છે. પણ, માલીક લાચાર કેમ થઇ જાય છે ? ગ્રામસભાના અધિકારોનો ઉપયોગ કરવા પર ભાર મુકયો.
      જળપુરૂષ રાજેન્દ્રસિંઘના નેતૃત્વમાં આ જળ સંમેલનમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં તેઓએ નદી અને તળાવોના ખરા સિમાંકન ની માંગ થતા તે માટે આદેશ આપ્યા હતા અને જળ સંગ્રહ અને નદીના કામ માટે કાયમ સ્વયંસેવક ભાવ હોવાનું કહયું.
      રાજેન્દ્રસિંઘજીએ દેશ અને ધરતીના તળનું પાણી ઘટયા  સાથે આપણી આંખનું પાણી પણ ઘટયાની ટકોર કરી. તેઓએ દુષ્કામ મુકિત માટે રાજય અને સમાજની ભૂમિકા પર ભાર મુકયો હતો.
      અભિયાનના રાષ્ટ્રીય સંયોજક સંજયસિંહ ના સંચાલન સાથેના આ સંમેલનમાં ગુજરાતમાંથી પ્રતિનિધિ ઇશ્વરીયાના કાર્યકર્તા શ્રી મુકેશકુમાર પંડીતે ગુજરાત સરકાર અંતર્ગત આગામી સમયમાં નદી નીતિ અમલી કરાવવા  અવકાશ હોવા સાથે સૌરાષ્ટ્ર જલધારા સંસ્થા, લોકભારતી ગ્રામ વિદ્યા પીઠ સણોસરા દ્વારા જળસંગ્રહ  ફાર્મા સાથે ઇશ્વરીયાના વિદ્યાર્થીઓના પર્યાવરણલક્ષી 'ધરતીના છોરુ' અભિયાનનો ઉલ્લેખ કર્યો  હતો.  આ સંમેલનમાં દેશભરમાંથી કાર્યકર્તાઓ મહાનુભાવો,  મોટી સંખ્યામાં જોડાયા હતાં.

Source :-http://www.akilanews.com/08122017/main-news/1512713256-119354

રાજકોટ: ખોડલધામ 'નરેશ'ના પુત્ર શિવરાજે કહ્યું 'મારે પરિવર્તન જોઇએ છે'

મિતુલ દોંગા, દિનેશ ચોવટીયા અને રવિ આંબલિયા સાથેના સંબંધને કારણે મે પ્રચાર કર્યો હતો

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજની આજે રાજકોટમાં ઢેબર રોડ પર આવેલ કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ચોવટીયાના કાર્યાલયે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, મારે પરિવર્તન જોઇએ છે. આ પ્રકારના નિવેદનથી રાજકોટનું રાજકારણ ગરમાયું છે.

મિતુલ દોંગા, દિનેશ ચોવટીયા અને રવિ આંબલિયા સાથેના સંબંધને કારણે મે પ્રચાર કર્યો હતો
શિવરાજ ગઇકાલે મિતુલ દોંગાની સભામાં ભાષણ આપી સમર્થન આપ્યું હતું તો જેતપુરમાં કોંગ્રેસના ઉમેદવાર રવિ આંબલીયા સાથે પ્રચારમાં પણ જોડાયા હતા તે અંગે તેણે જણાવ્યું હતું કે, હું રવિ આંબલીયા, મિતુલ દોંગા અને દિનેશ ચોવટીયાના કાર્યાલયે ગયો હતો અને લોકોને મતદાન કરવા કહ્યું હતું. મારા વ્યક્તિગત સંબંધના કારણે હું આવ્યો છું. મારૂ વ્યકિતગત માનવું છે કે, પરિવર્તન આવવું જોઇએ. મારે બીજી કોઇ ટીપ્પણી કરવી નથી. મારા માટે મને પરિવર્તન જોઇએ છે.

જેતપુરના કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં કર્યો પ્રચાર
રાજકોટ 68 બેઠકના કોંગ્રેસના ઉમેદવારને વ્યક્તિગત સમર્થન આપ્યા બાદ જેતપુર બેઠકના કોંગ્રસેના ઉમેદવાર રવિ આંબલીયાના સમર્થનમાં જેતપુરમાં શિવરાજે પ્રચાર કર્યો હતો. તેમજ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા. રવિ આંબલિયા સાથે જેતપુરમાં સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા.


Source :-https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-LCL-khodaldham-chairman-son-shivraj-patel-press-conference-in-rajkot-NOR.html?ref=ht


ક્યાં ગયા વનબંધુ યોજનાના 55 હજાર કરોડ?- રાહુલનો મોદીને 10મો સવાલ

રાહુલ ટ્વિટર પર 22 વર્ષનો હિસાબ, ગજરાત માંગે જવાબ નામની સીરીઝ ચલાવીને રોજ મોદીને એક સવાલ કરે છે

નવી દિલ્હી: ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધી રોજ વડાપ્રધાનને એક સવાલ કરી રહ્યા છે. શુક્રવારે તેમણે 10મો સવાલ કર્યો છે. આ સવાલમાં તેમણે આદિવાસી સાથે જોડાયેલી સ્કીમ વિશે મુદ્દો ઉઠાવ્યો છે અને મોદીને કહ્યું છે કે, ગુજરાત માંગે જવાબ. રાહુલે ટ્વિટ કરીને કહ્યું છે કે, વનબંધુ યોજના અંતર્ગત કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તે ક્યાં ખર્ચ કરવામાં આવ્યા છે? તેમણે ટ્વિટમાં લખ્યું છે, ગુજરાતમાં ન સ્કૂલો ચાલી રહી છે, ન હોસ્પિટલ. અરે અહીં તો આદિવાસીઓની જમીન પણ છીનવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી મોદી અને ગુજરાત સરકારને નિશાન બનાવીને ઘણાં સવાલો પૂછી ચૂક્યા છે.

10માં સવાલમાં શું લખ્યું રાહુલ ગાંધીએ?

- આદિવાસી પાસેથી છીનવી જમીન
ન આપ્યો જંગલ પર અધિકાર
અટકેલા છે જે લાખો જમીનના પટ્ટા
ન સ્કૂલો ચાલે, ન હોસ્પિટલ
ન બેઘર ને ઘર, ન યુવાને રોજગાર
ભાગેડુઓએ તોડી નાખ્યો આદિવાસી સમાજ
મોદીજી, ક્યાં ગયા વનબંધુ યોજનાના 55 હજાર કરોડ.
ટ્વિટર પર સીરીઝ ચલાવીને રાહુલ પૂછે છે સવાલ

- રાહુલ ટ્વિટર પર ’22 સાલોંકા હિસાબ, ગુજરાત માંગે જવાબ’ નામની એક સીરીઝ ચલાવીને દરરોજ મોદીને સવાલો પૂછી રહ્યા છે. પોતાના ટ્વિટમાં ગુજરાતની પરિસ્થિતિ પર ‘પ્રધાનમંત્રીજી સે સવાલ’ લખીને ટ્વિટ કરી રહ્યા છે.
9મા સવાલમાં શું લખ્યું રાહુલે?

ન કર્યું દેવું માફ
ન આપ્યા પાકના યોગ્ય ભાવ
ન મળી પાકવીમાની રકમ
ન થઇ ટ્યૂબવેલની વ્યવસ્થા
ખેતી પર ગબ્બર સિંહની માર
છીનવી જમીન, અન્નદાતાને કર્યાં બેકાર
PM સાહેબ જણાવે, ખેડૂતો સાથે કેમ થાય છે આવો પારકો વ્યવહાર?
પહેલા મહિલા સુરક્ષા, શિક્ષણ અને બેરોજગારી પર પૂછ્યા હતા સવાલ

આઠમો સવાલ: 39% બાળકો કુપોષણની બેહાલ, દર 1000માં 33 નવજાત મોતનો શિકાર, ચિકિત્સાના વધતા ભાવ, ડોક્ટરોનો ભયંકર અભાવ, ભુજમાં ‘મિત્ર’ને 99 વર્ષ માટે આપી સરકારી હોસ્પિટલ, શું આ જ છે તમારી સ્વાસ્થ્ય વ્યવસ્થાનો કમાલ?
સાતમો સવાલ: વધતા ભાવોથી જીવન દુષ્વાર, શું બસ અમીરોની જ છે ભાજપ સરકાર?
છઠ્ઠો સવાલ: 7મા પગારપંચમાં રૂ.18,000 માસિક પગાર થયા બાદ પણ ફિક્સ અને કોન્ટ્રાક્ટ પગાર રૂ.5500 અને રૂ.10,000 કેમ?
પાંચમો સવાલ: ન સુરક્ષા, ન શિક્ષા, ન પોષણ, મહિલાઓને મળ્યું તો ફક્ત શોષણ. આંગણવાડી વર્કર અને આશા, બધાને આપી ફક્ત નિરાશા. ગુજરાતની બહેનોને આપ્યો ફક્ત વાયદો, પૂરો કરવાનો ક્યારેય હતો નહીં ઇરાદો.
ચોથો સવાલ: સરકારી શિક્ષણ પર ખર્ચમાં ગુજરાત દેશમાં 26મા સ્થાન પર કેમ? યુવાનોએ શું ભૂલ કરી છે?
ત્રીજો સવાલ: 2002-16ની વચ્ચે 62,549 કરોડની વીજળી ખરીદીને 4 ખાનગી કંપનીઓના ખિસ્સાં કેમ ભર્યાં? જનતાની કમાણી કેમ લૂંટાવી?
બીજો સવાલ: 1995માં ગુજરાત પર દેવું- 9183 કરોડ. 2017માં ગુજરાત પર દેવું- 2,41,000 કરોડ. તમારા નાણાકીય ગેરવહીવટ અને પબ્લિસિટીની સજા ગુજરાતની જનતા શા માટે ચૂકવે?
પહેલો સવાલ: 2012માં વચન આપ્યું કે 50 લાખ નવા ઘરો આપશે. 5 વર્ષોમાં બનાવ્યા 4.72 લાખ ઘરો. પ્રધાનમંત્રીજી એ જણાવો કે આ વચન પૂરું કરવામાં હજુ બીજાં 45 વર્ષ લાગશે?

સાતમા સવાલમાં કરી દીધી હતી ગણતરીમાં ભૂલ

- રાહુલે મંગળવારે મોદીને સાતમો સવાલ કર્યો હતો. તેમાં તેમણે ગુજરાતમાં ત્રણ વર્ષમાં વધેલા જરૂરી ચીજવસ્તુઓના ભાવ પર જવાબ માંગ્યો હતો. તેમણે તેની સાથે એક ચાર્ટ પોસ્ટ કર્યો હતો. તેમાં કિંમતોનો વધારો પર્સન્ટેજમાં જણાવવામં આવ્યો હતો. પરંતુ ચાર્ટમાં આ પર્સન્ટ 100% વધારે લખવામાં આવ્યા હતા.
- મીડિયામાં આ સમાચાર આવ્યા પછી રાહુલે ચાર્ટ ડિલિવર કરી દીધો અને એક નવો ચાર્ટ પોસ્ટ કર્યો હતો. જેમાં કિંમતોમાં વધારો ટકાવારીના બદલે રૂપિયામાં જણાવવામાં આવ્યો હતો.


Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-rahul-gandhi-asks-10th-question-to-narendra-modi-gujarati-news-5764340-PHO.html?ref=ht&seq=1Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment