સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 27 December 2017

હવે EVM વિરૂધ્ધ શેરી આંદોલન નહિ થાય તો ર૦૧૯માં લોકતંત્રની અર્થી ઉઠશે - GST રિટર્ન ન ભરતા વેપારીઓને શોધીને નોટિસો ફટકારવા કવાયત - સુરતનું પરિણામ શંકાસ્પદઃ 'ઇવીએમ હટાવો, બેલેટ પેપર લાવો' ઝૂંબેશ - નવેમ્‍બરમાં જીએસટીનું કલેકશન ઘટયું: હવે રાહત મુશ્‍કેલ - શાળા સંચાલકોને હાઈર્કોર્ટની લતાડ, ફી નિયમન કાયદો યોગ્ય છે: હાઈકોર્ટ

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 



 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

GST રિટર્ન ન ભરતા વેપારીઓને શોધીને નોટિસો ફટકારવા કવાયત

જીએસટી કલેકશન ૮૦,૮૦૮ કરોડ ગત મહિના કરતાં આવક ઘટી

નવી દિલ્હી તા. ૨૭ : નવેમ્બર મહિના માટેના જીએસટી કલેકશનના આંકડાએ સ્પષ્ટ કર્યું છે કે જીએસટી હેઠળ ટેકસ કલેકશન સતત ઘટી રહ્યું છે અને હવે સરકાર આ અંગે ગંભીર બનીને પગલાં લેશે તેવી શકયતા સૂત્રોએ વ્યકત કરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જે વેપારીઓએ જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ રિટર્ન અને ટેકસ ભરતા નથી તેમને નોટિસો મોકલવાની શરૂ થાય તેવી પણ શકયતા છે.
નવેમ્બર મહિના માટેનો જીએસટી ભરવાની છેલ્લી તારીખ ૨૦ ડિસેમ્બર હતી પરંતુ મંગળવારે સરકારે ૨૫ ડિસેમ્બર સુધીમાં થયેલા કલેકશનના આંકડા જાહેર કર્યાં હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બર મહિના માટે જીએસટી કલેકશન રૂ.૮૦,૮૦૮ કરોડ નોંધાયું છે, જે ઓકટોબર મહિનામાં રૂ. ૮૩,૦૦૦ કરોડથી વધારે હતું.
સીએ કરીમ લાખાણીએ જણાવ્યું હતું કે, 'જીએસટીની શરૂઆતની સમસ્યાઓના કારણે અનેક લોકોએ રિટર્ન ભરવાના અટકાવી દીધા છે એ હકિકત છે. બીજી તરફ, તારીખો બાબતે પણ હજારો વેપારીઓમાં ગૂંચવણ છે. જોકે, કોઇપણ કારણથી વેપારીઓ ટેકસ ભરવાનું અટકાવે તે યોગ્ય નથી. એક શકયતા એ પણ છે કે અગાઉના કરવેરા કાયદાની જે ક્રેડિટ વપરાયા વગરની પડી હોય તે કલેઇમ કરવાની છેલ્લી તારીખ ૨૭ ડિસેમ્બર છે અને વેપારીઓએ તેનો ઉપયોગ કર્યો હોય તેના કારણે પણ ટેકસ કલેકશન ઘટ્યું હોય તેવું બની શકે.'
જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ એન્ડ કસ્ટમ્સ (સીબીઇસી)એ અધિકારીઓને રિટર્ન અને ટેકસ નહીં ભરતા વેપારીઓની વિગતો ચકાસવા તથા તેમને રિટર્ન પ્રક્રિયામાં જોડવાની સૂચના આપી છે. જુલાઇ-ઓકટોબર દરમિયાનના આંકડા દર્શાવે છે કે ૯૫ લાખ વેપારીઓ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ થયા છે તે પૈકી માત્ર ૬૦ લાખે જ રિટર્ન ફાઇલ કર્યાં છે. સરકાર ઇચ્છે છે કે ટેકસ જવાબદારી ના હોય તેવા સંજોગોમાં વેપારીઓ શૂન્ય ટેકસ જવાબદારીનું પણ રિટર્ન ભરે. સૂત્રોના જણાવ્યા મુજબ, જીએસટીઆર ૩બી અને ટેકસ નહીં ભરનારા વેપારીઓની વિગતો ચકાસીને તેમને નોટિસ મોકલવામાં આવે તેવી શકયતા છે. ઉપરાંત સરકાર તેમની ખરીદી અને વેચાણના આધારે પણ વિગતો મેળવી શકે છે અને ગયા વર્ષના આંકડાઓ સાથે સરખામણી કરીને પણ વિગતો મેળવી શકે છે.
મહિનો
GST કલેકશન
જુલાઈ
૯૫,૦૦૦
ઓગસ્ટ
૯૧,૦૦૦
સપ્ટેમ્બર
૯૨૧૫૦
ઓકટોબર
૮૩,૦૦૦
નવેમ્બર
૮૦૮૦૮
(રૂપિયા કરોડમાં)

(10:16 am IST)

Source :- http://www.akilanews.com/Main_news/Detail/27-12-2017/120630

નવેમ્‍બરમાં જીએસટીનું કલેકશન ઘટયું: હવે રાહત મુશ્‍કેલ

નવેમ્‍બરની આવક ઘટીને રૂા. ૮૦,૮૦૮ કરોડઃ સતત બીજા મહિને આવક ઘટી

નવી દિલ્‍હી, તા. ૨૭ :. જીએસટી કલેકશન નવેમ્‍બરમાં સતત બીજા મહિને ઘટીને રૂા. ૮૦,૮૦૮ કરોડ થયું છે. ઓકટોબરમાં સરકારી તિજોરીને જીએસટીમાંથી રૂા. ૮૩,૦૦૦ કરોડની આવક થઈ હતી. નાણા મંત્રાલયના જણાવ્‍યા અનુસાર ૨૫ ડિસેમ્‍બર સુધીમાં નવેમ્‍બર મહિના માટે જીએસટીનું કુલ કલેકશન રૂા. ૮૦,૮૦૮ કરોડ રહ્યું છે અને ચાલુ મહિને ૫૩.૦૬ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્‍યા છે. જીએસટીની રૂા. ૮૦,૮૦૮ કરોડની આવકમાંથી રૂા. ૭,૭૯૮ કરોડની રકમ નવેમ્‍બરમાં સેસના વળતર પેટે મળી છે. સરકારને રૂા. ૧૩,૦૮૯ કરોડ સેન્‍ટ્રલ જીએસટી, રૂા. ૧૮,૬૫૦ કરોડ સ્‍ટેટ જીએસટી અને રૂા. ૪૧,૨૭૦ કરોડ ઈન્‍ટિગ્રેટેડ ગુડઝ એન્‍ડ સર્વિસિસ ટેકસ પેટે મળ્‍યા છે. રૂા. ૧૦,૩૪૮ કરોડની રકમ આઈજીએસટીથી સીજીએસટી એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરવામાં આવી છે. જ્‍યારે રૂા. ૧૪,૪૮૮ કરોડ સીજીએસટી અને એસજીએસટીના પેમેન્‍ટ માટે આઈજીએસટીના ક્રોસ યુટિલાઈઝેશન પેટે આઈજીએસટીથી એસજીએસટી એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાયા છે. આ સાથે કુલ રૂા. ૨૪,૮૩૬ કરોડ સેટલમેન્‍ટ પેટે આઈજીએસટીથી સીજીએસટી-એસજીએસટીને ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા છે. ડિસેમ્‍બર ૨૦૧૭ માટેનું કુલ કલેકશન (૨૫ ડિસેમ્‍બર સુધી) અનુક્રમે રૂા. ૨૩,૪૩૭ કરોડ અને રૂા. ૩૩,૧૩૮ કરોડ રહ્યુ છે. ઉપલબ્‍ધ ડેટા અનુસાર જુલાઈમાં જીએસટી કલેકશન રૂા. ૯૫,૦૦૦ કરોડ હતું. ઓગષ્‍ટમાં આ આંકડો રૂા. ૯૧,૦૦૦ કરોડ રહ્યો હતો.
 સપ્‍ટેમ્‍બરમાં જીએસટીની આવક રૂા. ૯૨,૧૫૦ કરોડ અને ઓકટોબરમાં રૂા. ૮૩,૦૦૦ કરોડ થઈ હતી.
(9:53 am IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-12-2017/120625

હવે EVM વિરૂધ્ધ શેરી આંદોલન નહિ થાય તો ર૦૧૯માં લોકતંત્રની અર્થી ઉઠશે

સુપ્રિમ કોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણે ઇવીએમ સાથે છેડછાડ થયાનો કર્યો ધડાકો

