સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Monday, 11 December 2017

પ્રજાસેવા કરતા ધારાસભ્યોની આવક વધી, સરેરાશ મિલ્કત રૃા.૧૦.૫૪ કરોડ થઇ -૫ વર્ષમાં ધારાસભ્યની મિલ્કતમાં ૨.૯૭ કરોડનો વધારો - સીનીયર મંત્રીઓને હરાવવા ભાજપમાં જ જૂનીયર મંત્રીઓ-આગેવાનોના પ્રયાસો - હારનું ઠીકરું રાહુલ પર ન આવે માટે EVMનાં બહાનાં : મોદી - બનાસકાંઠા : અંધારાનો લાભ લઈ કોંગ્રેસના ઉમેદવારની ગાડી પર થયો હુમલો - નરેન્દ્ર મોદી આજે સી પ્લેનમાં અંબાજી જશે રાહુલ ગાંધી જગન્નાથ મદિરે દર્શન કરશે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold)  CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile ApplicationCustomization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

પ્રજાસેવા કરતા ધારાસભ્યોની આવક વધી, સરેરાશ મિલ્કત રૃા.૧૦.૫૪ કરોડ થઇ -૫ વર્ષમાં ધારાસભ્યની મિલ્કતમાં ૨.૯૭ કરોડનો વધારો -સૌરભ દલાલ,પબુભા માણેક,દિનેશ પટેલની મિલ્કતોમાં સૌથી વધુ વધારો,ભાજપના ધારાસભ્યોની ૩ કરોડની મિલ્કતો વધ અમદાવાદ, તા.11 ડિસેમ્બર 2017,સોમવાર ભાજપ-કોંગ્રેસના ૧૨૧ ધારાસભ્યો ગુજરાત વિધાનસભાની પુઃન ચૂંટણી લડી રહ્યાં છે. આ ધારાસભ્યોના સોંગદનામાનું વિશ્લેષણ કરતાં રસપ્રદ બાબત એ બહાર આવી છેકે, લોકસેવા કરતા ધારાસભ્યોની મિલ્કતમાં વધારો થયો છે. વર્ષ ૨૦૧૨ની સરખામણીમાં વર્ષ ૨૦૧૭માં ધારાસભ્યોની સરેરાશ મિલ્કતમાં રૃા.૨.૯૭ કરોડનો વધારો થયો છે. આજે ધારાસભ્યોની સરેરાશ મિલ્કત રૃા.૧૦.૫૪ કરોડ થઇ છે. ગુજરાત ઇલેક્શન વોચ,માહિતી અધિકાર પહેલ,એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા કરાયેલા વિશ્લેષણ અનુસાર, ગત વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્યની સરેરાશ મિલ્કત રૃા.૭.૫૬ કરોડ હતી જે વર્ષ ૨૦૧૭માં વધીને રૃા.૧૦.૫૪ કરોડ થઇ છે. પાંચ વર્ષના સમયગાળામાં પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ દલાલની મિલ્કતમાં રૃા.૬૭ કરોડ,ભાજપના ધારાસભ્યની મિલ્કતમાં રૃા.૩૧ કરોડ અને પાદરાના ભાજપના ધારાસભ્ય દિનેશ પટેલની મિલ્કતમાં રૃા.૨૧ કરોડનો વધારો થયો છે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસના ધારાસભ્યોની મિલ્કતમાં ૧૪ ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યસભાની ચૂંટણી વખતે બળવો કરીને કેસરિયો ખેસ પહેરનારાં ધારાસભ્ય અમિત ચૌધરીની મિલ્કતમાં ૩૮૭ ટકાનો વધારો થયો છે. વર્ષ ૨૦૧૨માં તેમની મિલ્કત ૪ કરોડ હતી તે વધીને હવે ૨૨ કરોડ થઇ છે. આ પ્રમાણે,પ્રવાસન મંત્રી ગણપત વસાવાની મિલ્કત ૬૦ લાખ હતી તે વધીને હવે રૃા.૨ કરોડ થઇ છે. ભાજપના ધારાસભ્ય મનિષા વકીલની મિલ્કત માત્ર ૭ લાખ હતી તે વધીને ૧ કરોડ થઇ છે. કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની મિલ્કત રૃા.૩૪ લાખથી વધીને ૧ કરોડ થઇ છે. મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરની મિલ્કત ૧ કરોડથી વધીને ૨ કરોડ થઇ છે. ભાજપના ૮૧ ધારાસભ્યોની સરેરાશ મિલ્કતમાં ત્રણ કરોડનો વધારો થયો છે જયારે કોંગ્રેસના ધારાસભ્યોની મિલ્કતમાં રૃા.૧ કરોડનો વધારો થયો છે.એનસીપીના ધારાસભ્યની મિલ્કતમાં રૃા.૪૩ લાખનો વધારો નોંધાયો છે. કુલ મળીને ૧૨૧ ધારાસભ્યોની સરેરાશ મિલ્કતોં ૩૯ ટકા વધી છે. નોંધ લેવા જેવી વાત એછેકે, ૧૦૦ ધારાસભ્યો એવા છેકે જેમની મિલ્કતો વધી છે જયારે ૨૦ ધારાસભ્યોની મિલ્કતો ઘટી છે. ઇડર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મણિલાલ વાઘેલાની મિલ્કતમાં રૃા.૧૩ કરોડનો ઘટાડો થયો છે. આમ,પ્રજાના પ્રતિનિધીઓની ચૂંટાયા બાદ મિલ્કતો વધી છે. સૌરભ દલાલ  અકોટા         ભાજપ        ૬૭ કરોડ પબુભા માણેક  દ્વારકા          ભાજપ        ૫૬ કરોડ દિનેશ પટેલ    પાદરા         ભાજપ        ૨૧ કરોડ જવાહર ચાવડા         માણાવદર     કોંગ્રેસ         ૨૦ કરોડ મધુ શ્રીવાસ્તવ         વાઘોડિયા      ભાજપ        ૧૯ કરોડ ઇન્દ્રનિલ રાજ્યગુરૃ     રાજકોટ ઇસ્ટ  કોંગ્રેસ ૧૮ કરોડ અમિત ચૌધરી          માણસા        ભાજપ        ૧૭ કરોડ બાવકુ ઉઘાડ    અમરેલી       ભાજપ        ૧૫ કરોડ જયેશ રાદડિયા         જેતપુર         ભાજપ        ૧૩ કરોડ હિરા સોલંકી    રાજુલા         ભાજપ        ૧૧ કરોડ યોગેશ પટેલ    માંજલપુર      ભાજપ        ૯ કરોડ પુરષોતમ સોલંકી       ભાવનગર     ભાજપ        ૮ કરોડ ઋષિકેશ પટેલ          વિસનગર      ભાજપ        ૭ કરોડ બળદેવજી પટેલ        કલોલ કોંગ્રેસ  ૭ કરોડ અર્જૂનસિંહ રાણા        વાગરા         ભાજપ        ૬ કરોડ જેઠા ભરવાડ    શહેરા          ભાજપ        ૪ કરોડ કાંતિ અમૃતિયા         મોરબી         ભાજપ        ૩ કરોડ મહેશ પટેલ     પાલનપુર      કોંગ્રેસ         ૩ કરોડ શૈલેષ પરમાર          દાણિલિમડા    કોંગ્રેસ         ૩ કરોડ કનુ દેસાઇ      પારડી         ભાજપ        ૩ કરોડ ગણપત વસાવા        માંગરોળ       ભાજપ        ૨ કરોડ મનિશા વકીલ          વડોદરા        ભાજપ        ૧ કરોડ કયા ધારાસભ્યની મિલ્કતો ઘટી મણિલાલ વાઘેલા      ઇડર  કોંગ્રેસ          ૧૩ કરોડ નિરંજન પટેલ  પેટલાદ        કોંગ્રેસ          ૩ કરોડ રાઘવજી પટેલ          જામનગર      ભાજપ         ૨.૩૦ કરોડ જાડેજા ધર્મેન્દ્રસિંહ       જામનગર નોર્થ                ૨.૧૧ કરોડ ભગવાનભાઇ બારડ    તલાલા        કોંગ્રેસ          ૧.૨૫ કરોડ ભરતસિંહ ડાભી         ખેરાલુ         ભાજપ         ૧.૧૦ કરોડ મેરામણ આહિર         દ્વારકા          કોંગ્રેસ          ૯૧ લાખ નિતિન પટેલ  મહેસાણા       ભાજપ         ૫૮ લાખ છોટુ વસાવા    ઝઘડિયા       જેડીયુ          ૪૬.૫૦ લાખ

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/increasing-the-income-of-the-legislators-in-the-state-the-average-property-was-rs-10-54-cr

સીનીયર મંત્રીઓને હરાવવા ભાજપમાં જ જૂનીયર મંત્રીઓ-આગેવાનોના પ્રયાસો -આંતરીક જૂથબંધી જ ભાજપને ભારે પડશે ? -જો તેઓ હારી જાય તો નવી સરકારમાં સારું ખાતું મળે એવી ગણતરીથી નુકસાન કરાવી રહ્યા છે અમદાવાદ, તા.11 ડિસેમ્બર 2017,સોમવાર ચૂંટણીનો પ્રથમ તબક્કો પૂરો થઇ ગયો છે. પરંતુ બીજો તબક્કો હજુ બાકી છે. પાટીદાર આંદોલન તેમજ સરકાર વિરોધી જૂવાળ સહિતનાં કારણો ભાજપને પરેશાન કરી રહ્યા છે. સાથોસાથ નેતાઓ અને આગેવાનો વચ્ચેની જૂથબંધી વધુ જોખમી બની છે. એવું જાણવા મળે છે કે, ઉત્તર ગુજરાત અને અમદાવાદ તથા મધ્ય ગુજરાતની કેટલીક બેઠકો પર સીનિયર મંત્રીઓને હરાવવાનું આયોજન કેટલાક જૂનિયર મંત્રીઓ અને વરિષ્ઠ આગેવાનોએ કર્યું છે. સૂત્રો જણાવે છે કે ભાજપનાં ૨૨ વર્ષના શાસન દરમિયાન કેટલાક મંત્રીઓ વર્ષોથી સારું સ્થાન ભોગવી રહ્યા છે. તો સામે બાજુએ જૂનિયર મંત્રીઓને એવું લાગે છે કે સીનિયરોને કારણે તેમને અન્યાય થઇ રહ્યો છે. આ જ રીતે ભાજપનાં જે કેટલાક ઉમેદવારોને જીતી જવાનો વિશ્વાસ છે તેઓને પણ ભાજપ સરકારમાં 'કેબીનેટ'નું પદ જોઇએ છે. સંગઠનમાંથી પણ ઘણા સીનિયર નેતાઓને પક્ષે અન્યાય કર્યાની લાગણી છે. આથી તેઓ પણ સીનિયરોથી નારાજ છે. તેમજ તેમને પાઠ ભણાવવાની તક જતી કરવા ઈચ્છતા નથી. આવા બધા નેતાઓએ કેટલાક સીનિયર મંત્રીઓને ચૂંટણીમાં હરાવવાનું નક્કી કર્યું છે. વ્યૂહરચનાના ભાગરૃપે તેઓએ જ ભાજપનાં પોતાના વિશ્વાસુ કાર્યકરોને સાથે રાખી આવા મંત્રીના મધ્યસ્થ કાર્યાલયની આસપાસ કોંગ્રેસનાં નામે મધ્યસ્થ કાર્યાલયો પણ શરૃ કરી દીધા છે. જેમાં કાર્યકરો ભાજપના જે-તે ઉમેદવારને એટલે કે સીનિયર મંત્રીને હરાવવા માટે મતદાન કરવાનું સમજાવી રહ્યા છે. તેઓ પાટીદારો અને ચૌધરીઓને પણ આવા ઉમેદવારો વિરૃધ્ધ ઉશ્કેરી રહ્યા છે. આ જ રીતે મહિલા ભક્તિ મંડળોની મીટીંગ તાજેતરમાં બોલાવાઇ હતી. જેમાં પણ ભાજપ વિરોધી મોરચો ઊભો કરાયો હતો. આમ ભાજપનો આંતરીક વિરોધ જ ભાજપનાં અમુક મોટા માથાઓને ઘરભેગા કરી દે તો બહુ નવાઇ નહીં રહે.

Source :- http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/older-ministers-leaders-attempts-in-bjp-to-defeat-senior-ministers

હારનું ઠીકરું રાહુલ પર ન આવે માટે EVMનાં બહાનાં : મોદી - અમદાવાદના રિવર ફ્રન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા - ગુજરાતમાં કોંગ્રેસ ક્યારેય જીતી શકે તેમ ન હોવાથી હવે રાહુલ ગાંધી બચાવો અભિયાન શરૃ કર્યું અમદાવાદ, તા. 11 ડીસેમ્બર, 2017, સોમવાર અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભા યોજાઇ હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ જ કોંગ્રેસને શું પરિણામ આવશે તેની ખબર પડી ગઇ છે. કોંગ્રેસ આકાશ પરથી જમીન પર પટકાશે તો પમ ગુજરાતમાં ક્યારેય ચૂંટણી જીતી શકવાની નથી. આથી હારનું ઠીકરૃં રાહુલ ગાંધી પર ન ફૂટે તે માટે અત્યારથી જ બચાવ કરવાનું શરૃ કર્યું છે. જેના ભાગરૃપે EVM માં ગરબડ સહિતના બહાના શરૃ કરીને 'રાહુલ ગાંધીને બચાવો'નું અભિયાન કોંગ્રેસે શરૃ કર્યું છે. વિશાળ જનસંખ્યાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મોદી ઉત્તર ગુજરાતમાં પેદા થયો છે. એટલે કોંગ્રેસનો ક્યાંય મેળ પડવાનો નથી. હકીકતમાં આ બ્લ્યુ ગેમનો આખરી એપીસોડ છે. ૧૮મી ડિસેમ્બરે ખેલ ખતમ થઇ જવાનો છે. કોંગ્રેસની એક વખતની કેન્દ્રની UPA સરકારની ટીકા કરતા કહ્યું કે, ગુજરાત સરકારને તેમણે ઘણો અન્યાય કર્યો છે. નાની નાની યોજનાઓને મંજુરી આપી નહોતી. હવે ગુજરાતના લોકોના બંને હાથમાં લાડુ છે. મોસાળમાં મા પીરસનારી છે. હું તમારી પાસે ગુજરાતના દિકરા તરીકે આવ્યો છું. તમે ભાજપને ૧૫૦થી વધુ બેઠકો જીતાડશો એવો મને વિશ્વાસ છે પરંતુ તમારે દરેક બુથમાંથી ભાજપને વિજય અપાવવાનો છે. પોતાના ભૂતકાળના શાસનને યાદ કરતાં વડાપ્રધાને કહ્યું કે, મે ૧૩-૧૪ વર્ષ દરમિયાન અનેક મુશ્કેલીઓ જોઇ છે. દિલ્હીની UPA સરકાર દરેક કામમાં અવરોધો ઉભા કરતી હતી. મારે સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડયું હતું. પરંતુ હું સાબરમતીનું પાણી પીને મોટો થયો છું. આ ચૂંટણીમાં તમે તક જતી ન કરશો. તમારે વિકાસ માટે બે ડગલા આગળ ચાલવું હશે તો કેન્દ્ર સરકાર તમારી સાથે ચાલશે. UPA સરકારે ગુજરાતને ક્રુડની રોયલ્ટીની રકમની ચૂકવણી કરવામાં, નર્મદા યોજના પૂરી કરવામાં મોટો અન્યાય કર્યો હતો. જે ભાજપે પૂરી કરી છે પરંતુ કોંગ્રેસને વિકાસ દેખાતો નથી. કેમકે જ્યાંથી કટકી મળતી હોય ત્યાં જ તેને વિકાસ દેખાય છે. અત્યારે તેઓને બહુ તકલીફ છે. ઉજાગરા થાય છે. નોટબંધીને એક વર્ષ પુરૃ થઇ ગયું છતાં હજુ તેઓ તેને ભૂલ્યા નથી કારણ કે નોટબંધીમાં તેઓને જ વધુ નુકસાન ગયુ હતું. વડાપ્રધાને વધુમાં કહ્યું કે UPA સરકાર વખતે શિલાન્યાસ કરેલા સેંકડો પ્રોજેક્ટો લટકતા હતા. ભાજપની સરકારે આવી ફાઇલો ખોલીને ૯ લાખ કરોડના પ્રોજેક્ટો શરૃ કરાવ્યા છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે કોંગ્રેસનો આક્ષેપ છે કે મોદી સરકાર એ ઉદ્યોગપતિઓની સરકાર છે પરંતુ અમે પાંચ કરોડ ટોયલેટ બનાવ્યા છે. સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે શું દેશના અંબાણી- અદાણી જેવા ઉદ્યોગપતિઓને તેની જરૃર છે? નહીં તે ગરીબો માટે જ છે. આગામી સમયમાં જે ચાર કરોડ ઘરોમાં વીજળી નથી ત્યાં મફત વીજળી- લાઇટના બલ્બ પૂરા પડાશે. PMમોદીએ કહ્યું કે, પોતાના રાજકીય લાભાલાભ માટે કોંગ્રેસે બેન્કોને બેફામ રીતે લૂંટાવી દીધી છે. પરંતુ કોંગ્રેસના ખેરખાંઓએ એક દિવસ જનતાને જવાબ આપવો પડશે. કોંગ્રેસ નોટબંધી અને  GSTનો ખોટો વિરોધ કરે છે. GSTમાં જે કંઇ મુશ્કેલીઓ વેપારીઓને નડી રહી છે તેને દુર કરવામાં આવી છે. ભવિષ્યમાં પણ વેપારીઓની સમસ્યા દૂર કરાશે. આ દેશ રોજગારીના ક્ષેત્રે પણ ક્રાંતિકારી દિશામાં આગળ વધી રહ્યો છે. 'સ્ટાર્ટ અપ'ના યુગનાં ભારતનું સ્થાન આગામી સમયમાં વિશ્વમાં ત્રીજા ક્રમે આવી જશે. પાટણ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન કોંગ્રેસના કુંવર બટાકાની ફેક્ટરી બનાવવાના વચન આપે છે   ઉત્તર ગુજરાતમાં શ્વેતક્રાંતિ બાદ હવે મધુક્રાંતિ થાય તેમ કરવા માગું છું અમદાવાદ, તા.૧૧ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણ ખાતેની રેલીમાં ફરી એકવાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની આલોચના કરવાની તક ગુમાવી નહોતી. આ ઉપરાંત વડાપ્રધાને ઉત્તર ગુજરાતમાં મધનું પુષ્કળ ઉત્પાદન થતું હોવાથી મધુક્રાંતિ બનવાની ખ્વાહીશ દર્શાવી હતી.  પાટણ ખાતેની રેલીમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'ઉત્તર ગુજરાતમાં ડેરી ક્ષેત્રે પ્રગતિ થતાં શ્વેતક્રાંતિ થઇ છે. હવે ઉત્તર ગુજરાતમાં મધુ ક્રાંતિ શરૃ થઇ શકે એમ છે. ઉત્તર ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં મધ થતું હોવાથી ખેડૂતો ખેતરમાં વાવેતરની સાથે પેટીઓ મૂકી મધની પણ ખેતી કરે તો તેમને ૨થી ૩ લાખની આવક થઇ શકે તેમ છે. રહી વાત કોંગ્રેસની તો તેઓ હાર ભાળી ચૂક્યા હોવાથી અત્યારથી જ ઇવીએમ પર તેઓ આંગળી ચીંધવા લાગ્યા છે. કોંગ્રેસને કોઇ ગતાગમ નહીં પડી રહી હોવાથી ફક્ત જૂઠાણા ફેલાવે છે. કોંગ્રેસના કુંવરને જીરૃ-વરિયાળીનો તફાવત પણ ખ્યાલ નથી અને ઉત્તર ગુજરાતમાં બટાકાની ફેક્ટરી બનાવવાના વચનો આપે છે. હવે એમને કોણ સમજાવે કે બટાકા ફેક્ટરીમાં ના બને, તેની ખેતી કરવી પડે. ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાં જલસા કરતા હતા અને ભાજપના કાર્યકરો તેમની પડખે ઊભા રહ્યા હતા.' નડિયાદ ખાતે નરેન્દ્ર મોદીએ જનસભા સંબોધી કોંગ્રેસની નીતિ-નિયત પર દેશની જનતાને સહેજપણ ભરોસો નથી ભાજપના શાસનમાં ગુજરાતમાંથી કર્ફ્યૂ શબ્દ જ ભૂલાઇ ગયો હોવાનો મોદીનો દાવો અમદાવાદ, તા.૧૧ દેશની જનતાને કોંગ્રેસના નેતા જ નહીં તેની નીતિ-નિયત ઉપર પણ ભરોસો નથી તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નડિયાદ ખાતેની ચૂંટણી સભામાં જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ જય મહારાજ સાથે ભાષણની શરૃઆત કરતાં જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં જ્યાં પણ ગયો ત્યાં ઘરનો દિકરો આવ્યો હોય તેમ ઉમળકાપૂર્વક સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને જેનાથી મને નવી ઉર્જા મળી છે. હું નડિયાદના સંતરામ મંદિરમાં રહેતો હતો અને એ રૃમ આજે પણ સાચવી રાખવામાં આવ્યો છે. દેશની સમસ્યાનું સમાધાન વિકાસ વિના શક્ય નથી. કોંગ્રેસને સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ સામે વાંધો હોય તે સમજી શકાય પણ વિકાસથી શા માટે મોઢું મચકોડે છે. છેલ્લા ત્રણ વર્ષથી મુખ્યમંત્રી છું પણ મેં ક્યારેય આરામ કરવાની ઇચ્છા થઇ નથી. મારા માટે મારો દેશ, મારું ગુજરાતનું કલ્યાણ પહેલા. કોંગ્રેસ જેટલું વધારે કિચડ ઉછાળશે તેમાં કમળ ખીલશે. અમારા શાસનમાં લોકોએ કર્ફ્યુ શબ્દ પણ સાંભળ્યો નથી. મારી સામે એવા પણ સવાલ કરવામાં આવે છે કે હું કોના માટે આ બધું ભેગું કરું છું. હું તેમને જવાબ આપવા માગું છું કે તમારા સિવાય મારું કોણ? ૨૦૦૭ની ચૂંટણી અગાઉ મારી બદનામી થાય તેના માટે કોંગ્રેસે ગુજરાતના ભાગની વીજળી મહારાષ્ટ્રને આપી હતી. અમદાવાદને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળ્યું તે સિદ્ધિ છે અમદાવાદ, તા.૧૧ મોદી.. મોદી..ના નારાઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ૪૦ મિનિટ સુધી ભાષણ આપ્યું હતંગ જેમાં તેઓએ અમદાવાદને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન અપાયું છે તેને યાદ કરતા કહ્યું કે આ નાની વાત નથી. ઘણી મોટી સિદ્ધિ છે. તેઓએ કહ્યું કે બે દિવસ પહેલા જ યુનેસ્કોમાં કુંભમેળાની બાબતે પણ નિર્ણય લેવાયો જેમાં માનવ સંસ્કૃતિની અનમોલ વિરાસત તરીકે સ્થાન અપાયું છે. ગુજરાત અને ભારતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. ચારે તરફ ભારતની વાહવાહી થઇ રહી છે.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/i-do-not-know-how-to-vote-for-rahul

બનાસકાંઠા : અંધારાનો લાભ લઈ કોંગ્રેસના ઉમેદવારની ગાડી પર થયો હુમલો

બનાસકાંઠાના વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ગાડી પર હુમલો કરાયો હતો. ગેનીબેન ઠાકોર મિટિંગ પુર્ણ કરી ભાભર પરત ફરતા હતા તે સમયે આ બનાવ બન્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ગઈકાલે રાત્રે મીટિંગ પૂરી કરી ભાભર પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની ગાડી પર હુમલો કરાયો હતો. બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ ગેનીબેન ઠાકોરની ગાડી પર પત્થરમારો કર્યો હતો. જેના બાદ અંધારાનો લાભ લઈ ત્રણય હુમલાખોરો ભાગી ગયા હતા. ગાડીમાં ગેનીબેન સહિત ચાર લોકો સવાર હતા. જોકે, સદનસીબે આ હુમલામાં કોઈને ઈજા પહોંચી ન હતી, પણ ગાડીના કાચ તૂટી ગયા હતા.
ગેનીબેન ઠાકોરે આ અંગે ભાભર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે, અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
Source :-http://sandesh.com/attack-on-geniben-thakors-car/

નરેન્દ્ર મોદી આજે સી પ્લેનમાં અંબાજી જશે રાહુલ ગાંધી જગન્નાથ મદિરે દર્શન કરશે - સાબરમતી નદીમાંથી સી પ્લેન ઉડાન ભરી ધરોઇ ડેમ ઉતરશે - ટુરિઝમને વેગ આપવા વડાપ્રધાને ચૂંટણીમાં નવતર પ્રયોગ કર્યો, પહેલીવાર સી પ્લેનમાં પ્રવાસ કરશે અમદાવાદ, તા. 11 ડીસેમ્બર, 2017, સોમવાર વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શક્તિપીઠ અંબાજી માતાના દર્શન કરવા જશે જયારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ જમાલપુરમાં જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. ભાજપે ચૂંટણી અને ટુરિઝમનો અનોખો સંગમ કર્યો છે જેના ભાગરૃપે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા નવ વાગે સાબરમતી નદીએથી સી પ્લેનમાં ઉડાન ભરી ધરોઇ ડેમ પહોચશે.જયાંથી તેઓ સીધા અંબાજી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર સી પ્લેનમાં સફર કરશે. ૧.૩૦ કલાકે તેઓ ધરોઇ પરત ફરશે ત્યાંથી સી પ્લેનમાં અઢી વાગે સાબરમતી રિવરફ્રન્ટ પર ઉતરાણ કરશે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શોને પોલીસે મંજૂરી આપી નથી. રાહુલ ગાંધી સવારે દસેક વાગે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં જઇને ભગવાનના દર્શન કરશે. આમ,પ્રચારના આખરી દિને બંન્ને મહાનુભાવો ભગવાનના આર્શિવાદ મેળવશે.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/narendra-modi-will-visit-ambaji-tomorrow-at-sea-plane


Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment