સુવિચાર

"Wel-Come to Information Technology & Kadva Patel Samaj Development World" સુવિચાર :- "ધર્મ જ મનુષ્યનો એક એવો બંધુ છે કે જે મૃત્યુ પછી પણ મનુષ્યનો સાથી થાય છે." For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday, 21 February 2018

સાબરમતી નદીના પટમાં બાંધેલો માટીનો પાળો તૂટયો, ખેડૂતો ચિંતાતુર - ભાજપના 15 ધારાસભ્યો સરકાર સાથે છેડો ફાડશે :હાર્દિક પટેલ - ૧૦૦ કરદાતાઓની કરોડોની મિલ્કતો ટાંચમાં લઇ બેંક એકાઉન્ટ સીઝ કર્યા - બેન્કોમાં ૮૬ ટકા ફ્રોડ લોન સાથે સંકળાયેલા હોય છે - સીરિયાઃ સેનાનો નરસંહાર, 48 કલાક-250નાં મોત; 7 હોસ્પિટલ નષ્ટ - શરણાર્થીઓની પાછળ પાક.-ચીનનું સમર્થન, આ પ્રોક્સી વોર છેઃ આર્મી ચીફ - PNB ફ્રોડ: મોદીની 9 લક્ઝરી કાર અને ચોકસીના 86 Crના શેર, MF જપ્ત - સાઉદી અરબે ૧૨ ક્ષેત્રમાં વિદેશીઓને નોકરી આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો


Chaurasi Samaj Kadva Patidar
( Follow Us :- Face BookLinked InTwitterGoogle +Yahoo Group, BlogWebsite, )
Product Price For Partner :- GSG Partner Click Here

  Product Price For Customer :- GSG Customer Click Here
Good News Chaurasi Samaj Kadva Patidar Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3,
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Good Bye (VAT, CST, Service Tax ) 
Wel Come GST ( CGST, SGST, IGST) With Tally.ERP 9 Release 6.3.2 (Gold) 


 CLICK HERE TO DOWNLOAD

Customization in Tally.ERP9 - Mobile Tally - Tally Mobile Application


1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module Agent Module Security Features Contact Manager Inventory Report Auto Email Outstanding Followup Half Page Invoice Voucher Aurthorization Serial Member Search Textile Industries Ginig Mills Petrol Pumps Iron & Steel Mobile Application

Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135

Special Offer Guardian NetSecure & Tally Mobile App

Offer Time :- 20 Feb 2018 & 28 Feb 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
Contact On Whats App No :- 8511604135

Source :-www.gayatrisolutiongroup.com

ભાજપના 15 ધારાસભ્યો સરકાર સાથે છેડો ફાડશે :હાર્દિક પટેલ
પાટીદાર આંદોલનના સમર્થનમાં પોતાનો ટેકો પાછો ખેંચી લેશે :હાર્દિક પટેલનો ઘટસ્ફોટ   અમદાવાદ :પાટીદાર કનિદૈ લાકિઅ આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે આજે મધ્યપ્રદેશના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે ગુજરાતમાં 15 ધારાસભ્યો મારા સંપર્કમાં છે આ15 જેટલા કનિદૈ લાકિઅ દિગ્ગજ ધારાસભ્યો અકિલા ભાજપનો સાથ છોડી દેશે.   પાસ કન્વીનર  હાર્દિક પટેલે મધ્યપ્રદેશ પ્રવાસ દરમિયાન એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ભાજપના પાંચ કનિદૈ લાકિઅ ધારાસભ્યો  તેની સાથે હાથ મિલાવવા અને 10 ધારાસભ્યો સાથે ચર્ચા થઇ છે હાર્દિક અકીલા પટેલએ એવો દાવો કર્યો હતો કે આ દરેક 15 ધારાસભ્ય તેમના સંપર્કમાં કનિદૈ લાકિઅ છે અને તે પણ પાટીદાર આંદોલનના સમર્થનમાં સરકાર સાથે પોતાનું સમર્થન પાછુ લઈ લેશે. (9:10 am IST)
Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/22-02-2018/71131

૧૦૦ કરદાતાઓની કરોડોની મિલ્કતો ટાંચમાં લઇ બેંક એકાઉન્ટ સીઝ કર્યા
મોટા કરચોરો ઉપર ત્રાટકવા માટે આયકર વિભાગના અધિકારીઓ સજ્જઃ માર્ચ એન્ડિંગ સુધીમાં રાજયભરમાં કનિદૈ લાકિઅ મોટાપાયે દરોડા અને સર્ચ થશે અમદાવાદ તા. રર :.. આક્રમક બનેલા આયકર વિભાગે એકસોથી વધુ કરચોરોની મિલકતો શરતી ટાંચમાં લઇ તેમના બેંક એકાઉન્ટસ કનિદૈ લાકિઅ સીઝ કરી દીધા અકિલા છે. હજુ રાજયભરમાં આયકર વિભાગના સર્વે મોટાપાયે ચાલી રહ્યા છે. ત્યારે જ આ આંકડો અઢીસો પાર થઇ જાય તેવું અધિકારીઓ માની કનિદૈ લાકિઅ રહ્યા છે. જો કે ગુજરાત આયકર વિભાગે ચાલુ હિસાબી વર્ષમાં રૂપિયા ૩૪૮૩૮ કરોડ રૂપિયાના અકીલા ટાર્ગેટ પુરો કરી દીધો છે. હવે ૩૧ મી માર્ચ સુધી બાકીના કનિદૈ લાકિઅ ૧ર૬૦ર કરોડ રૂપિયાનો ટાર્ગેટ પુરો કરવા માટે પાર્યે સર્ચ અને દરોડાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણી ટાણે શાંતિ રાખીને બેઠેલા આયકર વિભાગના કનિદૈ લાકિઅ અધિકારીઓ અમદાવાદ સહિત રાજયભરના મોટા કરચોરોની આર્થિક ગતિવિધીઓ પર વોચ ગોઠવી દીધી હતી. પુરતું હોમવર્ક થઇ ગયું હોવાથી આગામી દિવસોમાં આયકર કનિદૈ લાકિઅ વિભાગ મોટા કરચોરો ઉપર ત્રાટકશે. આયકર વિભાગે ગુજરાત સરકારને સોંપેલા રૂપિયા ૪૬૮૩૮ કરોડના ટાર્ગેટમાં રૂપિયા એક હજાર કરોડને બદલે આકરે રૂપિયા કનિદૈ લાકિઅ ૬૦ર કરોડનો વધારાનો ટાર્ગેટ ફાઇનલ કર્યો છે. જેને કારણે હવે આયકર વિભાગે રૂપિયા ૩૧મી મર્ચ સુધીમાં રૂપિયા ૪૭૪૪૦ કરોડ રૂપિયાની રીકવરી કરવાની કનિદૈ લાકિઅ રહેશે. ટાર્ગેટ એચીવ કરવા માટે ચિફ કમિશનરો દ્વારા પોતાની ટીમ પાસેથી રોજે રોજના ઇનપુટ લેવામાં આવી રહ્યા છે. બેનામી મિલકતો. ઓપરેશન કલીન મની તથા ટીડીએસ ડિફોલ્ટરોનો શોધવા ઉપરાંત નોટબંધી વખતે રૂપિયાના જે હવાલા પડયા હતાં. તે કાળાનાણાનાં મુળ શોધવા માટે પણ અધિકારીઓ કવાયત કરી રહ્યા છે.  TDSના ૧૭૭પ૦ કરોડના ટાર્ગેટ સામે રૂપિયા ૧૪૦૦ની રિકવરી થઇ ગુજરાત ઇનકમ ટેકસને સોંપાયેલા કુલ ટાર્ગેટમાં રૂપિયા ૧૭૭પ૦ કરોડનો ટાર્ગેટ ટીડીએસનો હતો. ચાલુ વર્ષે આજ દિન સુધીમાં કુલ રૂપિયા ૧૪૦૦૦ કરોડનો ટાર્ગેટ પુર્ણ થઇ ગયો હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. હવે હિસાબી વર્ષની પૂર્ણહૂતી સુધીમાં ૩૭પ૦ કરોડની રીકવરી કરવાની રહેશે. જો કે ટીડીએસ નહિ ભરતી કંપનીઓ અને પેઢીઓ પર સર્ચની કામગીરી ચાલી રહી છે. છેલ્લા દિવસોમાં કુલ ૧૧ર સ્થળે સર્ચ કરીને ઘણા ડિફોલ્ટરોને પ્રોસિકયુશન માટેની નોટીસો ફટકારવામાં આવી છે. જો કે નોટીસો મળતાં જ ટીડીએસના ડીફોલ્ટરો કમ્પાઉન્ડીંગ માટે એપ્રોચ કરી રહ્યા છે. આયકર વિભાગ ટીડીએસ ઉઘરાવી સરકારની તિજોરીમાં જમા નહિ કરાવતી કંપનીઓ સામે આકરા પગલા લેશે. કાળા નાણાંનું રોકાણઃ ૮પ બેનામી પ્રોપર્ટી આઇડેન્ટીફાઇ કરાઇ નોટબંધી બાદ જેમની પાસે બિન હિસાબી કરોડો રૂપિયા હતાં. તેમણે પોતાનું કાણુ નાણું બેનામી પ્રોપર્ટીમાં રોકી દીધું હતું. જે અંગે સરકારને પણ જાણકારી મળતાં તે અંગેનો કાયદો અમલમાં લાવી દેવાયો છે. સાથે સાથે દેશભરમાં બેનામી પ્રોપર્ટી શોધવા માટે આયકર વિભાગની ટીમો કામે લાગી ગઇ છે. ગુજરાતમાં ઇન્કમ ટેકસ વિભાગે બેનામી પ્રોપર્ટી શોધવા માટે ખાસ ટીમ તૈયાર કરી છે. આ ટીમે વધુ ૮પ બેનામી પ્રોપર્ટી આઇડેન્ટીફાઇ કરી લીધી છે. જે આગામી દિવસોમાં ટાંચમાં લેવાશે. ગુજરાતમાં જ કરોડો રૂપિયાની બેનામી પ્રોપર્ટી આયકર વિભાગે ટાંચમાં લઇ લીધી છે. ઓપરેશન કિલન મનીઃ ર૯ સર્વેમાં ૬.રપ કરોડની કરચોરી જે ખાતા વર્ષોથી સુષુપ્ત હતાં. તેમાં નોટબંધી ટાણે જ ટ્રાન્જેકશન શરૂ થઇ ગયા હતાં. લાખો રૂપિયાના વ્યવહારો થઇ ગયા હતાં. ત્યારે જ આયકર વિભાગે નોટબંધી ટાણે જ ખાતામાં બે લાખ કે તેથી વધુ રૂપિયાના વ્યવહારો થયા હશે. તેનો હિસાબ આપવો પડશે. હવે આયકર વિભાગ દ્વારા આવા ખાતાઓની તપાસ ઓપરેશન કલીન મની અંતર્ગત શરૂ કરવામાં આવી છે. સિનીયર ઓફીસરના જણાવ્યા મુજબ ઓપરેશન કલીન મની અંતર્ગત વધુ ર૯ સર્વે કરવામાં આવ્યા છે. જેમાં ૬.રપ કરોડ રૂપિયાની કરચોરી સામે આવી છે. (10:15 am IST)

Source :-http://www.akilanews.com/Gujarat_news/Detail/22-02-2018/71136

બેન્કોમાં ૮૬ ટકા ફ્રોડ લોન સાથે સંકળાયેલા હોય છે
બેન્કો સાથે છેતરપીંડી કરનારાઓની આબાદ મોડેસ ઓપરેન્ડીઃ ૨૦૧૬-૧૭માં બેન્કોએ ફ્રોડને કારણે રૂ. ૨૩૯૦૩ કરોડ ગુમાવ્યાં કનિદૈ લાકિઅ જેમાંથી ૮૬ ટકા એટલે કે રૂ. ૨૦૫૬૧ કરોડ એડવાન્સને લગતા ફ્રોડ હતાઃ ૨૬ બેન્કોનો અહેવાલ... અમારા ૯૭ ટકા જેટલા ફ્રોડ એડવાન્સ સાથે સંકળાયેલા કનિદૈ લાકિઅ છેઃ ખોટા અકિલા કેવાયસી દસ્તાવેજો, બેનામી કંપનીઓ ઉભી કરવામાં આવતી હોય છે, ખોટા વેચાણ અને વ્યવહારો બતાવવામાં આવતા હોય છે, નકલી દસ્તાવેજો કનિદૈ લાકિઅ અને ખોટી મિલ્કતો બતાવી બેન્કોને બુચ મારવામાં આવતુ હોય છેઃ કયાંક બેન્કની અકીલા બેદરકારી પણ થતી હોય છે નવી દિલ્હી, તા. ૨૨ :. તાજેતરમાં કનિદૈ લાકિઅ પંજાબ નેશનલ બેન્કમાં રૂ. ૧૧૪૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ સમગ્ર બેન્કીંગ સીસ્ટમ સામે સવાલ ઉઠયા છે. બેન્કોમાં મેનેજમેન્ટ દ્વારા મીલીભગતથી કનિદૈ લાકિઅ બેન્કોને અત્યાર સુધીમાં કરોડો રૂપિયાના ચૂના લાગ્યા છે. એનપીએ પણ વધીને ૮ લાખ કરોડ જેટલુ થઈ ગયુ છે. ત્યારે એક અભ્યાસ અનુસાર બેન્કોમાં કનિદૈ લાકિઅ ૮૬ ટકા જેટલા થયેલા ફ્રોડ એડવાન્સીસ એટલે કે લોન સાથે સંકળાયેલા હતા. બેન્કોમાં લેટર ઓફ ક્રેડીટનો દૂરૂપયોગ, ગેરેંટી કે અન્ડરટેકીંગનું ડાયવર્ઝન, કનિદૈ લાકિઅ ફંડનો દૂરૂપયોગ વગેરેને કારણે ગેરરીતીઓ આચરવામાં આવતી હોય છે.   એક અહેવાલ અનુસાર ૨૦૧૬-૧૭માં ભારતમાં થયેલા બેન્કીંગ ફ્રોડમાં ૮૬ ટકા કનિદૈ લાકિઅ હિસ્સો લોનને લગતો હતો. જ્યારે પંજાબ નેશનલ બેન્કમાં આ હિસ્સો ૯૯ ટકા હોવાનુ બહાર આવ્યુ છે. ૨૬ જેટલી બેન્કોએ જણાવ્યુ છે કે, તેઓના ૯૭ ટકા જેટલા ફ્રોડ લોનને લગતા છે. ૮ જેટલી બેન્કોએ જણાવ્યુ છે કે, આ જ પ્રકારના ફ્રોડ ૯૦ થી ૯૫ ટકાની વચ્ચે કરવામા આવતા હોય છે. રીઝર્વ બેન્કનો ડેટા જણાવે છે કે, ૨૦૧૬-૧૭માં રૂ. ૨૩૯૦૩ કરોડની રકમ બેન્કોએ ફ્રોડમાં ગુમાવી હતી. જેમાંથી ૮૬ ટકા એટલે કે રૂ. ૨૦૫૬૧ કરોડ લોનને લગતા ફ્રોડ હોવાનું માલૂમ પડયુ હતું. જ્યારે પંજાબ નેશનલ બેન્કની વાત કરીએ તો આ બેન્કે રૂ. ૨૮૦૮ કરોડ ફ્રોડને કારણે ગુમાવ્યા છે અને રૂ. ૨૭૮૮ કરોડ એટલે કે ૯૯૦૩ ટકા રકમ લોનને કારણે ગુમાવી છે. રીઝર્વ બેન્કે હજુ ૨૦૧૭-૧૮ના આંકડાઓ તૈયાર કર્યા નથી પરંતુ ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજ પુરા થતા ૩ વર્ષના ડેટા જણાવે છે કે, કુલ ફ્રોડના ૬૭ ટકા એડવાન્સીસ સાથે સંકળાયેલા હતા કે જેમાં ૨૮ ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં બેન્કોએ રૂ. ૨૨૭૪૩ કરોડ ફ્રોડમાં ગુમાવ્યા હતા. જેમાંથી રૂ. ૧૫૨૩૮ કરોડ લોન સાથે સંકળાયેલા ફ્રોડ હતા. નિષ્ણાતો અને બેન્કરોના જણાવ્યા પ્રમાણે એડવાન્સને લગતા ફ્રોડમાં વિશ્વાસ અને કરારનો ભંગ મુખ્યત્વે જવાબદાર હોય છે. આ ઉપરાંત લેટર ઓફ ક્રેડીટ અને ગેરેંટીનો દૂરૂપયોગ, લોન લેતી વેળાએ નકલી કે ખોટા દસ્તાવેજો રજૂ કરવા અને અસ્તિત્વમાં ન હોય તેવી મિલ્કત ગીરવે મુકવી જેવી બાબતો ફ્રોડ માટે જવાબદાર હોય છે. બેન્કોમાં જે ફ્રોડ થાય છે તેમા બેન્કના ઉચ્ચ અધિકારીઓની મીલીભગત પણ સામેલ હોય છે. મોટા ફ્રોડ કરવા સરળ નથી હોતા અને તેમા બેન્કના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોય છે. અનેક લોકોએ ખોટા કેવાયસી દસ્તાવેજો આપી બેન્કોને શીશામાં ઉતારી છે. ઠગબાજોએ અગાઉની દેવાદાર કંપનીઓ છુપાવી નવી કંપનીઓ ઉભી કરી બેન્કોને અંધારામાં રાખી છે. ખોટા વેચાણ અને વ્યવહારના આંકડા બતાવી બેન્કોને ઉંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે. ખોટા દસ્તાવેજો આપીને પણ છેતરપીંડી કરવામાં આવી છે. એટલુ જ નહીં બેન્કોની બેજવાબદારી પણ સામે આવી છે. જેમાં મિલ્કતોનુ ફીઝીકલ વેરીફીકેશન પણ ન કરવું એ જવાબદાર હોય છે. જે લાંચ લઈને કરવામાં આવતુ હોય છે.(૨-૨) (10:17 am IST)
Source :-http://www.akilanews.com/Main_news/Detail/22-02-2018/124695

સીરિયાઃ સેનાનો નરસંહાર, 48 કલાક-250નાં મોત; 7 હોસ્પિટલ નષ્ટ

યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે, બ્લાસ્ટ્સ આવી રીતે જ ચાલુ રહ્યા તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે
 ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીરિયામાં બળવાખોરોના કબજાવાળા પૂર્વીય ઘોઉટા વિસ્તારમાં સીરિયાના સૈન્યએ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. સેનાના વિમાન વિસ્તારમાં દર મિનિટે 25થી 30 ગોળા ફેંકી રહ્યા છે. બળવાખોરો પર બે દિવસથી યથાવત આ બોમ્બવર્ષામાં અત્યાર સુધી અંદાજિત 250 લોકોનાં મોત થયા છે, જેમાં 57થી વધુ બાળકો સામેલ છે. યુનાઇટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં 7 હોસ્પિટલ પણ નષ્ટ થઇ ગઇ છે અને જો બ્લાસ્ટ્સ આવી રીતે જ ચાલુ રહ્યો તો પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહેશે. જો કે, રિપોર્ટ્સ પર સીરિયાના સૈન્ય તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.
2015 બાદ મોતનો સૌથી મોટો આંકડો 

- સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, બે દિવસથી ચાલતા આ હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 250 લોકોનાં મોત થયા છે. છેલ્લાં 48 કલાકમાં નાગરિકોની મોતનો આ આંકડો 2015ના કેમિકલ બાદ સૌથી મોટો છે. 
- દમિશ્ક બહાર બોમ્બ બ્લાસ્ટ્સમાં નાગરિકોનો આકંડો 
- સીરિયામાં કામ કરનારા એક્ટિવિસ્ટ્સે જણાવ્યું કે, ઇસ્ટર્ન ઘોઉટામાં મંગળવારે 10 ગામ અને નાના શહેરોને ફરીથી નિશાન બનાવી રહ્યું છે. સૈન્ય હુમલાના કારણે અત્યાર સુધી 15 હજાર લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. 
નરસંહાર કરી રહ્યું છે સીરિયન સૈન્યઃ ડોક્ટર 

- સ્થાનિક હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર કરતા ડોક્ટરે જણાવ્યું કે લોહીલુહાણ એક બાળક મારી પાસે આવ્યો. તેના મોંમાં રેત ભરેલી હતી. મેં હાથથી રેતી કાઢી. તે રેત સાથે જ શ્વાસ લઈ રહ્યો હતો. 
- ઘોઉટાની સ્થિતિ 1990ના દાયકા જેવી થઈ છે. તે સમયમાં જે પ્રકારે ઘોઉટામાં નરસંહાર થયો હતો તે રીતે સૈન્ય આજે નરસંહાર કરી રહ્યું છે. આ હવાઈ હુમલા નથી પરંતુ સામૂહિક હત્યા છે. 
- ઘોઉટામાં સિવિલ ડિફેન્સ વર્કર હવાઈ હુમલામાં ઈજાગ્રસ્ત બાળકોને બચાવવાનું કામ કરી રહ્યો છે. તે 38 બાળકોને બચાવી ચૂક્યો છે. 
- ઘોઉટા, દમિશ્કથી 15 કિ.મી. દૂર છે. અહીં 22 સમાજના લોકો રહે છે. રશિયાએ તેને બળવાખોરોનું ક્ષેત્ર જાહેર કરી દીધું છે.
પૂર્વીય ઘોઉટામાં કેમ હુમલો કરી રહ્યું છે સૈન્ય? 

- ઇસ્ટ ઘોઉટામાં ઇસ્લામિક સંગઠન જૈશ-અલ-ઇસ્લામનું શાસન છે. જો કે, અલ-કાયદા સમર્થિક આતંકવાદી સંગઠન તહરીર અલ-શામ પણ અહીં મોજૂદ છે. 
- એવું માનવામાં આવે છે કે, આ બળવાખોરોના કબ્જાવાળું અંતિમ મોટું શહેર છે. 
- ઘોઉટાની વસતી 4 લાખ છે. તે 2012થી બળવાખોરોના કબ્જામાં છે. સીરિયા અને ઇરાનના આ ક્ષેત્રને વિદ્રોહી ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. 
Source :-https://www.divyabhaskar.co.in/news/INT-ME-HDLN-infog-eastern-ghouta-bombings-gujarati-news-5816996-PHO.html?ref=ht&seq=1

શરણાર્થીઓની પાછળ પાક.-ચીનનું સમર્થન, આ પ્રોક્સી વોર છેઃ આર્મી ચીફ

આર્મી ચીફ બિપિન રાવતના બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી અને AIUDF પરના નિવેદનને લઈને રાજકારણ શરૂ
નવી દિલ્હીઃ આર્મી ચીફ બિપિન રાવતના બાંગ્લાદેશી નાગરિકોની ઘૂસણખોરી અને આસામના ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક ફ્રંટ (AIUDF) પરના નિવેદનને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીએ આર્મી ચીફના નિવેદન પર સવાલો ઉઠાવ્યાં છે. ઔવેસીએ ટ્વિટ કરી આર્મી ચીફને રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ ન કરવું જોઈએ તેવી સલાહ આપી છે. તેમજ રાજકીય પાર્ટીના ઉદય પર નિવેદન કરવું તેમનું કામ નથી તેવું જણાવ્યું છે. સેનાધ્યક્ષ બિપિન રાવતે ભારતમાં વધતા બાંગ્લાદેશી શરણાર્થીઓને લઈને બુધવારે એક મોટું નિવેદન કર્યું હતું. રાવતે દેશની પૂર્વોતર સીમા સુરક્ષાને લઈને બુધવારે દિલ્હીમાં યોજાયેલાં એક સેમિનારમાં બોલ્યાં હતા.

શું કહ્યું હતું આર્મી ચીફે?

- આર્મી ચીફે કહ્યું હતું કે, " જેટલી તેજીથી દેશમાં ભાજપનો વિસ્તાર નથી થયો તેટલી ઝડપથી આસામમાં બદરૂદ્દીન અઝમલની પાર્ટી AIUDFનો વ્યાપ વધ્યો છે."
- રાવતે વિસ્તારમાં થતી બાંગ્લાદેશી ઘૂસણખોરી અને વસ્તીમાં થઈ રહેલાં પરિવર્તનને સમજવા માટે ઉદાહરણ આપી રહ્યાં હતા.
- બિપિન રાવતે કહ્યું હતું કે, "ઘૂસણખોરી થવાનું મોટું એક કારણ જમીન પર કબ્જો કરવાનો પણ છે."
બાંગ્લાદેશી ઘૂસણખોરીમાં પડોસીઓનો હાથ- જનરલ રાવત

- સેમિનારમાં બોલતાં આર્મી ચીફે કહ્યું કે, "ઉત્તર-પૂર્વમાં બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરીની પાછળ આપણાં પશ્ચિમી પડોસી દેશોની છહ્મ નીતિ જવાબદાર છે."
- જનરલ રાવતે કહ્યું કે, "આ કામમાં આપણાં પશ્ચિમી પડોસી દેશને ઉત્તરી પડોસી દેશનો સાથ મળી રહ્યો છે. ઉત્તર પૂર્વની સમસ્યાઓના સમાધાન ત્યાંના લોકોને દેશની મુખ્યધારામાં લાવીને વિકાસ કરવાથી જ શક્ય છે."
બાંગ્લાદેશ શરણાર્થીઓનું આવવાનું શું છે કારણ?

- આર્મી ચીફે કહ્યું કે ભારતમાં બાંગ્લાદેશીઓએ શરણ લેવાના બે મુખ્ય કારણ છે. 
- "બાંગ્લાદેશનો મોટો હિસ્સો દર વર્ષે પૂર સહિત અનેક પ્રાકૃતિક આપદાઓથી પ્રભાવિત થાય છે."
- "બાંગ્લાદેશમાં રહેવા માટે પર્યાપ્ત જગ્યા નથી."
ચીન પર ઉઠાવ્યાં સવાલ

- સેમિનારમાં નેવી ચીફ એડમિરલ સુનીલ લાંબા પર ઉપસ્થિત હતા તેઓએ ચીન પર નિશાન સાધતાં કહ્યું કે ચીની સેના LAC પારથી નિયમોનું સતત ઉલ્લંઘન કરે છે.
- પૂર્વોત્તર દેશના સિલીગુડી કોરિડોર અંગે નેવી પ્રમુખે કહ્યું કે, "ચીન સાથેના મતભેદો છતાં અનેક દશકાઓથી વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ બરકરાર છે. જો કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા સરહદ પર અતિક્રમણની વધતી ઘટનાઓ અને ડોકલામમાં જોવા મળેલી ઘટના ચીનની વધતી જતી આક્રમકતાનું જ પ્રતિક છે."
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-army-chief-said-paksitan-and-china-support-to-proxy-warfare-in-northeast-gujarati-news-5817557-NOR.html?ref=ht&seq=1

PNB ફ્રોડ: મોદીની 9 લક્ઝરી કાર અને ચોકસીના 86 Crના શેર, MF જપ્ત

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે નીરવ-મેહુલની જપ્ત કરવામાં આવેલી જ્વેલરીથી ધિરાણની વસુલાત મુશ્કેલ છે
નવી દિલ્હી: પીએનબી ફ્રોડ કેસમાં આઠમાં દિવસે પણ ઈડી અને સીબીઆઈ સતત કડક રીતે કાર્યવાહી કરી રહી છે. ઈડીએ નીરવ મોદીના નાસિકમાં આવેલા શો-રૂમ ઉપર દરોડા પાડ્યા છે. આ ઉપરાંત નીરવ મોદી અને તેની કંપનીની 9 કાર સીઝ કરવામાં આવી છે. આ ઉપરાંત આજે ઈડીએ નીરવ મોદીના રૂ. 7.80 કરોડના અને મેહુલ ચોકસી ગ્રૂપના રૂ. 86.72 કરોડના શેર્સ અને મ્યુચલ ફંડ જપ્ત કર્યા છે.

ઈડીએ નીરવ મોદીની 9 કાર જપ્ત કરી લીધી
ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે નીરવ મોદીની 9 લક્ઝુરિયસ કાર જપ્ત કરી લીધી છે. તેમાં એક રોલ્સ રોયસ ઘઓસ્ટ, એક પૌ્સ પૈનામરા, 2 મર્સિડીઝ બેન્ઝ GL-350 CDI, એક ટોયોટા ફોર્ચ્યુનર, 3 હોન્ડા સિટી અને 1 ઈનોવા કાર છે.
ગિલી ઈન્ડિયા કંપનીના ડિરેક્ટરનું ઘર સીલ
ઈડીએ ગિલી ઈન્ડિયા કંપનીના ડિરેક્ટર અનિયથ શિવરામનનું મુંબઈમાં આવેલું ઘર સીલ કરી દીધું છે. જ્યારે બીજી બાજુ સીબીઆઈએ નીરવ મોદીના મહારાષ્ટ્રના અલીબાગમાં આવેલા નીરવ મોદીના ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડ્યા છે. આ સંજોગોમાં એક્સપર્ટનું કહેવું છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીના શો-રૂમમાંથી જપ્ત કરેલા હીરા-ઝવેરાતની નીલામી કરીને કૌભાંડની રકમ વસુલ કરવી મુશ્કેલ છે. તેમાં પાંચથી સાત વર્ષ લાગી શકે છે. આટલો સમય સરકારે તેમના હીરા-ઝવેરાતની સુરક્ષા ઉપર પણ લાખો રૂપિયા ખર્ચ કરવા પડશે.
રૂ. 5649 કરોડના દાગીના જપ્ત કરાયા

- પંજાબ નેશનલ બેન્કનું રૂ, 11,356 કરોડનું કૌભાંડ કરનાર નીરવ મોદીના વિવિધ શો-રૂમમાંથી ઈડીએ 5649 કરોડના હીરા-ઝવેરાત જપ્ત કર્યા છે. 
- એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે હજુ તો પીએનબીને પણ ચોકક્સ ખબર નથી કે, તેમને નીરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી કુલ કેટલી રકમ વસુલ કરવાની છે.
કેસ વિશે કોઈ ચુકાદો ન આવે ત્યાં સુધી દાગીનાનું વેચાણ કે હરાજી થઈ શકે નહીં

- એડ્વોકેટ સુબોધ કુમાર પાઠકના જણાવ્યા પ્રમાણે ઈડીની કાર્યવાહી પ્રિવેંશન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કરવામાં આવી રહી છે. આ એક ક્રિમિનલ કેસ છે. એક્ટમાં પ્રોવિઝન છે કે, આરોપીએ ખોટી રીતે લીધેલા પૈસાથી પ્રોપર્ટી અથવા મિલકત બનાવી હોય તો તેને જપ્ત કરી શકાય છે.પરંતુ જ્યાં સુધી કેસ ચાલતો હોય અને નિર્ણય ન આવી જાય ત્યાં સુધી તેની હરાજી કે વેચાણ કરી શકાય નહીં. જો જપ્ત હીરા અથવા ઝવેરાત પર કોઈ સપ્લાયર દસ્તાવેજના આધાર પર દાવો કરે કે તેણે નીરવ મોદીને આ હીરા અને ઝવેરાત વેચવા માટે આપ્યા હતા ત્યારે આ કેસ વધારે મુશ્કેલ થઈ શકે છે. તે શખ્સનો દાવો સાચો હોય તો તે હીરા ઝવેરાત તેમને પરત કરવા પડે.
સરફેસી એક્ટ અંતર્ગત 60 દિવસમાં ચૂકવણી ન થાય તો થઈ શકે છે હરાજી

- એ હજુ સ્પષ્ટ નથી થયું કે, નીરવ મોદીએ જે લોન લીધી છે તેના બદલે તેણે શું મોર્ગેજ કર્યું છે. મુવેબલ પ્રોપર્ટીમાં સ્ટોક, બુક ઓફ બેલેન્સ શીટ વગેરે સામેલ છે. જો મોદીએ સ્ટોક મોર્ગેજ કર્યા હોય તોસરફેસી એક્ટ અંતર્ગત હરાજી સરળતાથી થઈ શકે છે. પરંતુ જો એવુ નહીં થયું હોય તો કેસ પૂરો થયા પછી જ તેની હરાજી કરી શકાય છે. તે દરમિયાન સરકાર ધિરાણ પરત કરવા માટે નોટિસ આપી શકે છે. કાયદા અંતર્ગત 60 દિવસ સુધી ચૂકવણી ન કરે તો મોર્ગેજ પ્રોપર્ટીની હરાજી થઈ શકે છે.
Source :-https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-ed-seized-9-cars-belonging-to-nirav-modi-and-his-companies-gujarati-news-5817555-PHO.html?ref=ht

સાબરમતી નદીના પટમાં બાંધેલો માટીનો પાળો તૂટયો, ખેડૂતો ચિંતાતુર 
-પાક બચાવવા ફતેવાડી કેનાલમાં પાણી વાળવાનું કામ મુશ્કેલ બન્યું -પંદરેક દિવસમાં સિંચાઇનું પાણી નહીં મળે તો પાક સુકાવાની ભીતિ, મરામતનું કામ સત્વરે પૂર્ણ કરવા માંગ અમદાવાદ, તા.21 ફેબ્રુઆરી 2018,બુધવાર અમદાવાદ જિલ્લાના ચાર તાલુકાઓમાં સિંચાઇનું પાણી પુરૃ પાડવા માટે સાબરમતી નદીના પટમાં માટીનો પાળો બાંધવામાં આવ્યો હતો. જે પાણીના અતિપ્રવાહમાં તૂટી જતા હાલમાં મુશ્કેલી સર્જાઇ છે. પાકને બચાવી લેવાની અંતિમ આશા પણ હવે ડગમગતા ખેડૂતો હતાશ થઇ ગયા છે. હાલમાં આ પાળાના મરામતનું કામ ચાલી રહ્યું છે. બે દિવસમાં પાળો સંપૂર્ણ બનાવી દઇનેેેે નદીનું પાણી ફતેવાડી કેનાલ તરફ વાળીને અનેક ગામોના પાકને બચાવી લેવાશે તેવો દાવો હાલમાં અધિકારીઓ કરી રહ્યા છે. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ સાણંદ, બાવળા, દસક્રોઇ અને ધોળકામાંથી પસાર થતી ફતેવાડી કેનાલમાં નર્મદાનું પાણી બંધ કરાયું હતું. ખેડૂતોએ પાકને બચાવી લેવા માટે સરકારમાં રજૂઆતો કરીને સિંચાઇના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી. જેમાં છેવટે સાબરમતી નદીમાં વાસણા બેરેજ પછી જુની ફતેવાડી ગામ પાસે નદીમાં પટમાં પાંચ મીટર ઉંચો અને વીસ મીટર પહોળો અને આશરે બે હજાર મીટર લાંબો માટીનો પાળો બાંધવાનું આયોજન કરાયું હતું. જેનું બાંધકામ આશરે દશેક દિવસથી ચાલી રહ્યું છે. જે બંધાયા બાદ અમુક લેવલે પાણી રોકીને તેને ફતેવાડી કેનાલ તરફ વાળી કેનાલમાં પાણી છોડાય તે પહેલા જ આ માટીના પાળો અમુક ભાગ ચારેક દિવસ પહેલા તૂટી જતા દોડધામ મચી હતી. જેને લઇને સુએજનું ટ્રીટ કરેલું પાણી નદીના માધ્યમથી ફતેવાડી કેનાલમાં પહોંચાડીને કેટલાક ગામોમાં પાકને બચાવી લેવાનું કામ હાલમાં મુશ્કેલ બન્યું છે. આ અંગે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગામી પંદરેક દિવસમાં ફતેવાડીમાં આ પાણી નહીં પહોંચાડાય તો પાક સુકાઇ જવાની શક્યતા છે. પછી સરકારે નદીમાં પાળો બાંધવાનો કરેલો ખર્ચ વ્યર્થ જશે અને તેનું હેતુ નહીં સરે. ખેડૂતોના મતે પાળાનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે. તે જોતા પાણી જલદી મળે તેમ લાગતું નથી. બીજી બાજુ અધિકારીઓના જણાવ્યા મુજબ માટીનો પાળો હોવાથી તે વારંવાર તૂટી જવાની શક્યતા રહેલી છે. હાલમાં જ પાળો તૂટયો હતો. તેનું મરામતનું કામ ચાલી રહ્યું છે. આગામી બે દિવસમાં પાળો સંપૂર્ણ તૈયાર કરીને નદીનું પાણી કેનાલ તરફ વાળીને ખેતીને બચાવી લેવાશે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-soil-of-the-sabarmati-river-has-broken-down-the-farmers-worried

સાઉદી અરબે ૧૨ ક્ષેત્રમાં વિદેશીઓને નોકરી આપવા ઉપર પ્રતિબંધ મૂક્યો
- ગલ્ફ કન્ટ્રીઝમાં રોજગારી અર્થે ગયેલા ભારતીયોને મોટો ઝટકો - સાઉદી અરબની સરકારનો સ્થાનિક લોકોને વધારે રોજગારી આપવાનો હેતુ - ત્યાં કામ કરતાં ૧.૨ કરોડ વિદેશી નાગરિકોમાં ૩૦ લાખથી વધારે ભારતીયો છે નવી દિલ્હી, તા.૨૧ ફેબ્રુઆરી 2018, બુધવાર વધતી જતી બેરોજગારીના પગલે સાઉદી અરેબીયાએ એક મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. સાઉદીના શ્રમ મંત્રાલય અને સામાજીક વિકાસ મંત્રાલયે ૧૨ સેકટરમાં કામ કરવા પર વિદેશી નાગરિકો પર પ્રતિબંધ  મુકવાનો આદેશ કર્યો છે. સાઉદી અરેબીયન સરકારના શ્રમ પ્રધાન ડોક્ટર અલી અલ ગફિસે આદેશ કરતા ૧૨ સેકટરનુ વર્ણન કર્યુ છે, જેમાં હવે વિદેશી નાગરિકો હવે કામ કરી નહી શકે.શ્રમ પ્રધાન ડોક્ટર અલીએ કરેલા આદેશનો હેતુ સ્થાનિક લોકોને  વધારે રોજગારી આપવા સરકાર ઇચ્છતી હોવાનો છે. સાઉદી અરેબિયામાં આ નવો કાયદો ચાલુ વર્ષના સપ્ટેમ્બરથી અમલી બનશે અને તબ્કકાવાર વિવિધ સેકટરોમાં અમલી બનશે. આ કાયદાની અસર  મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પર થશે કારણ કે સાઉદી અરેબીયામાં અંદાજે ૧૨ મિલીયન વિદેશી નાગરિકો કામ કરે છે.જેમાં ૩૦ લાખથી વધુ તો ભારતીયો જ છે. કયા ૧૨ સેક્ટરમાં મુકાયો પ્રતિબંધ : ઘડિયાળની દુકાન ચશ્માની દુકાન મેડિકલ સ્ટોર ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક દુકાન કાર સ્પેર પાર્ટ્સ બિલ્ડિંગ મટેરીયલ કાર્પેટ હોમ ફનચર અને રેડિમેડ ઓફિસ મટેરિયલ વાસણોની દુકાન કેક અને પેસ્ટ્રીની દુકાન રેડિમેડ ગારમેન્ટ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન પ્રમાણે છેલ્લા ૧૫ થી ૨૪ વર્ષ દરમિયાન સાઉદી અરેબિયામાં બેરોજગારી દર ૩૨.૬% રહ્યો હતો. જેના કારણે સાઉદી અરેબિયામાં બેરોજગારી  વધી રહી હતી, જો કે અત્યારે બેરોજગારી દર ૧૨.૧% છે. અત્યારે સાઉદી અરેબિયામાં એક કરોડાથી વધારે વિદેશી નાગરિકો અલગ -અલગ સેકટરોમાં કામ કરે છે.           અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારતના કેરળ રાજયમાંથી દર વર્ષે અંદાજે ૫,૭૪,૦૦૦ લોકો સાઉદી અરેબિયામાં નોકરી માટે જાય છે. કયા સેકટરમાં ક્યારથી પ્રતિબંધ : ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૮થી નીચેના સેક્ટરમાં અમલ ૧.કાર અને મોટરબાઇક શોરૃમ ૨.રેડિમેડ કપડાંના શોરૃમ ૩.ઘર અને ઓફિસ ફનચર સ્ટોર ૪. હોમ એપ્પલાઇંસીસ અને રસોડાના ઉપયોગી વસ્તુઓનો સ્ટોર ૯ નવેમ્બર ૨૦૧૮થી નીચેના સેક્ટરમાં અમલ ૧. ઇલેક્ટ્રિક સ્ટોર ૨. ધડિયાળની દુકાન ૩. ચશ્મા અને ગોગ્લ્સની દુકાન ૭ જાન્યુઆરી ૨૦૧૯થી નીચેના સેકટરમાં અમલ ૧. મેડીકલ ઇકવીપમેન્ટ અને સપ્લાય સ્ટોર ૨. બિલ્ડિંગ મટેરિયલ સ્ટોર ૩. ઓટો સ્પેર પાર્ટ્સ સ્ટોર ૪. કાર્પેટ વેચાણ સ્ટોર ૫. મીઠાઇની દુકાન
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/saudi-arabia-banned-the-employment-of-foreigners-in-12-fields


Special Offer Holy Tally Mobile App
Offer Time :- 01 Feb 2018 to 28 Feb 2018
 1180 + GST 1 Year
 3480 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Contact On Whats App No :- 8511604135



Source :-http://www.gujaratsamachar.com, http://www.divyabhaskar.co.in, http://www.sandesh.com, http://abpasmita.abplive.in, http://imdahm.gov.in

Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, etc…
Download Internet Rate :- Show Online Price Click Here   With Service tax Final Price Click Here
Products :-  More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel } (Live In :- Gujarat)
Website :- http://www.gayatrisolutiongroup.com/

No comments:

Post a Comment