નવી દિલ્હી તા.ર૭ : ગુજરાતની ચૂંટણીમાં ભાજપના વિજય બાદ વિપક્ષ અને અન્ય લોકોએ ફરી એક વખત ઇવીએમને લઇને અનેક સવાલો ઉભા કર્યા છે. ગુજરાતની ચૂંટણીને ચૂંટણી પંચ દ્વારા બે વખત ટાળવી અને ફરી ઉ.પ્રદેશની સ્થાનિક ચૂંટણીઓની મત ગણતરી પહેલા કરાવી પરિણામો જાહેર કરવાની બાબત શંકા ઉપજાવે છે અને આ બધી બાબતોને લઇને ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ ચૂંટણી જીતતા જીતતા હારી ગઇ છે અને આ પરાજય કોંગ્રેસના નેતાઓ અને વિપક્ષ સહન કરી શકતા નથી.
ગુજરાતના પરાજય બાદ વરિષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંત ભુષણે ટવીટ્ કરીને ઇવીએમ મશીનો પર નિશાન સાધ્યુ છે. તેમણે ટવીટ્ કરીને લખ્યુ છે કે હવે ઇવીએમ વિરૂધ્ધ શેરીઓમાં આવીને આંદોલન નહી થાય તો ર૦૧૯માં દેશમાંથી લોકતંત્રની અર્થી ઉઠશે અને આ માટે જવાબદારી ભારતના નબળા વિપક્ષો લેશે.
તેમણે ઇવીએમમાં છેડછાડની પણ સંભાવના વ્યકત કરી છે. તેમણે કહ્યુ છે કે એક ચીપ બદલાવીને આ કામ થઇ શકે છે પરંતુ આ માટે અત્યંત ગુપ્તતા રાખવી પડશે. આપમાં પરત જવાના સવાલને ફગાવી દેતા તેમણે કહ્યુ છે કે હવે આપ એક આદમીની પાર્ટી બની ગઇ છે અને પક્ષમાં ઘણી સમસ્યા છે. કેજરીવાલને ઓળખવામાં અમારી ભુલ થઇ ગઇ છે.
(12:02 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/27-12-2017/120637

સુરતનું પરિણામ શંકાસ્પદઃ 'ઇવીએમ હટાવો, બેલેટ પેપર લાવો' ઝૂંબેશ

મત મશીન મતક્ષેત્રમાં ભેદભાવમાં પણ નિમિતઃ લલિત કગથરા


રાજકોટ તા. રર :.. કોંગ્રેસના ધારાસભ્ય શ્રી લલિત કગથરાએ જણાવેલ કે મત મશીનની વિશ્વસનીયતા સામે લોકોમાં પ્રશ્નો સર્જાયા છે. રાજકોટ અને સુરતનું ધારાસભાનું પરિણામ શંકાસ્પદ છે. જયાં ભાજપ સામે ભયંકર લોકરોષ સપાટી પર હતો ત્યાં ભાજપના  ઉમેદવારોને તોતીંગ લીડ કઇ રીતે હોય શકે ? ઘણી બેઠકોનું પરિણામ મગજમાં બેસતુ નથી. ઇવીએમના છબરડા અવારનવાર સામે આવે છે. દેશમાં હવે ઇવીએમથી નહિ પણ બેલેટ પેપરથી મતદાન પધ્ધતી જરૂરી છે. અને  ઇવીએમ હટાવો, બેલેટ પેપર લાવો ઝૂંબેશથી લોકજાગૃતિ માટે પ્રયાસ કરશું



Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/27-12-2017/67809

શાળા સંચાલકોને હાઈર્કોર્ટની લતાડ, ફી નિયમન કાયદો યોગ્ય છે: હાઈકોર્ટ 
- શાળા સંચાલકોની ફી નિયમન રદ કરવાની માંગને ફગાવી - શાળાઓ નફાખોરી ન કરી શકે અમદાવાદ, તા. 27 ડિસેમ્બર 2017, બુધવાર આજે ગુજરાત હાઈકોર્ટે ફી નિયમન મામલે ખૂબ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈર્કોર્ટે શાળા સંચાલકોને લતાડ લગાવી હતી અને ફી નિયમન કાયદાને રદ કરવાની માંગને ફગાવી હતી. શાળાઓ નફાખોરી ન કરી શકે તેમ કહીને રાજ્ય સરકારને રાહત આપી હતી. હાઈકોર્ટે સરકારને રાહત આપી હતી. શાળા સંચાલકોની ફી નિયમનને રદ કરવાની માંગને ફગાવી હતી. વાલીઓ અને સરકારને મોટી રાહત આપતો ચુકાદો આપ્યો હતો HCએ વધુમાં ફી અધિનિયમન સમિતિ બંધારણીય હોવાનું પણ સ્વીકાર્યુ હતુ.  હાઈકોર્ટે સરકારનું નોટિફિકેશન યોગ્ય જણાવ્યુ હતુ.  હાઈકોર્ટે આ અંગે કોઈ બંધારણીય કાયદાનું હનન ન થયુ હોવાનું જણાવ્યુ હતુ. હાઈકોર્ટે ફી નિયમન કાયદો યોગ્ય ઠેરવ્યો હતો. હાઈકોર્ટ શાળાઓ નફાખોરી કરી શકે નહીં તેમ કહી શાળા સંચાલકોને આંચકો અપતો ચુકાદો આપ્યો હતો. સ્ટે આપવાની સંચાલકોની માગ હાઈકોર્ટે ફગાવીને 2018થી ફી નિમયમન સમિતિના સુધારા લાગુ કરવાના પણ આદેશ આપ્યા હતા.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-fee-regulation-law-is-right-says-the-gujarat-high-court


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment