સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Thursday, 4 January 2018

વડોદરા: પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ - અમદાવાદઃ રણજી ટ્રોફીના ક્રિકેટરને સસ્તામાં આઈ ફોન લેવાનુ ભારે પડ્યુ - કેન્યામાં બંધક ત્રણ ભારતીય યુવતીઓનો આબાદ બચાવ - એક સમયના સ્ટાર ક્રિકેટર ઈરફાન પઠાણના માઠા દિવસો,વડોદરાની ટી20 ટીમમાંથી પણ બહાર - હવે જૂની ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ કબાડીને નહીં, પણ કંપનીઓને પરત આપવી પડશે - લાલુ હાજીર હો...! ઘાસચારા કૌભાંડમાં આજે દોષિતોને સજા સંભળાવવામાં આવશે - ચીન પાક.ને મદદ કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યભરમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગશેે

Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.1 (Gold) 




 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application





1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

વડોદરા: પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ 
- પાસના નેતાઓને ISIS સાથે સરખાવતી કોમેન્ટ લખાઈ - સયાજીગંજ વિસ્તારમાં લાગેલા એક પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો વડોદરા, તા. 4 જાન્યુઆરી 2018 ગુરુવાર વડોદરા શહેરમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયુ છે. જેમાં સયાજીગંજ વિસ્તારમાં લાગેલા એક પોસ્ટરને લઈને વિવાદ શરૂ થયો છે. શ્રેય પટેલ નામના શખ્સ દ્વારા હાર્દિક પટેલને પડકારતી વાતો લખી અને પાસ નેતાઓને ISIS સાથે સરખાવતી કોમેન્ટ પણ લખવામાં આવી છે. જે પોસ્ટર ગત રાત્રે સયાજીગંજ વિસ્તારમાં લાગવામાં પામ્યુ છે. અહિંસાના માર્ગે હાર્દિક પટેલ સામે આંદોલનની વાત મૂકી અને હાર્દિક પટેલ સામે આ બેનરમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર બેનરમાં સરદાર પટેલ, છત્રપતિ શિવાજીની સાથે નરેન્દ્ર મોદીની તસ્વીરે આશ્ચર્ય જગાવ્યું છે. એક તરફ હાર્દિક પટેલ સરકાર સામે બાયો ચઢાવે છે ત્યારે બીજી તરફ જાણે સરકાર દ્વારા જ આડકતરી રીતે હાર્દિક પટેલને પડકાર ફેકતા ગ્રુપને તૈયાર કરવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. (તસવીર: કિર્તિ પડિયા)

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/vadodara-posters-war-against-pass-converts-begin-pass-leaders-compare-with-isis

અમદાવાદઃ રણજી ટ્રોફીના ક્રિકેટરને સસ્તામાં આઈ ફોન લેવાનુ ભારે પડ્યુ 
- વાંચો કેવી રીતે સાયબર ગઠિયાએ કરી ઓનલાઈન છેતરપિંડી અમદાવાદ, તા.4. જાન્યુઆરી 2018 ગુરુવાર નારણપુરામાં રહેતા એક કોલેજીયન અને રણજી ટ્રોફીમાં ક્રિકેટ રમતા યુવક સાથે યુવતીના નામે એકાઉન્ટ ખોલીને છેતરપિંડી કરનારા યુવકની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. યુવકે ૬૦ હજારની કિંમતનો આઈફોન-૧૦ ઓનલાઈન મંગાવ્યો હતો. જેમાં આરોપીએ યુવતીના નામેં ખોલાવેલા એકાઊન્ટમાં આ પૈસા જમા કરાવડાવ્યા હતા. નારણપુરા પોલીસે આ અંગે ભાવનગરના એક કોલેજીયનની ધરપકડ કરી છે. વોટસએપ ઈન્સ્ટ્રાગ્રામ પર યુવતીના નામે એકાઊન્ટ તૈયાર કરી ૬૦ હજારની છેતરપિંડ:  કોલેજીયન યુવકની ધરપકડ આ બનાવની વિગત મુજબ નારણપુરામાં નીલકંઠ રેસીડેન્સીમાં રહેતો કરણ પ્રવિણભાઈ પટેલ (૨૩) કોમર્સ છ રસ્તા પાસેની એચ.એલ.કોલેજનાં બી.કોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને હાલમાં ગુજરાત લેવલે રણજી ટ્રોફીમાં ક્રિકેટ રમે છે. તા. ૩૦.૧૦.૨૦૧૭ નાં રોજ ઈન્સ્ટ્રાગ્રામ પર આઈ ફોન-૧૦ ની જાહેરાતમાં આ ફોન ૬૦ હજારમાં વેચવાનો હોવાનું જણાવાયું હતું.તેમાં મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો હતો. આ જાહેરાત જોઈને કરણે ફોન કરતા ફોનધારકે પોતાનું નામ ક્રિયા ઓબેરોય હોવાનું કહ્યું હતું. કરણે ફોન લેવાની તૈયારી બતાવતા તેમણે કરણનું સરનામું લીધુ હતું અને વોટ્સએપ પર તેમનો એકાઊન્ટ નબંર અને બેન્કનો ઈએફસી કોડ આપ્યો હતો. કરણે આ અંગે તેના મોટાભાઈ નીતીશને વાત કરતા તેમણે કુલ રૂ. ૬૦,૦૦૦ ક્રિયા એસ.ઓબેરોયના એકાઊન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં કરણે ફોન બાબતે વાત કરતા ત્રણ દિવસમાં તમને ફોન મળી જશે, એમ કહ્યું હતું. જોકે ત્રણ દિવસ બાદ ક્રિયા ઓબેરોયે કરણનો ફોન બ્લેક લિસ્ટમાં મુકી દીધો હતો. એટલું જ નહી કરણનું ફેસબુક વોટ્સએપ ઈન્સ્ટ્રાગ્રામ તથા સ્નેપચેટ બ્લોક કરી દીધા હતા. છેતરાયાની શંકા જતા કરણે નામને આધારે ફેસબુક એકાઊન્ટ શોધીને તપાસ કરતા ઓબેરોયનું સાચુ નામ આકીબ શેખ હોવાનું બહાર આવ્યું હતું. ઊપરાંત તે ભાવનગરની એસએસસીસીએસ કોલેજમાં ટી.વાય.બી.એસ.સીમાં અભ્યાસ કરતો હોવાનું જણાયું હતું. આમ આકીબે  ક્રિયા ઓબેરોયના નામથી એકાઊન્ટ ખોલાવીને રૃ. ૧,૦૦,૦૦૦ ની કિંમતનો આઈફોન-૧૦ મોબાઈલ રૃ. ૬૦,૦૦૦ માં વેચવાની લાલચ આપીને છેતરપિંડી કરી હતી. નારણપુરા પોલીસે આ અંગે ગુનો નોંધીને આરોપી આકીબ શેખની ધરપકડ કરીને તેણે આ પ્રકારે અન્યોને છેતર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/cricketer-cheated-online-for-i-phone

કેન્યામાં બંધક ત્રણ ભારતીય યુવતીઓનો આબાદ બચાવ, 
ટ્વીટર દ્વારા વિદેશમંત્રીએ આપી જાણકારી - કુલ 10 મહિલાઓને મુક્ત કરવામાં આવી જેમાં 3 ભારતીય અને 7 નેપાળની યુવતીઓ - યુવતીઓ માનવ તસ્કરીમાં સામેલ ગેંગનો શિકાર બની હતી નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2018, ગુરૂવાર પોતાના ટ્વીટર એકાઉન્ટમાં ખૂબ સક્રિય રહીને કામગીરી કરવામાં મશહુર અને ચર્ચામાં રહેતા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કેન્યામાં બંધક બનેલી ત્રણ ભારતીય યુવતીને મુક્ત કરાવી છે. તેમણે આ માહિતી ગુરૂવારે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી આપી છે. તેમણે જણાવ્યું કે, સરકારે કેન્યાથી ત્રણ ભારતીય અને સાત નેપાળી યુવતીને મુક્ત કરાવી છે. આ યુવતી માનવ તસ્કરીનો શિકાર બની હતી. મોમ્બાસમાં બંધક બનેલી આ યુવતીઓના પાસપોર્ટ અને ફોન જપ્ત કરી લેવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલય પંજાબ સરકાર પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી રહ્યું છે. જેથી આ મામલે સંકળાયેલા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી શકાય. વિદેશમંત્રીએ આ કાર્યમાં કેન્યામાં ભારતીય દૂતાવાસના પ્રયાસોના વખાણ કર્યા સાથે-સાથે કેન્યાની પોલીસનો પણ આભાર માન્યો. હાલ આ યુવતીઓને વિમાન મારફતે પરત લાવવામાં આવી રહી છે. સુષ્મા સ્વરાજ ટ્વીટર પર વધારે સક્રિય રહી ઘણાં લોકોને મદદ કરી ચુક્યા છે. તેમની સક્રિયતા જોઇને લોકો તેમને ટ્વીટર પર સમસ્યા જણાવે છે. પાકિસ્તાન સાથે તણાવપૂર્ણ સંબંધ હોવા છતાં તેણે ઘણાં પાકિસ્તાની નાગરિકોની મદદ પણ કરી છે. ભારતીય નેતાઓમાં ટ્વીટર પર સૌથી વાધારે ફોલોવર્સ ધરાવતા નેતામાં તેઓ બીજા ક્રમે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/sushma-swaraj-kenya-girl-nepal-india-twitter

એક સમયના સ્ટાર ક્રિકેટર ઈરફાન પઠાણના માઠા દિવસો,વડોદરાની ટી20 ટીમમાંથી પણ બહાર
 - વેસ્ટ ઝોન ટી 20 ટુર્નામેન્ટ માટે પણ પસંદગીકારોએ ઈરફાનને ગણતરીમાં ના લીધો - ઈરફાન વડોદરાની રણજી ટ્રોફી ટીમમાંથી અગાઉ પડતો મુકાઈ ચુક્યો છે વડોદરા, તા. 4 જાન્યુઆરી 2018  ગુરુવાર એક સમયે ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગણાતા વડોદરાના ક્રિકેટર ઈરફાન પઠાણની પડતી ચાલી રહી છે.અગાઉ રણજી ટ્રોફી માટે વડોદરાની ટીમમાં નહી સમાવાયેલા ઈરફાન પઠાણને હવે વડોદરાની ટી ૨૦ ટીમમાંથી પણ પડતો મુકવામાં આવ્યો છે. ખરાબ ફોર્મ કે આંતરિક રાજકારણ જવાબદાર? મુનાફ પટેલનો પણ પસંદગીકારોએ સમાવેશ ના કર્યો. બરોડા ક્રિકેટ એસોસિએશનની પસંદગીકારોએ ઈરફાન પઠાણને રાજકોટમાં રમાનારી વેસ્ટ ઝોનની સૈયદ મુસ્તાક અલી ટી ૨૦ ટુર્નામેન્ટ માટે વડોદરાની ટીમમાં સામેલ કર્યો નથી.૨૦૦૭માં સાઉથ આફ્રિકામાં રમાયેલી ટી ૨૦ વર્લ્ડ કપ ટુર્નામેન્ટની વિજેતા બનેલી ભારતીય ટીમના સભ્ય ઈરફાન પઠાણને પસંદગીકારોએ વેસ્ટ ઝોનની ટી ૨૦ ટુર્નામેન્ટ માટે પણ પસંદ નહી કરતા ક્રિકેટ જગતમાં હલચલ મચી છે.પસંદગીકારોએ ઈરફાનના ખરાબ ફોર્મનુ કારણ આગળ ધર્યુ છે તો ઈરફાનની તરફેણ કરનારા જુથે બીસીએના આતંરિક રાજકારણને હકાલપટ્ટી માટે જવાબદાર ઠેરવ્યુ છે. ઈરફાનની સાથે સાથે ટીમ ઈન્ડિયાના એક સમયના ફાસ્ટ બોલર મુનાફ પટેલને પણ ટી ૨૦માં સ્થાન અપાયુ નથી.તેની સામે એક જ ઓવરમાં ઉપરા છાપરી વાઈડ ફેંકનાર બોલરને સમાવાયો છે તેવુ પણ ક્રિકેટ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યુ છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/irfan-out-of-t-20-team-of-vadodara


હવે જૂની ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ કબાડીને નહીં, પણ કંપનીઓને પરત આપવી પડશે
 - નાની વસ્તુઓ આપવા સરકારે નક્કી કરેલા ઑફિસે જવું પડશે અમદાવાદ, તા.4. જાન્યુઆરી 2018 ગુરુવાર પર્યાવરણ માટે જોખમી બની રહેલી નાની મોટી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સના નિકાલ કરવા માટેની કેન્દ્ર સરકાર નવી કાયદો લાવી રહી છે. આ કાનૂની જોગવાઈ મુજબ મોટી ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ ધરાવનાર વ્યક્તિને માટે તે નકામી બની જાય ત્યારે તેઓ કબાડીને તે આપી શકશે નહિ. તેને બદલે તેમણે જે તે કંપનીને જ પરત આપવી પડશે. કંપનીઓ આ જૂની વસ્તુઓ કલેક્ટ કરી લેવા ઉપરાંત તેને માટે જે ચૂકવવાના થતાં નાણાં પણ તેના ગ્રાહકને ચૂકવશે. ઇલેક્ટ્રોનિક્સની નાની નાની વસ્તુઓ આપવા માટે દરેક કસ્ટમર્સે કંપનીએ નક્કી કરી આપેલી ઑફિસો સુધી જવું પડશે. મોબાઈલની નવી બેટરી લેવી હશે તો ત કસ્ટમરે તેના મોબાઈલની જૂની બેટરી કંપનીમાં જમા કરાવવી પડશે. તેમ થશે તો જ તેમને નવી બેટરી આપવામાં આવશે. ટેલિવિઝન, વિડિયો કેસેટ રૅકોર્ડર, સ્ટીરિયો, ફેક્સ મશીન, ઇલેક્ટ્રોનિક્સ લેમ્પ, ફેક્સ મશીન, જૂના મોબાઈલ જેવી ઇલેક્ટ્રોનિકસ આઈટેમમાં ઉપયોગમાં લેવામાં આવતી બેટરીઓ ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. આ બેટરીઓમાંનું લૅડ જમીનમાં ઓગળીન ભૂતળના જળમાં ભળે છે. તેને માનવ આરોગ્ય માટે જોખમી બનાવી દે છે. કારણે કે ભૂતળમાંથી જળ ખેંચીને માનવ તેનો ઉપયોગ પીવાના પાણી તરીકે તથા ખેતીમાં ઉપયોગ કરે છે. પર્સનલ કોમ્પ્યુટરમાં પણ વિષારી તત્વો ધરાવતી ધાતુઓ, પ્લાસ્ટિક, પ્લાસ્ટિક એડિટીવ્સ હોય છે. આજે ઘરે ઘરે ડેસ્ક ટોપ અને લૅપટોપ જોવા મળી રહ્યા છે. તેના પાર્ટ્સમાં લૅડ, કેડિયમ, કેડમિયમ, લૅડ અને ઓક્સાઈડ સાથેની કેથોડ રૅ ટયૂબ, બેરિયમ, બ્રોમિનેટ, પોલીવિનાયલ ક્લોરાઈડના પાર્ટ્સ હોય છે. તેમાંથી ફ્યુરાન અને ડાયોક્સિન જેવા તત્વો છૂટા પડે છે. ભારતમાં ૫૦ કરોડથી વધુ કોમ્પ્યુટર્સ વપરાશમાં હોવાનો અંદાજ છે. તેમાંથી અંદાજે ૨.૮૭ અબજ કિલો પ્લાનસ્ટિકનો કચરો નીકળે તેમ છે. ૭૧.૬૭ કરોડ કિલો લૅડ અને ૨,૮૬,૭૦૦ કિલો પારો નીકળે તેમ છે. કોમ્પ્યુટરની એક જ ટયૂબમાં અંદાજે ૨.૫થી ૪ કિલો લૅડ હોય છે. આ ટયૂબ તૂટી જાય અને તેને બાળવામાં આવે તો તેમાંથી વિષારી વાયૂઓ છુટા પડે છે. જે હવાને માનવ આરોગ્ય માટે જોખમી બનાવી દે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/old-electronics-items-can-not-be-sold-except-few-shops

લાલુ હાજીર હો...! ઘાસચારા કૌભાંડમાં આજે દોષિતોને સજા સંભળાવવામાં આવશે
 - આરોપીઓને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સજા સંભળાવવામાં આવશે - લાલૂપ્રસાદ યાદવના સમર્થકે ભાજપનું ષડયંત્ર ગણાવ્યું નવી દિલ્હી, તા. 04 જાન્યુઆરી 2018, ગુરૂવાર બિહારના તત્કાલીન મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં આજે સજા સંભળાવવામાં આવશે. CBIની વિશેષ કોર્ટ દ્વારા આ સજા સંભળાવવામાં આવશે. આ કેસમાં RJD પ્રમુખ લાલુ યાદવ સહિત અન્ય 16 લોકોને દોષી ઠેરવવામાં આવ્યા છે. જે તમામને આજે સજા સંભળાવવામાં આવશે. આ મામલે બધા આરોપીઓને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે સજા સંભળાવવામાં આવશે. જેના કારણે નિર્ણય આવવામાં સમય લાગી શકે છે અને લાલુ યાદવને ફાંસી સંભળાવવામાં પણ વિલંબ થઇ શકે છે. જેથી 16 આરોપીઓમાંથી કેટલાકને આવતીકાલે સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે. આ મામલે લાલુપ્રસાદ યાદવના સમર્થકે ભાજપનું ષડયંત્ર હોવાનું જણાવ્યું છે. લાલુપ્રસાદ યાદવ પર છેતરપિંડી, ષડયંત્ર અને ભ્રષ્ટાચારના આરોપમાં IPC કલમ 420,120બી તેમજ PC Act ની કલમ 13(2) હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ સૂત્રોની માહિતી મુજબ લાલુના નામ પર આ સિવાય પાંચ કેસ ઝારખંડમાં અને એક કેસ બિહારમાં દાખલ થયેલા છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/political-news-fodder-scam-special-cbi-court-to-release-their-verdict-on-lalu-yadav

ચીન પાક.ને મદદ કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યભરમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગશેે
 -દર વર્ષે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી સેંકડો પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે -ગત વર્ષે અમદાવાદમાં લગભગ ૧૧૦૦, સુરતમાં ૧૪૦૦ રાજકોટમાં ૬૦૦ પક્ષીઓ પતંગની દોરીના કારણે ઘાયલ થયાં હતાં અમદાવાદ, તા.3 જાન્યુઆરી 2018,બુધવાર ઉત્તરાયણમાં સસ્તા દરે ધારદાર દોરી મેળવવા લોકો ચાઇનીઝ દોરી ખરીદી તો લે છે પરંતુ આ દોરી સેંકડો પક્ષીઓ માટે ઘાતક સાબિત થાય છે. સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં પણ લોકો અંદરખાને ચાઇનીઝ દોરીના ઉપયોગને પ્રાથમિકતા આપી રહ્યા છે. એક તરફ ચીન વિવિધ સંસાધનો અને સુવિધાઓ આપી પાકિસ્તાનની મદદ કરી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતમાં ચાઈનીઝ દોરીઓનું ધરખમ વેચાણ થઈ રહ્યું છે. આગામી ઉત્તરાયણ પર્વે નિર્દોષ પક્ષીઓને પતંગના ઘાતક દોરાઓથી રક્ષણ આપવા મુદ્દે ચર્ચા કરવા માટે રાજ્યભરની સ્વૈચ્છિક સંસ્થાઓ અમદાવાદના ઇમરજન્સી મેનેજમેન્ટ ઇન્સ્ટિટયુટ ખાતે ચોથી જાન્યુઆરીએ એક સમારોહ યોજશે. રાજ્યભરની ગૌશાળાઓ, પાંજરાપોળ અને જીવદયાપ્રેમી સંસ્થાઓ બેઠકમાં હાજર રહેશે. આ પ્રકારની સંસ્થાઓ ૧૦મી જાન્યુઆરીથી ૨૦મી જાન્યુઆરી સુધી પતંગની દોરીના કારણે ઇજાગ્રસ્ત થતા પશુઓની સારવાર માટેનું અભિયાન હાથ ધરશે. હાલ આવી સંસ્થાઓ સંબંધિત વિસ્તારના તંત્રને ચાઇનીઝ દોરીના વેચાણ મામલે કડક કાર્યવાહી કરવાની આવેદનપત્ર આપી રહી છે, પરંતુ ગુજરાતના શહેરોમાં અંદરખાને ચાઇનીઝ દોરીઓનું ધરખમ વેચાણ થઈ રહ્યું છે. ઉત્તરાયણના પર્વ પૂરતો આનંદ મેળવવામાં લોકો અજાણતા જ અબોલ પક્ષીઓને જીવલેણ અને ઘાતક નુકસાન પહોંચડે છે. ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓના મૃત્યુ થાય છે, અથવા તેમની મેજન અથવા માઇનોર સર્જરી કરવી પડે છે. આ સર્જરીમાંથી ઉગર્યા બાદ ઘણાં પક્ષીઓ ઉડી શકવા જેટલા પણ સક્ષમ નથી રહેતા. તો કેટલાક પક્ષીઓ કાયમી ખોડખાંપણનો ભોગ બને છે. ચાઇનીઝ દોરીના કારણે ગત વર્ષે અમદાવાદમાં લગભગ ૧૧૦૦ પક્ષીઓ ઇજાગ્રસ્ત થયા હતા. રાજકોટમાં ૬૦૦ તેમજ સુરતમાં ૧૪૦૦ પક્ષીઓ ચાઇનીઝ દોરીના કારણે ઇજાગ્રસ્ત થયા હતા. સુરતમાં દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ આવતા રહેતા હોય છે. જેમાં રોઝી પેલિકન, વ્હાઇટ વોગટેઇલ, નોર્ધન પીગટેઇલ, બ્લૂ પ્રોટ, સાઇબિરિયન ક્રેઇન અને ફ્લેમિંગોનો સમાવેશ થાય છે. આ વિદેશી પક્ષીઓ પણ સુરતમાં ચાઇનીઝ દોરીના કારણે ઘાયલ થાય છે. સુરતમાં વર્ષ ૨૦૧૩માં ઉત્તરાયણમાં મૃત્યુ પામેલા ૧૨૫ કબૂતરોની સ્મશાનયાત્રા યોજવામાં આવી હતી. હાલ તો સ્વૈચ્છિક સંસ્થાઓ અને સરકાર વિવિધ હેલ્પલાઇનની મદદથી ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે તૈયાર થઇ રહી છે પરંતુ લોકો ચાઇનીઝ દોરીના ઉપયોગ પર અંકુશ રાખશે તો જ ઉત્તરાયણનું આકાશ પક્ષીઓ માટે જીવલેણ કે ઘાતક સાબિત નહીં થાય.


Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/china-is-helping-pakistan-on-the-other-hand-kites-will-be-chased-by-the-chinese-across-the




Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment